Śrīmad Bhāgavatam

કર્દમ અને દેવહૂતિનો વિહાર કૈકેક વાચ પિતૃભ્યાં પ્રસ્થિતે સાધ્વી પતિમિશ્રિતકોવિદા ! નિત્યં પર્યચરત્પ્રીત્યા ભવાનીવ ભવં પ્રભુમ્‌ | ૧॥ વિશ્રમ્ભેણાત્મશૌચેન

શ્રીકપિલદેવજીનો જન્મ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ત્રેવીસમો અધ્યાય કર્દમ અને દેવહૂતિનો વિહાર કૈકેક વાચ પિતૃભ્યાં પ્રસ્થિતે સાધ્વી પતિમિશ્રિતકોવિદા ! નિત્યં પર્યચરત્પ્રીત્યા ભવાનીવ ભવં પ્રભુમ્‌ | ૧॥ વિશ્રમ્ભેણાત્મશૌચેન ગૌરવેણ દમેન ચ | શુશ્રૂષયા સૌહદેન વાચા મધુરયા ચપ ભોઃ || ૨।। વિસૃજ્ય કામં દમ્ભં ચ દ્વેષ લોભમઘં મદમ્‌ ! અપ્રમત્તોધતા નિત્યં તેજીયાંસમતોષયત્‌ || ૩! સ વૈ દેવર્ષિવર્યસ્તાં માનવીં સમનુવ્રતામ્‌ । દૈવાદ્‌ ગરીયસઃ૨ પત્યુરાશાસાનાં મહાશિષઃ ॥ ૪॥। કાલેન ભૂયસા ક્ષામાં કર્શિતાં વ્રતચર્યયા | પ્રેમગદ્ગદયા વાચા પીડિતઃ કૃપયાડબ્રવીત્‌ | ૫॥। કર્દમ ઉવાચ તુષ્ટોડહમધ તવ માનવિ માનદાયાઃ શુશ્રૂષષા પરમયા પરયા ચ ભક્ત્યા | યો દેહિનામયમતીવ સુહૃત્સ્વદેહો નાવેક્ષિતઃ સમુચિતઃ ક્ષપિતું મદર્થે ॥ ૬॥ થે મે સ્વધર્મનિરતસ્ય તપઃસમાધિ- વિધાત્મયોગવિજિતા ભગવત્પ્રસાદાઃ । તાનેવ તે મદનુસેવનયાડવરુદ્ધાન્‌ દષ્ટિ પ્રપશ્ય વિતરામ્યભયાનશોકાન્‌ ॥ ૭ અન્યે પુનર્ભગવતો ભ્રુવ ઉદ્ધિજૃમ્ભ- વિભ્રંશિતાર્થરચનાઃ કિમુરુક્રમસ્ય | સિદ્ધાસિ ભુડક્ષ્વ વિભવાન્સિજધર્મદોહાન્‌* દિવ્યાન્નરેર્દુરધિગાન્ૃપવિક્રિયાભિઃ બ્રુવાણમબલાખિલયોગમાયા- વિધાવિચક્ષણમવેક્ષ્ય ગતાધિરાસીત્‌ | સમ્પ્રશ્રયપ્રણયવિદ્રલવલા ગિરેષદ્‌- ત્રીડાવલોકવિલસદ્ધસિતાનનાડડડ ॥૯॥ ॥૮॥ એવં શ્રીમૈત્રેયજીએ કહ્યું - હે વિદુરજી! માતા-પિતાના પ્રસ્થાન કરી ગયા પછી, પતિના અભિપ્રાયને સમજી લેવામાં કુશળ, સાધ્વી દેવહૃતિ કર્દમજીની દરરોજ પ્રેમપૂર્વક સેવા કરવા લાગી; બરાબર એવી જ રીતે કે જેમ શ્રીપાર્વતીજી ભગવાન શંકરની સેવા કરે છે. (૧) તેણે કામ-વાસના, દંભ, દ્રેષ, લોભ, પાપ અને મદનો ત્યાગ કરીને, ખૂબ સાવધાની અને લગનથી સેવામાં તત્પર રહીને વિશ્વાસ, પવિત્રતા, ગૌરવ, સંયમ, શુશ્રૂપા, પ્રેમ, મધુર વાણી વગેરે ગુણો વડે પોતાના પરમ તેજસ્વી પતિદેવને સંતુષ્ટ કરી દીધા. (૨-૩) દેવહૂતિ સમજતી હતી કે મારા પતિદેવ દૈવ કરતાં પણ ઉત્તમ તેથી તે તેમની પાસેથી મોટી-મોટી આશાઓ રાખીને તેમની સેવામાં રત રહેતી હતી. આ પ્રમાણે ઘણા દિવસો સુધી પોતાનું અનુવર્તન કરનારી તે મનુ-પુત્રીને વ્રત વગેરેનું પાલન કરવાને લીધે દુર્બળ થયેલી જોઈને દેવર્ષિશ્રેષઠ કર્દમજીને કરુણાવશ થોડોક ખેદ થયો અને તેમણે તે (દિવહુતિ)ને પ્રેમ-ગદગદ વાણીમાં કલું. (૪-૫) દ (કર્દમજી બોલ્યા - હે મનુસુતા! તં મારો ધલ્યો ક્વાદર કર્યો છે. હું તારી ઉત્તમ સેવા અને પરમ ભક્તિથી ખૂબ જ સંતુષ્ટ છું. બધાં જ શરીરધારીઓને પોતાનું શરીર ઘલું પ્રિથ અને આદરની વસ્તુ હોય છે, પણ તેં મારી સેવા આગળ તેના ક્ષીણ થવાની પણ કોઈ પરવા કરી નથી. (૬) તેથી પોતાના ધર્મનું પાલન કરતા રહેવાથી મને તપ, સમાધિ, ઉપાસના અને યોગ થકી ભયમુક્ત અને શોકરહિત ભગવત્પ્રસાદ-સ્વરૂપ જે વિભૂતિઓ પ્રાપ્ત થઈ છે તેના પર (તેં કરેલી) મારી સેવાના પ્રભાવે હવે તારો પણ અધિકાર થઈ ગયો છે. હું તને દિવ્યદૃષ્ટિ આપું. છું, તેના વડે તું તેમને જો. (૭) ઉસ્ક્રમ ભગવાનની બ્રુકુટિ વાંકી થતાં જ પ્રાપંચિક ભોગો નષ્ટ થઈ જાય છે. એવા ભોગોની શું કિંમત? પાતિવ્રતધર્મના પ્રભાવથી તું સિદ્ધ બની ચૂકી છે. તેથી હું તને એવા દિવ્ય ભોગ આપું છું જે ક્યારેય નષ્ટ થતાં નથી અને શોકરહિત છે. તે ભોગ વિકારયુક્ત મનુષ્યોને રાજા હોય તો પદ્ય પ્રાપ્ત થઈ શકતા નથી, એવા દિવ્ય વૈભવને તું ભોગવ. (૮) કર્દમજીના આ પ્રમાણે કહેવાથી પોતાના પતિદેવને સંપૂર્ણ યોગમાથા અને વિધાઓમાં કુશળ જાણીને દેવહતિની સઘળી ચિંતા દૂર થઈ ગઈ. તેનું મુખ કંઈક સંકોચભરી દષ્ટિથી અને મધુર સ્મિતથી ખીલી ઊઠ્યું અને તે વિનય અને પ્રેમપૂર્વક ગદગદ વાલ્રીમાં આ પ્રમાણે કહેવા લાગી. (૯) ૧. પ્રા. પા. - તથા | ૨. પ્રા. પા. - દથિતાં ગરીયર્સા | ૩. પ્રા. પા. - નિજવર્ત્મદો 1 મ૦ ર૩] ત્રીજો સ્કન્ધ 273 દેશહૂતિરુશચ રાદ્રં બતપ હડ્રિજવૃષૈતદમોધયોગ- માયાધિપે ત્વવિ વિભો તદવૈમિ ભર્તઃ | યસ્તેડભ્યધધાયિ સમયઃ સકૃદકસદ્ઞો ભૂયાદ્‌ ગરીયસિ ગુણઃ ચેપ્રસવઃ સતીનામ્‌ | ૧૦॥ તત્રેતિકૃત્યમુપશિક્ષ યથોપદેશં યેવૈષ મે કર્શિતોડતિરિરંસયાડડત્મા | સિદ્રયેત તે કૃતમનોભવધર્ષિતાયા દીનસ્તદીશ ભવનં સદંશં વિચક્ષ્વ 1૧૧ મૈત્રેવ 6૧૨ પ્રિયાયાઃપ્રિયમન્વિચ્છન્‌ કર્દમો યોગમાસ્થિતઃ ! વિમાનં કામગં ક્ષત્તસ્તહોવાવિરચીકરત્‌ । ૧૨ સર્વકામદુધં દિવ્યં સર્વરત્નસમન્વિતમ્‌ | સર્વદ્્યુપચયોદર્ક મણિસ્તમ્ભૈરુપસ્કૃતમ્‌ ॥ ૧૩।। દિવ્યોપકરણોપેતં સર્વકાલસુખાવહમ્‌ | પદ્ટિકાભિઃપતાકાભિર્વિચિત્રાભિસ્લડકુતમ્‌ । ૧૪॥ સગ્મિર્વિચિત્રમાલ્યાભિર્મગ્જુશિગ્જત્ડડડક્રિભિઃ2। દુકૂલક્ષોમકૌશેયૈર્નાનાવસ્રવિરાજિતમ્‌ !૧૫॥। ઉપર્યુપરિ વિન્યસ્તનિલયેષુ પૃથક્‌ પૃથક ! ક્ષિપ્તૈઃકશિપુભિઃ કાન્ત પર્યડ્કવ્યજનાસનૈઃ। ૧૬।। તત્ર તત્ર વિરનિક્ષિસ્.નાનાશિલ્પોપશોભિતમ્‌ ! મહામરકતસ્થલ્યા જુષ્ટં વિઠ્ઠુમવેર્દિભિઃ 1 ૧૭1 દ્વાસસુ* વિઠ્ઠુમદેહલ્યા ભાત વજકપાટવત્‌ 1 શિખરેષ્વિન્દ્રનીલેષુ હેમકુમ્ભૈરષિશ્રિતમ્‌ ॥ ૧૮! દેવહૂતિએ કહ્યું - હે દિજશ્રેષ્ઠ! દે સ્વામી! એ તો આપના વિશે સિદ્ધ જ છે કે ક્યારેય નિષ્કળ નહીં થનારી યોગશક્તિ અને ત્રિગુબ્રમથી માયા પર અધિકાર રાખનારા તમને આ બધાં એશ્ર્યો મળેલાં છે. તે વાતને હું પણ જાણુ છું. પરંતુ પ્રભુ! તમે લગ્ન વખતે જે પ્રતિશા કરી હતી કે “ગર્ભાધાન થતાં સુધી હૂં તારી સાથે ગૃહસ્થ- સુખનો ઉપભોગ કરીશ’, તેની હવે પૂર્તિ થવી જોઈએ; કારણ કે શ્રેષ્ઠ પતિ દ્વારા સંતાનપ્રાપ્તિ થવી એ પતિવ્રતા સી માટે મહાન લાભ છે. (૧૦) આ માટે શાસ્ર અનુસાર જે કર્તવ્ય હેય તેનો તમે ઉપદેશ આપો અને ઉબટન, ગંધ, ભોજન વગેરે ઉપયોગી સામગ્રીઓની પણ વ્યવસ્થા કરો, કે જેથી સંતતિની ઇચ્છાથી અત્યંત દીન-દુર્બળ વયેલું. મારું આ શરીર તમારા અંગ-સંગને યોગ્ય થઈ જાય; કારણ કે મારા ૬ૃદયમાં ઉત્પન્ન થયેલી ઇચ્છાથી હું પીડિત થઈ રહી છું. તેથી સ્વામી! મારી આ ઇચ્છા પૂર્ક કરો અને આ કાર્ય માટે એક યોગ્ય ભવન તૈયાર થઈ જાય એનો પણ વિચાર કરો. (૧૧) શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! કર્દમ મુનિએ પોતાની પ્રિયાની ઇચ્છા પૂરી કરવા માટે તે જ સમયે યોગના પ્રભાવથી એક વિમાન સ્ચ્યું, જે ઇંચ્કાનુસાર સર્વત્ર જઈ શકતું હતું.” (૧૨) આ વિમાન બધા પ્રકારનાં ઇષ્ટ ભોગ-સુખો પ્રદાન કરનારું, અત્યંત સુંદર, સર્વ ઝકારનાં રત્નોથી યુક્ત, બધી સંપર્તિઓની ઉત્તરોત્તર વૂંદ્વેથી સંપન્ન તથા મણિમય સ્તંભો વડે સુશોભિત હતું. (૧૩) તે બધી જ ઝતુઓમાં સુખદાયક હતું અને તેમાં જ્યાં ને ત્યાં બધા પ્રકારની દિવ્ય સામગ્રીઓ રાખેલી હતી તથા તેને ચિત્ર- વિચિત્ર રેશમી ષજા-પતાકાથી ખૂબ સજાવવામાં આવ્યું હતું. (૧૪) જેમના પર ભમરા મધુર ગુંજારવ કરી રહ્યા હતા એવાં રંગબેરંગ્રી પુષ્પોની માળાઓથી તથા અનેકવિધ સૂતરાઉ અને રેશમી વસ્ોથી તે અત્પંત શોભાયમાન થઈ રહ્યું હતું. (૧૫) એકના ઉપર એક (એ રીતે) બનાવાયેલા ઓરડાઓમાં અલગ-અલગ મૂકેલી શય્યાઓ, પલંગ, પંખા અને આસનોને કારણે તે ઘણું જ સુંદર જણાતું હતું. (૧૬) બધી બાજુ દીવાલોમાં કરેલી શિલ્પરચનાથી તેની શોભા અપૂર્વ બની રહી હતી. એમાં પન્નાની ફરસ (બનાવેલી) હતી અને બેસવા માટે મૂંગાની વેદીઓ (બેઠકો) બનાવવામાં આવી હતી. (૧૭) ડેલીઓ પદ્મ મૂંગાની જ (બનાવેલી) હતી. તેના દરવરાજાઓમાં હીરાનાં કમાડ હતાં તથા ૧. પ્રા. પા. - તવ ૨. કરા. પા. - પ્રભવ:1 ૩. પ્રા. પા. - ત્માલાભિટ | ૪. પ્રા. પા, - દ્વસ્થવિકુ, !,

  • કામ મુનિનું યોગબળ એટલું પ્રબળ હતું કે સ્વયં ભગવાને પા તેમની સમક્ષ પ્રગટ થવું પડ્યું, તો છી વિમાન વગેરે પદાર્થનું પ્રસ્તુત થવું કંઈ મોટી વાત છે? 274 શ્રીમદભાગવત [અ૦ ૨૩ ચક્ષુષ્મત્પશ્મરાગાગ્રચેર્વજભિત્તિષુ નિર્મિતેઃ । જુષ્ટું વિચિત્રવૈતાનેર્મહાર્હેડેમતોરણૈઃ || ૧૯॥ હંસપારાવતદ્રાતૈસ્તત્ર તત્ર નિકૂજિતમ્‌ । કત્રિમાન્‌ મન્યમાનૈઃ૨ સ્વાનધિરુહ્યાધિરુહ્ય ચ || ૨૦।। વિહારસ્થાનવિશ્રામસંવેશપ્રાગ્રણાજિરૈઃ । યથોપજોષં રચિતેર્વિસ્માપનમિવાત્મનઃ ॥ ૨૧॥। ઈદગ્ગૃહં” તત્પશ્યન્તી નાતિપ્રીતેન ચેતસા । સર્વભૂતાશયાડભિશઃપ્રાવોચત્કર્દમઃ* સ્વયમ્‌ ॥ ર૨ || નિમજ્જ્યાસ્મિન્‌ હદે ભીરુ વિમાનમિદમારુહ | ઇદંશુક્લકૃતં તીર્થમાશિષાં યાપકંપ નૃણામ્‌ । ૨૩॥ સા તદ્ધર્તુઃ સમાદાય વચઃ કુલવવેક્ષણા | સરજં બિભ્રતી વાસો વેણીભૂતાંશ્ચ મૂર્ધજાન્‌ | ૨૪! અદ્નં ચ મલપફ્ેન સગ્છન્નં શબલસ્તનમ્‌ ! આવિવેશ સરસ્વત્યાઃ સરઃ શિવજલાશયમ્‌ ॥ રપ।। સાન્તઃસરસિ વેશ્મસ્થાઃ શતાનિ દશ કન્યકાઃ । સર્વાઃ કિશોરવયસો દદર્શોત્પલગન્ધયઃ ।। ર ૬॥ તાંદંષ્ટ્વા સહસોત્થાયપ્રોચુઃપ્રાઝ્જલયઃ સ્રિયઃ । વયં કર્મકરીસ્તુભ્યં શાધિ નઃ કરવામ કિમ્‌ | ૨૭॥ સ્નાનેનતાં મહાર્હેણ સ્નાપયિત્વા મનસ્વિનીમ્‌ । દુફૂલે નિર્મલે નૃત્ને૬ દદુરસ્યૈ ચ માનદાઃ? ॥ ૨૮॥ ભૂષણાનિ પરાર્ધ્યાનિ વરીયાંસિ ધુમન્તિ ચ । અન્ન સર્વગુણોપેતં પાનં ચૈવામૃતાસવમ્‌ || ર૯॥ અથાદર્શે સ્વમાત્માનં સગ્વિણં વિરજામ્બરમ્‌ ! વિરજંકૃતસ્વસ્ત્યયનં કન્યાભિર્બહુમાનિતમ્‌ । ૩૦॥ ઇન્દ્રનીલમજિનાં શિખરો પર સોનાના કળશ મૂકેલા હતા. (5૮) તેની હીરાની દીવાલોમાં શ્રેષ્ઠ લાલ (રત્નો) જડેલાં હતાં, કે જે એવાં જણાઈ આવતાં હતાં કે જાણે તે વિમાનની આંખ હોય તથા તેને રંગબેરંગી ચંદરવા અને કીમતી સોનેરી તોરભ્રોથી સજાવવામાં આવ્યું હતું, (૧૯) તે વિમાનમાં જ્યાં ને ત્યાં કૃત્રિમ હંસ, કબૂતર વગેરે પક્ષીઓ બનાવવામાં આવ્યાં હતાં, કે જે બિલકુલ સજીવ જેવાં જજ્ઞાતાં હતાં; તેમને પોતાનાં સજાતીય સમજીને ઘણાબધા હંસો અને કબૂતરો તેમની પાસે બેસી-બેસીને પોતાની બોલી બોલતાં હતાં. (૨૦) તેમાં સુવિધા અનુસાર ક્રીડાસ્થળ, શયનગૃહ, બેઠકો, આંગશું, ચોક વગેરે બનાવવામાં આવ્યાં હતાં - જે બધાને કારણે તે વિમાન સ્વયં કર્દમજીને પણ આશ્ચર્યચકિત કરી રહ્યું હતું. (૨૧) આવા સુંદર ભવનને પણ જ્યારે દેવહૂતિએ અતિપ્રસન્ન-ચિત્તે જોયું નહીં ત્યારે બધાંના આંતરિક ભાવને પારખી લેનારા કર્દમજીએ પોતે જ કહ્યું - (૨૨) “હે ભીરુ! તું આ બિંદુસરોવરમાં સ્નાન કરીને વિમાન પર ચઢી જા. આ વિષ્ણુ ભગવાને રચેલું તીર્થ છે, મનુષ્યોને બધી જ કામનાઓની તૃપ્તિ કરાવનારું છે.’ (૨૩) “૨ કમલલોચના દેવહૃતિએ પોતાના પતિની વાત માની લીધી અને સરસ્વતીના પવિત્ર જળથી ભરેલા તે સરોવરમાં પ્રવેશ કર્યો. તે સમયે તેણે ઘણી મેલી સાડી પહેરેલી હતી, તેના માથાના વાળની જટા બની ગઈ હતી, શરીર પર મેલ જામી ગયો હતો તથા વક્ષસસ્થળ કાન્તિહીન થઈ ગયું હતું, (૨૪- ૨૫) સરોવરની વચ્ચે ડૂબકી મારવાથી તેણે એક આશ્ચર્ય ઉપજાવનારું દશ્ય જોયું. કે તેમાં એક મહેલમાં એક હજાર કન્યાઓ જોઈ, તે બધી કિશોર-અવસ્થાની હતી અને તેમનાં શરીરોમાંથી કમળની ગંધ આવતી હતી. (૨૬) દેવહૂતિને જોતાં જ તે બધી સ્રીઓ એકદમ ઊભી થઈ ગઈ અને હાથ જોડીને કહેવા લાગી - “અમે તમારી દાસીઓ છીએ; અમને આજ્ઞા આપો, અમે તમારી શી સેવા કરીએ?’ (૨૭) વિદુરજી! ત્યારે સ્વામિની (માલકલ્ર)ને સમ્માન આપનારી તે રમણીઓએ કીમતી ગંધમિશ્રિત જળથી મનસ્વિની દેવહૂતિને સ્નાન કરાવ્યું તથા તેને બે નવાં અને નિર્મળ વસ્ત્રો પહેરવા આપ્યાં. (૨૮) પછી તેમણે ઘણાં મૂલ્યવાન, ઘણ્રાં સુંદર અને તેજોમય આભૂષણો, સર્વગુણ્રસંપન્ન ભોજન અને પીવા માટે અમૃતતુલ્ય આસવ પ્રસ્તુત કર્યા. (૨૯) હવે, દેવહૂતિએ દર્પણમાં પોતાનું. પ્રતિબિંબ જોયું તો તેને ખબર પડી કે તે જાત-જાતનાં ૧. પ્રા. પા. - થિકૂત 1 ૨. પ્રા. પા. - સવિમાનાંક સમન્તાદપિસ્ | ૩. પ્રા. પા. - ઇત્થ ગૃહે તસ્ય પશ્વન્નતિમ્રીતેન 1 ૪. પ્રા. પા. - પ્રોવાચ કર્દમઃ | પ. પ્રા. પા. - યદ્ધવેન્કૃટ | ૬. પ્રા. પા. - ભૂતે! ૭. પ્રા. પા. - માનિતાઃ! અ૦ ૨૩] ત્રીજો સ્કન્ધ 275 સ્નાતં કૃતશિરઃસ્નાનં સર્વાભરણભૂષિતમ્‌ ! નિષ્કગ્રીવં વલથિનં કૂજત્કાઞ્ચનનૂપુરમ્‌ । ૩૧॥। શ્રોણ્યોરધ્યસ્તયા કાગ્ચ્યા કાગ્યન્યાબહુરત્નયા । હારેણ ચ મહાર્હેણ રુચકેન ચ ભૂષિતમ્‌ | ૩૨॥ સુદતા’ સુભ્રુવા શ્લક્ષ્ણસ્નિગ્ધાપાન્ઞેન ચક્ષુષા | પદ્મકોશસ્પૃધા નીલૈરલકેશ્વ લસન્મુખમ્‌ | ૩૩॥। યદા સસ્માર ત્રદષભમૃષીણાં દથિતં પતિમ્‌ | તત્રચાસ્તેચે સહ સ્રીભિર્યત્રાસ્તે સ પ્રજાપતિઃ ॥ ૩૪॥ ભર્તુઃ પુરસ્તાદાત્માનં સ્રીસહસ્વૃતં તદા | નિશામ્ય તદ્યોગગર્તિ સંશયં પ્રત્યપધત ।। ૩૫॥। સ તાં કૃતમલસ્નાનાં વિભ્રાજન્તીમપૂર્વવત્‌ । આત્મનોબિભ્રતી રૂપં સંવીતરુંચિરસ્તનીમ્‌ | ૩૬॥। વિધાધરીસહસેણ સેવ્યમાનાં સુવાસસમ્‌ ! જાતભાવો વિમાનં તદારોહયદમિત્રહન્‌ | ૩૭ તસ્મિન્નલુમમહિમા પ્રિયયાનુરક્તો વિધાધરીભિરુપચીર્ણવપુર્વિમાને 1 બભ્રાજ ઉત્કચકુમુદ્ગણવાનપીચ્ય*- સ્તારાભિરાવૃત ઇવોડુપતિર્નભઃસ્થઃ ॥ ૩૮॥ તેનાષ્ટલોકપવિહારકુલાચલેન્દ્ર- દ્રોણીષ્વનન્નસખમારુતસૌભગાસુર ! સિદ્ધે્નુતો ધુધુનિપાતશિવસ્વનાસુ રેમે ચિરં ધનદવલ્લલનાવરૂથી | ૩૯॥ સુગંધિત ફૂલોના હારોથી વિભૂષિત છે, સ્વચ્છ વસ્રો ધારણ કરેલાં છે, તેનું શરીર પણ નિર્મળ અને કાન્તિમાન થઈ ગયું છે તથા તે કન્યાઓએ ઘણા આદરપૂર્વક તેનો માંગલિક શૃંગાર કરેલો છે. (૩૦) તેને માથા-સહિત અભ્યંગ-સ્નાન કરાવવામાં આવ્યું છે, સ્નાન કરાવ્યા પછી અંગે-અંગમાં બધા પ્રકારનાં આભૂષણો સજાવવામાં આવ્યાં છે તથા તેના ગળામાં કીમતી હાર, હાથોમાં કંક્લ અને પગોમાં છમ- છમ કરતાં સોનાનાં ઝાંઝર શોભી રહ્યાં છે. (૩૧) કમરમાં પહેરેલી સોનાની રત્નજડિત કટિમેખલાથી, કીમતી મણિઓના હારથી અને અંગે-અંગમાં લગાડેલા કુંકુમ વગેરે મંગળ દ્રવ્યોથી તેની શોભા અપૂર્વ બની રહી છે. (૩૨) તેનું મુખ સુંદર દંતપંક્તિ, મનોહર ભવાં, કમળકળી સાથે સ્પર્ધા કરનારાં પ્રેમકટાક્ષમય નેત્રો અને શ્યામ કેશાવલીથી જ સુંદર જણાઈ આવે છે. (૩૩) વિદુરજી! જ્યારે દેવહૃતિએ પોતાના પ્રિય પતિદેવનું સ્મરણ કર્યુ ત્યારે તેણે પોતાને સહેલીઓની સાથે ત્યાં જ ઉપસ્થિત જોઈ, કે જ્યાં પ્રજાપતિ કર્દમજી વિરાજમાન હતા. (૩૪) તે સમયે પોતાને સહસ સ્ત્રીઓ સાથે પોતાના પ્રાબ્રનાથની સામે (ઉપસ્થિત) જોઈને અને તેને તેમના યોગનો પ્રભાવ સમજીને દેવહૂતિને ઘણું આશ્ચર્ય થયું. (૩૫) હે શત્રુવિજથી વિદુર! જ્યારે કર્દમજીએ જોયું કે દેવહૂતિનું શરીર સ્નાન કરવાથી અત્યંત નિર્મળ થઈ ગયું. છે; અને લગ્નકાળ પહેલાં તેનું જેવું રૂપ હતું તે જ રૂપ પામીને તે અપૂર્વ શોભાથી સંપન્ન થઈ ગયું છે; તેનું સુંદર વક્ષઃસ્થળ ચોળીથી ઢંકાયેલું છે; હજારો વિદ્યાધરીઓ તેની સેવામાં રત છે તથા તેના શરીર પર ઉત્તમોત્તમ વસ્રો શોભી રહ્યાં છે ત્યારે તેમલે તેને ખૂબ પ્રેમપૂર્વક વિમાન પર ચઢાવી. (૩૬-૩૭) તે સમયે પોતાની પ્રિયા પ્રત્યે અનુરક્ત થવા છતાં પલ કર્દમજીનો મહિમા (મન-ઇન્દ્રિયો પરનું પ્રભુત્વ) ઓછો થયો નહીં. વિધાધરીઓ તેમના શરીરની સેવા કરી રહી હતી. ખીલેલાં કુમુદનાં પુષ્પોથી શુંગાર કરીને અત્યંત સુંદર બનેલા તેઓ વિમાન પર એવા શોભી રહ્યા હતા કે જાણે આકાશમાં તારાઓથી ધેરાયેલા ચંદ્રદેવ વિરાજમાન હોય. (૩૮) તે વિમાન પર નિવાસ કરીને તેમણે દીર્ધકાળ સુધી કુબેરજીની જેમ મેરુ પર્વતની ઘાટીઓમાં વિહાર કર્યો. તે ઘાટીઓ આઠે લોકપાલોની વિહારભૂમિ છે; તેમાં કામદેવને સંવર્ધિત કરનારો શીતળ, મંદ, સુગંધિત વાયુ વહીને તેમની સુંદર શોભાનો વિસ્તાર કરે છે તથા સ્વર્ગલોકમાંથી શ્રીગંગાજીના પડવાનો મંગળમય ધ્વનિ નિરંતર ગૂંજતો રહે છે. તે સમયે પણ દિવ્ય ૧. પ્રા. પા. - સુબરવા સુદતા | ૨. પ્રા. પા. - ચાસ્તિ તતઃ સી? | ૩. પ્રા. પા. - તવાન્પરાર્ધ્ય 1 ૪. પ્રા. પા. - ત્સૌરભાસુ ! 276 શ્રીમદભાગવત [અ૦ ૨૩ વૈશ્રમ્ભકે સુર્સને નન્દને પુષ્પભદ્રકે ! માનસે ચૈત્રરથ્ે ચ સ રેમે રામયા રતઃ ॥1૪૦॥ ભ્રાજિષ્ણુના વિમાનેન કામગેન મહીયસા |! વૈમાનિકાનત્યશેત ચર્રેલ્લોકોન્‌ યથાડનિલઃ ।। ૪૧॥। કિં દુરાપાદનં તેષાં પુંસામુદામચેતસામ્‌। ૪ વૈરાશ્રિતસ્તીર્થપદશ્ષરણો વ્યસનાત્યયઃ 1૪૨! પ્રેક્ષષિત્વાભુવો ગોલંપત્નૈ યાવાન્‌ સ્વસંસ્થયા | બહ્ધાશ્ચર્ય મહાયોગી સ્વાશ્રમાથ ન્યવર્તત 1 ૪૩॥ વિભજ્ય નવધાડડત્માનં માનવી સુરતોત્સુકામ્‌ ! રામાં નિરમયન્‌ રેમે વર્ષપૂગાન્મુહૂતવત્‌ ॥ ૪૪॥ તસ્મિન્વિમાનઉત્કૃષ્ટાં શય્યાં રતિકરીશ્રિતા । ન ચાબુધ્યત તં કાલં પત્યાડપીચ્યેન સક્રતા !। ૪૫।। એવં યોગાનુભાવેન દમ્પત્યો રમમાણયોઃ ! શતં વ્યતીયુઃ શરદઃ૧ કામલાલસયોર્મનાક્‌ ॥ ૪૬॥ તસ્યામાધત્ત રેતસ્તાં ૨ ભાવયન્ઞાત્મનાડડત્મવિત્‌ ! નોધા” વિધાય રૂપં સ્વં સર્વસકર્લ્પાવિદ્રિભુઃ । ૪૭॥। અતઃ સા સુષુવે સધો દેવહૂતિઃ સ્ત્રિયઃ પ્ર સર્વાસ્તાશ્ચારસર્વાડગ્યોલોહિતોત્પલગન્ધયઃ || ૪૮॥ પતિં સાપ્રત્રજિષ્યન્તં તદાડડલક્ષ્યોશતી સતી | સ્મયમાના વિક્લવેન હદયેન વિદૂયતા | ૪૯॥ લિખન્ત્યધોમુખી ભૂમિ પદા નખમણિશ્રિયા । ઉવાચ લલિતાં વાચં નિરુધ્યાશ્રુકલાં શનૈઃ । ૫૦॥ વિધ્યાધરીઓનો સમુદાય તેમની સેવામાં ઉપસ્થિત હતો અને સિદ્ધો વંદના કર્યા કરતા હતા. (૩૯) આ પ્રમાણે પ્રાણપ્રિયા દેવહૂતિની સાથે તેમણે વૈશ્રમ્ભક, સુરસન, નંદન, પુષ્પભદ, ચૈત્રરથ વગેરે અનેક દેવ- ઉઘાનોમાં તથા માનસ-સરોવરમાં અનુરાગપૂર્યક વિહાર કર્યો. (૪૦) કાન્તિમાન અને ઇચ્છાનુસ!ર ચાલનારા તે શ્રેષ્ઠ વિમાન પર આરૂઢ થઈને વાયુની જેમ બધા જ લોકોમાં વિચરતા રહીને કર્દમજી વિમાન-વિહારી દેવતાઓ કરતાં પણ આગળ વધી ગયા. (૪૧ )[વિદુરજી! જેમણે ભગવાનનાં ભવ- ભય-હારી પવિત્ર ચરણકમળોનો આશ્રય લીધો છે તે ધીર પુરુષો માટે ભલા, કઈ વસ્તુ કે શક્તિ દુર્લભ છે? (૪૨) આ પ્રમાણે મહાયોગી કર્દમજી આ સઘળું ભૂમંડળ, કે જે દ્વીપ-વર્ષ વગેરેની વિલક્ષણ્ર રચનાને કારણે ઘ્લું આશ્ચર્યપૂર્ત્ પ્રતીત થાપ છે તે પોતાની પ્રિયાને બતાવીને પોતાના આશ્રમમાં પાછા આવી ગયા. (૪૩) પછી તેમણે પોતાનું નવ રૂપોમાં વિભાજન કરીને, રંતેસુષ્ય માટે અત્યંત ઉત્સુક મનુકુમારી દેવહૂતિને આનંદિત કરતા રહીને તેની સાથે ઘજ્જાં વર્ષો સુધી વિહાર કર્યો, પણ તેમનો આટલો દોર્ષ સમય એક મુહૂર્ત (બે-ઘડી)ની જેમ વીતી ગયો. (૪૪) તે વિમાનમાં રતિસુખને વધારનારી ઘણ્રી સુંદર શય્યાનો આશરો લઈને પોતાના પરમ રૂપાળા પ્રિયતમની સાથે રહેતી દેવહૂતિને આટલો સમય વીત્યાનો કશો જ પ્યાલ ન રહ્યો. આ પ્રમાણે રમમાજ્ર કરી રહેલાં દંપતીના પોતાના યોગબળે સેંકડો વર્ષો સુધી વિહાર કરતાં રહેવા છતાં પણ તે કાળ બહુ થોડા સમયની જેમ પસાર ધયો. (૪૬) આત્મજ્ઞાની કર્દમજી બધા પ્રકારના સંક્લ્પોને જાભ્રતા હતા; તેથી દેવહૃતિને સંતાનપ્રાપ્તિ માટે ઉત્સુક જોઈને તથા ભગવાનના આદેશનું સ્મરણ કરીને તેમણે પોતાના સ્વરૂપના નવ વિભાગ કર્યા તથા કન્યાઓની ઉત્પત્તિ માટે એકાગ્રચિત્તે અધાંગરૂપે પોતાની પત્નીની ભાવના કરતાં-કરતાં તેના ગર્ભમાં તેજ સ્થાપિત કર્યું. (૪૭) તેનાથી દૈવહૂતિને એકસાથે જ નવ કન્યાઓ (આ પમ એક યોગનો જ પ્રભાવ હતો.) તે બધીય સર્વાઃ સુંદર હતી અને તેમના શરીરમાંથી લાલ કમળના જેવી સુગંધ નૌકળતી હતી, (૪૮) ] તે જ સમયે થુદ્ધસ્વભાવની સતી દેવહૃતિએ જોયું કે અગાઉની પ્રતિસ્ઞા મુજબ તેના પતિદેવ સંન્યાસાશ્રમ ગ્રહણ કરીને વનમાં જવા ઇંચ્છે છે; તેથી તેણે પોતાનાં આંસુ રોકીને બાહ્ય રીતે હસતાં પણ વ્યાકુળ અને દુઃખી હધ્યે અતિમધુર વાજ્ઞીમાં ધીરે ધીરે કહ્યું. તે સમયે તે માથું નીચું નમાવીને પોતાના નખમજિમંડિત ચરણકમળથી ૧, પ્રા. પા. - શરધં | ર. પ્રા. પા. - રેતઃ સ્વં ! ૩, પ્રા. પા. - નવધા ! અબ ૨૪] 277 દેવહૂતિરુવ/ચ’ સર્વ તદ્રગવાન્મહ્યમુપોવાહ પ્રતિશ્રુતમ્‌ | અથાપિ મે પ્રપજ્ઞાયા અભયં દાતુમર્હસિ ॥ ૫૧॥।। બ્રહ્મન્દુહિતૃભિસ્તુભ્યં વિમૃગ્યાઃપતયઃ સમાઃ ! કશ્ચિત્સ્યાન્મે વિશોકાય ત્વયિપ્રધ્રજિતે વનમ્‌ ॥ ૫૨ ॥ એતાંવતાડલં કાલેન વ્યાતિક્રાન્તેન મે પ્રભો । ઇન્દ્રિયાર્થપ્રસગ્રેન પરિત્યક્તપરાત્મનઃ ॥ ૫૩॥ ઇન્દ્રિયાર્થષુ સજ્જન્ત્યા પ્રસદ્નસ્ત્વથિ મે કૃતઃ ! અજાનતન્ત્યા પરં ભાવં તથાપ્યસ્ત્વભયાય મે || ૫૪।। સક્નો યઃ સંસૃતેહેતુરસત્સુ વિહિતોડધિયા । સ એવ સાધુષુ કૃતો નિઃસડ્ઞત્વાય કલ્પતે || પપ! નેહ યત્કર્મ ધર્માય ન વિરાગાય કલ્પતે 1 ન તીર્થપદસેવાધૈ જીવશ્નપિ મૃતો [હિ સઃ 1૫૬॥ સાહે ભગવતો નૂનં વગ્ચિતા માયયા દેઢમ્‌ | યત્તવાં વિમુક્તિદ પ્રાપ્ય ન મુમુક્ષેયબન્ધનાત્‌ | પ૫૭॥ રહી હતી. (૪૯-૫૦) દેવહૂતિએ ક્લું - હે ભગવન્‌! તમે જે કંઈ પ્રતિજ્ઞા કરી હતી તે બધી તો પૂર્થપબ્રે નિભાવી લીધી છે, તેમ છતાં ડું તમારી શરણાગત છું, તેથી તમે મને વધુ અભયદાન આપો. (૫૧) હે બ્રહ્મન્‌! આ કન્યાઓ માટે યોગ્ય વર શોધવા પડશે અને તમારા વનમાં ચાલ્યા ગયા પછી મારા જન્મ-મરણરૂપી શોકને દૂર કરવા માટે પણ કોઈ તો હોવું જોઈએ ને! (પર) હે પ્રભુ! અત્યાર સુધી પરમાત્માથી વિમુખ રહીને મારો જે સમય ઇન્દ્રિયસુખ ભોગવવામાં વીત્યો છે તે તો નિરર્થક જ ગયો. (૫૩) તમારા પરમ પ્રભાવને નહીં જાણવાને કારજે જ મેં ઇન્દ્રિયોના (વિષયોમાં આસક્ત રહીને તમારી સાથે અનુરાગ કર્યો; તેમ છતાં એ પણા મારા સંસાર: રો જ હોવો જોઈએ. (૫૪) અશાનને લીધે અસત્યુરુષો સાથે કરેલો સંગ બંયનનું કારણ બને છે, તે જ જો સત્પુરુષો સાથે કઃ આવે તો અસંગતા પ્રદાન કરે છે. (૫૫) મનુષ્યનાં કર્મોથી નથી તો ધર્મનું સંપાદન થતું. વૈરાગ્ય ઉત્પન્ન થતો અને નથી તો ભગવાનની સંપન્ન થતી તે મનુષ્ય જીવતો છતાં મડદા સમાન છે. (૫૬) ખરેખર હું ભગવાનની માયાથી ઘણી છેતરાઈ છું, કે તમારા જેવા મુક્તિદાતા પતિને પામીને પલ્ર મૅ સંસારના બંધનમાંથી છૂટવાની ઇચ્છા ન કરી. (૫૭) ક્ન્કઃ ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહેસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે કાપિલેયોપાખ્યાને* ત્રયોવિશોડધ્યાયઃ | ર ૩॥ ત્રીજા સ્કંધ-અંતર્ગત કાપિલેય-ઉપાખ્યાનમાંનો ત્રેવીસમો અધ્યાય સમાપ્ત.