Śrīmad Bhāgavatam

પ્રકૃતિ-પુરુષના વિવેકથી મોક્ષપ્રાપ્તિું વર્ધન શંભગવાનુવાચ પ્રકૃતિસ્થોડપિ પુરુષો નાજ્યતે પ્રાકૃતેર્ગુણૈઃ । અવિકારાદકર્તુત્વાન્નિર્ગુણત્વાજ્જલાર્કવતત્‌

1 શંભગવાનુવાય યોગસ્ય લક્ષણં વક્ષ્ષે સબીજસ્ય નૃપાત્મજે | મનો યેનૈવ વિધિના પ્રસન્ન યાતિ સત્પથમ્‌ !।૧।। સ્વધર્માચરણં શક્ત્યા વિધર્માચ્ચ નિવર્તનમ્‌ દૈવાલ્
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

સત્તાવીસમો અધ્યાય પ્રકૃતિ-પુરુષના વિવેકથી મોક્ષપ્રાપ્તિું વર્ધન શંભગવાનુવાચ પ્રકૃતિસ્થોડપિ પુરુષો નાજ્યતે પ્રાકૃતેર્ગુણૈઃ । અવિકારાદકર્તુત્વાન્નિર્ગુણત્વાજ્જલાર્કવતત્‌ ॥૧॥ સ એષ યર્હિ પ્રકૃતેર્ગુણેષ્વભિવિષજ્જતે ! અહંક્રિયાવિમૂઢાત્મા કર્તાસ્મીત્યભિમન્યતે | ર! તેન સંસારપદવીમવશોડભ્યેત્યનિર્વૃતઃ । પ્રાસક્રિકૈઃ કર્મદોષૈઃ સદસન્મિશ્રયોનિષુ ॥ ૩। અર્થે હ્યવિધમાનેડપિ સંસૃતિર્ન નિવર્તતે ધ્યાયતોવિષયાનસ્ય સ્વપ્નેડનર્થાગમો’ યથા | ૪।। અત* એવ શનૈશ્ચિત્તં પ્રસક્તમસતાં પથિ ભક્તિયોગેન તીવ્રેણ વિરક્ત્યા ચ નયેદ્રશમ્‌ | ૫॥। યમાદિભિર્યોગપથૈરભ્યસન્‌ શ્રદ્ધયાડન્વિતઃ | મથિ ભાવેન સત્યેન મત્કથાશ્રવણેન ચ* || ૬॥ સર્વભૂતસમત્વેન નિર્વેરેણાપ્રસક્રતઃ | બ્રહ્મચર્યેણ મૌનેન સ્વધર્મેણ બલીયસાર્* ॥૭॥ શ્રીભગવાન કહે છે - હે મા! જે રીતે જળમાં પ્રતિબિંબિત સૂર્યની સાથે જળના શીતળતા, ચંચળતા વગેરે. ગુબ્રોનો સંબંધ હોતો નથી તેવી જ રીતે પ્રકૃતિના કાર્યભૂત શરીરમાં સ્થિત રહેવા છતાં પણ આત્મા વાસ્તવમાં તેના સુખ-દુઃખ વગેરે ધર્માથી લેપાતો નથી; કારણ કે તે સ્વભાવે નિર્વિકાર, અકર્તા અને નિર્ગુશ છે. (૧) પરંતુ તે જ પ્રાકૃત ગુબ્રો સાથે તે જ્યારે પોતાનો સંબંધ સ્થાપી લે છે ત્યારે. અહંકારથી મોહિત થઈને “હું કર્તા છું’ એવું માનવા લાગે છે. (૨) તે અહંકારને કારણે તે શરીરના સંસર્ગથી કરાયેલાં પુશ્ય-પાપરૂપી કર્મોના દોષને લીધે પોતાની સ્વાધીનતા અને શાંતિ ગુમાવી બેસે છે તથા ઉત્તમ, મધ્યમ અને અધમ યોનિઓમાં ઉત્પન્ન થઈને સંસારચક્રમાં અટવાતો રહે છે. (૩) જે રીતે સ્વપ્નમાં ભય, શોક વગેરેનું કોઈ કારણ હોતું નથી છતાં પણ સ્વપ્નના પદાર્થોમાં આસ્થા થઈ જવાને કારણે દુઃખ ભોગવવું પડે છે તેવી જ રીતે ભય-શોક, હું-મારું તેમ જ જન્મ-મરભ્રરૂપી સંસારની કોઈ સત્તા નહીં હોવા છતાં પણ અવિધાને લીધે વિષયોનું ચિંતન કરતા રહેવાથી જીવનું સંસારચકર કયારેય નિવૃત્ત થતું નથી. (૪) તેથી બુદ્ધિમાન મનુષ્ય માટે એ જ યોગ્ય છે કે અસત્‌-માર્ગમાં ફસાયેલા ચિત્તને ઉત્કટ ભક્તિયોગ અને વૈરાગ્ય વડે ધીરે ધીરે પોતાને વશ કરવું. (૫) થમ-નિયમ વગેરે યોગ-સાધનો વડે શ્રદ્ધાપૂર્વક સતત પ્રયત્ન કરવાથી - ચિત્તને વારંવાર એકાગ્ર કરતા રહીને મારામાં સાચો ભાવ રાખવાથી, મારી કથાનું શ્રવણ કરવાથી, ૧. પ્રા. પા. - સ્વખેનાર્થાગ૦ 1 ૨. પ્રા. પા. - અતઃ શને: ૩. પ્રા. પા. - તુ! ૪ પ્રા પા. - મહીપસા! [1552 | અ૦ ૨૭] ત્રીજો સ્કન્ધ 293 યદંચ્છયોપલબ્ધેન સત્તુષ્ટો મિતભુડ્‌ મુનિઃ । વિવિક્તશરણઃશાન્તો મૈત્રઃ કરુણ આત્મવાન્‌ || ૮।। સાનુબન્ધે ચ દેહેડસ્મિન્નકુર્વન્નસદાગ્રહમ્‌ । જ્ઞાનેન દંષ્ટતત્તવેન પ્રકૃતેઃ પુરુષસ્ય ચ |૯॥ નિવૃત્તબુદ્ધચવસ્થાનો દૂરીભૂતાન્યદર્શનઃ । ઉપલભ્યાત્મનાડડત્માનં ચક્ષપેવાર્કમાત્મટક ।। ૧૦।॥। મુક્તલિ્ર સદાભાસમસતિ’ પ્રતિપઘતે । સતો બન્ધુમસચ્ચક્ષુઃ સર્વાનુસ્યૂતમદ્રયમ્‌ | ૧૧॥। યથાજલસ્થ આભાસઃ સ્થલસ્થેનાવદેશ્યતે ! સ્વાભાસેન તથા૨ સૂર્યો જલસ્થેન દિવિ સ્થિતઃ | ૧૨ એવં ત્રિવૃદહક્ારો ભૂતેન્દ્રિયમનોમયૈઃ । સ્વાભાસૈર્લક્ષિતોડનેન સદાભાસેન સત્યદંક્‌ | ૧૩॥। ભૂતસૂક્ષમેન્દ્રિયમનોબુદ્ધયાદિષ્વિહ નિદ્રયા લીનેષ્વસતિ યસ્તત્ર વિનિદ્રો નિરહડક્રિયઃ । ૧૪।। મન્યમાનસ્તદાડડત્માનમનષ્ટો નષ્ટવન્મૃષા ! નષ્ટેડહફરણે દ્રષ્ટા નષ્ટવિત્ત ઇવાતુરઃ || ૧૫॥। એવં પ્રત્યવમૃશ્યાસાવાત્માનં પ્રતિપદ્યતે ! સાહક્રારસ્ય દ્રવ્યસ્ય યોડવસ્થાનમનુગ્રહઃ ॥ ૧૬ સૌ પ્રાણીઓમાં સમભાવ રાખવાથી, કોઈનીય સાથે વેર નહીં કરવાથી, આસક્તિ-ત્યાગ, બ્રહ્મચર્ય, મૌનવ્રત અને પ્રબળ (અર્થાત્‌ ભગવાનને સમર્પિત કરેલા) સ્વધર્મના પાલનથી જેને એવી સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ છે કે - પ્રારબ્ધ મુજબ જે કંઈ મળી રહે છે તેમાં જ સંતુષટ રહે છે, પરિમિત (મર્યાદિત) ભોજન કરે છે, હંમેશાં એકાંતમાં રહે છે, સ્વભાવે શાંત રહે છે, સૌનો મિત્ર છે, દયાળુ અને ધર્યવાન છે, પ્રકૃતિ અને પુરુષના વાસ્તવિક સ્વરૂપના અનુભવથી પ્રાપ્ત થયેલા તત્તજ્ઞાનને કારણે પત્ની-પુત્ર વગેરે સંબંધીઓ સમેત આ શરીરમાં હું-માર્‌ં’પબ્રાનો મિથ્થા અભિનિવેશ (આગ્રહ) કરતો નથી, બુદ્ધિની જાગ્રત-વગેરે અવસ્થાઓથી પણર મુક્ત થઈ ગયો છે તથા પરમાત્મા સિવાય અન્ય કોઈ વસ્તુને જોતો નથી - તે આત્મદર્શી મુનિ નેત્રોથી સૂર્યને જોતો હોય તેમ પોતાના શુદ્ધ અંતઃકરણ વડે પરમાત્માનો સાક્ષાત્કાર કરીને તે અદ્વિતીય બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે છે કે જે (બ્રપદ) દેઠ વગેરે સમસ્ત ઉપાધિઓથી મુક્ત, અહંકાર વગેરે મિથ્યા વસ્તુઓમાં સત્યરૂપે ભાસનાર જગત-કારણભૂત પ્રકૃતિનું અધિષ્ઠાન, મહત્‌ વગેરે કાર્ય-સમૃહનું પ્રકાશક છે અને કાર્ય- કારબ્રરૂપી સમસ્ત પદાર્થોમાં વ્યાપ્ત છે, (૬-૧૧). જે રીતે જળમાં પડેલા સૂર્ય-પ્રતિબિંબને દીવાલ પર પડેલા પોતાના પડછાયાના સંબંધથી જોઈ શકાય છે અને જળમાં દેખાનારા પ્રતિબિંબથી આકાશમાં રહેલા સૂર્યનું જાન વૈકારિક (સત્ત્વ, રજ:, તમઃ) ભેદથી ત્રણ પ્રકારનો અહંકાર શરીર, ઇન્દ્રિયો અને મનમાં રહેલાં પોતાનાં પ્રતિબિંબોથી લક્ષિત થાય છે અને પછી સત્‌ પરમાત્માના પ્રતિબિંબથી યુક્ત આ અહંકાર વડે સત્ય શ્ઞાનસ્વરૂપ પરમાત્માનું દર્શન થાય છે, કે જેઓ સુપુપ્તિ વેળાએ નિદ્રાથી શબ્દ વગેરે સૂક્મ ભૂતો, ઇન્દ્રિયો, મન-બુદ્ધિ ર અવ્યાકૃતમાં લીન થઈ જવાથી પોતે જાગ્રત રહે છે અને સર્વથા અહંકારરહિત (૧૨-૧૪) (જાગ્રત અવસ્થામાં આ આત્મા સૂક્ષ્મ ભૂતો વગેરે દશ્ય વર્ગના દ્રષટારૂપે સ્પષ્ટપણે અનુભવાય છે; પરંતુ) નિદ્રામાં તે પોતાના ઉપાધિભૂત અહંકારનો નાશ થવાથી તે બ્રાન્તિને લીધે પોતાને પણ નાશ પામેલો માની લે છે અને જે રીતે ધનનો નાશ થઈ જવાથી મનુષ્ય પોતાનો નાશ થઈ ગયો એવું માનીને અત્યંત વ્યાકુળ થઈ જાય છે, તે હે. રીતે તે પણ અત્યંત વિવશ થઈને નષ્ટવત્‌ થઈ જાય છે ધ! આ બધી વાતોનું મનન કરીને વિવેકી મનુષ્ય પોતાનાં આત્માનો અનુભવ કરી લે છે, કે જે (આત્મા) અહંકાર સહિતના સમસ્ત તત્વોનું અધિષ્ઠાન છે અને તેનાથી જ બધું પ્રકાશિત થાય છે. (૧૬) ૧. પ્રા. પા. - ત્મગર્તિ! ૨. પ્રા. પા. - યથા! [15521] દ 294 શ્રીમદભાગવત [અ૦ ૨૭ દેવહૂતિરુવાચ પુરુષં પ્રકૃતિર્બ્રહ્મન્ન વિમુગ્ચતિ કર્હિચિત્‌ ! અન્યોન્યાપાશ્રયત્વાચ્ય નિત્યત્વાદનયોઃ’ પ્રભો |! ૧૭॥। યથા ગન્ધસ્ય ભૂમેશ્ચ ન ભાવો વ્યતિરેકતઃ | અપાં રસસ્ય ચ યથા તથા બુદ્ધેઃ પરસ્ય ચ 1 ૧૮॥ અકર્તુઃ કર્મબન્ધોડયં પુરુષસ્ય યદાશ્રયઃ | ગુણેષુ સત્સુ પ્રકૃતેઃ કૈવલ્ય તેષ્વતઃ કથમ્‌ | ૧૯॥ ક્વચિત્‌ તત્તવાવમર્શેન નિવૃત્ત ભયમુલ્બણમ્‌* । ૪અનિવૃત્તનિમિત્તત્વાત્પુનઃ પ્રત્યવતિષ્ઠતે ॥। ૨૦॥ શ્રીભગવાનુવાચ અનિમિત્તનિમિત્તેન સ્વધર્મેણામલાત્મના | તીવ્રયા મથિ ભક્ત્યા ચ શ્રુતસમ્ભૃતયા ચિરમ્‌ || ર૧।। જ્ઞાનેન દેષ્ટતત્તવેન વૈરાગ્યેણ બલીયસા | તપોયુક્તેન યોગેન તીવ્રેણાત્મસમાધિના || ર૨ પ્રકૃતિઃ પુરુષસ્થેહ દહ્યમાના ત્વહર્નિશમ્‌ | તિરોભવિત્રી શનકેરગ્નેર્યોનિરિવારણિઃ ॥ ર૩॥ ભુક્તભોગા પરિત્યક્તા દેષ્ટદોષા ચ નિત્યશઃ । નેશ્વરસ્યાશુભં ધત્તે સ્વે મહિમ્નિ સ્થિતસ્ય ચ ।। ર૪॥। યથા હ્યપ્રતિબુદ્ધસ્ય પ્રસ્‍વાપો બહ્નર્થભૃત્‌ | સ એવ પ્રતિબુદ્ધસ્ય ન વૈ મોહાય કલ્પતે | ર૫॥। એવં વિદિતતત્ત્વસ્ય પ્રકૃતિર્મયિ માનસમ્‌ । યુગ્જતો નાપકુરુત આત્મારામસ્ય કર્હિચિત્‌ || ર૬॥ યદૈવમધ્યાત્મરતઃ કાલેન બહુજન્મના | સર્વત્ર જાતવૈરાગ્ય આબ્રહ્મભુવનાન્મુનિઃ ॥ ૨૭॥ મદ્ધક્તઃ પ્રતિબુદ્ધાર્થો મત્પસાદેન ભૂયસા ! નિઃશ્રેયસં સ્વસંસ્થાનં કૈવલ્યાખ્યં મદાશ્રયમ્‌ । ર૮॥ પ્રાપ્નોતીહાગ્જસા ધીરઃ સ્વદેશા છિન્નસંશયઃ । યદ્ગત્વા નનિવર્તેત યોગી લિક્ાદ્વિનિર્ગમેદ ॥ ૨૯॥ દેવહૂતિએ પૂછ્યું - હે પ્રભુ! પુરુષ અને પ્રકૃતિ - બંનેય નિત્ય છે અને એકબીજાના આશ્રયે રહેનારાં છે, તેથી પ્રકૃતિ તો પુરુષને ક્યારેય છોડી જ શક્તી નથી. (૧૭) હે બ્ર્મન્‌! જે રીતે ગંધ અને પૃથ્વીની તથા રસ અને જળની અલગ-અલગ સ્થિતિ હોઈ શકતી નથી તેવી જ રીતે પુરુષ અને પ્રકૃતિ પણ એકબીજાને છોડીને રહી શકતાં નથી. (૧૮) તેથી, જેમના આશ્રષથી અકર્તા પુરુષને આ કર્મબંધન પ્રાપ્ત થયું છે તે પ્રકૃતિ-ગુલ્રો રહે ત્યાં સુધી તેને કૈવલ્યપદ કેવી રીતે પ્રાપ્ત થાય? (૧૯) તત્ત્વોનો વિચાર કરવાથી જો ક્યારેક સંસારબંધનના આ તીત્ર ભયનું નિવારણ થઈ પણ જાય, તોપણ તેના નિમિત્તભૂત પ્રાકૃત ગુણોનો અભાવ નહીં થવાને લીધે તે ભય ફરી પાછો ઉપસ્થિત થઈ શકે છે. (૨૦) શ્રીભગવાને કહ્યું - મા! જે રીતે અગ્નિનું ઉત્પત્તિ- સ્થાન એવી અરજિ પોતાનાથી જ ઉત્પન્ન થયેલા અગ્નિથી બળીને ભસ્મ થઈ જાય છે તેવી જ રીતે સ્વધર્મના નિષ્કામભાવે કરેલા પાલન (આચરભ્ર) થકી અંતઃકરણ શુદ્ધ થવાથી, દીર્ધકાળ સુધી ભગવત્કથાના શ્રવણ વડે પુષ્ટ થયેલી મારી ઉત્કટ ભક્તિથી, તત્ત્વનો સાક્ષાત્કાર કરાવનારા જ્ઞાનથી, પ્રબળ વૈરાગ્યથી, વ્રત-નિયમ વગેરે સહિત કરેલા ધ્યાનના અભ્યાસથી અને ચિત્તની દઢ એકાગ્રતાથી પુરુષની પ્રકૃતિ. (અવિધા) રાત-દિવસ ક્ષીણ થતી-થતી ધીરે ધીરે લય પામી જાય છે. (૨૧-૨૩) પછી (તો), દરરોજ દોષ દેખાવાથી, ભોગવીને ત્યજી દીધેલી તે પ્રકૃતિ પોતાના સ્વરૂપમાં સ્થિત અને સ્વતંત્ર (બંધનમુક્ત) થયેલા તે પુરુષને કોઈ હાનિ પહોંચાડી શકતી નથી. (૨૪) જેમ સૂતેલા મનુષ્યે સ્વપ્નમાં કેટલાયે અનર્થોનો અનુભવ કરવો પડે છે, પરંતુ જાગી ગયા પછી તેને સ્વપ્નના તે અનુભવોથી કોઈ પણ પ્રકારનો મોહ થતો નથી, તેવી જ રીતે જેને તત્ત્વજ્ઞાન થઈ ગયું છે અને જે નિરંતર મારામાં જ મનને પરોવાયેલું રાખે છે તે આત્મારામ મુનિનું પ્રકૃતિ કશું જ નુકસાન કરી શકતી નથી. (૨૫-૨૬) જ્યારે મનુષ્ષ અનેક જન્મોમાં દીર્ધ કાળ સુધી આ રીતે આત્મચિંતનમાં જ નિમગ્ન રહે છે ત્યારે તેને બ્રહ્મલોક- પર્યતના સર્વપ્રકારના ભોગોમાંથી વૈરાગ્ય થઈ જાય છે. (૨૭) મારો તે ધર્યવાન ભક્ત મારી જ મહાકૃપાથી તત્વજ્ઞાન પ્રાપ્ત કરીને આત્માના અનુભવ થકી તમામ સંશયોમાંથી મુક્ત થઈ જાય છે; અને પછી લિંગ-શરીરનો નાશ થતાં મારા જ આશ્રયે રહેલા પોતાના સ્વરૂપભૂત કૈવલ્ય-નામક મંગળમય પદને સહેજે પ્રાપ્ત કરી લે છે, કે જ્યાં પહોંચવાથી યોગી ફરી પાછો વળીને આવતો નથી. (૨૮-૨૯) ૧. પ્રા. પા. - બિત્યત્વાચ્યાન 1 ૨. પ્રા. પા. - સફૃત્‌! 3. પ્રા. પા. - તત્વમુન | ૪. મા. પા. - અનિમિતત | પ. પ્રાચીન પ્રતમાં ‘શ્રીભગવાનવાચ’ એટલો ભાગ નથી. ૬. પ્રા. પા. - લિક્રવિનિર્ગમે ! [ 15521 અ૦ ૨૮] ત્રીજો સ્કન્ધ 295 યદા ન યોગોપચિતાસુ ચેતો માયાસુ સિદ્ધસ્ય વિષજ્જતેડડ્૧ । અનન્યહેતુષ્વથ મે ગતિઃ સ્યાદ્‌ હે મા! યોગીનું ચિત્ત યોગસાધનાથી વૃદ્ધિ પામેલી અજિમા- વગેરે માયામયી સિદ્ધિઓમાં, કે જેમની પ્રાપ્તિનું યોગ સિવાય અન્ય કોઈ સાધન નથી - તેમાં જો ફસાતો નથી, તો તે મારા અવિનાશી પરમપને પ્રાપ્ત કરી લે છે, કે જ્યાં મૃત્યુનું કશું આત્યત્તિકી યત્ર ન મૃત્યુહાસઃ || ૩૦| | ઉપજતું નથી. (૩૦) ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે કાપિલેયોપાખ્યાને૨ સપ્નવિંશોડધ્યાયઃ ॥ ૨૭॥ ત્રીજા સ્કંધ-અંતર્ગત કાપિલેય-ઉપાખ્યાનમાંનો સત્તાવીસમો અધ્યાય સમાપ્ત.