Śrīmad Bhāgavatam

ઉદ્ધવજીની વિદાય લઈને વિદુરજીનું મૈત્રેય ઋષિ પાસે જવું

વિદુરજીનો પ્રશ્ન અને મૈત્રેયજીએ કરેલું સૃષ્ટિક્રમનું વર્ણન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ચોથો અધ્યાય ઉદ્ધવજીની વિદાય લઈને વિદુરજીનું મૈત્રેય ત્રષિ પાસે જવું ઉદર ઉવાચ ઉદ્ધવજીએ કહ્યું — પછી બ્રાહ્મણોની આજ્ઞા મેળવીને અથતેતદનુજ્ઞાતાભુક્ત્વાપીત્વાચવારુણીમ્‌! _ ધાદવોએ ભોજન કરું અને વરૂણ (મદિરા) પીધી. તેનાથી તયા વિભ્રંશિતજ્ઞાના દુરુક્તેર્મ્મ પસ્પૃશુઃ ॥ ૧।। તેષાં મૈરેયદોષેણ વિષમીકૃતચેતસામ્‌ | નિમ્લોચતિ રવાવાસીદ્રેણૂનામિવ મર્દનમ્‌ ! ૨॥। ભગવાન્‌ સ્વાત્મમાયાયા ગર્તિ તામવલોક્ય સઃ | સરસ્વતીમુપસ્પૃશ્ય વૃક્ષમૂલમુપાવિશત્‌ 1 ૩॥ અહં ચોક્તો ભગવતા પ્રપન્નાર્તિહરેણ હ | બદરી ત્વં પ્રયાહીતિ સ્વકુલં સગ્જિહીર્પુણા । ૪।। અથાપિ તદભિપ્રેત જાનન્ષહમરિન્દમ | પૃષ્ઠતોડન્વગમં ભર્તુઃ પાદવિશ્લેષણાક્ષમઃ || ૫॥। તેમનું જ્ઞાન નષ્ટ થયું અને તેઓ અપશબ્દોથી એકબીજાનાં હદયને આઘાત પહોંચાડવા લાગ્યા. (૧) મદિરાના નશાથી તેમની બુદ્ધિ ભ્રટટ ઘઈ ગઈ અને જેમ અંદરોઅંદરના ઘર્ષણથી વાંસવનમાં આગ લાગે છે તે જ રીતે સૂર્યાસ્ત થતાં પહેલાં તો તેમનામાં મારકાપ શરૂ થઈ ગઈ. (૨ર) ભગવાન પોતાની માયાની આ વિચિત્ર ગતિ જોઈને, સરસ્વતીના જળથી આચમન કરીને એક વૃક્ષ નીચે જઈ બેઠા, (૩) આની પહેલાં જ શરણ્રાગતોનું દુઃખ દર કરનારા ભગવાન શ્રીકૃષ્ણે, પોતાના કુળનો સંહાર કરવાની ઇંચકા થવાથી, મને કહી દીધું હતું કે તમે બદરિકાશ્રમ ચાલ જાઓ. (૪) હે વિદુરજી! જોકે હું તેમનો આશય સમજી ગયો હતો, તેમ છતાં સ્વામીનાં ચરણોનો વિયોગ ન સહી ૧. પ્રા. પા. - હયાત્રથાનિભાન્કન્યાં ! 186 શ્રીમદભાગવત અદ્રાક્ષમેકમાસીનં વિચિન્વન્‌ દથિતં પતિમ્‌ | શ્રીનિકેતે સરસ્વત્યાં કૃતકેતમકેતનમ્‌ | ૬। શ્યામાવદાતં વિરજં પ્રશાન્તારુણલોચનમ્‌ | દોર્ભિશ્તુર્ભિ્વિદિતં પીતકૌશામ્બરેણ ચ ॥૭॥ વામ ઊરાવધિશ્રિત્ય દક્ષિણાડધ્રિસરોરુહમ્‌ | અપાશ્રિતાર્ભકાશ્ચત્થમકૃશં ત્યક્તપિપ્પલમ્‌ | ૮॥ તસ્મિન્મહાભાગવતો દ્વૈપાયનસુહૃત્સખા ! લોકાનનુચરન્‌ સિદ્ધ આસસાદ યદંચ્છયા | ૯॥ તસ્યાનુરક્તસ્ય મુનેર્મુકુન્દઃ પ્રમોદભાવાનતકન્ધરસ્ય 1 આશ્રૃણ્વતો મામનુરાગહાસ- સમીક્ષયા વિશ્રમયન્ુવાચ 1 ૧૦॥ શરભગવાનુવાચ વેદાહમત્તર્મનસીપ્સિતં* તે દદામિ યત્તદ્‌ દુરવાપમન્યૈઃ । સત્ત્રે પુરા વિશ્વસજાં વસૂનાં મત્સિદ્ધિકામેન વસો ત્વયેષ્ટઃ ॥ ૧૧॥। સ એષ સાધો ચરમો ભવાના- માસાદિતસ્તે મદનુગ્રહો યત્ર 1 યન્માં નૃલોકાન્‌૩ રહ ઉત્સૃજન્તં દિષ્ટ્યા દદશ્વાન્‌ વિશદાનુવૃત્ત્યા !। ૧૨॥। પુરા મયા પ્રોક્તમજાય નાભ્યે પદ્મે નિષણ્ણાય મમાદિસર્ગે | જ્ઞાનં પરં મતન્મહિમાવભાસં યત્સૂરયો ભાગવતં વદન્તિ ૧૩॥ ઇત્યાદંતોક્તઃર પરમસ્ય પુંસઃ પ્રતિક્ષણાનુગ્રહભાજનોડહમ્‌ | સ્નેહોત્યરોમાં સ્ખલિતાક્ષરસ્તં મુગ્યગ્છુચઃપ્રાઝ્જલિરાબભાષે | ૧૪॥। કો ન્વીશ તે પાદસરોજભાજાં સુદુર્લભોડર્થષુ ચતુર્ષ્વપપીહ | તથાપિ નાહે પ્રવૃણોમિ ભૂમન્‌* ભવત્પદામ્ભોજનિષેવણોત્સુકઃ ॥। ૧૫॥ [અ૦૪ શકવાને કારણે હું તેમની પાછળ-પાછળ પ્રભાસક્ષેત્રમાં જઈ પહોંચ્યો. (૫) ત્યાં મેં જોયું કે જેઓ સૌનો આશ્રય છે, પણ જેમનો પોતાનો કોઈ અન્ય આશ્રય નથી તે સૌંદર્યધામ શ્યામસુંદર પ્રિયતમ પ્રભુ સરસ્વતીતટે એકલા જ બેઠેલા છે. (૭) દિવ્ધ, વિશુદ્ધ, સત્ત્ઃમય અત્યંત સુંદર શામળું. શરીર છે, શાંતિસભર રતુમડી આંખો છે. તેમની ચાર ભુજાઓ અને રેશમી પીતાંબર જોઈને તેમને મેં દૂરથી જ ઓળખી લીધા કે આ શ્રીકૃષ્ણ છે. (૭) તેઓ પીપળાના એક નાના-સરખા વૃક્ષનો સહારો લઈને ડાબી જાંધ ૫ર જમળું ચરણકમળ રાખીને બેઠા હતા. ખાવા-પીવાનું છોડી દીધું હોવા છતાં પણ તેઓ આનંદથી પ્રફુલ્લિત બની રહ્યા હતા. (૮) તે જ સમયે વ્યાસજીના પ્રિય મિત્ર પરમ ભાગવત સિદ્ધ મૈત્રેયજી ભુવનોમાં સ્વચ્છંદ વિચરણ કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા. (૯) મૈત્રેય મુનિ ભગવાનના પ્રેમી ભક્ત છે. આનંદ અને ભક્તિભાવથી તેમની ડોક નમેલી હતી. તેમની સામે જ શ્રીહરિએ પ્રેમ-સભર અને સ્મિતયુક્ત દષ્ટિથી મને આનંદિત કરતાં કહ્યું. (૧૦) શ્રીભગવાને કહ્યું - “હું તમારી આંતરિક અભિલાષા જાણું છું; તેથી હું તમને તે સાધન આપું છું, જે બીજાઓ માટે અત્યંત દુર્લભ છે. હે ઉદ્ધવ! તમે પૂર્વજન્મમાં વસુ હતા. વિશ્વની રચના કરનારા પ્રજાપતિ વસુઓના યજ્ઞમાં મને પામવાની ઇચ્છાથી જ તમે મારી આરાધના કરી હતી. (૧૧) હે સાધુસ્વભાવના ઉદ્ધવ! સંસારમાં તમારો આ અંતિમ જન્મ છે; કારણ કે આ જન્મમાં તમે મારી કૃપા પ્રાપ્ત કરી લીધી છે. હવે હું આ મર્ત્યલોક છોડીને સ્વધામ જવા ઇઃછું છું. અત્યારે અહીં એકાંતમાં તમે પોતાની અનન્ય ભક્તિને કારશે જ મારું દર્શન પામ્યા છો, એ મોટા સૌભાગ્યની વાત છે. (૧૨) પૂર્વકાળ (પાદ્મ- કલ્પ)ના આરંભમાં મેં પોતાના નાભિ-કમળ પર બેઠેલા બ્રહ્માને, પોતાના મહિમાને પ્રગટ કરતા શ્રેષ્ઠ જ્ઞાનનો જે ઉપદેશ કર્યો હતો અને જેને વિવેકી લોકો ‘ભાગવત’ કહે છે તે જ તમને હું આપું છું.’ (૧૩) (ઉદ્ધવજી કહે છે) - વિદુરજી! મારા પર તો તે પરમ પુરુષની કૃપા પ્રતિક્ષણ વરસ્યા કરતી હતી. તે સમયે તેમના આમ આદરપૂર્વક કહેવાથી સ્નેહવશ થયેલા મને. સેમાંચ થઈ આવ્યો, મારી વાણી ગળગળી બની ગઈ અને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તે સમયે હાથ જોડીને મેં તેમને કહું. (૧૪) “હે સ્વામી! આપનાં ચરણકમળોની સેવા કરનારા મનુષ્યોને આ સંસારમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ - આ ચારેમાંથી કોઈ પણ વસ્તુ દુર્લભ નથી; તોપણ ૧. પ્રા. પા. - સ્મનસેસ્સિત | ૨. પ્રા. પા. - ૧: ૩. પ્રા. પા. - ત્કાનિહ | ૪. પ્રા. પા. - નૂન! અ૦૪] ત્રીજો સ્કન્ધ 187 કર્માણ્યનીહસ્ય ભવોડભવસ્ય તે દુર્ગાશ્રયોડથારિભયાત્પલાયનમ્‌ | કાલાત્મનો યત્રરમદાયુતાશ્રયઃ સ્વાત્મન્રતેઃખિધતિ ધીર્વિદામિહ ॥ ૧૬॥ મત્ત્રેષુ માં વા ઉપહૂય યત્ત્વ- મકુશ્ઠિતાખણ્ડસદાત્મબોધઃ । પૃચ્છેઃ પ્રભો મુગ્ધ ઇવાપ્રમત્ત- સ્ત્ઞો મનો મોહયતીવ દેવ 1 ૧૭॥ જ્ઞાનં પરં સ્વાત્મરહશ્રકાશં પ્રોવાચ કસ્મૈ ભગવાન્‌ સમગ્રમ્‌ । અપિ ક્ષમં નો ગ્રહણાય ભર્ત- ર્વદાગ્જસા યદ્‌ વૃજિનં તરેમ ॥૧૮॥ ઇત્યાવેદિતહાર્દાય મહ્યં સ ભગવાન્‌ પરઃ | આદિદેશારવિન્દાક્ષ આત્મનઃપરમાં સ્થિતિમ્‌ ॥ ૧૯॥ સ એવમારાધિતપાદતીર્થા- દધીતતત્ત્વાત્મવિબોધમાર્ગ: । પ્રણમ્ય પાદૌ પરિવૃત્ય દેવ- મિહાગતોડહં વિરહાતુરાત્મા | ૨૦॥ સોડહં તદર્શનાદ્ધાદવિયોગાર્તિયુતઃ પ્રભો । ગમિષ્યે દથિતં તસ્ય બદર્યાશ્રમમણ્ડલમ્‌ | ર૧! યત્ર નારાયણો દેવો નરશ્ચ ભગવાનૃષિઃ ! મૃદુ તીવ્રં તપો દીર્ધ તેપાતે લોકભાવનૌ ॥ ૨૨ શ્રીશુક ઉર૨ ઇત્યુદ્ધવાદુપાકર્શ્ય સુહદાં દુઃસહં વધમ્‌ ! જ્ઞાનેનાશમયત્કષત્તા શોકમુત્પતિતં બુધઃ ।। ર૩॥ સ તં મહાભાગવતં વ્રજન્તં કૌરવર્ષભઃ । વિશ્રમ્ભાદભ્યધત્તેદં મુખ્યં કૃષ્ણપરિગ્રહે ॥ ર૪॥ મને એમનામાંથી કોઈની પણ કામના નથી. હું તો આપનાં ચરણકમળોની માત્ર સેવા માટે જ તરસ્યા કરું છું. (૧૫) હે પ્રભુ! આપ નિઃસ્પૃહ હોવા છતાં પણ કર્મ કરો છો, અજન્મા હોવા છતાં પણ જન્મ લો છો, કાળરૂપ હોવા છતાં પણ શત્રુના ભયથી ભાગો છો અને દ્વારકાના કિલ્લામાં ભરાઈ સંતાઈ રહો છો તથા સ્વાત્મારામ હોવા છતાં પણ સોળ હજાર પત્નીઓ સાથે રમણ્ર કરો છો. - આ બધી આપની ક્રેવી અદ્ભુત લીલાઓ છે કે જેને જોઈને વિદ્વાનોની બુદ્ધિ પ્ન ભરમાય છે. (૧૬) હે દેવ! આપનું સ્વરૂપજ્ઞાન સર્વથા અકુંઠિત અને અખંડ છે, તોપણ આપ સલાહ લેવા મને બોલાવીને, ભોળા માણસોની જેમ ખૂબ સાવધાનીપૂર્વક મારો જે અભિપ્રાય પૂછતા રહેતા હતા, હે પ્રભુ! તે આપની લીલા મારા મનને મુગ્ધ કરી દે છે. (૧૭) હે સ્વામી! પોતાના સ્વરૂપનું ગૂઢ રહસ્ય પ્રગટ કરનારું શ્રેષ્ઠ અને સંપૂર્ણ જે જાન આપે બ્રહ્માજીને બતાવ્યું હતું તે જો મારે સમજવા યોગ્ય હોય તો મને પણ કહી સંભળાવો, કે જેથી હું પણ આ દુઃખરૂપી સંસારને સુગમતાથી પાર કરી જાઉં.’ (૧૮) જ્યારે મેં આ રીતે પોતાના હદયનો ભાવ જણાવ્યો ત્યારે પરમપુરુષ કમલનયન ભગવાન શ્રીકૃષ્ણે મને પોતાના સ્વરૂપની પરમ સ્થિતિનો ઉપદેશ કર્યો. (૧૯) આ પ્રમાશે, પૂજ્યપાદ ગુરુ શ્રીકૃષ્ણ પાસેથી આત્મતત્ત્વની પ્રાપ્તિનું સાધન સાંભળીને તથા તે પ્રભુનાં ચરણોની વંદના અને પરિક્રમા કરીને હું અહીં આવ્યો છું. અત્યારે મારું ચિત્ત તેમના વિરહથી અત્યંત વ્યાકુળ થઈ રહ્યું છે. (૨૦) વિદુરજી! પહેલાં તો તેમનાં દર્શન પામીને મને આનંદ થયો હતો, પરંતુ હવે તો તેમના વિરહની વ્યથા મારા હૃદયને અત્યંત પીડી રહી છે. હવે ક તેમના પ્રિય ક્ષેત્ર બદરિકાશ્રમમાં જઈ રહ્યો છું, કે જ્યાં (કરુ્નામૂર્તિ) ભગવાન શ્રી નર-નારાયણ - એ બંનેય ગષિરૂપે લોકો પર અનુગ્રહ (કૃપા) કરવા માટે દીર્ષકાળથી સૌમ્ય, બીજાઓને સુખકર અને કઠોર તપ કરી રહ્યા છે. (૨૧-૨૨) શ્રીશુકદેવજી ક્હે છે - આ પ્રમાણે ઉદ્વવજીના મુખેથી પોતાના પ્રિયબાંધવોના વિનાશના અસહ્ય સમાચાર સાંભળીને પરમજ્ઞાની વિદુરજીને જે શોક ઊપજ્યો તેનું તેમણે જ્ઞાન વડે શમન કર્યું. (ર૩) ભગવાન શ્રીકૃષ્ણના સ્વજનોમાં મુખ્ય, મહાભાગવત ઉદ્ધવજી જ્યારે બદરિકાશ્રમ ભણી જવા નીકળ્યા ત્યારે કુરુશ્રેષ્ઠ વિદુરજીએ શ્રદ્ધાપૂર્વક તેમને પૂછ્યું. (૨૪) 186 શ્રીમદભાગવત [અ૦૪ વૈદુર ઉવાચ જ્ઞાનં પરં સ્વાત્મરહ3પ્રકાશં યદાહ યોગેશ્વર ઈશ્વરસ્તે | વક્તું ભવાન્નોડર્હતિ યદ્ધિ વિષ્ણો- ભૃત્યાઃ સ્વભૃત્યાર્થકૃતશ્ચરન્તિ || ર૫।। ઉદ્વવ ઉવાચ નનુચેતે તત્ત્વસંરાધ્ય શ્ષિઃ કૌષારવોડન્તિ મે ! સાક્ષાદ્રગવતાડડદિષ્ટો મર્ત્યલો્કં જિહાસતા । ર૬॥ શછુક ઉચ ઇતિ સહ વિદુરેણ વિશ્વમૂર્ત- ગુંણકથયા સુધયા પ્લાવિતોરુતાપઃ | ક્ષણમિવ પુલિને યમસ્વસુસ્તાં સમુષિત ઔપગવિર્નિશાં તતોડગાત્‌ | ર૭॥ રામ્નેવાચ નિધનમુપગતેષુ વૃષ્તિભોજે- ષ્વધિરથયૂથપયૂથપેષુ મુખ્યઃ | સ તુ કથમવશિષ્ટ ઉદ્ધવો ય- દ્ધરિરપિ તત્યજ આકતિ તર્યધીશઃ ॥। ર૮॥ શીંછુક ઉવાચ બ્રહ્મશાપાપદેશેન કાલેનામોઘવાગ્છિતઃ સંહૃત્ય સ્વકુલં નૂનં ત્યક્ષ્યન્દેહમચિન્તયત્‌ || ર૯॥ અસ્માલ્લોકાદુપરતે મયિ જ્ઞાનં મદાશ્રયમ્‌ । અર્હત્યુદ્વવ એવાદ્ધા સમ્પ્રત્યાત્મવતાં વરઃ | ૩૦॥ નોદ્વવોડશ્વપિ મન્ન્યૂનો યદ્દગુશૈર્નાર્દિતઃ પ્રભુઃ ! અતો મદ્ભયુનં લોકં ગ્રાહયન્નિહ તિષ્ઠતુ || ૩૧॥ એવં ત્રિલોકગુરુણા સન્દિષ્ટઃ શબ્દયોનિના ! બદર્યાશ્રમમાસાધ હરિમીજે સમાધિના । ૩૨॥ વિદુરોડપ્યુદ્ધવાચ્છુત્વા કૃષ્ણસ્ય પરમાત્મનઃ ! ક્રીડયોપાત્તદેહસ્ય કર્માણિ શ્લાઘિતાનિ ચ | ૩૩॥ ૧. પ્રાચીન પ્રતમાં ‘વિદુર ઉવાચ નથી. ૨. પ્રાચીન મૂળ પ્રતમાં “નુ તે…’થી. વિદુરજીએ કહ્યું - હે ઉદ્વવજી! યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણે પોતાના સ્વરૂપના ગૂઢ રહસ્યને પ્રગટ કરનારું જે પરમ જ્ઞાન આપને કહ્યું હતું તે આપ અમને પણ સંભળાવો; કારણ કે ભગવાનનો સેવક તો પોતાના સેવકોનું કાર્ય સિદ્ધ કરવા માટે જ વિચરણ કરતો રહે છે. (ર૫) ઉદ્ધવજીએ કહ્યું - તે તત્ત્શાન માટે (તો) તમારે મુનિવર મૈત્રેયજીનું આરાધન કરવું જોઈએ. આ મર્ત્યલોક છોડતી વખતે, મારી સામે સ્વયં ભગવાને જ તમને ઉપદેશ કરવાની આજ્ઞા તેમને આપી હતી. (૨૬) શ્રીશુકદેવજી કહે છે - આ પ્રમાણે વિદુરજીની સાથે વિશ્વમૂર્તિ ભગવાન શ્રીકૃષ્ણના ગુણોની ચર્ચા થવાથી તે કથામૃત વડે ઉદ્વવજીના વિયોગજનિત મહાન દુઃખનું શમન થઈ ગયું, યમુનાજીના તીરે તેમની તે રાત્રિ એક ક્ષણની જેમ વીતી ગઈ. પછી, પ્રાતઃકાળ થતાં જ તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. (૨૭) રાજા પરીક્ષિતે પૂછ્યું - હે ભગવન્‌! વૃષ્િવંશ અને ભોજવંશના બધા જ રથીઓ અને યૂથપતિઓના પણ યૂથપતિ નષ્ટ થઈ ગયા હતા, ત્યાં સુધી કે ત્રિલોકીનાથ શ્રીહરિએ પલ્મ પોતાનું તે રૂપ છોડવું પડ્યું હતું; તો પછી તે બધાના અગ્રણી ઉદ્વવજી જ (એકલા) કેમ બચવા પામ્યા? (ર૮) શ્રીશુકદેવજીએ કહ્યું - જેમની ઇચ્છા ક્યારેય વ્યર્થ નથી થતી તે શ્રીહરિએ બ્રાહ્મણોના શાપરૂપી કાળના નિમિત્તે પોતાના કુળનો સંહાર કર્યા પછી પોતાના શ્રીવિગ્રહને છોડતી વખતે વિચાર કર્યો. (૨૯) - ‘આ લોકમાંથી મારા ચાલ્યા ગયા પછી ઉદ્ધવ જ મારા જ્ઞાનને ગ્રહણ કરવાના સાચા અધિકારી છે. વર્તમાનકાળમાં આત્મજ્ઞાનીઓમાં તે જ શ્રેષ્ઠ છે. (૩૦) ઉદ્ધવ મારા કરતાં અણુમાત્ર પણ ઊણા નથી, કારણ કે તેઓ આત્મજયી છે, વિષયોથી ક્યારેય વિચલિત થયા નથી. તેથી લોકોને મારા જ્ઞાનનો બોધ આપતા રહીને તેઓ અહીં જ રહે.’ (૩૧) વેદોના મૂળ કારણભૂત જગદ્ગુરુ શ્રીકૃષ્ણે આ પ્રમાણે. આજ્ઞા આપી, તેથી ઉદ્ધવજી બદરિકાશ્રમમાં જઈને સમાધિયોગ વડે શ્રીહરિની આરાધના કરવા લાગ્યા. (૩૨) હે કુરુશ્રેષ્ઠ પરીક્ષિત! પરમાત્મા શ્રીકૃષઠો લીલાથી જ પોતાનો શ્રીવિગ્રહ પ્રગટ કર્યો હતો અને લીલાથી જ તેને અંતર્ધાન પણ કરી લીધો. તેમનું તે અંતર્ધાન થવું એ પણ ધીર પુરુષોનો ઉત્સાહ વધારનારું હતું અને તે અન્ય આકૃતિ ત્યધીશઃ’ સુપીના ત્રણ શ્લોક તથા વચ્ચેનો “ઉવાચ” વગેરે આખો પાઠ નથી, ટિપ્પણીમાં છે. કદાચ લખતી વખતે ભૂલથી રહી ગયો હોય અને પછી ટિપ્પણી-રૂપે તે સુધારી લીધો હોય. અ૦પ૫] ત્રીજો સ્કન્ધ 189 દેહન્યાસં ચ તસ્યૈવં ધીરાણાં ધૈર્યવર્ધનમ્‌ । અન્યેષાં દુષ્કરતરં પશૂનાં વિક્લવાત્મનામ્‌ !। ૩૪।। આત્માનં ચ કુરુશ્રેષ્ઠ કૃષ્ણેન મનસેક્ષિતમ્‌ | ધ્યાયન્‌ ગતે ભાગવતે રરોદ પ્રેમવિ&્રલઃ | ૩૫॥ કાલિન્ધાઃ’ કતિભિઃ સિદ્ધ અહોભિર્ભરતર્ષભઃ૨ । પ્રાપધત સ્વઃસરિતં યત્ર મિત્રાસુતો મુનિઃ !। ૩૬।। પશુતુલ્ય (અજ્ઞાની) પુરુષો માટે (સમજવું) અત્યંત દુષ્કર હતું. પરમ ભાગવત ઉદ્ધવજીના મુખેથી તેમનાં પ્રશંસનીય કર્મો વિશેના અને એ પ્રમાણે અંતર્ધાન થયાના સમાચાર સાંભળીને તથા એ જાણીને કે ભગવાને પરમધામમાં જતી વખતે મને પણ યાદ કર્યો હતો, વિદુરજી શ્રીકૃષ્ણના પ્રેમને યાદ કરીને ઉદ્વવજીના ચાલી ગયા પછી પ્રેમથી વિદ્રળ થઈને ખૂબ રડ્યા. (૩૩-૩૫) ત્યારપછી સિદ્ધશિરોમણિ વિદુરજી યમુનાતટેથી ચાલી નીકળી થોડા દિવસોમાં ગંગાજીના કિનારે જઈ પહોંચ્યા, જ્યાં શ્રીમૈત્રેયજી રહેતા હતા. (૩૬) —કક્— ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે વિદુરોદ્વવસંવાદે ચતુર્થોડધ્યાયઃ ॥ ૪|! ત્રીજા સ્કંધ-અંતર્ગત વિદુર-ઉદ્ધવ-સંવાદ’માંનો ચોથો અધ્યાય સમાપ્ત.