Śrīmad Bhāgavatam

ઉત્તમનું માર્યા જવું તથા બ્રુવનું યક્ષો સાથે યુદ્ધ

્રુવજીને યુદ્ધ બંધ કરવા સ્વાયંભુવ મનુનું સમજાવવું
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

દસમો અધ્યાય ઉત્તમનું માર્યા જવું તથા બ્રુવનું યક્ષો સાથે યુદ્ધ મૈત્રેય ઉવાચ પ્રજાપતેર્દુહિતરે શિશુમારસ્ય વૈ ધ્રુવઃ | ઉપયેમે ભ્રમિં૨ નામ તત્સુતૌ કલ્પવત્સરૌ || ૧॥ ઇલાયામપિ ભાર્યાયાં વાયોઃપુત્ર્યાં મહાબલઃ । પુત્રમુત્કલનામાનં ”યોષિદ્રત્મમજીજનત્‌ ॥ ૨॥ ઉત્તમસ્ત્વકૃતોદ્ાહો મૃગયાયાં બલીયસા । હતઃ પુણ્યજનેનાદ્રૌ તન્માતાસ્ય ગતિં ગતા | ૩।। ધ્રુવો ભ્રાતૃવધં શ્રુત્વા પંકોપામર્ષશુચાર્પિતઃ | જૈત્રં સ્યન્દનમાસ્થાય ગતઃ પુણ્યજનાલયમ્‌ | ૪॥ ગત્વોદીચીં દિશં રાજા રુદ્રાનુચરસેવિતામ્‌ ! દદર્શ હિમવદ્દ્રોણ્યાં પુરીં ગુહ્યકસડકુલામ્‌ । ૫॥ શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! ધ્ુવે પ્રજાપતિ શિશુમારની પુત્રી બ્રમિ સાથે લગ્ન કર્યું, તેનાથી તેમને કલ્પ અને વત્સર નામના બે પુત્રો થયા. (૧) મહાબલી મુવની બીજી પત્ની વાયુપુત્રી ઇલા હતી, તેનાથી તેમને ઉત્કલ નામનો પુત્ર અને એક કન્યારત્નનો જન્મ થયો. (૨) ઉત્તમનાં હજુ લગ્ન પણ થયાં ન હતાં કે એક દિવસે શિકાર ખેલતી વખતે તેને હિમાલય પર્વત પર એક બળવાન યક્ષે મારી નાખ્યો. તેની સાથે તેની માતા પણ પરલોક સિધાવી ગઈ. (૩) પ્રુવે જ્યારે ભાઈના માર્યા જવાના સમાચાર સાંભળ્યા ત્યારે ક્રોધ, શોક અને ઉદ્ેગ ભર્યા તેઓ વિજય અપાવનાર એક રથ પર સવાર થઈને યક્ષોના દેશમાં જઈ પહોંચ્યા. (૪) તેમણે ઉત્તર દિશામાં જઈને હિમાલયની ઘાટીમાં યક્ષોથી ભરેલી અલકાપુરી જોઈ, તેમાં ભૂત-પ્રેત-. પિશાચ વગેરે રુદ્રના અનેક અનુચરો રહેતા હતા. (૫) ૧. પ્રા. પા. - પુત્ર પ્રકૂન ૨. ત્ર. પા. - બ્રુવચરિતે નવરાજયા૦ 1 ૩. પ્રા. પા. - ભૂર્તિ | ૪. પ્રા. પા. - પોગેશ્રરમજી૦ પ. પ્રા. પા. - ક્રોધામત ! અ૦ ૧૦] ચોથો સ્કન્ધ 369 દધ્મો શં બૃહદ્બાહુઃ ખં દિશશ્ચાનુનાદયન્‌ । યેનોદ્વિગ્નદેશઃ ક્ષત્તરુપદેવ્યોડત્રસન્ભૃશમ્‌ ॥ ૬। તતો નિષ્કમ્ય બલિન ઉપદેવમહાભટાઃ૧ । અસહન્તસ્તન્તિનાદમભિષેતુરુદાયુધાઃ ।૭॥ સ તાનાપતતો વીર ઉગ્રધન્વા મહારથઃ | એકૈકં યુગપત્સર્વાનહન્‌ બાણૈસ્િભિસ્ભિઃ ॥ ૮॥ તે વૈ લલાટલગ્નૈસ્તૈરિષુભિઃ સર્વ એવ હિ | મત્વાનિરસ્તમાત્માનમાશંસન્‌૨ કર્મ તસ્ય તત્‌ 1૯ તેડપિચામુમમૃષ્યન્તઃ પાદસ્પર્શમિવોરગાઃ । શરૈરવિધ્યન્‌ યુગપદ્‌ દ્વિગુણં પ્રચિકીર્ષવઃ । ૧૦॥ તતઃ પરિઘનિસ્તિશૈઃ પ્રાસશૂલપરશ્ચધૈઃ । શક્ત્યૃષ્ટિભિર્ભુશુણ્ડીભિશ્ચિત્રવાજૈઃ શરેરપિ ॥ ૧૧॥। અભ્યવર્ષન્‌ પ્રકુપિતાઃ સરથં સહસારથિમ્‌ | ઇચ્છન્તસ્તત્પ્રતીકર્તુમયુતાનિ ત્રયોદશ 1૧૨ ઔત્તાનપાદિઃસ તદા શસ્પવર્ષેણ ભૂરિણા | ન ઉપાદશ્યત ચ્છન્ન આસારેણ યથા ગિરિઃ ॥ ૧૩॥। હાહાકારસ્તદૈવાસીત્સિદ્ધાનાં દિવિ પશ્યતામ્‌ ! હતોડયં માનવ: સૂર્યો મગ્નઃ પુણ્યજનાર્ણવે || ૧૪॥। નદત્સુ યાતુધાનેષુ જયકાશિષ્વથો મૃધે । ઉદતિષ્ઠદ્‌ રથસ્તસ્ય નીહારાદિવ ભાસ્કરઃ ॥ ૧૫॥। ધનુર્વિસ્ફર્જયન્દિવ્યં” દ્વિષતાં ખેદમુદ્રહન્‌ | અસ્ર વ્યધમદ્બાણૈર્ધનાનીકમિવાનિલઃ ॥। ૧ ૬॥ તસ્યતેચાપનિર્મુક્તા ભિત્ત્વાવર્માણિરક્ષસામ્‌ ! કાયાનાવિવિશુસ્તિગ્મા ગિરીનશનયો યથા । ૧૭॥ હે વિદુરજી! ત્યાં પહોંચીને મહાબાહુ કુવે શંખનાદ કર્યો તેથી સમસ્ત આકાશ અને દિશાઓ ગૂંજી ઊઠી. તે શંખધ્વનિથી યક્ષપત્નીઓ ધણી જ ગભરાઈ ગઈ, તેમની આંખો ભયથી દયામણી બની ગઈ. (૬) “ હે વીરશ્રેષ્ઠ વિદુરજી! મહાબળવાન યક્ષવીરો તે શંખનાદ સહી શક્યા નહીં, તેથી તેઓ જાતજાતનાં અસ્- શસ્્રો લઈને નગરની બહાર નીકળી આવ્યા અને પ્રુવ પર તુટી પડ્યા. (૭) મહારથી ધ્રુવ પ્રચંડ ધનુર્ષર હતા. તેમણે તે યક્ષોમાંના પ્રત્યેકને એકીસાથે જ ત્રણ-ત્રણ બાણ માર્યા. (૮) તે બધાએ જયારે પોતપોતાનાં મસ્તકોમાં ત્રણ- ત્રણ બાણ લાગેલાં જોયાં ત્યારે તેમને એવી ખાતરી થઈ ગઈ કે અવશ્ય અમારી હાર થશે. તેઓ પ્ુવજીના આ અદ્ભુત પરાક્રમની પ્રશંસા કરવા લાગ્યા. (૯) પછી જેમ સાપ કોઈના પગની લાત સહી શકતો નથી તેવી જ રીતે પ્રુવનું આ પરાક્રમ નહીં સહેવાતાં તેમણે પ્રતિશોધની ઇચ્છાથી તેમનાં બાણોના જવાબમાં એકીસાથે જ તેમનાથી બમણાં - છ-છ બાણ છોડ્યા. (૧૦) યક્ષોની સંખ્યા તેર અયુત (એક લાખ ત્રીસ હજાર) હતી. પરુવજીનો બદલો લેવા માટે અત્યંત કુદ્ધ થઈને રથો અને સારથિઓ સહિત તેમણે પ્રુવજી પર પરિઘ, ખડગ, પ્રાસ, ત્રિશૂળ, ફરશી, શક્તિ, ત્ષ્ટિ, ભુશુંડી તથા ચિત્રવિચિત્ર પાંખોવાળાં બાણોનો વરસાદ વરસાવ્યો. (૧૧-૧૨) આ ભીષણ શસવર્ષાથી પ્રુવજી સાવ ઢંકાઈ ગયા. ત્યારે લોકોને તેમનું દેખાવું એવી રીતે બંધ થઈ ગયું કે જેમ ભારે વરસાદથી પર્વતનું દેખાવું બંધ થાય છે. (૧૩) તે સમયે જે સિદ્ધો આકાશમાં સ્થિત થઈને આ દશ્ય જોઈ રહ્યા હતા તેઓ બધા હાહાકાર કરીને કહેવા લાગ્યા - “આજે યક્ષસેનારૂપી સમુદ્રમાં ડૂબીને આ માનવ-સૂર્ય અસ્ત થઈ ગયો!’ (૧૪) યક્ષો પોતાના વિજયની ઘોષણા કરતા યુદ્ધેત્રમાં સિંહની જેમ ગરજવા લાગ્યા. એ દરમિયાન પ્રુવજીનો રથ એકાએક એ જ રીતે પ્રગટ થઈ ગયો, કે જેમ ધુમ્મસમાંથી સૂર્ય ભગવાન નીકળી આવે છે. (૧૫) પ્રુવજીએ પોતાના દિવ્ય ધનુષ્યનો ટંકાર કરીને શત્રુઓનાં હૈયાં હચમચાવી નાખ્યાં અને પછી પ્રચંડ બાણોનો વરસાદ વરસાવીને તેમનાં અસ્ત-શસ્્રોને એવી રીતે છિન્ન- ભિન્ન કરી નાખ્યાં કે જેમ આંધી વાદળાંઓને વેરણછેરબ કરી નાખે છે. (૧૬) તેમના ધનુષ્યમાંથી છૂટેલાં તીક્શ બાણ યક્રાક્ષસોનાં કવચોને ભેદીને એ રીતે તેમનાં શરીરોમાં ઘૂસી ગયાં કે જેમ ઇન્દ્રેછોડેલું વજ પર્વતોમાં પ્રવેશી ગયું હતું. (૧૭), ૧. પ્રા. પા. - ઉપદેવા મહાભયાઃ ! ૨. પ્રા. પા. - ત્ત્માને શશસુઃ કર્મ | ૩. પ્રા. પા. - અથ ઓત્તાનપાદિ: સમરસ 1 ૪. પ્રા. પા. - તર્વિસ્કાસ્યરન્નુત્ર ક્ષ ! 370 શ્રીમદભાગવત [અ૦ ૧૦ ભલ્લૈઃ સન્છિધમાનાનાં શિરોભિશ્ચારુકુણ્ડલૈઃ । ઊરુભિર્હેમતાલાભૈરદોર્ભિવલયવલ્ગુભિઃ ॥૧૮॥ હારકેયૂરમુકુટેરુષ્ણીષૈશ્વ મહાધનૈઃ । આસ્તૃતાસ્તા રણભુવો રેજુર્વીરમનોહરાઃ | ૧૯॥ હતાવશિષ્ટા ઇતરે રણાજિરાદ્‌ રક્ષોગણાઃ ક્ષત્રિયવર્યસાયકૈઃ । પ્રાયો વિવૃક્ણાવયવા વિદુદ્ુવુ- મુંગેન્દ્રવિક્રીડિતયયૂથપા ઇવ ||ર૦॥ અપશ્યમાનઃ સ તદાડડતતાયિનં મહામૃધે કઞ્ચન માનવોત્તમઃ | પુરીં દિદક્ષન્નપિચં નાવિશદ્‌ દ્વિષાં ન માથિનાં વેદ ચિકીર્ષિત જનઃ | ર૧॥ ઇતિ બ્રુવંશ્ચિત્રરથઃ સ્વસારથિં યત્તઃ પરેષાં પ્રતિયોગશક્રિતઃ | શુશ્રાવ શબ્દં જલધેરિવેરિતં નભસ્વતો દિક્ષુ રજોડન્વદૅશ્યત | રર ક્ષણેનાચ્છાદિતં વ્યોમ ઘનાનીકેન સર્વતઃ । વિસ્ફસત્તડિતા દિક્ષુ ત્રાસયત્સ્તનથિત્નુના ! ૨૩॥। વવૃષૂ સુધિરૌઘાસૃક્પૂયવિણ્મૂત્રમેદસઃ | નિપેતુર્ગગનાદસ્ય કબન્ધાન્યગ્રતોડનઘ | ર૪॥। તતઃ ખેડદૅશ્યત ગિરિર્નિપેતુઃ સર્વતોદિશમ્‌ । ગદાપરિઘનિસ્તરિંશમુસલાઃ સાશ્મર્વાર્ષિણઃ3 ।। ર૫॥। અહયોડશનિનિઃશ્વાસાવમન્તોડગ્નિંરુષાડક્ષિભિઃ અભ્યધાવન્‌ ગજા મત્તાઃ સિંહવ્યાદ્રાશ્ચ યૂથશઃ ॥ર૬॥ સમુદ્રઊર્મિભિર્ભીમઃ પ્લાવયન્‌ સર્વતો ભુવમ્‌ | આસસાદ મહાહ્ાદઃ કલ્પાન્ત ઇવ ભીષણઃ ॥ ર૭॥ એવંવિધાન્યનેકાનિ ત્રાસનાન્યમનસ્વિનામ્‌ ! સસુજુસ્તિગ્મગતય આસુર્યા માયયાડસુરાઃ ॥ ર૮! ધ્રુવે પ્રયુક્તામસુરેસ્તાં માયામતિદુસ્તરામ્‌ ! નિશામ્ય તસ્ય મુનયઃશમાશંસન્‌ સમાગતાઃ || ર૯॥। વિદુરજી! મહારાજ બ્ુવનાં બાણોથી કપાયેલાં યક્ષોનાં સુંદર કુંડલમંડિત મસ્તકોથી, સોનેરી તાડવૃક્ષો જેવી જાંઘોથી, કંક્ણોથી શોભતા બાહુઓથી, હાર, ભુજબંધ, મુગટ અને બહુમૂલ્ય પાધડીઓથી છવાયેલી તે વીરોનાં મનને લોભાવનારી યુદ્ધભૂમિ ઘણી શોભા પામી રહી હતી. (૧૮-૧૯) 6 1જ યક્ષો ગમે તેમ પણ જીવતા બઆ તેઓ ત્રિયશ્રેષ્ઠ પ્રુવજીનાં બાણોથી લગભગ તમામ અંગો છિન્નભિન્ન થઈ જવાને કારણે, યુદ્ધના ખેલમાં સિંહથી પરાભવ પામેલા ગજરાજની જેમ મેદાન છોડીને ભાગી ગયા. (૨૦) નરશ્રેષ્ઠ કુવજીએ જોયું કે તે વિશાળ યુદ્ધભૂમિમાં હવે એક પણ શત્રુ અસ્ર-શસ્ત્ર લઈને તેમની સામે નથી, ત્યારે તેમને અલકાપુરી જોવાની ઇચ્છા થઈ; પણ તેઓ પુરીની અંદર ગયા નહીં; ‘આ માથાવીઓ શું કરવા ઇંચકે છે એ વાતની મનુષ્યને ખબર પડી શકતી નથી’ - આ પ્રમાલ્રે સારથિને કહીને તે વિચિત્ર રથમાં જ બેસી રહ્યા તથા શત્રુઓના નવા આક્રમણની આશંકાથી સાવધાન થઈ રહ્યા. એટલામાં જ તેમને સમુદ્રની ગર્જના જેવો આંધીનો ભયંકર અવાજ સંભળાયો તથા દિશાઓમાંથી ઊડતી ધૂળ પણ દેખાઈ. (૨૧-૨૨) એક ક્ષણમાં જ આખું આકાશ મેઘમાળાથી ધેરાઈ ગયું. ચારે તરફ ભયંકર ગડગડાટ સાથે વીજળી ચમકવા લાગી. (૨૩) હે નિષ્યાપ વિદુરજી! તે વાદળાંઓમાંથી લોહી, કફ, પરુ, વિષ્ઠા, મૂત્ર તેમ જ ચરબીનો વરસાદ વરસવા લાગ્યો અને પ્રુવજીની આગળ આકાશમાંથી ઘળ્રાંબધાં ધડ પડવા લાગ્યાં. (૨૪) પછી આકાશમાં એક પહાડ દેખાયો અને બધી જ દિશાઓમાં પથ્થરોના વરસાદની સાથે ગદા, પરિધ, તલવારો અને મૂસળ, પડવા લાગ્યાં. (૨૫) તેમણે જોયું કે ઘણાબધા સાપ વજની જેમ ફૂંકાડા મારતા રોષભરી આંખોમાંથી આગના તણખા ઓકતા આવી રહ્યા છે; ટોળેટોળાં મદમસ્ત હાથીઓ, સિંહો અને વાધ પણ દોડતા આવી રહ્યા છે. (૨૬) પ્રલયકાળના જેવો ભયંકર સમુદ્ર પોતાનાં પ્રચંડ મોજાંઓથી પૃથ્વીને ચારે બાજુએથી ડુબાડતો મહાભીષળ ગર્જના સાથે તેમની તરફ આગળ વધી રહ્યો છે. (૨૭) કૂર સ્વભાવવાળા અસુરોએ પોતાની આસુરી માયાથી એવાં ઘણાંબધાં કૌતુકો દેખાડ્યાં કે જેમનાથી કાયરોનાં મન કંપી ઊઠે છે. (૨૮) પ્રુવજી પર અસુરોએ પોતાની દુસ્તર માયા ફેલાવી છે - એ સાંભળીને ત્યાં કેટલાક મુનિઓ આવ્યા અને કુવજી માટે મંગલ કામના કરી. (ર૯) ૧. પ્રા. પા. - નિકૃતાવયવાઃ | ૨. તરા. પા. - ત્યાન્નિવ 1 ૩. પ્રા. પા. - ત્વપબ્રાઃ 1 અ૦ ૧૧] ચોથો સ્કન્ધ 371 મુનય તરુ: ઔત્તાનપાદે ભગવાંસ્તવ શાર્ડધન્વા દેવઃ ક્ષિણોત્વવનતાર્તિહરો વિપક્ષાન્‌ યન્ઞામધેયમભિધાય નિશમ્ય ચાદ્ધા લોકોડગ્જસા તરતિદુસ્તરમદ્ન મૃત્યુમ્‌ । ૩૦॥ મુનિઓએકહ્યું - હે ઉત્તાનપાદનંદનધ્રુવ!શરબ્રાગતના ભયને નષ્ટ કરનાર શાર્શ્પાણિ ભગવાન નારાયણ તમારા શત્રુઓનો સંહાર કરો. ભગવાનનું તો નામ જ એવું છે કે જેનેસાંભળવા અને કીર્તન કરવા માત્રથી મનુષ્ય દુસ્તર મૃત્યુના મુખમાંથી અનાયાસે જ બચી જાય છે. (૩૦) કઝ ઇતિચ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે દશમોડધ્યાયઃ 1 ૧૦॥ ચોથા સ્કન્ધ-અંતર્ગત દસમો અધ્યાય સમાપ્ત.