છવ્વીસમો અધ્યાય નારદ ઉવાચ? સ એકદા મહેષ્વાસો રથ પગ્યાશ્રમાશુગમ્ | દ્વીષં દિચક્રમેકાક્ષ ત્રિવેણું પગ્ચબન્ધુરમ્ | ૧।। એકરશ્મ્યેકદમનમેકનીર્ડં હ્વિકૂબરમ્ । પગ્ચપ્રહરણં સપ્નવરૂથં પગઞ્ચવિક્રમમ્ 1 ૨॥ હૈમોપસ્કરમારુહ્ય સ્વર્ણવર્માડક્ષયેષુધિઃ । એકાદશચમૂનાથઃ પઝગ્ચપ્રસ્થમગાદ્રનમ્ । ૩। ચચાર મૃગયાં તત્ર દસ્ત આત્તેષુકાર્મુકઃ | વિહાય જાયામતદર્ા મૃગવ્યસનલાલસઃ [| ૪॥। રાજા પુરંજનનું શિકાર ખેલવા વનમાં જવું અને રાણીનું ક્રુદ્ધ થવું શ્રીનારદજી કહે છે - હે રાજન્! એક દિવસ રાજા પુરંજન પોતાનું વિશાળ ધનુષ્ય, સોનાનું કવચ અને અક્ષય ભાથો ધારણ કરીને પોતાના અગિયારમાં સેનાપતિ સાથે, પાંચ ઘોડાઓવાળા શીધ્રગામી રથમાં બેસીને પંચપ્રસ્થ નામના વનમાં ગયો. તે રથમાં બે ઈપાદંડ (બંબુ), બે પૈડાં, એક ધરી, ત્રણ ધ્વજદંડ, પાંચ દોરીઓ, એક લગામ, એક સારથિ, એક બેઠક, બે ધૂંસરી (કૂબર), પાંચ આયુધ અને સાત આવરણ હતાં. તે પાંચ પ્રકારની ચાલે ચાલતો હતો તથ; તેનો બધો સાજ-શણગાર સોનેરી હતો. (૧- ૩) જોકે રાજા માટે પોતાની પ્રિયાને ક્ષણવાર પણ છોડવી મુશ્કેલ હતું, પણ તેને તે દિવસે શિકારનો એવો શોખ જાગ્યો કે તેની પણ પરવા નહીં કરીને ભારે ગર્વપૂર્કક ધનુષ્યબાણ ચડાવીને શિકાર કરવા લાગ્યો. (૪) ૧. મ્યાચીન પ્રતમાં ‘નારદ ઉવાચ’ - એટલો ભાગ નથી. 438 શ્રીમદભાગવત [અ૦૨૬ આસુરી વૃત્તિમાશ્રિત્ય ઘોરાત્મા નિરનુગ્રહઃ । ન્યહનજ્ઞિશિતેર્બાણેર્વનેષુ વનગોચરાન્ |૫॥ તીર્થેષુ પ્રતિદંષ્ટેષુ રાજા મેધ્યાન્પ પશૂન્ વને ! યાવદર્થમલં લુબ્ધો હન્યાદિતિ નિયમ્યતે || ૬॥ ય એવં કર્મ નિયતં વિદ્ધાન્ કુર્વીત માનવઃ । કર્મણા તેન રાજેન્દ્ર જ્ઞાનેન ન સ લિષ્યતે 1૭।। અન્યથા કર્મ કુર્વાણો માનારૂઢો નિબધ્યતે ! ગુણપ્રવાહપતિતો નષ્ટપ્રજ્ઞો વ્રજત્યધઃ || ૮।। તત્ર નિર્ભિશ્ગાત્રાણાં ચિત્રવાજૈઃ શિલીમુખૈઃ । વિપ્લવોડભૂદુઃખિતાનાં દુઃસહઃ કરુણાત્મનામ્ ॥ ૯॥ શશાન્વરાહાન્ મહિષાન્ગવયાન્ રુરુશલ્યકાન્ | મેધ્યાનન્યાંશ્વરે વિવિધાન્વિનિદ્નનશ્રમમધ્યગાત્ | ૧૦॥ તતઃક્ષુતટ્પરિશ્રાન્તો નિવૃત્તો ગૃહમેયિવાન્ ! કૃતસ્નાનોચિતાહારઃ સંવિવેશ ગતક્લમઃ | ૧૧।। આત્માનમર્હયાગ્ચક્રે ધૂપાલેપસ્રગાદિભિઃ સાધ્વલડકૃતસર્વાક્નો મહિષ્યામાદધે મ” ૧૨॥ તૃમો હષ્ટઃ સુદૅસશ્ચ કન્દર્પાકૃષ્ટમાનસઃ ! ન વ્યચષ્ટ વરારોહાં ગૃહિણી ગૃહમેધિનીમ્ । ૧૩॥॥। અત્તઃપુરસ્ત્રિયોડપૃચ્છદ્વિમના ઇવ વેદિષત્ | અપિ વઃ કુશલં રામાઃ સેશ્વરીણાં યથા પુરા । ૧૪॥। ન તથૈતર્હિ રોચન્તે ગૃહેષુ ગૃહસમ્પદઃ | યદિનસ્યાદ્ ગૃહે માતા પત્ની વા પતિદેવતા | વ્યગ્ને રથ ઇવ પ્રાશઃ કો નામાસીત દીનવત્ || ૧૫॥। કવ વર્તતે સા લલના મજ્જન્તં વ્યસનાર્ણવે | યા મામુદ્ધરતે પ્રજ્ઞાં દીપયન્તી પદે પદે | ૧૬।। તે સમયે આસુરી વૃત્તિ વધી જવાને કારણે તેનું ચિત્ત ઘણું કઠોર અને ફ્રર (દયાશુન્ય) થઈ ગયું હતું, તેથી તેણે પોતાનાં તીક્ટ બાણોથી ઘણાંબધાં નિર્દોષ જંગલી પશુઓનો વધ કરી નાખ્યો. (પ) જો રાજાની માંસમાં અત્યંત આસક્તિ હોય તો પણ તેણે કેવળ શાસ્ોમાં બતાવાયેલાં કર્મો કરવા માટે વનમાં જઈને જરૂરિયાત મુજબ અનિષિદ્ધ પશુઓનો વધ કરવો, બ્ર્થ શાસ્ત્ર આ પ્રમાણે ઉચ્ટુંખલ (ઉદ્ધત) [આ વાત જીવની જન્મ-જન્માન્તરથી ચાલી આવેલી હિંસાપ્રવૃત્તિ પર નિયંત્રણ કરવા માટે જ આ પ્રમાણે કહેવામાં આવી છે. શાસ્ત્ર અહિંસાનો જ સંદેશ આપે છે.) (૬) હે રાજન્! જે વિદ્વાન આ પ્રમાણે શાસ્ત્રનિયત કર્મોનું આચરણ કરે છે તે તેવાં કર્મોના અનુષ્ઠાનથી પ્રાપ્ત થતા જ્ઞાનનાં કારણભૂત કર્મોથી લેપાતો નથી. (૭) અન્યથા, મનમાન્યાં કર્મ કરવાથી મનુષ્ય અભિમાનને વશીભૂત થઈને કર્મોમાં બંધાઈ જાય છે તથા ગુબ્રોના પ્રવાહરૂપ સંસારના ચકરાવામાં ફસાઈને, વિવેક્બુદ્વિનો નાશ થઈ જવાથી, આ અધમ યોનિઓમાં જન્મ લે છે. (૮) 0 પુરંજનનાં જાત-જાતનાં પૂંખડાંવાળાં બાણોથી છિન્નભિન્ન થઈને અનેક જીવો (પ્રાણીઓ) ઘણા કષ્ટ સાથે પ્રાણ છોડવા લાગ્યા. તેનો નિર્દયતાપૂર્વકનો તે જીવ-સંહાર જોઈને બધા જ દયાળુ મનુષ્યો ઘણા દુ:ખી થયા. તેઓ તેને સહી શક્યા નહીં. (૯) આ પ્રમાણે ત્યાં સસલાં, સૂવર, આખલા, નીલગાયો, કાળિયાર મૃગો, શાહુડી તથા બીજાં પણ ઘણાંબધાં નિર્દોષ પશુઓનો વધ કરતો કરતો રાજા પુરંજન ઘણો થાકી ગયો. (૧૦) ત્યારે તે ભૂખ-તરસને લીધે અત્યંત શિથિલ થઈને વનમાંથી પાછો ફરીને રાજમહેલમાં આવ્યો. ત્યાં તેણે યથાયોગ્ય રીતેસ્નાન અને ભોજનથી પરવારીને, થોડો વિશ્રામ કરીને થાક, દૂર કર્યો. (૧૧) પછી ગંધ, ચંદન, માળા વગેરેથી સુસજ્જિત ને તેણે બધાં અંગો પર સુંદર સુંદર આભુષણો પહેર્યા. ત્યારે તેને પોતાની પ્રિયાનું સ્મરણ થઈ આવ્યું. (૧૨) તે ભોજન વગેરેથી તૃપ્ત થઈને, દયમાં આનંદ પામીને, મદથી ઉન્મત્ત અને કામથી વ્યથિત થઈને પોતાની સુંદરી પત્નીને ખોળવા લાગ્યો; પરંતુ તેને તે ક્યાંય પણ દેખાઈ નહીં. (૧૩). હેપ્રાચીનબર્હિ ! ત્યારે તે ચિત્તમાં થોડો ઉદાસ થયો અને તેણે અંતઃપુરની સીઓને પૂછયું, ‘સુંદરીઓ! પોતાની સ્વામિની સહિત તમે સર્વે પહેલાંની જેમ જ કુશળ તો છો ને? (૧૪) એવું. શું કારણ છે કે આજે આ ઘરની સંપત્તિ પહેલાંના જેવી સોહામણી જણાતી નથી? ઘરમાં માતા અથવા પતિપરાયણ પત્ની ન હોય તો તે ધર પૈડાં વગરના રથ જેવું થઈ જાય છે; પછી તેમાં કયો બુદ્ધિમાન દીન મનુષ્યોની જેમ રહેવાનું પસંદ કરશે? (૧૫) તો કહો, તે સુંદરી કયાં છે કે જે દુઃખસમુદ્રમાં ૧. પ્રા. પા. - મેધ્યપશૂન્ | ૨. પ્રા. પા. - નન્યાનમેષ્યાંશ વિનિક | અ૦ર૬] ચોથો સ્કન્ધ ટટ સમા ઊચુઃ નરનાથ નજાનીમસ્ત્વત્મરિયા યદ્વ્યવસ્યતિ | ભૂતલે નિરવસ્તારે શયાનાં પશ્ય શત્રુહન્ || ૧૭1! ઘરદ ઉવાચ પુરગ્જનઃ સ્વમહિષી નિરીક્યાવધુતાં ભુવિ । તત્સઝ્ોન્મથિતશાનો વૈક્લવ્યં પરમં યવો ॥ ૧૮॥ સાન્ત્વયન્શ્લક્ષ્ણયા વાચાહદયેન વિદૂયતા । પ્રેયસ્યાઃ સ્નેહસંરમ્ભલિદ્રમાત્મનિનાભ્યગાત્ ॥ ૧૯॥ અનુનિન્યેડથ શનકેર્વીરોડનુનયકોવિદઃ । પસ્પર્શ પાદયુગલમાહ ચોત્સફલાલિતામ્ ॥ ૨૦॥ પુરઝન ઉવાચચ નૂનંત્વકૃતપુણ્યાસ્તે ભૃત્યા યેષ્વીશ્વરાઃશુભે । ટૃતાગસ્સ્વાત્મસાત્કૃત્વા શિક્ષાદણડ ન યુગ્જતે ॥ ૨૨॥ પરમોડનુગ્રહો દણ્ડો ભૃત્યેષુપ્રભુણાડર્પિતઃ બાલો ન વેદ તત્તન્વિ બન્ધુકૃત્યમમર્ષણઃ ।। રર સા ત્વં મુખં સુદતિ સુભ્રવનુરાગભાર- દ્રીડાવિલમ્બવિલસદ્ધસિતાવલોકમ્ । નીલાલકલિભિરપસ્કૃતમુન્નસં તઃ સ્વાનાં પ્રદર્શય મનસ્વિનિ વલ્ગુવાક્યમ્ ॥ ૨૩॥ તસ્મિન્દધે દમમહેં તવ વીરપત્નિ યોડન્યત્ર ભૂસુરકુલાત્કૃતકિલ્બિષસ્તમ્ । પશ્યે ન વીતભયમુન્મુદિતં ત્રિલોક્યા- મન્યત્ર વૈ મુરરિપોરિતરત્ર દાસાત્ | ૨૪।! વકત્રં ન તે વિતિલકં મલિન વિહર્ષ સંરમ્ભભીમમવિમૃષ્ટમપેતરાગમ્ ! પશ્યે સ્તનાવપિ શુચોપહતો સુજાતો બિમ્બાધરં વિગતકુડકુમપક્રાગમ્ ॥ ર૫ ડૂબતી મારી વિવેક્બુદ્ધિને ડગલે ને પગલે જાગ્રત કરીને મને તે સંકટમાંથી ઉગારી લે છે?’ (૧૬) સ્રીઓએ કહ્યું - હે નરપતિ! ખબર નહીં, આજે તમારી પ્રિયાએ શું ધાર્યું છે. હે શત્રુદમન! જુઓ, તેઓ પાથરણા વિના જ, જમીન પર જ સૂતાં પડેલાં છે. (૧૭) શ્રીનારદજી કહે છે - હે રાજન! તે સ્ત્રીના સંગને લીધે રાજા પુરંજનનો વિવેક નષ્ટ થઈ ચૂક્યો હતો; તેથી પોતાની રાણીને જમીન પર અસ્તવ્યસ્ત પડેલી જોઈને તે અત્યંત વ્યાકુળ થઈ ગ્યો. (૧૮) તેણે દુઃખી હૃદયે મધુર વચનોથી તેને ઘણી સમજાવી, પરંતુ તેને પોતાની પ્રેયસીમાં પોતાના પ્રત્યેના પ્રણયકોપનું કોઈ ચિહ્ન દેખાયું નહીં. (૧૯) પુરંજન મનાવવામાં પણ્ન ઘણો ચતુર હતો, તેથી તેલે તેને ધીરે ધીરે મનાવવાનું શરૂ કર્યું. તેણે પહેલાં તેનો ચરણસ્પર્શ કર્યો અને પછી ખોળામાં બેસાડીને ખૂબ વહાલથી કહેવા લાગ્યો. (૨૦) પુરંજન બોલ્યો - હે સુંદરી! તે સેવકો તો નક્કી ઘણા અભાગિયા છે કે જેમના વડે અપરાધ થવા છતાં પણ સ્વામી તેમને પોતાના સમજીને શિક્ષા માટે યોગ્ય દંડ આપતા નથી. (૨૧) સેવકને આપવામાં આવેલો સ્વામીનો દંડ તો તેના પરનો મોટો અનુગ્રહ જ હોય છે. જેઓ મૂર્ખ છે તેમતે ક્રોધને કારણે પોતાના હિતકારી સ્વામીએ કરેલા તે ઉપકારનો ખ્યાલ આવતો નથી. (ર૨) સુંદર દંતપંક્તિ અને મનોહર ભવાંથી શોભતી હે મનસ્વિની! હવે આ ક્રોધ દૂર કર અને એકવાર મને પોતાનો સમજીને, પ્રણયભાર અને શરમથી ઝૃકેલું તેમ જ મધુર સ્મિતમથી દષ્થી સુશોભિત પોતાનું મુખડું બતાવ. અહો! ભ્રમરપંક્તિ જેવી શ્યામ કેશલટો, ઉન્નત નાક અને સુમધુર વાણૉને કારણે તારું મુખારવિંદ કેવું મનમોહક જણાય છે! (૨૩) હે વીરપત્ની! જો કોઈ બીજાએ તારો કોઈ અપરાધ કર્યો હોય તો તે બતાવ; જો તે અપરાધી બ્રાલ્ણકુળનો નહીં હોય તો હું તેને અત્યારે જ દંડ આપું છું. મને તો ભગવાનના ભક્તો સિવાય ત્રણે લોકમાં અથવા તેની બહાર પણ એવું કોઈ દેખાતું નથી કે જે તારો અપરાધ કરીને નિર્ભયતાથી અને આનંદપૂર્વક રહી શકે. (ર૪) હે પ્રિયા! મેં આજ સુધી તારું મુખ ચાંદલા વિનાનું, ઉદાસ, કરમાયેલું, કોને કારજે બિહામણું, તેજ વિનાનું અને ગ્રેમરહિત ક્યારેય જોયું નથી; અને તારા સુંદર સ્તનોને પણ્ધ શોકનાં આંસુઓથી ભીજાયેલા તથા પાકેલા વિલોડા જેવા અધરોને પલ સ્નિગ્ધ કેસરની લાલિમા વિનાના કયારેય જોયા નથી. (ર૫) ૧. પ્રાચીન પ્રતમાં ‘નારદ ઉવાચ’ એટલો ભાગ નથી. ૨. મ્રાચીન પ્રતમાં ‘પુરઝન ઉવાચ - એટલો ભાગ નથી. 440 શ્રીમદભાગવત. [અ૦ ૨૭ તન્મે પ્રસીદ સુહૃદઃ કૃતકિલ્બિષસ્ય સ્વૈરં ગતસ્ય મૃગયાં વ્યસનાતુરસ્ય | કા દેવરં ૧વિસસ્તપૌસ્નમુશતી ન ભજેત કૃત્યે ॥ ર૬ વશગતં કુસુમાસ્રવેગ- હું વ્યસનને લીધે તને પૂછ્યા વિના જ શિકાર ખેલવા ચાલ્યો ગયો, તેથી અવશ્ય (તારો) અપરાધી છું; તોપણ પોતાનો સમજીને તું મારા પર પ્રસન્ન થઈ જા, (કેમ કે) કામદેવનાં વિષમ બાલોથી અધીર થઈને જે હંમેશાં પોતાને આધીન રહે છે તેવા પોતાના પ્રિય પતિનો ઉચિત કાર્ય માટે ભલા, કઈ કામિની સ્વીકાર કરતી નથી? (ર૬) કકકિન્ન ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે પુરગ્જનોપાખ્યાને ષડ્વિશોડધ્યાયઃ ॥ ર૬ ચોથા સ્કન્ધ-અંતર્ગત પુરંજન-ઉપાખ્યાનમાંનો છવ્વીસમો અધ્યાય સમાપ્ત.
પ્રાચીનબર્હિ અને નારદ ઉવાચ
પુરંજનપુરી પર ચંડવેગની ચડાઈ તથા કાળકન્યાનું ચરિત્ર Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.