Śrīmad Bhāgavatam

ભિન્ન-ભિન્ન વર્ષો (ખંડો)નું વર્ધન

કિંપુરુષવર્ષ અને ભારતવર્ષનું વર્ણન કીંહુક ઉર૨ કિમ્પુરુપે વર્ષે ભગવત્તમાદિપુરુષં લક્ષ્મણાગ્રજં સીતાભિરામં રામં તચ્ચરણ- સન્તિકર્ષાભિરતઃ પરમભાગવતો હનુમાન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

અઢારમો અધ્યાય ભિન્ન-ભિન્ન વર્ષો (ખંડો)નું વર્ધન કંઇક ઉવાચ તથા ચ ભદ્રશ્રવા નામ ધર્મસુતસ્તત્કુલ- પતયઃ પુરુષા ભદ્રાશ્વવર્ષે સાક્ષાદ્રગવતો વાસુદેવસ્ય પ્રિયાં તનું ધર્મમયી હયશીર્ષાભિધાનાં પરમેણ સમાધિના સન્નિધાપ્યેદમભિગૃણન્ત ઉપધાવત્તિ || ૧।। ભદ્ભશ્રવસ ઊંચુ: 3 નમો ભગવતે ધર્માયાત્મવિશોધનાય નમઇતિ॥૨॥। અહો વિચિત્ર ભગવદ્ચેષ્ટિતં અનન્ત જનોડયં હિ મિષન્ન પશ્યતિ | ધ્યાયજ્નસધર્હિ વિકર્મ સેવિતું નિર્ત્ય પુત્રં પિતરં જિજીવિષતિ ॥ ૩॥ વદન્તિચે વિશ્વં કવયઃ સ્મ નશ્ચરં પશ્યત્તિ ચાધ્યાત્મવિદો વિપશ્ચિતઃ | તથાપિ મુદ્યન્તિ તવાજ માયયા સુવિસ્મિતં કૃત્યમજં નતોડસ્મિ તમ્‌ ।૪।। વિશ્વોદ્રવસ્થાનનિરોધકર્મ તે હ્યકર્તુરદ્વીકૃતમપ્યપાવૃતઃ 1 યુક્ત ન ચિત્રં ત્વયિ કાર્યકારણે સર્વાત્મનિ વ્યતિરિક્તે ચ વસ્તુતઃ? | ૫॥। વેદાન્‌ યુગાન્તે તમસા તિરસ્કૃતાન્‌ રસાતલાદ્યો નૃતુરક્વવિગ્રહઃ | પ્રત્યાદદે વૈ કવયેડભિયાચતે તસ્મૈ નમસ્તેડવિતથેહિતાય ઇતિ || ૬॥ શ્રીશુકદેવજી ક્હે છે - હે રાજન્‌! ભદ્રાશ્ચ વર્ષમાં ધર્મપુત્ર ભદ્રશ્રવા અને તેમના મુખ્ય-મુખ્ય સેવકો ભગવાન વાસુદેવની હયગ્રીવ નામની ધર્મમયી પ્રિય મૂર્તિને અત્યંત સમાષિ-નિષ્ઠા વડે હૃદયમાં સ્થાપિત કરીને આ મંત્રનો જપ કરતા રહીને આ પ્રમાણે સ્તુતિ કરે છે - (૧) ભદ્રશ્રવા અને એમના સેવકો કહે છે - ચિત્તને વિશુદ્ધ કરનારા ઓંકાર-સ્વરૂપ ભગવાન ધર્મને નમસ્કાર છે. (૨) અહો! ભગવાનની કેવી વિચિત્ર લીલા છે, જેને કારણે આ જીવ સમસ્ત લોકોનો સંહાર કરનારા કાળને જોવા છતાં પણ જોતો નથી અને તુચ્છ વિષયોનું સેવન કરવા માટે પાપમય વિચારોમાં રચ્યો-પચ્ચો રહે છે, પોતાના જ હાથે પોતાના પુત્ર, પિતા વગેરેનાં શબને બાળવા છતાં પણ પોતે જીવતો રહેવાની ઇચ્છા કરે છે! (૩) વિદ્વાનો જગતને નશ્વર બતાવે છે અને સૂક્ષ્મદર્શી આત્મજ્ઞાનીઓ એવું જ જુએ પણ છે, તોપણ હે અજન્મા પ્રભુ! તમારી માયાથી લોકો મોહિત થઈ જાય છે. તમે અનાદિ છો તથા તમારાં કાર્ય ઘણાં વિસ્મયજનક છે. હું તમને નમસ્કાર કરું છું. (૪) હે પરમાત્મા! તમે અકર્તા છો અને માયાના આવરણથી રહિત છો, તોપજ્ન જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય - એ તમારાં જ કર્મ માનવામાં આવ્યાં છે; તે તો બરાબર જ છે; આમાં કોઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે સર્વાત્મ-રૂપે તમે જ સઘળાં કાર્યોના કારણ છો અને પોતાના શુદ્ધ સ્વરૂપમાં આ કાર્ય-કારણ-ભાવથી સર્વથા પર (અતીત) છો. (૫) તમારો વિગ્રહ મનુષ્ય અને ઘોડાનું સંયુક્ત રૂપ છે. પ્રલયકાળમાં તમઃપ્રધાન દૈત્યો જ્યારે વેદોને ચોરી ગયા હતા ત્યારે બ્રહ્માજીએ પ્રાર્થના કરી હતી તેથી તમે તેમને રસાતલમાંથી લાવીને આપ્યા. આવા અમોથ લીલા કરનારા સત્યસંકલ્પવાળા હયગ્રીવ ભગવાન! તમને નમસ્કાર કરું છું. (૬) ૧. પ્રા. પા. - નમસ્તકિલયોદ૦ ! ૨. પ્રા. પા. - વિદત્તિ | ૩. પ્રા. પા. - માથયાડડશુ વિસ્મિત ! ૪. પ્રા. પા. - વસ્તુનિ 1 ક્ટ શ્રીમદભાગવત [અ૦૧૮ હરિવર્ષે ચાપિ ભગવાન્નરહરિરૂપેણાસ્તે ! તદૂપગ્રહણનિમિત્તમુત્તસ્ત્રાભિધાસ્યે 1! તદદથિતં રૂપં મહાપુરુષગુણભાજનો મહાભાગવતો દૈત્યદાનવકુલતીર્થીકરણશીલાચરિતઃ પ્રહ્માદોડ- વ્યવધાનાનન્યભક્તિયોગેન પ સહ તદ્ર્ષપુરુપૈરુપાસ્તે ઈદંચોદાહરતિ ॥ ૭॥૩ઇં નમો ભગવતે નરસિંહાય નમસ્તેજસ્તેજસે આવિરાવિર્ભવ વજનખ વજદંષ્ટ્ર કર્માશયાન્‌ રન્ધય ચ્રન્ધય તયો ગ્રસ ગ્રસ ઝંસ્વાહા | અભયમભયથમાત્મનિ ભૂયિષ્ઠા” ૩ ક્રૌમ્‌ ॥ ૮! સ્વસ્ૂત્યસ્તુ વિશ્વસ્ય ખલઃ પ્રસીદતાં ધ્યાયન્તુ ભૂતાનિ શિવં મિથો ધિયા | મનશ્ચ ભદ્રં ભજતાદધોક્ષજે આવેશ્યતાં નો મતિરપ્યહેતુકી | ૯॥ માડગારદારાત્મજવિત્તબન્ધુષુ સક્નો યદિ સ્યાદ્ધગવત્મ્રિયેષુ નઃ | યઃ પ્રાણવૃત્ત્યા પરિતુષ્ટ આત્મવાન્‌ સિદ્ધયત્યદૂરા્ન તથેન્દ્રિયપ્રિયઃ | ૧૦।! યત્સક્લબ્ધં નિજવીર્યવૈભવં તીર્થ મુહુઃ સંસ્પૃશતાં હિ માનસમ્‌ ! હરત્યજોડન્તઃ શ્રુતિભિર્ગતોડક્રજં કો વૈ ન સેવેત મુકુન્દવિક્રમમ્‌ 1 ૧૧॥ યસ્યાસ્તિ ભક્તિર્ભગવર્ત્યાકૅગ્ચના સર્વેગુશૈસ્તત્ર સમાસતે સુરાઃ | હંરાવભક્તસ્ય કુતો મહદ્દગુણા મનોરથેનાસતિ ધાવતો બહિઃ॥૧૨॥ હરિર્ડિ સાક્ષાદ્રગવાન્‌ શરીરિણા- માત્મા ઝષાણામિવ તોયમીપ્સિતમ્‌ । હિત્વા! મહાંસ્તં યદિ સજ્જતે ગૃહે તદા મહત્ત્વં વયસા દમ્પતીનામ્‌ । ૧૩) જરિવર્ષ (ખંડ)માં ભગવાન નરસિંહરૂપે રહે છે. તેમણે. આ રૂપ જે કારણે ધારણ કર્યું હતું તેનું વર્ણન આગળ ઉપર (સાતમા સ્કંધમાં) કરવામાં આવશે. ભગવાનના તે રૂપની ઉપાસના તે દેશના અન્ય મનુષ્યો સાંપિત મહાભાગવત. પ્રહ્લાદજી અનન્ય ભક્તિભાવથી કરે છે. આ પ્રહૂલાદજી મહાપુરૂષોને યોગ્ય ગુ્યોથી સંપન્ન છે તથા તેમણે પોતાના શીલ અને આચરણથી દૈત્યો અને દાનવોના કુળને પવિત્ર કરી દીધું છે. તેઓ આ મંત્ર તથા સ્તોત્રનો જપ-પાઠ કરે. છે - (૭) “ઓંકાર સ્વરૂપ ભગવાન નરસિંહદેવને નમસ્કાર છે. તમે અગ્નિ વગેરે-તેજોના પણ તેજ છો, તમને નમસ્કાર, છે. હે વજનખ! હે વજદંતી! તમે અમારી સમક્ષ પ્રગટ થાઓ, પ્રગટ થાઓ; અમારી કર્મવાસનાઓને ભસ્મ કરી દો, અશ્મારા’ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરો. ૩8 સ્વાહા! અમાર અંતઃકરણમાં અભયદાન દેતા ત્રકાશિત થાઓ. ડુ કરમ્‌! (૮) હે નાથ! વિશ્વનું કલ્યાણ થાઓ, દુષ્ટોની બુદ્ધિ શુદ્ધ થાઓ, બધાં પ્રાણીઓમાં પરસ્પર સદ્ભાવના થાઓ, બધા જ એકબીજાના હિતનું ચિંતન કરો, અમારું ચિત્ત શુભ માર્ગમાં પ્રવૃત્ત થાઓ અને અમારી બુદ્ધિ નિષ્કામભાવે ભગવાન શ્રીહરિમાં પ્રવેશ કરો. (૯) “હેંપ્રભુ! પત્ની, પુત્ર, ઘર, ધનસંપત્તિ, ભાઈભાંડુઓમાં અમારી આસક્તિ ન થાઓ, જો થાય તો કેવળ ભગવાનના પ્રેમ ભક્તોમાં જ થાઓ.જે સંયમી મનુષ્ય કેવળ શરીરનિર્વાહને યોગ્ય અન્ન વગેરેથી સંતુષ્ટ રહે છે તેને જેટલી જલદીથી સિદ્ધિ પ્રાધ્ત થાય છે તેવી ઇન્દ્રિયલોલુપ મનુષ્યને થતી નથી. (૧૦) ભગવાનના તે ભક્તોના સંગથી ભગવાનનાં તોર્થતુલ્ય પવિત્ર ચરિત્રો સાંભળવા મળે છે, કે જે તેમની અસાધારણ શક્તિનાં તેમ જ પ્રભાવનાં સૂચક હોય છે. તેમનું વારંવઃર સેવન કરનારાઓના શ્રવણ માર્ગ ભગવાન દયમાં પ્રવેશ કરે છે અને તેમના તમામ પ્રકારના શારીરિક અને માનસિક મળોનો નાશ કરી દે છે. પછી ભલા, ભગવાનના તે ભક્તોનો સંગ કરવાનું કોણ નહીં ઇચકે? (૧૧) જે મનુષ્યની ભગવાનમાં નિષ્કામ ભક્તિ છે તેના હૃદયમાં સમસ્ત દેવતાઓ ધર્મ-જ્ઞાન વગેરે સમસ્ત સદગુણો સહિત નિત્ય નિવાસ કરે છે. પરંતુ જે ભગવાનનો ભક્ત નથી તેનામાં મહાપુરુષોના તે ગુણ આવીજ ક્યાંથી શકે? તે તો જાતજાતના સંકલ્પો કરીને નિરંતર તુચ્છ બાહ્ય વિષયો તરફ જ દોડતો રહે છે. (૧૨) જેમ માછલીઓને જળ અત્યંત પ્રિય હોય છે - તેમના જીવનનો આધાર હોય છે. તેવી જ રીતે સાક્ષાત્‌ શ્રીહરિ જ સમસ્ત ઘરીરધારીઓના પ્રિયતમ આત્મા છે. તેમને ત્યજીને જો કોઈ મહત્ત્વાભિમાની, મનુષ્ય ઘરમાં આસક્ત રહે છે તો તે સ્થિતિમાં સી-પુરુષોનું ૧. પ્રા. પા. - ન્ભવધાનમનન્યભક્તિક 1 ૨. પ્રા. પા. - ત્શયાન્‌ તમો ગ્રસ 1 ૩. પ્રા પા. - ભૂષિષ્ઠાઃ કોમ અ૦૧૮] પાંચમો સ્કન્ધ 533 તસ્માદ્રજોરાગવિષાદમન્યુ- માનસ્પૃહાભયદૈન્યાધિમૂલમ્‌ | હિત્વા ગૃહે સંસૃતિચક્રવાલં નૃસિંહપાદં ભજતાડકુતોભયમિતિ ॥ ૧૪॥। કેતુમાલેડપિ ભગવાન્‌ કામદેવસ્વરૂપેણ લક્ષ્મ્યાઃ પ્રિયચિકીર્ષયા પ્રજાપતેર્દુહિતૃણાં પુત્રાણાં તદ્રર્ષપતીનાં પુરુષાયુષાહોરાત્ર- પરિસડખ્યાનાનાં યાસાં ગર્ભા મહાપુરુષમહાસ્ર- તેજસોદ્વેજિતમનસાં વિધ્વસ્તા વ્યસવઃ સંવત્સરાન્તે વિનિપતન્તિ ૧૫। અતીવ સુલલિત- ગતિવિલાસવિલસિતરુંચિરહાસલેશાવલોકલીલયા કિગ્થિદુત્તમ્ભિતસુન્દરભ્રમણ્ડલસુભગવદનારવિન્દશ્રિયા ૨માં રમયજ્ઞિન્દ્રિયાણિ રમયતે 1 ૧૬॥ તદ્ધગવતો માયામયં રૂપં પરમસમાધિયોગેન રમા દેવી સંવત્સરસ્ય રાત્રિષુ પ્રજાપતેર્દુહિતૃભિરુપેતાહઃસુ ચ તદ્ધર્તભિરુપાસ્તે ઇદં ચોદાહરતિ 1 ૧૭॥ ડક હાં હીં હૂં ૩ નમો ભગવતે હષીકેશાય સર્વગુણવિશેષૈર્વિલક્ષિતાત્મને આકૂતીનાં ચિત્તીનાં ચેતસાં વિશેષાણાં ચાધિપતથે પોડશકલાય- ચ્છન્દોમયાયાન્ષમયાયામૃતમયાય સર્વમયાય સહસે ઓજસે બલાય કાન્તાય કામાય નમસ્તે ઉભયત્ર ભૂયાત્‌ ॥ ૧૮॥ સયો વ્રતૈસ્ત્વા હૃષિકેશ્વરં સ્વતો હ્યારાધ્ય લોકે પતિમાશાસતેડન્યમ્‌ ! તાસાં ન તે વૈ પરિપાન્ત્યપત્યં પ્રિયં ધનાયૂંષિ યતોડસ્વતત્ત્રાઃ ॥ ૧૯॥ સ વૈ પતિઃ સ્યાદકુતોભયઃ સ્વયં સમન્તતઃ પાતિ ભયાતુરં જનમ્‌ । સશ એક એવેતરથા મિથો ભયં નૈવાત્મલાભાદધિ મન્યતે પરમ્‌ ॥૨૦॥ મોટાપલું કેવળ આયુષ્ય (ઉંમર)ને લીધે જ માનવામાં આવે છે, ગુણોની દષ્ટિએ નહીં. (૧૩) તેથી હે અસુરો! તમે તૃષ્ણા, સગ, વિષાદ, કોધ, અભિમાન, ઇચ્છા, ભય, દીનતા અને માનસિક સંતાપનાં મૂળ તથા જન્મ-મરણરૂપી સંસ્કારચક્રનાં વાહક ઘર વગેરેને ત્યજીને ભગવાન નરસિંહજીનાં નિર્ભય ચરભ્રકમળોનો આશ્રય લો.”’ (૧૪) કેતુમાલ દેશમાં લક્ષ્મીજીનું તથા સંવત્સર નામના પ્રજાપતિના પુત્ર-પુત્રીઓનું પ્રિય (કાર્ય) કરવા માટે ભગવાન કામદેવરૂપે નિવાસ કરે છે. રાત્રિની અભિમાની દેવતારૂપ તે પુત્રીઓની અને દિવસના અભિમાની દેવતારૂપ તે પુત્રોની સંખ્યા મનુષ્યના સો વર્ષના આયુષ્યના દિવસો અને રાત્રિઓ જેટલી એટલે કે છત્રીસ-છત્રીસ હજાર છે અને તેઓ જ તે. દેશના અધિપતિ છે. તે પુત્રીઓ પરમપુરુષ શ્રીનારાયણના શ્રેષ્ઠ અસ્ત સુદર્શન-ચક્રના તેજથી ડરી જાય છે, તેથી પ્રત્પેક વર્ષના અંતે તેમના ગર્ભ નાશ પામીને પડી જાય છે. (૧૫) ભગવાન પોતાના સુલલિત ગતિવિલાસથી સુશોભિત મધુર- મધુર મંદસ્મિતથી, મનોહર લીલાસભર સુકુમાર નેત્રકટાક્ષથી, દર ભવાંની રમણીય છટા વડે મુખકમળનું અપાર સૌંદર્ય ઉલેચીને સૌંદર્યદેવી શ્રીલક્્મીને આનંદિત કરે છે. અને પોતે પણ આનંદિત થતા રહે છે. (૧૬) શ્રીલક્ષ્મીજી પરમ સમાષિયોગ વડે ભગવાનના તે માયામય સ્વરૂપની, રાત્રિના સમયે, મ્રજાપતિ સંવત્સરની પુત્રીઓ સાથે અને દિવસે તેમના પતિઓ સાથે આરાધના કરે છે તથા તેઓ આ મંત્રનો જપ કરતાં રહીને ભગવાનની સ્તુતિ કરે છે - (૧૭) “જેઓ ઇન્દ્રિયોના નિયંતા (નિયામક) અને તમામ શ્રેષ્ઠ વસ્તુઓના ભંડાર છે; ક્રિયાશક્તિ, જ્ઞાનશક્તિ અને સંકલ્પ-શક્તિ વગેરે ચિત્તના ધર્મોના અને તેમના વિષયોના અધીશ્વર છે; અગિયાર ઇન્દ્રિયો અને પાંચ વિષયો - એ સોળ કળાઓથી યુક્ત છે; વેદોક્ત કર્મો કરવાથી પ્રાપ્ત થાય છે તથા અન્નમય, અમૃતમય અને સર્વમય છે - તે માનસિક, એન્દ્રિયિક તેમ જ શારીરિક, બળ-સ્વરૂપ પરમસુંદર ભગવાન કામદેવને “ડં હાં હોં હૂં’ - આ બીજમંત્રો સહિત સર્વ બાજુથી નમસ્કાર છે. (૧૮) “હે ભગવન! તમે ઇન્દ્રિયોના અધીશ્વર છો. સીઓ જાતજાતનાં આકરાં વ્રતો વડે તમારી જ આરાધના કરીને અન્ય લૌકિક પતિઓ પામવા ઇચ્છતી રહે છે; પરંતુ તેઓ તેમના પુત્ર, ધન અને આયુષ્યનું રક્ષણ કરી શકતા નથી, કારણ કે તેઓ પોતે જ તો પરતંત્ર છે. (૧૯) સાચો પતિ (રક્ષક અથવા ઈશ્વર) તે જ છે કે જે પોતે સર્વથા નિર્ભય હોય અને અન્ય ભયભીત લોકોનું બધા પ્રકારે રક્ષણ કરી શકે. આવા પતિ એકમાત્ર તમે જ છો. જો એક કરતાં વધુ ઈશ્વર માનવામાં આવે તો તેમને એકબીજા તરફથી ભય થવાની કશ શ્રીમદભાગવત [અ૦૧૮ યા તસ્ય તે પાદસરોરુહાર્હણં નિકામયેત્સાખિલકામલમ્પટા 1 રાસીપ્સિતમીપ્સિતોડર્ચિતો યદ્ધગ્નયાચ્સા ભગવન્‌ પ્રતપ્યતે ॥ ૨૧॥ તદેવ મત્માસયેડજેશસુરાસુરાદય- સ્તપ્યન્ત ઉગ્રં તપ એન્દ્રિયોધિયઃ । ભવત્પાદપરાયણાન્ન માં વિન્દન્ત્યહં ત્વદ્ધૃદયા યતોડજિત ।। ૨૨ શરતે સ ત્વં મમાપ્યચ્યુત શીર્ષ્ઝિ વન્દિતં કરામ્બુજં યત્ત્વદધાયિ સાત્વતામ્‌ । બિભર્ષિ માં લક્ષ્મ વરેણ્ય માયયા ક ઈશ્વરસ્યેહિતમૂહિતું વિભુરિતિ ॥ ૨૩॥ રમ્યકે ચ ભગવતઃ પ્રિયતમં માત્સ્યમવતારરૂપં તદ્રર્ષપુરુષસ્ય મનોઃ પ્રાકપ્રદર્શિતં સ ઇદાનીમપિ મહતા ભક્તિયોગેનારાધયતીદં ચોદાહરતિ ॥ ૨૪॥ 3ક નમો ભગવતે મુખ્યતમાય નમઃ સત્ત્વાય પ્રાણાયૌજસે સહસે બલાય મહામત્સ્યાય નમ ઇતિ॥રપ॥ અત્તર્બહિશ્ચાખિલલોકપાલકે- રદેષ્ટરૂપો વિચરસ્યુરુસ્વનઃ । સ ઈશ્વરસ્ત્વં ય ઇદં વશેડનય- જ્ઞામ્ના યથા દારુમયીં નરઃ સ્્રિયમ્‌ । ર૬॥ યં લોકપાલાઃ કિલ મત્સરજ્વરા હિત્વા યતન્તોડપિ પૃથક્‌ સમેત્ય ચ । પાતું’ ન શેકુર્ટિપદશ્ચતુષ્પદઃ સરીસૃપં સ્થાણુ યદત્ર દંશ્યતે 1૨૭॥ ભવાન્‌ યુગાન્તાર્ણવ ઊર્મિમાલિનિ ક્ષોણીમિમામોષધિવીરુધાં નિધિમ્‌ । મયા સહોરુ ક્રમતેડજ ઓજસા તસ્મૈ જગત્પ્રાણગણાત્મને નમ ઇતિ ॥। ૨૮॥। સંભાવના છે. તેથી જ તમે પોતાની પ્રાપ્તિ કરતાં અધિક અન્ય કોઈ લાભ હોવાનું માનતા નથી. (૨૦) હે ભગવન્‌! જે સરી તમારાં ચરણકમળોનું પૂજન જ ઇચ્છે છે તે અન્ય કશી વસ્તુની કામના કરતી નથી, તેની બધી જ કામનાઓ પૂર્ણ (સંપન્ન) થઈ જાય છે; પરંતુ જે સ્રી કોઈ એક કામનાને લઈને તમારી ઉપાસના કરે છે તેને તમે ફક્ત તે જ વસ્તુ આપો છો; અને ભોગ સમાપ્ત થઈ જવાથી તે વસ્તુ નષ્ટ થઈ જાય છે ત્યારે. તેના માટે તેણે સંતપ્ત (દુઃખી) થવું પડે છે. (૨૧) હે અજિત! મને પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિયસુખના અભિલાપી બ્રહ્મા, રુદ્ર વગેરે સમસ્ત દેવો-દાનવો ઘોર તપસ્યા કરતા રહે છે; પરંતુ તમારાં ચરણકમળોનો આશ્રય લેનારા ભક્તો સિવાય અન્ય કોઈ મને પામી શકતું નથી, કારણ કે મારું મન તો (કેવળ) તમારામાં જ લાગેલું રહે છે. (૨૨) હે અચ્યુત! તમે પોતાના જે વંદનીય કરકમળને ભક્તોના મસ્તક પર મૂકો છો તેને મારા મસ્તક પર પણ મૂકો. હે વરેણ્ય! તમે મને કેવળ શ્રીલાંછન-રૂપે પોતાના વક્ષઃસ્થળમાં જ ધારણ કરો છો તે તમે સર્વસમર્થ છો. તમે પોતાની માયાથી જે લીલાઓ કરો છો તેમનું રહસ્ય કોલર જાણી શકે છે?” (૨૩) રમ્યક વર્ષ (ખંડ)માં ભગવાને ત્યાંના અધિપતિ મનુને અગાઉના સમયમાં પોતાનું પરમપ્રિય મત્સયરૂપ બતાવ્યું હતું. મનુજી આ સમયે પણ ભગવાનના તે જ રૂપની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉપાસના કરે છે અને આ મંત્રનો જપ કરતા રહીને સ્તુતિ કરે છે - “સત્તપ્રધાન, મુખ્ય પ્રાણ સુત્રાત્મા તથા મનોબળ, ઇન્દ્રિયબળ અને શરીરબળ ઓંકારપદના અર્થ સર્વશ્રેષ્ઠ ભગવાન મહામત્સ્યને વારંવાર નમસ્કાર છે. (૨૪-૨૫) “હે પ્રભુ! નટ જે રીતે કઠપૂતળીઓને નચાવે છે તેવી જ રીતે તમે બ્રાહ્મણ વગેરે નામની દોરીથી સમસ્ત વિશ્વને પોતાને આધીન કરીને નચાવી રહ્યા છો. તેથી તમે જ સૌના પ્રેરક છો. તમને બ્રહ્મા વગેરે લોકપાલો પણ જોઈ શકતા નથી, તોપણ તમે સમસ્ત પ્રાણીઓની અંદર પ્રાણરૂપે અને બહાર વાયુરૂપે નિરંતર સંચાર કરતા રહો છો. વેદ જ તમારો મહાન શબ્દ છે. (૨૬) એક વાર ઇન્દ્ર વગેરે ઇન્દ્રિયોના અભિમાની દેવતાઓને પ્રાણસ્વરૂપ તમારાથી દ્વેષ થયો ત્યારે તમારા અલગ થઈ જવાથી તેઓ અલગ-અલગ અથવા પરસ્પરમાં મળીને પદ્મ મનુષ્ય, પશુ, સ્થાવર-જંગમ વગેરે જેટલાં શરીર દેખાય છે તેમાંના કોઈનું પણ ઘણો પ્રયત્ન કરવા છતાંય રક્ષણ કરી શક્યા નહીં. (૨૭) હે અજન્મા પ્રભુ! તમે મારા સહિત સમસ્ત ઔષધિઓ (વનસ્પતિઓ) અને વેલીઓના આશ્રયરૂપ આ પૃથ્વીને લઈને મોટાં-મોટાં પ્રચંડ મોજાંઓવાળા ૧. પ્રા. પા. - જાતું ન શેકુ૦ ! અ૦૧૮] પાંચમો સ્કન્ધ કડક હિરણ્મયેડપિ’ ભગવાશિવસતિ ફૂર્મતનું પ્રલયકાલીન સમુદ્રમાં ભારે ઉત્સાહથી વિહાર કર્યો હતો. તમે બિભ્રાણસ્તસ્થ તત્પરિયતમાં તનુમર્યમા સહ વર્ષપુરુષૈઃ સંસારના સમસ્ત પ્રાણી-સમુદાયના નિયંતા છો. મારા તમને પિતૃગણાધિપતિરુપધાવતિ* મત્ત્રમિ્મ ચાનુજપતિ ॥ર૯॥ ડક નમો ભગવતે અકૃપારાય સર્વસત્ત્વગુણવિશેષણાયાનુપલક્ષિત- સ્થાનાય નમો વર્પ્મણે નમો ભૂમ્ને નમો નમોડવસ્થાનાય નમસ્તે || ૩૦] યદ્રૂપમેતજ્નિજમાયયાડર્પિત- મર્થસ્વરૂપં બહુરૂપરૂપિતમ્‌ । સહુખ્યા ન યસ્યાસ્ત્યયથોપલમ્મનાત્‌ તસ્મૈ નમસ્તેડવ્યપદેશરૂપિણે ॥ ૩૧॥ જરાયુજં સ્વેદજમણ્ડજોદ્ધિ્દ ચરાચરં દેવર્ષિપિતૃભૂતમૈન્દ્રિયમ્‌ । ધૌઃ ખં ક્ષિતિઃ શૈલસરિત્સમુદ્ર- દ્વીપગ્રહર્કષેત્યભિધેય એકઃ | ૩ર॥ યસ્મિન્નસડખ્યેયવિશેષનામ- રૂપાકૃતો કવિભિઃ કલ્પિતેયમ્‌ | સડ્ખ્યા યયા તત્ત્વદેશાડપનીયતે તસ્મૈ નમઃ સાડુખ્યનિદર્શનાય તેઇતિ ।।૩૩॥ ઉત્તરેષુ ચ કુરુષુ ભગવાન્‌ યજ્ઞપુરુષઃ કૃતવરાહરૂપ આસ્તે તં તુ દેવી હૈષા ભૂઃ સહ કુંરભિરસ્ખલિતભક્તિયોગેનોપધાવતિ ઇમાં ચ પરમામુપનિષદમાવર્તયતિ | ૩૪॥ ઝં નમો ભગવતે મત્ત્રતત્ત્વાલિજ્નાય યશક્રતવે મહાધ્વરાવયવાય” મહાપુરુષાય નમઃ કર્મશુક્લાય ત્રિયુગાય નમસ્તે ॥ ૩૫॥। યસ્ય સ્વરૂપં કવયો વિપશ્ચિતો ગુણેષુ દારુષ્વિવ જાતવેદસમ્‌ | મથ્નન્તિ મથ્ના મનસા દિદંક્ષવો ગૂઢં ક્રિયાર્થેનમ ઈરિતાત્મને ॥૩૬॥ નમસ્કાર છે.’ (૨૮) હિરણ્મય દેશમાં ભગવાન કચ્છપરૂપ ધારણ કરીને રહે છે. તયાંના રહેવાસીઓ સહિત પિતૃરાજ અર્ષમા ભગવાનની તે પ્રિયતમ મૂર્તિની ઉપાસના કરે છે અને આ મંત્રનો નિરંતર. જપ કરતા રહીને (આ પ્રમાણે) સ્તુતિ કરે છે - (૨૯) “જેઓ સથળા સત્ત્વગુણોથી યુક્ત છે, જળમાં વેચરતા રહેવાને કારશે જેમના સ્થાનનું કોઈ નિશ્ચિતપણું નથી તથા જેઓ કાળની મર્યાદાની બહાર છે તે ઓંકારસ્વરૂપ સર્વાધાર ભગવાન કચ્છપને વારંવાર નમસ્કાર છે. (૩૦) “હે ભગવન્‌! અનેક રૂપોમાં પ્રતીત થતું આ દશ્યપ્રપંચ જોકે [મથ્યા જ છે, તેથી તેની વાસ્તવમાં કોઈ સંખ્યા નથી; તોપણ માયાથી પ્રકાશિત થનારું આપનું જ રૂપ છે. એવ અનિર્વચનીય-સ્વરૂપ તમને મારા નમસ્કાર છે. (૩૧) એકમાત્ર તમે જ જરાયુજ, સ્વેદજ, અંડજ, ઉદ્ભિજ્જ, જંગમ, સ્થાવર, દેવતા, કષિ, પિતૃ, ભૂત, ઇન્દ્રિય, સ્વર્ગ, આકાશ, પૃથ્વી, પર્વત, નદી, સમુદ્ર, કીપ, ગ્રહ, તારા વગેરે વિભિજ્ન નામોથી પ્રસિદ્ધ છો. (૩૨) તમે અસંખ્ય નામો, રૂપો અને આકૃતિઓવાળા છો; કપિલ વગેરે વિદ્વાનોએ તમારામાં ચોવીસ તત્ત્વોની સંખ્યાની કલ્પના કરી છે પરંતુ તતત્વશ્ઞાન શાથી તે તત્વોની પણ નિવૃત્તિ થઈ જાય છે. પછી તેને સર્વત્ર આપ જ દેષાઓ છો. સાંખ્યાસિદ્ધાંતસ્વરૂપ તમને મારા નમસ્કાર છે.” (૩૩) ઉત્તરફુરુ વર્ષ (ખંડ)માં ભગવાન યશપુરુષ વરાહનું રૂપ ધારણ કરેલા વિરાજમાન છે. ત્યાંના રહેવાસીઓ સહિત પૃથ્વીદેવી અવિચળ ભક્તિભાવપૂર્વક તેમની ઉપાસના કરે છે અને પરમ ઉત્કૃષ્ટ મંત્રનો જપ કરતી રહીને (આ પ્રમાણે) સ્તુતિ કરે છે - (૩૪) “જેમને તત્ત્વ મંત્રોથી જાણી શકાય. છે,જેઓ યજ્ઞ અને કતુરૂપ છે તથા મોટા-મોટા યજ્ઞો જેમનાં અંગ છે તે ઓકારસ્વરૂષ શુક્લકર્મમ્ય ત્રિયુગમૂર્તિ પુરુપોત્તમ વરાહ ભગવાનને વારંવાર નમસ્કાર છે.” (૩૫) “જેમ ગ્દત્વિજો અરભ્રિના લાકડાના ટુકડાઓમાં છુપાયેલા અગ્નિને ઘર્ષણ વડે પ્રગટ કરે છે તેવી જ રીતે કર્મની આસક્તિ અને કર્મના ફળની કામનાને લીષે છુપાયેલા તમારા રૂપનું દર્શન કરવાની ઇચ્છાથી પરમ પ્રવીણ પંડિતો પોતાના વિવેક્યુક્ત મનરૂપી વલોણાથી શરીર અને મનને વલોવી નાખે છે. આ પ્રકારે વલોવવાથી પોતાના સ્વરૂપને પ્રગટ કરનારા તમને નમસ્કાર છે. (૩૬) ૧ પ્રા. પા. - હિરફમમે તુ 1 ૨, પ્રા. પા. - પિણૂશાં ગણ્રિપતિટ 1 ૩, પ્રા. પા. - ન્તત્વગુશ૦ ! ૪. પરા. પા. - તત લર્થસ્વરૂપ | ૫. પ્રા. પા. - મહાધ્વરાય ! 536 શ્રીમદભાગવત [અ૦૧૯ દ્રવ્યક્રિયાહેત્વયનેશકર્તુભિ- ર્માયાગુશૈર્વસ્તુનિરીક્ષિતાત્મને 1 અન્વીક્ષયાક્નાતિશયાત્મબુદ્ધિભિ- ર્નિરસ્તમાયાકૃતતે નમો નમઃ ॥૩૭॥ કરોતિ વિશ્વસ્થિતિસંયમોદયં યસ્યેપ્સિતં નેપ્સિતમીક્ષિતુર્ગુણૈઃ । યથાડયો ભ્રમતે તદાશ્રયં ગ્રાવ્ો નમસ્તે ગુણકર્મસાક્ષિણે || ૩૮।। માયા પ્રમથ્થ દૈત્યં પ્રતિવારણં મૃધે યો માં રસાયા’ જગદાદિસૂકરઃ । કૃત્વાડગ્રદંષ્્રેચ નિરગાદુદન્વતઃ ક્રીડશ્ઞિવેભઃ પ્રણતાસ્મિ તં વિભુમિતિ ॥ ૩૯॥ ચિંતન તથા યમ-નિયમો વગેરે યોગનાં અંગોના સાધનથી જેમની બુદ્ધિ નિશ્ચયાત્મક થઈ ગઈ છે - તે મહાપુરુષો માયાનાં દ્રવ્ય (વિષય), ક્રિયા (ઇન્દ્રિય-વ્યાપાર), હેતુ (ઇન્દ્રિયના અધિષ્ઠાતા દેવતા), અયન (શરીર), ઈશ, કાળ, કર્તા (અહંકાર) વગેરે કાર્યોને જોઈને તેમના અધિષ્ઠાનમાં રહેનારા પરમાત્માના વાસ્તવિક સ્વરૂપનો નિશ્ચય કરે છે તેમને વારંવાર નમસ્કાર છે. (૩૭) જેમ લોઢું જડ હોવા છતાં પણ લોહચુંબકના સાંનિધ્ય-માત્રથી હાલવા-ચાલવા લાગે છે તેવી જ રીતે જે સર્વસાક્ષીની ઇચ્છામાત્રથી, કે જે (ઇચ્છા) પોતાને માટે નહીં, બલકે સમસ્ત પ્રાણીઓ માટેની હોય છે, પ્રકૃતિ પોતાના ગુશો વડે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરતી રહે છે, એવા સમસ્ત ગુણો અને કર્મોના સાકી તમને નમસ્કાર છે. (૩૮) તમે જગતના કારણભૂત આદિવરાહ છો. જેમ એક હાથી બીજા હાથીને પછાડે છે તેવી જ રીતે ગજરાજની જેમ ક્રીડા કરતા તમે યુદ્ધમાં પોતાના પ્રતિદ્રદ્ર હિરફ્યાક્ષ દેત્યને કચડી નાખીને, મને (પૃથ્વીને) પોતાની દાઢોની અદ્રી પર રાખીને રસાતલથી પ્રલય-સમુદ્રમાંથી બહાર નીકળી આવ્યા હતા એવા સર્વશક્તિમાન પ્રભુ આપને હું વારંવાર નમસ્કાર કરું છું” (૩૯) ક્ક્કઝિઝકક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પગ્ચમસ્કન્ધે ભુવનકોશવર્ણનં* નામાષ્ટાદશોડધ્યાયઃ || ૧૮॥ પાંચમા સ્કંધ-અંતર્ગત ભુવનકોશવર્ણન નામનો અઢારમો અધ્યાય સમાપ્ત.