ત્રેવીસમો અધ્યાય શિશુમાર-ચક્રનું વર્ણન શુક ઉવાચ! અથ તસ્માત્પરતસ્રયોદશલક્ષયોજનાન્તરતો યત્તદ્વિષ્ણોઃપરમંપદમભિવદન્તિ યત્રહ મહાભાગવતો ધ્રુવ ઔત્તાનપાદિરગ્નિનેન્દ્રેણ પ્રજાપતિના કશ્યપેન ધર્મેણ ચ સમકાલયુગ્મિઃ સબહુમાનં દક્ષિણતઃ ક્રિયમાણ ઇદાનીમપિ કલ્પજીવિનામાજીવ્ય ઉપાસ્તે તસ્પેહાનુભાવ ઉપવર્ણિતઃ ॥ ૧॥ સ હિ સર્વેષાં જ્યોતિર્ગણાનાં ગ્રહનક્ષત્રાદીનામનિમિષેણાવ્યક્ત- રંહસા ભગવતા કાલેન ભ્રામ્યમાણાનાં સ્થાણુ- રિવાવષ્ટમ્ભ ઈશ્વરેણ વિહિતઃ શશ્વદવભાસતે૨ ॥ ર યથા મેઢીસ્તમ્ભઃચ આક્રમણપશવઃ સંયોજિતાસ્રિભિસ્તરિભિઃ” સવનેર્યથાસ્થાનં મણ્ડલાનિ ચરન્ત્યેવં ભગણા ગ્રહાદય એતસ્મિશ્નન્તર્બહિર્યોગેન કાલચક્ર આયોજિતાધ્રુવમેવાવલમ્બ્ય વાયુનોદીર્યમાણા આકલ્પાન્તં પરિચડક્રમન્તિ નભસિ યથા મેઘાઃ શ્ષેનાદયો વાયુવશાઃ કર્મસારથયઃ પરિવર્તન્તે એવં જ્યોતિર્ગણાઃ પ્રકૃતિપુરુષસંયોગાનુગૃહીતાઃ કર્મનિર્મિતગતયો ભુવિ ન પતન્તિ | ૩।। કેચનૈતજ્જ્યોતિરનીકં શિશુમારસંસ્થાનેન ભગવતો વાસુદેવસ્ય યોગધારણાયામનુ- વર્ણયન્તિ ॥1૪।| યસ્ય પુચ્છાગ્રેડવાકશિરસઃ કુણ્ડલીભૂતદેહસ્ય ધ્રુવ ઉપકલ્પિતસ્તસ્ય લાડગૂલે પ્રજાપતિરગ્નિરિન્દ્રો ધર્મ ઇતિ પુચ્છમૂલે ધાતા વિધાતા ચ કટ્યાં સપ્રર્ષયઃ | તસ્ય દક્ષિણાવર્તકુણ્ડલી- ભૂતશરીરસ્ય યાન્યુદગયનાનિ દક્ષિણપાર્શ્ચે તુ નક્ષત્રાણ્યુપકલ્પયન્તિ દક્ષિણાયનાનિ તુ સવ્યે ! યથા શિશુમારસ્ય કુણ્ડલાભોગસત્નિવેશસ્ય પાર્શ્્યોરુભયોરપ્યવયવાઃ સમસડખ્યા ભવન્તિ |પૃષ્ઠે ત્વજવીથી આકાશગક્ન ચોદરતઃ ||1૫॥ શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્! સપ્તર્પિઓથી તેર લાખ જોજન ઉપર પ્રુવલોક છે. આને ભગવાન વિષ્યુનું પરમપદ કહે છે. અહીં ઉત્તાનપાદના પુત્ર પરમ ભગવદ્ભક્ત પ્રુવજી વિરાજમાન છે. અગ્નિ, ઇન્દ્ર, પ્રજાપતિ કશ્યપ અને ધર્મ
- આ બધા એકીસાથે અત્યંત આદરપૂર્વક એમની પ્રદક્ષિણા કરતા રહે છે. અત્યારે પણ કલ્પપર્યત રહેતા લોક એમના જ આધારે સ્થિત (રહેલા) છે. એમના આ લોકનો પ્રભાવ અમે અગાઉ (ચોથા સ્કંધમાં) વર્ણવેલો છે. (૧) સદા જાગ્રત રહેતા અવ્યક્ત-ગતિ ભગવાન કાળ વડે ગ્રહો-નક્ષત્રો વગેરે જે જ્યોતિઃસમૂહો નિરંતર ઘુમાવવામાં આવે છે તે બધાના આધારસ્તંભરૂપે આ પ્રુવલોકને જ ભગવાને નિયુક્ત કરેલો છે. તેથી આ (પ્રુવ) એક જ સ્થાનમાં રહીને હંમેશાં પ્રકાશિત રહે. છે. (૨) જેમ મેઢીસ્થંભમાં (ડૂંડાંમાંથી દાળ્રા છૂટા પાડવાની પ્રક્રિયામાં) અનાજ(નાં ડૂંડાઓ)ને ખૂંદનારાં પશુઓ ટૂંકી, લાંબી અને સમાન (મધ્યમ માપની) રાશ (દોરડા)થી બંધાઈને ક્રમશઃ નજીક, દૂર અને વચ્ચે રહીને થાંભલીની ચારે તરફ વર્તુળ બનાવીને ઘૂમતા રહે છે તેવી જ રીતે તમામ નકત્રો અને ગ્રહો બહારના-અંદરના ક્રમેઆ કાળચકમાં નિધુક્ત થઈને ્ુવલોકનો જ આશ્રય લઈને, વાયુથી પ્રેરિત થતા, કલ્પના અંત સુધી ઘૂમતા રહે છે. જેમ વાદળાં અને બાજ વગેરે પક્ષીઓ પોતાનાં કર્મોની સહાયથી,વાયુને આધીન રહીને, આકાશમાં ઊડતાં રહે છે તેવી જરીતે આ જ્યોતિસમુદાયો પ પ્રકૃતિ અને પુરુષના સંયોગને આધીન (રહીને) પોતપોતાનાં કર્મ અનુસાર ચક્કર મારતા રહે છે, પૃથ્વી પર પડતા નથી. (૩) કેટલાક મનુષ્યો ભગવાનની યોગમાયાના આધારે રહેલા આ જ્યોતિશ્રકનું શિશુમાર-રૂપે વર્ણન કરે છે. (૪) આ શિશુમાર કુંડલીભૂત (ગોળ વર્તુળ વળેલા) આકારમાં છે અને તેનું મુખ નીચે તરફ છે. આની પૂંછડીના છેડે પ્રુવ છે; પૂંછડીના મધ્યભાગમાં પ્રજાપતિ, અગ્નિ, ઇન્દ્ર અને ધર્મ છે; પૂંછડીના મૂળમાં ધાતા અને વિધાતા છે. આની કેડના ભાગમાં સપ્તર્ષિઓ છે. આ શિશુમાર જમણી તરફ સંકોચાઈને કુંડળી વાળેલો છે. આવી સ્થિતિમાં અભિજિત્થી માંડીને પુનર્વસુ સુધીનાં ઉત્તરાયલ્રનાં જે ચૌદ નક્ષત્રો છે તે (બધાં) આના જમણા ભાગમાં છે અને પુષ્યથી માંડીને ઉત્તરાષાઢા સુધીનાં દક્ષિણાયનનાં. જે ચૌદ નકત્રો છે તે (બધાં) ડાબા ભાગમાં છે. સંસારમાં પણ ૧, પ્રા. પા. - જાપિરુવાચ । ૨. પ્રા. પા. - ત્દાભાસતે ! ૩. મરા. પા. - મેયોસ્તમ્ભ 1 ૪. પ્રા. પા. - ત્તાસ્તિભિ: સવને૦ | પ. પ્રા. પા. - ત્યણાગ્રેડ્વાક્છિરસઃ | અ૦ર૩] પાંચમો સ્કન્ધ ક્ક્3 પુનર્વસુપુષ્યો દક્ષિણવામયોઃ શ્રોણ્યોરાર્દ્ાશ્લેષે ચ દક્ષિણવામયોઃ પશ્ચિમયોઃ પાદયોરભિજિદુત્તરાષાઢે દક્ષિણવામયોર્નાસિકયોર્યથાસડખ્યં શ્રવણ- પૂર્વાષાઢે દક્ષિણવામયોર્લોચનયોર્ધનિષ્ઠા મૂલં ચ દક્ષિણવામયોઃ* કર્ણયોર્મઘાદીન્યષ્ટ નક્ષત્રાણિ દક્ષિણાયનાનિ વામપાર્શ્વડક્રિષુ* યુઞ્જીત તથૈવ મૃગશીર્ષાદીન્યુદગયનાનિર્જે દક્ષિણપાર્શ્વવડક્રિપુષ પ્રાતિલોમ્વેન પ્રયુઝ્જીત શતભિષાજ્યેષ્ઠે સ્કન્ધયો- દક્ષિણવામયોર્ન્યસેત્ | ૬॥ ઉત્તરાહનાવગસ્તિ- રધરાહનૌ* યમો મુખેષુ ચાક્નારકઃ શનૈશ્વર ઉપસ્થે બૃહસ્પતિઃ કકુદિ વક્ષસ્યાદિત્યો હદથે નારાયણો” મનસિ ચન્દ્રો નાભ્યામુશના સ્તનયોરશ્ચિનૌ બુધઃ પ્રાણાપાનયો રાહુર્ગલે કેતવઃ સર્વાડગેષુ રોમસુ સર્વે તારાગણાઃ ।૭।। એતદુ હૈવ ભગવતો વિષ્ણોઃ સર્વદેવતામયં રૂપમહરહઃ સન્ધ્યાયાં પ્રયતો વાગ્યતો નિરીક્ષમાણ ઉપતિષ્ઠેત નમો” જ્યોતિર્લોકાય કાલાયનાયા- નિમિષાં પતયે મહાપુરુષાયાભિધીમહીતિ ।। ૮॥ ગ્રહર્ક્ષતારામયમાધિદૈવિકં પાપાપહં મત્ત્રકૃતાં ત્રિકાલમ્ | નમસ્યતઃ સ્મરતો વા ત્રિકાલ નશ્યેત તત્કાલજમાશુ પાપમ્ ॥૯॥ શિશુમાર જ્યારે કુંડલાકાર હોય છે ત્યારે તેની બંને બાજુનાં અંગોની સંખ્યા સરખી રહે છે તેવી જ રીતે અહીં નક્ષત્રોની સંખ્યામાં પણ સરખાપષયું બંને બાજુ) છે. આ (શિશુમાર)ની પીઠના ભાગમાં અજવીથી (એટલે કે મૂળ, પૂર્વાપાઢા અને ઉત્તરાષાઢા - એ ત્રણ નક્ત્રો આના ઉદરના ભાગમાં આકાશગંગા છે. (૫) હે રાજન્! આના જમણા અને ડાબા કટિભાગોમાં પુનર્વસુ અને પુષ્ય નકત્રો છે, જમણા અને ડાબા ચરણોમાં પાછલા ભાગે આર્દ્ર અને આશ્લેષા નક્ષત્રો છે, તેમ જ જમલા બા નસકોરાંમાં અનુક્રમે અભિજિત્ અને ઉતરાષાઢા (નક્ષત્રો) છે. આ જ પ્રમાણે જમજ્રા અને ડાબા નેત્રોમાં અનુક્રમે શ્રવણ અને પૂર્વાપાઢા તથા જમણ્રા અને ડાબા કાનોમાં અનુક્રમે ધનિષ્ઠા અને મૂળ નક્ષત્રો છે. દક્ષિલાયનનાં મઘા વગેરે આઠ નક્ષત્રો ડાબી પાંસળીઓમાં અને એનાથી ઊલટા કમે ઉત્તરાયણનાં મૃગશિરા વગેરે આઠ નક્ષત્રો જમણી પાંસળીઓમાં છે. શતભિષા અને જ્યેષ્ઠા - આ બે નક્ષત્રો, કમશઃ જમલા અને ડાબા ખભાઓનાસ સ્થાને છે. (૬) આની ઉપરની હડપચીમાં અગસ્ત્ય, નીચેની હડપચીમાં નક્ષત્રરૂપ યમ, મુખમાં મંગળ, લિંગપ્રદેશમાં શનિ, ખૂંધમાં બૃહસ્પતિ (ગુરુ),છાતીમાં સૂર્ય, કદયમાં નારાવણ, મનમાં ચંદ્રમા, નાભિમાં શુક, સ્તનોમાં (બે) અશ્ચિનીકુમારો, પ્રાણ અને અપાનમાં બુધ, કંઠમાં રાહુ, સમસ્ત અંગોમાં કેતુ અને રુવાંટાંમાં સમસ્ત તારાઓ સ્થિત છે. (9) હેરાજન્! આ (શિશુમાર) ભગવાન વિષ્ુનું સઃ સ્વરૂપ છે. દરરોજ સાયંકાળ-સમયે પવિત્ર થઈને અને મૌન રહીને આનું દર્શન કરતાં-કરતાં ચિંતન કરવું જોઈએ તથા આ મંત્રનો જપ કરતાં-કરતાં ભગવાનની સ્તુતિ કરવી જોઈએ ‘સમસ્ત જ્યોતિર્ગણોના આશ્રય, કાળચક્ર-સ્વરૂપ, સર્વદેવોના અધિપતિ પરમપુરુષ પરમાત્માનું અમે નમસ્કારપૂર્વક ધ્યાન કરીએ છીએ.’ (૮) ગ્રહો, નક્ષત્રો અને તારાઃ “રપે ભગવાનનું. આધિદવિક રૂપ પ્રકાશિત થઈ રહું છે; તે ત્રણે સમ ઉપર્યુક્ત મંત્રનો જપ કરનારા પુરુષોનાં પાપોનો નાશ કરી દે છે. જે મનુષ્ય સવારે, બપોરે અને સાંજે - ત્રણે સમય તેમના આ આધિદૈવિક સ્વરૂપનું રોજેરોજ ચિંતન અને વંદન કરે છે તે કરેલાં પાપ તે સમયે તત્કાળ નાશ પામે છે. (૯) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પગ્ચમસ્કન્ધે શિશુમારસંસ્થાવર્ણનં નામ ત્રયોરવિશોડધ્યાયઃ || ર૩॥। પાંચમા સ્કંધ-અંતર્ગત શિશુમારસંસ્થાવર્ણન નામનો ત્રેવીસમો અધ્યાય સમાપ્ત.