અગિયારમો અધ્યાય વૃત્રાસુરની વીરવાણી અને ભગવત્પ્રાપ્તિ શ્રીશુક ઉવાચ ત એવં શંસતો ધર્મ વચઃ પત્યુરચેતસઃ | નૈવાગૃદ્રન્ ભયત્રસ્તાઃ પલાયનપરા નૃપ ।।૧॥। વિશીર્યમાણાં કાલાનુકૂલૈસ્રિદશૈઃ પૃતનામાસુરીમસુરર્ષભઃ । કાલ્યમાનામનાથવત્ | ૨॥। શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્! અસુરોની ભયભીત થયેલી સેના ભાગી જઈ રહી હતી. તેના સૈનિકો એટલા ચેતનારહિત થઈ રહ્યા હતા કે તેમણે પોતાના સ્વામીનાં ધર્મને અનુકૂળ (ધર્મોચિત) વચનો પર પણ ધ્યાન આપ્યું નહીં. (૧) વૃત્રાસુરે જોયું કે સમય-સંજોગની અનુકૂળતાને કારણે દેવો દાનવસેનાને ખદેડી રહ્યા છે અને તે સેના એવી રીતે છિન્નભિન્ન થઈ રહી છે કે જાણે તે નાયક વિનાની હોય. (ર) ૧. પ્રા. પા. - કલ્્યતે ! અ૦૧૧] છઠ્ઠો સ્કન્ધ 623 દષ્ટ્વાડતપ્યત સડક્રુદ્ધ ઇન્દ્રશત્રુરમર્ષિતઃ । તાજ્ઞિવાર્યોજસા રાજન્ નિર્ભત્સ્યેદમુવાચ હ ।। ૩।! કિં વ ઉચ્ચરિતૈર્માતુર્ધાવદ્ધિઃ પૃષ્ઠતો હતૈઃ | નહિભીતવધઃશ્લાઘ્યો નસ્વર્ગ્યઃશૂરમાનિનામ્ ॥ ૪।। યદિ વઃ પ્રધને શ્રદ્ધા સારં વા ક્ષુલ્લકા હૃદિ ! અગ્રે તિષ્ઠત માત્ર મે ન ચેદ્ ગ્રામ્યસુખે સ્પૃહા || ૫॥ એવં સુરગણાન્ ક્રુદ્ધો ભીષયન્ વપુષા રિપૂન્ । વ્યનદત્ સુમહાપ્રાણો યેન લોકા વિચેતસઃ || ૬॥ તેન દેવગણાઃ સર્વે વૃત્રવિસ્ફોટનેન વૈ | નિપેતુર્મૂચ્છિતા ભૂમૌ યધૈવાશનિના હતાઃ | ૭॥ મમર્દ પદ્ભ્યાં સુરસૈન્યમાતુરં નિમીલિતાક્ષં રણરક્નદુર્મદઃ । ગાં કમ્પયન્નુધતશૂલ ઓજસા નાલં વનં યૂથપતિર્યથોન્મદઃ | ૮॥ વિલોક્ય તં વજધરોડત્યમર્ષિતઃ સ્વશત્રવેડભિદ્રવતે મહાગદામ્ | તામાપતતીં સુદુઃસહાં જગ્રાહ વામેન કરેણ લીલયા ॥૯॥ ચિક્ષેપ સ ઇન્દ્રશત્રુઃ કુપિતો ભૃશં તયા મહેન્દ્રવાહે ગદયોગ્રવિક્રમઃ । જઘાન કુમ્ભસ્થલ ઉતન્નદન્ મૃધે તત્કર્મ સર્વે સમપૂજયન્ષપ 1૧૦॥ એરાવતો વૃત્રગદાભિમૃષ્ટો વિઘૂર્ણિતોડદ્રિઃ કુલિશાહતો યથા |! હે રાજન્! આ જોઈને વૃત્રાસુર અસહિષ્ણુતા અને ક્રોધને લીધે તપી ઊઠ્યો. તેણ્રે હિંમતપૂર્વક દેવોના સૈન્યને આગળ વધતું અટકાવી દીધું અને દેવોની નિર્ભર્સના કરતાં તે બોલ્યો - (૩) “અરે પામર દેવો! યુદ્ધભૂમિમાં પીઠ બતાવનારા કાયર અસુરો પર પાછળથી ધા કરવાથી શો લાભ? એ લોકો તો પોતાનાં માતાપિતાનાં મળ છે; પરંતુ પોતાને શુરવીર માનનારા તમારા જેવા પુરુષો માટે પણ ડરપોક લોકોનો વધ કરવો એ કંઈ પ્રશંસનીય તો નથી જ ને! અને એમ કરવાથી તમને સ્વર્ગ પણ મળી શકશે નહીં. (૪) જો તમારા મનમાં યુદ્ધ કરવાનું બળ અને ઉત્સાહ છે તથા હજીય જીવતા રહીને વિષય-સુખો ભોગવવાની લાલસા નથી તો તમે ક્ષણ વાર માટે મારી સામે જામી પડો અને યુદ્ધની મજા માણી લો.” (૫) વૃત્રાસુર મહાબળવાન હતો. તે પોતાના શરીર થકી જ શત્રુ દેવતાઓને ભય પમાડવા લાગ્યો. તેણે ક્રોધે ભરાઈને એવી વિકરાળ સિંહગર્જના કરી કે ઘણાબધા તો તે સાંભળીને જ બેહોશ થઈ ગયા. (૬) વૃત્રાસુરની ભયંકર ગર્જનાથી બધા જ દેવો મૂર્ચ્છિત થઈને ધરતી પર ઢળી પડ્યા, જાણે કે તેમના પર વીજળી ત્રાટકી હોય. (૭) જેમ મદોન્મત્ત ગજરાજ કમળનાળના વનનો કચ્ચરઘાણ કાઢી નાખે છે તેવી જ રીતે તે રણ્બંકો વૃત્રાસુર હવે હાથમાં ત્રિશૂળ લઈને, ભયને લીધે આંખો મીંચીને પડેલી દેવસેનાને પગતળે કચડવા લાગ્યો. તેના વેગને લીધે ધરતી ડોલવા લાગી. (૮) ત્યારે વજપાણિ દેવરાજ ઇન્દ્ર તેનું આ કૃત્ય સહી શક્યા નહીં. જ્યારે તે (વૃત્રાસુર) તેમના તરફ ધસ્યો ત્યારે તેમણે અત્યધિક રોષપૂર્વક પોતાના તે શત્રુ પર ઘણી મોટી ગદ્ય ફેંકી. હજી તો તે અસહ્ય ગદા વૃત્રાસુર પાસે પહોંચી પણ નહોતી ત્યાં જ તેણે લીલાપૂર્વક (ઘણી આસાનીથી) પોતાના ડાબા હાથથી તેને પકડી લીધી. (૯) હે રાજન્! પરમ પરાક્રમી વૃત્રાસુરે કોધથી કાળઝાળ થઈને તે જ ગદાથી ઇન્દ્રના વાહન એરાવતના માથા પર મોટેથી ત્રાડ પાડીને પ્રહાર કર્યો. તેના આ કાર્યની બધા પ્રશંસા કરવા લાગ્યા. (૧૦) વૃત્રાસુરના ગદાના પ્રહારથી એરાવત હાથી વજથી ઘવાયેલા પર્વતની જેમ ધુંધવાઈ ઊઠ્યો. ૧. પ્રાચીન પ્રતમાં ‘તાન્નિવાર્યાજસા…’થી માંડીને …કુલ્લકા હદિ’ સુધીનો પાઠ મૂળમાં રહી ગયો છે. 624 શ્રીમદભાગવત [અ૦૧૧ અપાસરદૂ ભિન્નમુખઃ સહેન્દ્રો મુગ્ચન્નસૃક્ર સસધનુર્ભશાર્તઃ 11૧૧ ન સસન્નવાહાય વિષશ્ણચેતસે પ્રાયુડ્ક્ત ભૂયઃ સ ગદાં મહાત્મા | ઇન્દ્રોફમૃતસ્યન્દિકરાભિમર્શ ૫- વીતવ્યથક્ષતવાહોડવતસ્થે૨ ॥૧૨॥ સ તં નૃષેન્દ્રાહવકામ્યયા રિપું વજાયુધં ભ્રાતૃહણં વિલોક્ય | સ્મરંશ્ષ તત્કર્મ નગૃશંસમંહ: શોકેન મોહેન હસઝગાદ ૧૩ «ત્ર કવચ દિષ્ટ્યા ભવાન્ મે સમવસ્થિતો રિપુ- રયો બ્રહ્મા ગુરુહા ભ્રાતૃહા ચ | દિષ્ટ્યાડનૃણોડઘાહમસત્તમ ત્વયા મચ્છૂલનિર્ભિન્નદેષદ્ધૃદાડચિરાત્ । ૧૪॥। યો નોડગ્રજસ્યાત્મવિદો હિજાતે- ગુંરોરપાપસ્ય ચ દીક્ષિતસ્ય ! વિશ્રભ્ય ખડ્ગેન શિરૉસ્યવૃશ્ચત્ પશોરિવાકરુણઃ સ્વર્ગકામઃ ॥ ૧૫॥ હીશ્રીદયાકીર્તિભિરુજ્ઝિતં ત્વાં સ્વકર્મણા પુરુષાદૈશ્વ ગર્હામ્। ટચ્છેણ મચ્છૂલવિભિન્નદેહ- મસ્પૃષ્ટવહ્િં સમદત્તિ ગૃક્ાઃ 1૧૬) અન્યેડનું? ષે ત્વેહ નૃશંસમશા વે લ્રુદ્યતાસ્્રાઃ પ્રહરન્તિ મહ્યમ્ | તૈર્ભૂતનાથાન્ સગણાન્ નિશાત- ત્રિશૂલનિર્ભિન્નગલૈર્યજામિ ॥૧૭॥ (પોતાનું) માથું હાટી જવાથી તે અત્પંત વ્યાકુળ થઈ ગયો અને લોહી ઓકતો તે ઇન્દ્રને લઈને અક્ટાવીસ હાથ જેટલો ધાછો પડી ગયો. (૧૧) પોતાના વાહન એસવતના મૂર્ચ્ઈિત થઈ જવાથી દેવરાજ ઇન્દ્ર પોતે પણ વિષાદગ્રસ્ત થઈ ગયા. આ જોઈને યુદ્ધર્મના મર્મને જા્નારા વૃત્રાસુરે તેમના ઉપર ફરીથી ગદા ચલાવી નહીં, એ દરમિયાન ઇન્દ્રે પોતાના અમૃતસાવી હાથના સ્પર્શથી ઘાયલ એઔરાવતની પીદ્વ મઢાડી દીધી અને તેઓ કરીથી યુદ્ધભૂમિમાં આવીને (યુદ્ધ માટે) જામી પડ્યા. (૧૨) હે રાજન! પછી, જ્યારે વૃત્રાસુરે જોયું કે મારા ભાઈ વિશ્વરૂપનો વધ કરનારો શત્રુ ઈન્દ્રયુદ્ધ કરવાને હાથમાં વજ લઈને #રીથી સામે આવી ગયો છે ત્યારે તેને તે ઇન્દ્નું તે કૂર પાપકર્મ યાદ આવી ગયું અને તે શોક અને મોહ-યુક્ત થઈને હસતાં-હસતાં તેમને કહેવા લાગ્યો. 9 વૃત્રાસુરે કલું - આજે મારા માટે મહાન સૌભાગ્યનો દિવસ છે કે જેશે વિશ્વરૂપના રૂપમાં રહેલા બ્રાહ્મણ, પોતાના ગુરુ તેમ જ મારા ભાઈની હત્યા કરી છે તે તારા જેવો શત્રુ મારી સામે ઊભો છે. અરે દુર! હવે અત્યંત સત્વરે હું તારા પથ્થર જેવા કઠોર હદયને પોતાના શૂળથી ચોરી નાખીને (પોતઃના) ભાઈના ગ્&શમાંથી મુક્ત થઈશ. અહો! આ મારા માટે કેવા આનંદની વાત હશે! (૧૪) અરે ઇન્દ્ર! મારા આત્મવેત્તા અને નિષ્પાપ મોટાભાઈ, કે જે બ્રાક્રણ હોવાર્ની સાધોસાથ યજ્ઞમાં દીક્ષિત થયેલા અને તાર ગુરુ હતા તેમને ભોળવીને તેં પોતાની તલવારથી તેમનાં ત્રણે શિર બરાબર એવી જ રીતે ઉતારી લીધાં કે જેમ સ્વર્ગની કામનાવાળો નિર્દય મનુષ્ય યજ્ઞમાં પશુનું માથું કાપી નાખે છે. (૧૫) દયા, લાજમર્યાદા, લક્ષ્મી અને કીર્તિ તને છોડી દઈ ચૂક્યાં છે. તે એવાં એવાં અધમ કૃત્યો કર્યા છે કે જેમની નિંદા મનુપ્પો તો શું, રાક્ષસો સુધ્ધાં કરે છે. આજે મારા ત્રિશૂળથી તારું શરીર ટુકડે ટરંકડા થઈ જશે. ભારે કષ્ટપૂર્વક તારું મોત થશે. તારા જેવા પાપીને તો અગ પણ નહીં બાળે, તને તો ચીંધડાં જ ચૂંથી ખાશે. (૧૬) આ અજ્ઞાની દેવતાઓ તારા જેવા અધમ અને કૂરના અનુયઃષી બનીને મારા પર શસ્રોથી પ્રહાર કરી રહ્યા છે. હું પોતાના તીક ત્રિશૂળથી તેમની ગરદનો કાપી નાખીશ અને ગણોસહિત ભૈરવ વગેરે ભૂતનાથોને તેમનો બલિ ચઢાવીશ. (૧૭) ૧. પ્રા. પા. - ત્લિમર્ષાદીયદ્રચથઃ શન | ૨. મા. પા. — તવાહોડભિતસ્થે ! ૩, પ્ર. પા. - અન્યે ચ। અ૯૧૧] છઠ્ઠો સ્કન્ધ ઉર્ક અથો હરે મે કુંલિશેન વીર હર્તા પ્રમથી્વ શિરો યદીહ | તત્રાનૃણો ભૂતબલિં વિધાય મનસ્વિનાં પાદરજઃ પ્રપત્સ્યે 1૧૮॥ કસ્માન્ન હિનોષિ વજં પુર: સ્થિતે વૈરિણિ મય્યમોઘમ્ | મા સંર્શયિષ્ઠા ન ગદેવ વજ સ્યાજ્ઞિષ્ફલં કૃપણાર્થેવ યાચ્સા 1૧૯ સુરેશ વજસ્તવ શક્ર તેજસા હરેર્દધીચેસ્તપતસા ચ તેજિતઃ1 તેનૈવ શત્રું જહિ વિષ્ણુયન્ત્રિતો ષતો હરિર્વિજયઃ શ્રીર્ગુણાસ્તતઃ ॥ ૨૦॥ નન્વેષ અહં સમાધાય મનો યથાડડહ સફ્ર્ષણસ્તચ્ચરણારવિન્દે 1 ત્વદ્વજરંહોલુલિતગ્રામ્યપાશો ગતિં મુનેર્યામ્યપવિદ્ધલોકઃ ॥ ૨૧।। કિલૈકાન્તધિયાં સ્વકાનાં યાઃ સમ્પદો દિવિ ભૂમૌ રસાયામ્ । ન રાતિ યદ્ દ્વેષ ઉદ્દેગ આધિ- ર્મદઃ કલિર્વ્યસનં સમ્પ્રયાસઃ ૨૨ પુંસાં ત્રૈવર્ગિકાયાસવિઘાતમસ્મત્- પતિર્વિધ્તે પુરુષસ્ય શક! તતોડનુમેયો ભગવત્પ્રસાદો યો દુર્લભોડકિઞ્યનગોચરોડન્યૈઃ || ૨૩।। અહં હરે તવ પાદૈકમૂલ- દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ । મનઃ સ્મરેતાસુપતેર્ગુણાંસ્તે ગૃણીત વાક્ કર્મ કરોતુ કાયઃ 1 ૨૪॥ | અને વીર ઇન્દ્ર! એવો પણ સંભવ છે કે તું મારી સેનાને છિન્નભિન્ન કરીને પોતાના વજથી મારુ માથું કાપી લે. તેમ થશે તો હું પોતાના શરીરનો બલિ પશુપક્ષીઓને સમર્ષિત કરીને, કર્મબંધનમાંથી મુક્ત થઈને મહાપુરુષોની ચરણરજનો આશ્રય ગ્રહણ કરીશ અને જે લોકમાં મહાપુર્ષો જાષ છે ત્યાં પહોંચી જઈશ. (૧૮) હે દેવરાજ! હું તારો શત્રુ તારી સામે ઊભો છું, તો તું હજી મારા પર પોતાનું અમોધ વજ કૈમ છોડતો નથી? તું એવી શંકા ન કર કે જેમ તારી ગદા નિષ્ફળ થઈ ગઈ તેવી જ રીતે કૃપ પાસે કરેલી યાચનાની જેમ આ વજ પણ નિષ્કળ થઈ જશે. (૧૯) ઇન્દ્ર! તારું આ વજ શ્રીહરિના તેજથી અને દધીચિ ત્રપિના તપથી શક્તિમાન થઈ રહયું છે. વળી, મને મારવા માટે ભગવાન શ્રીવિષ્ણુએ તને આજ્ઞા પણ આપેલી છે. તેવી હવે તું તે જ વજથી મારો વધ કર. કારણ કે જે પક્ષે ભગવાન શ્રીહરિ છે ત્યાં જ વિજય, લટ્મી અને તમામ ગુણો નિવાસ કરે છે. (૨૦) દેવરાજ! ભગવાન શ્રૌસંકર્ષણની આજ્ઞા અનુસાર હું પોતાનું ચિત્ત તેમનાં ચરણકમળોમાં લીન કરી દઈશ. તારા વજનો વેગ મને નહીં, મારા વિષયભોગરૂપ ફંદાને કાપી નાખશે અને હું દેહત્યાગ કરીને મુનિજનોની જેમ ગતિ પ્રાપ્ત કરીશ. (૨૧) જે મનુષ્યો ભગવાનને અનન્ય પ્રેમ કરે છે, જેઓ તેમના આત્મીયજનો છે તેમને તેઓ સ્વર્ગ, પૃથ્વો કે રસાતલની સંપત્તિઓ નથી આપતા; કારણ કે તેમના થકી પરમાનંદની પ્રાપ્તિ તો નથી જ થતી, પણ એથી વિપરીત દ્વેષ, ઉદ્વેગ, અભિમાન, માનસિક પી, કલ (ક્લેશ), દુઃખ અને પરિશ્રમ જ હાથ લાગે છે. (ર ૨) ઇન્દ્ર! અમાસ સ્વામી ભગવાન તો એવા દયાળુ છે કે, પોતાના ભક્તના અર્થ, ષર્મ અને કામ-સંબંધિત પ્રયત્નને વ્યર્થ બનાવી દે છે અને ખરું કહું તો એનાથી જ ભગવાનની કૃપાનું અનુમાન થાય છે; કારણ કે તેમનો આવો કૃપા-પ્રસાદ અર્કિચન ભક્તો માટે જ અનુભવગમ્ય છે, બીજાઓ પાટે તો તે અત્યંત દુર્લભ જ છે. (૨૩) (ભગવાનની પ્રત્યક્ષ અનુભૂતિ કસ્તાં વૃત્રાસુરે પ્રાર્બના કરી કે -) “હે પ્રભુ! તમે મારા પર એવી કૃપા કરો કે તમારાં ચરણકમળના અનન્યભાવે આશ્રિત થયેલા (તમારા) સેવકોની સેવા કરવાનો અવસર મને આગાપી જન્મમાં પણ પ્રાપ્ત થાય, હે પ્રાણવલ્લભ! મારું ચિત્ત તમારા મંગલમય ગુણોનું સ્મરણ કરતું રહે, મારી વાશી તમારા જ ગુણગાન કરતી રહે અને મારું શરીર તમારી સેવામાં જ સંલગ્ન રહે. (૨૪) ૧. પ્રા. પા. - અતોઃ! 626 શ્રીમદભાગવત [અ૦૧૨ ન નાકપૃષ્ક ન ચ પારમેષ્ઠયં ન સાર્વભૌમં ન રસાધિપત્યમ્ | ન યોગસિદ્રીરપુનર્ભન વા સમગ્જસ ત્વા વિરહય્ય કાડક્ષે | ર૫ અજાતપક્ષા ઇવ માતરં ખગાઃ સ્તન્યં યથા વત્સતરાઃ ક્ષુધાર્તાઃ | પ્રિયં પ્રિષેવ વ્યુષિતં વિષણ્ણા મનોડરવિન્દાક્ષ દિદક્ષતે ત્વામ્ । ર૬॥| મમોત્તમશ્લોકજનેષુ સખ્યં સંસારચક્રે ભ્રમતઃ સ્વકર્મભિઃ । ત્વન્માયયાડડત્માત્મજદારગેહે- ષ્વાસક્તચિત્તસ્યય ન નાથ ભૂયાત્ || ર૭॥ હે સર્વસૌભાગ્યનિધિ! હું તમારાથી વિરહ પામીને સ્વર્ગ, બ્રહ્મલોક, ભૂમંડળનું સામ્રાજય, રસાતલનું એકચક્રી રાજ્ય, યોગસિદ્ધિઓ - કશું જ, અરે ત્માં સુધી કે મોક પણ ઇચ્છતો નથી. (૨પ) જેમ પક્ષીઓનાં પાંખ વિનાનાં બચ્ચાં પોતાની માતાની રાહ જોયા કરે છે, જેમ ભૂખ્યાં વાછરડાં પોતાની માતા (ગાય)નું દૂધ પીવાને આતુર રહે છે અને જેમ વિરહિણી પત્ની પ્રવાસે ગયેલા પોતાના પ્રિયતમને મળવાને ઉત્કંઠિત રહે છે તેવી જ રીતે હે કમલનયન! મારું ચિત્ત તમારાં દર્શનને માટે તરફડી રહ્યું છે. (૨૬) હે પ્રભુ! મારે મુક્તિ નથી જોઈતી; મારાં કર્મોના ફળસ્વરૂપે મારે વારંવાર જન્મ-મૃત્યુના ચક્કરમાં ભટકવું પડે એની પરવા નથી, પરંતુ હું જ્યાં-જ્યાં જાઉં, જે જે યોનિમાં જન્મું ત્યાં-ત્યાં ભગવાનના પ્રિય ભક્તો સાથે મારી પ્રેમપૂર્ણ મૈત્રી કાયમ રહે. હે સ્વામી! હું માત્ર એ જ ઇચ્છું છું કે જે લોકો તમારી માયાને લીધે શરીર, ઘર અને પત્ની- પુત્રો વગેરેમાં આસક્ત છે તેમની સા્થે મારો ક્યારેય કોઈ પણ પ્રકારનો સંબંધ ન થાય.” (૨૭) ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ષષ્ઠસ્કન્ધે વૃત્રસ્વેન્દ્રોપદેશો નામૈકાદશોડધ્યાયઃ | ૧૧॥। છઠ્ઠા સ્કંધ-અંતર્ગત વૃત્રાસુરનો ઇન્દ્રને ઉપદેશ નામનો અગિયારમો અધ્યાય સમાપ્ત.
વૃત્રાસુરની વીરવાણી અને ભગવત્પ્રાપ્તિ
વૃત્રાસુર્નો વધ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.