૩” પંદરમો અધ્યાય ગૃહસ્થો માટે મોક્ધર્મનું વર્ધન નારદ ઉવાચ કર્મનિષ્ઠા દ્વિજાઃ કેચિત્તપોનિષ્ઠા નૃપાપરે ! સ્વાધ્યાયેડન્યે પ્રવચને યે કેચિજ્જ્ઞાનયોગયોઃ ॥ ૧॥। જ્ઞાનનિષ્ઠાય દેયાનિ કવ્યાન્યાનન્ત્યમિચ્છતા ! દૈવે ચ તદભાવે સ્યાદિતરેભ્યો યથાર્હતઃ | ૨ || નારદજી કહે છે - (હે યુધિષ્ઠિર !) કેટલાક બ્રાહ્મણોની નિષ્ઠા કર્મમાં, કેટલાકની તપમાં, કેટલાકની વેદોના સ્વાધ્યાય અને પ્રવચનપાં, કેટલાકની આત્મજ્ઞાનના સંપાદનમાં તથા કેટલાકની યોગમાં હોય છે. (૧) ગૃહસ્થ મનુષ્યે શ્રાદ્ધ અને દેવપૂજાના પ્રસંગે પોતાના કર્મનું અક્ષય કળ પ્રાપ્ત કરવા માટે જ્ઞાનનિષ્ઠ પુરૂષને જ હવ્ય-કવ્યનું દાન આપવું જોઈએ. જો તેવો પુરૃષ પ્રાપ્ય ન બને તો યોગી, પ્રવચનકાર વગેરેને યથાયોગ્ય રીતે અને થથાકમે (હવ્ય-કવ્યનું) દાન આપવું જોઈએ. (૨) ૨. પ્રા. પા. - દષ્ટવેતેષાં | ૨. મ્રા. પા. - સંમુદ્ધામાં | ૩. પ્રા. પા. - ત્સકનયે ચતુર્દ. ! 7485 શ્રીમદભાગવત [અ૦ ૧૫ દ્વૌ દૈવે પિતૃકાર્યે ત્રીનેકૈકમુભયત્ર વા | ભોજઘેત્ સુસમૃદ્ધોડપિ શ્રાદ્ધ કુર્યાન્ન વિસ્તરમ્ | ૩॥। દેશકાલોચિતશ્રદ્ધાદ્રવ્યપાત્રાર્હણાનિ ચ | સમ્યગ્ ભવન્તિ નૈતાનિ વિસ્તરાત્સ્વજનાર્પણાત્ ॥ ૪।। દેશે કાલે ચ સમ્પ્રાપમે મુન્યન્નં૨ હરિદૈવતમ્ । શ્રદ્ધા વિધિવત્પાત્રે ન્યસ્તં કામધુગક્ષયમ્ | ૫॥ દેવર્ષિપિતૃભૂતેભ્ય આત્મને સ્વજનાય ચ | અન્નં સંવિભજન્ પશ્વેત્સર્વ તત્પુરુષાત્મકમ્ | ૬।। ન દઘાદામિષં શ્રાદ્ધે ન ચાદ્યાદ્રર્મતત્ત્વવિત્ મુન્યક્ષૈઃ સ્યાત્પરા પ્રીતિર્યથા ન પશુહિંસયા ।। ૭॥। તૈતાદંશઃ પરો ધર્મો નૃણાં સદ્ધર્મમિચ્છતામ્ ! ન્યાસો દણ્ડસ્ય ભૂતેષુ મનોવાક્કાયજસ્ય” યઃ ॥ ૮॥ એકે કર્મમયાન્ યજ્ઞાન્ જ્ઞાનિનો યશવિત્તમાઃ | આત્મસંયમનેડનીહા જુહ્ધતિ જ્ઞાનદીપિતે ॥ ૯ દ્રવ્યયક્ષૈ્યક્્યમાણં દૅષ્ટ્વા ભૂતાનિ બિભ્યતિ । એષમાડકરણો હન્યાદતજશ્ઞો હ્યસુતૃબ્ધ્રુવમ્ ॥ ૧૦॥ તસ્માદૈવોપપન્નેન મુન્યશ્ેનાપિ ધર્મવિત્ | સન્તુષ્ટોડહરહઃ કુર્યાજ્ઞિત્યનૈમિત્તિકીઃ ક્રિયાઃ ।। ૧૧।। વિધર્મઃ પરધર્મશ્વ આભાસ ઉપમા છલઃ | અધર્મશાખાઃ પગ્ચેમા ધર્મશ્ઞોડધર્મવત્ત્યજેત્ ॥ ૧૨ ॥ ધર્મબાધો વિધર્મઃ સ્યાત્પરધર્મોડન્યચોદિતઃ । ઉપધર્મસ્તુપાખણ્ડો દમ્ભોવા શબ્દભિચ્છલઃ ।। ૧૩॥ યસ્તિચ્છયા કૃતઃ પુમ્ભિરાભાસોદ્યાશ્રમાત્પૃથક્ ! સ્વભાવવિહિતો ધર્મઃ કસ્ય નેષ્ટઃ પ્રશાન્તયે || ૧૪॥ દેવકાર્યમાં બે અને પિતૃકાર્યમાં ત્રણ અથવા તો બંને કાર્યોમાં એક-એક બ્રાહ્મણોને ભોજન કરાવવું. અત્યંત ધનવાન હોવા છતાં પલ શ્રાદ્ધકર્મમાં અધિક વિસ્તાર કરવો નહીં; (૩) કારણ કે સગાં-સંબંધી વગેરે સ્વજનોને દાન આપવાથી અને વિસ્તાર કરવાથી દેશ-કાળને યોગ્ય શ્રદ્ધા, પદાર્થ, પાત્ર, પૂજન વગેરે બરાબર થઈ શકતાં નથી. (૪) (યોગ્ય) દેશ અને કાળ પ્રાપ્ત થાયત્યારે ત્રષિમુનિઓ માટે ભોજન કરવા યોગ્ય શુદ્ધ હવિષ્ય- અન્નનો ભગવાનને ભોગ ધરાવ્યા પછી શ્રદ્ધાથી વિધિપૂર્વક તે યોગ્ય પાત્રને આપવું જોઈએ. તે (હવિષ્યાન્ન-દાન) સમસ્ત કામનાઓને પૂરી કરનારું અને અક્ષય થાય છે. (૫) દેવતાઓ, ત્દષિઓ, પિતૃઓ, અન્ય પ્રાણીઓ, સ્વજનો અને સ્વયં પોતાને પણ, અન્નનું વિભાજન કરતી વખતે પરમાત્મ-સ્વરૂપમાં જ જોવાં જોઈએ. (૬) ધર્મના મર્મને જાણનારા મનુષ્યે શ્રાદ્ધમાં માંસનું અર્પણ કરવું નહીં અને પોતે પલ્ર તે ખાવું નહીં; કારણ કે પિતૃઓને જાષિમુનિઓ માટે યોગ્ય હવિષ્યાન્નથી જેવી તૃપ્તિ થાય છે તેવી પશુઓની હિંસાથી થતી નથી. (૭) જે લોકો સત્-ધર્મની અભિલાષા ધરાવે છે તેમના માટે એના કરતાં શ્રેષ્ઠ અન્ય કોઈ ધર્મ નથી કે કોઈ પણ પ્રાણીને મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું ક્ટ આપવામાં ન આવે. (૮) એથી જ તો યજ્ઞના તત્ત્વને જાણનારા કોઈ-કોઈ જ્ઞાનીજનો જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મસંયમરૂપ અગ્નિમાં આ કર્મમય યજ્ઞોનું હવન કરી દે છે અને બાહ્ય ક્રિયા-કર્મોમાંથી ઉપરત થઈ જાય છે. (૯) જયારે 1કોઈ મનુષ્ય આ દરવ્યમય યજ્ઞો વડે યજન કરવા ઇચ્છે છે ત્યારે બધાં પ્રાબ્રીઓ ભયભીત થઈ જાય છે અને વિચારવા લાગે છે. કે પોતાના પ્રાળ્રોનું પોષણ કરનારો અને નિર્દયી મૂર્ખ અમને અવશ્ય મારી નાખશે. (૧૦) તેથી ધર્મશ મનુષ્ય માટે એ જ ઉચિત છે કે તે દરરોજ પ્રારબ્ધ દ્વારા પ્રાપ્ત થયેલા, મુનિજનોને યોગ્ય હવિષ્યાન્નથી જ પોતાનાં નિત્ય કર્મો તથા નૈમિત્તિક કર્મો કરે અને તેનાથી જ હંમેશાં સંતુષ્ટ રહે. (૧૧) અધર્મની પાંચ શાખાઓ છે - વિધર્મ, પરધર્મ, આભાસ, ઉપમા અને છળ. ધર્મજ્ઞ મનુષ્યે અધર્મની જેમ જ આ બધાનો ૧૨) જે કાર્ય ધર્મબુદ્ધિથી કરવામાં આવે તોપણ્ર પોતાના ધર્મપાલનમાં વિધ્ન આવી પડે તે ‘વિધર્મ’ છે. કોઈબીજા દ્વારા અન્ય પુરુષ માટે ઉપદેશાયેલ ધર્મ ‘પરધર્મ’ પાખંડ કે દંભનું નામ ‘ઉપધર્મ’ અથવા “ઉપમા’ છે. શાસનાં વચનોનો અન્ય પ્રકારનો અર્થ કરવો એ “છળ’ છે. (૧૩) મનુષ્ય પોતાના આશ્રમથી વિપરીત, પોતાની ઇંચછાથી, જેને ધર્મ માની લે છે તે “આભાસ’ છે. પોતપોતાના સ્વભાવને અનુકૂળ,વર્જા અને આશ્રમ માટે ઉચિત જે ધર્મો છે તે ભલા, કોને શાન્તિ આપતા નથી? (૧૪) ૧. પ્રા. પા. - ભૂતાનિ | ૨. પ્રા. પા. - મુઅતે દૈવસક્રતમ્ | ૩. પ્રા. પા. - ત્વાક્કાયકર્મભિઃ ! અ૦ ૧૫] સાતમો સંધ 749 ધર્માર્થમપિ નેહેત યાત્રાર્થ વાડધનો ધનમ્ | અનીહાનીહમાનસ્ય મહાહેરિવ વૃત્તિદા | ૧૫॥ સત્તુષ્ટસ્ય નિરીહસ્ય સ્વાત્મારામસ્ય યત્સુખમ્ ! કુંતસ્તત્કામલોભેન ધાવતોડર્થેહયા દિશઃ ૧૬॥ સદા સત્તુષ્ટમનસઃ સર્વાઃ સુખમયા’ દિશઃ । શર્કરાકણ્ટકાદિભ્યો યથોપાનત્પદઃ શિવમ્ 1 ૧૭॥ સન્તુષ્ટઃ કેન વા રાજજ્ન વર્તેતાપિ વારિણા । ઔપસ્થ્યજૈહ્ચકાર્પણ્યાદ્ ગૃહપાલાયતે જનઃ | ૧૮॥ અસત્તુષ્ટસ્ય વિપ્રસ્ય તેજો વિધા તપો યશઃ । અવત્તીન્દ્રિયલૌલ્યેન જ્ઞાનં ચૈવાવકીર્યતે ॥ ૧૯॥ કામસ્યાન્તં ચ૨ ક્ષુતૃડભ્યાં કોધસ્પૈતત્ફલોદયાત્ । જનોયાતિનલોભસ્ય જિત્વા ભુક્ત્વા દિશો ભુવઃ ॥ ૨૦॥ પશ્ડિતા બહવો રાજન્ બહુજ્ઞાઃ સંશયચ્છિદઃ । સદસસ્પતયોડપ્વેકે અસન્તોષાત્ પતન્ત્યધઃ ॥ ૨૧॥। અસફલ્પાજ્જયેત્કામં ક્રોધં કામવિવર્જનાત્ | અર્થાનર્થેક્ષયા લોભં ભયં તત્ત્વાવમર્શનાત્ || ર૨॥ આવ્વીક્ષિક્યા શોકમોહી દમ્ભં મહદુપાસયા | યોગાન્તરાયાન્ મૌનેન હિંસાં કાયાધનીહયા | ૨૩॥। કૃપયા ભૂતજં દુઃખં દૈવં જહ્યાત્સમાધિના | આત્મજં યોગવીર્યેણ નિદ્રાં સત્ત્તનિપેવયા || ૨૪॥ રજસ્તમશ્ચ સત્ત્વેન સત્ત્વ ચોપશમેન* ચ | એતત્સર્વ ગુરૌ ભક્ત્યા પુરુષો હ્યાગ્જસા જયેત્ ॥ ર૫॥ યસ્ય સાક્ષાદ્રગવતિ જ્ઞાનદીપપ્રદે ગુરૌ । મર્ત્યાસદ્ધીઃ* શ્રુત તસ્ય સર્વ કુગ્જરશૌચવત્ ॥ ર૬॥ ધર્માત્મા પુરુષે પોતે નિર્ધન હોવા છતાં પણ ધર્મપાલન માટેઅથવા પોતાના શરીરનિર્વાહ માટે ધન મેળવવાના પ્રયત્ન કરવો નહીં; કારણ કે જેમ કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કર્યા વિના જ અજગરનો ગુજારો થતો જ હોય છે તેવી જ રીતે નિવૃત્તિ- પરાયણ મનુષ્યની નિવૃત્તિ જ તેના જીવનનો નિર્વાહ કરી દે છે. (૧૫) જે સુખ પોતાના આત્મામાં રમબ્ર કરનારા નિષ્ક્રિય સંતોષી મનુષ્યને મળે છે તે સુખ ભલા, તે મનુષ્યને કેમ મળી શકે કે જે કામના અને લોભથી ધન માટે ફાંફાં મારતો આમ- તેમ ભટકતો દોડતો રહે છે? (૧૬) જેમ પગમાં પગરખાં પહેરીને ચાલનારાને કાંકરા અને કાંટાઓ સર્વત્ર સુખ જ સુખ છે, દુઃખ છે જ નહીં. (૧૭) જાણે મનુષ્ય શા માટે માત્ર જળથી જ સંતુષ્ટ જીવનનિર્વાહ નથી કરી લેતો? બલકે રસનેન્દ્રિય અને જનનેન્દ્રિયના ચક્કરમાં પડીને એ બિચારો ઘરની ચોકી કરનારા કૃતરા જેવો થઈ જાય છે. (૧૮) જે બ્રાહ્મણ સંતોષી નથી તેનાં તેજ, વિધા, તપ અને યશ ઇન્દ્રિયોની લોલુપતાને કારણે ક્ષીણ થઈ જાય છે અને તે વિવેક પણ ગુમાવે છે. (૧૯) ભૂખ અને તરસ મટી ગયા પછી ખાવા-પીવાની કામનાનો અંત થઈ જાય છે, કોધ પણ પોતાનું કામ પૂરું કર્યા પછી શાન્ત થઈ જાય છે, પરંતુ મનુષ્ય પૃથ્વીની સમસ્ત દિશાઓને જીતી લે અને ભોગવી લે ત્યારપછી પણ તેના લોભનો અંત થતો નથી. (૨૦) અનેક વિષયોના જાણનારા, શંકાઓનું સમાધાન કરીને શાસ્ોક્ત અર્થને મનમાં બેસાડનારા અને વિદ્વાનોની સભાઓના સભાપતિઓ - મોટા-મોટા વિદ્વાનોનું પણ અસંતોષને કારણે પતન થાય છે. (૨૧) (હે યુધિષ્ઠિર!) સંક્લ્પોના પરિત્માગથી કામને, કામનાઓના ત્યાગથી ક્રોધને, સંસારીજનો જેને “અર્થ’ કહે છે તેને અનર્થ સમજીને લોભને અને તત્ત્વના વિચારથી ભયને જીતી લેવા. (૨૨) અધ્યાત્મવિદ્યાથી શોક અને મોહ પર, સંતોની ઉપાસનાથી દંભ પર, મૌનથી યોગનાં વિધ્નો પર અને શરીર-પ્રાણ વગેરેને નિષ્કિય કરીને હિંસા પર વિજય પ્રાપ્ત કરવો. (૨૩) દયાભાવથી આધિભૌતિક દુઃખનો, સમાધિથી આધિદૈવિક દુઃખનો અને યોગબળથી આધ્યાત્મિક દુઃખનો નાશ કરી દેવો. તેમ જ સાત્વિક ભોજન, સ્થાન, સંગ વગેરેના સેવનથી નિદ્રાને જીતી લેવી. (૨૪) સત્તવગગુણ્રથી રજોગુણ તમોગુણ પર તેમ જ ઉપરતિથી સત્તગુલ્ર પર વિજય પ્રાપત કરવો. શ્રીગુરુદેવની ભક્તિ વડે સાધક આ બધા જ દોષો પર સહેલાઈથી વિજય પ્રાપ્ત કરી શકે છે. (૨૫) હૃદયમાં જ્ઞાનનો દીપક પ્રગટાવનારા ગુરુદેવ સાક્ષાત્ ભગવાન જ છે. તેમને જે ૧. પ્રા. પા. - શિવમયા | ૨. પ્રા. પા. - હિ! ૩. પ્રા. પા. - ચોપાસનેન ! ૪. પ્રા. પા. - ન સ્યાચ્છુદ્વા ! 750 શ્રીમદભાગવત [અ૦ ૧૫ એષ વૈ ભગવાન્ સાક્ષાત્પ્રધાનપુરુષેશ્વરઃ । યોગેશ્રેર્વિમૃગ્યાડધ્રિર્લોકો યં મન્યતે નરમ્ | ૨૭ ષડ્વર્ગસંયમૈકાન્તાઃ સર્વા નિયમચોદનાઃ | તદન્તા યદિ નો યોગાનાવહેયુઃ શ્રમાવહાઃ । ૨૮॥ યથા વાર્તાદયો હ્યર્થા* યોગસ્યાર્થ ન બિભ્રતિ । અનર્થાય ભવેયુસ્તે પૂર્તમિષ્ટં તથાડસતઃ ॥ ર૯॥ યશ્ચિત્તવિજયે યત્તઃ૨ સ્યાજ્ઞિઃસક્ોડપરિગ્રહઃ । એકો વિવિક્તશરણો ભિક્ષુર્ભિક્ષામિતાશનઃ ॥ ૩૦॥ દેશેશુચૌ સમે રાજન્ સંસ્થાપ્યાસનમાત્મનઃ | સ્થિરંસમં સુખં તસ્મિન્ઞાસીતજર્વક્ર ઓમિતિ ॥ ૩૧॥ પ્રાણાપાનો સત્તિરુન્ધ્યાત્ પૂરકુમ્ભકરેચકે. યાવન્મનસ્ત્યજેત્કામાન્* સ્વનાસાગ્રનિરીક્ષણઃ ૩ર॥ યતો યતો નિઃસરતિ મનઃ કામહતં ભ્રમત્ | તતસ્તત ઉપાહત્ય હૃદિ રુન્ધ્યાચ્છનેર્બુધઃ ॥ ૩૩॥ એવમભ્યસતશ્ચિત્ત કાલેનાલ્પીયસા યતેઃ | અનિશં તસ્ય નિર્વાણં યાત્યનિન્ધનવદ્ધિવત્ | ૩૪॥ કામાદિભિરનાવિદ્ધં પ્રશાન્તાખિલવૃત્તિ? યત્ । ચિત્ત બ્રહ્મસુખસ્પૃષ્ટં તૈવોત્તિષ્ઠેત કર્હિચિત્ ॥ ૩૫॥ યઃ પ્રવ્રજ્ય ગૃહાત્પૂર્વ ત્રિવર્ગાવપનાત્પુનઃ । યદિ સેવેત તાન્ ભિક્ષુઃ સ વૈ વાન્તાશ્યપત્રપઃ ॥ ૩૬॥ યૈઃસ્વદેહઃ સ્મૃતો નાત્મા મર્ત્યો વિટ્કુમિભસ્મસાત્/ । ત એનમાત્મસાત્કૃત્વા શ્લાઘયન્તિ હ્યસત્તમાઃ || ૩૭॥ દુર્બુદ્ધિ મનુષ્ય, મનુષ્ય સમજે છે તેનું સથળું શાસશ્રવણ હાથીના સ્નાન જેવું વ્યર્થ છે. (૨૬) મોટા-મોટા યોગેશ્વરો જેમનાં ચરણકમળોનું અનુસંધાન કરતા રહે છે, તે પ્રકૃતિ અને પુરૂષના અધીશ્વર સ્વયં ભગવાન જ ગુરુદેવના રૂપમાં પ્રગટ છે. તેમને લોકો બ્રમથી મનુષ્ય માને છે. (૨૭) શાસ્તોમાં જેટલા પણ નિયમસંબંધી આદેશ છે તેમનું એકમાત્ર તાત્પર્ય એ જ છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર-આ છ શત્રુઓ પર વિજય મેળવી લેવામાં આવે અથવા પાંચ ઇન્દ્રિયો અને મન આ છ વશ થઈ જાય. આમ થવા છતાં પણ તે નિયમો વડે ભગવાનનું ધ્યાન-ચિંતન વગેરે પ્રાપ્ત ન થાયતો તેમને માત્ર શ્રમજ સમજવો જોઈએ. (૨૮) જેમ ખેતી, વેપાર વગેરે અને તેમનાં ફળ પણ યોગસાધનાના ફળરૂપ ભગવત્પ્રાપ્તિ કે મુક્તિ કરાવી શકતાં નથી તેવી જ રીતે દુષ્ટ મનુષ્યનાં શ્રુતિ-સ્મૃતિકથિત કર્મો પણ કલ્યાણકારી થતાં નથી, બલકે વિપરીત ફળ આપે છે. (૨૯) જે મનુષ્ય પોતાના મનને જીતવા ઉદ્યત હોય તેણે આસક્તિ અને પરિગ્રહ ત્યજીને સંન્યાસ ગ્રહણ કરવો; એકાંતમાં જ રહેવું અને ભિક્ષાવૃત્તિથી માત્ર શરીર-નિર્વાહ માટે જ સ્વલ્પ અને મર્યાદિત ભોજન કરવું. (૩૦) હે રાજન્! તેણે પવિત્ર અને સમતલ જમીન પર પોતાનું આસન પાથરવું અને સૌધા સ્થિર ભાવે,સમતલ અને સુખાસન પર બેસીને ડંડકારનો જપ કરવો. (૩૧) જ્યાં સુધી મન સંકલ્પવિકલ્યોને ત્યજી ન દે ત્યાં સુધી નાસિકાના અગ્રભાગ પર દૃષ્ટિ સ્થિર કરીને પ્રક, કુંભક અને રેચક વડે પ્રાણ અને અપાનની ગતિને રોકવી. (૩૨) કામનાને વશીભૂત થયેલું ચિત્ત આમ-તેમ ભટકીને જ્યાં-જ્યાં જાય ત્યારે વિદ્વાન મનુષ્યે તેને ત્યાં-ત્યાંથી પાછું વાળી લાવવું અને ધીરે- પીરે હૃદયમાં જ સ્થિર કરવું. (૩૩) સાધક જો નિરંતર આ પ્રકારનો અભ્યાસ કરે તો, જેમ ઇંધન્ન વિના આગ હોલવાઈ જાય છે તેવી જ રીતે થોડા સમયમાં તેનું ચિત્ત શાન્ત થઈ જાય છે. (૩૪) આ પ્રમાણે જ્યારે કામવાસનાઓ સમાપ્ત થઈ જાય છે. અને સઘળી વૃત્તિઓનું શમન થઈ જાય છે ત્યારે ચિત્ત બ્રહ્માનંદના સંસ્પર્શમાં મગ્ન થઈ જાય છે અને પછી ક્યારેય સંકલ્પ-વિકલ્પથી વૃત્તિઓ ઉત્પન્ન થતી નથી. તેનું ઉત્થાન થતું, નથી. (૩૫) (જે સંન્યાસી પહેલાં તો ધર્મ, અર્થ અને કામના મૂળ કારણભૂત ગૃહસ્થાશ્રમનો પરિત્યાગ કરી દે છે અને પછી તેમનું, જ સેવન કરવા લાગે છે તે પોતાનું ઓકી કાઢેલું ખાનારો નફફટ જ છે. (૩૬) જેમણે પોતાના શરીરને અનાત્મ, મૃત્યુગ્રસ્ત અને વિષ્ટા, કીડા અને રાખ માની લીધું હોય તે જ મૂઢજનો ૧. પ્રા. પા. - વિલામાયાસાર્થ ! ૨. પ્રા. પા. - યતુ સ્થાન્નિસકો નિષ્પરિ, । ૩. પ્રા. પા. - રાજન્નાસ્વા, । ૪. પ્રા. પા. - સુખ સ્મ તસ્મિ ! પ. પ્રા. પા. - કામ ! ૬. પ્રા. પા. - ત્વેઃ શનૈઃ । ૭, પ્રા. પા. - ન્સાચલવૃત્તિ | ૮. પ્રા. પા. - વૈ દુષૃત સ્મરન્! અ૦ ૧૫] સાતમો સ્કંધ 75 ગૃહસ્થસ્ય ક્રિયાત્યાગો વ્રતત્યાગો બટોરપિ | તપસ્વિનો ગ્રામસેવા ભિક્ષોરિન્દ્રિયલોલતા | ૩૮॥ આશ્રમાપસદા હ્યોતે ખલ્વાશ્રમવિડમ્બકાઃ । દેવમાયાવિમૂઢાંસ્તાનુપેક્ષેતાનુકમ્પયા ॥૩૯॥ આત્માનં ચેદ્રિજાનીયાત્પરં જ્ઞાનધુતાશયઃ | કિમિચ્છન્ કસ્ય વા હેતોર્દેહેં પુષ્ણાતિ લમ્પટઃ ॥ ૪૦॥ શરીરં રથમિન્દ્રિયાણિ હયાનભીષૂન્ મન ઇન્દ્રિયેશમ્ વર્ત્માનિ માત્રા ધિષણાં ચ સૂત સત્ત્વ બૃહદ્ બન્ધુરમીશસૃષ્ટમ્ ॥ ૪૧॥ આહુઃ અક્ષ દશપ્રાણમધર્મધર્મો ચક્રેડભિમાનં રથિનં ચ જીવમ્ | ધનુર્હિ તસ્ય પ્રણવં પઠત્તિ શરં તુ જીવં પરમેવ લક્ષ્યમ્ 1૪૨॥ રાગો દ્રેષશ્ લોભશ્ચ શોકમોહી ભયં મદઃ | માનોડવમાનોડસુયા ચ માયા હિંસા ચ મત્સરઃ | ૪૩॥ રજઃ પ્રમાદઃ ક્ષુન્ઞિદ્રા શત્રવસ્ત્વેવમાદયઃ । રજસ્તમ3્રકૃતયઃ સત્ત્વપ્રકૃતયઃ ક્વચિત્ 1 ૪૪॥ યાવજ્ઞકાયરથમાત્મવશોપકલ્પં ધત્તે ગરિષ્ઠચરણાર્ચનયા નિશાતમ્ । જ્ઞાનાસિમચ્યુબલો દધદસ્તશત્રુઃ સ્વારાજ્યતુષ્ટ ઉપશાન્ત * ઇદં વિજહ્યાત્ । ૪૫॥। નો ચેત્યમત્તમસદિન્દ્રિયવાજિસૂતા નીત્વોત્પથં વિષયદસ્યુષુ નિક્ષિપન્તિ । તે દસ્યવઃ સહયસૂતમમું તમોડન્ધે સંસારકૂપ ઉરુમૃત્યુભયે ક્ષિપન્તિ ॥ ૪૬! પ્રવૃત્તં ચ નિવૃત્તં ચ દ્વિવિધં કર્મ વૈદિકમ્ | આવર્તેતચ પ્રવૃત્તેન નિવૃત્તેનાશ્નુતેડમૃતમ્ ॥ ૪૭॥ ફરી તેને આત્મા માનીને તેની પ્રશંસા કરવા લાગે છે. (૩૭) કર્મનો ત્યાગ કરનાર ગૃહસ્થ, વ્રતનો ત્યાગ કરનાર બ્રહ્મચારી, ગામમાં (વસ્તી વચ્ચે) રહેનારો વાનપ્રસ્થી અને ઇન્દ્રિયલોલુપ સંન્યાસી - આ ચારેય (પોતપોતાના) આશ્રમનાં કલંકરૂપ છે અને ફોગટ આશ્રમનો દંભ કરે છે. ભગવાનની માયાથી વિમોહિત તે મૂઢજનો પર દયા ખાઈને તેમની અવગણના કરવી. (૩૮-૩૯) આત્મજ્ઞાન થકી જેની બધી વાસનાઓ નિર્મૂળ થઈ ગઈ હોય અને જેલે પોતાના આત્માને પરબ્રહ્મ” સ્વરૂપ જાલી લીધો હોય તે કયા વિષયની કામના માટે અને કયા ભોક્તાની તૃપ્તિ માટે ઇન્દ્રિયલોલુપ થઈને પોતાના શરીરને પોષશે? (૪૦) % ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે કે શરીર રથ છે, ઇન્દ્રિયો ઘોડા છે, ઇન્દ્રિયોનો સ્વામી મન લગામ છે, શબ્દ વગેરે વિષયો માર્ગો છે,બુદ્ધિ સારથિ છે, ચિત્ત જ ભગવાને બનાવેલી બાંધવાની લાંબી રાશ (દોરડું) છે, દશ પ્રાણ ધૂંસરી છે, ધર્મ અને અધર્મ પૈડાં છે અને તેમનો અભિમાની જીવ રથી (હાંકનાર) છે. ૩કાર તે રથીનું ધનુષ્ય છે, શુદ્ધ જીવાત્મા બાણ છે અને પરમાત્મા લક્ષ્ય છે. (આ ૩કાર વડે અંતરાત્માને પરમાત્મામાં લીન કરી દેવો.) (૪૧-૪૨ ) રાગ, દ્ેષ, લોભ, શોક, મદ, માન, અપમાન, અસૂધા (બીજાના માયા (છળ), હિંસા, બીજાની ઉન્નતિ જોઈને બળવું, તૃષ્ણા, પ્રમાદ, ભૂખ અને ઊંઘ - આ બધા અને આવા જ બીજા ઘણાબધા જીવોના શત્રુઓ છે. તેમનામાં રજોગુભપ્રધાન અને તમોગુલપ્રધાન વૃત્તિઓ વધુ છે. સત્ત્વગુણપ્રધાન વૃત્તિઓ તો બહુ ઓછી હોય છે. (૪૩-૪૪) આ મનુષ્યશરીરરૂપી રથ જયાં સુધી પોતાના વશમાં છે અને તેનાં ઇન્દ્રિયો-મન વગેરે બધાં સાધનો સારી સ્થિતિમાં છે ત્યાં સુધીમાં શ્રીગુરુદેવનાં ચરણ્રકમળોની સેવાપૂજા વડે સતેજ કરાયેલા જ્ઞાનની તીક્ણ તલવાર લઈને ભગવાનના આશ્રયથી તે શત્રુઓનો નાશ કરીને પોતાના સ્વાયત્ત સિંહાસન પર વિરાજમાન થઈ જવું અને પછી અત્યંત શાન્તભાવે આ શરીરનો પણ પરિત્યાગ કરી દેવો. (૪૫) અન્યથા, સહેજ પણ ગફલત (પ્રમાદ) થઈ જતાં આ ઇ્દ્રિયોરૂપી દુષ્ટ ઘોડા અને તેમની સાથે મૈત્રી રાખનાર બુદ્ધિરૂપી સારથિ રથના સ્વામી જીવને અવળા માર્ગે લઈ જઈને વિષયોરૂપી લુટારાઓ વચ્ચે હૈકી દેશે અને તે લુટારાઓ સારથિ અને ઘોડાઓ સહિત આ જીવને મૃત્યુ કરતાંય અધિક ભયાવહ ઘોર અંધકારમય સંસારના કુવામાં નાખી દેશે. (૪૬) વૈદિક કર્મ બે પ્રકારનાં છે - વૃત્તિઓને તેમના વિષયો તરફ લઈ જનારાં - પ્રવૃત્તિપરક અને વૃત્તિઓને તેમના વિષયોમાંથી પાછી વાળીને શાંત તેમ જ આત્મસાક્ષાત્કારને પાત્ર બનાવનારાં - નિવૃત્તિપરક. પ્રવૃત્તિપરક કર્મમાર્ગથી ૧. પ્રા. પા. - ઉપશાન્તમતિર્વિજલ્યાત્ | ૨. પ્રા. પા. - આવર્તતે 752 શ્રીમદભાગવત [અ૦૧૫ હિંસં દ્રવ્યમયં કામ્યમગ્નિહોત્રાદ્શાન્તિદમ્ । દર્શશ્ચ પૂર્ણમાસશ્ચ ચાતુર્માસ્યં પશુઃ* સુતઃ ॥ ૪૮॥ એતદિષ્ટં પ્રવૃત્તાખ્યં હુતં પ્રહુતમેવ ચ | પૂર્ત સુરાલયારામકૂપાજીવ્યાદિલક્ષણમ્ ॥ ૪૯॥ દ્રવ્યસૂક્ષ્મવિપાકશ્ચ ધૂમો રાત્રિરપક્ષયઃ । અયનં દક્ષિણ સોમો દર્શ ઓષધિવીરુધઃ ॥ ૫૦॥ અન્ન રેત ઇતિ ક્ષ્મેશ પિતૃયાનં પુનર્ભવઃ । એકૈકશ્યેનાનુપૂર્વ ભૂત્વા ભૂત્વેહ જાયતે ॥ ૫૧॥। નિષેકાદિશ્મશાનાન્તૈઃ સંસ્કારેઃ સંસ્કૃતો દ્રિજઃ । ઇન્દ્રિયેષુ ક્રિયાયજ્ઞાન્ શાનદીપેષુ જુદ્ધતિ ॥ ૫૨॥ ઇત્દ્રિયાણિ મનસ્યૂર્મા૨ે વાચિ વૈકારિકં મનઃ 1 વાચં વર્ણસામામ્નાયે તમોફારે સ્વરે ન્યસેત્ ઓફ્રારં બિન્દી નાદે તં તં તુ પ્રાણે મહત્યમુમ્ ॥ ૫૩॥। અગ્નિઃ સૂર્યો દિવા પ્રાહ્રશુકલો રાકોત્તરં સ્વરાટ્ | વિશ્વશ્ર” તેજસઃ પ્રાશસ્તુર્ય આત્મા સમન્વયાત્ |! પ૪।। દેવયાનમિદં પ્રાહુર્ભ્ત્વા ભૂત્વાડનુપૂર્વશઃ 1 આત્મયાજયુપશાત્તાત્મા હ્યાત્મસ્થો ન નિવર્તતે ॥ પપ॥ વારંવાર જન્મ-મરણ મળે છે અને નિવૃત્તિપરક ભક્તિમાર્ગ કે જ્ઞાનમાર્ગથી પરમાત્માની પ્રાપ્તે થાય છે. (૪૭) શ્યેનયાગ વગેરે હિંસામય કર્મ, અગ્નિકોત્ર, દર્શ, પૂર્ટમાસ, ચાહુર્માસ્ય,, પશુયજઞ, સોષયજ, વૈશ્વદેવ, બલિહરણ વગેરે દ્ર્યમય કર્મો “ઇ્’ કહેવાય છે; જ્યારે મંદિર,બગીચો, કૂવો વગેરે બનાવવાં તથા પરબ મંડાવવી વગેરે “પૂર્તકર્મ’ કહેવાય છે. આ બધાં જ પ્રવૃત્તિપરક કર્મ છે અને તે સકામભાવવાળાં હોવાથી અશાંતિનાં જ કારણ બને છે. (૪૮-૪૯) પ્રવૃત્તિપરાયણ મનુષ્ય મૃત્યુ પછી ચરુ-પુરોડાશ વગેરે યજ્ઞસંબંધિત દ્રવ્યોના સૂક્મ અંશથી બનેલું શરીર ધારણ કરીને ધૂમાભિમાની દેવો પાસે જાય છે. પછી ક્રમશઃ રાત્રિ, કૃષ્ણપક્ષ અને દક્ષિજ્રાયનના દેવો પાસે જઈને ચંદ્રલોકમાં પહોંચે છે. ત્યાંથી, ભોગ સમાપ્ત થયઃ પછી અમાસના ચંદ્રની જેમ ક્ષીણ થઈને વરસાદ દ્વારા ક્રમશઃ ઔષધિ, લતા, અન્ન અને વીર્યના રૂપમાં પરિણમીને પિતૃયાન-માર્ગ ફરીથી સંસારમાં જ જન્મ લે છે. (૫૦-૫૧) (હે યુધિષ્ઠિર)! ગર્ભાધાનથી અંત્યેષ્ટિ સુધીના સંપૂર્ણ સંસ્કારો. જેમના થાય છે તેમને ‘દ્વિજ’ કહે છે. (તેમાંના કેટલાક અગાઉ જણાવેલ પ્રવૃત્તિમાર્ગનું અનુષ્ઠાન કરે છે, જ્યારે કેટલાક હવે. પછી કહેવામાં આવશે તે નિવૃત્તિમાર્ગનું.) નિવૃત્તિપરાયણ મનુષ્ય ઇંટ, પૂર્ત વગેરે કર્મોથી થતા સઘળા યોને વિષયોનું જ્ઞાન કરાવનાર ઇન્દ્રિયમાં હોમી દે છે. (પર) તે ઇન્દ્રિયોને દર્શન વગેરે સંકલ્પોરૂપી મનમાં, વૈકારિક મનને પરાવાણીમાં, પરાવાણીને વર્ણસમુદાયમાં, વર્ણસમુદાયને “અ ઉ મ’ એ ત્રણ સ્વરોરૂપે રહેતા ૩ઈકારમાં, ડંકારને બિંદુમાં, બિંદુને નાદમાં, નાદને સૂત્રાત્મારૂપ પ્રાણમાં અને પ્રાક્રને બ્રહ્મમાં લીન કરી દે છે. (૫૩) તે નિવૃત્તિનિષ્ઠ જ્ઞાની ક્રમશઃ અગ્નિ, સૂર્ય, દિવસ, સાયંકાળ, શુક્લપક્ષ, પૂર્ણિમા અને ઉત્તરાયણના અભિમાની દેવો પાસે જઈને બ્રહ્મલોકમાં પહોંચે છે અને ત્યાંના ભોગ સમાપ્ત થયા પછી તે સ્થૂળ-ઉપાધિક ‘વેશ્વ” પોતાની સ્થૂળ ઉપાષિને સૂક્ષ્મમાં લીન કરીને સૃક્ભ-ઉપાધિક ‘તૈજુસ’ થઈ જાય છે. પૂછી સૂક્મ ઉપાધિને કારણમાં લીન કરીને કારણ-ઉપાધિક “પ્રાશ’ રૂપે સ્થિત થાય છે; પછી સૌના સાથીરૂપે સર્વત્ર અનુગત ડોવાને કારણે સાશ્ચીસ્વરૂપે જ કારણ-ઉપાધિનો લય કરીને “તુરીય’રૂપે સ્થિત થાય છે. આ પ્રમાણે દશ્યોનો લય થતાં તે “શુદ્ધ આત્મા’ જ રહી જાય છે. એ જ મોક્ષપદ છે. (૫૪) આને ‘દેવયાન’ માર્ગ કહે છે. આ માર્ગે જનારો આત્માનો ઉપાસક સંસારમાંથી નિવૃત્ત થઈને ક્રમશઃ એક પાસેથી બીજા દેવ પાસે જતો-જતો બ્રહ્મલોકમાં પહોંચીને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. તે પ્રવૃત્તિમાર્ગે જનારાની જેમ ફરીથી જન્મ-મૃત્યુના ચકરાવામાં પડતો નથી. (૫૫) ૧. પ્રા. પા. - પશુસ્તતઃ | ૨. પ્રા. પા. - મનસ્પગ્નો | ૩. પ્રા. પા. - વિવોડય ! અ૦ ૧૫] સાતમો સ્કંધ 753 ય એતે પિતૃદેવાનામયને વેદનિર્મિતે | શાસ્રેણ ચક્ષુષા વેદ જનસ્થોડપિ ન મુહ્યતિ || ૫૬॥ આદાવત્તે જનાનાં સદ્ બાહિરન્તઃ પરાવરમ્ ! જ્ઞાનં જ્ઞેય વચો વાચ્વં તમો જયોરતિસ્ત્વયં સ્વયમ્ || ૫૭|। આબાધિતોડપિ હ્યાભાસો યથા વસ્તુતથા સ્મૃતઃ | દુર્થટત્વાદૈન્દ્રિર્કો તદ્દદર્થવિકલ્પિતમ્ 1૫૮ ક્ષિત્યાદીનામિહાર્થાનાં ૨ છાયા ન કતમાપિ [હે ન સહ્ઠાતો વિકારોડપિ ન પૃથડ્નાન્વિતો મૃષા 1 ૫૯॥। ધાતવોડવર્યાવિત્વાચ્ચ તન્માત્રાવયવેર્વિના 1 ન સ્યુર્હ્યસત્યવયવિન્યસન્નવયવોડન્તતઃ | ૬૦॥ સ્યાત્સાેશ્યભ્રમસ્તાવદ્ધિકલ્પે સતિ વસ્તુનઃ જાગ્રત્સ્વાપૌ યથા સ્વપ્ને તથા વિધિનિપેધતા |! ૬૧॥ ભાવાહ્રેતં ક્રિયાહેતં દ્રવ્યાહૈતં તથાડડત્મનઃ ! વર્તયન્ સ્વાનુભૂત્યેહ ત્રીન્ સ્વખનાન્ધુનુતે મુનિઃ ॥ ૬ ૨॥। કાર્યકારણવસ્ત્વૈક્યમર્શને પટતત્તુવત્ | અતસ્તુત્વાદ્ વિકલ્પસ્ય ભાવાૈત તદુચ્યતે ॥ ૬૩॥ યદ બ્રહ્મણિ પરે સાક્ષાત્સર્વકર્મસમર્પણમ્ | મનોવાક્તનુભિઃ પાર્થ ક્રિયાદ્વેત તદુચ્યતે | ૬૪॥ આ પિતૃયાન અને દેવમાન બંનેય વેદોક્ત માર્ગો છે. જે શાઅદષિથી તેમને તત્ત્થી જાણી લે છે તે શરીરમાં સ્થિત રહેવા છતાં પણ મોહિત થતો નથી. (૫૬) પેદા થતાં શરીરોની પહેલાં ય ર ન ભોક્તારૂપે અંદર છે તથા ઉચ્ચ અને નીચ, જ્ઞાન અને જ્ઞેય વિષય, વાજ્ઞી અને વાણીનો વિષય, અંધકાર અને પ્રકાશ વગેરે વસ્તુઓરૂપે જે કંઈ પણ ઉપલબ્ધ થાય છે તે સઘળું સ્વયં આ તત્વવેત્તા જ છે. આને લીધે મોહ એને સ્પર્શી શકતો નથી. (૫૭) એ સ્પષ્ટ સમજાય છે કે દર્પણ વગેરેમાં દેખાતું પ્રતિબિંબ, સાચું નથી; તેમ છતાં વસ્તુના રૂપમાં તો તે દેખાય જ છે અને તેનુંકામ પણ કરે છે. તેવી જ રીતે ઇન્દ્રિયો વડે દેખાતું આ વિશ્વ પ્રપંચ વાસ્તવમાં ન હોવા છતાં પણ સત્ય જણાય છે. (૫૮) પૃથ્વી વગેરે પંચભૂતોથી આ શરીર બન્યું નથી; વાસ્તવિક દષ્ટિએ જોવામાં આવે તો તે આ પંચભૂતોનો સમૂહ પભ નથી અને તેનો તે વિકાર કે પરિજ્ઞામ પણ નથી; કારણ કે આ શરીર પોતાનાસ્વૂળભૂતોથી ભિન્ન નથી અને તેમનામાં અનુગત પણ નથી; તેથી તે મિથ્યા છે. (૫૯) ઝા જ પ્રમાણે શરીરનાં કારશભૂત પંચભૂતો પણ અવયવી હોવાને કારશે પોતાના અવયવો - સૂક્મભૂતોથી ભિન્ન નથી, અવયવરૂપ જ છે. જયારે (સભર, જોવામાં આવે તો અવયવો સિવાય અવયવીનું નથી મળતું - અર્થાત્ સાર, વાત એ છે કે જ્યારે સુક્ષ્મભૂતો જ મિથ્યા છે ત્યારે તેનાથી ઉત્પન્ન થયેલા સ્થૂળ ભૂતો અને તેમનાથી ઉત્પન્ન થયેલું આ શરીર પણ અસત્ (મેથ્યા) જ છે. એક બ્રહ્મ સિવાય બીજું દંઈ જ નથી. (૬૦) વાસ્તવમાં એક પરમાત્મા સિવાય બીજું કાંઈ જ નથી, અજ્ઞાનને લીધે અનેક્ત્વની કલ્પના યાય છે. જાગ્રત, સ્વપ્ત, સુષુષ્તિ - ત્રજે અવસ્થાઓમાં પણ, અનેક પ્રકારના ભ્રમ થાય છે. જ્યાં સુધી આ સારું છે, આ નરસું છે - એવી ભેઇબુદ્ધિ દૂર થતી નથી ત્યાં સુધો વિધિ-નિપેધનાં શાસ્ત્રો રહે છે ઝને ત્રેગુણથી ઉપર ઊઠ્યા પછી શાસ્ત્રોના વિધિ-નિષેધની જરૂર રહેતી નથી કારણ કે તેની સ્વરૂપમાં સ્થિતિ થઈ ગઈ છે. (૬૧)
- જે વિચારશીલ મનુષ્યો સ્વાનુભવથી આત્માના ત્રિવિધ અહૈતનો સાક્ષાત્કાર કરે છે તેઓ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને દ્રષ્ટા, દર્શન તથા દશ્યના ભેદરૂપ સ્વપ્નને દૂર કરી દે છે. આ અહેત ત્ર પ્રકારનાં છે - ભાવ-અદદેત, , ક્રિયા-અહેત અને દ્રવ્ય-અહેત. તત્વદર્શીઓ આ જગતનું નિર્માન્ન પરમાત્મામાંથી થયેલું હોવાને લીધે તેમાં પરમાત્માને જ જુએ છે. (૬૨) જેમ વસ્ત્ર સૂતર-રૂપ જ હોય છે તેવી જ રોતે કાર્ય પણ કારજામાત્ર જ છે; કારણ કે વાસ્તવમાં તો ભેદ નથી. આ પ્રમાણે સૌની એકતાનો વિચાર એ ‘ભાવાક્ેત’ છે. (૬૩) હે યુષિષ્દિર! મન, ૧. પ્રા. પા. - તન્નસ્થોડવિ। ૨. પ્રા. પા. - તમેવાન | 754 શ્રીમદભાગવત [અ૦૧૫ આત્મજાયાસુતાદીનામન્યેષાં સર્વદેહિનામ્ | યત્સ્વાર્થકામયોરરૈક્યં દ્રવ્યાહૈતં તદુચ્યતે |! ૬૫ યદ્યસ્યવાડનિષિદ્ધં સ્યાદ્યેનયત્રયતો નૃપ | સ તેનેહેત કર્માણિ નરો નાન્યૈરતાપદિ | ૬૬॥ એતૈરન્યૈ્ વેદોક્તેર્વર્તમાનઃ સ્વકર્મભિઃ | ગૂહેડપ્યસ્ય ગતિં યાયાદ્ રા્જસ્તદ્ધક્તિભાડૂતરઃ ॥ ૬૭॥ યથા હિ યૂય નૃપદેવ દુર્ત્યજા- દાપદ્ ગણાદુત્તરતાત્મનઃ પ્રભોઃ | યત્પાદપફેરુહસેવવા ભવા- નહારષીસિર્જિતદિગ્ગજઃ ક્રતૂન્ ॥ ૬૮॥ અહં પુરાડભવં કશ્ચિદ્ ગન્ધર્વ ઉપબર્હણઃ ! નામ્નાડતીતે મહાકલ્પે ગન્ધર્વાણાં સુસમ્મતઃ ॥ ૯૯ રૂપપેશલમાધુર્યસૌગન્ધ્યપ્રિયદર્શનઃ 1! સૌણાં પ્રિયતમો નિત્યં મત્તસ્તુધ પુરુલમ્પટઃ | ૭૦॥ એકદા દેવસત્રે તુ ગન્ધર્વાપ્સરસાં ગણાઃ | ઉપહૂતા વિશ્વસૃઝ્મર્હરિગાથોપગાયને || ૭૨॥ અહંચ ગાયંસ્તહિદ્રાન્સ્રીભિઃ પારિવૃતો ગતઃ । જ્ઞાત્વા વિશ્વરૃજસ્તન્મે હેલનં શેપુરોજસા ! યાહિ ત્વં શૂદ્રતામાશુ નષ્ટશ્રીઃ કૃતહેલનઃ ॥૭૨॥। તાવદ્દાસ્યામહં જશે તત્રાપિ બ્રહ્મવાદિનામ્ | શુશ્રૂષયાડનુષદ્વેણ પ્રાસોડહે બ્રહ્મપુત્રતામ્ | ૭૩ ધર્મસ્તે ગૃહમેધીયો વર્ણિતઃ પાપનાશનઃ | ગૃહસ્થો યેન* પદવીમઝ્જસા ન્યાસિનામેયાત્ ॥ ૭૪॥॥ વાણી અને શરીરથી યતાં બધાં કર્મ સ્વયં પરબ્રડા પરમાત્મામાં જ થઈ રહ્યાં છે, આવા ભાવથી સમસ્ત કર્મોનું સમર્ષણ કરી દેવું એ ‘કિયાહિત’ છે. (૯૪) “નારાયણઃથેતિ સમર્પયામિ” અર્થાત્ સ્વયં, પત્ની, પુત્ર તથા અન્ય જેટલા પજ શરીરધારી પ્રાણીઓ છે તે બપાના રૂપમાં એક પરમાત્મા જ છે તેમણે જ પોતાન: ઉપભોગ માટે તમામ પદાર્થોનું નિર્માણ કર્યું છે. આ પ્રમાણે. ઉપભોગ કરનારા પ્રાણીના રૂપમાં અને ઉપભોગની સામગ્રીના રૂપમાં પણ એક બ્રહ્મનો જ વિચાર કરવો એ જ “રવ્યાકેત’ છે. (૬૫) હે સજન્! જે મનુષ્ય માટે જે દ્રવ્યને જે સમયે જે ઉપાયથી જેનાથી ગ્રહણ કરવાનું યાસ્રતી આજથી વિરુદ્ધ ન. હોય તેણે તેનાથી જ પોતાનાં બધાં કાર્યો સંપન્ન કરવાં જોઈએ; આપત્તિકાળ સિવાય આના બદલે અન્ય રીતે કરવાં જોઈએ નર્છી. (૬૬) હે મહારાજ! ભગવાનનો ભક્ત-મનુષ્ય આ વેદોક્ત કર્મોના તથા બીજાં પોતાનાં કર્મોના અનુષ્ઠાન દ્વારા, (પોતે) ગૃહસ્થ હોવા છતાં પણ શ્રીકૃષ્ણની ગતિને માપ્ત કરે છે. (૬૭) જેમ કે - હે યુધિષ્ઠિર! તમે પોતાન: સ્વામી ભગવાન શ્રીકૃષ્ણની કૃષ અને સહાયથી મોટી-મોટી કપરી વિપત્તિઓમાંથી પાર થઈ ગયા છો અને તેમનાં જ ચરણ- કમલળોની સેવાથી સપસ્ત ભૂમંડળને જીતીને તમે મોટા-મોટા રાજસૂય વગેરે યજ્ઞો કર્યા છે. (૬૮) ( પૂર્વજન્મમાં, આની પહેલાંન્ર મહાકલ્યમાં હું એક ગંધર્વ હતો. મારું નામ ઉપબર્હણ હતું અને ગંધર્વોમાં મારું ઘણું માન- સમ્માન હતું. (૬૯) મારી સુંદરતા, સુકોમળતા અને મધુરતા અપૂર્વ હતી. મારા શરીરમાંથી સુગંધ નીકળ્યા કરતી હતી અને જોવામાં હું ઘલ્યો સુન્દર હતો. સીઓ મારી સાથે ઘણો પ્રેમ કરતી હતી અને હું હષેશાં પ્રમાદમાં જ રહેતો હતો. હું અત્યંત વિલાસી હતો, (૭૦) એક વાર દેવોને ત્યાં જ્ઞાનસત્ર થયું. તેમાં મોટા-મોટા પ્રજાપતિઓ આવ્યા હતા. ભગવાનની લીલાનું ગાન કરવા માટે તેમલ્ને ગંધર્વો અને અપ્સરાઓને બોલાવ્યાં. (૭૧) હું જાણતો હતો કે તે સંતોનો સમાજ છે અને ત્યાં ભગવાનની લીલાનું જ ગાન થાય છે, તેમ છતાં હું સ્રીઓની સાથે, લૌકિક ગીતોનું ગાન કરતો-કરતો ઉન્મત્તની જેમ ત્યાં જઈ પહોંચ્યો. દેવોએ જોયું કે આ તો અમારો અનાદર કરી રહ્યો છે, (તેથી) તેમણે પોતાના સામર્થ્યથી મને શાપ આપ્ય કે ‘તે અમારી અવગણના કરી છે તેથી તારી બધી સંદર્યસંપત્તિનો નાશ થાઓ અને તું તત્કાળ શૂદ્ર થઈ જા.’ (૭૨ ) તેમના શાપથ્રી હુંદા્સાનો પુત્ર થયો; પરંતુતે શૂદ્રજવનમાં કરેલા મહાત્માઓના સત્સંગના અને તેમની સેવાશુશ્રુષાના પ્રભાવથી હું બીજા જન્મમાં બ્રહ્માજીનો પુત્ર થયો. (૭૩) સંતોની અવગણનાનો તથા તેમની સેવાનો આ મારો પ્રત્યક્ષ અનુભવ છે. સંતસેવાથી ૧. પ્રા. પા. - મત્તઃ સન! ર. પ્રા. પા. - યત્ર! અ૦ ૧૫] સાતમો સ્કંધ 7ક્ક યૂ્ષં નૃલોકે બત ભૂરિભાગા લોકં પુતાના મુનયોડભિયત્તિ | યેષાં ગૃહાનાવસતીતિ સાક્ષાદ્ ગૂઢં પરં બ્રહ્મ મનુષ્યલિક્મ્ |! ૭૫|। સ વા અયં બ્રહ્મ મહદ્વિમૃગ્યં કૈવલ્યનિર્વાણસુખાનુભૂતિઃ 1 પ્રિયઃ સુહદ્ વઃ ખલુ માતુલેય આત્માર્હણીયો વિધિકૃદ્ ગુરુ ॥ ૭૬1! ન યસ્ય સાક્ષાદ્ધવપવ્મજાદિભી રૂપં ધિયા વસ્તુતયોપવર્ણિતમ્ | મૌનેન ભક્ત્યોપશમેન પૂજિતઃ પ્રસીદતામેષ સ સાત્વતાં પતિઃ |!૭૭॥ કીંકુક ઉના ઇતિ દેવર્ષિણા પ્રોક્ત નિશમ્ય ભરતર્ષભઃ | ઘૂજયામાસ સુપ્રીતઃ કૃષ્ણં ચ પ્રેમવિદ્ઠલઃ | ૭૮॥। કૃષ્ણપાર્થાવુપામન્ત્ય પૂજિતઃ પ્રયયો મુનિઃ | શ્રુત્વા કૃષ્ણે પરં બ્રહ્મ પાર્થઃ પરમવિસ્મિતઃ |! ૭૯॥। ઈતિ દાક્ષાયણીનાં તે પૃથગ્વંશાઃ પ્રકીર્તિતાઃ । દેવાસુરમનુષ્યાધા લોકા યત્ર ચરાચરાઃ || ૮૦।। જ ભગવાન પ્રસન્ન થાય છે. (હે યુધિષ્ઠિર!) મૅ તમને ગૃહસ્થોનો પાપનાશક ધર્મ કડી બતાવ્યો. આ ધર્મના આચરણથી ગૃહસ્થ પણ અનાયાસ જ, સંન્યાસીઓને પ્રાપ્ત થનારા પરમપદને પ્રાપ્ત કરી લે છે. (૭૪) (હેયુષિષ્ઠિર!) આ મનુષ્યલોકમાં તમારા બધાનું ભાગ્ય અત્યંત પ્રશંસનીય છે; કારણ કે તમારા ઘરમાં સાક્ષાત્ પરબ્રહ્મ પરમાત્મા મનુષ્યરૂપ ધારણ કરીને ગુપ્ત રીતે નિવાસ કરે છે. તેથી જ સધળા સંસારને પવિત્ર કરી દેનારા શષિમુનિઓ વારંવાર તેમનાં દર્શન કરવા માટે ચારે બાજુએથી તમારી પાસે આવતા રહે છે. (૭૫) જેમને મોટા-મોટા મહાપુરુષો નિરંતર ખોળતા રહે છે, જેઓ માયાના અંશથી રહિત, પરમશાત્ત, ધરમાનંદ-અનુભવસ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા છે - તેઓ જ તમાર પ્રિય, હિતૈષી, મામાના દીકરા ભાઈ, પૂજ્ય, આજ્ઞાકારી, ગુરુ અને સ્વયં આત્મા શ્રીકૃષ્ણ છે. (૭૬) શંકર, બ્રહમા વગેરે પણ પોતાની સંપૂર્ણ બુદ્ધિ પ્રયોજીને (પણ) ‘તેઓ આવા છે’ - એ રીતે તેમનું વર્ણન કરી શક્યા નથી, તો પછી અમે તો કરી જ કેમ શકીએ? અમે મૌન, ભક્તિ અને સંયમ દ્વાચ જ તેમની પૂજા કરીએ છીએ. કૃપા કરીને ભગવાન અમારી આ પૂજાનો સ્વીકાર કરીને અમારા પર પ્રસન્ન થાઓ. (૭૭) શ્રીશુક્દેવજી કહે છે — (હે પરીક્ષિત!) દેવર્ષિ નારદજીનો આ વૃત્તાંત સાંભળીને તથા શ્રીકૃષ્ણનો પ્રભાવ સાંભળીને રાજા યુથિષ્ઠિરને અત્યંત આનંદ થયો.તેમણે પ્રેમવિદ્રળ થઈને દેવર્ષિ નારદની અને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરી. (૭૮) દેવર્ષિ નારદ ભગવાન શ્રીકૃષ્ણ અને રાજા યુષિષ્િર પાસેથી વિદ્યય લઈને તથા તેમના વડે સત્કાર પામીને પ્રયાણ કરી ગયા. “ભગવાન શ્રીકૃષ્ણ જ પરબ્રહ્મ છે’ - આ સાંભળીને યુધિષ્ઠિરના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. (૭૯) (હે પરીક્ષિત!) આ પ્રમાજે મેં તમને દક્ષપુત્રીઓના વંક્ઞોનું અલગ-અલગ વર્ણન કરી સંભળાવ્યું. તેમના જ વંશમાં દેવો, અસુરો, મનુષ્યો વગેરેની અને સમસ્ત ચરાચરની સૃષ્ટિ થયેલી છે. (૮૦) -ડ્શ્્- ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયાં સસ્તમસ્કન્ધે પ્રહ્માદાનુચરિતે યુધિષ્ઠિસ્નારદસંવાદે સદાચારનિર્ણયો નામ પગ્યદશોડધ્યાયઃ ॥ ૧૫ સાતમ સ્કંધ-અંતર્ગત પ્રહલાદ-અનુચરિતમાંનો યુધિષ્ઠિર-નારદસંગાદમાંનો સદાચારનિર્ણય નામનો પંદરમો અધ્યાય સમાપ્ત.