Śrīmad Bhāgavatam

નારદ અને યુધિષ્ઠિરનો સંવાદ તથા જય-વિજયની કથા

હિરણ્યાક્ષનો વધ થવાથી હિરણ્યકશિપુએ પોતાની માતા અને કુટુંબીઓને સમજાવવાં
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પહેલો અધ્યાય 1% નારદ અને યુધિષ્ઠિરનો સંવાદ તથા જય-વિજયની કથા ચજોવાચ સમઃપ્રિયઃ સુહદબ્રહ્મન્‌ ભૂતાનાં ભગવાન્‌ સ્વયમ્‌ ! ઇન્દ્રસ્યાર્થે કથં દૈત્યાનવધીદ્રિષમો યથા | ૧॥। ન હ્યસ્યાર્થઃ સુરગણૈઃ સાક્ષાન્ઞિઃશ્રેયસાત્મનઃ । નૈવાસુરેભ્યો વિદ્ધેષો નોદ્વેગશ્ચાગુણસ્ય હિ ॥ ર॥ ઇતિ નઃ સુમહાભાગ નારાયણગુણાન્‌ પ્રતિ | સંશયઃ સુમહાગ્જાતસ્તદ્રવાંશ્છેત્તુમર્હતિ ॥ ૩! શરશુક ઉવાચ સાધુ પૃષ્ટું મહારાજ હરેશ્ચરિતમ,ડુતમ્‌ । યદ ભાગવતમાહાત્મ્યં ભગવદ્ધક્તિવર્ધનમ્‌ ॥૪॥ ગીયતે પરમં પુણ્યમૃષિભિર્નારદાદિભિઃ | નત્વા કૃષ્ણાય મુનયે કથયિષ્ષે હરેઃ કથામ્‌ ॥ ૫॥ નિર્ગુણોડપિ હ્યજોડવ્યક્તો ભગવાન્‌ પ્રકૃતેઃ પરઃ । ’ સ્વમાયાગુણમાવિશ્ય બાધ્યબાધકતાં ગતઃ | ૬॥ સત્ત્વ રજસ્તમ ઇતિ પ્રકૃતેર્નાત્મનો ગુણાઃ | નતેષાં યુગપદ્‌ રાજન્‌ હ્રાસ ઉલ્લાસ એવવા* ॥ ૭॥ જયકાલે તુ સત્ત્વસ્ય દેવર્ષીન્‌ રજસોડસુરાન્‌ | તમસો યક્ષરક્ષાંસિ તત્કાલાનુગુણોડભજત્‌ ॥ ૮॥ રાજા પરીક્ષિતે પૂછ્યું - હે ભગવન્‌! ભગવાન તો સ્વભાવથી જ ભેદભાવ-રહિત છે, સમ છે; સમસ્ત પ્રાણીઓના પ્રિય અને સુદ છે; તો પછી તેમણે, જેમ કોઈ સાધારણ મનુષ્ય ભેદભાવભરી રીતે પોતાના મિત્રનો પક્ષ લે છે અને શત્રુઓનું અનિષ્ટ કરે છે તેવી જ રીતે ઇન્દ્ર ખાતર દૈત્યોનો વધ શા માટે કર્યો? (૧) તેઓ સ્વયં પરિપૂર્ણ કલ્યા્રસ્વરૂપ છે તેથી તેમને દેવતાઓ સાથે કોઈ લેવા-દેવા નથી; તથા તેઓ નિર્ગુણ છે તેથી તેમને દૈત્યો સાથે કોઈ વેર-વિરોધ અને ઉદ્દેગ પણ નથી. (તો, તેમણે આમ શા માટે કર્યું?) (૨) ભગવત્પ્રેમના સૌભાગ્યથી સંપન્ન હે અતિ-મહાભાગ્યવાન! અમારા ચિત્તમાં ભગવાનના સમત્વ વગેરે ગુદ્રો વિશે ઘણો મોટો સંદેહ થઈ રહ્યો છે. તો, કૃપા કરીને તે સંદેહ દૂર કરો. (૩) શ્રીશુકદેવજીએ કહ્યું - હે મહારાજ! ભગવાનના અદ્દભુત ચરિત્ર વિશે તમે ધબ સુંદર પ્રશ્ન કર્યો; કારણ કે આવા પ્રસંગો પ્રહ્લાદ વગેરે ભક્તોના મહિમાથી પરિપૂર્ણ છે, જેનું શ્રવજ્ કરવાથી ભગવાન પ્રત્યે ભક્તિ વધે છે. (૪) આ પરમ પુછ્ધમય પ્રસંગોને નારદજી વગેરે મહાત્માઓ ઘણ્રા પ્રેમથી ગાતા રહે છે. હવે હું પોતાના પિતા શ્રીકૃષ્ણહ્ેપાયન મુનિને નમસ્કાર કરીને ભગવાનની લીલાની કથાનું વર્જન કરું છું. (૫) ભગવાન વાસ્તવમાં તો નિર્ગુણ, અજન્મા, અવ્યક્ત અને પ્રકૃતિથી પર છે. આમ હોવા છતાં પળ પોતાની માયાના ગુણ્રોનો સ્વીકાર કરીને તેઓ બાધ્ય અને બાધક ભાવોને એટલે કે મરનાર અને મારનાર - બંનેનાં પરસ્પરવિરોધી રૂપોને ગ્રહણ કરે છે. (૬) સત્વગુણ, રજોગુભ્ર અને તમોગુણ - આ પ્રકૃતિના ગુભ્ર છે. પરમાત્માના નહીં. હે રાજન્‌! આ ત્રણે ગુ્યોનો પણ એક્સાથે જ વિકાસ અને દ્વાસ થતો નથી. (૭) ભગવાન સમય-સંજોગ અનુસાર ગુલોનો સ્વીકાર કરે છે. તેઓ સત્ત્વગુલની વૃદ્ધિના સમયે દેવતાઓ અને કાપિઓનો પ્રા. પા. - ચ। 670 શ્રીમદભાગવત [અ૦૧ જ્યોતિરાદિરિવાભાતિ સક્રાતાન્ન વિવિચ્ચતે ! વિદન્ત્યાત્માનમાત્મસ્થં મથિત્વા કવયોડન્તતઃ || ૯।। યદા સિસક્ષુઃ પુર૫આત્મનઃ પરો રજઃ સૃજત્યેષ પૃથક્‌ સ્વમાયયા | સત્ત્વ વિચિત્રાસુ રિરંસુરીશ્વરઃ શયિષ્યમાણસ્તમ ઈરયત્યસૌ ॥ ૧૦॥ કાલં ચરન્તં સૃજતીશ આશ્રય પ્રધાનપુમ્ભ્યાં નરદેવ સત્યકૃત્‌ | ય એષ રાજન્નપિ કાલ ઈશિતા સત્ત્વ સુરાનીકમિવૈધયત્યતઃ | તત્પ્રત્યનીકાનસુરાન્‌ સુરપ્રિયો રજસ્તમસ્કાન્‌ પ્રમિણોત્યુરુશ્રવાઃ || ૧૧॥ અત્રૈવોદાહૃતઃ પૂર્વમિતિહાસઃ સુરર્ષિણા | પ્રીત્યા મહાક્રતો રાજન્‌ પૃચ્છતેડજાતશત્રવે ।। ૧૨ ॥ દંષ્ટ્વા મહાત્ટુતં રાજા રાજસૂયે મહાક્રતો । વાસુદેવે ભગવતિ સાયુજ્ય ચેદિભૂભુજઃ* ।॥ ૧૩॥ તત્રાસીનં સુરક્ષિં રાજા પાણ્ડુસુતઃ ક્રતો । પપ્રચ્છ વિસ્મિતમના મુનીનાં શૃણ્વતામિદમ્‌ । ૧૪॥ કુમિષિર ઉવાચ અહો અત્યહ્ુતં હ્યોતદુર્લભૈકાન્તિનામપિ | વાસુદેવે પરે તત્ત્વે પ્રામિશ્ચેઘસ્ય વિદ્ધિષઃ || ૧૫॥। એતહ્રેદિતુમિચ્છામઃ સર્વ એવ વ્ય મુને । ભગવશ્િન્દયા વેનો દ્વિજૈસ્તમસિ પાતિતઃ ॥ ૧૬॥ પ્રભાવ વધારે છે, રજોગુણની વૃદ્ધિના સમયે દેત્યોનો અને. તમોગુદ્રની વૃદ્ધિના સમયે યક્ષો અને રાકસોનો પ્રભાવ પણ તેઓ જ વધારે છે. (૮) જેમ વ્યાપક અગ્નિ કાષ્ઠ વગેરે. ભિન્ન ભિન્ન આશ્રયોમાં રહેવા છતાં પણ તેમનાથી અલગ દેખાતો નથી, પરંતુ મંથન (ઘર્ષણ) કરવાથી તે પ્રગટ થાય છે; તેવી જ રીતે પરમાત્મા બધાં જ શરીરોમાં રહે છે છતાં પણ તેમનાથી અલગ દેખાતા નથી, પરંતુ વિચારશીલ મનુષ્યો હદય-મંથન કરીને તેમના સિવાયની બધી જ વસ્તુઓનો બાધ કરીને, અંતે (પોતાના) હૃદયમાં જ અંતર્યામીરૂપે તેમને પ્રાપ્ત કરી લે છે. (૯) જ્યારે પરમેશ્વર પોતાને માટે શરીરોનું નિર્માણ કરવાની ઇચ્છા કરે છે ત્યારે. પોતાની માયાથી રજોગુજ્નનું અલગ સર્જન કરે છે; જ્યારે. તેઓ ચિત્ર-વિચિત્ર યોનિઓમાં રમણ કરવાની ઇચ્છા કરે. છે ત્યારે સત્તગગુશ્રનું સર્જન કરે છે અને જ્યારે તેઓ વિશ્વનો વિનાશ કરવાની ઇચ્છા કરે છે ત્યારે તમોગુણને વધારી દે છે. (૧૦) હે રાજન્‌! ભગવાન સત્યસંકલ્પ છે. તેઓ જ જગતની ઉત્પત્તિના નિમિત્તભૂત પ્રકૃતિ અને પુરુષના આશ્રય એવા કાળનું સર્જન કરે છે. તેથી તેઓ કાળને આધીન નથી, કાળ જ તેમને આધીન છે. હે પરીક્ષિત! આ કાળસ્વરૂપ ઈશ્વર જ્યારે સત્ત્વગુણની વૃદ્ધિ કરે છે ત્યારે તેઓ સત્ત્વમય દેવતાઓનું બળ વધારી દે છે અને ત્યારે જ તે પરમ-ધશસ્વી દેવોના પ્રિય પરમાત્મા દેવોના વિરોધી, રજોગુણી તેમ જ તમોગુણી દૈત્યોનો સંહાર કરે છે. વાસ્તવમાં તો તેઓ સમ જ છે. (૧૧) હે રાજન્‌! આ બાબતમાં દેવર્ષિ નારદજીએ ધણા પ્રેમથી એક ઇતિહાસ કહ્યો હતો. આ તે સમયની વાત છે કે જ્યારે રાજ્સૂય યજ્ઞમાં તમારા દાદા યુધિષ્ઠિરે તેમને આ બાબતમાં એક પ્રશ્ન કર્યો હતો. (૧૨) તે મહાન રાજસૂય યજ્ઞમાં રાજા યુધિષ્ઠિરે પોતાની આંખો સામે એવી મોટી આશ્ચર્યજનક ઘટના જોઈ કે ચેદિરાજ શિશુપાલ સૌના દેખતાં જ ભગવાન શ્રીકૃષ્ણમાં સમાઈ ગયો. (૧૩) દેવર્ષિ નારદજી પણ ત્યાં જ બેઠેલા હતા. આ ઘટનાથી આશ્ચર્યચકિત થયેલા રજા યુધિષ્ઠિરે મોટા મોટા મુનિઓથી ભરેલી સભામાં, તે યજ્ષમંડપમાં જ દેવર્ષિ નારદજીને પૂછ્યું. (૧૪) યુષિષ્ઠિરે પૂછયું - અહો! આ તો ઘણી વિચિત્ર વાત. છે! પરમતત્ત્વ ભગવાન શ્રીકૃષ્્માં સમાઈ જવું એ તો મોટા મોટા અનન્ય ભક્તો માટે પણ દુર્લભ છે; તો પછી ભગવાન સાથે દેષ કરનારા શિશુપાલને આ ગતિ શી રીતે પ્રાપ્ત થઈ? (૧૫) હે મુનિ! આનું રહસ્ય અમે બધા જ જાણવા ઇચ્છીએ છીએ. અગાઉના સમયમાં ભગવાનની નિંદા કરવાને કારણે ૧. પ્રા. પા. - પુનરાત્મનઃ | ૨. પ્રા. પા. - ત્ભૂભૃતઃ અ૦૧] સાતમો સ્કંધ 671 દમઘોષસુતઃ પાપ આરભ્ય કલભાષણાત્‌ | સમ્યત્યમર્ષી ગોવિન્દે દન્તવકત્રશ્ચ દુર્મતિઃ ॥ ૧૭॥। શપતોરસકૃદ્વિષ્ણું યદબ્રહ્મ પરમવ્યયમ્‌ | શ્િત્રો નજાતો જિહ્ધાયાં નાન્ધં વિવિશતુસ્તમઃ ॥ ૧ ૮॥। કથં તસ્મિન્‌ ભગવતિ દુરવગ્રાહધામનિ ! પશ્યતાં સર્વલોકાનાં લયમીયતુરગ્જસા | ૧૯ એતદ્‌ ભ્રામ્યતિ મે બુદ્ધિર્દીપાર્ચિરિવ વાયુના । બ્રહ્મેતદહ્ધતતમં ભગવાંસ્તત્ર1 કારણમ્‌ | ૨૦ કશુક ઉવાચ* રાજ્ઞસ્તદ્રચ આકર્ણ્ય નારદો ભગવાનૃષિઃ | તુષ્ટઃપ્રાહ તમાભાષ્ય શૃણ્વત્યાસ્તત્સદઃ કથાઃ ॥૨૧॥ નઇરદ 6/૨ નિન્દનસ્તવસત્કારન્યક્કારાર્થ કલેવરમ્‌ | પ્રધાનપરયો રાજન્વિવેકેન કલ્પિતમ્‌ |! રર! હિંસા તદભિમાનેન દણ્ડપારુપ્યયોર્યથા ! વૈષમ્યમિહ ભૂતાનાં મમાહમિતિ પાર્થિવ | ૨૩! યજ્ઞિબદ્ધોડભિમાનોડયં તદ્ધાત્પ્રાણિનાં વધઃ । તથા ન યસ્ય કૈવલ્યાદભિમાનોડખિલાત્મનઃ ! પરસ્ય દમકર્તુર્હિ હિંસા કેનાસ્ય કલ્તે | ૨૪॥। તસ્માહેરાનુબન્ધેન નિર્વેરણ ભયેન વા । સ્નેહાત્કામેન વા યુગ્જ્યાત્‌ કથગ્થિશ્નેક્ષતે પૃથક્‌ | ર૫॥। યથા વૈરાનુબન્ધેન મર્ત્યસ્તન્મયતામિયાત્‌ ! ન તથા ભક્તિયોગેન ઇતિ મે નિશ્ચિતા મતિઃ ॥ ર૬॥ ક્દાષેઓએ સાજા વેનને નરકમાં નાખી દીધો હતો. (૧૬) દમધોષના પુત્રો પાપાત્મા શિશુપાલ અને દુર્બુદ્ધિ દતવકત્ર

  • બશે બાળપણથી આજ સુધી ભગવાન સાથે દ્રેષ જ કરતા રહ્યા છે. (૧9) તેઓ અવિનાશી પરબ્રહ્મ ભગવાન શ્રીકૃષ્ણને ઉન્મત્ત થઈને સતત ગાળો જ આપતા રહ્યા છે, પણ એના પરિણામસ્વરૂપ ન તો તેમની જીભે કોઢ થયો કે ન તો તેમને ધોર અંધકારમય નરક પણ મળ્યું. (૧૮) ઊલટાનું, જે ભગવાનની પ્રાપ્તિ થવી અત્યંત દુષ્કર છે તેમનામાં જ આ બંને સૌના જોતાં જ અનાયાસ જ લીન થઈ ગયા - આનું શું કારણ? (૧૯) પવનની લહેરથી દીવાની જ્યોત જેમ ડોલે છે તેમ મારી બુદ્ધિ આ બાબતમાં ભ્રમિત થઈ રહી છે. તમે સર્વજન છો, તો આ અદ્દભુત ઘટનાનું કારણ (રહસ્ય) કહી જણાવો. (૨૦) શ્રીશુકદેવજી કહે છે - સર્વસમર્થ દેવર્ષિ નારદજ રાજા યુધિષ્ઠિરનો આ પ્રશ્ન સાંભળીને ઘણા પ્રસન્‍ન થયા અને તેમલ્ને યુષિષ્ઠિરને સંબોધીને ભરી સભામાં સૌના સાંભળતાં આ કથા કહી, (૨૧) નારદજીએ કહ્યું — હે રાજન્‌! નિંદા, સ્તુતિ, સત્કાર અને તિરસ્કાર - તો શરીરનાં જ થાય છે. આ શરીરની કલ્પના પ્રકૃતિ અને પુરુષનો યથાયોગ્ય વિવેક નહીં હોવાને કારણે જ માની લીધેલી છે. (૨૨) જ્યારે આ શરીરને જ પોતાનો આત્મા માની લેવામાં આવે છે ત્યારે “આ હું છું’ અને “આ મારું છે’ એવો ભાવ દઢ થઈ જાય છે. આ જ બધા ભેદભાવનું મૂળ છે. આને કારણે જ નિર્ભત્સના અને ગાળો (દુર્વચનો)થી પીડા થાય છે. (૨૩) “આ શરીર મારું છે” એવા દેહાભિમાનને લીધે જીવને તેના શરીરનો વધ થતાં પોતાનો વધ થયો હોવાનું પ્રતીત થાય છે. પરંતુ જીવોના જેવું અભિમાન ભગવાનમાં નથી; કારભ કે તેઓ તો સર્વના આત્મા છે, અદ્વિતીય છે. તેઓ કોઈને શિક્ષા કરે છે તે પણ તેમના કલ્યાણ માટે જ કરે છે, નહીં કે કોધવશ અને ઈર્ષ્યાવશ. તો પછી ભગવાન વિશે હિંસાની તો કલ્પના જ કેવી રીતે કરી શકાય? (ર૪) તેથી ચાહે વેરભાવથી, ચાહે ભક્તિભાવથી, ભયથી, પ્રેમથી કે કામનાથી પણ ભગવાન સાથે પોતાનો સંબંધ જોડી દેવો જોઈએ. કારણ કે ભગવાનની દૃષ્ટિમાં આવા વિવિધ ભાવોનો કોઈ ભેદ નથી. (ર૫) (હે યુધિષ્ઠિર!) મારો તો એવો નિશ્ચિત મત છે કે મનુષ્ય વેરભાવથી ભગવાનમાં ૧. પ્રા. પા. - ભગવત્નત્ર |! ૨. પ્રા. પા. - શ્રીબાદરાયલિરુવાય ! 672 શ્રીમદભાગવત [અ૦૧ કીટઃ પેશસ્કૃતા રુદ્ધઃ કુડ્યાયાં તમનુસ્મરન્‌ | સંરમ્ભભયયોગેન વિન્દતે તત્સરૂપતામ્‌ | ૨૭ એવં કૃષ્ણે ભગવતિ માયામનુજ ઈશ્વરે | વૈરેણ પૂતપાપ્માનસ્તમાપુરનુચિન્તયા || ર૮॥ કામાદ્‌ દરેષાદ્ધયાત્સ્નેહાધથા ભક્ત્પેશ્વરે મનઃ | આવેશ્ય તદઘં હિત્વા બહવસ્તદ્ગતિં ગતાઃ | ૨૯ ગોપ્યઃ કામાદ્ધયાત્કંસો દ્વેષાચ્ચૈઘાદયો નૃપાઃ | સમ્બન્ધાદ્વૃષ્ણયઃ સ્નેહાધૂયં ભક્ત્યાવયં વિભો | ૩૦॥ કતમોડપિ ન વેનઃ સ્યાત્પગ્ચાનાં પુરુષં પ્રતિ | તસ્માત્‌ કેનાપ્યુપાયેન મનઃ કૃષ્ણે નિવેશયેત્‌ ॥ ૩૧।। માતૃષ્વસેયો વશ્ચેધો દન્તવકત્રશ્ચ પાણ્ડવ | પાર્ષદપ્રવરૌ વિષ્ણોર્વિપ્રશાપાત્પદાચ્ચ્યુતો* ॥ ૩૨॥ યુશિષ્ટેર ઉવાચ કીદૅશઃ કસ્ય વા શાપો હરિદાસાભિમર્શનઃ | અશ્રદ્ધેય ઇવાભાતિ હરેરેકાન્તિનાં ભવઃ | ૩૩॥ દેહેન્દ્રિયાસુહીનાનાં વૈકુણ્ઠપુરવાસિનામ્‌ દેહસમ્બન્ધસમ્બદ્ધમેતદાખ્યાતુમર્હસિ ॥ ૩૪॥ નારદ 6વાચ એકદા બ્રહ્મણઃ પુત્રા વિષ્ણોર્લોકં યદંચ્છયા । સનન્દનાદયો જગ્મુશ્વરન્તો ભુવનત્રયમ્‌ ॥ ૩૫॥ પગ્ચષડૂઢાયનાર્ભાભાઃ પૂર્વેષામપિ પૂર્વજાઃ । દિગ્વાસસઃ શિશૂન્‌ મત્વા દ્વાસસ્થૌ તાન્‌ પ્રત્યપેધતામ્‌ ॥ ૩૬ જેટલો તન્મય થઈ જાય છે તેટલો ભક્તિયોગથી નથી થતો. (૨૬) ભમરી કીડાને લાવીને ભીંત પર પોતાના દરમાં બંધ કરી દે છે અને તે કીડો ભય તથા ઉદ્ેગથી ભમરીનું જ ચિંતન કરતો કરતો તેના જેવો જ થઈ જાય છે. (૨૭) આ જ વાત ભગવાન શ્રીકૃષ્ણ વિશે પણ છે. લીલાઓને. લીધે મનુષ્ય દેખાતા હોવા છતાં પણ (વાસ્તવમાં) તેઓ સર્વશક્તિમાન ભગવાન જ છે. એમની સાથે વેર કરનારાઓ પણ તેમનું ચિંતન કરતાં-કરતાં પાપરહિત થઈ, જઈને તેમને જ પામી ગયા છે. (૨૮) કોઈ એક નહીં, અનેક મનુષ્યો કામનાથી, દ્વેષથી, ભયથી અને પ્રેમથી પોતાના મનને ભગવાનમાં પરોવીને તેમ જ પોતાનાં બધાં જ પાપો ધોઈને એવી રીતે ભગવાનને પામી ગયા છે કે જેમ ભક્તો ભક્તિથી. (૨૯) હે મહારાજ! ભગવાનને પ્રાપ્ત કરવા ગોપીઓએ પ્રેમની તીવ્રતાથી, કંસે ભયથી, શિશુપાલ-દંતવક્ત્ર વગેરે રાજાઓએ દ્વેષથી, યાદવોએ. પરિવારના સંબંધથી, તમે બધાએ સ્નેહથી અને અમે બધાએ ભક્તિથી પોતાનું મન ભગવાનમાં પરોવ્યું છે. (૩૦) ભક્તો સિવાય, ભગવાનનું ચિંતન કરનારા જે પાંચ પ્રકારના લોકો છે તેમાં રાજા વેનની તો કોઈનામાં પણ ગણતરી થતી નથી (કારણ કે તેણે કોઈ પલ્ર પ્રકારે ભગવાનમાં મન જોડ્યું ન હતું). સારાંશ એ છે કે ગમે તે રીતે પણ પોતાનું. મન ભગવાન શ્રીકૃષ્ણમાં તન્મય કરી દેવું જોઈએ. (૩૧) હે પાંડવ (યુધિષ્ઠિર)! વળી, તમારા મશિયાઈ ભાઈ શિશુપાલ અને દંતવક્ત્ર - એ બંનેય ભગવાન શ્રીવિષ્ણુના મુખ્ય પાર્પદો હતા; તે બંનેએ બ્રાહ્મણોના શાપને લીધે પદચ્યુત (પોતાના સ્થાનેથી બ્રષ્ટ) થવું પડ્યું હતું. (૩૨)

રાજા યુધિષ્ઠિરે પૂછ્યું - (હે નારદજી!) ભગવાનના

પાર્ષદોને પજ્ન પ્રભાવિત કરનારો તે શાપ કોણે આપ્યો હતો અને તે કેવો હતો? ભગવાનના અનન્ય પ્રેમીજનો ફરી પાછા જન્મ-મરણરૂપી સંસારમાં આવે એ વાત કંઈક અવિશ્વસનીય જેવી લાગે છે. (૩૩) વૈકુંઠપુરીમાં વસનારાઓ તો પ્રાકૃત શરીર, ઇન્દ્રિયો અને પ્રાણથી પર હોય છે, તેમનો પ્રાકૃત શરીર સાથે સંબંધ શી રીતે થયો તે તમે (મને) અવશ્ય કહી સંભળાવો. (૩૪) નારદજીએ ક્લયું - એક દિવસ બ્રહ્માના માનસપુત્રો સનકાદિ ત્રષિઓ ત્રણે લોકમાં સ્વચ્છંદ વિચરણ કરતા કરતા વૈકુંઠમાં જઈ પહોંચ. (૩૫) આમ તો તેઓ પૂર્વજોના પણ પૂર્વજ (સૌથી પ્રાચીન) છે, પરંતુ જાણે પાંચ-છ વર્ષના બાળકો હોય તેવા જણાય છે, (દિગંબર વેષમાં આવેલા) તેમને. ૧. પ્રા. પા. - પદઅુતો | અ૦1] સાતપો, સ્કંધ 673 અશપન્‌ કુપિતા એવં યુવાં વાસં ન ચાર્હથઃ । રજસ્તમોભ્યાં રહિતે પાદમૂલે મધુદ્વિષઃ । પાપિષ્ઠામાસુરીં યોનિ બાલિશૌ યાતમાશ્ચતઃ || ૩૭।! એવં શમૌ સ્વભવનાત્‌ પતત્તૌ તૈઃ કૃપાલુભિઃ । પ્રોક્તૌ પુનર્જન્મભિર્વા ત્રિભિલોકાય કલ્પતામ્‌ ॥ ૩૮! જજ્ઞાતે તૌ દિતેઃ પુત્રૌ દૈત્યદાનવવન્દિતો । હિરણ્યકશિપુર્જ્યેષ્ઠો હિરણ્યાક્ષેડનુજસ્તતઃ ।। ૩૯॥ હતો હિરણ્યકશિપુર્હરિણા સિંહરૂપિણા | [હિરણ્યાક્ષો ધરોદ્ધારે બિભ્રતા સૌકરં વપુઃ || ૪૦॥। હિરણ્યકશિપુઃ પુત્રં પ્રહ્માદં કેશવપ્રિયમ્‌ । જિઘાંસુરકરોન્ઞાના યાતના મૃત્યુહેતવે । ૪૧॥। સર્વભૂતાત્મભૂ્ત૧ તં પ્રશાન્તં સમદર્શનમ્‌ ! ભગવત્તેજસા સ્પૃષ્ટ નાશક્નોદ્ધન્તુમુદ્યમૈઃ ॥ ૪ર ॥ તતસ્તૌ રાક્ષસૌજાતો કેશિન્યાં વિશ્રવઃસુતો ! રાવણઃ કુમ્ભકર્ણશ્ચ સર્વલોકોપતાપનોર ।।૪૩॥ તત્રાપિ રાઘવો ભૂત્વા ન્યહનચ્છાપમુક્તયે | રામવીર્ષ શ્રોષ્યસિ ત્વં માર્કણ્ડેયમુખાત્‌ પ્રભો | ૪૪॥ તાવેવ ક્ષત્રિયો જાતૌ માતૃષ્વસ્રાત્મજો તવ ! અધુના શાપનિર્મુક્તો કૃષ્ણચક્રહતાંહસો || ૪૫॥। વૈરાનુબન્ધતીવ્રેણ ધ્યાનેનાચ્યુતસાત્મતામ્‌ | નીત પુનર્હરેઃ પાર્શ્વ જગ્મતુર્વિષ્ણુપાર્ષદી ॥ ૪૬॥ સાધારણ બાળકો સમજીને દ્વારપાળોએ તેમને અંદર જતાં રોક્યા. (૩૬) તેથી તેઓ ક્રોધિત થઈ ગયા અને તેમલે દ્વારપાળોને શાપ આપ્યો કે “અરે મૂર્ખાઓ! ભગવાન શ્રીવિષ્લુનાં ચરણો તો રજોગુણ્-તમોગુણ્રથી રહિત છે, તમે બંને તેમની સમીપ રહેવાને પાત્ર નથી, તો સત્વરે તમે અહીંથી પાપમયી અસુર્યોનિમાં જાઓ.” (૩૭) તેમણે આ પ્રમાણે શાપ આપ્યો કે તરત, તેઓ વૈકુંઠમાંથી નીચે પડવા લાગ્યા, ત્યારે તે કૃપાળુ -પષિઓએ કહ્યું - “વારુ, ત્રણ જન્મોમાં આ શાપ ભોગવીને તમે ફરી પાછા વૈકુંઠમાં આવી જશો.” (૩૮) (હે યુધિષ્ઠિર!) તે બંને પાર્પદો દિતિના પુત્રો થયા, મોટાનું નામ [હિરણ્યકશિપુ અને એનાથી નાનાનું નામ હિરલ્યાકષ હતું. દૈત્યો અને દાનવોના સમાજમાં આ બંને સર્વશ્રેષ્ઠ હતા. (૩૯) ભગવાન શ્રીવિષ્ણુએ નરસિંહનું રૂપ ધારણ કરીને હિરણ્યકશિપુને માર્યો તથા પૃથ્વીનો ઉદ્ધાર કરતી વખતે વરાહનો અવતાર લઈને હિરણ્યાક્ષને માર્યો. (૪૦) હિરફ્યર્કશપુએ પોતાના પુત્ર પ્રહલાદને, તે ભગવાનનો પ્રેમી હતો તે કારણે મારી નાખવા ઇચ્છવું અને એ માટે તેમને ઘણીબધી યાતનાઓ આપી. (૪૧) પરંતુ પ્રહ્લાદજી સર્વાત્મા ભગવાનના પરમપ્રિય ભક્ત હતા, સમરદર્શી હતા, તેમના હૃદયમાં અચળ શાંતિ હતી; અને ભગવાનના પ્રભાવથી તેઓ સુરક્ષિત હતા, તેથી જાતજાતના પ્રયાસો કરવા છતાં પણ હિરણ્યકશિપુ તેમને મારી નાખવામાં અસમર્થ જ રહ્યો. (૪૨) આ જ બંને બીજા જન્મમાં વિશ્વવા મુનિ વડે કેશિનો (િક્સી)ના ગર્ભથી રાક્ષસોના રૂપમાં જન્મ્યા; તેમનાં નામ હતાં - રવલ્ર અને કુંભકર્લ, તેમના ઉપદ્રવોને લીધે બધા લોક ભડકે બળવા લાગ્યા હતા, (૪૩) તે સમયે પણ ભગવાને તેમને શાપમાંથી છોડાવવા માટે શ્રીરામરૂપે (અવતરીને) તેમનો વધ કર્યો. હે યુધિષ્ઠિર! તમે ભગવાન શ્રોરામનું ચરિત્ર માર્કફ્ડેય મુનિના મુખેથી સાંભળશો- (૪૪) તે જ બંને - જય અને વિજય આ ત્રીજા જન્મમાં તમારી માસીના દીકરા શિશુપાલ અને દંતવકત્રના રૂપમાં હૃત્રિયકુળમાં જન્મ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણના સુદર્શન ચકનો સ્પર્શ થતાં તેમનાં તમામ પાપ નષ્ટ થઈ ગ્યાં અને તેઓ સનકાદિ જષિઓના તે શાપમાંથી મુક્ત થઈ ગયા. (૪૫) વેરભાવને કારણે તેઓ સદૈવ ભગવાન શ્રીકૃષ્ણનું જ ચિંતન કર્યા કરતા હતા. તે જ ઉત્કટ તન્મયતાના પરિશ્રામસ્વરૂપે તેમણે ભગવાનને પ્રાપ્ત કરી લીધા અને ફરીથી તેમના પાર્ષદો થઈને તેમની જ પાસે ચાલ્યા ગયા. (૪૬) ૧. પ્રા. પા. - તં સર્વભૂત્સુકદ પ્રશા- | ર. મા. પા. - ત્તાપકો ! 674 શ્રીમદભાગવત [અ૦૨ કુશિષ્િર ઉવાચ વિદ્ધેષો દથિતે પુત્રે કથમાસીન્મહાત્મનિ ! બ્રૂહિમે ભગવન્‌ યેન પ્રહ્માદસ્યાચ્યુતાત્મતા | ૪૭॥ યુધિષ્ઠિરે પૂછ્યું - હે ભગવન્‌! હિરક્યકશિપુએ પોતાના સ્નેહપાત્ર પુત્ર પ્રહ્લાદ સાથે એટલો દ્વેષ શા માટે કર્યો? વળી, પ્રહ્લાદજી તો મહાત્મા હતા. સાથે સાથે તમે એ પદ્મ ક્હી જણાવો કે પ્રહ્લાદજી કયા સાધનથી ભગવાનમાં તન્મથ થઈ ગયા. (૪૭) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણ પારમહંસ્યાં સંહિતાયાં સમ્મસ્કન્ધે પ્રહ્ાદચરિતોપક્રમે* પ્રથમોડધ્યાયઃ || ૧॥ સાતમા સ્કંધ-અંતર્ગત પ્રહ્લાદચરિત્ર-ઉપક્રમમાંનો પહેલો અધ્યાય સમાપ્ત.