Śrīmad Bhāgavatam

હિરણ્યાક્ષનો વધ થવાથી હિરણ્યકશિપુએ પોતાની માતા અને કુટુંબીઓને સમજાવવાં

હિરણ્યકશિપુની તપસ્યા અને વરદાનપ્રાપ્તિ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પ બીજો અધ્યાય હિરણ્યાક્ષનો વધ થવાથી હિરણ્યકશિપુએ પોતાની માતા અને કુટુંબીઓને સમજાવવાં નારદ ઉવાચ ભ્રાતર્ષેવ વિનિહતે હરિણા ક્ોડમૂર્તિનાચ । હિરણ્યકશિપૂ રાજન્‌ પર્યતપ્યદ રુષા શુચા ।। ૧।। આહ ચેદં રુષા ઘૂર્ણઃ સન્દષ્ટદશનચ્છદઃ । કોપોજ્જ્વલદ્ભ્યાં ચક્ર્ભ્યા નિરીક્ષન્‌* ધૂમ્રમમ્બરમ્‌ || ૨ |! કરાલદંષ્ટ્રેગ્રદષ્ટ્યા દુષ્પેક્યભ્રુકુટીમુખઃ* । શૂલમુધમ્ય સદસિ દાનવાનિદમબ્રવીત્‌ | ૩।॥ ભો ભો દાનવદૈતેયા દ્વિમૂર્ધસ્ત્ર્યક્ષ શમ્બર | શતબાહો હયગ્રીવ નમુચે પાક ઇલ્વલ [૪॥ વિપ્રચિત્તે મમ વચઃ પુલોમન્‌ શકુનાદયઃ | શ્રૃણુતાનન્તરં સર્વે ક્રિયતામાશુ મા ચિરમ્‌ ॥૫॥। સપત્નૈર્ધાતિતઃ ક્ષુદ્રેબાતા મે દથિતઃ સુહત્‌ | પાર્ષ્સિગ્રાહેણ હરિણા સમેનાપ્યુપધાવનૈઃપ ॥ ૬॥ તસ્ય ત્યક્તસ્વભાવસ્ય ઘૃણેર્માયાવનૌકસઃ | ભજન્તં ભજમાનસ્ય બાલસ્યેવાસ્થિરાત્મનઃ || ૭! નારદજીએ કહ્યું - હે રાજન્‌! વરાહ અવતાર ધારણ કરીને ભગવાને હિરણ્યાક્ષને મારી નાખ્યો ત્યારે ભાઈના આ પ્રમાણે માર્યા જવાથી હિરશ્યકશિપુ રોષથી બળી ઊઠ્યો અને શોકસંતપ્ત થઈ ગયો. (૧) તે ક્રોધથી કાંપતો, પોતાના દાંતોથી વારંવાર હોઠ ચાવવા લાગ્યો. ક્રોધથી ભભૂકતી આંખોની આગના ધુમાડાથી છવાયેલા આકાશ તરફ જોતો જોતો તે કહેવા લાગ્યો. (૨) તે સમયે વિકરાળ દાઢો, આગ ઓકતી ઉગ્ર દૃષ્ટિ અને ચડેલાં ભવાંને કારણે તેનું મોઢું જોયું જતું ન હતું. ત્રિશૂળ ઉઠાવીને તેણે ભરી સભામાં હઠમૂર્ષા, ત્યક્ષ, શંબર, શતબાહુ, હયગ્રીવ, નમુચિ, પાક, ઇલ્વલ, વિપ્રચિત્તિ, પુલોમા, શકુન વગેરેને સંબોધીને કહ્યું

  • “અરે દૈત્યો અને દાનવો! તમે બધા મારી વાત સાંભળો અને ત્યારપછી હું જેમ કહું તેમ કરો. (૩-૫) તમે એ જાજ્નો જ છો કે મારા ક્ષુદ્ર શત્રુઓએ વિષ્ણુ દ્વારા મારા પરમ પ્રિય અને હિતેચ્છુ ભાઈ (હિરણ્યાક્ષ)ને મરાવી નંખાવ્યો છે. જોકે તે (વિષ્ણુ) દેવો અને દૈત્યો - બંને પ્રત્યે સમભાવી છે, તોપણ સ્તુતિ કરીને દેવોએ તેને પોતાના પક્ષે કરી લીધો છે. (૬) આ વિષ્લુ પહેલાં તો ઘણો શુદ્ધ અને નિષ્યક્ષ હતો, પણ હવે માયાથી વરાહ વગેરે રૂપ ૧. પ્રા. પા. - યુષિષ્ઠિરનારદસવાદે ! ૨. પ્રા. પા. - ત્રૂપિશા | ૩. પ્રા. પા. - નિરીક્ય ધૂટ | ૪. પ્રા. પા. - ત્યો ભ્રૂન! પ. પ્રા. પા. - બ્પયુપધારિતેઃ । અ૦૨] સાતમો સંધ 675 મચ્છૂલભિત્નગ્રીવસ્ય ભૂરિણા રુધિરેણ વૈ | સુધિરપ્રિયં તર્પયિષ્યે ભ્રાતરં મે ગતવ્યથઃ । ૮॥ તસ્મિન્‌ કૂટેડહિતે નષ્ટે કૃત્તમૂલે વનસ્પતૌ ! વિટપા ઇવ શુષ્યન્તિ વિષ્ણુપ્રાણા દિવૌકસઃ | ૯॥ તાવદાત ભુવં યૂ્ય વિપ્રક્ષત્રસમેધિતામ્‌ । સૂદયધ્વં તપોયશસ્વાધ્યાયવ્રતદાનિનઃ ।। ૧૦॥ વિષ્ણુર્હિજિક્રિયામૂલો યજ્ઞો ધર્મમયઃ પુમાન્‌ | દેવર્ષિપિતૃભૂતાનાં ધર્મસ્ય ચ પરાયણમ્‌ ॥૧૧।। યત્ર યત્ર દ્વિજા ગાવો વેદા વર્ણાશ્રમાઃ ક્રિયાઃ | તં તં જનપદં યાત સન્દીપયત વૃશ્ચવત | ૧૨! ઇતિ તે ભર્તનિર્દેશમાદાય શિરસાડડદંતાઃ । તથા પ્રજાનાં કદનં વિદધુઃ કદનપ્રિયાઃ । ૧૩॥ પુરગ્રામદ્રજોધાનક્ષેત્રારામાશ્રમાકરાન્‌ | ખેટખર્વટઘોષાંશ્ર દદહુઃ પત્તનાનિ ચ ॥૧૪॥ કેચિત્ખનિત્રેર્બિભિદુઃ સેતુપ્રાકારગોપુરાન્‌ ! આજીવ્યાંશ્ચિચ્છિદુર્વૃક્ષાન્‌ કેચિત્પરશુપાણયઃ પ્રાદહન્‌શરણાન્યન્યેપ્રજાનાં જ્વલિતોલ્મુકેઃ ॥ ૧૫॥। એવં વિપ્રકૃતે લોકે દૈત્યેન્દ્રાનુચરેર્મુહુઃ । દિવં દેવાઃ પરિત્યજ્ય ભુવિ ચેરરલક્ષિતાઃ ॥ ૧૬॥ હિરણ્યકશિપુર્ભ્રાતુઃ સમ્પરેતસ્ય દુ:ખિતઃ । કૃત્વા કટોદકાદીનિ ભ્રાતૃપુત્રાનસાન્ત્વયત્‌ | ૧૭॥। ધારણ કરવા લાગ્યો છે અને પોતાના સ્વભાવથી ચુત થઈ ગયો છે. બાળકની જેમ, જે તેની સેવા કરે તેના પક્ષે તે થઈ જાય છે, તેનું ચિત્ત સ્થિર નથી રહ્યું. (૭) હવે હું પોતાના આ શૂળથી તેનું ગળું કાપી નાખીશ અને તેના લોહીની ધારાથી પોતાના રપિરપ્રેમી ભાઈનું તર્ષજ્ કરીશ. ત્યારે જ કદાચ મારા હૃદયની પીડા શાન્ત થશે. (૮) તે માયાવી શત્રુનો નાશ થઈ જવાથી, બધા દેવો ઝાડનું મૂળ કપાઈ જવાથી (સુકાઈ જતી) ડાળીઓની જેમ આપોઆપ જ સુકાઈ જશે; કારણ કે વિષ્ણુ જ તેમના પ્રાણ્ન છે. (૯) તેથી તમે અત્યારે જ પૃથ્વી પર જાઓ. આજકાલ ત્માં બ્રાહ્મણો અને ક્ષત્રિયોનો ઘણો વધારો થઈ ગયો છે. ત્યાં જે લોકો તપ, યશ, સ્વાધ્યાય, વ્રત, દાન વગેરે શુભ કર્મો કરી રહ્યા હોય તે બધાંને મારી નાખો. (૧૦) વિષ્ણુનું મૂળ છે બ્રાહ્મણોનાં ધર્મ-કર્મ; કારણ કે યજ્ઞ અને ધર્મ જ તેનાં સ્વરૂપ છે. દેવો, કદષિઓ, પિતૃઓ, સમસ્ત પ્રાબ્રીઓ અને ધર્મનો તે જ પરમ આશ્રય છે, (૧૧) જ્યાં જ્યાં બ્રાહ્મણો, ગાયો, વેદ, વર્ણાશ્રમ અને ધર્મ-કર્મ હોય તે તે જનપદોમાં તમે જાઓ અને તેમને બાળી નાખો, ઉજ્જડ કરી નાખો.” (૧૨) દૈત્યો તો સ્વભાવે જ લોકોને પીડા આપીને સુખી થનારા છે. તે બધાઓએ દૈત્યરાજ હિરણ્યકશિપુની આજ્ઞા ઘણા આદરથી માથું નમાવીને સ્વીકારી લીધી અને તે અનુસાર તેઓ પ્રજાજનોને પીડવા લાગ્યા. (૧૩) તેમણે નગરો, ગામો, વ્રજ (ગાયોનાં નિવાસસ્થાનો), ઉધાનો, ખેતરો, વિશ્રાંતિસ્થાનો, ત્દધષિઓના આશ્રમો, રત્ન વગેરેની ખાણો, ખેડૂતોની વસ્તીઓ, તળેટીનાં ગામો, નેસડાઓ (ભરવાડોના વસવાટો), વેપારનાં કેન્દ્રો એવાં મોટાં મોટાં શહેરો - એ બધાંને બાળી મૂક્યાં. (૧૪) કેટલાક દૈત્યોએ ખોદવાનાં હથિયારોથી મોટા મોટા પુલ, કોટકાંગરા અને નગરના દરવાજાઓ તોડી-ફોડી નાખ્યાં તથા બીજા કેટલાકે કુંહાડીઓથી ફળ્યાં-ફલ્યાં, હર્યાભર્યા વૃક્ષો કાપી નાખ્યાં. કેટલાક દૈત્યોએ સળગતાં લાકડાંઓથી લોકોનાં ઘર બાળી નાખ્યાં. (૧૫) આ પ્રમાણે દૈત્યોએ નિર્દોષ પ્રજાને ભારે પીડિત કરી મૂકી. તે સમથે દેવો સ્વર્ગ છોડીને ગુપ્ત વેશે પૃથ્વી પર વિચરણ કરતા હતા. (૧૬) (હે યુધિષ્ઠિર!) ભાઈના મૃત્યુને લીધે હિરણ્યકશિપુને ઘણું દુઃખ થયું હતું. જ્યારે તે તેની અંત્યેષ્ટિ ક્રિયા વગેરેથી પરવાર્યો ત્યારે પોતાના ભત્રીજાઓ શકુનિ, શંબર, ધૃષ્ટ, ભૂતસંતાપન, વૃક, કાલનાભ, મહાનાભ, હરિશ્મશ્રુ અને ૧. પ્રા. પા. - બ્રહ્મક્ત્રન ! [1552 ] મા૦ 8૦ ત૦ (ત્ળ્ક-1 ) મુઝરતી 23 676 શ્રીમદભાગવત [અ૦૨ શકુનિ શમ્બરં ધૃષ્ટં ભૂતસન્તાપનં વૃકમ્‌ | કાલનાભં મહાનાભં હરિશ્મશ્રુમથોત્કચમ્‌ || ૧૮॥। તન્માતરં રુષાભાનું દિતિં ચ જનની ગિરા । શ્લક્ષ્ણયા દેશકાલશ ઇદમાહ જનેશ્વર | ૧૯॥ શિરભ્કશિપુરુવાચ અમ્ખામ્બહેવધૂઃપુત્રા વીરં માડર્હથ શોચિતુમ્‌ ! રિપોરભિમુખે શ્લાઘ્યઃ શૂરાણાં વધ ઈપ્સિતઃ ॥ ૨૦॥ ભૂતાનામિહ સંવાસઃ પ્રપાયામિવ સુત્રતે ! દૈવેનૈકત્ર તીતાનામુન્નીતાનાં સ્વકર્મભિઃધ । ૨૧॥। નિત્ય આત્માવ્યયઃ શુદ્ધઃ સર્વગઃ સર્વવિત્પરઃ । ધત્તેડસાવાત્મનો લિજ્રં માયયા વિસૃજન્ગુણાન્‌ ॥ ર૨ ॥ યથાડમ્ભસા પ્રચલતા તરવોડપિ ચલા ઇવ । ચક્ષુષા ભ્રામ્યમાણેન દેશ્યતે ચલતીવ ભૂઃ ।। ર૩॥ એવં ગુણૈરભ્રામ્યમાણે મનસ્યવિકલઃ પુમાન્‌ | યાતિ તત્સામ્યતાં ભદ્રે હ્યલિક્રો લિદ્રવાનિવ । ર૪॥। એષ આત્મવિપર્યાસો હ્યલિદ્ને લિજ્રભાવના૨ । એપ પ્રિયાપ્રિયૈયોગો વિયોગઃ કર્મસંસૃતિઃ ॥ ર૫॥ સમ્ભવશ્વ વિનાશશ્ચ શોકશ્ચ વિવિધઃ સ્મૃતઃ । અવિવેકશ્ચ ચિન્તા ચ વિવેકાસ્મૃતિરેવ ચ | ર૬॥ અત્રાપ્યુદાહરન્તીમમિતિહાસં પુરાતનમ્‌ | યમસ્થ પ્રેતબન્ધૂનાં સંવાદં તં નિબોધત || ૨૭॥ ઉશીનરેષ્વભૂદ્‌ રાજા સુયજ્ઞ ઇતિ વિશ્રુતઃ । સપત્નૈર્નિહતો યુદ્ધે જ્ઞાતયસ્તમુપાસત* ॥ ૨૮॥ ઉત્કચને સાન્ત્વન આપ્યું. તેમની માતા રુષાભાનુને તથા પોતાની માતા દિતિને દેશકાળ અનુસાર મધુર વાણીથી સમજાવતાં તેણે કહ્યું. (૧૭-૧૯) હિરશ્યકશિપુએ કહ્યું - મારી વહાલી માતા, વહુ અને પુત્રો! તમારે વીર હિરજ્યાક્ષ માટે કોઈ પ્રકારનો શોક કરવો જોઈએ નહીં. વીર પુરુષો તો એવું જ ઇચ્છે છે કે (યુદ્ભૂમિમાં) પોતાના શત્રુઓ સામે તેમને હંકાવીને પોતે પ્રાણત્ધાગ કરી દે; વીરો માટે આવું જ મૃત્યુ પ્રશંસનીય છે. (૨૦) હે દેવી! જેમ પરબ પર ઘણાબધા લોકો એકઠા થઈ જાય છે, પરંતુ તેમનું એ હળવું-મળવું થોડા સમય માટેનું જ હોય છે - બરાબર એવી જ રીતે જીવો પણ પોતાનાં કર્મોના ભેદે નસીબજોગે મળે છે અને વિખૂટા પડે છે. (૨૧) વાસ્તવમાં આત્મા તો નિત્ય, અવિનાશી, શુદ્ધ, સર્વગત, સર્વજન છે અને દેહ-ઇન્દ્રિયો વગેરેથી ભિન્ન છે. તે અવિદાને લીધે જ શરીર વગેરેની સૃષ્ટિ રચીને ભોગોના સાધનભૂત સૂક્ષ્મ શરીરનો સ્વીકાર કરે છે. (૨૨) જેમ હાલતા પાણીની સાથોસાથ તેમાં પ્રતિબિંબિત થતાં વૃક્ષો પણ હાલતાં હોય એમ દેખાય છે અને ફેરવવામાં આવતી આંખની સાથેસાથે સધળી પૃથ્વી જ જાણે ફરતી હોય એમ દેખાય છે; તેવી જ રીતે હે કલ્યાલ્રી! વિષયોને કારણે મન ભટકવા લાગે છે અને મન સાથે તાદાત્મ્ય કરીને તે નિર્વિકાર હોવા છતાં તે પણ ભટકવા લાગે છે. પરંતુ નિર્વિકાર હોવા છતાં વાસ્તવમાં આત્માનો સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર સાથે કોઈ પણ સંબંધ નથી. (૨૩-૨૪) બધી રીતે શરીર-રહિત આત્માને શરીર સમજી લેવો એનું જ નામ અજ્ઞાન છે; અને એનાથી જ પ્રિય કે અપ્રિય વસ્તુઓનું મળવું કે વિખૂટા પડવું થાય છે, એનાથી જ કર્મોની સાથે સંબંધ થઈ જવાને કારણે સંસારમાં ભટકવું, પડે છે. (૨૫) જન્મ, મરણ, અનેક પ્રકારના શોક, અવિવેક, ચિંતા અને વિવેક-વિસ્મરણ - એ બધાનું કારણ આ અશાન જ છે. (૨૬) આ બાબતમાં એક પ્રાચીન ઇતિહાસ છે. જે મૃત્યુ પામેલા મનુષ્યનાં સગાંસંબંધીઓ સાથેનો યમરાજનો વાર્તાલાપ છે. તમે ધ્યાનથી તે સાંભળો. (૨૭) ૬ ઉશીનર દેશમાં એક મહાન યશસ્વી રાજા હતો. તેનું, નામ હતું સુયશ. યુદ્ધમાં શત્રુઓએ તેને મારી નાખ્યો, ત્યારે તેના ભાઈબંધુઓ તેને વીંટળાઈને બેસી ગયા. (૨૮) ૧. પ્રા. પા. - તથાઇરવઃ | ૨. પ્રા. પા. - ત્સાષના ! ૩. [15521 મ્રા. પા. - ત્સતે! અ૦ ૨] સાતમો સ્કંધ 577 વિશીર્ણરત્નકવચં વિભ્રષ્ટાભરણસ્રજમ્‌ । શરનિર્ભિન્નહૃદયું શયાનમસૃગાવિલમ્‌ ॥ ૨૯॥ પ્રકીર્ણકેશં ધ્વસ્તાક્ષ રભસા દષ્ટદચ્છદમ્‌ | રજ૭ુણ્ઠમુખામ્ભોજં છિન્નાયુધભુજં મૃધે ।। ૩૦॥ ઉશીનરેન્દ્રં વિધિના તથા કૃતં પતિં મહિષ્યઃ પ્રસમીક્ષ્ય દુઃખિતાઃ | હતાઃ સ્મ નાથેતિ કરેરુરો ભૃશં ધતન્ત્યો મુહુસ્તત્પદયોરુપાપતન્‌ ॥ ૩૧॥। સ્દ્ત્ય ઉચ્ચૈર્દવિતાડધ્રિપકર્જ સિગ્ચન્ત્ય અસૈઃ કુચકુડકુમારુણૈઃ | વિસસ્તકેશાભરણાઃ શુચં૧ નૃણાં સૃજન્ત્ત આક્રન્દનયા વિલેપિરે 1 ૩૨॥ અહો વિધાત્રાડકરુણેન નઃ પ્રભો ભવાન્‌ પ્રણીતો દંગગોચરાં દશામ્‌ | ઉશીનરાણામસિ વૃત્તિદઃ પુરા કૃતોડધુના યેન શુચાં વિવર્ધનઃ || ૩૩॥ ત્વયા કૃતજઞેન વયં મહીપતે કથં વિના સ્યામ સુહત્તમેન તે | તત્રાનુયાનં તવ વીર પાદયોઃ શુશ્રૂષતીનાં દિશચ યત્ર યાસ્યસિ | ૩૪।। એવં વિલપતીનાં વૈ પરિગૃહ્ય* મૃત પતિમ્‌ | અનિચ્છતીનાં નિર્હારમર્કોડસ્તં સંન્યવર્તત ॥ ૩૫॥ તત્ર હં પ્રેતબન્ધૂનામાશ્રુત્ય પરિદેવિતમ્‌ ! આહતાન્‌બાલકો ભૂત્વા યમઃ સ્વયમુપાગતઃ ॥ ૩૬॥ ૧મ 6૧૨ અહો અમીષાં વયસાડધિકાનાં વિપશ્યતાં લોકવિર્ધિ વિમોહઃ | તેનું રત્નજડિત કવચ છિન્નભિન્ન થઈ ગયું હતું, ઘરેણાં અને માળાઓ નષ્ટબ્રષ્ટ થઈ ગયાં હતાં, બાલના પ્રહારથી તેનું હૃદય પણ વિંધાઈ ગયું હતું, શરીર લોહીથી લથપથ હતું, વાળ વિખેરાઈ ગયા હતા, આંખો બહાર આવી ગઈ હતી, ક્રોધના કારણે દાંતોથી તેના હોઠ દબાયેલા હતા, કમળ જેવું મુખ ધૂળથી ઢંકાઈ ગયું હતું, યુદ્ધમાં તેનાં શસ્ત્રો અને તેના હાથ કપાઈ ગયા હતા. (૨૯-૩૦) દૈવવશાત્‌ પોતાના પતિ ઉશીનર-નરેશની આવી દશા થયેલી જોઈને રાણ્ીઓને ઘણું દુઃખ થયું. ‘હા નાથ! અમે અભાગણીઓ તો વગર મોતે મારી ગઈ!’ - એમ કહીને તેઓ વારંવાર જોરજોરથી છાતી ફૂટતી પોતાના પતિનાં ચરણનો પાસે ઢળી પડી. (૩૧) તેઓ જોરજોરથી એટલું રડવા લાગી કે તેમના સ્તન પરના ચંદન સાથે ભળી જઈને વહેતાં લાલ-લાલ આંસુઓએ પ્રિષતમનાં ચરણકમળ પખાળી દીધાં. તેમના વાળ અને ઘરેણાં આમતેમ વિખેરાઈ ગયાં. તેઓ કર્ણ આક્રંદ સાથે વિલાપ કરી રહી હતી, જેને સાંભળીને મનુષ્યોના કદયમાં શોકનો સંચાર થઈ જતો હતો. (૩૨) “રે હાય! વિધાતા ઘણો કૂર છે. હે સ્વામી! જ આજે તમને અમારી આંખો આગળથી અદ્દશ્ય કરી દીધા. પહેલાં તો દેશવાસીઓના જીવનદાતા હતા, પણ આજે એવા બનાવી દીધા છે કે તમે અમારો શોક વધારી રહ્યા છો. (૩૩) હે પતિદેવ! તમે ખૂબ કૃતજ્ઞ છો કે, અમારી થોડી-સરખી સેવાને પણ ઘણી કરીને માનતા હતા. હાય! હવે તમારા વિના અમે કેવી રીતે તમારાં ચરણોની દાસીઓ છીએ. જઈ રહ્યા છો ત્યાં જ આવવાની અમને પણ આજ્ઞા આપો.” (૩૪) તેઓ પોતાના પતિનું શબ પકડીને આ મ્રમાણે વિલાપ કરતી હતી. તે શબને અગ્નિદાહ માટે ત્યાંથી લઈ જવા દેવાની તેમને ઇચકા થતી ન હતી. એટલામાં જ સૂર્યાસ્ત થઈ ગયો. (૩૫) તે સમયે ઉશીનર- નરેશના સંબંધીઓએ જે વિલાપ કર્યો હતો તે સાંભળીને સ્વયં યમરાજ બાળકના વેશમાં ત્યાં આવ્યા અને તેમણે તે લોકોને કહ્યું. (૩૬) યમરાજે કહ્યું - અહો આશ્ચર્ય છે! આ લોકો તો મારા કરતાંય પીઢ છે. લોકોનું જન્મવું અને મરવું બરાબર જુએ છે છતાં પણ આટલાં મૂઢ થઈ રહ્યાં છે. અરે! આ ૧. પ્રા. પા. - નૃશાં શુચં! ૨. પ્રા. પા. - દિશિ | ૩. પ્રા. પા. - પ્રતિઃ! [15521 678 શ્રીમદભાગવત [અ૦ર યત્રાગતસ્તત્રર ગતં મનુષ્ય સ્વયં સધર્મા અપિ શોચન્ત્યપાર્થમ્‌ | ૩૭।! અહો વયં ધન્યતમા યદત્રચ ત્યક્તાઃ પિતૃભ્યાં ન વિચિન્તયામઃ | અભક્ષ્યમાણા અબલા વૃકાદિભિઃ સ રક્ષિતા રક્ષતિ યો હિ ગર્ભે 1૩૮! ય ઇચ્છયેશઃ સૃજતીદમવ્યયો ય એવ રક્ષત્યવલુમ્પતે ચ યઃ! તસ્યાબલાઃ ક્રીડનમાહુરીશિતુ- શ્વરાચરં નિગ્રહસડગ્રહે* પ્રભુઃ | ૩૯॥ પથિ ચ્યુતં તિષ્ઠતિ દિષ્ટરક્ષિતં ગૃહે સ્થિતં તદ્વિહતં વિનશ્યતિ | જીવત્યનાથોડપિ તદીક્ષિતો વને ગૃહેડપિ ગુમોડસ્ય હતો ન જીવતિ | ૪૦॥ ભૂતાનિ તૈસ્તેર્નિજયોનિકર્મભિ- ભવન્તિ કાલે ન ભવત્તિ સર્વશઃ । ન તત્ર હાત્મા પ્રકૃતાવપિ સ્થિત- સ્તસ્યા ગુણૈરન્યતમો નિબધ્યતે* 1૪૧॥ ઇદં શરીરં પુરુષસ્ય મોહજં યથા પૃથગ્ભૌતિકમીયતે ગૃહમ્‌ | યથૌદકેઃ પ પાર્થિવતેજસૈર્જનઃ કાલેન જાતો વિકૃતો વિનશ્યતિ 1૪૨ યથાડનલો દારુષુ ભિન્ન ઈયતે યથાડનિલો દેહગતઃ પૃથક્‌ સ્થિતઃ | યથા નભઃ સર્વગતં ન સજ્જતે તથા પુમાન્‌ સર્વગુણાશ્રયઃ પરઃ | ૪૩॥।। મનુષ્ય જ્યાંથી આવ્યો હતો ત્યાં જ ચાલ્યો ગયો. આ લોકોએ પણ એક ને એક દિવસ ત્યાં જ જવાનું છે. તો પછી આ લોકો વ્યર્થ શા માટે આટલો શોક કરે છે? (૩૭) અમે તો તમારા કરતાં લાખ ગણા સારા છીએ, પરમ ધન્ય છીએ; કારણ કે અમારાં માતાપિતાએ અમને છોડી દીધા છે. અમારા શરીરમાં પર્યાપ્ત શક્તિ પણ નથી, તો પણ અમને કોઈ ચિંતા નથી. વરુ વગેરે હિંસક પ્રાણીઓ અમને કશી હાનિ પહોંચાડી શકતાં નથી. જેણે ગર્ભમાં રક્ષણ કર્યું હતું તે જ આ જીવનમાં પણ અમારું રક્ષણ કરતો રહે છે. (૩૮) હે દેવીઓ! જે અવિનાશી ઈશ્વર પોતાના આનંદ ખાતર આ જગતનું સર્જન કરે છે, પાલન કરે છે અને નાશ કરી દે છે તે પ્રભુનું આ (જગત) તો એક રમકડું માત્ર છે.. તે આ ચરાચર જગતને શિક્ષા (દંડ) કે પુરસ્કાર આપવામાં સમર્થ છે. (૩૯) ભાગ્ય અનુકૂળ હોય તો રસ્તામાં પડી ગયેલી વસ્તુ પણ જેમની તેમ પડી રહે છે, પરંતુ ભાગ્ય પ્રતિકૂળ થવાથી ધરની અંદર તિજોરીમાં મૂકેલી વસ્તુ પણ ખોવાઈ જાય છે. જીવ જંગલમાં પણ કોઈના સહારા વિના દેવની કૃપાદષ્ટિથી ઘણા સમય સુધી જીવતો રહે છે, પરંતુ દેવના વિપરીત થવાથી ઘરમાં સુરક્ષિત રહેલો હોવા છતાં પણ તે મરી જાય છે. (૪૦) હે રાલ્રીઓ! બધાં પ્રાણીઓનું મૃત્યુ પોતાનાં પૂર્વજન્મોનાં કર્મોની વાસના અનુસાર સમય આવ્યે થાય છે અને તે જ અનુસાર તેમનો જન્મ પણ થાય છે. પરંતુ, આત્મા શરીરથી અત્યંત ભિન્ન છે, તેથી તે તેનામાં રહેલો હોવા છતાં પબ્ર તેના જન્મ-મૃત્યુ સાથે તેનો કોઈ સંબંધ નથી. (૪૧) જેમ મનુષ્ય પોતાના મકાનને પોતાનાથી અલગ અને માટીનું (બનેલું) સમજે છે તેવી જ રીતે આ શરીર પણર (આત્માથી) અલગ અને માટીનું (બનેલું) છે. મનુષ્ય મોહને લીધે તેને પોતાનું સમજી લે છે. જેમ પાણીનો વિકાર પરપોટો છે, માટીનો વિકાર ઘડો છે અને સોનાનો વિકાર દાગીના છે. તે બધા રૂપાંતર થઈને નષ્ટ થઈ જાય છે તેવી જ રીતે જળ-માટી અને તેજ આદિ તત્વના વિકારથી બનેલું આ શરીર પણ કાળના પ્રભાવથી બને છે અને નષ્ટ થઈ જાય છે. (૪૨) જેમ લાકડામાં રહેલો વ્યાપક અગ્નિ સ્પષ્ટપણે જ તેનાથી અલગ છે, જેમ શરીરમાં રહેવા છતાં વાયુનો તેની સાથે કોઈ સંબંધ નથી, જેમ આકાશ સર્વત્ર એકસરખું (વ્યાપ્ત) રહેવા છતાં પણ કોઈનાય ગુણ અને દોષથી લેપાતું નથી - તેવી જ રીતે સમસ્ત દેહ અને ઇન્દ્રિયોમાં રહેનારો અને તેમનો આશ્રયભૂત આત્મા પણ તેમનાથી અલગ છે અને નિર્લિપ્ત છે. (૪૩) ૧. પ્રા. પા. - થત્રોદ્ધવઃ । ૨. પ્રા. પા. - યદેતત્‌ ! ૩. પ્રા. પા. - સડ્ગ્રહનિગ્રહે | ૪. પ્રા. પા. - ત્ડપિ બદ્ધયતે । પ. પ્રા. પા. - તથોટ ! [15521 અ૦૨] સાતમો સ્કંધ 679 સુયજ્ઞો નન્વયં શેતે મૂઢા યમનુશોચથ ! યઃશ્રોતા યોડનુવક્તેહ સ ન દેશ્યેત કર્હિચિત્‌ | ૪૪।! ન શ્રોતા નાનુવક્તાયં મુખ્યોડપ્યત્ર મહાનસુઃ યસ્ત્વિહેન્દ્રિયવાનાત્મા સ ચાન્યઃ પ્રાણદેહ’ ભૂતેન્દ્રિયમનોલિક્નાન દેહાનુચ્ચાવચાન્‌ વિભુઃ । ભજત્યુત્સુજતિ હ્યન્યસ્તચ્ચાપિ સ્વેન તેજસા 1 ૪૬॥ યાવલ્લિદ્રાન્વિતો હ્યાત્મા તાવત્કર્મનિબન્ધનમ્‌ । તતો વિપર્યયઃ ક્લેશો માયાયોગોડનુવર્તતે 1૪૭ વિતથાભિનિવેશોડયં યદ્‌ ગુણેપ્વર્થદંગ્વચઃ | યથા મનોરથઃ સ્વપ્નઃ સર્વમૈન્દ્રિયકં મૃષા । ૪૮॥ અથ નિત્યમનિત્યં વા નેહ શોચન્તિ તદ્રિદઃ ! નાન્યથા શક્યતે કર્તું સ્વભાવઃ શોચતામિતિ ।। ૪૯॥। લુબ્યકો વિપિને કશ્ચિત્પક્ષિણાં નિર્મિતોડન્તકઃ | વિતત્ય જાલં વિદધે તત્ર તત્ર પ્રલોભયન્‌ | ૫૦॥। કુલિક્રમિથુનં તત્ર વિચરત્સમદેશ્યત | તયોઃ કુલિન્રી સહસા લુબ્ધકેન પ્રલોભિતા || ૫૧॥। સાડસજ્જત શિચસ્તન્ત્યાં મહિષી કાલયન્ત્રિતા । કુલિદ્નસ્તાં તથાડડપત્નાં નિરીક્ષ્ય ભૃશદુ:ખિતઃ । સ્નેહાદકલ્પઃ કૃપણઃ કૃપણાં પર્યદેવયત્‌ પર અહોઅકરણો દેવઃસ્ત્રિયાડડકરુણયાવિભુઃ 1 કૃપણ માડનુશોચન્ત્યા દીનયા કિં કરિષ્યતિ ॥ ૫૩॥। હે મૂરખાઓ! જેના માટે તમે બધાં શોક કરી રહ્યાં છો તે સુજ્ઞ નામનું શરીર તો તમારી સામે પેલું છે; તમે તેને જ જોતા હતા. તેનામાં જે સાંભળનારો અને બોલનારો હતો તે તો ક્યારેય કોઈને દેખાતો ન હતો. તો પછી આજે પભ્ન તે ન દેખાતો હોય તો એમાં શોક શા માટે? (૪૪) (“પ્રાણ જ બોલનારો અને સાંભળનારો હતો તે નીકળી ગયો’ એવી તમારી માન્યતા મૂર્ખતાભરેલી છે; કારણ કે સુપુપ્તિના સમયે પ્રાન્ન તો રહે જ છે, છતાં પણ તે નથી બોલતો કે નથી સાંભળતો.) શરીરમાં બધી ઇન્દ્રિયોની ચેષટાના હેતુભૂત જે મહામ્રાણ છે તે પ્રધાન હોવા છતાં પણ બોલનારો કે સાંભળનારો હોતો નથી; કારણ કે તે જડ છે. શરીર અને ઇન્દ્રિયો વડે બધા પદાર્થોનો દ્રષ્ટા જે આત્મા છે તે શરીર અને પ્રાણ બંનેથી ભિન્ન છે. (૪૫) જોકે તે પરિચ્છિન્ન (વિભક્ત) નથી, વ્યાપક છે તોપણ પાંચ ભૂતો, ઇન્દ્રિયો અને મનથી યુક્ત ઊંચ-નીચ (દિવ, મનુષ્ય, પશુ-પક્ષી વગેરે) શરીરોને ગ્રહબ્ર કરે છે અને પોતાની વિવેકશક્તિથી મુક્ત પણ થઈ જાય છે. વાસ્તવમાં તે (આત્મા) આ બધાંથી અલગ છે. (૪૬) જ્યાં સુધી તે પાંચ પ્રાણ, પાંચ કર્ન્દરિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, બુદ્ધિ અને મન - આ સત્તર તત્વોથી બનેલા લિંગ-શરીર સાથે સંલગ્ન રહે છે ત્યાં સુધો કર્મોથી બંધાયેલો રહે છે અને આ બંધનને કારણે જ માયાને લીધે થતા મોહ અને ક્લેશ બરાબર તેની પાછળ પડેલા ૨; પ્રકૃતિના ગુભ્રોને તથા તેમનાથી બનેલી વસ સમજવાં અથવા કહેવાં એ મિથ્યા દુરાગ્રહ છે. મનોરથવેળાની કલ્પિત અને સ્વપ્નવેળાએ દેખાતી વસ્તુઓની જેમ જ ઇન્દ્રિયો વડે જે કંઈ ગ્રહણ કરવામાં આવે છે તે બધું મિથ (અસત્‌) છે. (૪૮) તેથી શરીર અને આત્માનું તત્ત્વ જાણનારા મનુષ્યો નથી તો અનિત્ય શરીર માટે શોક કરતા કે નથી તો નિત્ય આત્મા માટે શોક કરતા. પરંતુ જ્ઞાનની દઢતા નર્હી હોવાને કારબ્રે જે લોકો શોક કરતા રહે છે તેમના સ્વભાવને બદલવાનું ઘણું મુશ્કેલ છે. (૪૯) કોઈ જંગલમાં એક પારધી રહેતો હતો. પારધી તે કેવો, જાણે વિધાતાએ પક્ષીઓના કાળના રૂપમાં જ તેને રચ્યો હતો! ક્યાંય પણ તે જાળ બિછાવતો, બસ લલચાવીને પક્ષીઓને ફસાવી જ લેતો. (૫૦) એક દિવસ તેણે કુલિંગ પક્ષીના એક યુગલને ચારો ચણતાં જોયું. તે પારધીએ તે પૈકી માદા પક્ષીને તો તરત જ ફસાવી દીધું. (૫૧) કાળવશાત્‌ તે કુલિંગ-માદા જાળના ફંદામાં ફસાઈ ગઈ. નર-પક્ષીને પોતાની માદાની વિપત્તિજોઈનેભારે દુઃખથવું. તે બિચારો તેને છોડાવી શકેએમ તો હતો નહીં, બસ સ્નેહને લીધે તે બિચારી માદા માટે વિલાપ કરવા લાગ્યો. (પર) તે કહેવા લાગ્યો - “‘આમ તો વિધાતા
  1. શ્રીમદભાગવત કામં નયતુ માં દેવઃ કિમર્ધનાત્મનો હિ મે ! દીનેન જીવતા દુઃ:ખમનેન* વિધુરાયુષા | ૫૪॥। કથં ત્વજાતપક્ષાંસ્તાન્‌ માતૃહીનાન્‌ બિભર્મ્યહમ્‌ | મન્દભાગ્યાઃ પ્રતીક્ષન્તે નીડે મે માતરં પ્રજાઃ ॥ પપ॥। એવં કુલિદ્રં વિલપન્તમારાત્‌ પ્રિયાવિયોગાતુરમશ્રુકણ્ઠમ્‌ 1! સ એવ તં શાકુનિકઃ શરેણ વિવ્યાધ કાલપ્રહિતો વિલીનઃ ૫૬॥ એવં યૂયમપશ્યન્ત્ય આત્માપાયમબુદ્ધયઃ ! નૈન પ્રાપ્સ્થથ શોચન્ત્યઃ પતિં વર્ષશતેરપિ || ૫૭॥ હિરશ્જકશિપુરુવાચ બાલચ એવં પ્રવદતિ સર્વે વિસ્મિતચેતસઃ । જ્ઞાતયો મેનિરે સર્વમનિત્યમયથોત્થિતમ્‌ | ૫૮॥। યમ એતદુપાખ્યાય તત્રૈવાન્તરધીયત | જ્ઞાતયોડપિ સુયજ્ઞસ્ય ચફુર્યત્સામ્પરાયિકમ્‌ ॥ ૫૯।॥। તતઃ” શોચત મા યૂયં પરં* ચાત્માનમેવ ચ ! ક આત્મા કઃ પરો વાત્ર સ્વીયઃ પારક્ય એવ વા ! સ્વપરાભિનિવેશેન વિનાડજ્ઞાનેન દેહિનામ્‌ ॥ ૬૦॥ નારદ 6વાચ ઇતિ દૈત્યપતેર્વાક્યં દિતિરાકર્શ્ય સસ્નુષા | પુત્રશો્કં ક્ષણાત્ત્યક્ત્વા તત્ત્વે ચિત્તમધારયત્‌ !। ૬૧।। [અ૦૨ સર્વ કાંઈ કરી શકે છે, પરંતુ તે છે ઘણો જ નિર્દય. આ મારી સહચરી એક તો રહી સ્ત્રીજાત અને બીજું, મુજ અભાગિયા સારુ શોક કરતી તે ઘણી દીનતાથી તરફડી રહી છે. એને લઈને તે વિધાતા કરશે શું? (૫૩) એને આનંદ થતો હોય તો મને લઈ જાય. આના વિના હું પોતાનું અધૂરું વિધુર-જીવન કે જે દીનતા અને દુઃખથી ભરેલું છે તે લઈને શું કરીશ? (૫૪) હજી તો મારાં અભાશિયાં બચ્ચાઓને પાંખો પણ પૂરી ફૂટી નથી. પત્નીના મરી જવાથી તે માવિહોણાં બચ્ચાંઓને હું કેવી રીતે પાળીશ? અરે! માળામાં તેઓ પોતાની માતાની વાટ જોઈ રહ્યાં હશે.” (પ૫) આ રીતે તે કુલિંગ-નર ઘણોબધો વિલાપ કરવા લાગ્યો. પોતાની સહચરીના વિયોગથી તે દુઃખાતુર થઈ રહ્યો હતો. આંસુઓને લીધે તેનું ગળું રૂંધાઈ ગયું હતું. ત્યાં સુધીમાં તો. કાળની પ્રેરણાથી, પાસે જ સંતાઈ રહેલા તે પારધીએ એવું બાણ મારુ કે તે પણ ત્યાં જ મૃત્યુ પામ્યો (૫૬). હે મૂર્ખ રાશીઓ! તમારી પણ આ જ દશા થવાની છે. તમને પોતાનું મૃત્યુ તો દેખાતું નથી અને એના માટે રડી રહી છો, છાતી ફૂટી રહી છો! જો તમે સો વરસ સુધી આ જ રીતે શોકને લીધે છાતી ફૂટતી રહેશો તોપણ હવે તમે આને મેળવી શકશો નહીં. (૫૭) હિરશ્યકશિપુએ કહ્યું - તે યમરાજરૂપે આવેલા નાના-સરખા બાળકની આવી જ્ઞાનપૂર્ણ વાતો સાંભળીને તે બધાં જ વિસ્મય પામ્યાં. ઉશીનર-નરેશના ભાઈબંધુઓ અને તેની પત્નીઓએ એ વાત સમજી લીધી કે સમસ્ત સંસાર અને. એનાં સુખદુઃખ - એ બધું જ અનિત્ય અને મિથ્યા છે. (૫૮) યમરાજ આ ઉપાખ્યાન સંભળાવીને ત્યાં જ અંતર્ધાન થઈ, ગયા. પછી સગાસંબંધીઓએ પણ સુયશની અંત્યેષ્ટિ-ક્રિયા કરી. (૫૯) તેથી તમે બધાં પણ પોતાના માટે કે બીજા કોઈનાય માટે શોક ન કરો. આ સંસારમાં કોણ આત્મા છે અને કોણ આત્માથી ભિન્ન? શું પોતાનું છે અને શું પારકું? પ્રાણીઓને અજ્ઞાનને કારણે જ આ પોતાનું-પારકું એવો દુરાગ્રહ થઈ રહ્યો છે. આ ભેદબુદ્ધિનું અન્ય કોઈ કારણ નથી. (સિવાય કે અજ્ઞાન). (૬૦) નારદજી બોલ્યા - (હે યુધિષ્ઠિર!) પોતાની પુત્રવધૂની સાથે દિતિએ હિરજ્યકશિપુની આ વાત સાંભળીને તે જ ક્ષણે પુત્રશોક ત્યજી દીધો અને પોતાનું ચિત્ત પરમતત્ત્વ- સ્વરૂપ પરમાત્મામાં જોડી દીધું. (૬૧) ર6 ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં સમ્રમસ્કન્ધેષ દિતિશોકાપનયનં નામ હિતીયોડધ્યાયઃ ॥। ૨॥ સાતમા સ્કંધ-અંતર્ગત દિતિના શોકનું નિવારણ નામનો બીજો અધ્યાય સમાપ્ત.