Śrīmad Bhāgavatam

હિરશ્યકશિપુ દ્વારા પ્રહ્લાદજીના વધનો પ્રયત્ન ઘરદ ઉવ/ય પૌરોહિત્યાય ભગવાન્‌ વૃતઃ કાવ્યઃ કિલાસુરેઃ | શફ્ડામકી સુતૌ તસ્ય દૈત્યરાજગૃહાન્તિકે | ૧॥ તૌગરાજ્ઞા

પ્રહ્લાદજીનો અસુર-બાળકોને ઉપદેશ હાદ 6૬૨ કૌમાર આચરેત્પ્રાશો ધર્માન્‌ ભાગવતાનિહ |! દુર્લભં માનુષં જન્મ તદપ્યધ્રુવમર્થદમ્‌ । ૧॥ યથા હિ પુરુષસ્યેહ વિષ્ણોઃ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પાંચમો અધ્યાય હિરશ્યકશિપુ દ્વારા પ્રહ્લાદજીના વધનો પ્રયત્ન “ઘરદ ઉવ/ય પૌરોહિત્યાય ભગવાન્‌ વૃતઃ કાવ્યઃ કિલાસુરેઃ | શફ્ડામકી સુતૌ તસ્ય દૈત્યરાજગૃહાન્તિકે | ૧॥ તૌગરાજ્ઞા પ્રાપિતં બાલં પ્રહ્માદં નયકોવિદમ્‌ ! પાઠયામાસતુઃ પાઠ્યાનન્યાંશ્ચાસુરબાલકાન્‌ || ૨॥। યત્તત્ર ગુરુજ્ના પ્રોક્તં શુશ્રુવેડનુ પપાઠ ચ । ન સાધુ મનસા મેને સ્વપરાસદગ્રહાશ્રયમ્‌ ॥ ૩॥ એકદાડસુરરાટ્‌ પુત્રમકમારોપ્ય પાણ્ડવ | પપ્રચ્છ કથ્યતાં વત્સ મન્યતે સાધુ યદ્ધવાન્‌ | ૪॥ શહદદ ઉજ તત્સાધુ મન્યેડસુરવર્ય દેહિનાં સદા સમુદ્ધિગ્નધિયામસદ્ગ્રહાત્‌ । હિત્વાડડત્મપાતં ગૃહમન્ધકૂપં વને ગતો યદ્ધરિમાશ્રયેત 1૫॥ નારદજી કહે છે - (હે યુષિષ્ઠિર!) દેત્યોએ ભગવાન શુકાચાર્યજીને પોતાના પુરોહિત બનાવ્યા હતા. તેમને બે પુત્રો હતા - શંડ અને અમક. તે બંને રજમહેલની પાસે જ રહીને, હિરણ્યકશિપુએ મોકલેલા નીતિનિપુણ બાળક પ્રહલાદને અને અન્ય દૈત્યબાળકોને રજ-નીતિ, અર્ધનીતિ વગેરે ભણાવતા હતા. (૧-૨) પ્રહ્લાદજી ગુરુજીએ ભજ્ાવેલો પાઠ સાંભળી લેતા હતા અને તેને જેમનો તેમ (યથાતથ) તેમને કહી સંભળાવતઃ હતા; પરંતુ તેમને સારો લાગતો ન હતો, કારણ કે તે પાઠમાં મૂળ આગ્રહ હતો અસત્‌ વસ્તુનો. (૩) હે યુષિષ્ઠિર! એક દિવસ હિરફ્યકશિપુએ પોતાના પુત્ર પ્રહ્લાદને અત્યંત પ્રેમપૂર્વક ખોળામાં બેસાડીને પૂછ્યું - “બેટા! બરતાવ તો. ખરો, તને કઈ વાત સારી લાગે છે?” (૪) પ્રહ્લાદજીએ કહ્યું - હે (પિતાજી! સંસારી જીવો “હું’ અને “મારું’નો મિથ્યા આગ્રહ સેવીને હંમેશાં અત્યંત ઉદ્ધિગ્ન રહે છે. આવાં પ્રાણીઓ માટે હું એ જ યોગ્ય સમજું છું કે તેઓ આત્માનું પતન કરનારા ઘાસથી ઢંકાયેલા અંધારા કૂવા જેવા પોતાના ધરને છોડીને વનમાં ચાલ્યા જાય અને ભગવાન શ્રીહરિનું શરણ ગ્રહણ કરી લે. (૫) ૧. પ્રા. પા. - તપરે ! ૨, પ્રાચીન પ્રતમાં ‘પ્ર્ાદયરિતે’ - એટલો ભાગ નથી. ૩. પ્રા. પા. - તૌ તુ રાશાર્ષિત | અ૦૫] સાતમો સ્કંધ 891 નારદ ઉવાચ શ્રુત્વા પુત્રગિરો દૈત્યઃ પરપક્ષસમાહિતાઃ | જહાસ બુદ્ધિર્બાલાનાં ભિધતે પરબુદ્ધિભિઃ ॥ ૬।। સમ્યગ્વિધાર્યતાં બાલો ગુરુગેહે દ્વિજાતિભિઃ | વિષ્ણુપક્ષૈઃ પ્રતિચ્છજ્ષર્ન ભિદ્યેતાસ્ય ધીર્યથા || ૭॥। ગૃહમાનીતમાહૂય પ્રહ્રાદં દૈત્યયાજકાઃ ! પ્રશસ્ય શ્લક્ષ્ણયા વાચા સમપૃચ્છન્ત સામભિઃ || ૮।। વત્સ પ્રહ્ધાદ ભદ્રં તે સત્યં કથય મા મૃષા | બાલાનતિ કુતસ્તુભ્યમેષ બુદ્ધિવિપર્યયઃ ॥ ૯।। બુદ્ધિભેદઃ પરકૃત ઉતાહો તે સ્વતોડભવત્‌ | ભણ્યતાં શ્રોતુકામાનાં ગુરૂણાં કુલનન્દન | ૧૦ શરહ્દાદ ઉવાચ સ્વઃ પરક્ચેત્યસદ્ગ્રાહઃપુંસાં યન્માયયા કૃતઃ । વિમોહિતધિયાં દંષ્ટસ્તસ્મૈ ભગવતે નમઃ |।૧૧।। સ યદાનુવ્રતઃ પુંસાં પશુબુદ્ધિર્વિભિદ્યતે । અન્ય એષ તથાન્યોડહમિતિ ભેદગતાડસતી ।। ૧૨॥। સ એષ આત્મા સ્વપરેત્યબુદ્ધિભ- ર્દુરત્યયાડનુક્રમણો નિરૂપ્યતે । મુહ્યન્તિ યદ્રર્ત્મનિ વેદવાદિનો બ્રહ્માદયો હ્ોષ ભિનત્તિ મે મતિમ્‌ 1૧૩॥। યથા ભ્રામ્યત્યયો બ્રહ્મન્‌ સ્વયમાકર્ષસન્ઞિધો । તથા મે ભિદ્યતે ચેતશ્ચકપાણેર્યદચ્છયા || ૧૪॥। નારદજી કહે છે - પ્રહ્લાદજીના મુખેથી શત્રુપક્ષની પ્રશંસાપૂર્ણ વાત સાંભળીને હિરલ્યકાશિપુએ અટ્ટહાસ્ય કર્યુ. તેણે કહ્યું - “બીજાઓના બહેકાવવાથી બાળકોની બુદ્ધ આ જ રીતે બગડી જાય છે! (૬) લાગે છે કે ગુરુજીના ઘરમાં વિષ્ણુના પક્ષપાતી થોડા બ્રાહ્મણો વેશ બદલીને રહે છે. હવેથી બાળકની સારી રીતે સંભાળ રાખવામાં આવે કે જેથી આની બુદ્ધિ બહેકી ન જાય.” (૭) દૈત્યોએ પ્રહ્લાદજીને જ્યારે ગુરુજીના ઘરે મોકલી દીધા ત્યારે પુરોહિતોએ તેમની પ્રશંસા કરીને સમજાવીને મધુર વાણીમાં પૂછ્યું - “બેટા પ્રહ્લાદ! તારું કલ્યાણ થાઓ. સાચેસાચું કહેજે; જૂઠું ન બોલતો. તારી આ બુદ્ધિ વિપરીત કેમ થઈ ગઈ? બીજા કોઈ બાળકની બુદ્ધિ તો આવી નથી થઈ. (૯) કુલનંદન પ્રહ્લાદ! કહે તો ખરો. અમે તારા ગુરુજનો, એ જાણવા ઇચ્છીએ છીએ કે તારી બુદ્ધિ જાતે જ આવી થઈ ગઈ છે કે પછી કોઈએ ખરેખર તને બહેકાવ્યો છે?” (૧૦) પ્રહ્લાદજીએ કહ્યું - ’“‘આ મારું છે અને આ પારકું” એવો મિથ્યા આગ્રહ ભગવાનની માયાથી જ લોકોમાં જોવા મળે છે. તે માયાપતિ ભગવાનને હું નમસ્કાર કરું છું. (૧૧) તે ભગવાન જ જ્યારે કૃપા કરે છે ત્યારે મનુષ્યોની પશુબુદ્ધિનો નાશ થઈ જાય છે. આ પશુબુદ્ધિને કારણે જ તો “હું આ છું’ અને ‘પેલું મારાથી ભિન્ન છે’ એવા પ્રકારનો મિથ્યા ભેદભાવ પેદા થાય છે. (૧૨) પરમાત્મા જ સર્વનો આત્મા છે. તેમને અજ્ઞાનીજનો જાણતા નથી તેથી “આ મારું અને આ પારડું’ એવો ભેદ-ભાવ રાખીને વર્જન કરે છે. કારણ કે તેમના માટે તે (પરમાત્મા)ના તત્ત્વને જાણવું ઘણું જ મુશ્કેલ છે અને બ્રહ્મા વગેરે મોટા મોટા વેદવેત્તાઓ પણ એ વિશે મોહિત થઈ જાય છે. બસ, તે જ પરમાત્મા તમારા શબ્દોમાં “મારી બુદ્ધિ બગાડી રહ્યા છે.’ (૧૩) હે ગુરુજી! જેમ ચુંબકની પાસે લોઢું પોતે જ ખેંચાઈ આવે છે તેવી જ રીતે ચક્રપાણિ ભગવાનની સ્વચ્છંદ ઇચ્છાશક્તિથી મારું ચિત્ત પણ સંસારથી અલગ થઈને તેમની તરફ આપમેળે જ ખેંચાઈ જાય છે. (૧૪) ૧. પ્રા. પા. - પરઃ સ્વશ્ચેત્ય | 692 શ્રીમદભાગવત [અ૦પ નાર ઉવાચ એતાવદબ્રાહ્મણાયોક્ત્વા વિરરામ મહામતિઃ | તં૨ નિર્ભ્સ્યાથ કુપિતઃ સ દીનો રાજસેવકઃ ।। ૧૫॥ આનીયતામરે વેત્રમસ્માકમયશસ્કરઃ | કુલાદ્ઞારસ્ય દુર્બુદ્વશ્ચતુર્થોડસ્યોદિતો દમઃ !। ૧૬॥॥ દૈતેયચન્દનવને જાતોડયં કણ્ટકઠ્ઠુમઃ | ન્મૂલોન્મૂલપરશોર્વિષ્ણોર્નાલાયિતોડર્ભકઃ ॥ ૧૭॥ ઇતિ તં વિવિધોપાયૈર્ભષિયંસ્તર્જનાદિભિઃ | પ્રહ્માદં ગ્રાહયામાસ ત્રિવર્ગસ્યોપપાદનમ્‌ ।। ૧૮॥। તત એનં ગુરુર્શાત્વા જ્ઞાત્ઞેયચતુષ્ટયમ્‌ | દૈત્યેનદ્ર દર્શયામાસ માતૃમૃષ્ટમલડકુતમ્‌ | ૧૯॥। પાદયોઃ?”પતિતંબાલં પ્રતિનન્ાશિષાડસુરઃ ! પરિષ્વજ્ય ચિરં દોર્ભ્યા પરમામાપ નિર્વૃતિમ્‌ ।। ૨૦॥। આરોપ્યાક્રમવદ્રાય મૂર્ધન્યશ્રુકલામ્બુભિઃ । આસિગ્ચન્‌ વિકસદ્ધક્ત્રમિદમાહ યુધિષ્ઠિર || ૨૧॥। શિરકમિપુસુૂતાસ* પ્રહ્માદાનૃચ્યતાં તાત સ્વધીતં કિગ્ચિદુત્તમમ્‌ । કાલેનૈતાવતાડડયુષ્મન્‌ યદશિક્ષદ્‌ ગુરોર્ભવાન્‌ ॥ રર ॥ 4/6 6૧૨ શ્રવણં કીર્તનં વિષ્ણોઃ સ્મરણં પાદસેવનમ્‌ । અર્ચન વન્દનં દાસ્યં સખ્યમાત્મનિવેદનમ્‌ | ર૩॥ નારદજી કહે છે - પરમજ્ઞાની પ્રહ્લાદજી પોતાના ગુરુજીને આટલું કહીને ચૂપ થઈ ગયા. બિચારા પુરોહિત રાજાના સેવક હતા, પરાધીન હતા. તેઓ ગભરાઈ ગયા. તેમણે કોધથી પ્રહ્લાદજીને ધમકાવી નાખ્યા અને કહ્યું- (૧૫) “અરે કોઈ મારી સોટી તો લાવો. આ અમારી કીર્તિમાં ક્લંક લગાડી રહ્યો છે. આ દુષ્બુદ્ધિ કુલાંગારને સરખો કરવા માટે ચોથો ઉપાય - દંડ જ બરાબર રહેશે. (૧૬) દૈત્યોના વંશના ચંદનવનમાં આ કાંટાળો બાવળ ક્યાંથી પેદા થયો? જે વિષ્ણુ આ વનનાં મૂળ કાપવામાં કુહાડીનું કામ કરે છે, આ નાદાન બાળક તેમનો જ હાથો બની રહ્યો છે. (૧૭) આ પ્રમાણે ગુરુજીએ વિવિધ રીતે ડરાવી-ધમકાવીને પ્રહ્લાદજીને અર્થ, ધર્મ તથા કામ સંબંધી ઉપદેશ આપ્યો. (૧૮) થોડા સમય પછી જ્યારે ગુરુજીએ જોયું કે પ્રહ્લાદજીએ સામ, દામ, ભેદ અને દંડ વિશેની બધી વાતો જાબ્રી લીધી છે ત્યારે તેઓ તેમને તેમની માતા પાસે લઈ ગયા. માતાએ ઘણા વહાલથી તેમને નવડાવી-ધોવડાવીને સારી રીતે કપડાં-ઘરેણાંથી સજાવી દીધા. ત્યારપછી તેઓ તેમને હિરણ્યકશિપુ પાસે લઈ ગયાં. (૧૯) પ્રહ્લાદજી પોતાના પિતાનાં ચરણોમાં પડ્યા. હિરશ્યકશિપુએ તેમને આશીર્વાદ આપ્યા અને બંને હાથોથી ઊંચકી લઈને ઘણી વાર સુધી ગળે લગાડી રાખ્યા. તે સમથે દૈત્યરાજનું હદય આનંદથી ઊભરાઈ રહયું હતું. (૨૦) ઢે યુષિષ્ઠિર! હિરભ્મકશિપુએ પ્રસન્નવદન પ્રહ્લાદજીને પોતાના ખોળામાં બેસાડીને તેમનું માથું સૂંધું. તેની આંખોમાંથી પ્રેમનાં આંસુ વહીને પ્રહ્લાદજીના શરીરને ભીંજવવા લાગ્યાં. તેણે પોતાના પુત્રને કહ્યું. (૨૧) હિરણ્યકશિપુએ કહ્યું - બેટા પ્રહ્લાદ! આટલા સમયમાં તેં ગુરુજી પાસેથી જે શિક્ષણ મેળવ્યું છે તેમાંની કંઈક ઉત્તમ વાત, હે આયુષ્યમાન! તું કહી બતાવ. (૨૨) પ્રહ્લાદજીએ કહ્યું - (હે પિતાજી!) ભગવાન શ્રીવિષ્લુની ભક્તિના નવ પ્રકાર છે - ભગવાનનાં ગુ્ર- લીલા-નામ વગેરેનું શ્રવણ, તેમનું કીર્તન, તેમનાં રૂપ-નામ વગેરેનું સ્મરણ, તેમનાં ચરણોની સેવા, પૂજા-અર્ચના, વંદન, દાસ્થ, સખ્ય અને આત્મનિવેદન. જો ભગવાન પ્રત્યે ૧. પ્રાચીન પ્રતમાં ‘નારદ ઉવાચ’ નથી. ૨. મ્રા. પા. - તં સુનિર્ભર્ય કન ! ૩. પ્રા. પા. - તન્મુ* | ૪. પ્રા. પા. - પ્રશરત પાદયોર્બાલ । પ. પ્રાચીન પ્રતમાં ‘ડિરલ્યકશિપુર્વાચ’ નથી. અ૦૫] સાતમો સ્કંધ 693 ઇતિપુંસાડર્પિતા વિષ્ણૌ ભક્તિશ્ચેન્નવલક્ષણા । ક્રિયતે ભગવત્યદ્ધા તન્મન્યેડધીતમુત્તમમ્‌ ॥ ૨૪॥। નિશમ્યૈતત્સુતવચો હિરણ્યકશિપુસ્તદા | ગુરુપુત્રમુવાચેદી રુષા પ્રસ્ફુરિતાધરઃ || ૨૫|। બ્રહ્મબન્ધો કિમેતત્તે વિપક્ષ શ્રયતાડસતા । અસારં ગ્રાહિતો બાલો મામનાદંત્ય દુર્મતે ॥ ર૬॥ સન્તિ હ્યસાધવો લોકે દુર્મૈત્રાશ્છશ્રવેષિણઃ । તેષામુદેત્યધં કાલે રોગઃ પાતકિનામિવ || ૨૭।। ગુસ્કુત્ર ઉશચ! ન મત્પ્રણીત ન સુતો વદત્યેષ વવેન્દ્રશત્રો | નૈસર્ગિકીય મતિરસ્ય રાજન્‌ નિયચ્છ મતન્યું કદદાઃ સ્મ મા નઃ ॥૨૮॥। પરપ્રણીતં “રદ 6વ(ચ ગુરુકૈવં પ્રતિપ્રોક્તો ભૂય આહાસુરઃ સુતમ્‌ | ન ચેદ્ગુરુમુખીયં તે કુતોડભદ્રાડસતી મતિઃ ॥ ૨૯ શરહ્દદ ઉવાચ મતિર્ન કૃષ્ણે પરતઃ સ્વતો વા મિથોડભિપઘેત ગૃહત્રતાનામ્‌ | અદાન્તગોભિર્વિશતાં તમિસ્ં પુનઃ પુનશ્ચર્વિતચર્વણાનામ્‌ | ૩૦॥ ન તે વિદુઃ સ્વાર્થગર્તિ હિ વિષ્ણું. દુરાશયા યે બહિરર્થમાનિનઃ | યથાડન્ધૈરુપનીયમાના વાચીશતન્ત્યામુરુદામ્નિ બદ્ધાઃ 1 ૩૧॥। અન્ધા સમર્પણભાવે આ નવ પ્રકારની ભક્તિ કરવામાં આવે તો તેને હું ઉત્તમ અધ્યયન સમજું છું. (ર ૩-૨૪) પ્રહ્લાદજીનાં આ વચનો સાંભળીને કોધને લીધે હિરલ્યકશિપુના હોઠ પ્રૂજવા લાગ્યા, તેણે ગુરુપુત્રને કહ્યું - (૨૫) “અરે અધમ બ્રાહ્મણ! આ તેં શું કર્યુ? અરે દુ્બુદ્! તે મારો અનાદર કરીને આ બાળકને કેવું સાર વિનાનું શિક્ષણ આપ્યું? ચોક્કસ તું અમારા શત્રુનો પક્ષપાતી છે. (૨૬) સંસારમાં એવા દુષ્ટોની કમી નથી કે જેઓ મિત્રતાના વેશમાં છાનામાના શત્રુનું કામ કરે છે. પરંતુ (છેવટે) તેમની પોલ બરાબર એવી રીતે ખૂલી જાય છે કે જેમ છુપાઈને પાપ કરનારાઓનું પાપ સમય આવ્યે રોગરૂપે પ્રગટીને તેની પોલ ખોલી નાખે છે. (૨૭) ગુરુપુત્રે કહ્યું - હે ઇન્દ્રશત્રુ! તમારો પુત્ર જે કંઈ બોલી રહ્યો છે તે મારા કે અન્ય કોઈના બહેકાવવાથી નથી બોલતો; પણ હે રાજન્‌! આ તો તેની જન્મજાત સ્વાભાવિક બુદ્ધે છે. તમે ક્રોધ છોડી દો, નકામો અમને દોષ ન આપો. (૨૮) નારદજી કહે છે - જ્યારે ગુરુજીએ આવો જવાબ આપ્યો ત્યારે હિરણ્યકશિપુએ ફરી પ્રહ્લાદજીને પૂછ્યું - “અરે! આવી અહિત કરનારી મિથ્યા (અસત્‌) બુદ્ધિ તને જો ગુરુમુખેથી નથી મળી, તો ક્યાંથી મળી?” (૨૯) પ્રહૂ્લાદજીએ કહ્યું - (પિતાજી!) સંસારી લોકો તો દળેલું ફરી દળે છે, ચાવેલું કરી ચાવે છે. તેમની ઇન્દ્રિયો વશમાં નહીં હોવાને કારણે તેઓ ભોગવેલા વિષયભોગોને ફરી ફરી ભોગવવા માટે સંસારરૂપી ઘોર નરક ભણી જઈ રહ્યા છે. આવા ઘરગૃહસ્થીમાં આસક્ત મનુષ્યોની બુદ્ધિ આપમેળે કોઈના શીખવવાથી અથવા પોતાના જેવા જ લોકોના સંગને લીધે ભગવાન શ્રીકૃષ્ટ્માં જોડાતી નથી. (૩૦) જેઓ ઇન્દ્રિયોથી દેખાતા બાહ્ય વિષયોને પરમ ઇષ્ટ સમજીને મૂર્ખતાને લીધે, આંધળાઓની પાછળ ચાલતા આંધળાઓની જેમ ખાડામાં પડવા જઈ રહ્યા છે અને વેદવાણીરૂપી દોરડાના - કામ્ય કર્મોના દીર્ધ બંધનમાં બંધાયેલા છે તેમને એ વાતની ખબર જ નથી કે આપણો પોતાનો સ્વાર્થ અને પરમાર્થ ભગવાન શ્રીવિષ્યુ જ છે; અને તેમને પ્રાપ્ત કરી લેવાથી આપલને બધા પુરુષાર્થની પ્રાપ્તિ ૧. પ્રા. પા. - ગુસ્રુવાચ ! 694 શ્રીમદભાગવત [અ૦૫ નૈષાં મતિસ્તાવદુરુક્રમાડદ્રિં સ્પૃશત્યનર્થાપગમો યદર્થઃ। મહીયસાં પાદરજોડભિષેકં નિષ્કિઞ્યનાનાંપ ન વૃણીત યાવત્‌ 1 ૩૨॥ ઇત્યુક્ત્વોપરતં પુત્રં હિરણ્યકશિપૂ રુષા ! અન્ધીકૃતાત્મા સ્વોત્સક્ાસ્ઞિરસ્યત મહીતલે || ૩૩॥। આહામર્ષરુષાવિષ્ટઃ કષાયીભૂતલોચનઃ૨ । વધ્યતામાશ્ચયં વધ્યો નિઃસારયત નૈર્્તતાઃ ॥ ૩૪॥ અયમેભ્રાતૃહાસોડયં હિત્વાસ્વાન્‌ સુહૃદોડધમઃ । પિતૃવ્યહન્તુર્યઃ પાદૌ વિષ્ણોર્દાસવદર્ચતિ ॥ ૩૫॥ વિષ્ણોર્વા સાધ્વસૌ કિં નુ કરિષ્યત્યસમગ્જસઃ | સૌહૃદં દુસ્ત્ય્જ પિત્રોરહાધઃ પગ્ચહાયનઃ || ૩૬॥॥ પરોડપ્યપત્યં હિતકૃધથોષધં સ્વદેહજોડપ્યામયવત્સુતોડહિતઃ । છિન્દયાત્તદશ્ન યદુતાત્મનોડહિતં શેષં સુખં જીવતિ યહ્રિવર્જનાત્‌ ॥ ૩૭॥ સર્વેરુપાયૈર્હન્તવ્યઃ સમ્ભોજશયનાસનૈઃ | સુહલ્લિક્રધરઃ શત્રર્મુનેર્દુષ્ટમિવેન્દ્રિયમ્‌ । ૩૮॥ ૈ્ત્રતાસ્તે સમાદિષ્ટા ભર્ત્રા વૈ શૂલપાણયઃ ! તિગ્મદંષ્ટ્રકરાલાસ્યાસ્તામ્રશ્મશ્રુશિરોરુહાઃ || ૩૯॥ નદન્તો ભૈરવાન્નાદાંશિછિન્ધિ ભિન્ધીતિ વાદિનઃ | આસીનં ચાહનન્‌ શૂલૈઃ પ્રહ્માદં સર્વમર્મસુ |! ૪૦॥ થઈ શકે છે. (૩૧) જેમની બુદ્ધિ ભગવાનનાં ચરણકમળોનો સ્પર્શ કરી લે છે તેમના જન્મ-મરશરૂપ અનર્થનો સર્વધા નાશ થઈ જાય છે; પરંતુ જેઓ અકિંચન ભગવત્મેમી મહાત્માઓની ચરશરજમાં સ્નાન કરી લેતા નથી તેમની બુદ્ધિ કામ્ય કર્મોનું. સંપૂર્ણ સેવન કરવા છતાં પણ ભગવાનનાં ચરણોનો સ્પર્શ કરવા પામતી નથી. (૩૨) આટલું કહીને પ્રહ્લાદજી ચૂપ થઈ ગયા. કોધના આવેશથી આંધળા થયેલા હિરણ્ધકશિપુએ તેમને પોતાના ખોળામાંથી ઊંચકીને જમીન પર કેંકી દીધા. (૩૩) તે પ્રહ્લાદજીનું કહેવું સહી શક્યો નહીં. રોષને લીધે તેની આંખો લાલ થઈ ગઈ અને તે બોલ્યો - “દત્યો! આને અહીંથી બહાર લઈ જાઓ અને તરત જ મારી નાખો; આ મારી નાખવાને જ લાયક છે. (૩૪) જુઓ તો ખરા, જેજ્રે આના કાકા (હિરજ્યાક્ષ)ને મારી નાખ્યો તે જ વિષ્ણુનાં ચરણોની પૂજા આ અધમ પોતાના સુદ્દ- સ્વજનોને છોડીને, દાસની જેમ કરે છે! સંભવ છે કે, મારા ભાઈને મારનારો વિષ્ણુ જ પુત્રના રૂપે આવ્યો છે. (૩૫) આ હવે વિશ્વાસપાત્ર નથી. પાંચ વર્ષની અવસ્થામાં જ જેલ દુસ્ત્જજય એવા પોતાનાં માતાપિતાના વાત્સલ્યપ્રેમને બુલાવી દીધો તે કૃતધ્ન ભલા, વિષ્ણુનુંય શું હિત કરશે? (૩૬) કોઈ બીજું પણ જો ઔષધની જેમ ભલાઈ કરે તો તે એક રીતે પુત્ર જ છે, પરંતુ જો પોતાનો પુત્ર જ અહિત કરવા માંડે તો તે રોગના જેવો શત્રુ છે. પોતાના જ શરીરના કોઈ અંગથી જો સમગ્ર શરીરને હાનિ થતી હોય તો તેને કાપી નાખવું જોઈએ, કારણ કે તેને કાપી નાખવાથી બાકીનું શરીર સુખેથી જીવી શકે છે. (૩૭) આ સ્વજનનો સ્વાંગ રચીને મારો કોઈ શત્રુ જ આવ્યો છે. જેમ યોગીની ભોગલોલુપ ઇન્દ્રિયો તેનું અનિષ્ટ કરે છે તેવી જ રીતે આ મારું અહિત કરનારો છે, તો ખાતાં- સૂતાં-બેસતાં - ગમે તે સમયે તેને કોઈ પણ ઉપાયથી મારી નાખો.” (૩૮) ઉ જ્યારે હિરફ્યકશિપુએ દેત્યોને આ પ્રમાણે આદેશ કર્યો ત્યારે તે તીક્ણ દાંતવાળા, વિકરાળ મોઢાવાળા, લાલ-લાલ દાઢી-મૂછ અને વાળવાળા દૈત્યો હાથમાં ત્રિશૂળ લઈને “મારો, કાપો’ - એમ જોરશોરથી બૂમો પાડવા લાગ્યા. પ્રહ્લાદજી તો ચુપચાપ બેઠેલા હતા અને દૈત્યો તેમનાં બધાં મર્મસ્થાનો પર શૂળથી ધા કરતા હતા. (૩૯-૪૦) ૧. પ્રા. પા. - ત્નાનામવૃભ્રીત | ૨. પ્રા. પા. - કષાયીકૃતન ! અ૦૫] સાતમો સ્કંધ, 695 પરે બ્રહ્મણ્યનિર્દેશ્યે ભગવત્યખિલાત્મનિ । યુક્તાત્મન્યકલા આસતન્નપુણ્યસ્યેવ સત્કિયાઃ ॥ ૪૧॥।। પ્રયાસેડપહતે તસ્મિન્‌ દૈત્યેન્દ્રઃ પરિશક્રિતઃ । ચકાર તહદ્દધોપાયાત્ઞિર્બન્ધેન યુધિષ્ઠિર ॥ ૪૨ દિગ્ગજૈદન્દશૂકૈશ્ર અભિચારાવપાતનૈઃ | માયાભિઃ સન્નિરોધૈશ્ ગરદાનૈરભોજનેઃ | ૪૩।। હિમવાય્વગ્નિસલિલૈઃ પર્વતાક્રમણૈરપિ | ન શશાક યદા હન્તુમપાપમસુરઃ સુતમ્‌ | ચિન્તાં દીર્ઘતમાં પ્રાપ્સ્તત્કર્તું નાભ્યપધત || ૪૪।। એષ મેબહ્મસાધૂક્તો વધોપાયાશ્ચ નિર્મિતાઃ । તૈસ્તેદ્રોહેરસદ્રર્મર્મુક્તઃ સ્વેનેવ તેજસા | ૪૫॥। વર્તમાનોડવિદ્રે વૈ બાલોડપ્યજડધીરયમ્‌ ! ન વિસ્મરતિ મેડનાર્ય શુનઃશેપ ઇવ પ્રભુઃ । ૪૬॥ અપ્રમેયાનુભાવોડયમકુતશ્ચિદ્રયોડમરઃ 1! નૂનમેતહિરોધેન મૃત્યુ્મે ભવિતા ન વા 1૪૭॥ ઇંતિતંચિન્તયા કિત્ગ્ચિન્મ્લાનશ્રિયમધોમુખમ્‌ । શણ્ડામર્કાવૌશનસૌ વિવિક્ત ઇતિ હોચતુઃ ।। ૪૮॥ જિતં ત્વધૈકેન જગત્ત્રયં ભ્રુવો- ર્વિંજૃમ્ભણત્રસ્તસમસ્તધિષ્ણ્યપમ્‌ | ન તસ્ય ચિન્ત્યં તવ નાથ ચક્ષ્મહેચ ન વૈ શિશૂનાં ગુણદોષયોઃ પદમ્‌ 1 ૪૯॥ તે સમયે પ્રહ્લાદજીનું ચિત્ત તે પરમાત્મામાં જોડાયેલું હતું કે જેઓ મન-વાણી થકી અગોચર, સર્વના આત્મા, સમસ્ત શક્તિઓના આધાર અને પરબ્રહ્મ છે. તેથી તે દૈત્યોના તમામ મ્રહારો બરાબર એવી જ રીતે નિષ્ફળ ગયા કે જેમ ભાગ્યવિહોલ્ાઓના મોટા મોટા પ્રયાસ વ્યર્થ થઈ જાય છે. (૪૧) હે યુધિષ્ઠિર! જ્યારે શૂળોના પ્રહારોથી પ્રહ્લાદના શરીરને કશી અસર થઈ નહીં ત્યારે હિરણ્યકશિપુને ભારે શંકા થઈ. પછી તો તેણે પ્રહ્લાદજીને મારી નાખવા માટે હઠપૂર્વક જાતજાતના ઉપાય કર્યા. (૪૨) તેણે તેમને મોટા મોટા માતેલા હાથીઓ નીચે કચડાવ્યા, ઝેરી સાપોના દંશ દેવડાવ્યા, પુરોહિતો પાસે કૃત્યા રાક્ષસી પેદા કરાવી, પર્વતની ટોય પરથી નીચે ગબડાવ્યા, શંબરાસુર પાસે અનેક પ્રકાર માયાના પ્રયોગ કરાવ્યા, અંધારી કોટડીમાં પૂરી રખાવ્યા, પિવડાવ્યું અને ખાવાનું બંધ કરાવી દીધું; (૪૩) વારંવાર ઠંડીહિમ જગ્યામાં, ભભૂકતી આગમાં અને ઊંડા સમુદ્રમાં નાંખીને ઉપરથી પર્વત નીચે દબાવી દીધા. પરંતુ એમાંનો કોઈ પણ ઉપાય તે નિપ્પાપ પ્રહલાદને કશી હાનિ પહોંચાડી શક્યો નહીં. [ધારે પોતાની લાચારી જોઈને હિરલ્યકમિપુ ચિંતાતુર થો. તેને પ્રહ્લાદજીને મારી નાખવાનો અન્ય કોઈ ઉપાય હવે સૂઝતો ન હતો. (૪૪) તેણે વિચાર્યું - ‘આને મેં ઘણુંબધું ખરુંખોટું કહ્યું અને મારી નાખવા ઘણાબધા ઉપાય (પણ) કર્યા, પરંતુ આ મારા દ્રોહ અને દુષ્ટ વ્યવહારોથી, કોઈનીય મદદ વિના, પોતાના જ પ્રભાવને લીધે બચતો રહ્યો. (૪૫) આ છે તો બાળક, પણ સમજદાર છે અને મારી પાસેય નિઃશંકભાવે જ રહે છે. જે હોય તે, પણ આનામાં કશુંક સામર્થ્ય જરૂર છે. જેમ શુનઃશેપ* પોતાના પિતાનાં દુષ્કૃત્યોને લીધે તેનો વિરોધી થઈ ગયો હતો તેવી જ રીતે આ પણ મારાં અપકૃત્યોને ભૂલશે નહીં. (૪૬) નથી તો આ કોઈનાથી બીતો અને નથી તો તેનું મોત થતું. આનું બળ અથાગ છે. મને લાગે છે કે આનો દ્રોહ (વિરોધ) કરવાથી ક્યાંક મારું મૃત્યુ ન થઈ જાય! (૪૭) આ પ્રમાણે વિચાર કરતાં તે ઉદાસ થઈ ગયો. શુક્ાચાર્યના પુત્રો શંડ અને અમર્ક જયારે જોયું કે હિરણ્યકશિપુ મોં નીચું કરીને બેઠો છે તમારે તે વાત કહી - (૪૮) “હે સ્વામી! તમે એકલાએ જ ત્રણે લોકને જીતી લીધા છે. તમારા દ્વારા ભવાં ત્રાંસા કરવા માત્રથી જ બધા લોકપાલો કંપી ઊઠે છે. અમારી દષ્ટિએ તો તમારે માટે ચિંતાની કોઈ વાત નથી. અરે, બાળકોમાં ન ગુણબુદ્ધિ હોય છે ૧. પ્રા. પા. - ત્યુકેન્દેરભિચારાભિપાત. ! ૨. પ્રા. પા. - વિદ્મહે !

  • શુનગોપ અજીગર્તનો વચેટ પુત્ર હતો. પિતાએ વરૂણના યજ્માં બલિ આપવા માટે હરિશંદ્રના પુત્ર રોહિતાશ્રને વેચી દીધો હતો. ત્યારે તેના મામા વિશ્વામિત્રજીએ તેનું રક્ષણ કર્યું અને તે પોતાના પિતાનો વિરોધી થઈને તેમના વિપક્ષી વિશ્વામિત્રજીના જ ગોત્રનો થઈ ગયો. આ કથા આગળ ઉપર નવમા સ્કંધના સાતમા અધ્યાયમાં આવશે.

શ્રીમદભાગવત [અ૦૫ ઇમં તુ પાશૈર્વરુણસ્ય બદ્ધવા નિધેહિ ભીતો ન પલાયતે યથા | બુદ્ધિશ્ષ પુંસો વયસાડડર્યસેવયા યાવદ્‌ ગુરુ્ભાર્ગવ આગમિષ્યતિ ૫૦॥ તથેતિ ગુરપુત્રોક્તમનુજ્ઞાયેદમબ્રવીત્‌ | ધર્મા” હ્ાસ્યોપદેષ્ટવ્યાર રાશાં ષે” ગૃહમેધિનામ્‌ ॥ ૫૧ ધર્મમર્થ ચ કામં ચ નિતરાં ચાનુપૂર્વશઃ ! પ્રહ્ાદાયોચતૂ રાજન્‌ પ્રશ્રિતાવનતાય ચ | પર! યથા ત્રિવર્ગ* ગુરુભિરાત્મને ઉપશિક્ષિતમ્‌પં । ન સાધુ મેને તચ્છિક્ષાં દનદ્રારામોપવર્ણિતામ્‌ ॥ ૫૩॥ યદાડડચાર્યઃ પરાવૃત્તો ગૃહમેધીયકર્મસુ । વયસ્યૈર્બાલકૈસ્તત્ર સોપહૂતઃ કૃતક્ષણૈઃ | પ૪॥ અથતાન્શ્લક્ષ્ણયા વાચાપ્રત્યાહૂય મહાબુધઃ । ઉવાચ વિદ્રાંસ્તન્ઞિષ્ઠાં કૃપયા પ્રહસન્નિવ || પપ! તે તુ તદદગૌરવાત્સર્વે ત્યક્તક્રીડાપરિચ્છદાઃ । બાલા ન દૂષિતધિયો દન્દ્ારામેરિતેહિતેઃ પર્યુપાસત રાજેન્દ્ર તન્ન્યસ્તહૃદયેક્ષણાઃ । તાનાહ કરુણો મૈત્રો મહાભાગવતોડસુરઃ !। ૫૭॥। કે ન દોષબુદ્ધિ. આ તો બાળકોનો ખેલ છે. તેમાં તમારે આટલું વિચારવાની ક્યાં જરૂર છે? (૪૯) અમારા પિતા શુકાચાર્યજી જમાં સુધી આવે નહીં ત્યાં સુધી આ ડરી જઈને નાસી ન જાય એ માટે આને વરુણ્ના પાશથી બાંધી રાખો. મોટે ભાગે એવું થાય છે કે અવસ્થાની સાથે જ તથા ગુરુજનોની સેવા કરવાથી બુદ્ધિ સુધરી જાય છે.” (૫૦) હિરશ્યકશિપુએ “ભલે’ એમ કહીને ગુરુપુત્રોની સલાહ સ્વીકારી લીધી અને કહ્યું કે, ‘આને તે ધર્મોનો ઉપદેશ કરવો જોઈએ કે જેમનું પાલન ગૃહસ્થી રાજાઓ કરતા રહેતા હોય છે.’ (૫૧) હે રાજન્‌! ત્યારબાદ પુરોહિત પ્રહ્લાદજીને લઈને પાઠશાળામાં ગયા અને તેમને ક્રમશઃ ધર્મ, અર્થ અને કામ - આ ત્રણ પુરુષાર્થોનું શિક્ષણ આપવા લાગ્યા. પ્રહ્લાદજી ત્યાં અત્યંત નમ્ર સેવકની જેમ રહેતા હતા. (૫૨) જોકે ગુરુઓનું તે શિક્ષણ પ્રહ્લાદજીને સારું લાગ્યું નહીં; કારણ કે ગુરુજી તેમને માત્ર અર્થ, ધર્મ અને કામનું જ શિક્ષણ આપતા હતા. આ શિક્ષણ તો માત્ર તે લોકો માટે જ છે કે જેઓ રાગ-ઠ્ેષ વગેરે દ્ર્મોમાં અને વિષયભોગોમાં રસ લઈ રહ્યા હોય છે. (૫૩) એક દિવસ ગુરુજી ગૃહસ્થીના કામે કયાંક બહાર ગયા હતા. રજા મળી જવાને કારણે સમવયસ્ક બાળકોએ મ્રહૂલાદજીને રમવા માટે બોલાવ્યા. (૫૪) પ્રહ્લાદજી પરમજ્ઞાની હતા, બાળકોનો પ્રેમ જોઈને તેમણે તેમને ઘણી મધુર વાણીથી પોકારીને પોતાની પાસે બોલાવી લીધા. તેમનાથી તેમની જન્મ-મરણની ગતિ પણ અજાણી ન હતી. તેમના પર કૃપા કરીને જાશે હસી રહ્યા હોય તેમ તેમને ઉપદેશ કરવા લાગ્યા. (૫૫) (હે યુધિષ્ઠિર!) તે બધા હજી તો બાળક જ હતા, તેથી રાગ-દ્રેષપપરાયણ વિષયભોગી પુરુષોના ઉપદેશોથી અને કાર્યોથી તેમની બુદ્ધિ હજી દૂષિત ઘઈ ન હતી. આને લીધે અને પ્રહ્લાદજી પ્રત્યે આદરભાવ હોવાને લીધે તે બધાએ રમવાની પોતાની બધી વસ્તુઓ છોડી દીધી તથા પ્રહ્લાદજી પાસે જઈને તેમની ચારે બાજુએ બેસી ગયા અને તેમના ઉપદેશમાં મન પરોવીને પ્રેમપૂર્વક તેમની તરફ અનિમેષ જોતા રહ્યા. ભગવાનના પરમપ્રેમી ભક્ત પ્રહ્લાદજીનું. કદય તેમના પ્રત્પે કરુણા અને મૈત્રીના ભાવથી ભરાઈ ગયું અને તેઓ તેમને કહેવા લાગ્યા. (૫૬-૫૭) ના ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં સપ્તમસ્કન્ધે પ્રહ્ાદાનુચરિતે્ પગ્યમોડધ્યાયઃ | ૫॥ સાતમા સ્કંધ-અંતર્ગત પ્રહ્લાદચરિત્રમાંનો પાંચમો અધ્યાય સમાપ્ત.