Śrīmad Bhāgavatam

7 રાજા બલિનો સ્વર્ગ પર વિજય ચજોવાચ બલેઃ પદત્રયં ભૂમેઃ કસ્માદ્ધરિર્યાચત | ભૂત્વેશ્વરઃ કૃપણવલ્લબ્ધાર્થોડપિ બબન્ધ તમ્‌ ॥1। એતદરેદિતુમિચ્છામો મહત્કૌતૂહલં

ટ અદિતિને કશ્યપજીએ કરેલો પયોવ્રતનો ઉપદેશ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પંદરમો અધ્યાય 7 રાજા બલિનો સ્વર્ગ પર વિજય ચજોવાચ બલેઃ પદત્રયં ભૂમેઃ કસ્માદ્ધરિર્યાચત | ભૂત્વેશ્વરઃ કૃપણવલ્લબ્ધાર્થોડપિ બબન્ધ તમ્‌ ॥1। એતદરેદિતુમિચ્છામો મહત્કૌતૂહલં હિ નઃ। યશેશ્વરસ્ય પૂર્ણસ્ય બન્ધનં ચાપ્યનાગસઃ || ૨॥। શંછુક ઉવાચ પરાજિતશ્રીરસુભિશ્ચ હાપિતો હીન્દ્રેણ રાજન્‌ ભૃગુભિઃ સ જીવિતઃ | સર્વાત્મના તાનભજદ્‌ ભૃગૂન્‌ બલિઃ શિષ્યો મહાત્માર્થનિવેદનેન ॥ ૩॥ તં બ્રાહ્મણ ભ્ૃગવઃ પ્રીયમાણા અયાજયન્‌ વિશ્વજિતા ત્રિણાકમ્‌ | જિગીષમાણં વિધિનાડભિષિચ્ય મહાભિષેકેણ મહાનુભાવાઃ ॥૪॥ તતો રથઃ કાઝ્યનપક્નદ્ધો હયાશ્ચ હર્યશ્ચતુરક્ઞવર્ણાઃ । ધ્વજશ્વ સિંહેન વિરાજમાનો હુતાશનાદાસ હવિર્ભિરિષ્ટાત્‌ 1૫॥ ધનુશ્ચ દિવ્યં પુરટોપનદ્ધ તૂણાવરિક્તો કવચં ચ દિવ્યમ્‌।| પિતામહસ્તસ્ય દદૌ ચ માલા- મમ્લાનપુષ્પાં જલજં ચ શુક્રઃ॥૬॥ એવં સ પિપ્રાર્જિતયોધનાર્થ- સ્તૈઃ કલ્પિતસ્વસ્ત્યયનોડથ વિપ્રાન્‌ । પ્રદક્ષિણીકૃત્ય કૃતપ્રણામઃ પ્રહ્ાદમામન્ત્ય નમશ્ચકાર ॥૭॥। રાજા પરીક્ષિતે પૂછ્યું - હે ભગવન્‌! સ્વયં શ્રીહરિ જ સૌના સ્વામી છે, તો પછી તેમણે (યાચકની જેમ) રાજા બલિ પાસેથી ત્રણ પગલાં પૃથ્વીની માગણી શા માટે કરી? તથા તેઓ જે ઇચ્છતા હતા તે મળી જવા છતાં પણ તેમણે બલિને શા માટે બાંધ્યો? (૧) મારા મનમાં આ વાતનું મોટું કુતૂહલ છે કે સ્વયં-પરિપૂર્ણ ભગવાન યશેશ્વરે યાચના કરી અને નિરપરાધને બાંધ્યો - આ બંનેય બાબતો વિશે અમે જાણવા ઇચ્છીએ છીએ. (૨) શ્રીશુકદેવજીએ કહ્યું - હે રાજન્‌! ઇન્દ્રે જ્યારે બલિને પરાજિત કરીને તેમની સંપત્તિ પડાવી લીધી અને તેમના પ્રાણ પજ્ન લઈ લીધા ત્યારે ભૃગુપુત્ર શુકાચાર્યજીએ તેમને પોતાની સંજીવની વિદ્યાથી સજીવન કર્યા. તેથી શુકાચાર્યજીના શિષ્ય મહાત્મા બલિએ પોતાનું સર્વસ્વ તેમનાં ચરણોમાં ન્યોછાવર કરી દીધું અને તેઓ તન- મનથી ગુરુજીની સાથે જ સમસ્ત ભૃગુવંશી બ્રાહ્મણોની સેવા કરવા લાગ્યા. (૩) આથી પ્રભાવશાળી ભગુવંશી બ્રાહ્મણો તેમના પર ઘણા પ્રસન્ન થયા. તે બધાએ સ્વર્ગ પર વિજય મેળવવા ઇચ્છતા બલિનો મહાભિષેકની વિધિથી અભિષેક કર્યો અને તેમની પાસે વિશ્વજિત યજ કરાવ્યો. (૪) યશની વિધિથી હવિષ્યો વડે જ્યારે અગ્નિદેવની પૂજા કરવામાં આવી ત્યારે યજ્ઞના કુંડમાંથી સુવર્ણના પતરાથી મહેલો એક ઘણો સુંદર રથ નીકળી આવ્યો. પછી ઇન્દ્રના ધોડા જેવા લીલા રંગના ઘોડા નીકળ્યા અને રથ પર લગાડવાની સિંહચિદ્ધ-યુક્ત ધજા પ્રગટ થઈ. (૫) એ સાથે જ સોનાના પતરાથી મહેલું દિભ ધનુષ્ય, ક્યારેય ખાલી નહીં થતાં બે અક્ષય તરકસ (બાણોના ભાથા) અને દિવ્ય કવચ પણ પ્રગટ થયાં, દાદા પ્રહૂ્લાદજીએ તેમને એક એવી માળા આપી કે જેનાં ફૂલ કયારેય કરમાતાં નથી. શુકાચાર્યજીએ એક શંખ આપ્યો. (૬) આ પ્રમાણે ભૃગુવંશી બ્રાહ્મણોની કૃપાથી યુદ્ધસામગ્રી પ્રાપ્ત કરીને, તેમના વડે સ્વસ્ત્યયન. કરાયા પછી રાજા બલિએ તે બ્રાહ્મણોની પ્રદક્ષિણા કરી તથા તેમને નમસ્કાર કર્યા. ત્યારપછી તેમણે પ્રહ્લાદજી સાથે મંત્રણા કરી અને તેમનાં ચરણોમાં નમસ્કાર કર્યા. (૭) અ૦૧૫] આઠમો સંધ 821 અથાસુહ્ય રથં દિવ્યં ભ્રગુદત્તં મહારથઃ | સુસ્રગ્ધરોડથ સંનહ્ય ધન્વી ખડગી ધૃતેષુધિઃ ॥ ૮1 હેમાડ્દલસદ્બાહુઃ સ્ફુરન્મકરકુણ્ડલઃ | રરાજ રથમારૂઢો ધિષ્ક્યસ્થ ઇવ હવ્યવાટ્‌ ॥૯।। તુલ્વૈશ્વ્બલશ્રીભિઃ સ્વયુધેદૈત્યયૂથપૈઃ । પિબદ્ધિરિવ ખં દંગ્મિર્દહદ્ધિઃ પરિધીનિવ ॥ ૧૦॥ વૃતો વિકર્ષન્‌ મહતીમાસુરી ધ્વજિની વિભુઃ ! યયાવિન્દ્રપુરીપ સ્વૃદ્ધાં કમ્પયશ્ષિવ શોદસી ॥ ૧૧॥। રમ્યામુપવનોદ્યાનૈઃ૨ શ્રીમદ્ધિર્નન્દનાદિભિઃ । કૂજહિહક્રમિથુનૈર્ગાયન્મત્તમધુવ્રતેઃ ॥૧૨॥ પ્રવાલફલપુષ્પોરુભારશાખામરઠ્ુમૈઃ 1 હંસસારસચક્રાહકારણ્ડવકુલાકુલાઃ 1 નલિન્યો યત્ર ક્રીડન્તિ પ્રમદાઃ સુરસેવિતાઃ ॥ ૧૩॥। આકાશગડ્વયા દેવ્યા વૃતાં પરિખભૂતયા ! પ્રાકારેણાગ્નિવર્ણેન સાટ્ટાલેનોન્નતેન ચ |૧૪॥। સુકમપટ્ટકપાટૈશ્વ દ્વારે: સ્ફટિકગોપુરેઃ | જુષ્ટાં વિભક્તપ્રપથાં વિશ્વકર્મવિનિર્મિતામ્‌ ॥ ૧૫॥। સભાચત્વરરથ્યાઢ્યાં વિમાસેર્ન્યબુદેર્યુતામ્‌ । શૃત્નાટકેર્મણિમયૈર્વજવિઠ્ઠુમવેદિભિઃ ॥૧૬॥ યત્ર નિત્યવયોરૂપાઃ શ્યામા વિરજવાસસઃ | ભ્રાજન્તે રૂપવજ્ઞાર્યો હ્રર્ચિર્ભિરિવ વદ્મયઃ || ૧૭।। પછી તેઓ ભૃગુવંશી બ્રાહ્મણોએ આપેલા દિવ્ય રથ પર આરૂઢ થયા. જ્યારે મહારથી રાજા બલિએ કવચ ધારણ કરીને ધનુષ્ય, ખડગ, તરક્સ વગેરે શસ ગ્રહણ કર્યા અને દાદાજીએ આપેલી સુંદર માળા ધારણ કરી ત્યારે તેઓ અપૂર્વ શોભવા લાગ્યા. (૮) તેમની ભુજાઓમાં સુવર્ણના બાજુબંધ અને કાનોમાં મકરાકાર કુંડળ ઝગમગી રહ્યાં હતાં; અને તે કારણે રથમાં બેઠેલા તેઓ એવા શોભી રહ્યા હતા કે જાણે અગ્નિકુંડમાં અગ્નિ પ્રજવલિત થઈ રહ્યો હોય. (૯) તેમના સાથમાં તેમના જેવાં એશ્ચર્ય, બળ અને વિભૂતિવાળા દૈત્યસેનાપતિઓ પોતપોતાની સેના લઈને જોડાઈ ગયા. એવું લાગતું હતું કે જાશે તેઓ આકાશને પી જશે અને પોતાનાં ક્રોધભર્ધા પ્રજ્વલિત નેત્રોથી સમસ્ત દિશાઓને અને ક્વિતિજને ભસ્મ કરી નાખશે. (૧૦) રાજા બલિએ એ ઘણી મોટી આસુરી સેનાને લઈને તેનું યુદ્ધની રીતે સંચાલન કર્યું તથા આકાશ અને અંતરિક્ષને કંપાવતા રહીને સઘળાં એશ્વર્યોથી પરિપૂર્ણ ઇન્દ્રદુરી અમરાવતી પર આક્રમણ કર્યું. (૧૧) દેવોની રાજધાની અમરાવતીમાં મોટાં અતિસુંદર નંદનવન વગેરે ઉદ્યાનો અને ઉષવનો છે. તે ઉદ્યાનો અને ઉપવનોમાં પક્ષીયુગલો કલરવ કરતાં રહે છે. મધના લોભી ભમરાઓ મત્ત થઈને ગુંજન કરે છે. (૧૨) લાલ-લાલ નવપલ્લવો, ફૂલો અને ફળોથી કલ્પવૃક્ષોની ડાળીઓ લચેલી રહે છે. ત્યાંનાં સરોવરોમાં હંસ, સારસ, ચક્રવાક અને બતકોનાં ટોળાં જામેલાં રહે છે. તેમાં જ દેવો વડે સમ્માનિત દેવાંગનાઓ જળક્રીડા કરતી રહે છે. (૧૩) જ્યોતિર્મય આકાશગંગાએ ખાઈની જેમ અમરાવતીને ચારે બાજુએથી ઘેરી રાખેલી છે. તેની ચારે તરફ સુવર્ણના ઘણા ઊંચા કાંગરા બનેલા છે, કે જેમાં ઠેકઠેકાણે મોટી-મોટી અટારીઓ બનેલી છે, (૧૪) દરેક દરવાજા પર સુવર્ણનાં કમાડ છે અને સ્ફટિકમણિનાં બનેલાં ગોપુર (નગરીના બહારના દરવાજા) છે. તે નગરીમાં નોખા-નોખા મોટા રાજમાર્ગો છે. તે નગરીનું સ્વયં વિશ્વકર્માએ જ નિર્માણ કરેલું છે. (૧૫) તે નગરી સભાર્થાનો, ક્રીડા માટેનાં મેદાનો અને રથ ચાલવાના મોટા-મોટા માર્ગોથી સુશોભિત છે. તેમાં હંમેશાં દસ કરોડ વિમાન વિઘમાન રહે છે અને મણિઓના બનેલા વિશાળ ચોક તેમ જ હીરા અને બેસવા માટેના પરવાળાના ચબૂતરા છે. (૧૬) ત્યાંની સ્રીઓ હંમેશાં સોળ વર્ષ જેવડી જ હોય છે અને તેમનું યૌવન અને સૌંદર્ય સ્થિર (અચળ) રહે છે. તેઓ નિર્મળ વસો પહેરીને પોતાની રૂપછટાથી એવી રીતે દેદીપ્યમાન હોય છે કે જેમ અગ્નિ પોતાની જ્વાળાઓથી દેદીપ્યમાન હોય છે, (૧૭) 3, પ્રા. પા. - તરીમૃદ્ધા | ૨. પ્રા. પા. - રમ્માં નૃપ ગ્હોલાનેઃ | કટ્ટ શ્રીમદભાગવત _ [અ૦૧૫ સુરસ્રીકેશવિભ્રષ્ટતવસૌગન્ધિકસ્રજામ્‌ | યત્રામોદમુપાદાય માર્ગ આવાતિ મારુતઃ 1 ૧૮॥ હેમજાલાક્ષનિર્ગચ્છદ્ધમેનાગુરુગન્ધિના | પાણુરેણ પ્રતિચ્છજ્માર્ગે યાન્તિ સુરપ્રિયાઃધ ॥। ૧૯॥ મુક્તાવિતાનૈર્મણિહેમકેતુભિ- ર્નાનાપતાકાવલભીભિરાવૃતામ્‌ | શિખશ્ડિપારાવતભૃદ્રનાદિતાં વૈમાનિકસ્રીકલગીતમદ્રલામ્‌ ॥૨૦॥ મૃદક્ઞશદ્વાનકદુન્દુભિસ્વનૈઃ સતાલવીણામુરજર્ષ્ટવિણુભિઃ૨ । નૃત્યૈઃ સવાધૈરુપદેવગીતકૈ- ર્મનોરમાં સ્વપ્રભયા જિતપ્રભામ્‌* ॥૨૧॥ યાંન *બ્રજન્ત્યધર્મિષ્ઠાઃખલા ભૂતદ્ુહઃશઠાઃ । માનિનઃકામિનો લુબ્ધા એભિર્હેના વ્રજન્તિયત્‌ | રર || તાં દેવધાનીં સ વરૂથિનીપતિ- ર્બહિઃ સમન્તાદ્‌ રુરુધે પૃતન્યયા | આચાર્યદત્તં જલ્જ મહાસ્વનં દધ્મૌ પ્રયુઝ્જન્‌ ભયમિન્દ્રયોષિતામ્‌ ॥ ૨૩॥ મઘવાંસ્તમભિપ્રેત્ય બલેઃ પરમમુદ્યમમ્‌ । સર્વદેવગણોપેતો ગુરુમેતદુવાચ હ | ર૪।। ભગવજ્ઞુદ્યમો ભૂયાન્‌ બલેર્નઃ પૂર્વવૈરિણઃ ! અવિષહ્યમિમં મન્યે કેનાસીત્તેજસોર્જિતઃ” ।। ૨૫॥। નૈનં કશ્ચિત્કુતો વાપિ પ્રતિવ્યોઢુમધીશ્વરઃ | પિબજ્ઞિવ મુખેનેદં લિહન્ઞિવ દિશો દશ |! દહન્ઞિવદદિશો દંગ્મિઃ સંવર્તાગ્નિરિવોત્થિતઃ || ર૬।॥ દેવોની સીઓના કેશપાશમાંથી ખરેલાં તાજાં સુગંધિત પુષ્પોની સુગંધ લઈને મંદ-મંદ વાયુ ત્યાંના માર્ગો પર વહેતો રહે છે. (૧૮) સોનેરી ખડકીઓમાંથી અગરની સુગંધવાળો સફેદ ધૂમાડો નીકળીને ત્યાંના માર્ગોને ઢાંકી દેતો રહે છે. એ જ માર્ગેથી દેવાંગનાઓ આવતી-જતી રહે છે. (૧૯) ઠેકઠેકાણે મોતીઓની ઝાલરોથી શણગારાયેલા ચંદરવા બાંધેલા રહે છે; સુવર્ણની મણિમય ધજાઓ ફરફરતી રહે છે; છજાંઓ પર અનેક પ્રકારના ધ્વજ લહેરાતા રહે છે; મોર, કબૂતર અને ભમરા કલરવ કરતાં રહે છે. દેવાંગનાઓના મધુર સંગીતથી ત્યાં સદૈવ મંગળ છવાયેલું રહે છે. (૨૦) મૃદંગ, શંખ, નગારાં, ઢોલ, વીણા, વાંસળી, મંજીરાં, કષ્ટિઓ વગેરે વાઘો વાગતાં રહે છે. વાઘની સાથે ગંધર્વો ગાતા રહે છે અને અપ્સરાઓ નૃત્ય કરતી રહે છે. આ બધાથી અમરાવતી એટલી મનોહર દેખાય છે કે જાણે તેણે પોતાની છટાથી સૌંદર્યની અષિષ્ઠાત્રી દેવીને પણ જીતી લીધી છે. (૨૧) તે નગરીમાં અધર્મી, દુષ્ટ, જીવદ્રોહી, ઠગ, ઘમંડી, કામી અને લોભી લોકો પ્રવેશી શક્તા નથી. જેઓ આ દોષોથી રહિત છે તેઓ જ તેમાં જાય છે. (૨૨) અસુરોના સૈન્યના સ્વામી રજા બલિએ પોતાની ઘણી મોટી સેનાથી બહારની બાજુએ અમરાવતીને ચારે તરફથી ઘેરી લીધી અને ઇન્દ્રની પત્નીઓના હૈયામાં ભયનો સંચાર કરતા રહીને તેમણે શુક્રાચાર્યજીએ આપેલો મહાન શંખ વગાડ્યો. તે શંખનો ઘોષ સર્વત્ર વ્યાપી ગયો. (૨૩) ઇન્દ્રે જોયું કે બલિએ યુદ્ધની ઘણી મોટી તૈયારી કરેલી છે, તેથી તેઓ બધા દેવો સહિત પોતાના ગુરુ બૃહસ્પતિજી પાસે ગયા અને તેમણે તેમને કહ્યું - (૨૪) “હે ભગવન્‌! મારા જૂના શત્રુ બલિએ આ વખતે યુદ્ધની મોટી તૈયારી કરી છે, મને લાગે છે કે અમે તેમનો પ્રતિકાર કરી શકીશું નહીં. ખબર નહીં, કઈ શક્તિથી તેમની આટલી બળવૃદ્ધિ થઈ ગઈ . (૨૫) મને લાગે છે કે અત્યારે બલિને કોઈ પણ રીતે. શેકી શકનાર કોઈ નથી. તે પ્રલથકાળના અગ્નિની જેમ આગળ વધી ગયા છે અને લાગે છે કે તેઓ મુખથી આ વિશ્વને ગળી જશે, જીભથી દશે દિશાઓને ચાટી જશે અને આંખોની જ્વાળાથી દિશાઓને ભસ્મ કરી દેશે. (૨૬) ૧. ગ્રા. પા. - સુરસિયઃ । ૨. પ્રા. પા. - સવેશુવીશામુરટ | ૩. પ્રા. પા. - સ્‍્ગ્રહામ્‌ ! ૪. પ્રા. પા. - ગચઇન્ય. | પ. પ્રા. પા. - કેનાપિ સ્વેન તેજસા | અ૦૧૫] આઠમો સ્કંધ 823 બ્રૂહિ કારણમેતસ્ય દુર્ધર્ષત્વસ્ય મદ્રિપોઃ । ઓજઃ સહો બલં તેજો યત એતત્સમુધમઃ ॥ ૨૭॥ ગુસ્સ્વાચ જાનામિ મઘવઝ્છત્રોરુન્નતેરસ્ય કારણમ્‌ | શિષ્યાયોપભૃતં’ તેજો ભૃગુભિર્બ્હાવાદિભિઃ | ૨૮॥ ભવદ્દિધો ભવાન્‌ વાપિ વર્જયિત્વેશ્વરં હરિમ્‌ । નાસ્યચ શક્તઃ પુરઃ સ્થાતું કૃતાન્તસ્ય યથા જનાઃ | ર૯॥॥ તસ્માજ્ઞિલયમુત્સૃજ્ય યૂયં સર્વે ત્રિવિષ્ટપમ્‌ । યાત કાલં પ્રતીક્ષન્તો યતઃ શત્રોર્વિપર્યયઃ ॥ ૩૦॥ એપ વિપ્રબલોદર્કઃ સમ્પ્રત્યૂર્જિતવિક્રમઃ । તેષામેવાપમાનેન” સાનુબન્ધો વિનડક્ષ્યતિ ॥ ૩૧॥ એવંસુમત્ત્રિતાર્થાસ્તે ગુરુણાડર્થાનુદર્શિના । હિત્વા ત્રિવિષ્ટપં જગ્મુર્ગીર્વાણાઃ કામરૂપિણઃ ॥ ૩૨॥ દેવેષ્વથ નિલીનેષુ” બલિર્વેરોચનઃ પુરીમ્‌ । દેવધાનીમધિષ્ઠાય વશં નિન્યે જગત્ત્રયમ્‌ ॥ ૩૩॥ તં વિશ્વજયિનં શિષ્યં ભ્ૃગવઃ શિષ્યવત્સલાઃ | શતેન હયમેધાનામનુવ્રતમયાજયન્‌ || ૩૪।! તતસ્તદનુભાવેન ભુવનત્રયવિશ્રુતામ્‌ । કીર્તિ દિક્ષુ વિતન્વાનઃ સ રેજ ઉડુરાડિવ ॥ ૩૫॥ તમે કૃપા કરીને મને એ બતાવો કે જેને કોઈ પણ રીતે ખાળી શકાય તેમ નથી તેવા મારા શત્રુની બળવૃદ્ધનું કારણ શું છે? તેના શરીર, મન અને ઇન્દ્રિયોમાં આટલું બળ અને તેજ ક્યાંથી આવી ગયું છે કે તેમણે આટલી મોટી તૈયારી સાથે ચડાઈ કરી છે?” (૨૭) દેવગુરુ બૃહસ્પતિજીએ કહ્યું - હે ઇન્દ્ર! હું તમારા શત્રુ બલિની ઉન્નતિનું કારણ જાણું છું. બ્રહ્મવેત્તા ભૃગુવંશીઓએ પોતાના શિષ્ય બલિને મહાન તેજ આપીને શક્તિઓનો ભંડાર બનાવી દીધો છે. (ર૮) સર્વશક્તિમાન ભગવાન સિવાય તમે કે તમારા જેવો અન્ય કોઈ પણ બલિની સામે ઊભો રહી શકે તેમ નથી, જેમ કાળની સામે પ્રાણી ટકી શક્તું નથી. (૨૯) તેથી તમે લોકો સ્વર્ગ છોડીને ક્યાંક સંતાઈ જાઓ અને તે સમયની રાહ જોતા રહો કે જ્યારે તમારા શત્રુનું ભાગ્યચક્ર પલટાય. (૩૦) અત્યારે બ્રાહ્મણોના તેજથી બલિની ઉત્તરોત્તર ઉન્નતિ થઈ રહી છે, તેની શક્તિ ઘણી વધી ગઈ છે. તે જ્યારે આ બ્રાહ્મણોનો તિરસ્કાર કરશે ત્યારે તે પોતાના પરિવાર અને અનુચરો સહિત નષ્ટ થઈ જશે. (૩૧) બૃહસ્પતિજી દેવોના સમસ્ત સ્વાર્થ અને પરમાર્થને જાણનારા હતા. તેમણે જ્યારે દેવોને આ પ્રમાણે સલાહ આપી ત્યારે તે દેવો પોતાની ઇચ્છા મુજબ રૂપ ધારણ કરીને સ્વર્ગ છોડી ગયા. (૩૨) દેવતાઓના સંતાઈ જવાથી વિરોચનપુત્ર બલિએ અમરાવતી નગરી પર પોતાનો અધિકાર જમાવ્યો અને પછી ત્રણે લોક જીતી લીધા. (૩૩) જ્યારે બલિ વિશ્વવિજયી થઈ ગયા ત્યારે રિષ્યપ્રેમી ભૃગુવંશીઓએ પોતાના અનુયાયી શિષ્ય પાસે સો અશ્વમેધ યજ્ઞો કરાવ્યા. (૩૪) તે યજ્ઞોના પ્રભાવે બલિની કીર્તિ ત્રણે. લોકોની બહાર પણ દશે દિશાઓમાં ફેલાઈ ગઈ અને તેઓ નક્ષત્રોના અધિપતિ ચંદ્રમા જેવા શોભવા લાગ્યા, (૩૫) ૧. પ્રા. પા. - ત્યૃતં । ૨. પ્રાચીન પ્રતમાં “નાસ્ય શક્તઃ…યથા જનાઃ’ - આ શ્લોકાર્ધ મૂળમાં નથી. ટિપ્પણીમાં આની જગ્યાએ એક પાઠાન્તરનો ઉલ્લેખ મળે છે, જે આ પ્રમાણે છે - ‘વિજેષ્યતિ ન કોડપ્યેનં બહ્મતેજ:સમો… ૪. પ્રા. પા. - વિન! પ. પ્રા. પા. - વચિનઃ। ૩. પ્રા. પા. - તમેવાવમાક | 824 શ્રીમદભાગવત [અ૦૧૬ બુભુજે ચ શ્રિયં સ્વૃદ્ધાં’ દ્રિજદેવોપલમ્ભિતામ્‌ । કૃતકૃત્યમિવાત્માનં મન્યમાનો મહામનાઃ | ૩૬॥। તેઓ બ્રાહ્મણદેવતાઓની કૃપાથી પ્રાપ્ત થયેલી સમૃદ્ધ રાજ્યલક્ષ્મીનો અત્યંત ઉદારતાપૂર્વક ઉપભોગ કરવા લાગ્યા અને સ્વયં પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. (૩૬) ડિ ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયામષ્ટમસ્કન્ધે પગ્ચદશોડધ્યાયઃ ॥ ૧૫॥ આઠમા સ્કંધ-અંતર્ગત પંદરમો અધ્યાય સમાપ્ત.