સત્તરમો અધ્યાય ભગવાનનું પ્રગટ થવું અને અદિતિને વરદાન આપવું કશુક ઉવાચ ઇત્યુક્તા સાડદિતી રાજન્સ્વભર્ત્રા કશ્યપેનવૈ । અન્વતિષ્ઠદ્વ્રતમિદં દ્વાદશાહમતત્દ્રિતા ॥ ૧॥। ચિન્તયન્ત્યેકયા બુદ્ધયા મહાપુરુષમીશ્વરમ્ ! પ્રગૃહ્યેન્દ્રિયદુષ્ટાશ્ચાન્ મનસા બુદ્ધિસારથિઃ || ૨॥ મનશ્ચૈકાગ્રયા બુદ્ધ્યા ભગવત્યખિલાત્મનિ । વાસુદેવે સમાધાય ચચાર હ પયોવ્રતમ્ ।૩। તસ્યાઃ પ્રાદુરભૂત્તાત ભગવાનાદિપૂરુષઃ । પીતવાસાશ્ચતુર્બાહુઃ શહ્રચક્રગદાધરઃ 11૪।| તં નેત્રગોચરં વીક્ય સહસોત્થાય સાદરમ્ | નનામ ભુવિ કાયેન દષ્ડવત્પ્રીતિવિદ્લા | ૫।। સોત્થાય બદ્ધાગ્જલિરીડિતું સ્થિતા નોત્સેઠ આનન્દજલાકુલેક્ષણા | બભૂવ તૃષ્ણી પુલકાકુલાકૃતિ- સ્તદર્શનાત્યુત્સવગાત્રવેપથુઃ ॥૬॥ શ્રીશુકદેવજી ક્હે છે - હે રાજન્! પોતાના પતિ મહર્ષિ કશ્યપજીના ઉપદેશ પ્રમાણે અદિતિએ અત્યંત સાવધાનીપૂર્વક બાર દિવસ સુધી આ વ્રતનું અનુષ્ઠાન કર્યુ. (૧) પોતાની બુદ્ધને સારથિ બનાવીને, મનની લગામથી તેમણે ઇન્દ્રિયોરૂપી દુષ્ટ ઘોડાઓને પોતાના વશમાં કરી લીધા અને એકનિષ્ઠ બુદ્ધિથી તે ભગવાન શ્રીપુરુપોત્તમનું ચિંતન કરતાં રહ્યાં. (૨) તેમણે એકાગ્રભાવે પોતાના મનને સર્વાત્મા ભગવાન શ્રીવાસુદેવમાં સંપૂર્ણપણે. જોડીને પયોત્રતનું અનુષ્ઠાન કર્યું, (૩) તેથી ભગવાન શ્રીપુરુપોત્તમ તેમની સમક ચતુર્ભજરૂપે પ્રગટ થયા. હે પ્રિય પરીક્ષિત! તે ભગવાને પીતાંબર ધારણ કરેલું હતું અને ચારેય ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલાં હતાં. (૪) પોતાની સમક્ષ ભગવાનને એકાએક ગ્રગટ થયેલા જોઈને અદિતિ આદરપૂર્વક ઊભાં થઈ ગયાં અને પછી પ્રેમવિહ્રળ થઈને તેમણે ભગવાનને દંડવત્ પ્રજ્ઞામ કર્યા. (૫) પછી ઊભાં થઈને, હાથ જોડીને તેમણે ભગવાનની સ્તુતિ કરવાનો પ્રથત્ન કર્યો, પરંતુ આંખોમાં આનંદનાં આંસુ ઊભરાઈ આવ્યાં અને તેમનાથી બોલી શકાયું નહીં. આખું શરીર પુલકિત થઈ રહ્યું હતું, દર્શન. થતાં આનંદોલ્લાસને લીધે તેમનાં અંગોમાં રોમાંચ થવા લાગ્યો, અને તે ચુપચાપ ઊભાં રહ્યાં. (૬) ૧. પ્રા. પા. - કશ્યપાદિતિસંવાદે ! અ૦ ૧૭] આઠમો સ્કંધ 831 પ્રીત્યા શનૈર્ગદ્ગદયા ગિરા હરિં તુષ્ટાવ સા દેવ્યદિતિઃ કુરૂદ્રહ ઉદ્દીક્ષતી સા પિબતીવ ચક્ષુષા રમાપર્તિ યજ્ઞપર્તિ જગત્પતિમ્ 1૭॥ અદિતિરુર/ચ યજ્ઞેશ યજ્પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થશ્રવઃ શ્રવણમદ્ાલનામધેય | આપશન્નલોકવૃજિનોપશમોદયાધ શં નઃ કૃધીશ ભગવજન્ઞસિ દીનનાથઃ ॥ ૮।। વિશ્વાય વિશ્વભવનસ્થિતિસંયમાય સ્વૈરં ગૃહીતપુરુશક્તિગુણાય ભૂમ્ને | સ્વસ્થાય શકશ્ચદુપબૃંહિતપૂર્ણબોધ- વ્યાપાદિતાત્મતમસે હરયે નમસ્તે 1૯ આયુઃ પરં વપુરભીષ્ટમતુલ્યલક્ષ્મી- ધોભૂરસાઃ સકલયોગગુણાસિવર્ગઃ । જ્ઞાનં ચ કેવલમનન્ત ભવત્તિ તુષ્ટાત્ ત્વત્તો નૃણાં કિમુ સપત્નજયાદિરાશીઃ ।। ૧૦॥ કશુક ઉચ અદિલ્પૈવંસ્તુતો રાજન્ ભગવાન્પુષ્કરેક્ષણઃ । ક્ષેત્રશઃ સર્વભૂતાનામિતિ હોવાચ ભારત 11 ૧૧॥। શભગવાનુવાચ દેવમાતર્ભવત્યા મે વિજ્ઞાતં ચિરકાડક્ષિતમ્ | યત્સપત્નૈર્તશ્રીણાં ચ્યાવિતાનાં સ્વધામતઃ || ૧૨॥ તાન્ વિનિર્જિત્ય સમરે દુર્મદાનસુરર્ષભાન્ ! પ્રતિલબ્ધજયશ્રીભિઃ પુત્રેરિચ્છસ્યુપાસિતુમ્ ।। ૧૩॥ હે પરીક્ષિત! દેવી અદિતિ પોતાનાં પ્રેમપૂર્ણ નેત્રોથી લક્ષ્મીપતિ, વિશ્વપતિ ભગવાન શ્રીયશેશ્વરને એ પ્રમાણે નિહાળી રહ્યાં હતાં કે જાણે તે તેમને (નેત્રોથી હમણાં જં) પી જશે. ત્યારબાદ તે અત્યંત પ્રેમથી, ગદગદ વાશીમાં ધીરે ધીરે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યાં. (૭) અદિતિએ (સ્તુતિ કરતાં) કહ્યું - આપ યજ્ઞના સ્વામી છો અને સ્વયં યજ્ઞ પણ આપ જ છો. હે અચ્યુત! આપનાં ચરણકમળોનો આશ્રય લઈને લોકો ભવ-સાગરને તરી જાય છે. આપના યશના કીર્તનનું શ્રવણ પણ સંસારમાંથી તારનારું છે. આપનાં નામોના શ્રવણમાત્રથી જ કલ્યાણ થઈ જાય છે. હે આદિપુરુપ! જે આપના શરણે આવે છે તેની તમામ વિપત્તિઓનો આપ નાશ કરી દો છો. હે ભગવન્! આપ દીનજનોના નાથ છો; આપ અમારું. કલ્યાણ કરો. (૮) આપ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ છો અને વિશ્વરૂપ પણ આપ જ છો. પોતે અનંત હોવા છતાં પણ આપ સ્વચ્છંદતાપૂર્વક અનેક શક્તિઓ અને ગુણ્યોને સ્વીકારી લો છે અને આપ હંમેશાં પોતાના સ્વરૂપમાં જ સ્થિત રહો છો. નિત્ય-નિરંતર વૃદ્ધિ પામતા પૂર્ણ જ્ઞાન વડે આપ ફદયના અંધકારને નષ્ટ કરતા રહો છો. હે ભગવન્! હું આપને નમસ્કાર કરું છું. (૯) હે પ્રભુ! હે અનંત! આપ જ્યારે પ્રસન્ન થઈ જાઓ છો ત્યારે મનુષ્યોને બ્રહ્માજીનું દીર્ધાયુષ્ય, તેમના જ જેવું દિવ્ય શરીર, પ્રત્યેક અભીષ્ટ વસ્તુ, અતુલનીય ધનસંપત્તિ, સ્વર્ગ, પૃથ્વી, પાતાળ, યોગની સમસ્ત સિદ્ધિઓ, અર્થ-ધર્મ- કામરૂપી ત્રણે પુરુષાર્થ અને નિર્મળજ્ઞાન સુધ્ધાં પ્રાપ્ત થઈ જાય છે; તો પછી શત્રુઓ પર વિજયપ્રાપ્તિ વગેરે જે કુલ્લક કામનાઓ છે તેમની સિદ્ધિ થવા વિશે તો કહેવાનું જ શું હોય? (૧૦) શ્રીશુકદેવજી કહે છે - હે પરીક્ષિત! અદિતિએ જ્યારે ભગવાન શ્રીકમલનયનની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે સમસ્ત પ્રાણીઓના હૃદયમાં સ્થિત રહીને તેમની ગતિવિધિને જાણનારા ભગવાને આ પ્રમાણે કહ્યું. (૧૧) શ્રીભગવાને ક્લું - દેવોની માતા હે અદિતિ! તમારી ચિરકાલીન અભિલાષાને હું જાણું છું. શત્રુઓએ તમારા પુત્રોનું એશ્ર્ય પડાવી લીધું છે અને તેમને તેમના લોક (વર્ગ)માંથી કાઢી મૂક્યા છે. (૧૨) યુદ્ધમાં તમારા પુત્રો દેવો) તે મદોન્મત્ત અને બળવાન અસુરોને જીતીને વિજયશ્રી પ્રાપ્ત કરે અને તમે તેમની સાથે રહો એવી તમારી ઇચ્છા છે. (૧૩) ૭32 શ્રીમદભાગવત [અ૦૧૭ ઇન્દ્રજ્યેષ્ઠૈ: સ્વતનવૈર્હતાનાં યુધિ વિદ્ધિષામ્ । સિયો રુદન્તીરાસાધ દ્રષ્ટુમિચ્છસિ દુ:ખિતાઃ ॥ ૧૪॥ આત્મજાન્ સુસમૃદ્ધાસ્ત્વં પ્રત્યાહતયશ્શ્રિયઃ | નાકપૃષ્ઠમધિષ્ઠાય ક્રીડતો દ્રષ્ટુમિચ્છસિ । ૧૫।॥। પ્રાયોડધુના તેડસુરયૂથનાથા અપારણીયા ઇતિ દેવિ મે મતિઃ | યત્તેડનુકૂલેશ્વરવિપ્રગુસા ન વિક્રમસ્તત્ર સુખં દદાતિ॥૧૬|। અથાપ્યુપાયો મમ દેવિ ચિત્ત્યઃ સન્તોષિતસ્ય વ્રતચર્યયા તે | મમાર્ચનં નાર્હતિ ગત્તુમન્યથા શ્રદ્ધાનુરૂપં ફ્લહેતુકત્વાત્ । ૧૭॥। ત્વયાડર્ચિતશ્ચાહમપત્યગુમયે. પયોવ્રતેનાનુગુણં સમીડિતઃ । સ્વાંશેન પુત્રત્વમુપેત્ય તે સુતાન્ ગોપ્તાસ્મિ મારીચતપસ્યધિષ્ઠિતઃ ॥ ૧૮॥ ઉપધાવ પતિં ભદ્રે પ્રજાપતિમકલ્મષમ્ | માં ચ ભાવયતી પત્યાવેવંરૂપમવસ્થિતમ્ | ૧૯॥ નૈતત્પરસ્મા આખ્યેયં પૃષ્ટયાપિ કથઞ્ચન ! સર્વ સમ્પદ્યતે દેવિ દેવગુદ્યં સુસંવૃતમ્ ॥ ૨૦॥ શીયુક ઉવાચ એતાવદુક્ત્વા ભગવાંસ્તત્રૈવાન્તરધીયત | અદિતિદુર્લભં લબ્ધ્વા હરેર્જન્માત્મનિ પ્રભોઃ ॥ ૨૧॥। ઉપાધાવત્પર્તિ ભક્ત્યા પરયા કૃતકૃત્યવત્ | સ વૈ સમાધિયોગેન કશ્યપસ્તદબુધ્યત ।। ૨૨।| તમારી ઇચ્છા એવી પણ છેં કે તમારા ઇન્દ્ર વગેરે પુત્રો શત્રુઓને મારી નાખે અને એ રીતે તેમના શબ પાસે જઈને તેમની રડતી દુઃખી સ્ત્રીઓને તમે પોતાની આંખે જુઓ. (૧૪) હે અદિતિ! તમે ઇચ્છો છો કે તમારા પુત્રો ધનસંપત્તિ અને બળશક્તિમાં સમૃદ્ધ થઈ જાય, તેમની કીર્તિ અને તેમનું એશ્વર્ય તેમને ફરીથી પ્રાપ્ત થઈ જાય તથા તેઓ સ્વર્ગ પર અધિકાર મેળવી લઈને પહેલાંની જેમ વિહાર કરે. (૧૫) પરંતુ હે દેવી! મારું એવું માનવું છે કે તે અસુર-સેનાપતિઓને અત્યારે જીતી શકાય તેમ નથી, કારણ કે ઈશ્વર અને બ્રાહ્મલ્રો અત્યારે તેમને અનુકૂળ છે. અત્યારે જો તેમની સાથે યુદ્ધ કરવામાં આવે તો તેથી સુખ મળવાની કોઈ આશા નથી. (૧૬) આમ છતાં, હે દેવી! તમારા આ વ્રતના અનુષ્ઠાનથી હું ધણો પ્રસન્ન છું, તેથી મારે આ બાબતમાં કોઈ ને કોઈ ઉપાય વિચારવો જ પડશે; કારણ કે તમે કરેલી મારી આરાધના વ્યર્થ તો ન જ થવી જોઈએ. આ આરાધનાથી શ્રદ્ધા પ્રમાણે ફળ અવશ્ય મળે છે. (૧૭) તમે પોતાના પુત્રોના રકણ માટે જ વિધિપૂર્વક, પયોવ્રતના અનુષ્ઠાનથી મારી પૂજા અને સ્તુતિ કરી છે; તેથી હું અંશરૂપે કશ્યષજીમાં પ્રવેશ કરીશ અને તમારો પુત્ર બનીને તમારાં સંતાનોનું રક્ષણ કરીશ. (૧૮) હે કલ્યાણી! તમે પોતાના પતિ કશ્યપજીમાં મને એ જ રૂપે રહેલો જુઓ અને તે નિષ્યાપ પ્રજાપતિની સેવા કરો. (૧૯) હે દેવી કોઈ પૂછે તો પણ આ વાત બીજાને બતાવશો નહીં; (કારણ કે) દેવતાઓનું રહસ્ય જેટલું ગોપનીય રહે છે તેટલું તે સફળ થાય છે. (ર૦) શ્રીશુકદેવજી કહે છે - આટલું કહીને ભગવાન ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. તે સમયે સ્વયં ભગવાન પોતાના ગર્ભથી જન્મ લેશે એ જાજીને અદિતિ કૃતકૃત્મતા અનુભવવા લાગ્યાં. અરે! આ કેટલી દુર્લભ વાત છે! (હવે) તે અત્યંત પ્રેમથી પોતાના પતિ કશ્યપજીની સેવા કરવા લાગ્યાં. કશ્યપજી સત્યદર્શી હતા, તેમની આંખોથી કોઈ વાત અણદેખી રહેતી ન હતી. પોતાના સમાધિયોગથી તેમણે જાણી લીધું કે ભગવાનનો અંશ પોતાનામાં પ્રવિષ્ટ અ૦૧૭] આઠમો સ્કંધ પ્રવિષ્ટમાત્મનિ હરેરંશં હ્યવિતથેક્ષણઃ | સોડદિત્યાં વીર્યમાધત્ત તપસા ચિરસમ્ભૃતમ્ | સમાહિતમનારાજન્દારુણ્યાગ્નેં થથાનિલઃ || ર૩॥। અદિતેર્ધિષ્ઠિતં ગર્ભ ભગવન્તં સનાતનમ્ । હિરણ્યગર્ભો વિજ્ઞાય સમીડે ગુહ્યનામભિઃ ॥ ર૪! ત્રહ્યોજ૨ જયોરુગાય ભગવનુરુક્રમ નમોડસ્તુ તે | નમો બ્રહ્મણ્યદેવાય ત્રિગુણાય નમો તમઃ || ર૫॥। નમસ્તે પૃશ્નિગર્ભાય વેદગર્ભાય વેધસે ! ત્રિનાભાય ત્રિપૃષ્ઠાય શિંપિવિષ્ટાય વિષ્ણવે ।। ર૬1! ત્વમાદિરન્તો ભુવનસ્ય મધ્ય- મનન્તશક્તિં પુરુષં યમાહુઃ | કાલો ભવાનાક્ષિપતીશ વિશ્વં સોતો યથાન્તઃપતિતં ગભીરમ્ | ૨૭॥ ત્વં વૈ પ્રજાનાં સ્થિરજક્ઞમાનાં પ્રજાપતીનામસિ સમ્ભવિષ્ણુઃ 1 દેવ દિવશ્ચ્યુતાનાં પરાયણં તૌરિવ મજ્જતોડપ્સુ । ૨૮॥। દિવૌકસાં 1 થઈ ગયો છે. ત્યારે જેમ વાયુ દ્વારા લાકડામાં અગ્નિ પ્રગટ થાય છે તેવી જ રીતે કશ્યપજીના તેજ દ્વારા ભગવાન અદિતિના ગર્ભમાં પધાર્યા. (૨૧-૨૩) જ્યારે બ્રહ્માજીને આ વાતની જાણ થઈ કે અદિતિના ગર્ભમાં તો સ્વયં અવિનાશી ભગવાન સ્થિત થયા છે ત્યારે તેઓ ભગવાનનાં રહસ્યમય નામોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા. (ર૪) બ્રહ્માજીએ (સ્તુતિ કરતાં) કહ્યું - સમગ્ર કીર્તિના આશ્રય હે ભગવન્! આપનો જય થાઓ. અનંત શક્તિઓના અધિષ્ઠાન હે પ્રભુ! આપનાં ચરણોમાં મારા નમસ્કાર છે. હે બ્રહ્મણ્યદેવ ! હે ત્રિગુણનિયામક! આપનાં ચરણોમાં મારા વારંવાર પ્રણામ છે. (રપ) પૃશ્નિના પુત્રરૂપે પ્રગટનારા અને વેદોના સમસ્ત જ્ઞાનને પોતાની અંદર સમાવિષ્ટ રાખનાસ હે પ્રભુ! વાસ્તવમાં આપ જ સૌના વિધાતા છો. આપને હું વારંવાર નમસ્કાર કરું છું. આ ત્રશે લોક આપની નાભિમાં રહેલા છે. ત્રણે લોકથી પર વૈકુંઠમાં આપ નિવાસ કરો છો. જીવોના અંત:કરણમાં આપ સદૈવ વિરાજમાન રહો છો. એવા સર્વવ્યાપક આપને - વિષ્ણુને હું નમસ્કાર કરું છું. (૨૬) હે પ્રભુ! આપ જ સંસારના આદિ અને અંત છો અને તેથી જ મધ્ય પણ છો. એ જ કારણે વેદ અનંતશક્તિ પુરુષરૂપે આપનું વર્ણન કરે છે. જેમ ઊંડું ઝરણું પોતાનામાં પડેલા તશખલાને વહાવી લઈ જાય છે તેવી જ રીતે આપ કાળરૂપે સંસારના ધારા- પ્રવાહને ખેંચીને પોતાની સાથે વહાવતા રહો છો. (ર૭) આપ ચરાચર પ્રજાને અને પ્રજાપતિઓને પણ ઉત્યન્ન કરનાર મૂળ કારણ છો. હે દેવાધિદેવ! જેમ પાણીમાં ડૂબનારા માટે નાવ જ એક સહારો છે તેવી જ રીતે સ્વર્ગમાંથી કાઢી મુકાયેલા દેવો માટે એકમાત્ર આપ જ આશ્રય છો. (૨૮) ક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયામષ્ટમસ્કન્ધે વામનપ્રાદુર્ભાવે* સમદશોડધ્યાયઃ॥ ૧૭॥ આઠમા સ્કંધ-અંતર્ગત વામન-પ્રાદુર્ભાવમાંનો સત્તરમો અધ્યાય સમાપ્ત.
ભગવાનનું પ્રગટ થવું અને અદિતિને વરદાન આપવું
હ વામન ભગવાનનું પ્રાકટ્ય અને બલિ રાજાની યજ્શાળામાં પધારવું કંઇક ઉશાચ ઇત્થ વિરિઝ્ચસ્તુતકર્મવીર્યઃ પ્રાદુર્બભૂવામૃતભૂરદિત્યામ્ 1 ચતુર્ભુજઃ શકડખગદાબ્જચક Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.