ઓગણીસમો અધ્યાય ભગવાન વામનની બલિ પાસેથી ત્રણ ચરણ પૃથ્વીની માગણી, બલિએ વચન આપવું અને શુક્રાચાર્યજીએ તેમને વારવા કશુક ઉવાજ ઇતિ વૈરોચનેર્વાક્યં ધર્યયુક્ત સસૂનૃતમ્ | નિશમ્ય ભગવાન પ્રીતઃ પ્રતિનન્ઘેદમબ્રવીત્ | ૧॥ કીંભગલનુવાચ વચસ્તવૈતજ્જનદેવ સૂનૃતં કુલોચિતં ધર્મયુતં યશસ્કરમ્। યસ્ય પ્રમાણ ભૃગવઃ સામ્પરાયે પિતામહઃ કુલવૃદ્ધદ પ્રશાન્તઃ 1 ૨॥ નહ્ોેતસ્મિન્ કુલે કશ્ચિક્ઞિઃસત્ત્વઃ કૃપણ: પુમાન્ ! પ્રત્યાખ્યાતા પ્રતિશ્રુત્ય યો વાડદતા દિજાતયે ॥ ૩॥ ન સત્તિ તીર્થે યુધિ ચાર્થિનાર્થેતાઃ પરાડ્મુખા યે ત્વમનસ્વિનો નૃપાઃ | યુષ્મત્કુલેપે યદ યશસાડમલેન પ્રહ્મરદ ઉદ્ધાતિ યથોડુપઃ ખે ॥૪॥ યતો જાતો હિરણ્યાક્ષશ્ષરેક ઇમાં મહીમ્ | પ્રતિવીરં દિગ્વિજયે નાવિન્દત ગદાયુધઃ 1!૫॥ ય વિનિર્જિત્ય કૃચ્છેણ વિષ્ણુઃ ક્ષ્મોદ્ધાર આગતમ્ | નાત્માનંચે જયિનં મેને તહીર્ય ભૂર્યનુસ્મરન્ ॥ ૬॥ નિશમ્ય તદ્રધં ભ્રાતા હિરણ્યકશિપુઃ પુરા ! હન્તું બ્રાતૃહણં કુદ્ધો જગામ નિલયં હરેઃ ॥ ૭1? શ્રીશુકદેવજી કહે છે - રાજા બલિનાં આ વચનો ધર્મભાવપરિપૂર્ણ અને અત્યંત મધુર હતાં, તે સાંભળીને ભગવાન શ્રીવામને અત્યંત પ્રસન્નતાપૂર્વક તેમનું અભિનંદત કર્યું અને કહ્યું - (૧) શ્રીભગવાને કહ્યું - હે રાજન્! તમે જે કંઈ કહું તે તમારી કુભપરંપરાને અનુરૂપ, ધર્મભાવપરિપૂર્લ, યશને. વધારનારું અને અત્યંત મધુર છે; અને કેમ ન હોય, (કારણ કે) તમે પરલોકહિતકારી ધર્મની બાબતમાં ભૃગુપુત્ર શુકરયાર્યને પરમ પ્રમાણ માનો છો અને સાથે-સાથે પોતાના કુળવૃદ્ધ પિતામહ પરમશાંત પ્રહ્લાદજીની આજનું પણ પાલન કરો છો. (૨) તમાર્રી કુળપરંપરામાં ક્યારેય કોઈ ધર્યહીન કે કૃપન્ન પુરુષ થયો જ નથી; અને એવો પણ કોઈ થયો નથી કે જેણે બ્રાહ્મણોને કયારેય દાન આપ્યું ન હોય અથવા જે એક વાર કોઈને કશુંક આપવાની પ્રતિશા કર્યા બાદ પાછળથી વચનવિમુખ થયો હોય. (૩) દાનના પ્રસંગે યાચકોની માગણી સાંભળીને અને યુદ્ધના પ્રસંગે શત્રુનો પડકાર ઝીલીને તેમના તરફથી મોં ફેરવી લેનારો કોઈ કાયર પણ તમારા વંશમાં થયો નથી; કારણ કે તમારી કુળપરંપરામાં પ્રહ્લાદજી પોતના નિર્મળ યશથી, જેમ અઃકાશમાં ચંદ્ર શોભે તેમ શોભી રહ્યા છે. (૪) તમારા કુળમાં જ હિરજ્યાક્ષ જેવા વીરનો જન્મ થયો હતો. તે વીર જ્યારે હાથમાં ગદા લઈને એક્લો જ દિગ્ટ્િજય માટે નીકળ્યો ત્યારે આખી પૃથ્વી ઘુમી વળવા છતાં પણ તેને પોતાનો કોઈ હરીફ મળ્યો નહીં. (૫) વિષ્ણુ ભગવાન જળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરી રહ્ય હતા ત્યારે તે (હિરજ્યા&) તેમની સામે આવ્યો અને તેના પર શ્રીભગવાને અત્યંત મુશ્કેલીથી વિજય મેળવ્યો; એમ છતાં એ ઘટના પછી દીર્ષકાળ સુધી તેમને હિરશ્યાક્ષની શક્તિ અને તેના બળનું સ્મરણ થઈ આવ્યા કરતું હતું અને તેને જીતી લેવા છતાં પન્ન તેઓ પોતાને વિજયી માનતા ન હતા. (૬) હિરણ્યાક્ષના ભાઈ હિરણ્યકક્ષિપુને તેના વધના જ્યારે સમાચાર મળ્યા ત્યારે તે પોતાના ભાઈનો વધ કરનારાને હણવા માટે, કોધપૂર્વક ભગવાનના (નિવાસસ્થાન વૈકુંઠધામમાં જઈ પહોંચ્યો. (૭) ૧. મા. પા. - મસ્તિનકુલે ! ૨, પ્રા. પા. - આત્માન વગ્વિત । [5521 અ૦ ૧૯] આઠમો સંધ 839 તમાયાન્તં સમાલોક્ય શ્લપાણિં કૃતાન્તવત્ | ચિન્તયામાસ કાલશો વિષ્ણુર્માયાવિનાંપ વરઃ ॥ ૮॥ યતો યતોડહં તત્રાસૌ મૃત્યુઃ પ્રાણભૃતામિવ | અતોડહમસ્ય હૃદયં પ્રવેક્ષ્યામિ પરાગ્ટંશઃ ॥ ૯॥। એવં સ નિશ્ચિત્ય રિપોઃ શરીર- માધાવતો નિર્વિવિશેડસુરેન્દ્ર ! શ્વાસાનિલાન્તર્હિતસૂક્ષ્મદેહ- સત્પ્રાણરન્ક્રેણ વિવિગ્નચેતાઃ ૧૦॥ સ ત્ઞિકેતં પરિમૃશ્ય શૂન્ય- મપશ્યમાનઃ કુપિતો નનાદ | ક્ષ્માં ઘાં દિશઃ ખં વિવરાન્ સમુદ્રાન્ વિષ્ણું વિચિન્વન્ન દદર્શ વીરઃ॥૧૧॥ અપશ્યસ્તિતિ હોવાચ મયાન્વિષ્ટમિદં જગત્ । ભ્રાતૃહા મે ગતો નૂનં યતો નાવર્તતે પુમાન્૨ ॥૧૨॥ વૈરાનુબન્ધ એતાવાનામૃત્યોરિહ દેહિનામ્ | અજ્ઞાનપ્રભવો મન્યુરહંમાનોપબૃંહિતઃ ॥ ૧૩ પિતા પ્રહ્માદપુત્રસ્તે તહિદ્દાન્ દ્વિજવત્સલઃ ! સ્વમાયુર્ટિજલિદ્ઞેભ્યો દેવેભ્યોડદાત્સ યાચિતઃ ॥ ૧૪॥। ભવાનાચરિતાન્ ધર્માનાસ્થિતો ગૃહમેધિભિઃ ! બ્રાહ્મણેઃ પૂર્વજૈઃ શ્રેરન્ૈશ્ચોદામકીર્તિભિઃ ॥ ૧૫॥ તસ્માત્ત્વત્તો મહીમીષદ્ વૃણેડહં વરદર્ષભાત્ ! પદાનિ ત્રીણિ દૈત્યેન્દ્ર સંમિતાનિ પદા મમ ॥૧૬॥ નાન્યત્તે કામે રાજન્ વદાન્યાજ્જગદીશ્રાત્ । નૈનઃ પ્રાપ્નોતિ વૈ વિદ્વાન યાવદર્થપ્રતિગ્રહઃ ॥ ૧૭॥। ભગવાન શ્રીવિષ્ણુ માયા રચનારાઓમાં મહાન છે અને સમયને બરાબર ઓળખે છે. જ્યારે તેમે જોયું કે હિરણ્યક્શિપુ હાથમાં શૂળ લઈને સાક્ષાત્ કાળ જેવો તેમના પર જ આક્રમણ કરી રહ્યો છે ત્યારે તેમણે વિચાર્યું કે, (૮) “જેમ સંસારનાં પ્રાણીઓની પાછળ મૃત્યુ પડેલું રહે છે તેવી જ રીતે હું જ્યાં જ્યાં જઈશ ત્યાં ત્યાં આ મારો પીછો કરશે; તો હું આના હૃદયમાં પ્રવેશી જાઉં, કે જેથી આ મને જોઈ શકે નર્હી; કારણ કે આ તો બહિર્મુખ છે - બહારની વસ્તુઓ જ જુએ છે.’ (૯) હે અસુરરાજ! જે સમયે હિરફ્યકશિપુ તેમના તરફ ધસી રહ્યો હતો તે સમયે આવો નિશ્ચય કરીને, ભયભીત થઈ ભગવાન શ્રીવિષ્ણુએ પોતાના શરીરને સૂક્મ બનાવી લીધું અને તેના શ્વાસ મારફતે તેની નાસિકામાં થઈને હૃદયમાં જઈ બેઠા. (૧૦) હિરજ્યકાશિપુ તેમના ધામને સારી પેઠે ખોળી વળ્યો, પણ તેમનો ક્યાંવ પત્તો લાગ્યો નહીં. તેથી ક્રૃદ્ધ થયેલો તે સિંહગર્જના કરવા લાગ્યો. તે વીરે પૃથ્વી, સ્વર્ગ, દિશાઓ, આકાશ, પાતાળ, સમુદ્ર - સર્વત્ર ભગવાનને ખોળ્યા, પણ તેઓ તેને ક્યાંય દેખાયા નહીં. (૧૧) તેમને ક્યાંય પણ ન જોતાં તે બોલી ઊઠ્યો - ‘હું આખું જગત ખોળી વળ્યો, પ્ર તે મળ્યો નર્હી. અવશ્ય મારા ભાઈને હણનારો તે એ લોકમાં જતો રહ્યો છે કે જ્યાં ગયા પછો પાછા આવવાનું થતું નથી.” (૧૨) વારુ, હવે તેની સાથે વેરભાવ રાખવાની જરૂર રહી નહીં, કેમ કે વેરભાવ તો શરીરની સમાપ્તિ સાથે જ સમાપ્ત થઈ જાય છે. ક્રોધનું કારણ અજ્ઞાન છે અને અહંકારથી તે વધે છે. (૧૩) હે રાજન્! તમારા પિતા પ્રહ્લાદપુત્ર વિરોચન મહાન બ્રાહ્મણભક્ત હતા; ત્યાં સુધી કે તેમના શત્રુ દેવોએ બ્રાહ્મણોનો વેશ ધારણ કરીને તેમના આયુષ્યનું દ્યન માગ્યું અને તેમણે પોતે બ્રાહ્મણોનું કપટ જાલતા હોવા છતાં પણ પોતાના આયૃષ્યનું દાન આપી દીધું. (૧૪) તમે પણ તે જ ધર્મનું આચરણ કરી રહ્યા છો કે જે ધર્મનું પાલન શુદ્ાચાર્ય વગેરે ગૃહસ્થ બ્રાહ્મણેએ, તમારા પૂર્વજ પ્રહ્લાદજીએ તથા બીજા યશસ્વી વીરોએ કર્યું છે. (૧૫) હે દૈત્યરાજ! તમે અભીષ્ટ વસ્તુઓનું દાન કરનારાઓમાં શ્રેષ્ઠ છો. તેથી હું તમારી પાસે વોડીક પૃથ્વી - માત્ર પોતાનાં ત્રણ ચરબ્ર જેટલી માગું છું. (૧૬) તમે સઘળા જગતના સ્વામી અને અત્યંત ઉદાર છો એ બરાબર છે, પરંતુ તેમ છતાં હું તમારી પાસેથી આનાથી વધુ ઇચ્છતો નથી. વિદ્વાન મનુષ્યે માત્ર પોતાની જરૂરિયાત અનુસાર જ દાનનો સ્વીકાર કરવો જોઈએ. એમ કરવાથી તે પ્રતિગ્રહજન્ય પાપમાંથી બચી જાય છે. (૧૭) ૧. મ્રા. પા. — તવિદાં વરઃ | ૨. પ્રા. પા. - પુનઃ। 840 શ્રીમદભાગવત [અ૦૧૯ જલિસુરત્ય અહો બ્રાહ્મણદાયાદ વાચસ્તે વૃદ્ધસમ્મતાઃ । ત્વંબાલો બાલિશમતિરઃઃસ્વાર્થ પ્રત્યબુધો યથા ।। ૧૮॥। માં વચોભિઃ સમારાધ્ય લોકાનામેકમીશ્વરમ્ । પદત્રયં વૃજ્ઞીતે યોડબુદ્ધિમાન્ હરીપદાશુષમ્* ।। ૧૯।॥। ન ઘુમાન્ મામુપદ્રજ્ય ભૂયો યાચિતુમર્હતિ । તસ્માદ્ વૃત્તિકરી ભૂમિ બટો કામં પ્રતીચ્છ મે | ૨૦॥ શંભઝવાનુવાથ યાવન્તોવિષયાઃ ચપ્રેષ્ઠાસિલોક્યામજિતેન્દ્રિયમ્ | ન શક્નુવત્તિ તે સર્વે પ્રતિપૂર્રાયેતું નૃપ ॥ ર૧॥ ત્રિભિઃ ક્રમૈરસન્તુષ્ટો દ્વીપેન્સાપિ ન પૂર્યતે । નવવર્ષસમેતેન સમદ્ઠીપવરેચ્છયા ॥ ૨૨॥| સસદ્દીપાધિપતયો નૃપા વૈન્યગયાદયઃ ! અર્થેઃકામૈર્ગતા નાત તૃષ્ણાયા ઈતિ નઃશ્રુતમ્ ॥ ર૩॥ યદંચ્છયોપપન્નેન સત્તુષ્ટો વર્તતે સુખમ્ । નાસત્તુષ્ટસ્ત્રિભિર્લોકેરજિતાત્મોપસાદિતૈઃ ।! ર૪॥ પુંસોડયં સંસૃતેર્હેતુરસન્તોષોડર્થકામયોઃ ! યદેચ્છયોપપશ્નેન સન્તોષો મુક્તયે સ્મૃતઃ ॥ ર૫॥ યદેચ્છાલાભતુષ્ટસ્ય તેજો વિપ્રસ્ય વર્ધતે । તદ્શામ્યત્યસન્તોષાદમ્ભસેવાશુશુક્ષણિઃ 1 ૨૬॥ તસ્માત્ત્રીણિ પદાન્યેવ વૃણે ત્વદરદર્ષભાત્2 । એતાવતૈવ સિદ્ધોડહેં વિત્ત યાવત્પ્રયોજનમ્ । ૨૭!। રાજા બલિએ ક્લું - ડે બ્રાહ્મણકુમાર! તમારી વાતો તો વૃદ્ધજનસંમત છે, પરતુ તમારી બુદ્ધિ હજી બાળક જેવી જ છે. હા, હજી તો તમે બાળક જ છો ને, તેથી જ તમે પોતાના સ્વાર્થને સમજતા લાગતા નથી. (૧૮) હું ત્રજ્ને લોકનો એકમાત્ર સ્વામી છું અને અનેક ઠપોનું દાન આપી ફકું છું, જે મને પોતાનાં વચનોથી પ્રસન્ન કરી લે અને પછી મારી પાસેથી પાત્ર ત્રણ ચરણ પૃથ્વી માગે તેને ભલા, શું બુદ્ધિમાન કહી શકાય? (૧૯) હે બટુક્જી! જે કોઈ એક વાર કંઈક માગવા મારી પાસે આવી ગયો. તેને પછી કયારેય અન્ય કોઈ પાસેથી કશું માગવાની જરૂર રહેવી જોઈએ નહીં. તેથી પોતાનું ગુજરાન ચલાવવા માટે તમારે જેટલી ભૂમિની જરૂર હોય તેટલી મારી પાસેથી માગી લો. (૨૦) શ્રીભગવાને કહ્યું - ડે રાજન્! મનુષ્ય જો પોતાની ઇન્દ્રિયોને વશ રાખનારો - સંતુષ્ટ ન હોય તો સંસારના તમામ પ્રિય વિષયો પજ તે મનુષ્યની કામનાઓને પૂરી કરવાને સમર્થ થતા નથી. જે ત્રણ ચરણ પૃથ્વી મેળવીને સંતુષ્ટ થાય નહીં તેને નવ ખંડમાંથી એક દ્વીપ આપવામાં આવે તોપશ તે સંતુષ્ટ થશે નહીં, કારણ કે તેના મનમાં સાતેય દ્વીપ મેળવવાની કામના કાયમ રહેશે. (રર) મેં સાંભળ્યું છે કે પૃધુ, ગય વગેરે રાજાઓ સાતે દ્વીપોન! અધિપતિ હતા; પરંતુ તેટલી ધનસંપત્તિ તથા ભોગસામગ્રીઓ તેમને પ્રાપ્ત હોવા છતાં તેઓ તૃષ્ણાનો પાર પામી શક્યા ન હતા, (૨૩) જે કંઈ પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થાય તેનાથી જ સંતુષ્ટ રહેનારો મનુષ્ય પોતાનું જીવન સુખપૂર્વક વ્યતીત કરે છે; પરંતુ પોતાની ઇન્દ્રિયોને વશ નહીં રાખનારો ત્રણે લોકનું રાજ્ય મેળવવા છતાં પણ દુઃખી % રહે છે; કારણ કે તેના અંતઃકરણમાં અસંતોષની આગ ભભૂકતી રહે છે. (૨૪) ધનસંપત્તિ અને ભોગોથી સંતોષ ન થવો એ જ જીવ માટે જન્મ-મૃત્યુના ચકરાવામાં પડવાનું કારણ છે; જ્યારે જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી જ સંતોષ થવો એ મુક્તિનું કાર છે, (૨૫) જે બ્રહ્મ આપોઆપ આવી મળેલી વસ્તુથી જ સંતુષ્ટ થઈ રહે છે તેના તેજની વૃદ્ધિ થાય છે; જ્યારે તેન! અસંતુષ્ટ થઈ રહેવાથી તેનું તેજ એવી જ રીતે શમી જાય છે કે જેમ પાણીથી અગ્નિ શમી જાય છે. (૨૬) એ તો નિઃસંદેહ છે કે તમે અભીષ્ વસ્તુઓનું દાન કરનારાઓમાં શ્રેષ્ઠ છો, તેથી હું તમારી પાસેથી માત્ર ત્ર્ન ચરણ ભૂમિ જ માગું છું. એટલાથી જ મારું કાર્ય સિદ્ધ થશે. ધન એટલું જ સંઘરવું જોઈએ કે જેટલાની જરૂર હોય. (૨૭) ૨ પ્રા. પા. - હિપદાયુ્ામ્। ૨. પ્રા. પા. - શ્રેષ્કઃ। ૩. પ્રા. પા. - ર્યભ | અ? ૧૯] આઠમો સ્કંધ. 841 શ્રીશુક ઉવાચ ઇત્યુક્તઃસ હસન્નાહ વાગ્છાતઃ પ્રતિગૃહ્યતામ્ । વામનાય મહીં દાતું જગ્રાહ જલભાજનમ્ | ર૮॥। વિષ્ણવે ક્્માં પ્રદાસ્યન્તમુશના અસુરેશ્વરમ્ | જાનંક્ચિકીર્ષિતં વિષ્ણોઃ શિષ્ય પ્રાહ વિદાંવરઃ | ૨૯॥ શુક ઉર એષ વૈરોચને સાક્ષાદ્ગવાન્ વિષ્ણુરવ્યયઃ | કશ્યપાદદિતેર્જાતો દેવાનાં કાર્યસાધકઃ ॥ ૩૦॥ પ્રતિશ્રુત ત્વધૈતસ્મૈ યદનર્થમજાનતા । ન સાધુ મન્યે દૈત્યાનાં મહાનુપગતોડનયઃ ॥ ૩૧॥ એષ તે સ્થાનમૈશ્ચર્ય શ્રિયં તેજો યશઃ શ્રુતમ્ । દાસ્યત્યાચ્છિદ્ય શક્રાય માયામાણવકો હરિઃ ॥ ૩૨॥ ત્રિભિઃક્રમૈરિ્માલ્લોકાન્વિશ્વકાયઃ ક્રમિષ્યતિ | સર્વસ્વં વિષ્ણવે દત્ત્વા મૂઢ વર્તિષ્યસે કથમ્ ॥ ૩૩॥। ક્રમતો ગાં પદૈકેન દ્વિતીયેન દિવં વિભોઃ । ખં ચ કાયેન મહતા તાર્તીયસ્ય કુતો ગતિઃ || ૩૪।। નિષ્ઠાં તે નરકે મન્યે હ્યપ્રદાતુઃ પ્રતિશ્રુતમ્ | પ્રતિશ્રુતસ્ય યોડનીશઃ પ્રતિપાદયિતું ભવાન્ | ૩૫॥। ન તદન પ્રશંસન્તિ યેન વૃત્તિર્વિપદ્યતે । દાનં યજ્ઞસ્તપઃ કર્મ લોકે વૃત્તિમતો યતઃ ॥ ૩૬॥ ધર્માય યશસેડર્થાય કામાય સ્વજનાય ચ | પગ્ચધા વિભજન્ વિત્તમિહામુત્ર ચ મોદતે || ૩૭।। શ્રીશુકદેવજી કહે છે - ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે રાજા બલિ હસવા લાગ્યા. તેમણે કહ્યું - “ભલે, તમારી જે ઇચ્છા હોય તેટલું જ માગી લો.” આ પ્રમાણે કહીને બલિએ વામન ભગવાનને ત્રણ ચરણ પૃથ્વી આપવાનો સંકલ્પ કરવા માટે જળપાત્ર હાથમાં લીધું. (૨ ૮) શુક્રાચાર્યજી બધું જ જાણતા હતા અને તેમનાથી ભગવાનની આ લીલા પણ અજાણી ન હતી. તેમણે રાજા બલિને પૃથ્વીનું દાન કરવા તત્પર થયેલા જોઈને તેમને (આ પ્રમાણે) કહ્યું. (૨૯) શુક્રાચાર્યજીએ કહ્યું - અરે વિરોચનપુત્ર! આ તો સ્વયં અવિનાશી ભગવાન વિષ્ણુ જ છે. દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે કશ્યપપત્ની અદિતિના ગર્ભથી અવતર્યા છે. (૩૦) એ તમારું સર્વ કાંઈ પડાવી લેશે - એ અનર્થને નહીં જાણતા તમે એમને દાન આપવા વચન આપી ચૂક્યા છો. આમાં તો દૈત્યો પરનું મોટું સંકટ જ દેખાય છે. આને હું વાજબી માનતો નથી. (૩૧) સ્વયં ભગવાન જ પોતાની યોગમાયાથી આ બ્રહ્મચારીવેશે આવ્યા છે અને એ તમારું રાજ્ય, એશ્વર્ય, લક્ષ્મી, તેજ અને વિશ્વવિખ્યાત કીર્તિ - સર્વ કાંઈ તમારી પાસેથી પડાવી લઈને ઇન્દ્રને આપી દેશે. (૩૨) આ વિશ્વરૂપ છે, ત્રણ ચરણમાં તો આ બધા લોકોને માપી લેશે. અરે મૂઢ! જો તમે પોતાનું સર્વસ્વ વિષ્ણુને આપી દેશો તો તમારો જીવન- નિર્વાહ કેવી રીતે થશે? (૩૩) આ વિશ્વવ્યાપી ભગવાન એક ચરણમાં પૃથ્વીને અને બીજા ચરણમાં સ્વર્ગને ઓળંગી લેશે. એમના વિરાટ શરીરથી આકાશ ભરાઈ જશે, ત્યારે આ પોતાનું ત્રીજું ચરણ ક્યાં મૂકશે? (૩૪) તમે તેને પૂરું કરી શકશો નહીં. આવી સ્થિતિમાં હું તો એમ જ સમજું છું કે પ્રતિજ્ઞા કર્યા પછી તેને પૂરી નહીં કરવાને કારણે તમારે નરકમાં જ જવું પડશે; કારજ કે તમે પોતે કરેલી પ્રતિશાને પૂરી કરવામાં સર્વથા અસમર્થ થઈ જશો. (૩૫) વિદ્વાનો એવા દાનની પ્રશંસા કરતા નથી કે જે દાન આપ્યા પછી જીવનનિર્વાહ માટે કશું બચે જ નહીં. જેનો જીવનનિર્વાહ બરાબર થતો રહે છે તે જ આ સંસારમાં દાન, યશ, તપ અને પરોપકારનાં કર્મ કરી શકે છે. (૩૬) જે મનુષ્ય પોતાનું ધન થોડુંક ધર્મ માટે, થોડુંક યશ માટે, થોડુંક ધનની અભિવૃદ્ધિ માટે, થોડુંક ભોગો ભોગવવા માટે અને થોડુંક પોતાનાં સ્વજનો માટે - એમ પાંચ ભાગોમાં વહેંચી દે છે તે જ આ લોક અને પરલોક - બંનેમાં પણ સુખ પામે છે. (૩૭) 82 શ્રીમદ્ભાગવત_ [અ૦ ૨૦ અત્રાપિ બહૃચૈર્ગીતં શ્રણુ મેડસુરસત્તમ । સત્યમોમિતિ યત્ય્રોક્તં યશ્નેત્યાહાનૃતં હિ તત્ | ૩૮ સત્યં પુષ્પફલં વિદ્યાદાત્મવૃક્ષસ્ય ગીયતે વૃક્ષેડજીવતિ તન્ન સ્યાદનૃતં મૂલમાત્મનઃ | ૩૯ તઘથા વૃક્ષ ઉન્મૂલઃ શુષ્યત્યુદર્તતેડચિરાત્ ! એવં નષ્ટાનૃતઃ સદ્ય આત્મા શુષ્વે્ન સંશયઃ || ૪૦॥ પરાગ્ રિક્તમપૂર્ણ વા અક્ષરં યત્તદોમિતિ ! યત્કિગ્ચિદોમિતિ બ્રૂયાત્તેન રિચત વૈ પુમાન્ | ભિક્ષવે સર્વમોડકુર્વન્ઞાલં કામેન ચાત્મને ।। ૪૧।। અધૈતત્પૂર્ણમભ્યાત્મં યચ્ચ નેત્યનૃતં વચઃ | સર્વ નેત્યનૃતં’ બ્રૂયાત્સ દુષ્કીર્તિઃ શ્રસન્ મૃતઃ ॥ ૪૨ ॥ સીષુ નર્મ વિવાહે ચ વૃત્ત્ર્થે પ્રાણસક્ટે | ગોબ્રાહ્મણાર્થે હિંસાયાં નાનૃતં સ્યાજ્જુગુપ્સિતમ્ ॥ ૪૩॥। હે અસુરશ્રેષ્ઠ! જો તમને પોતાની પ્રતિજ્ઞાનો ભંગ થવાની દહેશત હોય તો આ બાબતમાં તમને ત્દગ્વેદની કેટલીક શ્રુતિઓનો અભિપ્રાય કહી સંભળાવું છું, તે સાંભળો. શ્રુતિ કહે. છે - “કોઈને કંઈક આપવાનું સ્વીકારી લેવું એ સત્ય છે અને તેનો અસ્વીકાર કરવો એ અસત્ય છે. (૩૮) આ શરીર એક વૃક્ષ છે અને સત્ય એનાં ફળ-ફૂલ છે; પરંતુ જો વૃક્ષ જ ન રહે તો ફળ-ફૂલ કેવી રીતે રહેશે? કારણ કે નકાર કરવો, પોતાની વસ્તુ બીજાને આપવી નહીં અર્થાત્ પોતાના સંચયને સાચવી રાખવો એજ આ શરીરરૂપી વૃક્ષનું મૂળ છે. (૩૯) જેમ મૂળ જ ન રહેતાં વૃક્ષ સુકાઈ જાય છે અને થોડા જ દિવસોમાં પડી જાય છે, તેવી જ રીતે જો ધન આપવાનો નકાર કરવામાં આવે તો આ જીવન સુકાઈ જાય છે એમાં સંદેહ નથી. (૪૦) “હા, હું આપીશ! - એવાક્ય જ ધનને દૂર કરી દે છે,તેથી એમ બોલવું એ જ ધનથી આપણને વંચિત કરી દેનારું છે. એ જ કારણે જે મનુષ્ય “હા, હું આપીશ’ - એવું કહે છે તે ધનરહિત થઈ જાય છે. જે મનુષ્ય યાચકને બધું જ આપી દેવાનું સ્વીકારી લે છે તે પોતાને માટે. ભોગની કોઈ વસ્તુ રાખી શકતો નથી. (૪૧) આનાથી ઊલટું, “ના, હું નહિ આપું’ — એમ નકાર કરી દેવો એ અસત્ય છે, પણ તેપોતાના ધનને સુરક્ષિત રાખે છે તથા પરિપૂર્ણ રાખે છે. પરંતુ આવું હંમેશાં ન કરવું જોઈએ. જે સૌની સાથે, બધી વસ્તુઓ આપવાનો નકાર કરતો રહે છે તેની અપકીર્તિ થઈ જાય છે, તે જીવતો હોવા છતાં પણ મરેલા જેવો જ છે. (૪૨) સ્રીઓને પ્રસન્ન કરવા માટે, મજાક-મશ્કરીમાં, લગ્ન બાબતમાં, કન્યા વગેરેની પ્રશંસા કરતી વખતે, પોતાની આજીવિકાને જાળવી રાખવા માટે, પ્રાણ ચાલ્યા જાય તેવી આફત આવી પડે ત્યારે, ગાયો અને બ્રાહ્મણોની ભલાઈ માટે તથા કોઈને મોતમાંથી ઉગારી લેવા માટે જો અસત્ય બોલવામાં આવે તોપણ તે નિંદનીય નથી. (૪૩) -ક્ક્ન- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયામષ્ટમસ્કન્ધે વામનપ્રાદુર્ભાવે૨ એકોનવિંશોડધ્યાયઃ || ૧૯॥ આઠમા સ્કંધ-અંતર્ગત વામન-પ્રાદુર્ભાવમાંનો ઓગણીસમો અધ્યાય સમાપ્ત.
ભગવાન વામનની બલિ પાસેથી ત્રણ ચરણ પૃથ્વીની માગણી, બલિએ વચન આપવું અને શુક્રાચાર્યજીએ તેમને વારવા
ભગવાન વામનજીએ વિરાટરૂપ થઈને બે જ ચરણમાં પૃથ્વી અને સ્વર્ગ માપી લેવાં કછુ ઉવાર બલિરેવં ગૃહપતિઃ કુલાચાર્યેણ ભાષિતઃ | તૃષ્ણી ભૂત્વા ક્ષણ રાજન્નુવાચાવહિતો Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.