એકવીસમો અધ્યાય વામન ભગવાન દ્વારા બલિને બાંધવો કીંદુક ઉશર સત્યં સમીક્ષ્યાબ્જભવો નખેન્દુભિ- ર્હતસ્વધામધુતિરાવૃતોડભ્યગાત્ । મરીચિમિશ્રા ત્#ષયો બૃહદવ્રતાઃ સનન્દનાધા નરદેવ યોગિનઃ॥૧॥। વેદોપવેદા નિયમાન્વિતા યમા- સ્તર્કેતિહાસાદ્રપુરાણસંહિતાઃ 1 યે ચાપરે યોગસમીરદીપિત- જ્ઞાનાગ્નિના રન્ધિતકર્મકલ્મષાઃ૨ । વવન્દિરે યત્સ્મરણાનુભાવતઃ સ્વાયમ્ભુવં ધામ ગતા અકર્મકમ્ ॥૨॥ અથાડ્દ્રયે પ્રોન્મિતાય વિષ્ણો- સપાહરત્પશ્મભવોડર્હણોદકમૂ્ ।| સમર્ચ્ય ભક્ત્યાડભ્યગૃણાચ્છુચિશ્રવા યન્ઞાભિપફેર્હસમ્ભવઃ સ્વયમ્ 1૩॥ ધાતુઃ કમણ્ડલુજલં તદુરુક્રમસ્ય પાદાવનેજનપવિત્રતયા નરેન્દ્ર । સ્વર્ધુન્યભૂશ્નભસિ સા પતતી નિમાર્ષ્ટિ લોકત્રયં ભગવતો વિશદેવ કીર્તિઃ ॥ ૪॥ શ્રીશુકદેવજી કહે છે - હે પરીક્ષિત! ભગવાનનું ચરણકમળ સત્યલોકમાં જઈ પહોંચ્યું. તેમના નખ-ચંદ્રની છટાથી સત્યલોકનું તેજ ઝંખવાઈ ગયું. તેના તેજમાં સ્વર્ય બ્રહ્માજી પણ જાણે ડૂબી ગયા; અને તેમણે મરીચિ વગેરે જષિઓ, સનંદન વગેરે નૈષ્ઠિક બ્રહ્મચારીઓ તેમ જ મોટા- મોટા યોગીઓ સાથે ભગવાનના ચરણ-કમળનું સ્વાગત કર્યું. (૧) વેદ, ઉપવેદ, યમ, નિયમ, તર્ક, ઇતિહાસ, વેદાંગ અને પુરાજ્નસંહિતાઓ કે જે બ્રહ્મલોકમાં મૂર્તિમંત થઈને વસે છે તેમણે તથા જે લોકોએ યોગરૂપ વાયુથી જ્ઞાનરૂપ અગ્નિને પ્રજાળીને કર્મના મળને ભસ્મ કરી નાખ્યો છે તે મહાત્માઓએ - તે બધાએ ભગવાનના ચરણની વંદના કરી. આ જ ચરણકમળના સ્મરણના મહિમાથી જ બ્રહ્મલોક પ્રાપ્ત થાય છે. તે કર્મ દ્વારા પ્રાપ્ત થતું નથી. (૨) ભગવાન બ્રહ્માજીની કીર્તિ અત્યંત પવિત્ર છે, તેઓ ભગવાન શ્રીવિષ્જુના નાભિકમળમાંથી ઉત્પન્ન થયેલા છે. સ્વાગત કર્યા પછી તેમણે સ્વયં વિશ્વરૂપ ભગવાનના ઊંચે ઉપાડેલા ચરણની અર્થ્ય-પાદ્થી પૂજા કરી અને તેનું પ્રક્ષાલન કર્યુ. પુજા કર્યા બાદ તેમણે અત્યંત પ્રેમ અને ભક્તિપૂર્વક ભગવાનની સ્તુતિ કરી. (૩) હે નરેન્દ્ર! બ્રહ્માજના કમંડળનું તે જ જળ વિશ્વરૂપ ભગવાનના ચરણને પખાળવાથી પવિત્ર થઈ જવાને કારણે એ જ ગંગાજીના રૂપમાં પરિણમ્યું કે જે આકાશ-માર્ગે પૃથ્વી પર પડીને ત્રણે લોકને પવિત્ર કરતાં રહે છે. આ ગંગાજી એટલે કોન? - ભગવાનની મૂર્તિમંત ઉજ્જ્વળ કીર્તિ જ! (૪) ૧. પ્રા. પા. - મહાપુરુષવિશ્વરૂપં | ૨. પ્રા. પા. - નિર્જિતકર્મડિલ્મિષાઃ | શ્રીમદભાગવત [અ૦૨૧ બ્રહ્માદયો લોકનાથાઃ સ્વનાથાય સમાદેતાઃ | સાનુગા બલિમાજહુઃ સડક્ષિ્તાત્મવિભૂતયે ॥ ૫।। તોયૈઃ સમર્હશૈઃ સ્ગ્મિર્દિવ્યગન્ધાનુલેપનેઃ । ધૂપૈદીપૈ: સુરભિભિર્લાજાક્ષતફલાફકુરૈઃ ॥ ૬।! સ્તવનેર્જયશબ્દૈશ્ તઢીર્યમહિમાકિતેઃ | નૃત્યવાદિત્રગીતેશ્વ શદ્રદુન્દુભિનિઃસ્વનૈઃ || ૭॥ જામ્બવાનૃક્ષરાજસ્તું ભેરીશબ્દેર્મનોજવઃ । વિજયં દિક્ષુ સર્વાસુ મહોત્સવમઘોષયત્ ॥ ૮॥ મહીં સર્વા હતાં દૃષ્ટ્વા ત્રિપદવ્યાજયાચ્ઞયા । ઊચુઃ સ્વભર્તુરસુરા દીક્ષિતસ્યાત્યમર્ષિતાઃ || ૯!। ન વા અયં બ્રહ્મબન્ધુર્વિષ્ણુર્માયાવિનાં વરઃ 1 દ્વિજરૂપપ્રતિચ્છન્ઞો દેવકાર્ય ચિકીર્ષતિ ॥ ૧૦॥ અનેન યાચમાનેન શત્રુણા બટુરૂપિણા | સર્વસ્વં નો હતં ભર્તુન્યસ્તદણ્ડસ્ય બારહેષિ ॥ ૧૧॥ સત્યવ્રતસ્ય સતતં દીક્ષિતસ્ય વિશેષતઃ ! નાનૃતં ભાષિતું શક્ય બ્રહ્મણ્યસ્ય દયાવતઃ ।। ૧૨! તસ્માદસ્ય વધો ધર્મો ભર્તુઃ શુશ્રૂષણં ચ નઃ । ઇત્યાયુધાનિ જગૃહુર્બલેરનુચરાસુરાઃ ॥ ૧૩॥ તે સર્વે વામનં હન્તું શૂલર્પટ્ટેશપાણયઃ | અનિચ્છતોબલેરાજન્પ્રાદ્રવગ્જાતમન્યવઃ | ૧૪॥ તાનભિદ્રવતો દેષ્ટ્વા દિતિજાનીકપાન્નૃપ । પ્રહસ્યાનુચરા વિષ્ણોઃ પ્રત્યષેધન્ઞુદાયુધાઃ ।। ૧૫।। પછી ભગવાનનું ચરણકમળ જ ત્યારે ભગવાનનો શ્રીવિગ્રહ, બની ગયું. એટલે કે ભગવાન સ્વયં જ પ્રગટ થઈ ગયા. તેમણે હવે પોતાની વિભૂતિઓને સમેટી લીધી ત્યારે પોતાના અનુચરો સહિત બ્રહ્માજી વગેરે લોકપાલોએ અત્યંત આદરભાવપૂર્વક પોતાના સ્વામી શ્રીભગવાનને અનેક પ્રકારની ભેટો આપી, (૫) તે બધાએ જળ-ઉપહાર, માવા, દિવ્ય સુગંધપૂર્ણ લેપ (અંગરાગ), સુગંધિત ધૂપ, દીપ, લાજા (ડાંગરની ધાણી), અક્ષત, ફળ, અંકુર, ભગવાનના મહિમા તથા પ્રભાવથી યુક્ત સ્તોત્ર, જયઘોષ, નૃત્ય, શધસરંજામ, ગાન તેમ જ શંખ અને નગારાંના ઘોષથી ભગવાનતી આરાધના કરી, (£-૭) તે સમયે રીંછોના રાજા જાંબવાન મનના જેવા વેગથી દોડીને, બધી દિશાઓમાં ભેરી-ભૂંગળ વગાડી-વગાડીને ભગવાનના મંગળમય વિજયની ઘોષણા કરી આવ્યા. (૮) દૈત્યોએ જોયું કે ત્રણ ચરણ પૃથ્વી માગવાના બહાને. વામનજીએ સઘળી પૃથ્વી જ પડાવી લીધી, ત્યારે તેઓ વિચારવા લાગ્યા કે અમારા સ્વામી બલિ અત્યારે યજ્ઞમાં દીક્ષિત છે તેથી તેઓ તો કશું બોલવાના નથી; તેથી તે બધા ધણા ચિડાઈને પરસ્પર કહેવા લાગ્યા - (૯) “અરે, આ બ્રાહ્મણ નથી, આ તો સૌથી મોટો માયાવી વિષ્ણુ છે. બ્રાહ્મણના રૂપમાં છુપાઈને આ દેવોનું કાર્ય સિદ્ધ કરવા ઇચ્છે છે. (૧૦) જ્યારે અમાર! સ્વામી યજ્ઞમાં દીક્ષિત થઈને કોઈને કોઈ પ્રકારનો દંડ કરવાને ઉપરત થયેલા છે ત્યારે આ શત્રુએ બ્રહ્મચારીનો સ્વાંગ રચીને પહેલાં તો યાચના કરી અને પછી અમારું સર્વસ્વ ઠરી લીધું. (૧૧) આમ તો અમારા સ્વામી સદૈવ સત્યનિષ્ઠ છે, પણ યજ્ઞમાં દીક્ષિત થવાથી તો તેઓ આ બાબતનું વિશેષ ધ્યાન રાખે છે. તેઓ મહાન બ્રાહ્મણભક્ત છે તથ( તેમના હૃદયમાં દયાભાવ પણ વધુ છે; તેથી તેઓ ક્યારેય અસત્ય બોલી શકતા નથી. (૧૨) આવી સ્થિતિમાં અમારો એ જ ધર્મ છે કે અમે આ શત્રુને મારી નાખીએ. એનાથી અમારા સ્વામી બલિની સેવા યણ થશે.” આમ વિચારીને રાજા બલિના અનુચર અસુરોએ પોતપોતાનાં હથિયાર ઉપાડી લીધાં. (૧૩) હે રાજન્! રાજા બલિની અનિચ્છા હોવા છતાં પણ તે બધા અસુરો ભારે કોધથી શૂળ, પટ્ટિશ વગેરે હાથમાં લઈ-લઈને વામન ભગવાનને મારવા માટે ધસી ગયા. (૧૪) હે રાજન્! વિષ્ણુ ભગવાનના પાર્ષદોએ જ્યારે જોધું કે દૈત્પસેનાપતિઓ આક્રમણ કરવા ધસી આવી રહ્યા છે ત્યારે તેમણે હસીને પોતપોતાનાં શસ્ત્રો ઉગામ્યાં અને તેમનો સામનો કર્યો. (૧૫) ૧. પ્રાચીન પ્રતમાં આ શ્લોકનો પાઠ આ પ્રમાણે છે - * કહિમાકિરેઃ / એમાંથી ઉત્તાર્ષનો ભાગ મૂળમાં નથી, ટિપ્પમાં છે. ‘સતવનેર્જયશબ્દેઘ શહ્દદુનદૂભિનિઃસ્વનેઃ ! નૃત્મવાદિત્રગીતેથ તહોર્ય- ર. ૨. પ્રા. પા. — ત્શષિપતિર્ભેન | ૩. પ્રા, પા. - બલે સઃ * અ૦૨૧] આઠપો સ્કંધ 849 નન્દઃ સુનન્દોડ્થ જયો વિજયઃ પ્રબલો બલઃ 1 કુમુદઃ કુમુદાક્ષશ્ચ વિષ્વક્સેનઃ પતત્ત્રિરાટ્ |! ૧૬।। જયન્તઃ શ્રુતદેવશ્ચ પુષ્પદન્તોડથ સાત્વતઃ ! સર્વે નાગાયુતપ્રાણાશ્ચમૂં તે જથ્બુરાસુરીમ્ ! ૧૭।। હન્યમાનાન્ સ્વકાન્ દેષ્ટ્વા પુરુષાનુચરેર્બલિઃ 1 વારયામાસ સંરબ્ધાન્ કાવ્યશાપમનુસ્મરત્ || ૧૮।। હે વિપ્રચિત્તે હે રાહો હે નેમે શ્રૂયતાં વચઃ । મા યુધ્યત નિવર્તધ્વં ન નઃ કાલોડયમર્થકૃત્ ॥ ૧૯।। યઃ પ્રભુઃ સર્વભૂતાનાં સુખદુઃખોપપત્તયે 1 તં નાતિવર્તિતું દૈત્યાઃ પૌરુપૈરીશ્વરઃ પુમાન્ ॥ ૨૦॥ યો નો ભવાય પ્રાગાસીદભવાય દિવૌકસામ્ । સ એવ ભગવાનધ વર્તતે તહ્ધિપર્યયમ્ | ૨૧॥ બલેન સચિવૈર્બુદ્વયા દુર્ગર્મન્ત્રૌષધાદિભિઃ 1 સામાદિભિસ્પાથૈશ્વ કાલં નાત્યેતિ વૈ જનઃ | ૨૨!! ભવદ્ધિર્નિર્જિતા હોતે બહુશોડનુચરા હરેઃ ! દૈવેનર્ટેસ્ત એવાધ્ય યુધિ જિત્વા નદન્તિ નઃ॥ ૨૩।। એતાન્ વયં વિજેષ્યામો યદિ દૈવ પ્રસીદતિ 1 તસ્માત્કાલં પ્રતીક્ષધ્વં યો નોડર્થત્વાય કલ્પતે ॥ ૨૪।! કશુક ઉર પર્ત્યુર્નગદિતં શ્રુત્વા દૈત્યદાનવયૂથપાઃ | રસાં નિવિવિશૂ રાજન્ વિષ્ણુપાર્પદતાડિતાઃ ! ૨૫।। અધતાર્ક્યસુતો જ્ઞાત્વાવિરાટ્પ્રભુચિકીર્ષિતમ્ ! બબત્ધ વારણૈઃ પાશૈર્બલિં સૌત્યેડનિ ક્રતો || ર૬॥। નંદ, સુનંદ, જય, વિજય, ત્રબલ, બલ, કુમુદ, કુમુદાલ, વિષ્વક્સેન, ગરુડ, જયનત, શ્રુતદેવ, પુપ્યદંત અને સાત્વત — આ બધા જ ભગવાનના પાર્પદો દશ-દશ હજાર હાથીઓનું બળ ધરાવે છે. તેઓ અસુરોના સૈન્યનો સંહાર કરવા લાગ્યા. (૧૬-૧૭) રાજા બલિએ જ્યારે જોયું કે ભગવાનના પાર્ષદો મારા સૈનિકોને હણી રહ્યા છે અને તેઓ પણ કોધે ભરાઈને તેમની સાથે યુદ્ધ કરવા તત્પર થઈ રહ્યા છે ત્યારે તેમણે શુક્ાચાર્યજીના શાપને યાદ કરતાં તે બધાને યુદ્ધ કરતા અટકાવી દીપા. (૧૮) તેમણે વિપ્રચિત્તિ, રાહુ, નેમિ વગેરે દેષયોને સંબોધીને કહ્યું - “ભાઈઓ! મારું કહેવું સાંભળો. તમે પુદ્ધ ન કરો, પાછા વળો. આ સમય આપણા કાર્યને અનુકૂળ નથી. (૧૯) ઠે દાનવો! જે કાળ સમસ્ત પ્રાણીઓને સુખ અને દુઃખ આપવાનું સામર્થ્ય ધસવે છે તેને “હું પોતે પોતાના પ્રયત્નોથી દબાવી દઉં’ એવું કોઈ જો ઇચ્છે તો તે. તેના સામર્ધ બહારની વાત છે. (૨૦) પહેલાં આપણી ઉન્નતિનું અને દેવોની અવનતિનું જેઓ કારણ થયા હતા તે જ ભગવાન કાળ અત્યારે તેમની ઉન્નતિ અને આપણી અવનતિનું કારણ થઈ રહ્યા છે. (૨૧) બળ, મંત્રી, બુદ્ધિ, દુર્ગ, મંત્ર, ઔષધિ અને સામ વગેરે ઉપાયો - આ પૈકીના કોઈ પણ સાધન વડે અથવા તે બધાં વડે પણ મનુષ્ય કાળ ઉપર વિજષ મેળવી શક્તો નથી. (૨૨) જયારે દૈવ તમારા બધાને અનુકૂળ હતું ત્યારે તમે દેવતાઓના આ અનુચરોને કેટલીયે વાર જીત્યા હતા, પણ જુઓ, આજે તેઓ જ યુદ્ધમાં આપણા પર વિજય મેળવીને સિંહગર્જના કરી રહ્યા છે. (૨૩) જો દૈવ આપણને અનુકૂળ થઈ રહેશે તો આપણે પણ તેમને જીતી લઈશું. માટે તે સમયની રાહ જુઓ કે જે સમય આપણા કાર્યની સિદ્ધિને અનુકૂળ હોય.”’ (૨૪) શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્! પોતાના સ્વામી બલિની વાત સાંભળીને, ભગવાનના પાર્ષપદેથી ધાયલ થયેલા તે દાનવો અને દાનવસેનાપતિઓ રસાતલમાં ચાલ્યા ગયા. (રપ) તેમના ચાલ્યા ગયા પછી ભગવાનના અંતઃકરણની ઇચ્છા જાણી લઈને પક્ષીરાજ ગરુડજીએ. વરુણના પદશથી બલિને બાંધી દીધા. તે દવસે તેમના અશ્મેધ યજ્ઞમાં સોમપાન થવાનું હતું. (ર૬) 850 શ્રીમદભાગવત [અ૦ ૨૧ હાહાકારોમહાનાસીદ્રોદસ્યોઃ સર્વતોદિશમ્ ! ગૃહ્યમાશેડસુરપતૌ વિષ્ણુના પ્રભવિષ્ણુના |! ૨૭1! તં બદ્ધં વારુહૈઃ પાશૈર્ભગવાનાહ વામનઃ । નષ્ટશ્રિયં સ્થિરપ્રશમુદારયશસં નૃપ || ૨૮ પદાનિત્રીણિ દત્તાનિ ભૂમેર્મદ્રાં ત્વયાડસુર ! દ્વાભ્યાં ક્રાન્તા મહી સર્વા તૃતીયમુપકલ્પય ॥ ૨૯॥ યાવત્તપત્યસૌ ગોભિર્યાવદિન્દુઃ સહોડુભિઃ । યાવદ્ર્ષતિ પર્જન્યસ્તાવતી ભૂરિયં તવ | ૩૦॥ પદૈકેત મયા ક્રાન્તો ભૂર્લોકઃ ખં દિશસ્તનોઃ | સ્વર્લોકસ્તુ દ્વિતીયેન પશ્યતસ્તે સ્વમાત્મના ॥ ૩૧॥। પ્રતિશ્રુતમદાતુસ્તે નિરયે વાસ ઇષ્યતે ! વિશ ત્વં નિરયં તસ્માદ્ ગુરુણા ચાનુમોદિતઃ ॥ ૩૨॥ વૃથા મનોરથસ્તસ્ય દ્રે સ્વર્ગ: પતત્યધઃ ! પ્રતિશ્રુતસ્યાદાનેનપ યોડર્થિનં વિપ્રલમ્ભતે ॥ ૩૩॥ વિપ્રલબ્ધો દદામીતિ ત્વયાડહે ચાઢયમાનિના । તદ્ વ્યલીકફલં ભુડક્ષ્વ નિરયં કતિચિત્સમાઃ 1 ૩૪।! ક્ક્કઃ સર્વશક્તિમાન ભગવાન શ્રીવિષ્્ુએ જ્યારે આ પ્રમાણે બલિને બંધાવી દીધા ત્યારે દૃથ્વી, આકાશ અને સધળી દિશાઓમાં લોકો હાહાકાર કરવા લાગ્યા, (૨૭) બલિ વરુજ્નના પાશથી બંધાઈ ગયા હતા અને તેમનું. એશ્વ્ય પણ નષ્ટ થઈ ચૂક્યું હતું તોપજ્ તેમની બુદ્ધિ નિશ્ચયાત્મક હતી અને બધા લોકો તેમના ઉદ્દાર યશનું. ગાન કરી રહ્યા હતા. ત્યારે હે રાજન્! વામન ભગવાને કલિને કહ્યું - (૨૮) “હે અસુરરાજ! તમે મને ત્રણ ચરણ પૃથ્વી દાનમાં આપી હતી; બે ચરણમાં તો મેં ત્રણે લોકને માપી દીધા, હવે ત્રીજા ચરણનું દાન પૂર્ણ કરો. (૨૯) જ્યાં સુધી સૂર્યનો તાપ પ્રવર્તે છે, જ્યાં સુધ નકત્રો અને ચંદ્રમાનાં કરશો પહોંચે છે અને જયાં સુધી વાદળો વરસે છે ત્યાં સુધીની સઘળી પૃથ્વી તમારા અધિકારમાં હતી. (૩૦) તમારા જોતાં જ મેં પોતાના એક ચરશથી ભૂર્લાક, શરીરથી આકાશ અને દિશાઓ તથા બીજા ચરણથી સ્વર્ગલોક માપી લીધાં છે. આ રીતે તમારું સર્વ કાંઈ મારું થઈ ચૂક્યું છે. (૩૧) આમ છતાં પણ તમે જે પ્રતિશા કરી હતી તે પૂરી નહીં કરી શકવાને કારણે હવે તમારે નરકવાસ કરવો પડશે. આ બાબતમાં તમારા ગુરુદેવની પજ્ન સંમતિ છે. તો જાઓ, હવે તમે નરકમાં પ્રવેશો. (૩૨) યાચકને આપવાની પ્રતિજ્ઞા કરીને જે ભક્તિ તે આપી શકતી નથી, એ રીતે વચનબંગ કરે છે તેના સઘળા મનોરથ વ્યર્થ થાય છે. સ્વર્ગની વાત તો. ૬ર રહી, તેણે નરકમાં પડવું પડે છે. (૩૩) તમને એ વાતનું ઘું ઘમંડ હતું કે “હું ધનાઢય છું.’ તમે મને “આપીશ એવી પ્રતિજ્ઞા કર્યા પછી વચનભંગ (વિપ્રલંભ) કર્યો છે, તો હવે તમે થોડાં વર્ષો સુધી આ અસત્યનું #ળ
- નરક ભોગવો.” (૩૪) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહેસ્યાં સંહિતાયામષ્ટમસ્કન્ધે વામનપ્રાદુર્ભાવે બલિનિગ્રહો નામૈકવિંચોડધ્યાયઃ ॥ ૨૧।| આઠમા સ્કંધ-અંતર્ગત વામનપ્રાદુર્ભાવમાંનો બલિનિગ્રહ નામનો એકવીસમો અધ્યાય સમાપ્ત.