Śrīmad Bhāgavatam

% ગ્રાહ દ્વારા ગજેન્દ્રનું પકડાવું,

ગજેન્દ્રમોક્ષ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

બીજો અધ્યાય % ગ્રાહ દ્વારા ગજેન્દ્રનું પકડાવું, શીથુક 6૧/૨૪ શ્રીશુકદેવજીએ કહ્યું - (હે પરીક્ષિત!) ક્ષીરસમુદ્રમાં આસીદ્‌ ગિરિવરો રા્જંસ્તરિકૂટ ઇતિ વિશ્રુતઃ । ક્ષીરોદેનાવૃતઃ શ્રીમાન્‌ યોજનાયુતમુચ્છિતઃ ॥ ૧॥। તાવતા૧ વિસ્તૃતઃ પર્યકત્રિભિઃકૃશ્ેઃપયોનિધિમ્‌ ! દિશઃ ખં રોચયન્ઞાસ્તે રૌપ્યાયસહિરણમયૈઃ ॥ ૨।। અન્યૈશ્વ કકુભઃ સર્વા રત્નધાતુવિચિત્રિતૈઃ । નાનાઠ્ઠુમલતાગુલ્મૈર્નિ્ઘોપૈર્નિઝરામ્ભસામ્‌ ।।૩॥ સચાવનિજ્યમાનાડદ્રિઃ સમન્તાત્પયઊર્મિભિઃ । કરોતિ શ્યામલાં ભૂમિં હરિન્મરકતાશ્મભિઃ | ૪॥ સિદ્ધચારણગન્ધર્વવિદ્યાધરમહોરગૌઃ 1 કિન્નરેરપ્સરોભિશથ્ કીીડદ્ધિર્જુષ્ટકન્દરઃ ॥ ૫॥। યત્ર સદ્રીતસન્ઞાદૈર્નદદગુહમમર્ષયા | અભિગર્જન્તિ હરયઃ શ્લાથિનઃ પરશક્યા || ૬॥ નાનારણ્યપશુવ્રાતસડકુલદ્રોણ્યલડ્કૃતઃ | ચિત્રદુમસુરોધાનકલકણ્ઠવિહદ્રમઃ ॥૭॥ ચસરિત્સરોભિરચ્છોદૈઃ પુલિનૈર્મણિવાલુકેઃ । દેવસ્રીમજ્જનામોદસૌરભામ્બ્વનિલેર્યુતઃર ॥ ૮॥ તસ્ય દ્રોણ્યાં ભગવતો વરુણસ્ય મહાત્મનઃ । ઉદ્યાનમૃતુમન્નામ આક્રી્ડ સુરયોષિતામ્‌ 1 ૯।। ત્રિકૂટ નામે એક પ્રસિદ્ધ, સર્વ સમૃદ્ધિઓથી યુક્ત શ્રેષ્ઠ પર્વત હતો. તે દસ હજાર જોજન ઊંચો હતો. (૧) તેની ચારે તરફની લંબાઈ-પહોળાઈ પણ તેટલી જ હતી. તેનાં રજત, લોહ અને સુવર્ણના ત્રણ શિખરોની શોભાથી સમુદ્ર, દિશાઓ અને આકાશ ઝગમગતાં રહેતાં હતાં. (૨) બીજાં પણ તેનાં કેટલાંય એવાં શિખરો હતાં કે જેઓ રત્નો અને ધાતુઓની રંગબેરંગી શોભા દર્શાવતાં રહીને બધી દિશાઓને પ્રકાશિત કરી રહ્યાં હતાં. તે શિખરો પર વિવિધ જાતનાં વૃક્ષો, વેલીઓ અને ઝાડીઓ હતાં. તે (ત્રિફૂટ પર્વત) ઝરણાંઓના કલકલ- પ્વનિથી ગુંજતો રહેતો હતો. (૩) બધી બાજુએથી સમુદ્રનાં મોજાં આવી-આવીને તે પર્વતના નીચલા ભાગ સાથે અથડાતાં હતાં અને ત્યારે એવાં જણાતાં હતાં કે તેઓ જાણે કે પર્વતરાજના પગ પખાળી રહ્યાં હોય. તે પર્વતના પન્નાના નીલા પથ્થરોથી ત્યાંની ભૂમિ એવી શામળી થઈ ગઈ હતી કે જાણે તેના પર હરીભરી ધરો છવાઈ ગઈ હોય. (૪) તેની ગુફાઓમાં સિદ્ધો, ચારણો, ગંધર્વો, વિઘાધરો, નાગો, કિન્નરો, અપ્સરાઓ વગેરે વિહરતાં રહેતાં હતાં; (૫) અને તેમના સંગીતનો ધ્વનિ શિલાઓ સાથે અફળાઈને ગુફાઓમાં ગૂંજતો રહેતો હતો ત્યારે મોટા-મોટા ગર્વિષ્ઠ સિંહો તેને બીજા સિંહની ગર્જના સમજીને સહી શકતા ન હતા અને પોતાની ગર્જનાથી તેને દબાવી દેવા માટે વધુ જોરથી ગર્જના કરવા લાગતા હતા. (૬) તે પર્વતની તળેટી જાતજાતનાં જંગલી પશુઓનાં ઢોળાંથી શોભતી રહેતી હતી. અનેક પ્રકારનાં વૃક્ષોથી ભરપૂર, દેવોના ઉલાનમાં સુંદર-સુંદર પક્ષીઓ મધુર કલરવ કરતાં રહેતાં હતાં. (૭) તે પર્વતમાં ઘણી નદીઓ અને સરોવરો પણ હતાં, તેમનું પાણી ઘણું નિર્મળ હતું અને તેમના કાંઠે મણિઓની વેળુકા (રેતી) ચમકતી રહેતી હતી. તેમાં દેવાંગનાઓ સ્નાન કરતી હતી, તેથી તેમનું પાણી અત્યંત સુગંધિત થઈ જતું હતું. તે સૌરભ લઈને શીતળ પવન લહેરાતો રહેતો હતો. (૮) તે પર્વતની તળેટીમાં ભગવાનના પ્રેમી મહાત્મા વરુણ ભગવાનનો એક ઉદ્યાન હતો. તેનું નામ ત્રહતુમાન ૧. પ્રા. પા. - તાવાન્‌ સુવિસ્તૃતો લ્રાસીત્‌ ! ૨. પ્રા. પા. - સરત્સરિદ્રિ.! 762 શ્રીમદભાગવત [અ૦૨ સર્વતોડલડકુતં દિવ્યૈર્નિત્યં પુષ્પફલ્ુમૈઃ ! મન્દારૈઃ પારિજાતેશ્વ પાટલાશોકચમ્પકૈઃ || ૧૦।। ચૂતૈઃ પ્રિયાલૈઃ પનસૈરામ્નેરામ્રાતકેરપિ । ક્રમુકેર્નાલિકેરેશ્વ ખર્જુરેબીજિપૂરકૈઃ ॥ ૧૧॥। મધૂકૈ: સાલતાલૈશ્વ તમાલૈરસનાર્જુનૈઃ । અરિષ્ટોદુમ્બરપ્લક્ષેર્વટૈઃ કિંશુકચન્દનેઃ૨ [1૧૨॥ પિચુમન્દૈઃ કોવિદારૈઃ સરલૈઃ સુરદારુભિઃ | દ્રાક્ષેક્ષુરમ્ભાજમ્બૂભિર્બદર્યક્ષાભયામલૈઃ 11૧૩॥ બિલ્લૈઃ કપિત્યૈર્જમ્બીરેર્વૃતો ભલ્લાતકાદિભિઃ । તસ્મિત્‌ સરઃ સુવિપુલં લસત્કાગ્યનપકજમ્‌ | ૧૪।। કુમુદોત્પલકહ્મારશતપત્રશ્રિયોર્જિતમ્‌ | મત્તષટ્પદનિર્ઘૃષ્ટું શકુન્તૈશ્ કલસ્વનૈઃ | ૧૫॥। હેંસકારણ્ડવાકીર્ણ ચક્રાહૈઃ સારસૈરપિ | જલકુક્કુટકોયષ્ટિદાત્યૂહકુલકૂજિતમ્‌ ।॥૧૬॥ મત્સ્યકચ્છપસઞ્ચારચલત્પદ્મરજઃપયઃ 2 | કદમ્બવેતસનલનીપવગ્જુલકેર્વૃતમરટ ॥૧૭॥ કુન્દૈઃ કુરબકાશોકેઃ શિરીષૈઃ કુટજેડગુદેઃપ । કુબ્જકૈઃ સ્વર્ણયૂથીભિર્નાગપુન્નાગજાતિભિઃ || ૧૮॥। મલ્લિકાશતપત્રેશ્ષ માધવીજાલકાદિભિઃ । શોભિતં તીરજૈશ્વાન્યૈર્નિત્યર્તુભિરલં કુમૈઃ ॥ ૧૯॥ તત્રૈકદા તદ્ગિરિકાનનાશ્રયઃ કરેણુભિર્વારણયૂથપશ્ચરન્‌ 1 સકણ્ટકાન્થ કીચકવેણુવેત્રવદ્‌ વિશાલગુલ્મં પ્રરજન્‌ વનસ્પતીન્‌ | ર૦ યદ્ગન્ધમાત્રાદ્ધરયો ગજેન્દ્રા વ્યાઘ્રાદયો વ્યાલમૃગાઃ સખડ્ગાઃ । તેમાં ચોતરફ ફળ-ફૂલથી ભરપૂર દિવ્ય વૃક્ષો શોભી રહ્યાં હતાં. તે ઉદ્યાનમાં મંદાર, પારિજાત, ગુલાબ, આસોપાલવ, ચંપા, અનેક પ્રકારના આંબા, પ્રિયાલ, ફણસ, આંબલી, સોપારી, નારિયેળી, ખજૂરી, લીંબુડી, મહુડા, સાલ,, તાડ, તમાલ, અસન, અર્જુન, અરીઠાં, ઊમરો, અંજીર, વડ, પલાસ (ખાખરા-કેસૂડા), ચંદન, લીમડા, કાંચનાર, સરુ દેવદાર, દ્રાક્ષ, શેરડી, કેળ, જાંબુડી, બોરડી, રુદ્રા, હરડે, આમળાં, બીલી, કેરડા, લીંબુ, ભિલામાં વગેરે વૃક્ષો લહેરાતાં હતાં. તે ઉદ્યાનમાં એક ઘણું વિશાળ સરોવર હતું અને તેમાં સોનેરી કમળો ખીલી રહ્યાં હતાં. (૧૦-૧૪) બીજાં પણ વિભિન્ન પ્રકારનાં કુમુદ, કહ્લાર, શતદલ વગેરે કમળોની અનોખી શોભા પ્રસરી રહી હતી. બ્રમરો ગુંજાર કરી રહ્યા હતા. મનોહર પક્ષીઓ ક્લરવ કરી રહ્યા હતાં. હંસ, કારન્ડવ, ચક્રવાક અને સારસના ટોળે-ટોળા ઉભરાતા હતાં. જલકુક્કુટ, બતક, બપૈયા કુક-કુક ધ્વનિ કરી રહ્યા હતા. માછલીઓ અને કાચબાઓની દોડાદોડીથી કમળનાં ફૂલ હાલી જતાં હતાં, જેથી તેમની પરાગ ખરી પડીને પાણીને સુંદર અને સુગંધિત બનાવી દેતી હતી. કદંબ, નેતર, નરકુળ, કદંબવેલી, વાંસ વગેરે વૃક્ષોથી તે ઉધાન ધેરાયેલો હતો. (૧૫-૧૭) કુંદ, કુરબક, આસોપાલવ (અશોક), શિરીષ, વનમાલિકા, હિંગોરી, કુબ્જક, સોનજૂઈ, નાગ, પુન્નાગ, જાતિ, મલ્લિકા, શતપત્ર, માધવી, મોગરો વગેરે પુષ્યવૃક્ષોથી તેમ જ પ્રત્યેક %તુમાં લીલાંછમ રહેતાં બીજાં પણ વૃક્ષોથી તે સરોવર શોભતું હતું. (૧૮-૧૯). તે પર્વતના ઘોર જંગલમાં ઘણીબધી હાથણીઓ સાથે એક ગજેન્દ્ર રહેતો હતો. તે મોટા-મોટા શક્તિશાળી હાથીઓનો સરદાર હતો. એક દિવસ તે ગજેન્દ્ર તે પર્વત પર પોતાની હાથણીઓ સાથે કાંટાળા કીચક, વાંસ, નેતર વગેરેની ગીચ ઝાડીઓ અને વૃક્ષોને રગદોળતો ટહેલી રહ્યો હતો. (૨૦) તેની ગંધથી જ સિંહ, હાથી, વાધ, ૧. પ્રા. પા. - સ્‍્નસૈર્નિમ્વૈર-. પુણિનૈવૃતમ્‌। પ. પ્રા. પા. - કુટજકુલૈઃ પ્રા. પા. - શિંશપચન્દનેઃ 1 ૩. પ્રા. પા. - ત્ત્યરજઝ | ૪. પ્રા. પા. - ત્લસહ્વિવિધેઃ ૬. પ્રા. પા. - સક્ક્ટકં | અ૦ર] આઠમો સ્કંધ 763 મહોરગાશ્ચાપિ ભયાદ્‌ દ્રવન્તિ સગૌરકૃષ્ણાઃ શરભાશ્ચમર્યઃ 1 ૨૧॥ વૃકા વરાહા મહિષર્ક્ષશલ્યા ગોપુચ્છસાલાવૃકમર્કટાશ્ચ 1 અન્યત્ર ક્ષુદ્રા હરિણાઃ શશાદય- શ્વરન્ત્યભીતા યદનુગ્રહેણ | ૨૨ સ ઘર્મતસ્ઃ કરિભિઃ કરેણુભિ- ર્વૃતો મદચ્યુત્કલભૈરનુદ્ુતઃ । ગિરિં ગરિમ્ણા પરિતઃ પ્રકમ્પયન્‌ નિપેવ્યમાણોડલિકુલષર્મદાશનૈેઃ ॥ર૩॥ સરોડનિલં પટ્જરેણુરૂષિતં જિઘ્રન્‌ વિદૂરાન્‌ મદવિહ્ધલેક્ષણઃ | વૃતઃ૧ સ્વયૂથેન તૃષાર્દિતેન તત્‌ સરોવરાભ્યાશમથાગમદ્‌ ઠ્ુતમ્‌ | ર૪।! વિગાહ્ય તસ્મિન્નમૃતામ્બુ નિર્મલ હેમારવિન્દોત્પલરેણુવાસિતમ્‌ | પપૌ નિકામં નિજપુષ્કરોદ્ધૃત- માત્માનમદ્ધિઃ સ્નપયન્‌ ગતક્લમઃ ॥ ર૫॥। સ્વપુષ્કરેણોદ્ધૃતશીકરામ્બુભિ- ર્નિપાયયન્‌ સંસ્નપયન્‌ યથા ગૃહી | ઘૃણી કરેણૂઃ કલભાંશ્વ દુર્મદો નાચષ્ટ કૃચ્દરં કૃપણોડજમાયયા ॥ ૨૬॥ તં તત્ર કશ્ચિશૃષ દૈવચોદિતો ગ્રાહો બલીયાંશ્વરણે રુષાડગ્રહીત્‌ | યદંચ્છયૈવં વ્યસન ગતો ગજો યથાબલં સોડતિબલો વિચક્રમે | ૨ર૭॥ ગેંડા વગેરે હિંસક પશુઓ? સર્પો તથા ચિત્તા,’ ગોરાં-કાળાં હરણ, ચમરી ગાય વગેરે ભયભીત થઈને ભાગી જતાં હતાં; (૨૧) અને તેની કૃપાથી વરુ, સૂવર, પાડા, રીંછ, શાહુડી, લંગૂર તથા કૂતરાં, વાંદરાં, હરણ, સસલાં વગેરે પ્રાણીઓ સર્વત્ર નિર્ભયપણે ફરી રહ્યાં હતાં. (૨૨) તે ગજેન્દ્રની પાછળ-પાછળ હાથીઓનાં નાનાં બચ્ચાં દોડી રહ્યાં હતાં. મોટા હાથીઓ અને હાથણ્ીઓ પણ તેને વીંટળાઈને ચાલી રહ્યાં હતાં. તેની ચાલના ધમકારાથી પહાડ એક વાર તો કંપી ઊઠતો હતો. તેના ગંડસ્થળમાંથી ઝરતા મદનું પાન કરવા ભમરાઓ તેની સાથે-સાથે ઊડી રહ્યા હતા. મદને લીધે તેની આંખો ચંચળ થઈ રહી હતી. ઘણો તીવ્ર તડકો હોવાથી તે વ્યાકુળ થઈ ગયો અને તેને તથા તેનાં સાથીઓને તરસ પણ પીડવા લાગી. ત્યારે દૂરથી જ, કમળની પરાગથી સુવાસિત વાયુની ગંધ સૂંથીને તે પેલા સરોવર તરફ જવા લાગ્યો, કે જેની શીતળતા અને સુગંધ લઈને વાયુ વહી રહ્યો હતો, વેગથી ચાલતો તે થોડી જ વારમાં તે સરોવરના કિનારે જઈ પહોંચ. (૨૩-૨૪) તે સરોવરનું પાણી અત્યંત નિર્મળ અને અમૃત જેવું મધુર હતું. સોનેરી અને લાલ કમળોની પરાગથી તે મહેકી રહ્યું હતું. ગજેન્દ્રે પહેલાં તો તે પાણીમાં પ્રવેશીને પોતાની સુંઢથી ઉછાળીને મન ભરીને પાણી પીધું, પછી તેમાં સ્નાન કરીને પોતાનો થાક ઉતાર્યો. (૨૫) ગૃહસ્થ પુરુષની જેમ તે ગજેન્દ્ર મોહગ્રસ્ત થઈને પોતાની સુંઢથી પાણીના ફવારા છોડીને પોતાની સાથેની હાથણીઓ અને બચ્ચાંને નવડાવવા લાગ્યો અને તેમનાં મોઢાંમાં સૂંઢ નાખીને પાણી પિવડાવવા લાગ્યો. ભગવાનની માયાથી મોહિત થયેલો તે ગજેન્દ્ર ઉન્મત્ત થઈ રહ્યો હતો. તે બિચારાને એનો ખ્યાલ જ ન હતો કે મારે માથે ઘણું. મોટું સંકટ તોળાઈ રહ્યું છે. (૨૬) હે રાજન્‌! ગજેન્દ્ર જે સમયે આટલો ઉન્મત્ત થઈ રહ્યો હતો તે સમયે પ્રારબ્ધની પ્રેરણાથી એક બળવાન ગ્રાહે ક્રોધે ભરાઈને તેનો પગ પકડી લીધો. આ પ્રમાણે અચાનક સંકટમાં ફસાઈને તે બળવાન ગજેન્‍્દ્રે તેની શક્તિ અનુસાર પોતાને છોડાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ છોડાવી શક્યો નહીં. (૨૭) ૧. પ્રા. પા. - વૃત સ યૂથેન । 764 શ્રીમદભાગવત [અ૦ર તથાડડતુરં યૂથપતિં કરેણવો ષ્યમાણં તરસા બલીયસા | વિચુક્રશુદીનધિયોડપરે ગજાઃ પાર્પ્સિગ્રહાસ્તારયિતું ન ચાશકન્‌ | ૨૮॥। નિયુધ્યતોરેવમિભેન્દ્રનક્રયોપ- ર્વિકર્ષતોરન્તરતો બહિર્મિથઃ । સમાઃ સહસ્તં વ્યગમન્‌ મહીપતે સપ્રાણયોશ્ચિત્રમમંસતામરાઃ 11૨૯ તતો ગજેન્દ્રસ્ય મનોબલૌજસાં કાલેન દીર્ઘેણ મહાનભૂદ્‌ વ્યયઃ | વિકૃષ્યમાણસ્ય જલેડવસીદતો વિપર્યયોડભૂત્‌ સકલં જલૌકસઃ | ૩૦॥ ઇત્યં ગજેન્દ્ર: સ યદાડડપ સક્રટં પ્રાણસ્ય દેહી વિવશો યદેચ્છયા | અપારયન્ાત્મવિમોક્ષે ચિરં દધ્યાવિમાં૨ બુદ્ધિમથાભ્યપદ્યત ।॥ ૩૧॥ ન મામિમે જ્ઞાતય આતુરં ગજાઃ કુંતઃ કરિણ્યઃ પ્રભવન્તિ મોચિતુમ્‌ । ગ્રાહેણ પાશેન વિધાતુરાવૃતો- ડપ્યહં ચ તં યામિ પરં પરાયણમ્‌ 1 ૩૨॥ યઃ કશ્ચનેશો બલિનોડન્તકોરગાત્‌ પ્રચણ્ડવેગાદભિધાવતો ભૃશમ્‌ | ભીતં પ્રપન્નં પરિપાતિ યદ્રયા- ન્મૃત્યુઃ પ્રધાવત્યરણં તમીમહિ ॥ ૩૩॥ બીજા હાથીઓ, હાથણીઓ અને બચ્ચાંએ જોયું કે તેમના સ્વામીને બળવાન ગ્રાહ ઘણા વેગથી ખેંચી રહ્યો છે અને તેઓ ઘણા ભયભીત થઈ રહ્યા છે, ત્યારે તે બધાંને. ઘણું દુઃખ થયું અને તેઓ ભારે વ્યાકુળતાથી ગરજવા લાગ્યાં. ઘણાંએ તેને મદદ પહોંચાડીને પાણીમાંથી બહાર કરાઢવા ઇચ્છયું, પરંતુ એમાં તેઓ અસમર્થ જ રહ્યાં. (૨૮) ગજેન્દ્ર અને ગ્રાહ પોતપોતાની પૂરી તાકાત લગાડીને મથી રહ્યા હતા. ક્યારેક ગજેન્દ્ર ગ્રાહને બહાર ખેંચી લાવતો હતો, તો ક્યારેક ગ્રાહ ગજેન્દ્રને અંદર ખેંચી જતો હતો. હે રાજન્‌! આ પ્રમાણે લડતાં-લઠતાં એક હજાર વર્ષ વીત્યાં અને તે બંનેષ જીવતા રહ્યા. આ ઘટના જોઈને દેવો પણ આશ્ચર્ય પામ્યા. (૨૯) છેવટે, ઘણા દિવસો સુધી વારંવાર પાણીમાં ખેંચાઈ જવાથી ગજેન્દ્રનું શરીર શિથિલ પડી ગયું. ન તો તેના શરીરમાં બળ રહ્યું કે ન તો રહી મનમાં હિંમત. શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ. ગ્રાહ તો રહ્યો જળચર, તેથી તેનું બળ ક્ષીણ થવાને બદલે વધી ગયું હતું. તે ઘણા ઉત્સાહથી વિશેષ બળ લગાડીને ગજેન્દ્રને ખેંચવા લાગ્યો. (૩૦) દેહાભિમાની ગજેન્દ્ર આ પ્રમાણે પ્રાણોના સંકટમાં આવી પડ્યો અને પોતાને છોડાવવા સર્વથા અસમર્થ બની ગયો. ઘણા સમય સુધી તેલ છુટકારો મેળવવાના ઉપાયનો વિચાર કર્યો અને આખરે તેજે આ નિશ્ચય કર્યો - (૩૧) “આ ગ્રાહ વિધાતાનો કંદો જ છે, એમાં ફસાઈને હું આતુર થઈ રહ્યો છું. જ્યારે મને મારી બરાબરીના હાથીઓ પણ આ સંકટમાંથી ઉગારી શક્યા નથી, તો બિચારી આ હાથણીઓ તો છોડાવી જ કેમ શકે? તેથી હવે હું સમસ્ત વિશ્વના એકમાત્ર આશ્રય ભગવાનનું જ શરણ લઉં છું. (૩૨) કાળ ઘજ્ઞો બળવાન છે; એ સાપની જેમ ઘણા પ્રચંડ વેગથી બધાંને ગળી જવા માટે ધસતો જ રહે છે. એનાથી અત્યંત ભયભીત થઈને જે કોઈ ભગવાનના શરણે જાય છે તેને તે પ્રભુ જરૂર બચાવી લે છે. એમનાથી ભયભીત થઈને મૃત્યુ પણ પોતાનું કામ કરવા માટે દોડતું. હોય છે. તે જ પ્રભુ સૌના આશ્રય છે. હું તેમનું જ શરણ ઇતિશ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમરહેસ્યાં સંહિતાયામષ્ટમસ્કન્ધે મન્વન્તરાનુવર્ણને” ગજેન્દ્રોપાખ્યાને દ્રિતીયોડધ્યાયઃ | ૨॥। આઠમા સ્કંધ-અંતર્ગત મન્વંતર-અનુવર્ણનમાંનો ગજેન્દ્ર-ઉપાખ્યાનમાંનો બીજો અધ્યાય સમાપ્ત.