Śrīmad Bhāgavatam

ર્હ

સમુદ્રમંથનનો આરંભ અને ભગવાન શંકરનું વિષપાન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

છઠ્ઠો અધ્યાય ર્હ શંયુક ઉવાચ એવં સ્તુતઃ સુરગણૈર્ભગવાન્‌ હરિરીશ્વરઃ | તેષામાવિરભૂદ્‌ રાજન્‌ સહસ્તાર્કોદયદ્યુતિઃ ॥। ૧।। તેનૈવ મહસા સર્વે દેવાઃ પ્રતિહતેક્ષણાઃ | નાપશ્યન્ખંદિશઃક્ષોણિમાત્માનંચ કુતો વિભુમ્‌ | ૨॥ વિરિગ્ચો ભગવાન્‌ દૅષ્ટ્વા સહ શર્વેણ તાં તનુમ્‌ | સ્વચ્છાં મરકતશ્યામાં કગ્જગર્ભારુણેક્ષણામ્‌ । ૩॥ તસહેમાવદાતેન લસત્કૌશેયવાસસા | પ્રસન્ચારુસર્વાશ્રી સુમુખી સુન્દરભ્રુવમ્‌ ।૪॥ મહામણિકિરીટેન કેયૂરાભ્યાં ચ ભૂષિતામ્‌ | કર્ણાભરણનિર્ભાતકપોલશ્રીમુખામ્બુજામ્‌ ॥૫॥ કાગ્ચીકલાપવલયહારનૂપુરશોભિતામ્‌ | કૌસ્તુભાભરણાં લક્ષ્મી બિભ્રતી વનમાલિનીમ્‌ || ૬॥। સુદર્શનાદિભિઃ સ્વાસૈર્મૂર્તિમદ્વિસ્પાસિતામ્‌ । તુષ્ટાવ દેવપ્રવરઃ સશર્વઃ પુરુષં પરમ્‌ । સર્વામરગણૈઃ સારક સર્વાગ્રવર્નિ ગતૈઃ૭॥ ત્રહ્ોવ(૨ અજાતજન્મસ્થિતિસંયમાયા- ગુણાય નિર્વાણસુખાર્ણવાય ! અણોરણિમ્નેડપરિગણ્યધામ્ને મહાનુભાવાય નમો નમસ્તે |1૮॥। દેવો અને દાનવોનો સાથે મળીને સમુદ્રમંથન માટેનો પ્રયત્ન શ્રીશુકદેવજી કહે છે - હે પરીક્ષિત! દેવોએ સર્વશક્તિમાન ભગવાન શ્રીહરિની જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેઓ તેમની વચ્ચે જ પ્રગટ થયા. તેમના શરીરનું તેજ એવું હતું કે જાણે હજારો સૂર્યો એકીસાથે ઉદય પામ્યા હોય. (૧) ભગવાનના તે તેજથી બધા દેવો અંજાઈ ગયા. તેઓ ભગવાનને તો શું, આકાશ, દિશાઓ, પૃથ્વી અને પોતાના શરીરને પણ જોવાને અસમર્થ બની ગયા. (૨) માત્ર ભગવાન શંકર અને બ્રહ્માજીએ જ તે છબિનું દર્શન કર્યું, ઘણી જ સુંદર ઝાંખી હતી. મરક્તમણિ (પન્ના)ના જેવું સ્વચ્છ શામળું શરીર, કમળના અંદરના ભાગના જેવાં સુકોમળ નેત્રોમાં રક્તરંગી રેખાઓ અને ચમકતા સોનેરી રંગનું રેશમી પીતાંબર! સર્વાગસુંદર શરીરના રોમે-રોમમાંથી પ્રસન્નતા પ્રસરી રહી હતી. ધનુષ્યના જેવી વાંકી ભમરો અને ઘણું જ સુંદર મુખ! માથા પર મહામણિમય મુગટ અને ભુજાઓ પર બાજુબંધ! કાનોનાં ઝળકતાં કુંડળોની ચમક પડવાથી કપોલ વિશેષ સુંદર જણાતા હતા; કે જેનાથી મુખકમળ ખીલી ઊઠતું હતું. કમરમાં કંદોરાની ઘૂઘરીઓ, હાથોમાં કડાં, ગળામાં હાર અને ચરણોમાં નૂપુર શોભતાં હતાં. વક્ષસસ્થળ પર લક્ષ્મીજી અને ગળામાં કૌસ્તુભમણિ તથા વનમાળા સુશોભિત હતાં. (૩-૬) ભગવાનનાં નિજી અસ્તો - સુદર્શન ચક્ર વગેરે. મૂર્તિમંત થઈને તેમની સેવા કરી રહ્યાં હતાં, બધા દેવોએ પૃથ્વી પર પડીને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. એ પછી બધા દેવોને સાથે રાખીને શંકરજી અને બ્રહ્માજી તે પરમપુરુષ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. (૭) બ્રહ્માજીએ (સ્તુતિ કરતાં) કહ્યું - જેઓ જન્મ, સ્થિતિ અને પ્રલય સાથે કોઈ સંબંધ રાખતા નથી, જેઓ પ્રાકૃત ગુણોથી રહિત છે અને મોટક્ષસ્વરૂપ પરમાનંદના મહાસાગર છે, જેઓ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે અને જેમનું સ્વરૂપ અનંત છે તે મહાનુભાવ શ્રીપ્રભુને વારંવાર નમસ્કાર કરીએ છીએ. (૮) 780 શ્રીમદૂભાગવત [અ૦૬ રૂપં તવૈતત્‌ પુરુષર્ષભેજ્યં શ્રેયોડર્થિભિર્વેદિકતાન્તરિકેણ 1 યોગેન ધાતઃ સહ નસ્તલોકાન્‌ પશ્યામ્યમુષ્મિન્‌ નુ હ વિશ્વમૂર્તો | ૯॥ ત્વય્યગ્ર આસીત્‌ ત્વયિ મધ્ય આસીત્‌ ત્વય્યન્ન આસીદિદમાત્મતત્ત્રે ! ત્વમાદિરન્તો જગતોડસ્ય મધ્ય ઘટસ્ય મૃત્સ્નેવ પરઃ પરસ્માત્‌ ॥૧૦॥ ત્વં માયયાડડત્માશ્રયયા સ્વયેદં નિર્માય વિશ્વ તદનુપ્રવિષ્ટઃ | પશ્યન્તિ યુક્તા મનસા મનીષિણો ગુણવ્યવાયેડપ્યગુણં વિપશ્ચિતઃ ॥।૧૧।॥ યથાગ્નિમેધસ્યમૃત ચ ગોષુ ભુવ્યન્ષમમ્બ્ઘમને ચ વૃત્તિમ્‌| યોડર્મનુષ્યા અધિયત્તિ હિ ત્વાં ગુણેષુ બુદ્ધયા કવયો વદન્તિ ॥૧૨।! તં ત્વાં વયં નાથ સમુજ્જિહાનં સરોજનાભાતિચિરેપ્સિતાર્થમ્‌ ! દષ્ટ્વા ગતા નિર્વૃતિમધ સર્વે ગજા દવાર્તા ઇવ ગાદ્વમષ્ભઃ ॥1૩॥ સ ત્વં વિધત્સ્વાખિલલોકપાલા વયં યદર્થાસ્તવ પાદમૂલમ્‌ | સમાગતાસ્તે બંહિરન્તરાત્મન્‌ [કેં વાડન્યવિશાપ્યમશેષસાક્ષિણઃ || ૧૪[! અહં ગિરિત્રશ્ન સુરાદયો યે દક્ષાદયોડગ્નેરિવ કેતવસ્તે | કિં વા વિદામેશ પૃથગ્વિભાતા વિધત્સ્વ શં નો હ્રિજદેવમન્ત્રમ્‌ !૧૫॥।। હે પુરષોત્તમ! પોતાનું કલ્યાણ ઇચ્છતા સાધકો. વેદોક્ત તેમ જ પાંચરાત્રોક્ત વિધિથી આપના આ જ સ્વરૂપની ઉપાસના કરે છે. મને પશ્ન ર્ચનારા હે પ્રભુ! આપના આ વિશ્વમય સ્વરૂપમાં મને સમસ્ત દેવો સહિત ત્રણે લોક દેખાઈ રહ્યા છે. (૯) આપનામાં જ આ જગત પહેલાં લૌન હતું, મધ્યકાળે પણ અ જગત આપનામાં જ રહેલું છે અને અંતે પણ આ ફરી આપનામાં % લીન થઈ જશે. આપ સ્વયં કાર્ય-કારણથી પર, પરમ સ્વતંત્ર છો. આપ જ આ જગતના આદિ, મધ્ય અને અંત છો — એવી જ રીતે કે જેમ ઘડાનાં આદિ, મધ્ય અને અંત માટી છે. (૧૦) આપ પોતાના જ આશ્રમે રહેતી પોતાની માયાથી આ સંસારની રચના કરો છો અને એમાં ફરી પ્રવેશ કરીને અંતર્યામીરૂપે વિરાજમાન રહો છો. તેથી વિવેકશીલ અને શાસ્રના જાણનારા મનુષ્યો ઘણી સાવધાનીથી પોતાન! મનને એકાગ્ર કરીને તે ગુણોની તેમ જ વિષયોના સમૂઈમાં પણ આપના નિર્ગુજ સ્વરૂપનો જ સાક્ષાત્ાર કરે છે. (૧૧) જેમ મનુષ્યો યુક્તિ વડે લાકડામાંથી અગ્નિ, ગાયમાંથી અમૃતતુલ્ય દૂધ, પૃથ્વીમાંથી અન્ન તથા જળ અને વેપારમાંથી પોતાની આજીવિકા મેળવી લે છે તેવી જ રીતે વિવેકશીલ મનુષ્યો પણ પોતાની શુદ્ધ બુદ્ધિથી ભક્તિયોગ દ્વાચ, જ્ઞાનયોગ દ્વારા એ વિષયોમાં જ આપને પ્રાપ્ત કરી લે છે અને પોતાની અનુભૂતિ અનુસાર આપનું વર્ણન પબ્મ કરે છે. (૧૨) હે કમળનાભ! જેમ દાવાનળથી બળતો હાથી ગંગાજીના જળમાં ડૂબકી મારને સુખ અને શાંતિનો અનુભવ કરે. છે તેવી જ રીતે આપના આવિર્ભાવથી અમે લોકો પરમ આનંદને પ્રાપ્ત થઈ ગયા છીએ અને અમને પરમ શાંતિ મળી છે. હે સ્વામી! અમે ઘણા દિવસોથી આપનાં દર્શન કરવા માટે અત્યંત આતુર થઈ રહ્યા હતા. (૧૩) આપ જ અમારા બહારના અને અંદરના આત્મા છો. અમે બધા લોકપાલો જે ઉદેશ્યથી આપના શરણે આવ્યા છીએ તેને આપ કૃપા કરીને પૂરું કરો. આપ સૌના સાકી છો, તેથી આ બાબતમાં અષે આપને બીજું તો શું નિવેદન કરીએ? (૧૪) હે પ્રભુ! હું, શંકરજી, બીજા દેવો, ત્રષિઓ અને દક્ષ વગેરે પ્રજાપતિઓ - બધા જ અગ્નિથી અળગા થ્યેલા તણખાની જેમ આપન જ અંશ છીએ પરંતુ તે તણખો અગ્નિથી (ભિન્ન ન હોવા છતાં અમે આપનાથી અમને ભિન્ન માનીએ છીએ. આવી સ્થિતિમાં અમે આપને શું સમજી શકીએ? બ્રાહ્મણો અને દેવોના કલ્યાલ્ન માટે જે કંઈ કરવું જરૂરી હોય તે કરવાનો આદેશ આપ, જ આપો અને આપ પોતે પ્ર એવું કરો, (૧૫) આઠમો સ્કંધ. 781 અ૦દ] શ્રીશુક ઉચચ એવં વિરિગ્ચાદિભિરીડિતસ્તદ્‌ વિજ્ઞાય તેષાં હૃદયં તથૈવ | જગાદ જીમૂતગભીરયા ગિરા બદ્ધાગ્જલીન્‌ સંવૃતસર્વકારકાન્‌? ॥૧૬॥ એક એવેશ્વરસ્તસ્મિન્‌ચે સુરકાર્યે સુરેશ્વરઃ વિહર્તુકામસ્તાનાહ સમુદ્રોન્મથનાદિભિઃ* ।। ૧૭।। કંભગવાનુરાર હન્ત બ્રહ્મજ્ષહો શમ્ભો હે દેવા મમ ભાષિતમ્‌ ! શ્રૃણુતાવહિતાઃ સર્વે શ્રેયો વઃ સ્યાઘથા સુરાઃ ।। ૧૮।। યાત દાનવદૈતેવૈસ્તાવત્‌ સન્િર્વિધીયતામ્‌ | કાલેનાનુગૃહીતેસ્તેર્યાવદ્‌ વો ભવ આત્મનઃ || ૧૯॥॥ અરયોડપિ હિ સન્ધેયાઃ સતિ કાર્યાર્થગૌરવે । અહિમૂષકવદ્‌ દેવા હ્યર્થસ્ય પદવી ગતેઃ? ॥ ૨૦॥ અમૃતોત્પાદને યત્નઃ ક્રિયતામવિલમ્બિતમ્‌ | યસ્યપીતસ્યવૈજત્તુર્મૃત્યુગ્રસ્તોડમરો ભવેત્‌ | ૨૧॥। ક્ષિપ્ત્વાક્ષીરોદધો સર્વા વીરુતુણલતૌષધીઃપ । મન્થાનં મન્દરં કૃત્વા નેત્ર કૃત્વા તુદ વાસુકિમ્‌ ॥ ર૨ ॥ સહાયેન મયા દેવા નિર્મન્થધ્વમતન્દ્રિતાઃ | ક્લેશભાજો ભવિષ્યતિ દૈત્યા યૂયં ફલગ્રહાઃ ॥। ર૩॥ યૂયં તદનુમોદધ્વં યદિચ્છન્ત્યસુરાઃ સુરાઃ । ન સંરમ્ભેણ સિધ્યન્તિ સર્વેડર્થાઃ સાન્ત્વયા યથા || ર૪! શ્રીશુકદેવજી કહે છે - બ્રહ્મા વગેરે દેવોએ આ પ્રમાણે સ્તુતિ કરીને પોતાની બધી ઇન્દ્રિયોને સંયત કરી અને તે બધા ઘણી સાવધાની સાથે હાથ જોડીને ઊભા રહ્યા. તેમની સ્તુતિ સાંભળીને અને એ રીતે તેમના હૃદયની વાત જાણીને ભગવાન મેથ સમાન ગંભીર વાણીથી બોલ્યા. (૧૬) (હે પરીક્ષિત!) સમસ્ત દેવોના તથા જગતના એકમાત્ર સ્વામી ભગવાન એકલા જ તે દેવોનું સઘળું કામ કરવામાં સમર્થ હતા, તોપણ સમુદ્રમંથન વગેરે લીલાઓ દ્વારા વિહાર કરવાની ઇચ્છાથી તેમણે દેવતાઓને સંબોધીને આ પ્રમાણે કહ્યું. (૧૭) શ્રીભગવાને કહ્યું — બ્રહ્મા, શંકર અને દેવો! તમે બધા સાવધાન થઈને મારી સલાહ સાંભળો. તમારા કલ્યાણનો આ જ ઉપાય છે. (૧૮) અત્યારે અસુરો પર કાળની કૃપા છે. તેથી તમારા અભ્યુદય અને ઉન્નતિનો સમય જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી તમે દૈત્યો અને દાનવો પાસે જઈને તેમની સાથે સંધિ (સુલેહ) કરી લો. (૧૯) ઢે દેવો! કોઈ મોટું કાર્ય કરવાનું હોય તો શત્રુઓ સાથે સુલેહ-સુમેળ કરી લેવો જોઈએ. એ વાત જરૂર છે કે કામ થઈ ગયા પછી તેમની સાથે સર્પ- મૂષકન્યાથે” વર્તી શકો છો. (૨૦) તમે બધા વિલંબ કર્યા વિના અમૃત ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરો. તેને પીવાથી મર્ત્ય પ્રાણી અમર થઈ જાય છે. (૨૧) પહેલાં તો ક્ષીરસમુદ્રમાં બધા પ્રકારનાં ધાસ-તણખલાં, લતા- ઔષધિઓ નાખી દો, પછી તમે બધા મંદરાચલનો રવૈયો અને વાસુકિ નાગનું નેતરું બનાવીને મારી મદદથી સમુદ્રનું મંથન કરો. હવે આળસ અને પ્રમાદનો સમય નથી. હે દેવો! વિશ્વાસ રાખો કે દૈત્યોને તો મળશે માત્ર શ્રમ અને ક્લેશ, પરંતુ ફળ તમને લોકોને મળશે. (રર-૨૩) દેવો! અસુરો તમારી પાસેથી જે કંઈ માગે તે કબૂલી લો. શાંતિથી બધું કામ થઈ જાય છે, ક્રોધ કરવાથી કશું થતું નથી. (૨૪) ૧. પ્રા. પા. - ન્કાયાન્‌। ૨. પ્રા. પા. - એવ વૃતસ્તસ્મિન્‌| ૩. પ્રા. પા. - સમુદ્રમથનાદિભિઃ | ૪. પ્રા. પા. - ગતાઃ! ૫. પ્રા. પા. - ત્જલૌષધીઃ | ૬. પ્રા. પા. - ચ।

  • કોઈ મદારીના કરંડિયામાં સાપ તો પહેલાંથી હતો જ, સંયોગવશ તેમાં એક ઉદર પણ જઈ ભરાયો. ઉંદર ભયભીત થઈ ગયો ત્યારે સાપે તેને પ્રેમથી સમજાવ્યો કે તું કરંડિયામાં કાલું પાડી દે, પછી આપશે બંને ભાગી નીકળીશું. પહેલાં તો સાપની આ વાત પર ઉંદરને વિશ્વાસ બેઠો નહીં, પણ પછી તેણે કરંડિયામાં કાણું પાડી દીધું. આ પ્રમાણે કામ બની ગયા પછી સાપ ઉંદરને ગળી ગયો અને કરંડિયામાંથી ભાગી નીકળ્યો. 752 શ્રીમદભાગવત [અ૦૬ ન ભેતવ્યં કાલકૂટાદ્‌ વિષાજ્જલધિસમ્ભવાત્‌ લોભઃ કાર્યો ન વો જાતુ રોષઃ કામસ્તુ’ વસ્તુષુ ॥ ર૫! કશુક વાર ઇતિ દેવાન્‌ સમાદિશ્ય ભગવાન્‌ પુરુષોત્તમઃ | તેષામન્તર્દધે રાજન્‌ સ્વચ્છન્દગતિરીશ્વરઃ૨ ॥ ૨૬| અથ તસ્મૈ ભગવતે નમસ્કૃત્ય પિતામહ: | ભવશ્ચ જગ્મતુઃ સ્વં સ્વં ધામોપેયુર્બલિં સુરાઃ ॥ ૨૭॥ દંષ્ટ્વાડરીનપ્યસંયત્તાગ્જાતક્ષોભાન્સ્વનાયકાન્‌। ન્યપેધદ્‌દૈત્યરાટ્‌ શ્લોક્યઃ સન્ધિવિગ્રહકાલવિત્‌ |! ૨૮॥ તે વૈરોચનિમાસીનં ગુકં ચાસુરયૂથપૈઃ । શ્રિયા પરમયા જુષ્ટં જિતાશેષમુપાગમન્‌ ॥ ૨૯॥ મહેન્દ્રઃશ્લક્ણયા વાચા સાન્ત્વાયેત્વા મહામતિ: | અભ્યભાષત તત્સર્વ શિક્ષિત પુરુષોત્તમાત્‌ । ૩૦॥ તદરોચત* દૈત્યસ્ય તત્રાન્યે યેડસુરાધિપાઃ । શમ્બરોડરિષ્ટનેમિશ્વ યે ચ ત્રિપુરવાસિનઃ ॥ ૩૧॥ તતો દેવાસુરાઃ કૃત્વા સંવિદં કૃતસૌહદાઃ । ઉદ્યમં પરમં ચક્રુરમૃતાર્થે પરન્તપ | ૩૨॥ તતસ્તે મન્દરગિરિમોજસોત્પાટ્ય દુર્મદાઃ । નદન્ત ઉદધિં નિન્યુઃ શક્તાઃ પરિઘબાહવઃ ।। ૩૩।! દૂરભારોદ્રહશ્રાન્તાઃ શક્રવૈેરોચનાદયઃ | અપારયત્તસ્તં વોઢું વિવશા વિજહુઃ પથિ | ૩૪॥ પહેલાં તો સમુદ્રમાંથી કાલકૂટ વિષ નીકબશે, તેથી ભય પામવું નહીં. બીજી કોઈ પલ વસ્તુ મેળવવા ક્યારેય લાલચ કરવી નહીં, પણ જો કોઈ કામના હોય અને તે પૂરી ન થાય તો ક્રોધ તો ન જ કરવો જોઈએ. (ર૫) શ્રીશુકદેવજી કહે છે - ડે પરીક્ષિત! દેવોને આ આદેશ આપીને પુરુષોત્તમ ભગવાન તેમની વચ્ચે જ અંતર્ધાન થઈ ગયા, તેઓ તો સર્વશક્તિમાન અને અત્યંત સ્વતંત્ર જ રહ્યા, તેમની લીલાનું રહસ્ય કોલ સમજી મકે? (૨૬) તેમના ચાલ્યા ગયા પછી બ્રહાજી અને શંકરજીએ ફરીથી ભગવાનને નમસ્કાર કર્યા અને તેઓ પોતપોતાના લોકમાં સિધાવી ગયા. ત્યારબાદ ઇન્દ્ર વગેરે દેવો બલિ. રાજા પાસે ગયા. (૨૭) દેવોને અસો-શસ્ત્રો વિના જ સામે આવતા જોઈને દૈત્ય-સેનાપતિઓના મનમાં ભારે ક્ષોભ થયો. તેમણે દેવોને પકડી લેવાનું ઇચ્છયું, પરંતુ દૈત્પરાજ બલિ સુલેહસંધિ અને વિરોધના પ્રસંગોને જાજ્ઞનારા તેમ જ પવિત્ર કૌર્તિથી સંપન્ન હતા તેથી તેમને દૈત્યોને તેમ કરતાં રોક્યા. (૨૮) ત્યારપછી દેવો બલિ પાસે પહોંચ્યા. બલિએ ત્રણ લોકને જીતી લીધા હતા. તેઓ સમસ્ત સંપત્તિઓથી સેવા પામીને અસુર- સેનાપતતિઓથી સુરક્ષિત રહીને પોતાના રાજ્યસિંહાસન પર બેઠા હતા. (ર૯) બુદ્ધિમાન ઇન્દ્રે ઘણી મધુર વાણીથી સમજાવતાં રાજા બલિને તે બધી વાતો કરી, કે જે સ્વયં ભગવાને તેમને શિખવાડી હતી.(૩૦) તે વાતો દૈત્યરાજ બલિને ગમી ગઈ. ત્યાં બેઠેલા બીજાઓને - સેનાપતિ શંબર અને અરિષ્નેમિને તથા ત્રિપુરવાસી અસુરોને પણ એ વાતો ઘણી સારી લાગી. (૩૧) ત્યારે દેવો અને દાતવોએ પરસ્પર સંધિસુલેહ કરીને મિત્રતા કરી લીધી; અને હે પરંતષ (પરીક્ષિત)! તે બધાએ મળીને અમૃત- મંથન માટે પૂરો ઉઘમ કરવાનું આરંભ્યું. (૩૨) તે પછી તેમણે પોતાની શક્તિથી મંદરાચલને ઉખેડી નાખ્યો અને હોંકારા-પડકારા કરતા તેઓ તેને સમુદ્રતટ ભણી લઈ ચાલ્યા. તેમની ભુજાઓ પરિધ (ભોગળને મળતું આવતું, આયુધ) જેવી હતી, શરીરમાં બળ હતું અને પોતપોતાના બળનું ઘમંડ તો હતું. જ. (૩૩) પરંતુ એક તો તે મંદરાચલ ઘણો જ ભારે હતો અને બીજું તેને ઘણે જ દૂર લઈ જવાનો હતો, તેથી ઇન્દ્ર, બલિ વગેરે બધાય થાકી-હારી ગયા. જ્યારે તેઓ કોઈ રીતે પણ મંદરાચલને આગળ લઈ જઈ શક્યા નહીં ત્યારે લાચાર થઈને તેમણે તેને રસ્તામાં જ પટકી દીધો. (૩૪) ૧. પ્રા. પ. - કામઃ સ્વવસ્તુપુ | ૨. પ્રા. પા. - «મતિ! ૩. પ્રા. પ. - તત્તરોન! અ૦૭] આઠમો સંધ

નિપતત્‌ સ ગિરિસ્તત્ર બહૂનમરદાનવાન્‌ |! ચૂર્ણયામાસ મહતા ભારેણ કનકાચલઃ | ૩૫॥। તાંસ્તથા ભગ્નમનસોભગ્નબાહૂરુકન્ધરાન્‌ । વિજ્ઞાય ભગવાંસ્તત્ર બભૂવ ગરુડધ્વજઃ || ૩૬।। ગિરિપાતવિનિષ્પિષ્ટાન્‌વિલોક્યામરદાનવાન્‌ | ઈક્ષયા જીવયામાસ નિર્જરાન્‌ નિર્વ્રણાન્‌ યથા | ૩૭॥ ગિરિં ચારોષ્ય ગરુડે હસ્તેનૈકેન લીલયા । આજ્હ્ય પ્રયયાવબ્ધિં સુરાસુરગણૈર્વૃતઃ ॥ ૩૮॥ અવરોપ્ય ગિરિ સ્કન્ધાત્‌ સુપર્ણઃ પતતાં વરઃ । યયૌ જલાન્ત ઉત્સજ્ય હરિણા સ વિર્સાર્જિતઃ ॥ ૩૯1 તે સુવર્ણપર્વત મંદરાચલ ઘણો ભારે હતો, નીચે પટકાતાં તે પર્વતે ઘણાબધા દેવો અને દાનવોનો ચૂરો કરી નાખ્યો. (૩૫) તે દેવો અને દાનવોના હાથ, ખભા અને કમર તો તૂટી જ ગયાં હતાં, હવે હિંમત પણ તૂટી ગઈ. તેમની હિંમત પઠી ભાંગેલી જોઈને ગરુડ પર આરૂઢ થયેલા ભગવાન તરત ત્યાં પ્રગટ થયા. (૩૬) તેમણે જોયું કે દેવો અને દાનવો પર્વતના પડવાથી પિસાઈ ગયા છે, એટલે તેમણે પોતાની અમૃતમથી દષ્ટિથી દેવો અને અસુરોને એવી રીતે જીવતા કરી દીધા, કે જાણે તેમના શરીરને કોઈ થા થયો જ ન હોય. (૩૭) ત્યારપછી તેમણે લીલાપૂર્વક (રમત-રમતમાં) એક હાથથી તે પર્વતને ઊંચકીને ગરડ્જી પર મૂકી દીધો અને પોતે પન્ન તેના પર સવાર થયા. પછી તેમણે દેવો અને દાનવો સાથે સમુદ્ર ભણી પ્રયાણ કર્યું. (૩૮) પક્ચીરાજ ગરુડજીએ પર્વતને સમુદ્રના તટ પર ઉતાર્યો અને તે ગરુડજી ભગવાનની આજ્ઞા લઈને ત્યાંથી ચાલ્યા ગયા. (૩૯) ત્ક્ક્ક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયામષ્ટમસ્કન્ધેડમૃતમથને મન્દરાચલાનયનં’ નામ ષષ્ઠોડધ્યાયઃ ।। ૬।। આઠમા સ્કંધ-અંતર્ગત અમૃતમંથનમાંનો મંદરાચલ-આનયન નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત.