નવમો અધ્યાય કુ મોહિની-રૂપ ભગવાન દ્વારા અમૃતની વહેંચણી કીશુક ઉવાચ તેડન્યોન્યતોડસુરાઃપાત્રં હરન્તસ્ત્યક્તસૌહદાઃ । ક્ષિપન્તો દસ્યુધર્માણ આયાન્તી દદેશુઃ સ્રિયમ્ || ૧॥। અહો રૂપમહો ધામ અહો અસ્યા નવં વયઃ | ઇતિ તે તામભિઠ્ુત્ય પપ્રચ્છુર્જાતહચ્છયાઃ || ૨॥ કા ત્વં કગ્જપલાશાક્ષિ કુતો વા કિં ચિકીર્ષસિ | કસ્યાસિ વદ વામોરુ મશ્ન્તીવ’ મનાંસિ નઃ 1 ૩॥ શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષિત!) અસુરો પારસ્પરિક સદભાવ અને પ્રેમ છોડીને એક-બીજાની નિંદા કરી રહ્યા હતા અને ચોર-લુટારાની જેમ એકબીજાના હાથમાંથી અમૃતના કુંભને પડાવી લેતા હતા. એ દરમિયાન તેમણે એક સુંદર સ્ત્રીને ત્યાં આવતી જોઈ. (૧) (તેઓ વિચારવા લાગ્યા-) ‘કેવું અનુપમ રૂપ! કેવું છટાયુક્ત છે. આનું શરીર! વાહ રે આની નવજુવાની!’ પછી તો તેઓ પરસ્પર લડવાનું છોડી તેની પાસે દોડી ગયા અને કામમોહિત થયેલા તેમણે તેને પુછયું - (૨) “હે કમલનયના! તમે કોણ છો? ક્યાંથી આવો છો? તમે શું કરવા ઇચ્છો છો? તમે કોનાં પુત્રી છો? - તે અમને કહો. તમને જોઈ અમારાં મન જાણે કે ચંચળ થઈ ગયાં છે. (૩) ૧. પ્રા. પા. - મથાસીવ ! અ૦૯] આકમો સ્કંધ 795 ન વયં ત્વાડમરેરદેત્વૈઃ સિદ્રગન્ધર્વચારશૈઃ | નાસ્પૃષ્ટપૂર્વા જાનીમો લોકેશૈશ્વ૬ કુતો નૃભિઃ | ૪॥ નૂનં ત્વં વિધિના સુભ્રૂઃ પ્રેષિતાસિ શરીરિણામ્ । સર્વેન્દ્રિયમનઃપ્રીતિ વિધાતું સઘૃણેન કિમ્ ૫।। સાત્વંનઃ ચસ્પર્ધમાનાનામેકવસ્તુનિ માનિનિ । જ્ઞાતીનાં બદ્ધવૈરાણાં શં વિધત્સ્વ સુમધ્યમે ॥ ૬। વયં કશ્યપદાયાદા ભ્રાતરઃ કૃતપૌરુષાઃ વિભજસ્વ યથાન્યાયં નૈવ ભેદો યથા ભવેત્ | ૭॥ ઇત્યુપામન્ત્રિતો દૈત્યેર્માયાયોષિતપુર્હરિઃ । પ્રહસ્ય રુચિરાપાશૈર્નિરીક્ષન્નિદમબ્રવીત્ | ૮|| શંભગવાનુવાચ કથં કશ્યપદાયાદાઃ પુંશ્ચલ્યાં મયિ સજ્નતાઃ | વિશ્ચાસં પણ્ડિતો જાતુ કામિનીષુ ન યાતિ હિ || ૯।| સાલાવૃકાણાં સ્રીણાં ચ સ્વૈરિણીનાં સુરદ્રિષઃ | સખ્યાન્યાહુરનિત્યાનિ નૃત્નં નૂત્નંવિચિન્વતામ્ ॥ ૧૦।। કીશુક ઉવાચ ઇતિતેક્ષ્વેલિતૈસ્તસ્યા આશ્વસ્તમનસોડસુરાઃ । જહસુર્ભાવગમ્ભીરં દદુશ્ચામૃતભાજનમ્ || ૧૧।! તતો ગૃહીત્વાડમૃતભાજનં હરિ- રબભાષ ઈષત્સ્મિતશોભયા ગિરા । યદ્યભ્યુપેતં ક્વ ચ સાધ્વસાધુ વા કૃતં મયા વો વિભજે સુધામિમામ્ | ૧૨॥। ઇત્યભિવ્યાહતં તસ્યા આકર્શ્યાસુરપુક્રવાઃ | અપ્રમાણવિદસ્તસ્યાસ્તત્ તથેત્યન્વમંસત ॥ ૧૩॥। અમે સમજીએ છીએ કે દેવો, દૈત્યો, સિદ્ધો, ગંધર્વો, ચારણો અને લોકપાલોએ પણ અત્યાર સુધી તમને સ્પર્શ સુધ્ધાં કર્યો નહીં હોય, તો પછી મનુષ્યો તો તમને સ્પર્શી જ કેમ શક્યા હોય? (૪) હે સુંદર ભૃકુટિવાળી! અવશ્ય વિધાતાએ કૃપા કરીને શરીરધારીઓની સમસ્ત ઇન્દ્રિયો અને મનને તૃપ્ત કરવા માટે તમને અહીં મોકલ્યાં છે. (૫) હે માનિની! આમ તો અમે એક જ જાતિના છીએ, તોપણ એક જ વસ્તુ ઇચ્છતા હોવાથી અમારી વચ્ચે ઈર્ષ્યા અને વેરની ગાંઠ બંધાઈ ગઈ છે; હે સુંદરી! તમે અમારો આ ઝઘડો મટાડી દો. (૬) અમે બધાયે કશ્યપજીના પુત્રો હોઈ સગા ભાઈઓ છીએ. અમે બધાએ અમૃત મેળવવા ભારે પુરુષાર્થ કર્યો છે. તમે ન્યાયોચિત નિપ્પક્ષભાવે તે અમૃત વહેંચી આપો કે જેથી પછી અમારી વચ્ચે કોઈ પ્રકારનો ઝઘડો ન થાય.” (૭) અસુરોએ જ્યારે આ પ્રમાણે વિનંતી કરી ત્યારે લીલાપૂર્વક મોહિનીરૂપ ધારણ કરેલા ભગવાને સહેજ હસીને, કટાક્ષભરી નજરે તેમની તરફ જોતાં કહ્યું. (૮) શ્રીભગવાને કહ્યું - તમે મહર્ષિ કશ્યપજીના પુત્રો છો અને હું છું કુલટા. તમે મારા પર ન્યાય કરવાની જવાબદારી કેમ મૂકો છો? વિવેકી મનુષ્યો સ્વેચ્છાચારી સીઓનો વિશ્વાસ ક્યારેય કરતા નથી. (૯) હે દૈત્યો! વરુઓ અને લંપટ સ્ત્રીઓની મિત્રતા કાયમી હોતી નથી; તે બંનેય હંમેશાં નવા-નવા શિકાર ખોળતાં રહે છે. (૧૦) શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષિત!) મોહિનીની પરિહાસપૂર્ણ વાણીથી દૈત્યોના મનમાં અધિક વિશ્વાસ બેસી ગયો. તેમણે રહસ્યમય ભાવે હસીને અમૃતકુંભ તે મોહિનીને સોંપ્યો. (૧૧) (મોહિનીસ્વરૂપ) ભગવાને અમૃતનો કુંભ લઈ લીધો અને જરાક સ્મિત કરતાં-કરતાં મધુર વાણીમાં કહ્યું - “હું યોગ્ય કે અયોગ્ય જે કંઈ કરું તે બધું જો તમને સ્વીકાર્ય હોય તો જ હું આ અમૃતની વહેંચજ્ની કરી શકું.” (૧૨) તે મોટા-મોટા દૈત્યોએ મોહિનીની આ મધુર વાશી સાંભળી, પણ તેનો મર્મ સમજ્યા નહીં; તેથી તે બધા એકી અવાજે બોલી ઊઠ્યા
- “ક્બૂલ છે.” આમ થવાનું કારણ એ હતું કે તેમને મોહિનીના વાસ્તવિક સ્વરૂપની જાણ ન હતી. (૧૩) ૧, પ્રા. પા. - યોગેશૈથ | ૨. પ્રા. પા. - સંસ્પર્ધ- | 796 શ્રીમદભાગવત [અ૦૯ અથોપોપષ્ય કૃતસ્નાના હુત્વા ચ હવિષાડનલમ્ | દત્ત્વા ગોવિપ્રભૂતેભ્યઃ કૃંતસ્વસ્ત્યયના દ્વિજૈઃ | ૧૪।। યથોપજોષં વાસાંસિ પરિધાયાહતાનિ તે | કુશેષુ પ્રાવિશન્ સર્વે પ્રાગગ્રેષ્વભિભૂષિતાઃ’ ।। ૧૫॥॥। પ્રાડ્મુખેષૂપવિષ્ટેષુ સુરેષુ દિતિજેષુ ચ | ધૂપામોદિતશાલાયાં જુષ્ટાયાં માલ્યદીપકૈઃ ।। ૧૬॥। તસ્યાં નરેન્દ્ર કરભોરુરુશદુકૂલચ- શ્રોણીતટાલસગતિર્મદવિદ્લાક્ષી । સા કૂજતી કનકનૂપુરશિગ્જિતેન કુમ્ભસ્તની કલશપાણિરથાવિવેશ | ૧૭।। તાં શ્રીસખી કનકકુણ્ડલચારુકર્ણ- નાસાકપોલવદનાં પરદેવતાખ્યામ્ | સંવીક્ય સમ્મુમુહુરુત્સ્મિતવીક્ષણેન દેવાસુરા વિગલિતસ્તનપટ્ટિકાન્તામ્ ॥ ૧૮॥ અસુરાણાં સુધાદાનં સર્પાણામિવ દુર્નયમ્ । મત્વા જાતિનૃશંસાનાં ન તાં વ્વલભજદચ્યુતઃ ।। ૧૯।॥ કલ્પયિત્વા પૃથકૃપડક્તીરુભયેષાં જગત્પતિઃ | તાંશ્ચોપવેશયામાસ સ્વેષુ સ્વેષુ ચ પડક્તિષુ || ૨૦॥ દૈત્યાન્ ગૃહીતકલશો વગ્ચયન્ઞુપસગ્ચરૈઃ । દૂરસ્થાન્ પાયયામાસ જરામૃત્યુહરાં સુધામ્ | ૨૧।! તે પાલયન્તઃ સમયમસુરાઃ સ્વકૃતં નૃપ । તૃષ્ણીમાસન્ કૃતસ્નેહાઃ સ્રીવિવાદજુગુપ્સયા ॥ ર ૨ ત્યારબાદ એક દિવસનો ઉપવાસ કરીને તે બધાએ સ્નાન કર્યું, હવિષ્યનો અગ્નિમાં હોમ કર્યો; ગાયો, બ્રાહ્મણો અને સઘળાં પ્રાણીઓને ઘાસચારો, અન્ન-ધન વગેરેનું યથાયોગ્ય દાન કર્યું તથા બ્રાહ્મણો પાસે સ્વસ્ત્યયન કરાવ્યું. (૧૪) તે બધાએ પોતપોતાની પસંદગી પ્રમાણે નવાં-નવાં વસો પહેર્યા અને એ પછી સુંદર-સુંદર આભૂષણો ધારણ કરીને તે બધાય એવાં દર્ભાસનો પર બેસી ગયા, કે જેમનો આગળનો ભાગ પૂર્વાભિમુખ હતો. (૧૫) જ્યારે દેવો અને દાનવો બંનેય ધૂપથી સુવાસિત, માળાઓ અને દીપકોથી શણગારાયેલા ભવ્ય ભવનમાં પૂર્વ તરફ મોં રાખીને બેસી ગયા ત્યારે હાથમાં અમૃતકુંભ લઈને મોહિની સભામંડપમાં આવ્યાં. તેમણે એક અત્યંત સુંદર સાડી પહેરેલી હતી. નિતંબોના ભારને કારણે તે ધીરે-ધીરે ચાલતાં હતાં. તેમની આંખો મદથી વિદ્રળ થઈ રહી હતી. તેમના સ્તન કુંભ જેવા અને તેમની જંધાઓ હાથીના બચ્ચાની સૂંઢ જેવી હતી. તેમનાં સુવર્છનાં નૂપુરો પોતાના ઝંકારથી સભાભવનને ધ્વનિત કરી રહ્યાં હતાં. (૧૬-૧૭) તેમના સુંદર કાનોમાં સુવર્ણનાં કુંડળો હતાં અને તેમનાં નાસિકા, કપોલ તથા મુખ અતિસુંદર હતાં. સ્વયં પરદેવતા ભગવાન મોહિનીના રૂપમાં એવા દેખાતા હતા કે જાણે લક્ષ્મીજીની કોઈ શ્રેષ્ઠ સખી ત્યાં આવી હોય. મોહિનીએ પોતાની સ્મિતસભર દષ્ટિથી દેવો અને દૈત્યો તરફ જોયું, તો તે તમામ મોહિત થઈ ગયા. તે સમયે તેમના સ્તનો પરથી પાલવ થોડો ખસી ગયો હતો. (૧૮) ભગવાને મોહિનીરૂપે એવો વિચાર કર્યો કે અસુરો તો જન્મથી જ કૂર સ્વભાવના છે, તેમને અમૃત પિવડાવવું એ સાપને દ્ધ પિવડાવવા જેવું ઘણું. અન્યાયી થશે; તેથી તેમણે અસુરોને અમૃતનો ભાગ આપ્યો નહીં. (૧૯) ભગવાને દેવો અને અસુરોની અલગ-અલગ હરોળ બનાવી અને પછી બંનેને હરોળમાં ગોઠવીને પોતપોતાના સમૂહમાં બેસાડી દીધા. (૨૦) ત્યારબાદ અમૃતકુંભ હાથમાં લઈને ભગવાન દૈત્યો પાસે ગયા અને તેમને હાવભાવ તથા કટાક્ષોથી મોહિત કરી દઈને, દૂર બેઠેલા દેવો પાસે આવી ગયા અને તેમને એ અમૃત પિવડાવવા લાગ્યા, કે જે પાન કરવાથી વૃદ્ધત્વ અને મૃત્યુને હરી લે છે. (૨૧) હે રાજન્! અસુરો પોતે કરેલા નિશ્ચયનું. પાલન કરી રહ્યા હતા. તેમને સ્નેઠ પણ થઈ ગયો હતો અને તેઓ આ સ્તી સાથે વિવાદમાં પડવાનું નિંદનીય પણ સમજતા હતા, તેથી તેઓ ચુપચાપ જ બેસી રહ્યા. (૨૨) ૧. પ્રા. પા. - પ્રાક્કાલેન ! ૨. પ્રા. પા. — ત્લસદડુન ! અ૦૯] આઠમો સ્કંધ 797 તસ્યાં કૃતાતિપ્રણયાઃ પ્રણયાપાયકાતરાઃ । બહુમાનેન ચાબદ્ધા નોચુઃ કિઝ્ચન વિપ્રિયમ્ ।। ૨૩॥ દેવલિક્વપ્રતિચ્છન્નઃ સ્વર્ભાનુર્દેવસંસદિ | પ્રવિષ્ટઃ સોમમપિબચ્ચન્દ્રાર્કાભ્યાં ચ સૂચિતઃ ॥। ૨૪॥। ચક્રેણ ક્રુરધારેણ જહાર પિબતઃ શિરઃ ! હરિસ્તસ્ય કબન્ધસ્તુ સુધયાડપ્લાવિતોડપતત્ || ૨૫।! શિરસ્ત્વમરતાં નીતમજો ગ્રહમચીક્લુપત્ યસ્તુ પર્વણિ ચન્દ્રાર્કવભિધાવતિ વૈરધીઃ ॥ ૨૬॥ પીતપ્રાયેડમૃતે દેવૈર્ભગર્વાલ્લોકભાવનઃ | પશ્યતામસુરેન્દ્રાણાં સ્વં રૂપં જગૃહે હરિઃ૧ ॥ ૨૭॥ એવં સુરાસુરગણાઃ સમદેશકાલ- હેત્વર્થકર્મમતયોડપિ ફલે વિકલ્પાઃ | તત્રામૃતં સુરગણાઃ ફલમગ્જસાડડપુ- ર્યત્પાદપકજરજઃશ્રયણાન્ન દૈત્યાઃ ॥ ૨૮॥ યદ્ યુજ્યતેડસુવસુકર્મમનોવચોભિ- દેહાત્મજાદિષુ નૃભિસ્તદસત્પૃથક્ત્વાત્ તૈરેવ સદ્ધવતિ યત્ ક્રિયતેડપૃથક્ત્વાત્ સર્વસ્ય તદ્ધવતિ મૂલનિષેચનં યત્ | ૨૯! તેમને મોહિની પર ઘણો પ્રેમ થઈ ગયો હતો; તેમને ભય હતો કે તેની સાથેનો પોતાનો પ્રેમસંબંધ તૂટી ન જાય. (વળી) મોહિનીએ પણ પહેલાં તેમનું બહુમાન કર્યું હતું, તેથી તેઓ સવિશેષ બંધાઈ ગયા હતા. આ કારણે તેમણે મોહિનીને કશું અપ્રિય કહ્યું નહીં. (૨૩) જે સમયે ભગવાન દેવોને અમૃતપાન કરાવી રહ્યા હતા તે સમયે દૈત્ય રાહુ દેવોનો વેશ લઈને તેમની વચ્ચે આવી બેઠો અને દેવોની સાથે તેણે પણ અમૃત પીધું. પરંતુ તરત જ ચંદ્ર અને સૂર્યે તેને ખુલ્લો પાડ્યો.(૨૪) ભગવાને અમૃતપાન કરાવતા રહીને જ પોતાના તીક્ષ્ણ ધારવાળા ચક્રથી તેનું માથું કાપી નાખ્યું. તેનું ધડ અમૃતનો સંસર્ગ નહીં થવાને કારણે નીચે પડ્યું; (૨૫) પરંતુ તેનું માથું અમર બની રહયું અને બ્રહ્માજીએ તેને ‘ગ્રહ’ બનાવી દીધો. તે જ રાહુ પર્વ (પૂર્ણિમા અને અમાસ)ના દિવસે વૈરભાવથી બદલો લેવા માટે ચંદ્ર અને સૂર્ય પર આક્રમણ કરતો રહે છે. (૨૬) જ્યારે દેવોએ અમૃત પી લીધું ત્યારે સમસ્ત લોકોને જીવનદાન આપનારા ભગવાને તે મોટા-મોટા દૈત્યોની સામે જ (પોતાના) મોહિનીરૂપને ત્યજીને પોતાનું વાસ્તવિક રૂપ ધારણ્ર કર્યું. (૨૭) (હે પરીક્ષિત!) દેવો અને દાનવો - બંનેએ એક જ સમયે, એક જ સ્થળે, એક જ પ્રયોજન તથા એક જ વસ્તુ માટે, એક જ વિચારથી એક જ કર્મ કર્યું, પરંતુ ફળમાં ઘણો ફરક પડી ગયો. એ બંનેમાંના દેવોએ ઘણી સહેલાઈથી પોતાના પરિશ્રમનું ફળ - અમૃત પ્રાપ્ત કરી લીધું, કારણ કે તેમણે ભગવાનનાં ચરણકમળોની રજનો આશ્રય લીધો હતો; જ્યારે તેનાથી વિમુખ રહેવાને કારણે અસુરો પરિશ્રમ કરવા છતાં પણ અમૃત (પ્રાપ્તિ)થી વંચિત જ રહી ગયા. (૨૮) મનુષ્ય પોતાના પ્રાણ, ધન, કર્મ, મન, વાણી વગેરે થકી શરીર અને પુત્ર વગેરે માટે જે કંઈ કરતો હોય છે તે વ્યર્થ જ થાય છે; કારણ કે તેના મૂળમાં ભેદબુદ્ધિ (કાયમ) હોય છે; પરંતુ તે જ પ્રાણ વગેરે થકી ભગવાન માટે જે કંઈ કરવામાં આવે છે તે (કર્મ) ભેદભાવરહિત હોવાને કારણે પોતાના શરીર અને પુત્ર માટે તેમ જ સમસ્ત સંસાર માટે સફળ થઈ જાય છે. જેમ વૃક્ષના મૂળમાં પાણી સીંચવાથી તેનું થડ, તેની ડાળીઓ અને તેનાં પાંદડાં - તે બધાંયનું સિંચન થઈ જાય છે તેવી જ રીતે ભગવાન માટે કર્મ કરવાથી તે કર્મો સર્વને માટે ફળદાયી બની જાય છે. (૨૯) ગ્ક્ક્ડઃ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયામષ્ટમસ્કન્ધેડમૃતમથને નવમોડધ્યાયઃ | ૯॥ આઠમા સ્કંધ-અંતર્ગત અમૃતમંથનમાંનો નવમો અધ્યાય સમાપ્ત.