દસમો અધ્યાય ભગવાન શ્રીરામની લીલાઓનું વર્ણન શંછુક 6% ખટ્વાદ્વાદ દીર્થબાહુશ્ચ રઘુસ્તસ્માત્ૃથુશ્રવાઃ | અજસ્તતો મહારાજસ્તસ્માદ્ દશરથોડભવત્ |। ૧|! તસ્યાપિ ભગવાનેષ સાક્ષાદ્ બ્રહ્મમયો હરિઃ । અંશાંશેન ચતુર્ધાડગામ્ુત્રત્વ પ્રાર્થિતઃ સુરેઃ | રામલક્ષ્મણભરતશત્રુઘ્યા ઇતિ સઝ્શયા | ૨॥| તસ્યાનુચરિતં રાજન્કૃષિભિસ્તત્ત્વદર્શિભિઃ । શ્રુતં હિ વર્ણિતં ભૂરિ ત્વયા સીતાપતેર્મુહુઃ ।। ૩॥। શ્રીશુકદેવજીએ કહ્યું - પરીક્ષિત! ખટ્વાંગના પુત્ર દીર્થબાહુ અને દીર્થબાહુના પરમ યશસ્વી પુત્ર રધુ થયા. સ્ધુના અજ અને અજના મહારાજ દશરથ થયા, ૧ ॥ દેવતાઓની પ્રાર્થનાથી સાક્ષાત્ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિ પોતાના અંશથી ચાર રૂપ ધારણ કરીને દશરથ રાજાના પુત્ર થયા. તેમનાં નામ હતાં - શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુધ. 12 ॥ પરીક્ષિત સીતાપતતિ ભગવાન શ્રીરામનું ચરિત્ર તો તત્ત્દદર્શી ક્#પિઓએ વિસ્તારથી વર્જાવ્યું છે અને તમે ઘણીવાર તેને સાંભળ્યું પણ છે. | ૩ || ૧. સિહેપુ ગનપરવપુરોગશેપુ | ૨. નવર્શરનં નાષ । અ૦૧૦] નવમો સ્કન્ધ 41 ગુર્વ્થે ત્યક્તરાજ્યો વ્યચરદનુવનં પદ્મપદભ્યાં પ્રિયાયાઃ પાણિસ્પર્શાક્ષમાભ્યાં મૃજિતપથરુજો યો હરીન્દ્રાનુજાભ્યામ્ । વૈરૂપ્યાચ્હૂર્પણખ્યાઃ પ્રિયવિરહરુષા- ડડરોપિતભ્રવિજૃમ્ભ- ત્રસ્તાબ્ધિર્બદ્ધસેતુઃ ખલદવદહતઃ કોસલેન્દ્રોડવતાન્ઞઃ ॥૪॥ વિશ્વામિત્રાધ્વરે યેન મારીચાઘા નિશાચરાઃ । પશ્યતો લક્ષ્મણસ્ચૈવ હતા નૈર્તપુજવાઃ || ૫ યો લોકવીરસમિતૌ ધનુરૈશમુગ્ર સીતાસ્વયંવરગૃહે ત્રિશતોપતતીતમ્ | આદાય બાલગજલીલ ઈવેક્ષુયષ્ટિં સજ્જીકૃતં તૃપ વિકૃષ્ય બભગ્જ મધ્યે || ૬|| જિત્વાડનુરૂપગુણશીલવયોડડ્ઞરૂપાં* સીતાભિધાં શ્રિયમુરસ્યભિલબ્ધમાનામ્ | માર્ગે વ્રજન્ ભૃગુપતેર્વ્યનયત્પ્રરૂઢં દર્પ મહીમકૃત યસ્ત્રિરરાજબીજામ્ | ૭॥ યઃ સત્યપાશપરિવીતપિતુર્નિદેશં સૈણસ્ય ચાપિ શિરસા જગૃહે સભાર્યઃ । રાજ્યં શ્રિયં પ્રણષિનઃ સુહૃદો નિવાસ ત્યક્ત્વા યયૌ વનમસૂનિવ મુક્તસઝ્ઞઃ | ૮।। રક્ષઃસ્વસુર્વકૃત રૂપમશુદ્ધબુદ્ધે- સ્તસ્યાઃ ખરત્રિશિરદૂષણમુખ્યબન્ધૂન્ | જઘછને ચતુર્દશસહસ્રમપારણીય- કોદણ્ડપાણિરટમાન ઉવાસ કૃચ્છ્મ્ [૯ ભગવાન શ્રીરામે પોતાના પિતા રાજા દશરથના સત્યની રક્ષા માટે રાજપાટ છોડી દીધું અને તેઓ વન-વન ફરતા રહ્યા. તેમનાં ચરણકમળો એટલા કોમળ હતાં કે પરમ સુકુમારી જાનકીજીના કરકમળનો સ્પર્શ પણ તેમનાથી સહન થતો ન હતો. તે જ ચરણ જ્યારે વનમાં ચાલતાં-ચાલતાં થાકી જતા, ત્યારે હનુમાત્ત અને લક્ષ્મણ તેમની ચરણ-સેવાથી તેમનો શ્રમ દૂર કરતા હતા. શૂર્પણખાને નાક-કાન કાપીને વિરૂપ કરી દેવાને કારણે તેમને પોતાની પ્રિયતમા જાનકીજીનો વિયોગ પણ સહન કરવો પડ્યો. આ વિયોગને કારણે ઉત્પન્ન થયેલા ક્રોધથી ચઢી ગયેલી ભૂકુટિના વિલાસથી સમુદ્રને પુજાવી દેનારા શ્રીરામે સમુદ્રની પ્રાર્થનાથી સમુદ્ર ઉપર સેતુ બાંધીને લંકામાં જઈ દુષ્ટ રાક્ષસોના વનને દાવાગ્નિની જેમ ભસ્મ કરી દીધું. તે કોસલનરેશ અમારી રક્ષા કરો. ૪ |!
- ભગવાન શ્રીરામે વિશ્વામિત્રના યશમાં લક્ષ્મણની સામે જ મારીચ વગેરે રાક્ષસોને મારી નાખ્યા. તેમની ગણતરી બહુ મોટા રાક્ષસોમાં થતી હતી. || ૫ || પરીક્ષિત! જનકપુરમાં સીતાજીનો સ્વયંવર થઈ રહ્યો હતો. સંસારના વીર પુરુષોની સભામાં ભગવાન શંકરનું તે ભયંકર ધનુષ્ય મૂકેલું હતું. તે એટલું ભારે હતું કે, એકી સાથે ત્રણસો વીર પુરુષો બહુ જ પરિશ્રમથી’ તેને સભામાં લાવી શક્યા હતા. ભગવાન શ્રીરામે તે ધનુષ્યને. સહજમાં જ ઉઠાવીને તેના પર પ્રત્યંચા ચડાવી દીધી અને ખેંચીને બાલ ગજરાજની જેમ મધ્યભાગમાંથી તેના બે ટુકડા કરી નાખ્યા. || ૬ ॥ભગવાને પોતાના વક્ષસ્થળ પર સ્થાન આપીને જેમનું સન્માન કર્યું છે તે લક્ષ્મીજી સ્વયં સીતાના નામથી જનકપુરમાં અવતર્યા હતાં. તેઓ ગુણ, શીલ, અવસ્થા, સપ્રમાણ શરીર અને સૌન્દર્યમાં બધી રીતે ભગવાન શ્રીરામને અનુરૂપ હતાં. ભગવાને ધનુષ્ય તોડીને તેમને પ્રાપ્ત કરી લીધાં. અયોધ્યા પાછા વળતાં રસ્તામાં તે પરશુરામજી સાથે ભેટો થયો જેમણે એકવીશવાર પૃથ્વીને ક્ષત્રિયબીજથી રહિત કરી દીધી હતી. ભગવાને પરશુરામજીના અપાર ગર્વને નષ્ટ કરી નાખ્યો | ૭ ॥ ત્યાર પછી પિતાના વચનને સત્ય કરવા માટે તેમણે વનવાસનો સ્વીકાર કર્યો. જોકે મહારાજ દશરથે પોતાનાં પત્નીને આધીન થઈનેજ તેનેએવું વચન આપ્યું હતું. કેમકે તેઓ સત્યના બંધનમાં બંધાઈ ગયા હતા. શ્રીરામે પત્ની સહિત પિતાની આજ્ઞાને શિરોધાર્ય કરી પ્રસન્નતાપૂર્વક પોતાનું રાજ્ય, લક્ષ્મી, પ્રિયજનો, સુક્દો અને રાજભવનને ત્યજીને અરણ્યની યાત્રા કરી,જેમ કોઈ, જીવન્મુક્ત યોગી પ્રાણોનો સહજ રીતે ત્યાગ કરી દે છે. ।। ૮ 1 વનમાં પહોંચીને ભગવાને રાક્ષસરાજ રાવણની બહેન શુર્પણખાને વિરૂપ કરી દીધી. કારણ કે તેની બુદ્ધિ ખૂબ જ ક્લુષિત, કામવાસનાને લીધે અશુદ્ધ હતી. તેના પક્ષપાતી ખર, દૂષણ, ત્રિશિરા વગેરે મુખ્ય-મુખ્ય ભાઈઓ કે જે સંખ્યામાં ચૌદ ૧. ન્ડ્નુરૂન ! 42 શ્રીમદભાગવત [અ૦૧૦ સીતાકયાશ્રવણદીપિતહચ્છપેન કર હતા- મ મહાન ધનુષ્ય લઈને ભવવાતપ શ્રીરામે ર શ તેમનો સહજ રીત્તે નાશ કરી નાંખ્યો. તેમણે લીલાપૂર્યક અનેક સૂષટં વિલોક્ય નૃપતે દરાકન્ધરેશ । પ્રકારનાં કષ્ટ સહન કરીને વનમાં આમ-તેમ પરિબ્રમજ કરતાં જખેડુતૈણવપુષાડડશ્રમતોડપકૃષ્ટો નિવાસ કર્યા હતો. | ૯ ॥ પરીક્ષિત! જ્યારે રાવણે સીતાજીના મારીચમાશુ વિશિખેન યથા કમુગ્રઃ | ૧૦॥ રક્ષોડધમેન વૃકવદ્ વિપિતેડસમક્ષ વૈદેહરાજદુહિતર્યપયાપિતાયામ્ | ભ્રાત્રા વને કૃપણવત્ પ્રિયયા વિયુક્તઃ સસક્રિનાં ગતિમિતિ પ્રથયંશ્ચચાર || ૧૧ | દગ્ધ્વાડડત્મકૃત્યહતકૃત્યમહન્કબન્ધં સખ્યં વિધાય કપિભિર્દયિતાગતિં તૈઃ । બુદ્ધ્વાડથ’વાર્લિને હતે પ્લવગેન્દ્રસૈન્યૈ- વૈલામગાત્સ મમનુજોડજભવાર્ચિતાફષ્રિઃ ॥ ૧૨॥ યદ્રોષવિભ્રર્માવેવૃત્તકટાક્ષપાત-૨ સમ્ભ્રાન્તનક્રમકરો ભયગીણૈઘોષઃ | સિન્ધુઃ શિરસ્યર્ડણં પરિગૃદ્ય રૂપી પાદારવિન્દમુપગમ્ય બભાષ એતત્ |૧૩॥ નત્વાંવયં જડધિયો નુ વિદામ ભૂમન્2 કૂટસ્થમાદિપુરુષં જગતામધીશમ્ | યત્સત્વતઃ સુરગણા રજસઃ પ્રજેશા મન્યોશ્વભૂતપતયઃસ ભવાન્ગુશેશઃ ॥ ૧૪ રૂમ, ગુશ, સૌન્દર્ય વગેરેની વાત સાંભળી ત્યારે તેનું કદ. કામવાસનાથી આતુર થઈ ચયું, તેણે અદ્ભુત હરણના વેશમાં મારીચને તેમની પર્ણકુટિ પાસે મોકલ્યો. તે હરણ ધીરે-ધીરે ભગવાનને ત્યાંથી દૂર લઈ ગયો. છેવટે ભગવાને તેને પોતાના ખાશ્થી ઉગ્રસ્વરૂપવાળા વીરભદ્રે દશનો નાશ કર્યો હતો તેમ, સહજતાથી મારી નાખ્યો. !! ૧૦ ।। જ્યારે ભગવાન શ્રીરામ જંગલમાં દૂર નીકળી ગયા ત્યારે (લક્ષ્મણજીની ગેરહાજરીમાં) ત્તીચ રાક્ષસ રાવણે વરુની માફક ત્યાં આવીને વિદેહફુમારી સુકુમારી શ્રીસીતાજીનું હરણ કરી લીધું, ત્યાર પછી તેઓ પોતાની પ્રા્રપ્રિયા સીતાજીના વિરહમાં પોત્તાના ભાઈ લક્ભણની સાથે રાંક મનુષ્ધની જેમ વન-વગડે ભટકવા લાગ્યા. અને આ રીતે તેમણે જગતને એ બોધ આપ્યો કે, ‘જે સ્ત્રીઓમાં આસક્તિ રાખે છે તેમની આવી ૬થા થાય છે.’ | ૧૧ !! લાર પછી ભગવાને ગીધરાજ જટાયુનો અગ્નિસંસ્કાર કર્યો, જેમણે પોતાના પ્રાજ્ઞોની પરવા ન કરતાં સીતાજીને છોડાવવા માટે પરાક્રમી રાવણ સાથે યુદ્ધ કર્યું. આ પરોપકારરૂપી કાર્યથી તેમનાં બધાં કર્મબંધનો, નષ્ટ થઈ ચૂક્યાં હતાં. પછી ભગવાને કબંધનો સંહાર કર્યો અને ત્યાર પછી સુગ્રીવ વગેરે કપિવરો સાથે (મિત્રતા કરીને વાલીનો વધ કર્યો, ત્યાર પછી. કપિવરો દ્વારા પોતાની પ્રાણપ્રિયાની શોધ કરાવી. બ્રહ્માજી અને શંકર ભગવાન જેમના ચરણોની વંદના કરે છે તે ભગવાન શ્રીરામ મનુષ્યના જેવૌ લીલા કરતા વાનરોન્તી સેનાઓ સાથે સમુદ્રતટ પર પહોંચ્યા. ॥ ૧૨ ॥ (સમુદ્ર માર્ગ, આપે તે માટે ઉપવાસ અને પ્રાર્થના કરવા છતાં સમુદ્ર પર તેનો કોઈ પ્રભાવ ન પડ્યો, ત્યારે) ભગળાને ક્રોધની લીલા કરતાં રહીને પોતાની વક્ર ભૂકુટિથી સમુદ્ર તરફ જોયું. તે. જ સમયે સમુદ્રના જળચર પ્રાણીઓ - મોટા મોટા મગર અને મચ્છો ખળભળી ઊઠ્યા. ભયભીત થઈ જવાને કારણે સમુદ્રની ગર્જના શાંત થઈ ગર્ઈ, ત્યારે સમુદ્ર મનુષ્યના રૂપમાં પોતાના મસ્તક ઉપર અનેક ભેટ-ઉપહારો લઈને ભગવાનના મરલે આવ્યો અને આ પ્રમાણે વિનંતી કરવા લાગ્યો ૧૩ || “હેઅનંત! અમે મૂર્ખ છીએ; તેથી આપના વાસ્તવિક સ્વરૂપને જાશતા નથી. જાણીએ પણ કેવી રીતે? આપ સમસ્ત જગતના એકમાત્ર સ્વામી, આદિકારણ અતે જગતનાં સથળાં પરિવર્તનોમાં એકરશ રહેનારા છો. આપ સમસ્ત ગુજ્ઞોના સ્વામી છો.!તેથી જ્યારે આપ સત્તગુશ્રનો સ્વીકાર કરો છો ત્યારે દેવતાઓની, રજોગુણનો સ્વીકાર કરો છો ત્યારે પ્રજાપતિઓની અને તમોગુલ્નો સ્વીકાર કરો છો ત્યારે આપના ક્રોધથી રુદ્રગણોની ઉત્પત્તિ થાય છે. |! ૧૪ |! ૧. ચ ! ૨. ૦મક્યશવિટફપાત૦ ! ૩, નૂનં! અ૦૧૦] નવમો સ્કન્ધ 43 કામં પ્રયાહિ જહિ વિશ્રવસોડવમેર્હે ગ્રૈલોક્યરાવણમવાપ્નુહિ વીર પત્નીમ્ । બધીહિ સેતુમિહ તે યશસો વિતત્યૈ ગાયત્તિ દિગ્વિજથિનો યમુપેત્ય ભૂપાઃ || ૧૫॥। બદ્ધ્વોદધૌ રથઘુપતિર્વિવિધાદ્રિકૂટેઃ સેતું કપીન્દ્રકરકમ્પિતભૂરુહાશૈઃ । સુગ્રીવનીલહનુમત્યરમુખૈરનીકે-૫ ર્લક્રાંવિભીષણદશાડડવિશદગ્રદગ્ધામ્ ॥ ૧૬॥ સા વાનરેન્દ્રબલરુદ્ધવિહારકોષ્ઠ-૨ શ્રીદ્રારગોપુરસદોવલભીવિટકા | નિર્ભજ્યમાનધિષણધ્વજહેમકુમ્ભ- શૃદ્ઞાટકા ગજકુલૈ્હદિનીવ ઘૂર્ણા 1 ૧૭॥ રક્ષપતિસ્તદવલોક્ય નિકુમ્ભકુમ્ભ- ધૂમ્રાક્ષદુર્મુખસુરાન્તનરાત્તકાદીન્ ! પુત્રે પ્રહસ્તમતિકાયવિકમ્પનાદીન્ સર્વાનુગાન્ સમહિનોદથ કુમ્ભકર્ણમ્ | ૧૮।। તાં યાતુધાનપૃતનામસિશૂલચાપ- પ્રાસર્ષઠિશક્તિશરતોમરખડગદુર્ગામ્ ! સુગ્રીવલક્ષ્મણમરુત્સુતગન્ધમાદ- તીલાડ્ઞદર્ક્ષપનસાદિભિરન્વિતોડગાત્॥ ૧૯॥ તેડનીકપા રઘુપતેરભિપત્ય સર્વે 6ન્દ્રં વરૂથમિભપત્તિરથાશ્ચયોધૈઃ । જબુર્ઠુમર્ગિરિગદેષુભિરક્રદાઘાઃ સીતાભિમર્શહતમક્રલરાવણેશાન્ | ૨૦1! રક્ષઃપતિઃ સ્વબલનષ્ટિમવેક્ષ્ય રુષ્ટ આસહ્ય ચૈયાનકમથાભિસસાર રામમ્ | સ્વઃસ્યન્દને દ્યુમતિ* માતલિનોપનીતે વિભ્રાજમાનમહનત્તિશિતેઃ ક્ષુરમ્નઃ || ૨૧॥। હે વીરશિરોમલિ! આપ પોતાની ઇચ્છા પ્રમાણે મને ઓળંગી જાઓ અને ત્રણે લોકને રડાવનાર વિશ્રવાત્તા કુપુત્ર રાવણને મારીને પોતાનાં પત્નીને ફરીથી પ્રાપ્ત કરી લો. પરંતુ આપને મારી એક પ્રાર્થના છે.‘આપ અહીં મારા ઉપર એક સેતુ નિર્માણ કરો, જેથી આપના યશનો વિસ્તાર થશે અને આગળ જતાં જ્યારે મોટા-મોટા રાજાઓ દિગ્વિજય કરતા-કરતા અહીં આવશે, ત્યારે તેઓ આપના યશનું ગાન કરશે!’ ।। ૧૫ ।। ભગવાન શ્રીરામે અનેક-અનેક પર્વતોનાં શ્િખરોથી સમુદ્ર ઉપર સૈતુ બાંધ્યો. જ્યારે મોટા-મોટા વાનરવીરો મોટા- મોટા પર્વતો ઉઠાવી-ઉઠાવીને લાવતા હતા ત્યારે તેમના ઉપર રહેલાં વૃક્ષો અને મોટી-મોટી શિલાઓ થર-થર ડોલતી હતી. ત્યાર પછી વિભીષ્રણની સલાહથી ભગવાને સુગ્રીવ, નીલ, હનુમાન વગેરે પ્રમુખ વીર-વાનરો સહિતની મોટી વાનરસેના સાથે લંકામાં પ્રવેશ કર્યો. લંકા તો શ્રીહનુમાનજી દ્વારા પહેલેથી જ બાળી નાખવામાં આવી હતી. [૧૬ || તે સમયે વાનરસેનાએ લંકાના હરવા-ફરવાનાં અને ખેલ-કૃદનાં સ્થાનો, અનાજનાં ગોદામો, ખજાના, દરવાજા, ફાટક, સભાભવન, છજાં અને પક્ષીઓને રહેવાનાં સ્થાનો સહિત પૂરી લંકાને ઘેરી લીધી. તેમણે ત્યાંની વેદી, ધજાઓ, સોનાના કળશ અને ચોતરા-યબૂતરા તોડી-ફોડી નાખ્યા. તે સમયે લંકા એવી જણાતી હતી,જાશે હાથીઓના ટોળાઓએ સરોવરને ઘમરોળી નાખ્યું હોય. ।। ૧૭ || આ જોઈને રાક્ષસરાજ રાવણે નિકુમ્ભ, કુમ્ભ, ધૂમ્રાક્ષ, દુર્મુખ, સુરાન્તક, નરાન્તક, પ્રહસ્ત, અતિકાય, વિકમ્પન વગેરે પોતાના અનુચરો, પુત્ર મેઘનાદ અને છેવટે ભાઈ કુંભકર્ણને પણ યુદ્ધ કરવા માટે મોકલ્યા. | ૧૮ || ચક્ષસોની તે વિશાળ સેના તલવારો, ત્રિશૂળ, ધનુષ્ય, પ્રાસ, ત્રષ્ટિ, શક્તિ, બાણ, ભાલા, ખડગ, વગેરે શસ્ત્ર-અસ્ત્રોથી સુરક્ષેત અને અત્યંત દુર્ગમ (સમજી ન શકાય તેવી) હતી. ભગવાન શ્રીરામે સુગ્રીવ, લક્ષ્મણ, હનુમાન, ગન્ધ-માદન, નીલ, અંગદ, જામ્બવાન અને પનસ વગેરે વીરોને પોતાની સાથે લઈને રાક્ષસોની સેનાનો સામનો કર્યો, || ૧૯ ॥ રધુવંશશિરોમણિ ભગવાન શ્રીરામે અંગદ વગેરે બધા સેનાપતિઓ ચક્ષસોની ચતુરંગિણી સેના - હાથી, રથ, ઘોડેસવારો અને પાયદળ સાથે દન્દ્રયુદ્ધ કરવા લાગ્યા અને રાક્ષસોને વૃક્ષ, પર્વતના શિખરો, ગદા અને બાશોથી મારવા લાગ્યા. રાક્ષસોનો સંહાર તો સ્વાભાવિક હતો. કારણ કે તેઓ તે જ રાવણના અનુચર હતા, તેનું મંગલ (શ્રેય) શ્રીસીતાજીનો સ્પર્શ કરવાને લીધે પહેલેથી નષ્ટ થઈ ચૂક્યું હતું. ॥ ૨૦ ॥ જ્યારે રાક્ષસરાજ રાવણે જોયું કે મારી સેનાનો તો નાશ થઈ રહ્યો છે, ત્યારે તે ક્રોધે ભરાઈને પુષ્પક વિમાન પર આરૂઢ થઈને ભગવાન શ્રીરામની સામે આવ્યો. તે સમયે ઇન્દ્રનો સારથિ માતલિ અત્યંત તેજસ્વી દિવ્ય રથ લઈને ૧. બરનેકૈ: | ૨. બ્કોષટ | ૩, પાલક્ટ | ૪. મહતિ | 44 શ્રીપદ્ભાગવત 84૦ ૧૦ રામસ્તમાહ પુરુષાદપુરીષ યજ્ઃ કાન્તાડસમક્ષમસતાપહતા શ્વવત* તે | ત્યક્તત્રપસ્ય ફલમદ્ય જુગુપ્સિતસ્ય યચ્છામિ કાલ ઇવ કર્તુરલહધ્યવીર્યઃ ॥ ૨૨ ॥ એવં ક્ષિપન્ ધનુષિ સન્ધિતમુત્સસર્જ બાણં સ વજમિવ તદ્ધૃદયં બિભેદ । સોડસૃગ્વમન્દશમુખૈર્ન્યપતદ્વિમાના- દ્વાહેતિ જલ્પતિ જને સુકૃતીવ રિક્તઃ ॥ ર૩1 તતો નિષ્ક્રમ્ય લક્રાયા યાતુધાન્યઃ સહસશઃ | મન્દોદર્યા સમં તસ્મિન્ પ્રરુદત્ય ૨ ઉપાદ્રવન્ ॥ ૨૪! સ્વાન્સ્વાન્બન્ધ્ન્ પરિષ્વજ્ય લક્ષ્મણેષુભિરદિતાન્ । રુુદુઃ સુસ્વરં દીના ધ્તન્ય આત્માનમાત્મના ॥ ર૫] હૉ હતાઃ સ્મ વયં નાથ લોકરાવણ રાવણ |! કં યાયાચ્છરણં લક્ઠા ત્વદ્વિહીના પરાર્દિતા || ર ૬॥ નૈવં વેદ મહાભાગ ભવાન્ કામવશં ગતઃ ! તેજોડનુભાવં સીતાયા યેન નીતો દશામિમામ્ || ૨૭॥ કૃતેષા વિધવા લર વયં ચ કુલનન્દન | દેહઃ કૃતોડન્નં ગૃધ્રાણામાત્મા તરકહેતવે ॥ ૨૮॥ શીછુક ઉવાચ સ્વાનાં વિભીષણશ્ચક્રે કોસલેન્દ્રાનુમોદિતઃ | પિતૃમેધવિધાનેન યદુક્તં સામ્પરાથિકમ્ ॥ ર૯॥। તતો દદર્શ ભગવાનશોકવનિકાત્રમે* |“ ક્ષામાં સ્વવિરહવ્યાધિ શિંશપામૂલમાસ્થિતામ્ | ૩૦।। આવ્યો અને ભગવાન શ્રીરામ તેના પર બિરાજમાન થયા. રાવણ પોતાનાં તીક્ટ બાજ્ોથી તેમના ઉપર પ્રહાર કરવા લાગ્યો. 1૨૧ |! ભગવાન શ્રીરામે રાવણને કહ્યું - “નીચ રાક્ષસ! તું કૂતરાની જેમ અમારી ગેરહાજરીમાં મારાં પ્રાભ્રપ્રિયા પત્નીને હરી લાવ્યો, તેં દુષ્તાની હદ ખો્ળંગી દીધી! તારા જેવો નિર્લજ્જ અને નંદનીય બીજો કોણ હશે ?જેમ કાળને કોઈ ટાળી શકતું નથી - કર્તાપણાના અભિમાનીને તે કળ આપ્યા વિના શ્હીં નથી શકતો, તે જ પ્રમાણે આજે હું તને તારા કરતૂતનું કળ ચખાહું છું.’ !! ૨ર ॥ આ પ્રમાણે રાવણને ધિક્કારતાં ભગવાન શ્રીચમે પોતાના ધનુષ્ય પર ચઢાવેલું બાણ તેના ઉપર છોડ્યું. તે બાજે વજની જેમ તેના હૃદયને છિન્ન-ભિન્ન કરી નાંખ્યું. તે પોતાનાં દશે મોંઢાંથી લોહી ઓક્તો વિમાનમાંથી પડી ગયો
- બરાબર ખે રીતે કે, જેમ પુશ્યાત્માઓ ભોગ સમાપ્ત થતાં સ્વર્ગમાંથી નીચે પડે છે. તે સમયે તેના નગરજનો, સ્વજનો “હાય-હાય’ કરીને સડવા લાગ્યા. || ૨૩ || ત્યારબાદ હજારો રાક્ષસીઓ મન્દોદરીની સાથે રડતી- રડતી લંકામાંથી નીકળીને રણભૂમિમાં આવી. ॥ ૨૪ ॥તેમશે જોયું કે તેમનાં ્વજન-સંબંધીઓ લક્ષ્મણજીનાં બાલ્રોથી છિન્ન- ભિન્નથઈને પડ્યાંછે. તેઓ હાથેથી છાતી ફૂટતી-ફૂટતી પોતાનાં. સગાં-સંબંધીઓને હૃદવે લગાડીને ઊંચા સ્વરે વિલાપ કરી રહી હતી. || ર૫ ॥હાય-હાય સ્વામી] આજે અમેબધાં વિના મોતે મરાઈગયાં.એક દિવસ એવો હતો જ્યારે તમારા ભવથી સમસ્ત લોકમાં ત્રાસ ફેલાઈ જતો હતો. આજે એવો દિવસ આવી પહોંચ્યો કે તમારા ન રહેવાથી આપણા શત્રુઓ લંકાની દુર્દશા કરી રહ્યા છે અને એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે, હવે લંકા કોને અધીન રહેશે. !! ર૬ |! તમે બધી રીતે સમ્પન્ન હતા, કોઈ વાતની ઉન્નપ ન હતી. પરંતુ તમે કામને વશ થઈ ગયા અને. એવું ન વિચારી શક્યા કે સીતાજ કેટલાં તેજસ્વી છે અને તેમનો પ્રભાવ કેવો છે. તમારી આ ભૂલ તમારી દુર્દશાનું કારણ બની. ॥ ર૭ || એક સમયે તમારાં કાર્યથી અમે બધાં અને. સધળો સક્ષસવંશ આનંદિત થતો હતો અને આજે અમેબધાં અને આબધી લંકાનગરી વેધવા બનીગઈ છે.તમારું તે શરીર,જેતા માટે તમે આ બધું કર્યુ, આજે તે ગીધોનું ભોજન બની રહ્યું છે અને પોતાના આત્માને તમે નરકનો અધિકારી બનાવી દીધો. આ બધું તમારી અણસમજ અને તમારી કામવાસનાનું ફળ છે.॥૨૮॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! કોસલાધીશ ભગવાન શ્રીરામચન્દ્રજીની આજ્ઞાથી વિભીપણે પોતાના સ્વજન- સંબંધીઓનું પિતૃયજ્ઞ-વિધિથી શાસ્ત્ર અનુસાર અન્વેષિ-કર્મ કર્યું. ॥ ર૯ ॥। ત્યાર પછી ભગવાન શ્રીરામે અશોક્વાટિકાના આશ્રમમાં અશોક્વૃક્રની નીચે બેઠેલાં શ્રીસીતાજીને જોયાં, તેઓ ય. સ્વયન્તે । ૨. રુદત્યસ્તા | ૩. ૦કાવને | અ૦૧૦] નવમો સ્કન્ધ દરક રામઃ પ્રિયતમાં ભાર્યા દીનાં વીક્યાન્વકમ્પત । આત્મસન્દર્શનાહ્માદવિકસન્મુખપફજામ્ || ૩૧।। આરોપ્યારુરહે યાનં ભ્રાતૃભ્યાં હનુમધુતઃ । વિભીષણાય ભગવાન્ દત્તા રક્ષોગણેશતામ્ | ૩૨॥ લક્રામાયુશ્ચ કલ્પાન્તં યયૌ ચીર્ણવ્રતઃ પુરીમ્ ! અવકીર્યમાણઃ કુસુમૈર્લોકપાલાર્પિતેઃ પથિ | ૩૩।। ઉપગીયમાનચરિતઃ શતધૃત્યાદિભિર્મુદા | શોમૂત્રયાવર્ક શ્રુત્વા ભ્રાતરં વલ્કલામ્બરમ્ || ૩૪॥। મહાકારુણિકોડતપ્યજ્જટિલં સ્થણ્ડિલેશયમ્ | ભરતઃ પ્રાસમાકર્ણ્ય પૌરામાત્યપુરોહિતૈઃ | ૩૫ પાદુકે શિરસિ ન્યસ્ય રામં પ્રત્યુધતોડગ્રજમ્’ । નન્દિગ્રામાત્સ્વશિબિરાદગીતવાદિત્રનિઃસ્વનૈઃ | ૩૬ બ્રહ્મઘોષેણ ચ મુહુઃ પઠદ્ધિર્્રાવાદિભિઃ૨ । સ્વર્ણકક્ષપતાકાભિર્હેમૈશ્ચિત્રધ્વજૈ રથૈઃ 1 ૩૭॥ સદશ્વૈ રુકમસન્ઞાહેર્ભટૈઃ પુરટવર્મભિઃ | શ્રેણીભિર્વારમુખ્યાભિર્ભત્યૈશ્ેવ પદાનુૈઃ ॥ ૩૮।॥। પારમેષ્ઠ્યાન્યુપાદાય પણ્યાન્યુચ્ચાવચાનિચ | પાદ્યોર્ન્યપતત્* પ્રેમ્ણા પ્રક્લિન્નહૃદયેક્ષણઃ || ૩૯॥। પાદુકે ન્યસ્ય પુરતઃ પ્રાગ્જલિર્બાષ્પલોચનઃ | તમાશ્લિષ્ય ચિરં દોર્ભ્યા સ્નાપયન્નેત્રજૈર્જલૈઃ ।। ૪૦॥। શમોલક્ષ્મણસીતાભ્યાં વિપ્રેભ્યો યેડર્હસત્તમાઃ* । તેભ્યઃ સ્વયં નમશ્ચકે પ્રજાભિશ્ચ નમસ્કૃતઃ | ૪૧ | શ્રીરામના વિરહના વ્યાધિથી દુઃખી અને અત્યંત દુર્બળ થઈરહ્યાં હતાં. || ૩૦ | પોતાનાં પ્રાણપ્રિયા અર્ધાઝ્િની શ્રીસીતાજીને અત્યંત રાંક દશામાં જોઈને શ્રીરામનું કદય પ્રેમ અને કરુણાથી ઊભરાઈ ગયું. આ બાજુ ભગવાનનાં દર્શન પ્રાપ્ત કરીને સીતાજીનું હદય પ્રેમ અને આનંદથી પરિપૂર્ણ થઈ ગયું. તેમનું મુખકમળ ખીલી ઊઠ્યું. | ૩૧ | ભગવાને વિભીષણને શક્ષસોનુંસ્વામિત્વ,લંકાપુરીનું રાજ્ય અને એક કલ્પનું આયુષ્ય આપ્યું. ત્યારબાદ પહેલાં સીતાજીને વિમાનમાં બેસાડીને ભાઈ લક્ષ્મણ અને સુગ્રીવ તથા સેવક હનુમાનજીની સાથે સ્વયં પણ વિમાનમાં બેઠા. આ પ્રમાણે ચૌદ વર્ષનું વ્રત પૂરું થઈ જવાથી તેમણે પોતાના નગર તરફ પ્રયાણ કર્યું. તે સમયે રસ્તામાં બ્રહ્માજી વગેરે લોકપાલો તેમના પર ખૂબ જ આનંદપૂર્વક પુષ્યોની વૃષ્ટિ કરવા લાગ્યા. 1 ૩૨-૩૩ || આ બાજુ બ્રહ્મા વગેરે ખૂબ જ આનંદથી ભગવાનની લીલાઓનું ગાન કરી રહ્યા હતા અને ત્યાં જ્યારે ભગવાનને ખબર પડી કે ભરતજી માત્ર ગોમૂત્રમાં રાંધેલા જવની રાબ ખાય છે, વલ્ક્લ પહેરે છે અને પૃથ્વી પર કુશ પાથરીને સૂવે. છે અને તેમણે પણ મસ્તક પર જટા વધારી છે, ત્યારે ખૂબ દુઃખી થયા, તેમની દશાનું સ્મરણ કરીને પરમ કરુણાશીલ ભગવાનનું હદય ભરાઈ આવ્યું. જ્યારે ભરતજીને ખબર પડી કે, મારા મોટાભાઈ ભગવાન શ્રીરામ આવી રહ્યા છે, ત્યારે તેઓ નગરજનો, મંત્રીઓ અને પુરોહિતોને સાથે લઈ અને ભગવાનની પાદુકાઓ મસ્તક પર મૂકીને તેમનું સામૈયું કરવા ચાલ્યા, જ્યારે ભરતજી પોતાના રહેવાના સ્થાન નંદિગ્રામથી નીકળ્યા ત્યારે લોકો તેમની સાથે-સાથે મંગલગાન કરતા અને વાજિન્ત્રો વગાડતા ચાલવા લાગ્યા. વેદવાદી બ્રાહ્મણો વારંવાર વૈદમંત્રોનું ઉચ્ચારણ કરવા લાગ્યા અને તેનો ધ્વનિ ચારેબાજુ ગુંજુવા લાગ્યો. સોનેરી કિનારીવાળી ધજા-પતાકાઓ, પચરંગી ધજાઓથી શણગારેલા રથ, સુવર્ણથી સજેલા ઉત્તમ ઘોડા તથા સુવર્ણના કવચ પહેરેલા સૈનિકો સાથે ચાલવા લાગ્યા. નગરનાં વેપારી-મંડળો, શ્રેષ્ઠવારાંગનાઓ, પાયદળ અને મહારાજાઓને યોગ્ય નાની-મોટી બધી સામગ્રી પણ તેમની સાથે હતી. ભગવાનને જોતાં જ પ્રેમથી પીગળેલા ભરતજીનું હૃદય ગદગદ થઈ ગયું. નેત્રોમાં અશ્રુ છલકાઈ ગયાં, તેઓ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. |! ૩૪-૩૯ ॥ તેમણે પ્રભુની સામે તેમની પાદુકાઓ મૂકી દીધી અને હાથ જોડીને ઊભા રહ્યા. નેત્રોમાંથી અશ્રુની ધારા વહી રહી હતી. ભગવાને પોતાના બન્ને હાથથી પકડીને ઘણી વાર સુધી ભરતજીને દયે લગાડી રાખ્યા. ભગવાનનાં નેત્રજળથી ભરત ભીંજાઈ ગયા. || ૪૦ ॥। ત્યાર પછી સીતાજી અને લક્ષ્મણજી સાથે ભગવાન શ્રીરામે ૧. પ્રત્યુદગતોન 1 ૨. શસન્િક | ૩. તન્મુર્આા 1 ૪. વ્ડહત્તમાઃ ! કક શ્રીમદભાગવત [અ૦૧૦ ધુન્વન્ત ઉત્તરાસક્ન્ પતિ વીક્ષ્ય ચિરાગતમ્ 1 ઉત્તરાઃ કોસલા માલ્યૈઃ કિરન્તો નનૃતુર્મુદા ॥ ૪૨॥ પાદુકે ભરતોડગૃહણાચ્ચામરવ્યજનોત્તમે ! વિભીષણઃ સસુગ્રીવઃ શ્વેતચ્છત્રં મરુત્સુતઃ 1 ૪૩॥ ધનુર્નિષદ્વાગ્છત્ુધ્વઃ સીતા તીર્થકમણડલુમ્ ! અબિભ્રદક્રદઃ ખડ્ગં હૈમં ચર્મ્્રાણ્ નૃપ 1૪૪॥ પુષ્પકરથોડન્વિતઃ૨ સીભિઃ સ્ત્યમાનશ બન્દિભિઃ ! વિરેજે ભગવાન્ રાજન્ ગ્રહેશ્વન્દ્ર ઇવોદિતઃ ॥૪૫॥। ભ્રાતૃભિર્નન્દિતઃસોડપિ સોત્સવાંપ્રાવિશત્યુરીમ્ ! પ્રવિશ્ય રાજભવનં શુરુપત્નીઃ2 સ્વમાતરમ્ ।૪૬॥। ગુરૂન્ વયસ્યાવરજાન્ પૂજિતઃ પ્રત્પપૂજયત્ | વૈદેહી લક્ષ્મણશ્વવ યથાવત્સમુપેથતુઃ ૪૭! પુત્રાન્સ્વમાતરસ્તાસ્તુ પ્રાણાંસ્તન્વ ઇવોત્થિતાઃ | મારોપ્યાડકેડભિષિગ્યન્યો બાખધૈર્વિજહુઃશુચઃ ॥ ૪૮॥ જટા નિર્મુચ્ય વિધિવત્કુલવૃટ્ધેઃ સમં ગુરુઃ | અભ્યપિગ્ચદ્યથૈવેન્દ્ંચતુ:સિન્ધુજલાદિભિઃ? ॥ ૪૯॥ એવં કૃતશિરઃસ્નાનઃ સુવાસાઃ સરગ્યલફ્કૃતઃ | સ્વલડકુતેઃસુવાસોભિર્ભાતૃભિર્ભાર્યયાબભૌ ॥ ૫૦॥ અગ્રહીદાસનં ભ્રાત્રા પ્રાણિપત્ય પ્રસાદિતઃ । પ્રજાઃ સ્વધર્મનિરતા વર્ણાશ્રમગુણાન્વેતાઃ ! જુગોપ પિતૃવદ્ રામો મેનિરે પિતરં ચ તમ્ 1 ૫૧॥। ત્રેતાયાં વર્તમાનાયાં કાલઃ કૃતસમોડભવત્ । શષે રાજનિ ધર્મજ્ઞે સર્વભૂતસુખાવહે | પર || બ્રાહ્મણે અને પુજનીય ગુરુજનોને વંદન કર્યા તથા સઘળા પ્રજાજનોએ મસ્તક નમાવી પ્રેમ સાથે ભગવાનના ચરણોમાં પ્રજ્યામ કર્યા, 1 ૪૧ તે સમવે ઉત્તરકોસલ દેશના રહેવાવાળા સમસ્ત પ્રજાજનો પોતાન સ્વામી ભગવાનને ઘણાં વર્ષો પછી આવેલા જોઈને પોતાના દુપટ્ટા હલાવી-હલાવીને પુષ્પોની જૃષ્ટે કરતાં આનંદવિભોર થઈનાચવા લાગ્યા. !। ૪ર ॥ ભરતજીએ ભગવાનનો પાદુકાઓ લીધી, વિભીપણે શ્રેષ્ઠ ચામર, સુગ્રીવે પંખો અને હનુમાનજીએ શ્રેતત છત્ર લીધું હતું. ॥૪૩ || પરીક્ષિત! શત્રુધ્નછીએ ધનુષ્ય અને તરક્સ, સીતાજીએતીર્થોનાં જળથી ભરેલું કમંડળ, અંગદે સોનાનું ખડ્ગ અને જાંબવંતજીએ ઢાલ લીધી. | ૪૪ || આ લોકો સાથે ભગવાન પુંષ્યક વિમાન પર આરૂઢ થઈ ગય, ચારે બાજુ યથથાસ્થાને સ્ત્રીઓ બેસી ગઈ,બંદીજનો સ્તુતિ કરતા હતા ત્યારે. પુષ્યક વિષાન પર ભગવાન શ્રીરામચંદ્રજી, ગ્રહોની સાથે. ચન્દ્રમાની જેમ શોભી રહ્યા હતા. | ૪૫ [ “_ આ પ્રમાશે ભગવાને ભાઈઓનું અભિનંદન સ્વીકારોને તેમની સાથે અયોધ્યાપુરીમાં પ્રવેશ કર્યો ત્યારે સંપૂર્ણ નગરી આનંદોત્સવથી પરિપૅર્ થઈ રહી હતી. રાજમહેલમાં પ્રવેશ કરીને તેમણે પોતાનાં માતા કૌશલ્વાજી, અન્ય માતાઓ, ગુરુજનો, બરાબરીના મિત્રો અને નાના મોટા બધાનું યથાયોગ્ય સમ્માન કર્યું તથા તેમના દ્વારા કરાયેલા સમ્માનનો સ્વીકાર કર્યો. શ્રીસીતાજી અને લક્ષ્મણજીએ પણ ભગવાનની સાથે-સાથે બધાના પ્રતિ યથાયોગ્ય વ્યવહાર કર્યો. | ૪૬- ૪૭ 1! તે સમયે જેમ મૃત ઘરીરમાં પ્રશ્લોનો સંચાર થઈ જાય તે જ રીતે માતાઓ પોતાના પુત્રોના આગમનથી હર્ષિત થઈ, ગયાં. તેમલે પુત્રોને પોતાના ખોળામાં બેસાડ્યા અને નેત્રોનાં, અશ્રુઓથી તેમનો અભિષેક કર્યો ત્યારે તેમનો બધો શોક નિવૃત્ત, થઈ ગ્યો. ॥ ૪૮ ॥ ત્યાર પછી વસિષ્ઠજીએ બોજા ગુરુજનો સાથે વિધિપૂર્વક ભગવાનની જટા ઉતરાવી અને બૃહસ્પતિએ જેવો ઇન્દ્રનો અભિષેક કર્યો હતો, તે જ પ્રમાણે ચારે સમુદ્રના જળવગેરેથી ભગવાન શ્રીરામચંદ્રજનો અભિષેકક્યો. । ૪૯ ॥ રાજ્યાભિષેકવખતે તીર્થોનાજળથી મસ્તક-સ્નાન કરીને, સુંદર વસ્ત્રો, પુષ્યમાળાઓ અને અલંકારો ધારણ કર્માં. બધ ભાઈઓ અને જાનકૌજીએ પણ સુંદર-સુંદર વસ્ત્ર અને અલંકારો ધારણ કર્યા. તેમની સાથે ભગવાન શ્રીરામ્દ્રજી અત્યંત શોભવા લાગ્યા. ॥ ૫૦ |! ભરતજીએ તેમન્તા ચરણોમાં પડીને તેમને. પ્રસન્ન કર્યા અને તેમના આગ્રહ કરવાથી ભગવાન શ્રીરામે સજ્યસિંહાસનનો સ્વીકાર કર્યા. યારપછી તેઓ પોત-પોતાના ધર્મમાં તત્પર તથા વર્ણાથ્રમના આચારને પાળનારી પ્રજાનું. પિતા સમાન પાલન કરવા લાગ્યા. તેમની પ્રજા પણ તેમને પોતાના પિતા જ માનતી હતી. || ૫૧ 11 પરીક્ષિત! જ્યારે સમસ્ત પ્રાણીઓને સુખ આપવાવાળા પરમ ધર્મજ ભગવાન 3, નગં શ૦ | ૨. તસ્્વો વૃતઃ | ૩. તપર્ત્ની । ૪. ચતુર્ભિઃ સાગરામ્ુબિઃ । અ૦ ૧૧] નવમો સ્કન્ધ 47 વનાનિ નઘો ગિરયો વર્ષાણિ હીપસિન્ધવઃ । સર્વે કામદુથા આસન્ પ્રજાનાં ભરતર્ષભ | ૫૩ નાધિવ્યાધિજરાગ્લાનિદુઃખશોકભયક્લમાઃ£ । મૃત્યુશ્ચાનિચ્છતાં નાસીદ્ રામે રાજન્યધોક્ષજે || ૫૪।। એકપત્નીવ્રતધરો રાજર્ષિચરિતઃ શુચિઃ । સ્વધર્મ ગૃહમેધીયં શિક્ષયત્ સ્વયમાચરત્ || પપ॥। પ્રેમ્ણાડનુવૃત્ત્યા શીલેન પ્રશ્રયાવનતા સતી ! ધિયા હ્વિયા ચ ભાવજ્ઞા ભર્તુઃ સીતાહરન્મનઃ || ૫૬! શ્રીરામ રાજા થયા ત્યારે હતો તો ત્રેતાયુગ, પરંતુ સત્યયુગ જેવું લાગતું હતું. ॥ પર ॥પરીક્ષિત!તે સમયે વનો,નદીઓ, પર્વતો, ભૂ-ખંડો,દીપો અને સમુદ્રબધાં જ પ્રજા માટેકામધેનુજેવાં સમસ્ત કામનાઓને પૂરી કરનારાં બની રહ્યાં હતાં. || ૫૩ ॥ ઇન્દ્રિયાતીત ભગવાન શ્રીરામચંદ્રજીના શાસન સમયે કોઈને માનસિકચિંતા અથવા શારીરિક રોગો થતા ન હતા. વૃદ્ધાવસ્થા, દુર્બળતા, દુઃખ-શોક, ભય અને થાક નામમાત્રનાં પણ ન હતાં. ત્યાં સુધી કે જે મરવા ઇચ્છતા ન હતા તેમનું મૃત્યુ પણ થતું ન હતું. |! પ૪ ભગવાન શ્રીરામ એકપત્નીવ્રતધારી હતા, તેમનું, ચરિત્ર અત્યંત પવિત્ર અને રાજર્ષિઓ જેવું હતું. તેઓ ગૃહસ્થોચિત સ્વધર્મનું શિક્ષણ આપવા માટે સ્વયં તે ધર્મનું આચરણ કરતા હતા. || ૫૫ || સતીશિરોમણિ સીતાજી પોતાના પતિના હૃદયના ભાવને જાણતાં હતાં. તેમણે પ્રેમથી, સેવાથી, શીલથી, અત્યંત વિનયથી તથા પોતાની બુદ્ધિ અને લજ્જા વગેરે ગુજ્રોથી પોતાના પત્તિ ભગવાન શ્રીરામચંદ્રજીનું મન જીતી લીધું હતું. ! ૫૬ ।। -્-ક્્— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં નવમસ્કન્ધે રામચરિતેચ દશમોડધ્યાયઃ || ૧૦॥ નવમા સ્કંધ-અંતર્ગત શ્રીરામચરિત્રમાંનો દસમો અધ્યાય સમાપ્ત.