પંદરમો અધ્યાય ત્રચીક, જમદગ્નિ અને પરશુરામજીનું ચરિત્ર કીયુક” હાય એલસ્ય ચોર્વશીગર્ભાત્ષડાસન્ઞાત્મજા નૃપ | આયુઃશ્રુતાયુઃ સત્યાયૂ રયોડથ વિજયો જયઃ ॥ ૧।। શ્રીશુકદેવજીએ કહ્યું - પરીક્ષિત! ઉર્વશીના ગર્ભથી પુરૂરવાના છ પુત્રો થયા - આયુ, શ્રુતાયુ, સત્યાયુ, રય, વિજય અને જય. |૧ ॥ ૧. વિલ્યોક્ય | ૨. દેવેશ ! ૩. પ્રાચીન ગ્રતમાં આના પહેલાં ‘સોમવંશે’ એટલો પાઠ વધુ છે ! ૪. બાદરાયખ્રિસ્વાચ ! અ૦૧૫] નવમો સ્કન્ધ 81 શ્રુતાયોર્વસુમાન્ પુત્રઃ સત્યાયોશ્ચ શ્રુતગ્જયઃ | રયસ્ય સુત એકશ્ચ જયસ્ય તનયોડમિતઃ | ૨|। ભીમસ્તુ વિજયસ્યાથ કાગ્ચનો હોત્રકસ્તતઃ । તસ્યજહુઃ સુતો ગદ્ઞાં ગણડૂષીકૃત્ય યોડપિબત્ | જહ્રોસ્તુ પૂરુસ્તત્પુત્રો બલાકશ્ચાત્મજોડજકઃ || ૩।। તતઃ કુશઃ કુશસ્યાપિ કુશામ્બુસ્તનયો’ વસુઃ ! ડુંશનાભશ્ચ ચત્વારો ગાધિરાસીત્કુશામ્બુજઃ ।। ૪।। તસ્ય સત્યવતી કન્યામૃચીકોડયાચત દ્વિજઃ । વરં વિસદૅશં મત્વા ગાધિર્ભાર્ગવમબ્રવીત્ ॥ ૫॥ એકતઃ શ્થામકર્ણાનાં હયાનાં ચન્દ્રવર્ચસામ્ ! સહસ દીયતાં શુર્લ્ક કન્યાયાઃ કુશિકા વયમ્ || ૬।। ઇત્યુક્તસ્તન્મતં જ્ઞાત્વા ગતઃ સ વરુણાન્તિકમ્ | આતીય દત્ત્વા તાનશ્ચાનુપયેમે વરાનનામ્ || ૭।। સત્રષિઃપ્રાર્ધિતઃપત્ન્યા શ્શ્રવા ચાપત્યકામ્યયા | શ્રપયિત્વોભયૈર્મન્વૈશ્રરું સ્નાતું ગતો મુનિઃ | ૮॥ તાવત્સત્યવતી માત્રા સ્વચરું* યાચિતા સતી | શ્રેષ્ઠ મત્વા તયાડયચ્છન્માત્રે* માતુરદત્સ્વયમ્ | ૯ તદ્ વિજ્ઞાય મુનિઃપ્રાહ પત્ની કષ્ટમકારષીઃ | થોરો દણ્ડધરઃ પુત્રો ભ્રાતા તે બ્રહ્મવિત્તમઃ || ૧૦॥ પ્રસાદિતઃ સત્યવત્યા મૈવં ભૂદિતિ ભાર્ગવઃ । અથતર્હિ ભવેત્પૌત્રો જમદગ્નિસ્તતોડભવત્ || ૧૧ || સા ચાભૂત્સુમહાપુણ્યા કૌશિકી લોકપાવની । રેણોઃ સુતાં રેણુકાં વૈજમદગ્નિરુવાહ યામ્ 1૧૨! શ્રુતાયુનો પુત્ર વસુમાન્ હતો, સત્યાયુનો શ્રુતંજય, ર્યનો એક નામનો તથા જયનો અમિત. || ર || વિજયનો. ભીમ, ભીમનો કાંચન, કાંચનનો હોત્ર અને હોત્રનો પુત્ર હતો જહુ - આ જહુ તે જ હતા, જેઓ ગંગાજીને પોતાની અંજુલિમાં લઈને પી ગયા હતા. જહુનો પુત્ર હતો પૂરુ, પૂરુનો બલાક અને બલાકનો અજક. || ૩ ॥ અજકનો કુશ હતો. કુશના ચાર પુત્રો હતા - કુશાંબુ, તનય, વસુ અને કુશનાભ. આમનામાં કુશાંબુના પુત્ર ગાધિ થયા. |! ૪ ॥ પરીક્ષિત! ગાધિની કન્યાનું નામ સત્યવતી હતું. ત્રચીક ત્દષિએ ગાધિ પાસે તેમની કન્યાની માગણી કરી, ગાધિએ તેમને તેમની કન્યાને યોગ્ય ન માનીને ત્દચીકને કહ્યું - 1૫ ।| “મુનિવર! અમે લોકો કુશિક-વંશના છીએ. અમારી કન્યા મળવી મુશ્કેલ છે. તેથી તમે એક હજાર એવા ઘોડા લાવીને મને કીમતરૂપે આપો, કે જેમનું પૂરું શરીર તો શ્વેત હોય પરંતુ તેમનો એક-એક કાન શ્યામવર્ણનો હોય.’ | ૬ || જ્યારે ગાધિએ આવી વાત કહી ત્યારે શચીક મુનિ તેમનો આશય સમજી ગયા અને વરુણ પાસે જઈને તેવા જ ઘોડા લઈ આવ્યા અને તે ગાધિને આપીને તેમની કન્યા સત્યવતી સાથે લગ્ન કરી લીધાં. | ૭ || એક્વાર મહર્ષિ ચીક પાસે તેમની પત્ની અને સાસુ બન્નેએ પુત્રપ્રાપ્તિ માટે પ્રાર્થના કરી. મહર્ષિ શ્રચીકે તેમની પ્રાર્થના સ્વીકારીને બન્ને માટે અલગ-અલગ મંત્રોથી થરુ સિદ્ધ કર્યો અને સ્નાન કરવા ચાલ્યા ગયા. || ૮ ॥ શ્રષિએ તેમની પત્ની માટે શ્રેષ્ઠ ચરુ સિદ્ધ કર્યો હશે એવું સમજીને સત્યવતીના માએ તે ચરુ સત્યવતી પાસેથી માંગી લીધો. [સત્યવતીએ પોતાનો ચરુ તો માને આપી દીધો અને માનો ચરુ તે પોતે ખાઈ ગઈ. || ૯ ॥ જ્યારે ત્રદચીક મુનિને આ વાતની ખબર પડી ત્યારે તેમણે સત્યવતીને કહ્યું, ‘તેં ભારે અનર્થ કરી નાખ્યો. હવે તારો પુત્ર તો લોકોને દંડ દેનારો અને ધોર પ્રકૃતિનો થશે અને તારો ભાઈ એક બ્રહ્મવેત્તા થશે.’ 1 ૧૦ ॥ સત્યવતીએ ત્રદચીક મુનિને પ્રસન્ન કરીને ગ્રાર્થના કરી કે, “સ્વામી! આમ ન થવું જોઈએ.’ ત્યારે તેમલે કહ્યું - “સારું. પુત્રના બદલે તારો પૌત્ર તેવો (ધોર પ્રકૃતિનો) થશે.’ સમય પર સત્યવતીના ગર્ભથી જમદગ્નિનો જન્મ થયો. ॥ ૧૧ ॥ સત્યવતી સમસ્ત લોકોને પવિત્ર કરનાર પરમ પુશ્ધમયી ‘કૌશિકી’ નદી બની ગઈ. રેલુત્રપિની કન્યા રેશુકા સાથે જમદગ્નિ ગ્દષિએ લગ્ન કર્યાં. || ૧૨ || ૧. કૃશામ્યુર્મૂતયો । ૨. સા ચરું | ૩. તુ સા યક! 62 શ્રીમદભાગવત. [અ૦૧૫ તસ્યાં વૈ ભાર્ગવગ્્રપેઃ સુતા વસુમદાદયઃ | યૅવીયાગ્જજ્ઞ એતેષાં રામ ઇત્યભિવિશ્રુતઃ ॥ ૧૩॥॥ યમાહુર્વાસુદેવાંશં હૈહયાનાં કુલાન્તકમ્ | ત્રિઃસસકૃત્વો ય ઇમાં ચક્રેનિક્ષત્રિયાં મહીમ્ || ૧૪॥ દુષ્ટં ક્ષત્રં ભુવો ભારમબ્રહ્મણ્યમનીનશત્5 | રજસ્તમોવૃતમહન્ફલ્ગુન્યપપિ કૃતેંડહસિ | ૧૫॥ ચજોવાચ કિં તદંહો ભગવતો રાજન્યૈરજિતાત્મભિઃ | કૃતં યેન કુલં નષ્ટં ક્ષત્રિયાણામભીક્ષ્ણશઃ || ૧૬।। કંશુ#ર કરચ હૈહયાનામધિપતિર્જુનઃ ક્ષત્રિયર્ષભઃ | દત્તં નારાયણસ્યાંશમારાધ્ય પરિકર્મભિઃ | ૧૭।। બાહુન્5 દશશતં લેભે દુર્ધર્ષત્વમરાતિષુ | અવ્યાહતેન્દ્રિયૌજઃશ્રીતેજોવીર્યયશોબલમૂર્ટ ॥ ૧૮॥ યોગેશ્વરત્વમૈશ્વર્ય ગુણા યત્રાણિમાદયઃ | ચથારાવ્યાહતગતિર્લોકેષુ પવનો યથા | ૧૯! શીરત્નૈશવૃતઃ ક્રીડન્ રેવામ્ભસિ મદોત્કટઃ | વૈજયત્તીં સજં બિભ્રદ્ રુરોધ સરિતં ભુજૈઃ ॥ ૨૦॥ વિપ્લાવિતં સ્વશિબિરં પ્રતિસ્રોતઃસરિજ્જલૈઃ । નામૃષ્યત્તસ્ય તદ્ વીર્ય વીરમાની દશાનનઃ || ૨૧।। ગૃહીતો લીલયા સ્રીણાં સમક્ષ કૃતકિલ્બિષઃ । માહિષ્મત્યાં સંનિરુદ્ધો મુક્તો યેન કપિર્યથા ૨૨! રેલુકાના ગર્ભથી જમદગ્નિ ષિના વસુમાન વગેરે ઘણા પુત્રો થયા. તેમનામાં પરશુરામજી સૌથી નાના હતા. તેમની કોર્તિ સંપૂર્ણ સંસારમાં પ્રસિદ્ધ છે. !! ૧૩ |! કહે છે કે, હેહયવંશનો અંત કરવા માટે સ્વયં ભગવાને જ પરશુરામના રૂપમાં અંશાવતાર લીધો હતો. તેમજે આ પૃથ્વીને અકવીસ વાર નિક્ત્રિય કરી હતી. ॥। ૧૪ ॥ જોકે કત્રિયોનો અપરાધ તો થોડો હતો, પરંતુ તેઓ બ્રાહ્મજ્ો સાથે વેર રાખતા હતા અને સ્વભાવે દુષ્ટ, બ્રાહ્મણોના અભક્ત, રજોગુણી અને ખાસ કરીને તમોગુણી બની ગયા હતા. આ જ કારણે તેઓ પૃથ્વીને ભારરૂપ બનીગયા હતા અને એના ફળસ્વરૂપે ભગવાન પરશુરામે તેમનો નાશ કરીને પૃથ્વીનો ભાર ઉતારી દીધો. || ૧૫ ॥। 7, રાજાપરીક્ષિતે પૂછયું - ભગવન! ખરેખર એ સમયના ક્ષત્રિયો વિષયલોલુપ થઈ ગયા હતા; પરંતુ તેમણે પરશુરામજીનો એવો કયો અપરાધ કરી નાંખ્યો, જેના કારણે. તેમણે વારંવાર ક્ષત્રિયોના વંશનો સંહાર કર્યો? ૧૬ || શ્રીશુકદેવજી કહેવા લાગ્યા - પરીક્ષિત! તે સમયમાં. હૈહયવંશનો અષિપતિ અર્જુન હતો. તે એક શ્રેષ્ઠ ક્ષત્રિય હતો. તેશે અનેક પ્રકારની સેવા-શુશ્રૂષા કરીને ભગવાન નારાયણના અંશાવતાર દત્તાત્રેયજીને પ્રસન્ન કરી લીધા અને તેમની પાસે એક હજાર ભુજાઓ તથા કોઈ પણ શત્રુ યુદ્ધમાં પરાજિત કરી ન શકે એવું વરદાન પ્રાપ્ત કરી લીધું. સાથે- સાથે ઇ્દ્રિયોમાં અપાર બળ, અતુલ સંપત્તિ, તેજસ્વિતા, વીરતા, કીર્તિ અને શારીરિક બળ પણ તેણે દત્તાત્રેય ભગવાનની કૃપાથી પ્રાપ્ત કરી લીધાં હતાં. । ૧૭-૧૮ || તે યોગેશ્વર બની ગયો હતો. તેનામાં એવું એશ્ર્ય હતું કે તે સૂક્મથી સૃકમ, સ્થૂળથી સ્થૂળ રૂપ ધારણ કરી લેતો હતો. બધી સિદ્ધિઓ તેને પ્રાપ્ત હતી. તે સંસારમાં વાયુની જેમ વિના અવરોધ વિચરતો હતો. ||૧૯ || એકવાર ગળામાં વૈજુષંતી માળા પહેરીને સહસબાહુ અર્જુન ઘણી-બધી સુંદરીઓ સાથે નર્મદા નદીમાં જલ-વેહાર કરી રહ્યો હતો. તે સમયે મદમસ્ત સહસબાહુએ પોતાની ભુજાઓથી નદીનો પ્રવાહ રોકી લીધો. ॥ ૨૦ ।। દશમુખ રાવણની છાવણી પણ ત્યાં ક્યાંક પાસે જ હતી. નદીનો પ્રવાહ ઉલટો વહેવા લાગ્યો જેથી રાવણની છાવણી ડૂબવા લાગી, રાવણ પોતાને બહુ મોટો બળવાન તો માનતો જ હતો, તેથી સહસબાહુનું આ. પરાક્રમ તે સાંખી શક્યો નહિ. 1૨૧ || જ્યારે રાવણ સહસબાહુ પાસે જઈને ગમે તેમ બોલવા લાગ્યો, ત્યારે સહસબાહુએ સ્ત્રીઓની સામે જ સહજતાથી રાવણને પકડી લીધો અને પોતાની રાજધાની માહિષ્મતીમાં લઈ જઈને વાંદરાની જેમ પુરી દીધો. પાછળથી પુલસ્ત્યજીના કહેવાથી ૧. ત્મુપાહરત્ | ૨. બાદરાયબ્રિસુવાગ ! ૩. બાહોર્દશન । ૪. ન્યશોડતુલમ્ ! અ૦૧૫] નવમો સ્કન્ધ 63 સએકદા તુ મૃગયાં વિચરન્ વિપિનેપ વને । યદંચ્છયાડડશ્રમપદં જમદગ્નેરુપાવિશત્ || ૨૩॥ તસ્મૈ સ નરદેવાય મુનિરર્હણમાહરત્ | સસૈન્યામાત્યવાહાય હવિષ્મત્યા તપોધનઃ ॥ ર૪॥। સચ્વીરસત્રતદ્ દેષ્વા આત્મૈશ્ચર્યાતિશાયનમ્ । તન્ઞાદ્રિયતાગ્નિહોત્ર્યાં સાભિલાષઃ સ હૈહયઃ ।। ર૫।! હવિર્ધાનીમૃષેર્ટર્ષાજ્નરાન્ હર્તુમચોદયત્ ! તેશ માહિષ્મતી નિન્યુઃ સવત્સાં કન્દતીંબલાત્ ॥ ૨૬1! અથ રાજનિ નિર્યાતે રામ આશ્રમ આગતઃ | શ્રુત્વા તત્” તસ્ય દૌરાત્મ્યંચુકોધાહિરિવાહતઃ ॥ ૨૭॥ ઘોરમાદાયર્” પરશું સતૃણં ચર્મ કાર્મુકમ્ । અન્વધાવત દુર્ધ્પો* મૃગેન્દ્ર ઇવ યૂથપમ્ | ર૮।। તમાપતતન્તં ભૃગુવર્યમોજસા ધનુર્ધરં બાણપરશ્ચધાયુધમ્ | એણેયચર્મામ્બરમર્કધામભિ- ર્યુંતું જટાભિર્દટશે પુરીં વિશન્ || ૨૯॥ અચોદયદ્ધસ્તિરથાશ્રપત્તિભિ- ર્ગંદાસિબાણાર્ષ્ટિશતધ્તિશક્તિભિઃ । અક્ષૌહિણીઃ સપ્તદશાતિભીષણા- સ્તા રામ એકો ભગવાનસૂદયત્ | ૩૦॥ પ્રહરત્પરશ્ચધો પરચક્રસૂદનઃ | યતોડસૌ મનોડનિલૌજાઃ તતસ્તતશિછિન્નભુજોરુકન્ધરા નિપેતુરુ્વ્યા હતસૂતવાહનાઃ || ૩૧ યતો તેમણે રાવણને છોડી દીધો. || ર૨ | એક દિવસ સહસબાહુ અર્જુન શિકાર કરવા માટે વિશાળ અને ઘોર જંગલમાં તીકળી ગયો. દૈવવશ તે જમદગ્નિ મુનિના આશ્રમ પર જઈ પહોંચ્યો. ॥ ૨૩ || પરમ તપસ્વી જમદગ્નિ મુનિના આશ્રમમાં કામધેનુ રહેતી હતી. કામધૈનુના પ્રભાવથી જમદગ્નિ મુનિએ સેના, મંત્રીઓ અને. વાહનો સાથે આવેલા હૈહયાધિપતિનો ભારે આદર-સત્કાર કર્યો. 1૨૪ || વીર હૈહયાધિપતિએ જોયું કે, જમદગ્નિ મુનિનું એશ્વર્ય તો મારાથી પણ ચઢિયાતું છે. તેથી મુનિના સ્વાગત સત્કારને આદર ન આપતાં કામધેનુને લઈ લેવાનો મનસૂબો કર્યો. !! ૨૫ ।। તેશે અભિમાનવશ જમદગ્નિ મુનિ પાસે માગ્યા વિના જ, પોતાના સેવકોને આજ્ઞા કરી કે, કામધેનુને આંચકીને સાથે લઈ ચાલો. તેની આજ્ઞાથી તેના સેવકો વાછરડા સાથે “બાં-બાં’ ભાંભરતી કામધેનુને બળપૂર્વક માહિષ્મતી પુરી લઈ ચાલ્યા. |! ૨૬ |! જ્યારે તે બધા ચાલ્યા ગયા, ત્યારે પરશુરામજી આશ્રમ પર આવ્યા અને તેની દુષ્ટતાના સમાચાર સાંભળી લાત મારેલા સર્પની માફક કોપી ઊઠ્યા. ॥ ૨૭ || તેઓ પોતાની ભયંકર ફરશી, તરકસ, ઢાલ અને ધનુષ્ય લઈને અત્યંત વેગથી વિકરાળ સિંહ જેમ મહાન હાથીની પાછળ દોડે તેમ તેની પાછળ દોડયા. || ૨૮ |! સહસબાહુ અર્જુન હજી પોતાના નગરમાં પ્રવેશ જ કરી રહ્યો હતો કે તેણે જોયું, પરશુરામજી મહારાજ અત્યંત વેગથી તેની તરફ આવી રહ્યા છે, તે દશ્ય બહુ જ વિલક્ષણ હતું. તેમશ્રે હાથમાં ધનુષ્યબાણ અને ફરસી ધારણ કરેલાં હતાં, શરીર પર કાળું મૃગચર્મ ધારણ કરેલું હતું અને તેમની જટા સૂર્યના કિરણની જેમ પ્રકાશિત થઈ રહી હતી. || ૨૯ || તેમને જોતાં જ સહસબાડુએ ગદા, ખડ્ગ, બાણ, ત્દષ્ટિ, શતધ્ની અને શક્તિ વગેરે આયુધોથી સજાવેલી અને હાથી, ઘોડા, રથ તથા પાયદળ સાથે અતિ ભયંકર સત્તર અક્ષીહિણી સેના મોકલી. ભગવાન પરશુરામે અનાયાસે જ એકલા હાથે તે સંપૂર્ણ સેનાનો સંહાર કરી નાખ્યો. ॥ ૩૦ || ભગવાન પરશુરામજીની ગતિ મન અને વાયુ જેવી હતી. બસ, તેઓ શત્રુસેનાનો સંહાર કરતા જ જઈ રહ્યા હતા. જ્યાં-જ્યાં તેઓ પોતાની ફરસીનો પ્રહાર કરતા ત્યાં-ત્યાં સારથિ અને વાહનો સાથે, મોટા-મોટા વીરોની ભુજાઓ અને ખભા કપાઈ- કપાઈને પૃથ્વી પર પડી રહ્યા હતા. । ૩૧ |! ૧. વિજને | ૨. સ શૈશ્રર્ય તુ તદ્! ૩. સ તસ્ય | ૪. પરશું ઘોરમાદાય સ ક્ષભહર્મકાર્મુકમ્ | પ. દુર્મપો । [અ૦ ૧૫ 64 શ્રીમદભાગવત દષ્ટ્વા સ્વસૈન્યં રુધિરૌઘકર્દમે રણાજિરે રામકુઠારસાયકેઃ | વિવૃક્ણચર્મધ્વજચાપવિગ્રહ નિપાતિતં હૈહય આપતદ્ રુષા 1૩ર॥| અથાર્જુનઃ પગ્યશતેષુ બાહુભિ- ધનુ: બાણાન્ યુગપત્સ સન્દધે | શમાય શમોલસ્ત્રભૃતાં સમગ્રણી- સ્તાન્યેકધન્વેષુભિરાચ્છિનત્’ સમમ્ || ૩૩॥ પુનઃ સ્વહસ્તૈરચલાન્ મૃધેડડદ્રિપા- નુત્કષિપ્ય વેગાદભિધાવતો યુધિ* । ભુજાન્ કુઠારેણ કઠોરનેમિના ચિચ્છેદ રામઃ પ્રસભં ત્વહેરિવ || ૩૪॥ કૃુંતબાહોઃ શિરસ્તસ્ય ગિરેઃ કૃક્ષરમિવાહરત્ | હંતે પિતરિ તત્યુત્રા અયુતં દુઠ્વુર્ભયાત્ || ૩૫॥ આગ્નિશોત્રીમુપાવર્ત્ય સવત્સાં પરવીરહા સમુપેત્યાશ્રમં પિત્રે પરિક્લિષ્ટાં સમર્ષયત્ ! ૩૬! સ્વકર્મ તત્કૃતં રામઃ પિત્રે બ્રાતૃભ્ય એવ ચ |! વર્ણયામાસ તચ્છુત્વા જમદગ્નિરભાષત || ૩૭॥ રામરામ મહાબાહો ભવાન્પાપમકારષીત્ | અવધોન્નરદેવં યત્સર્વદેવમયં વૃથા | ૩૮॥ વયં હિ બ્રાહ્મણાસ્તાત ક્ષમયાર્હણતાં ગતાઃ ! યયા લોકગુરુર્દેવઃ પારમેષ્ક્ચમગાત્પદમ્ || ૩્લા ક્ષમયા રોચતે લક્મીર્બ્રાહ્ી સૌરી યથા પ્રભા | ક્ષમિણામાશુ ભગવાંસ્તુષ્યતે હરિરીશ્વરઃ || ૪૦।। હૈહયાધિપતિ અર્જુને જોયું કે મારી સેનાના સૈનિકો, તેમનાં ધનુષ્ઘ, ધજાઓ અને ઢાલો ભગવાન પરશુરામનાં કરસી અને બાણોથી સતત રીતે કપાઈને લોહીથી લથપથ રશ્રભૂમિમાં પડી ગયાં છે, ત્યારે તેને અત્યંત કોધ આવ્યો અને તે સ્વર્ષ યુદ્ધ કરવા માટે આવી ઊભો. ।। ૩૨ ॥ તેણે એક સાથે પોતાની એક હજાર ભુજાઓથી પાંચસો ધનુષ્ય પર બાણ ચઢાવ્યાં અને પરશુરામજી ઉપર છોડમાં, પરંતુ પરશુરામજી તો સમસ્ત શસ્ત્રધારીઓના શિરોમણિ છે. તેમણે પોતાના એક ધનુષ્ય પર છોડેલાં બાણોથી એકી સાથે બધાંને કાપી નાંખ્યાં. 1૩૩ ॥ હવે હૈહયાધિપતિ પોતાના હાથથી પર્વતો અને વૃક્ષો ઉખાડીને ખૂબ વેગથી યુદ્ધભૂમિમાં પરશુરામજી તરફ દોડ્યો. પરંતુ પરશુરામજીએ પોતાની તીક્ત્ર ધારવાળી ફરસીથી ખૂબ જ સ્ફૂર્તિ સાથે તેની સર્પો જેવી ભુજાઓ કાપી નાખી || ૩૪ ॥ જ્યારે તેની ભુજાઓ કપાઈ ગઈ ત્યારે તેમણે પર્વતના શિખરની જેમ તેનું ઊંચું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. પિતાના મરી જવાથી તેના દશ હજાર પુત્રો ભયભીત થઈને ભાગી ગયા. ॥૩૫ |! પરીક્ષિત! વિપક્ષી વીરોના સંહારક પરશુરામજીએ વાછડા સાથે કામધેનુ પાછી મેળવી લીધી. કામધેનુ અત્યંત, દુઃખી થઈ રહી હતી. તેમણે તેને આશ્રમ પર લાવીને પિતાજીને સોંપી દીધી. 1૩૬ || અને માહિષ્મતીમાં સહસબાહુ સાથે તથા પોતે જે યુદ્ધકર્મ કર્યું તે પોતાના પિતાને અને ભાઈઓને કહી સંભળાવ્યું, બધું સાંભળીને જમદગ્નિ મુનિએ કહ્યું - ૩૭ |! “અરે… રે પરશુરામ! તેં મોટું પાપ કર્યું છે. રામ, રમ! તું મહાન વીર છે, પરંતુ સર્વદેવમય રાજાનો તેં વ્યર્થ નાશ કર્યો, 1૩૮ ॥ બેટા! આપણે બ્રાહ્મણ છીએ. ક્ષમાના પ્રભાવથી જ આપણે સંસારમાં પૂજનીય બન્યા છીએ. બીજું તો શું કહું, આપણા સૌના દાદા બ્રહ્માજી પણ ક્ષમાના બળથી જ બ્રહ્મપદને ત્રાપ્ત થયા છે. || ૩૯ ॥ બ્રાહ્મણોની શોભા ક્ષમા દ્વારા જ સૂર્યની પ્રભા જેવી પ્રકાશે છે. સર્વશક્તિમાન ભગવાન શ્રીહરિ પણ ક્ષમા ધરાવનારાઓ ઉપર જ શીધ્ર પ્રસન્ન થાય છે. ॥ ૪૦ || ૧. વરચ્છિનત્કરાત્ । ૨. મૃધે ! ર અ૦ ૧૬] નવમો સ્કન્ધ 85 રજ્ઞોમૂર્ધાભિષિક્તસ્ય વધો બ્રહ્મવધાદ્ગુરુઃ ! તીર્થસંસેવયા ચાંહો જહ્યક્ઞાચ્યુતચેતનઃ | ૪૧।। બેટા! સાર્વભૌમ રાજાનો વધ બ્રહ્મહત્યાથી પણ અધિક છે. માટે ભગવાનમાં મન પરોવીને તીર્થસેવન કરી એ પાપનો નાશ કર.’ 1૪૧ ઈતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયાં નવમસ્કન્ધે પગ્યદશોડધ્યાયઃ’ ।। ૧૫।॥ નવમા સ્કંધ-અંતર્ગત પંદરમો અધ્યાય સમાપ્ત.
ત્રચીક, જમદગ્નિ અને પરશુરામજીનું ચરિત્ર કીયુક” હાય એલસ્ય ચોર્વશીગર્ભાત્ષડાસન્ઞાત્મજા નૃપ | આયુઃશ્રુતાયુઃ સત્યાયૂ રયોડથ વિજયો જયઃ ॥ ૧।।
પરશુરામજીએ કરેલો ક્ષત્રિય-સંહાર અને વિશ્વામિત્રજીના વંશની કથા શહુક ઉગા૨ પિત્રોપશિક્ષિતો રામસ્તથેતિ કુરુનન્દન | સંવત્સરંતીર્થયાત્રાંચ ચરિત્વાડડશ્રમમાવ્ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.