અઢારમો અધ્યાય થયાતિ-ચરિત્ર કશુક ઉવાચ યતિર્યયાતિઃ પસંયાતિરાયતિર્વિયતિઃ કૃતિઃ | ષડિમે નહુષસ્યાસત્ઞિન્દ્રિયાણીવ દેહિનઃ ॥૧॥ રાજ્યંનૈચ્છદ્યતિઃ પિત્રા દત્ત તત્પરિણામવિત્ | યત્ર પ્રવિષ્ટઃ પુરુષ આત્માનં નાવબુધ્યતે || ૨॥ પિતરિભ્રંશિતે સ્થાનાદિન્દ્રાણ્યા ધર્ષણાદ્દિજૈઃ પ્રાપિતેડજગરત્વં વૈ યયાતિરભવશૃપઃ | ૩॥। ચતસૃષ્વાદિશદદ દિક્ષુ ભ્રાતૃન્૨ ભ્રાતા યવીયસઃ કૃતદારો જુગોપો્વીં કાવ્યસ્ય વૃષપર્વણઃ ૪॥ ચજોવાચ બ્રહ્મર્પિ્ભગવાન્ કાવ્યઃ ક્ષત્રબન્ધુશ્ચ નાહુષઃ રાજન્યવિપ્રયોઃ કસ્માદ્ વિવાહઃ પ્રતિલોમકઃ | ૫॥। શુક ઉવાચ એકદા દાનવેન્દ્રસ્ય શર્મિષ્ઠા નામ કન્યકા | સખીસહસસંયુક્તા ગુરુપુત્યા ચ ભામિની ॥ ૬॥ દેવયાન્યા પુરોઘાને પુષ્પિતદ્ુમસડકુલે । વ્યચરત્કલગીતાલિનલિનીપુલિનેડબલા ॥૭॥ તા જલાશયમાસાદ્ય કન્યાઃ કમલલોચનાઃ | તીરે ન્યસ્ય દુકૂલાનિ વિજહુઃ સિગ્ચતીર્મિથઃ || ૮।। શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! જેમ શરીરધારીઓને છ ઇન્દ્રિયો હોય છે, એ જ રીતે નહુષને છ પુત્રો હતા. તેમનાં નામ હતાં - યતિ, યયાતિ, સંયાતિ, આયતિ, વિયતિ અને કૃતિ. ॥ ૧ || નહુષ પોતાના મોટા પુત્ર યતિને રાજ્ય આપવા ઇચ્છતા હતા. પરંતુ તેણે સ્વીકાર ન કર્યો; કારણ કે, તે રાજ્યના પરિણામને જાણતા હતા. રાજ્ય એક એવી વસ્તુ છે કે જે તેના દાવ-પેચ અને વ્યવસ્થા વગેરેમાં ઊંડો ઊતરી જાય છે, તે પોતાના આત્મસ્વરૂપને જાણી શકતો નથી. || ૨ | જ્યારે ઇન્દ્રપત્ની શથી સાથે સહવાસ કરવાની ચેષ્ય કરવાને કારણે નહુપને બ્રાહ્મણોએ ઇન્દ્રપદથી બ્રષ્ટ કરી દીધો અને શાપ આપીને તેને અજગર બનાવી દીધો; ત્યારે તેના બીજા પુત્ર યયાતિ રાજા થયા. | ૩ || યયાતિએ પોતાના ચાર નાના ભાઈઓને ચાર દિશાઓમાં નિયુક્ત કરી દીધા અને પોતે શુકાચાર્યની પુત્રી દેવયાની અને દૈત્યરાજ વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા સાથે લગ્ન કરી પૃથ્વીની રક્ષા કરવા લાગ્યા. 1૪ || રાજા પરીક્ષિતે પૂછયું - ભગવન્! ભગવાન શુકાચાર્યજ તો બ્રાહ્મણ હતા અને યયાતિ ક્ષત્રિય. પછી બ્રાહ્મણ કન્યા અને ક્ષત્રિય વરનો પ્રતિલોમ (ઉલટો) વિવાહ કઈ રીતે થયો? ૫ ॥ શ્રીશુકદેવજીએ કહ્યું - રાજન્! દાનવરાજ વૃષપર્વાની એક અભિમાની કન્યા હતી. તેનું નામ હતું શર્મિષ્ઠા. તે એક દિવસ પોતાની ગુરુપુત્રી દેવયાની અને બીજી હજારો સખીઓ સાથે રાજધાનીના શ્રેષ્ઠ ઉપવનમાં ફરવા ગઈ. તે ઉપવનમાં સુંદર-સુંદર પુષ્યોથી લચી રહેલાં પુષ્કળ વૃક્ષો હતાં. તે ઉપવનમાં એક બહુ સુંદર સરોવર હતું. સરોવરમાં કમળ ખીલ્યાં હતાં અને ભ્રમરો ગુંજન કરી રહ્યા હતા. || ૬-૭ 1! જળાશય પાસે પહોંચીને તે સુંદર કન્યાઓ ઘાટ ઉપર વસ્ત્રો મૂકી પરસ્પર જળ છાંટતી રહીને જળક્રીડા કરવા લાગી. ૮ ॥ ૨. કરાયાતિ૦ ! ૨. ભ્રાતા ભ્રાતૃન્ મલીક ! 72 શ્રીમદભાગવત [૪૦૧૮ વીક્ય દ્રજન્તં ગિરિશ સહ દેવ્યા વૃષસ્થિતમ્ | સહસોત્તીર્ય વાસાંસિ પર્યધુરવ્રીડિતાઃ’ સ્િયઃ 1૯! શર્મિષ્ઠાડજાનતી વાસો ગુરુપુતર્યાઃ સમવ્યયત્ ! સ્વીર્ય મત્વા પ્રકુપિતા દેવયાનીદમબ્રવીત્ | ૧૦।। અહોનિરોક્યતામસ્યાદાસ્યાઃકર્મદ્રસામ્પ્રતમ્ર | અરમ્દ્ધાર્ય ધૃતવતી શુનીવ હવિરધ્વરે 1૧૧ | પૈરિદં તપસા સૃષ્ટં મુખં પુંસઃ પરસ્ય યે 1 ધાર્યતે પૈરિહ જ્યોતિ: શિવઃ પન્થાશ્ દર્શિતઃ ॥ ૧૨ યાન્વન્દન્સ્યુપતિષ્ઠનતે લોકનાથાઃ સુરેશ્રરાઃ | ભગવાર્તાપે વિશ્વાત્મા યાવનઃ શ્રીનિકેતતતઃ ।। ૧૩॥। વષંતત્રાંપે ભૃગવઃ શિષ્યોડસ્થ નઃપિતાડસુરઃ । અસ્મદ્ધાર્ય જૃતવતી શૂદ્રો વેદમિવાસતી । ૧૪॥ એવં શપત્તીં શર્ચિષ્ઠા ગુરુપુત્રીમભાષત | રખા શ્રસનત્યુરક્વીવ ધર્ષિતા દષ્ટદચ્છદા ॥ ૧૫॥ આત્મવૃત્તમવિજ્ઞાવ કત્થસે બહુ ભિક્ષુકિ | કિંનપ્રતીક્સેડસ્માકંગૃહાન્બલિભુજો યથા ॥ ૧ ૬॥ એવંવિધૈઃ સુપરુપૈઃ શિષ્ત્તાડડચાર્યસુતાં સતીમ્ | શર્મિષ્ઠાપ્રાક્ષિપતકૂપે વાસ આદાય મન્યુના ॥ ૧૭1। તસ્યાં ગતાયાં સ્વગૃરહે યયાતિર્મગયાં ચરત્ પ્રાપ્ત યદંચ્છયા કૂપે જલાર્થી તાં દદર્શ હ ॥ ૧૮1 દત્ત્વા સ્વમુત્તડ વાસસ્તસ્ચૈ રાજા વિવાસસે । ગૃહીત્વા પાણિનાપાણિમુજ્જહાર દયાપર: । ૧૯ તે સમવે ત્યાંથી પાર્વતીજીની સાથે નંદી પર બેઠેલા ભગવાન શંકર ત્યાં આવી ચહ્યા. તેમને જોઈને બધી કન્યાઓ શરમાઈ ગઈ અને તેમણે જલદી-જલદી સરોવરમાંથી નીકળીને પોત-પોતાનાં વસ્ત્રો પહેરી લીધાં, ।। હ ! ઉતાવળને લીધે શર્મિષ્ઠાએ અજાશતાં દેવ્યાનીનાં વસ્ત્રોને પોતાનાં સમજીને પહેરી લૌધાં. એટલે દેવયાનીએ ક્રોધ કર્તા કહ - ॥ ૧૦ || “અરે, જુઓ તો ખરા, આ દાસીએ કેવું અનુચિત. કામ કર્યું છે! રામ રામ, જેમ કૂતરું યજ્ઞનો પુરોડાશ ખાઈ જાપ, તેવી જ રીતે આજને પારાં વસ્ત્રો પહેરી લીધાં છે. 1૧૧ ॥ જે બ્રાહ્મણોએ પોતાના તપોબળથી આ સંસારનું સર્જન કર્યું છે, જે પરમ પુરુષ પરમાત્માના મુખસ્વરૂપ છે, જે પોતાના હૃદયમાં નિસંતર જ્યોતિર્મય પરમાત્માને યાર કરી. રાખે છે અને જેમણે સંપૂર્ણ પ્રાણીઓના કલ્યાદ પાટે વૈદિક માર્ગ બતાભો છે, મોટા-મોટા લોકપાલો અને દેવરાજ ઇન્દ્ર, બ્રહ્મા વગેરે પણ જેમના ચરણોની વંદના અને સેવા કરે છે,
- વધારે શું કહું? લક્મીજીના એકમાત્ર આશ્રય પરમપવિત્ર વિશ્વાત્મા ભગવન પણ જેમની વંદના અને સ્તુતિ કરે છે. તે બ્રાહ્મણોમાં અમે બધાથી શ્રેષ્ઠ ભૃગુવશી છીએ, અને આ શર્મષ્ઠાનો પિતા એક અસુર છે, વળી અમારો શિષ્ય છે. આમ છતાં આ કુટટાએ (જેમ શૂદ્ર વેદ ભજી લે તેમ) મારાં વસ્ત્રો પહેરી લીધાં. !! ૧૨-૧૪ || જ્યારે દેવયાની અ પ્રમાણે કટુભાષણ કરવા લાગી ત્પારે શર્મિષ્ઠા કોધથી પ્રજવા. લાગી. તે પ્રહાર કશયેલી નાગણનો જેમ ઊંડા શ્વાસ લેવા લાગી. તેજે પોતાના દાંતથી હોઠ દબાવીને ક્રું-! ૧૫ |! ‘ભૂખારણ! તું આટલી બહેકી ગઈ છે. તું પોતાની સ્થિતિ, જાણ્ધા વિન! જ કઠોર વચન બોલી રહી છે! જેમ કાગડા અને કૂતરાં અમારાં મારશે સેટલાના ટુકડા માટે પ્રતીથા કરે છે, તેમ શું તું પણ અમારાં ઘરો તરફ નથી તાકતી રહેતી? ॥ ૧૬ | શર્મિષ્ઠાએ આ પ્રમાણે બહુ જ કઠોર વાતો. કહીને ગુરુપુત્રી દેવથાનીનો તિરસ્કાર કર્યો, અને ક્રોધપૂર્વક તેનાં વસ્ત્રો પડાવી લઈ તેને કૂવામાં ફેંકી દીધી. । ૧૭ ॥| શર્મિષ્ઠાના ચાલ્યા ગયા પછી સંયોગવશ શિકાર કરવા માટે રાજા યર્ધાતે ત્ધાં આવો ચઢ્યા. તેમને જળપાન કરવું હતું, તેથી કૂવામાં પડેલી દેવયાનીને તેમણે જોઈ લીધી. 1૧૮ ॥ દેવયાની તે સમયે વસ્ત્રહીન હતી. તેથી રાજાએ પોતાનું ઉપવસ્ત્ર તેને આપી દીધું અને પોતાના હાથથી તેનો હાથ પકડીને તેને બહાર કાઢી. | ૧૯ !! ૧. બ્યુલજિજતાઃ | ૨, ચ સામ્ધતમ્ । ૩. જાસશ્ાટ ! અ૦૧૮] અવમો સ્કન્ધ 73 તં વીરમાહૌશનસી પ્રેમનિર્ભરયા ગિરા | રાજંસ્ત્વયા ગૃહીતો મે પાણિઃ પરપુરઞ્જય || ૨૦ હસ્તગ્રાહોડપરો મા ભૂદ ગૃહીતાયાસ્ત્વયા હિ મે | એષ ઈશકૃતો વીર સમ્બન્ધો નૌ ન પૌરુષઃ 1 યદિદં કૂપલગ્નાયા ભવતો દર્શનં મમ 1૨૧॥ ન બ્રાહ્મણો મે ભવિતા હસ્તગ્રાહો મહાભુજ 1 કચસ્ય બાર્હસ્પત્યસ્ય શાપાદ્ યમશપં પુરા || ૨૨॥ યયાતિરનભિપ્રેત દૈવોપહતમાત્મનઃ5 । મનસ્તુચેતદ્ગતંબુદ્ધ્વાપ્રતિજગ્રાહ તદ્રચઃ || ૨૩।। ગતે રાજનિ સા વીરે તત્ર સ્મ રુદતી પિતુઃ | ન્યવેદયત્તતઃ સર્વમુક્તં શર્મિષ્ઠા કૃતમ્ | ર૪॥ દુર્મતાભગવાન્કાવ્યઃ પૌરોહિત્યં વિગર્હયન્ | સ્તુવન્ વૃત્તિ ચ કાપોતી દુહિત્રા સ યયૌ પુરાત્ ॥ ૨૫।। વૃષપર્વા તમાજ્ઞાય પ્રત્યનીકવિવક્ષિતમ્ | ગુરુંપ્રસાદયન્ મૂર્ધ્ા પાદયોઃ પતિતઃ પથિ ॥ ૨૬॥ ક્ષણાર્ધમન્યુર્ભગવાન્ શિષ્ય વ્યાચષ્ટ ભાર્ગવઃ 1 કામોડસ્યાઃક્રિયતાં રાજન્નૈનાં *ત્યક્તુમિહોત્સદે ॥ ૨૭॥॥ તથેત્યવસ્થિતે પ્રાહ દેવયાની મનોગતમ્ | પિત્રા દત્તા યતો યાસ્થે સાનુગા યાતુ મામનુ || ૨૮ સ્વાનાં તત્સક્ટં વીક્ષ્ય તદર્થસ્ય ચ ગૌરવમ્ । દેવયાનીં પર્યચરત્ સ્રીસહસ્રેણ દાસવત્ | ર૯॥ દેવયાનીએ પ્રેમભરી વાણીથી યયાતિને કહ્યું - ‘વીરશિરોમણે રાજન્! આજે તમે મારો હાથ પકડ્યો છે. હવે જ્યારે તમે મારો હાથ પકડી લીધો છે, ત્યારે કોઈ બીજો તેને ન પકડે. વીરશ્રેષ્ઠ! કૂવામાં પડી જવાથી મને તો આપનાં અચાનક દર્શન થયાં છે, આ ભગવાન દ્વારા જ રચાયેલો સંબંધ સમજવો જોઈએ. આમાં આપણી અથવા બીજા કોઈ મનુષ્યની ચેષ્ટા નથી. | ૨૦-૨૧ ॥ વીરશ્રેષ્ઠ! પઃ બૃહસ્પતિના પુત્ર ક્ચને શાપ આપ્યો હતો, તેની સામે તેણે પણ મને શાપ આપી દીધો. તે કારણે બ્રાહ્મણ સાથે મારાં લગ્ન થશે નહિ.’ ૨ર || શાસ્ત્રમર્યાદાથી વિપરીત હોવાને કારણે યયાતિને આ સંબંધ અભીષ્ટ ન હતો, પરંતુ તેમણે જોયું કે પ્રારબ્ધે સ્વયં મને આ ભેટ આપી છે અને મારું મન પણ તેના તરફ ખેંચાઈ રહ્યું છે; તેથી યયાતિએ દેવયાનીની વાત માની લીધી. ।। ૨૩ || વીર રાજા યયાતિ જ્યારે ચાલ્યા ગયા, ત્યારે દેવયાનીએ રડતાં-રડતાં શુક્રાચાર્યજી પાસે જઈને શર્મિષ્ઠાએ જે કર્યું હતું તે બધુંકહી સંભળાવ્યું. ।। ર૪ ॥શર્મિષ્ઠાના વ્યવહારથી ભગવાન શુક્રાચાર્યને પણ દુઃખ થયું. તેઓ પુરોહિતના કર્મની નિંદા કરવા લાગ્યા. તેમે વિચાર્યું કે આના કરતાં તો ખેતરમાંથી અથવા બજારમાંથી કબૂતરની જેમ દાણા વીણી લાવીને ગુજરાન ચલાવવું સારું છે. તેથી તેઓ પોતાની કન્યા દેવયાનીને સાથે લઈને નગરમાંથી નીકળી ગયા. ॥ ૨૫ ॥જ્યારે વૃષપર્વાને આ વાતની ખબર પડી ત્યારે તેના મનમાં એવી શંકા થઈ કે, ગુરુજી ક્યાંક શત્રુઓને જીતાડી તો નહીં દે અથવા મને શાપ તો નહીં આપી દે? તેથી તે ગુરુને પ્રસન્ન કરવા માટે તેમની પાછળ- પાછળ ગયા અને રસ્તામાં તેમના ચરજ્રોમાં ઢળી પડ્યા. | ર૬ || ભગવાન શુકાચાર્યજીનો ક્રોધ તો અરધી ક્ષણમાં જ શાંત થઈ ગયો. તેમણે વૃષપર્વાને કહ્યું — ‘રાજન્! હુંમારી પુત્રી દેવયાનીને છોડી નથી શક્તો. તેથી તેની જે ઇચ્છા હોય તે તમે પુરી કરી દો. પછી મને પાછા ફરવામાં કોઈ આપત્તિ નથી. ।। ૨૭ ॥જ્યારે વૃષપર્વાએ “સારું’ કહીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી ત્યારે દેવયાનીએ પોતાના મનની વાત કહી. દેવયાનીએ કહ્યું “પિતાજી! મને જે કોઈને તમે આપો અને હું જયાં પણ જાઉ ત્યાં શર્મિષ્ઠા તેની સખીઓ સાથે દાસીરૂપે મારી સેવામાં સાથે રહે, || ૨૮ ॥ શર્મિષ્ઠાએ પોતાના પરિવાર પરનું સંકટ અને તેના કાર્યનું ગૌરવ જોઈને દેવયાનીની વાત સ્વીકારી લીધી. તે પોતાની એક હજાર સખીઓની સાથે દાસીની જેમ દેવયાનીની સેવા કરવા લાગી. ॥૨૯ ॥ ૧, ન્માનસઃ ૨. મનશ્ચ ! ૩. ત્નેતાં |
- બૃહરપતિજીનો પુત્ર કચ શુકાચાર્ષજી પાસે મૃતસંજાવની વિધા ભક્તો હતો. અપ્યયન સમાષ્ત કરીને જારે તે પોતાને વેર જવા લાગ્યો ત્યારે દેવયાનીએ તેની સાથે લગ્ન કરવાનો ઇચ્છા દર્શાવી. પરંતુ ગુરુપુત્રી હોવાને કારલે કયે તેનો પ્રસતાવ સ્વીકાર્યો નહીં. તેથી દેવયાનીએ તેને શાપ. આપ્યો કે ‘તારી શીખેલી બધી વિઘા નિષ્ફળ બનો જાય.’ કે પણ તેને શાપ આખો કે “કોઈ પણ બ્રાહ્મણ તારો પત્નીરૂપે સ્વીકાર કરશે નરહી.’ 74 શ્રીમદભાગવત [અ૦૧૮ નાહુષાય સુતાં દત્ત્વા સહ શર્ષિષ્ઠયોશનાઃ ! તમાહ રાજઝ્છમિષ્ઠામાધાસ્તલ્પે ન કર્હિચિત્ ॥ ૩૦।। વિલોક્યૌશનસીંરાજગ્છરમિષ્ઠાસપ્રજાંય ક્વચિત્ ! તમેવ વદ્રે રહસિ સખ્યાઃ પતિમૃતૌ સતી ॥ ૩૧ રાજપુત્રયાડર્થિતોડપત્યે ધર્મચાવેક્ય ધર્મવિત્ ! સ્મરગ્છુકરવચઃ કાલે દિષ્ટમેવાભ્યપધત || ૩૨॥। મદું ચ તુર્વસું ચૈવ દેવયાની વ્યજાયત | કુદ્યું ચાનું ચ પૂરું ચ શર્મિષ્ઠા વાર્પપર્વણી | ૩૩॥ ગર્ભસમ્ભવમાસુર્યા ભર્તુર્વિ્ઞાય માનિની । દૈવયાની પિતુર્ગેે યયૌ કોધવિમૂચ્છિતા । ૩૪! પ્રિયામનુગતઃ કામી વચોભિસ્પમત્ત્રયન્ ! ન પ્રસાદવિતું શેકે પાદસંવાહનાદિભિઃ । ૩૫॥ શુક્કસ્તમાહ કુંપિતઃ સીકામાનૃતપૂરુષ | ત્વાં જરા વિશતાં મન વિડૂપકરણી નૃણામ્ 1 ૩૬॥ ૧૬/રિરવ/જ અતૃપ્તોડસ્મ્યધ કામાનાંબ્રહ્મન દુહિતરિ સ્મતે | વ્યત્યસ્યતાં યથાકામં વયસા યોડભિધાસ્યતિ | ૩૭॥। ઇતિ લબ્ધવ્યવસ્થાનઃ પુત્રં જ્યેષ્ઠમવોચત ! યદો તાત પ્રતીચ્છેમાં જરાં દેહિ નિજં વયઃ ॥૩૮॥।। માતામહકૃતાં વત્સ ન તૃષ્ો વિષયેષ્વહમ્ 1 વયસા ભવદીયેન રંસ્યે કતિપયાઃ સમાઃ || ૩૯॥ શુક્રાચાર્યજીએ દેવયાનીનો વિવાહ રાજા યયાતિ સાથે કરી દીધો અને શર્મિષ્ઠાને દાસીના રૂપમાં આપીને તેમને કહી દીધું - ‘રાજન્! આ શર્મિષ્ઠાને પોતાની શષ્ધા પર ક્યારેય આવવા દેશો નહીં.’ 1૩૦ ॥ પરીક્ષિત! ઘોડા દિવસો પછી દેવયાની પુત્રવતી થઈ ગઈ. તેને પુત્રવતી જોઈને એક દિવસ શર્મિષ્ઠાએ પણ પોતાના શતુકાળમાં દેવયાનીના પતિ યયાતિ પાસે એકાંતમાં સહવાસની યાચના કરી.1૩૧ |॥શર્મિષ્ઠાની પુત્ર માટેની પ્રાર્થના ધર્મસંગત છે એવું જાશીને ધર્મજ્ઞ રાજા યયાતિએ શુક્ાચાર્યની વાત યાદ દ્યોવા છતાં પ એ જ નિશ્ચમ કર્યો કે જે સમયે પ્રારબ્ધ અનુસાર જે થવાનું હશે, થઈને જ રહેશે. 1 ૩૨ ॥ [દૃવયાનીને બે પુત્રો થયા - યદુ અને તુર્વસુ. તથા વૃષપર્વાની પુત્રી શર્મિષઠાને ત્રણ પુત્ર થયા - દુદ્યુ, અનુ અને પૂરુ. |! ૩૩ ।। જ્યારે અભિમાની દેવયાનીને એ ખબર પડી કે, શર્ષિષ્ઠાને પન્ન મારા પતિ દ્વારા જ ગર્ભ રહ્યો છે ત્યારે તે ક્રોધથી બેસૂધ બનીને પોતાના પિતાને ઘેર ચાલી ગઈ. [૩૪ || કામી યથાતિએ મીઠી-મીઠી વાતો, અનુન્ય-વિન્ય અને ચરણ દબાવવા વગેરે ચેષ્ટાઓ દ્વારા દેવયાનીને મનાવવાની કોશિશ કરી, તેની. પાછળ-પાછળ તેઓ ત્યાં સુધી ગયા પણ ખરા, પરંતુ તેને મનાવી ન. શક્યા. || ૩૫ || શુક્રાચાર્યજીએ પણ કોોધપૂર્વક યયાતિને કહ્યું - ‘તું અત્યંત સ્ત્રીલંપટ, મંદબુદ્ધિવાળો અને જૂઠ્ઠો છે. જા, શરીરે કુરૂપ બનાવી દેનારી વૃદ્ધાવસ્થા તને પ્રાપ્ત ઘઈ જાય.’ 1૩૬ ॥ યયાતિએ કહ્યું - “બ્રહ્મન્! તમારી પુત્રી સાથે જિષય- ભોગ ભોગવતાં હજી મને તૃપ્તિ થઈ નથી. અઃ શાપષ્ટી તો તમારી પુત્રીનું પશ અનિષ્ટ થશે.’ આ સાંભળીને શુકાચાર્યજીએ કહ્યું, “સારું, જાઓ, જે પ્રસન્ન થઈ તમને પૌતાની જવાની આપે તેની પાસેથી તમારી વૃદ્ધાવસ્થા બદલી લો.’ || ૩૭ ॥ શુકાચાર્યજીએ જ્યારે આવી વ્યવસ્થા કરી આપી ત્યારે તેમણે મોટા પુત્ર યદુને કહ્યું - “બેટા! તું તારી જુવાની મને આપી દૈ અને તારા નાના (માતામહે) એ આપેલી આ વૃદ્ધાવસ્થા તું સ્વીકારી લે, કારણ કે મારા પ્રિય પુત્ર! હું હજી વિષયોથી તૃપ્ત થયો નથી. તેથી તારી જુવાનો લઈને હું થોડાં વર્ષો સુધી હજી આનંદ ભોગવીશ.’ 1 ૩૮-૩૯ ॥ ૧. સુમરજાં | અ૦૧૮] 75 યહુરુૂશચ નોત્સહે જરસા સ્થાતુમન્તરા પ્રા્ષયા તવ | અવિદિત્વા સુખં ગ્રામ્ય વૈતૃષ્ણ્યંનૈતિ પુરુષઃ ।। ૪૦॥ તુર્વસુશ્ચોદિતઃ પિત્રા કુહ્યુશ્ચાનુશ્વ ભારત । પ્રત્યાચખ્યુરધર્મશા હ્યનિત્યે નિત્યબુદ્ધયઃ ।। ૪૧॥। અપૃચ્છત્ તનય પૂરું વયસોનં ગુણાધિકમ્ !_ ન ત્વમગ્રજવદ્ વત્સ માં પ્રત્યાખ્યાતુમર્હસિ ।। ૪૨ || પૂરુસુવ્ કો નુ લોકે મનુષ્વેનદ્ર પિતુરાત્મકૃતઃ પુમાન્ ! પ્રતિકર્તું ક્ષમો યસ્ય પ્રસાદાદ વિન્દતે પરમ્ । ૪૩॥ ઉત્તમશ્રિ્તિતં કુર્યાત્મ્ોક્તકારી તુચ મધ્યમઃ | અધમોડશ્રદ્ધયા કુર્યાદકર્તોચ્ચરિતં પિતુઃ | ૪૪॥ ઇતિ પ્રમુદિતઃ પૂરુઃ પ્રત્યગૃદ્ધાજ્જરાં પિતુઃ । ચોડપિ તદ્યસા કામાન્યથાવજ્જુજુષે” નૃપ 11 ૪૫॥ સમરદીપપતિઃ સમ્યક પિતૃવત્પાલયન્પ્રજાઃ | થથોપજોષં વિષયાગ્શુજુષેડવ્યાહતેન્દ્રિયઃ | ૪૬।/ દેવયાન્યપ્યનુદિનં મનોવાગ્દેહવસ્તુભિઃ? | પ્રેયસઃ પરમાં પ્રીતિમુવાહ પ્રેયસી રહ: 1 ૪૭॥। અયજદૂ યશપુરુષં કતુભિર્ભરિદક્ષિણૈઃ | સર્વદેવમયં દેવં સર્વવેદમયં હરિમ્ | ૪૮॥ યસ્મિજ્નિદં વિરચિતં વ્યોમ્નીવ જલદાવલિઃ | નાનેવ ભાતિ નાભાતિ સ્વપ્તમાયામનોરથઃ || ૪૯।॥। “પિતાજી! કસમયે જ પ્રાપ્ત થયેલું તમારું જીવવા ઇચ્છતો નથી. કેમકે, કોઈ પણ મનુષ્ય જ્યાં સુર્ધી વિષય-સુખનો અનુભવ નથી કરી લેતો ત્યાં સુધી તેને તેનાથી વૈરાગ થતો નથી.’ | ૪૦ | પરીક્ષિત! આ જ પ્રમાણે તુર્વસુ, દહ્યુ અને અનુએ પણ પિતાની આજ્ઞાનો અસ્વીકાર”કર્યો. સાચું પૂછો તો તે પુત્રોને ધર્મનું તત્ત્વ જ્ઞાત ન હતું. તેઓ આ અનિત્ય શરીરને જ નિત્ય માની બેઠા હતા. || ૪૧ ॥ હવે યયાતિએ ઉંમરમાં બધાથી નાના પરંતુ ગુજ્રમાં મોટા પોતાના પુત્ર પૂરુને બોલાવીને પૂછ્યું - “બેય! પોતાના મોટા ભાઈઓની જેમ તારે મારી વાત ટાળવી ન જોઈએ.’ 1૪૨ |! પૂરુએ કહ્યું - ‘પેતાજી! પિતાની કૃપાથી મનુષ્યને પરમપદની પ્રાપ્તિ થઈ શકે છે, વાસ્તવમાં પુત્રનું શરીર. ધિતાનું જ આપેલું છે. આવી સ્થિતિમાં એવું કોણ છે, જે આ સંસારમાં પિતાના ઉપક્ારોનો બદલો ચૂકવી શકે? ॥ ૪૩ | ઉત્તમ પુત્ર તો તે છે, જે પિતાના મનની વાત પિતાના કહ્યા વિના જ માની લે. કહ્ય: પછી શ્રદ્ધા સાથે આજ્ઞાપાલન કરનાર પુત્રને મધ્યમ કહે છે. જે આજ્ઞા મળવા છતાં પણ અદ્રદ્ધાથી તેનું પાલન કરે તે અધમપુત્ર છે, અને જે કોઈ પણ રીતે પોતાના પિતાની આજ્ઞાનું પાલન નથી કરતો, તેને તો પુત્ર કહેવો જ ભૂલ છે. તે તો પિતાના મળ જેવો જ છે. | ૪૪ ॥ પરીક્ષિત! આ પ્રમાણે કહીને પૂરુએ બહુ જ પ્રસન્નતાપૂર્વક વિતાની વૃદ્ધાવસ્થા સ્વીકારી લીધી. રાજ્ થયાતિ પણ તેની જુવાની લઈને પૂર્વવત્ વિષયોનું સેવન કરવા લાગ્યા. ।। ૪૫ || તેઓ સપ્તદ્ીપોના એકછત્ર સમ્રાટ હતા. પિતાની જેમ પ્રજાનું સારી રીતે પાલન કરતા હતા. તેમની ઇન્દ્રિયોમાં પૂરી શક્તિ હતી અને તેઓ યોગ્ય અવસરે ગ્રાપ્ત વિષયોનું સેવન કરતા હતા. 1 ૪૬ !! દેવયાની તેમની પ્રિયતમ પત્ની હતી, તે પોતાના હ્રિયતમ યયાતિને પોતાનાં મન, વાણી, શરીર અને પદાર્થો દ્વારા નિરંતર વધુ ને વધુ એકાંતમાં સુખ આપીને પ્રસન્ન કરવા લાગી. |! ૪૭ | રાજા યયાતિએ સમસ્ત વેદોના પ્રતિપાધ સર્વદેવસ્વરૂપ યશપુરુષ ભગવાન શ્રીહરિનું ષણ્ી મોટી-મોટી દક્ષિણાવાળા યશ્ઞોથી યૂજન કયું. 1૪૮ || જેમ આકાક્ષમાં વાદળોના સમૂહો દેખાય છે અને ક્યારેક નથી પણ દેખાતા, તે % પ્રમાણે પરમાત્માના સ્વરૂપમાં આ જગત સ્વપ્ન, માયા અને મનોરથના જેવું કલ્પિત છે. તે કેટલીકવાર અનેક ખામ-રૂપોમાં પ્રતીત થાય છે અને કેટલીકવાર નથી પણ થતું. !! ૪૯ ॥1 ૧. અપૃચ્છત્ સ તતઃ | ૨. ય | ૩. વદ્બુભૂજે ! ૪. વ્વાગ્ગૃહ૦ | 76 શ્રીમદભાગવત [અ૦૧૯ તમેવ હૃદિ વિન્યસ્ય વાસુદેવં ગુહાશયમ્’ ! નારાયણમણીયાંસં નિરાશીરયજત્મ્રભુમ્ 1 ૫૦॥ એવં વર્ષસહસ્રાણિ મનઃપષ્ઠેર્મનઃસુખમ્ ! વિદધાનોડપિ નાતૃષ્યત્સાર્વભૌમઃ કદિન્દ્રિયૈઃ | ૫૧॥। તે પરમાત્મા બધાંનાં કદયમાં બિરાજેલા છે. તેમનું સ્વરૂપ સુક્માતિસૂક્મ છે. તે જ સર્વશક્તિમાન સર્વવ્યાપી ભગવાન શ્રી નારાયબ્રને પોતાના હૃદયમાં સ્થાપિત કરીને યયાતિ રાજાએ નિષ્કામભાવે તેમનું યજન કર્યું. || ૫૦ ॥આ પ્રમાણે એક હજાર વર્ષ સુધી તેમણે પોતાની ઉચ્છૃંખલ ઇન્દ્રિયો સાથે મનને જોડીને તેના (મનના) પ્રિય વિષયોને ભોગવ્યા. પરંતુ આટલા ભોગોથી પણ ચક્રવર્તી યયાતિને ભોગોમાં તૃપ્તિ થઈ નહીં. ॥ ૫૧ || કકક ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહેસ્યાં સંહિતાયાં નવમસ્કન્ધેડષ્ટાદશોડધ્યાયઃ* ॥ ૧૮॥ નવમા સ્કંધ-અંતર્ગત અઢારમો અધ્યાય સમાપ્ત,