એકવીસમો અધ્યાય ભરતવંશનું વર્ણન, રાજા રત્તિદેવની કથા વે વિતથસ્ય સુતો૨ મન્યુર્જહત્કત્રો જયસ્તતઃ । મહાવીર્યો નરો ગર્ગઃ સફકુતિસ્તુ નરાત્મજઃ ॥ ૧॥ ગુરુશ્વ રન્તિદેવશ્વ સડકૃતેઃ પાણ્ઠુનન્દન | રન્તિદેવસ્ય હિ યશ ઇહામુત્ર ચ ગીયતે || ૨!! વિયદ્રિત્તસ્ય દદતો લબ્ધં લબ્ધં બુભુક્ષતઃ ! નિષ્કિગ્ચનસ્ય ધીરસ્ય સકુટુમ્બસ્ય સીદતઃ || ૩॥ વ્યતીયુરષ્ટચત્વારિંશદહાન્યપિબતઃ કિલ | ઘૃતપાયસસંયાવં તોયં પ્રાતરુપસ્થિતમ્ 1૪॥ કૃચ્જપ્રાકકુટુમ્બસ્ય ક્ષુતૃડ્ભ્યાં જાતવેપથોઃ | અતિથિ્બ્રાહ્મણઃ કાલે ભોકતુકામસ્ય ચાગમત્ 11 ૫॥। તસ્મૈ સંવ્યભજત્સોડશમાદંત્ય શ્રદ્ધયાન્વિતઃ । હરિંસર્વત્ર સમ્પશ્યન્ સ ભુક્ત્વા પ્રયયૌ દ્રિજઃ | ૬॥ અથાન્યો ભોક્ષ્યમાણસ્ય વિભક્તસ્ય મહીપતે | વિભક્તં વ્યભજત્તસ્મૈ વૃષલાય હરિં સ્મરન્ 1 ૭॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! વિતથ અર્થાત્ ભરદ્વાજનો પુત્ર હતો મન્યુ. મન્યુના પાંચ પુત્રો થયા - બૃહત્કત્ર, જથ, મહાવીર્ય, નર અને ગર્ગ. નરનો પુત્ર હતો. સંકૃતિ. ॥ ૧ ॥ સંકૃતિના બે પુત્રો થયા — ગુરુ અને રન્તિદેવ, પરીક્ષિત! રન્તિદેવનો નિર્મળ યશ આ લોક અને પરલોકમાં - સર્વત્ર ગાવામાં આવે છે. || ર ॥ રન્તિદેવ આકાશવૃત્તિથી, કોઈ ઘણ પ્રકારનો ઉદ્યોગ કર્યા વિના, ભાગ્યવશ જે પ્રાપ્ત થામ તે વસ્તુનો જ ઉપભોગ કરતા હતા. તેથી તેમની સંપત્તિ દિવસે- દિવસે ઘટતી જતી હતી. તેઓ જે કાંઈ મળી જાય તેને પણ આપી દેતા અને પોતે ભૂખ્યા રહેતા, તેઓ સંગ્રહ-પરિગ્રહથી અને મમતાથી રહિત તથા મોટા ધૈર્યવાન હતા, તેઓ તેમના પરિવાર સાથે દુઃખ ભોગવી રહ્યા હતા. । ૩ || એકવાર તો લગાતાર અડતાલીસ દિવસ એવા વીતી ગયા કે તેમને પાણી સુધ્ધાં પીવા મળ્યું નહીં. ઓગણપચાસમા દિવસે સવારે જ તેમને થોડી ખીર, ઘી, શીરો અને જળ મળ્યું. ॥ ૪ ॥ તેમનો પરિવાર મોટા સંકટમાં હતો. ભૂખ અને તરસથી તે બધાં કાંપી રહ્યાં હતાં. પરંતુ જ્યાં તે લોકો ભોજન કરવાનું વિચારતા હતા ત્યાં જ અતિથિના રૂપમાં એક બ્રાહ્મણ આવી ગયો. || ૫ |! રન્તિદેવ બધામાં ભગવાનનાં જ દર્શન કરતા હતા. તેથી તેમણે ખૂબ શ્રદ્ધાથી, આદરપૂર્વક તે અન્નમાંથી બ્રાહ્મણને ભોજન કરાવ્યું. બ્રહ્મ દેવતા ભોજન કરીને ચાલ્યા ગયા. | ૬ || પરીક્ષિત! હવે વધેલા અન્નને રન્તિદેવના પરિવારે આપસમાં વહેંચી લીધું અને ભોજન કરવા તૈયાર થયા, તે જ સમયે એકબીજો શૂદ્ર અતિથિ આવી ગયો. રન્તિદેવે ભગવાનનું સ્મરણ કરતાં રહીને તે વધેલા અન્નમાંથી પણ થોડો ભાગ શૂદ્રન રૂપમાં આવેલા અતિથિને ખવરાવી દીધો. ।। ૭ || ૧, પ્રાચીન પ્રતમાં “પૂરુવશાનુકીર્તને નામ’ એટલો ભાગ વધુ છે. | ર. સુતાન્ વક્યે બૃહ૦ | [1553 ] ૧0૦ ૪૦ ૦ ( સન્ઇ-2 ) મુઝરાતી ૩2 ક શ્રીમદભાગવત [અ૦ અ, યાતે શૂદ્રે તમન્યોડગાદતિથિઃ શ્વભિરાવૃતઃ । રાજન્મે દીયતામન્ૌં સગણાય બુબુક્ષતે ॥ ૮॥ સ આદંત્યાવશિષ્ટં યદ્ બહુમાનપુરસ્કૃતમ્ | તચ્ચ દત્ત્વા નમશ્ચક્રે શ્વભ્યઃ શ્વપતયે વિભુઃ ॥ ૯॥ પાનીયમાત્રમુચ્છેપ તચ્ચૈકપરિતર્પણમ્ ! પાસ્યતઃપુલ્કસોફભ્યાગાદપોદેલ્રશુભસ્ય મે ॥ ૧૦॥ તસ્યચેતાં કરું વાચં નિશમ્ય વિપુલશ્રમામ્ | કૃપયા ભૃશસન્તમ ઇદમાહામૃતં વચઃ |1૧૧॥। ન કાશઘેકર્તત ગતિમીશ્રાત્પરા- મષ્ટહ્િયુક્તામપુનર્ભવં વા! આર્તિ પ્રપઘેડખિલદેહભાજા- શન્તઃસ્થિતો યેન ભવન્ત્યદુઃખાઃ 1 ૧૨॥ શુત્ટશ્રમો ગાત્રપરિશ્રમક્ દૈન્યં ક્લમઃ શોકવિષાદમોહાઃ | સર્વે નિવૃત્તાઃ કૃંપણસ્ય જન્તો- જિંજીવિષોર્જવજલાર્પણાન્મે ॥1૧૩॥ ઈતિપ્રભાષ્ય પાનીયં પ્રિયમાણઃ પિપાસયા ! પુલ્કસાયાદદાદ્વીરો* નિસર્ગકરુણો નૃપઃ ॥। ૧૪॥ તસ્ય ત્રિભુવનાધીશાઃ ફલદાઃ કલમિચ્છતામ્ । આત્માનંદર્શયાગ્ચડુર્માયા વિષ્ણુવિનિર્મિતાઃ || ૧૫॥ સર્ધૈતેભ્યો નમસ્કૃત્ય નિઃસક્ઞો વિગતસ્પૃહઃ?* । વાસુદેવે ભગવતિ ભક્ત્યા ચકે મતઃ પરમ્ 1 ૧૬॥। ઈશ્વરાલમ્બનં ચિત્ત કુર્વતોડનન્યરાધસઃ । માયા ગુણમયી રાજન્ સ્વપ્તવત્ય્રત્યલીયત ॥ ૧૭॥ જ્યારે શૂદ્ર ખાઈ-પીને ચાલ્યો ગયો ત્યારે કેટલાક શ્વાન સાથે એક બીજો અતિથિ આવ્યો. તેણે કહ્યું - ‘રાજન્| હું અને મારા શ્વાન બહુ ભૂખ્યા છીએ. અમને કંઈક ખાવાનું આપો. ॥ ૮ | રન્તિદેવે ખૂબ જ આદરભાવથી, જે કંઈ બચ્યું હતું, બધું જ તેને આપી દીધું અને ભગવન્મય થઈને તેમણે શ્વાન અને તેમના માલિકના રૂપમાં આવેલા ભગવાનને નમસ્કાર કર્યા. !! ૯ 1| હવે માત્ર જળ જ બચ્ચું હતું અને તે પ્ર માત્ર એક મનુપ્ધ પીએ એટલું જ હતું. તેઓ આપસમાં વહેંચીને તે જળ પીવાનું વિચારતા હતા, ત્યાં તો એક ચાંડાળ આવી પહોંચ્ઓ. તેણે કહ્યું — “હું અત્યંત નીચ છું. મને પીવા માટે જળ આપો.’ |! ૧૦ ।। ચાંડાળની તે કરુણાભરી વાણી, જે બોલતાં પલ્ર અત્યંત દુઃખનો અનુભવ કરી રહ્યો હતો, સાંભળીને રન્તિદેવ કરુણાથી અત્યંત સંતપ્ત થઈ ગયા અને આ પ્રમાણે અમૃતમય વચન કહેવા લાગ્યા- ॥ ૧૧ ॥ “હું. ભગવાનની પાસે આઠેય સિદ્ધિઓથી યુક્ત પરમગાતે ઇચ્છતો. નથી. બીજું તો શું, હું મોક્ષની કામના પણ કરતો નથી. હું ચાઠું છું તો માત્ર એ જ કે, હું બધા જ પ્રાણીઓના હૃદયમાં. સ્થિત થઈ જાઉં અને તેમનું બધું જ દુઃખ હું જ સહન કરું, જેથી બીજાં કોઈ પ્રાજ્નીઓને દુઃખ ન થાય. || ૧૨ ॥ આ દીન પ્રાશી જળ પીને જીવવા ઇચ્છતો હતો, જળ આપી દેવાથી તેના જીવનની રક્ષા થઈ ગઈ. હવે મારી ભૂખ-તરસની પીડા, શરીરની શિથિલતા, દીનતા, ગ્લાનિ, શોક, વિષાદ અને મોહ- એ બધાં જ ચાલ્યાં ગયાં અને હું સુખી થઈ ગયો’. 1 ૧૩ ॥ આ પ્રમાણ્રે કહીને તે બચેલું જળ પણ તે ચાંડાળને આપી દીધું. જોકે જળ વિતતા તે પોતે મરી રહ્યા હતા, છતાં સ્વભાવથી જ તેમનું હદય એટલું કરભાપૂર્લ હતું કે તે પોતાને રોકી ન શક્યા. તેમના આવા ધૈર્યની પણ કોઈ સીમા છે? ॥ ૧૪ ॥ પરીક્ષિત! આ અતિથિઓ વાસ્તવમાં ભગવાનની રચેલી માયાના જ જુદા-જુદા રૂપ હતા. પરીક્ષા પૂરી થયા પછી પોતાના ભક્તોની અભિલાષા પૂરી કરનારા ત્રિભુવનના સ્વામી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે તેમની સામે પ્રગટ થઈ ગયા. ॥ ૧૫ ॥ ર્તિદેવે તેમના ચરણોમાં નમસ્કાર કર્યા, તેમને કંઈ લેવું તો હતું નહીં. ભગવાનની કૃપાથી તે આસક્તિ અને સ્પૃહાથી પભ રહિત થઈ ગયા તથા પરમ પ્રેમમષ ભક્તિભાવથી પોતાના મનને ભગવાન વાસુદેવમાં તન્મય કરી દીધું, કશું. પદ્મ માંગ્યું નહીં. || ૧૬ || પરીક્ષિત! તેમને ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુની ઇચ્છા તો હતી નહીં, તેમણે પોતાના મનને પૂર્થરૂપે ભગવાનમાં જોડી દીધું, તેથી ત્રિગુ્ મથી માથા સ્વપ્નના દશ્ધની જેમ નષ્ટ થઈ ગઈ. 1૧૭ ॥ ૧. બ્યુભાય મે | ર. તસ્પેતિ કસ્કાં । ૩. ત્હીરો 1 ૪. ત્તજ્વરઃ ! 11553] અઠ ૨૧] નવયો સ્કન્ધ’ 85 તત્પ્રસક્ાનુભાવેન રત્તિદેવાનુવર્તિનઃ । અભવન્ યોગિનઃ સર્વે નારાયણપરાયણાઃ || ૧૮1! ગર્ગાચ્છિનિસ્તતો ગાર્ગ્યઃ ક્ત્રાદ્ બ્રહ્મ હાવર્તત | દુરિતક્ષયો મહાવીર્યાત્૨ તસ્યત્રષ્યારુણિઃ કવિઃ ॥ ૧૯: પુષ્કરારુણિરિત્યત્ર યે બ્રાહ્મણગર્તિં ગતાઃ । બૃહત્ક્ત્રસ્ય પુત્રોડભૂદ્ધસ્તી યદ્ધસ્તિતાપુરમ્ ।। ૨૦॥ અજમીઢો દ્રિમીઢશ્વ પુરુમીઢશ્વ હસ્તિતઃ | અજમીઢસ્યવંશ્યાઃ સ્યુઃ પ્રિયમેધાદયો દિજાઃ ॥ ૨૧ અજમીઢાદ્ બૃહદિષુસ્તસ્ય પુત્રો બૃહદ્ધનુઃ | બૃહત્કાયસ્તતસ્તસ્ય પુત્ર આસીજ્જયદ્રથઃ || ૨૨ ॥। તત્સુતો વિશ્દસ્તસ્થ સેતજિત્સમજાયત । રુચિરાશ્વો દંઢહનુઃ કાશ્યો વત્સશ્ચ તત્સુતાઃ ॥ ૨૩ રુચિરાશ્ચસુતઃ પારઃ પૃધુસેનસ્તદાત્મજઃ | પારસ્ય તતયો નીપસ્તસ્થ પુત્રશતં ત્વભૂત્ । ર૪॥ સ કૃત્વયાં શુકકન્યાયાં બ્રહ્મદત્તમજીજનત્ | સગ્યોગીગવિભાર્યાયાં વિષ્વક્સેનમધાત્સુતમ્ ॥ ૨૫।! જૈમીષવ્યોપદેશેન યોગતન્ત્રં ચકાર હ | ઉદક્સ્વનસ્તતસ્તસ્માદ્ ભલ્લાદો બાર્હદીષવાઃ || ર ૬)! યવીનરો દ્વિમીઢસ્ય કૃતિમાંસ્તત્સુતઃ સ્મૃતઃ | નામ્ના સત્યૃતિર્યસ્ય દેઢનેમિઃ સુપાર્શકૃત્ ॥ ૨૭॥ મુપાર્શચાત્સુમતિસ્તસ્ય પુત્રઃ સન્નતિમાંસ્તતઃ ! કતિઈરણ્યનાભાદ્ યો યોગંપ્રાપ્યજગૌસ્મષટ્ ॥ ર૮! રન્તિદેવના અનુયાયીઓ પણ તેમના સંગના પ્રભાવથી યોગી બર્ની ગયા અને બધા ભગવાનના જ આશ્રિત પરમ ભક્ત થઈ ગયા. 1૧૮ ॥ મ્યુપુત્ર ગર્ગથી શિનિ અતે શિનિથી ગાર્ગ્યનો જન્મ થયો. જોકે ગાર્ગ્ય ક્ષત્રિય હતો, છતાં તેનાથી બ્રાહ્મણવંશ ચાલ્યો. મહાવીર્યનો પુત્ર હતો દુરિતક્ષષ. દુરિતક્ષયના ત્રણ, પુત્ર થયા - ત્રય્યારુણિ, કવિ અને પુષ્કરારુણિ. આ ત્રણે બ્રાહ્મણ બની ગયા. બૃહત્કૃત્રનો પુત્ર હસ્તી થયો, તેણે. હસ્તિનાપુર વસાવ્યું હતું, ॥ ૧૯-૨૦ ॥ હસ્તીના ત્રણ પુત્ર હતા - અજમીઢ, દ્રિમીઢ અને પુરુમીઢ. અજમીઢતા પુત્રોમાં પ્રિયમેધ વગેરે બ્રાહ્રણ થયા, ર૧ | આ જ અજમીઢના એક પુત્રનું નામ હતું બૃહદિપુ. બૃહદિપુનો પુત્ર થયો બૃહદ્ધનુ, બૃહદ્ધનુનો બૃહત્કાય અને બૃહત્કાયનો જયદ્રથ થયો. ॥ ૨૨ | જયદ્રથનો પુત્ર થયો વિશદ અને વિક્ષદનો સેનજિત્ સેનજિતતા ચાર પુત્રો થયા — રુચિરાશ્ચ, દઢહનુ, કશ્ય અને વત્સ. 11૨૩ ॥ સુચિરાશ્રનો પુત્ર પાર હતો અને પારનો પૃઘુસેન, પારના બીજા પુત્રનું નામ નીષ હતું. તેને સો પુત્રો હતા. ॥ ૨૪ ॥ આ જ નીપે (છાયા) શુકની કન્યા કૃત્વી સાથે લગ્ન કર્યા હતાં. તેનાથી બ્રહ્મદત્ત નામનો પુત્ર થયો. બ્રહ્મદત્ત મહાન યોગી હતો. તેતે તેની પત્ની સરસ્વતોના ગર્ભથી વિષ્વક્સેન નામનો પુત્ર થયો. | ર૫ ॥ આ જ વિષ્વકસેને જૈગીષવ્યના ઉપદેશથી યોગશાસ્ત્રની રચના કરી. વિષ્વક્સેનનો પુત્ર હતો ઉદક્સ્વન અને ઉદકસ્વનનો પુત્ર હતો ભલ્લાદ. અદ બધા બૃહ્દિષુના વંશજ થયા. ૨૬ ॥ દ્રિમીઢનો પુત્ર હતો યવીનર, યવીનરનો કૃતિમાન, ફંતિમાનનો સત્યયૃતિ, સત્યધુતિનો દઢનેમિ અને દંઠનેમિનો પુત્ર સુપાર્શ્ર થયો. || ૨૭ |! સુપાર્શ્રથી સુમતિ, સુમતિથી સન્નતિમાન અને સન્નતિમાનથી કૃતિનો જન્મ થયો. તેણે હિરણ્યનાભ પાસેથી યોગવિદાા પ્રાપ્ત કરી હતી અર્ને ૧. શ્રહ્મશ્યવર્તત | ર. વીરો યસ્ય । ૩. યોગી સ (
- શ્રી શુકદેવજી અસંગ હતા પરંતુ તેઓ વનમાં જર્તા વખતે એક છાયાકષુક મૂડી ગયા હતા. તે છાયામુકે જ ગૃહસ્થોચિતઃવહાર કર્યા હતા. (૭૭૩1 86 શ્રીમદભાગવત. [ખ૦ સ સંહિતાઃપ્રાચ્યસામ્નાં વૈ નીપો લ્યુગ્રાયુધસ્તતઃ । તસ્ય ક્ષેમ્યઃ સુવીરોડથ સુવીરસ્ય રિપુગ્જયઃ ॥ ૨૯॥। તતો બહુરથો નામ પુરુમીઢોડપ્રજોડભવત્ | નલિન્યામજમીઢસ્ય નીલઃ શાન્તિઃ૧ સુતસ્તતઃ | ૩૦॥ શાન્તેઃસુશાન્તિસ્તત્પુત્રઃપુરુજોડર્કસ્તતોડભવત્ | ભર્મ્યાશ્રસ્તનયસ્તસ્ય પગ્યાસન્મુદ્ગલાદયઃ ॥ ૩૧॥। થવીનશેબૃહદિષુઃ* કામ્પિલ્યઃ સગ્જયઃ સુતાઃ । ભર્મ્ાહ્રઃપ્રાણ પુત્રા મે પગ્ચાર્નારક્ષણાય હિ” | ૩ર॥ વિષયાણામલમિમે ઈતિ પગ્ચાલસગ્જશિતાઃ | મુદગલ્ાદ બ્રહ્મ નિવૃત્ત” ગોત્ર મૌદ્ગલ્યસગ્શિતમ્ ।। ૩૩॥। મિધુનંમુદ્ગલાદ્ભાર્મ્યાદ્દિવોદાસઃપુમાનભૂત્ । અહક્યા કન્યકા યસ્યાં શતાનન્દસ્તુ ગૌતમાત્ | ૩૪॥ તસ્ય સત્યધૃતિઃ પુત્રો ધનુર્વેદવિશારદઃ | શરહાંસ્તત્સુતો યસ્માદુર્વશીદર્શનાત્ કિલ || ૩૫॥। શરસ્તમ્બેડપતદ્ રેતો મિથુન તદભૃચ્છુભમ્ | તદ્ દૃષ્ટ્વા કૃપયાડચૃદ્ધાથ્છન્તનુર્મુંગયાં ચરન્ । કૃપઃ કુમારઃ કન્યા ચ દ્રોણપત્યભવત્કૃપી | ૩૬॥ “પ્રાચ્યસામ’ નામક :્ચાઓની છ સંહિતાઓ પ્રાપ્ત કરી હતી. કૃતિનો પુત્ર નીપ હતો, નીપનો ઉગ્રાયુધ, ઉગ્રાયુધનો મ્ય, ક્ષેમ્ધનો સુવીર અને સુવીરનો પુત્ર હતો રિપુંજય, ॥। ૨૮- ૨૯ ॥ રિપુંજયનો પુત્ર હતો બહુરથ. હિમીઢના ભાઈ પુરુમીઢને કોઈ સંતાન ન હતું. અજમીઢની બીજી પત્નીનું, નામ નલિની હતું. તેના ગર્ભથી નીલનો જન્મ થયો. નીલનો શાંતિ, શાંતિનો સુશાંતિ, સુશાંતિનો પૂરુજ, પૂરુજનો અર્ક અને અર્કનો પુત્ર થયો ભર્મ્યાશ્ર. ભર્મ્ાશ્રને પાંચ પુત્ર હતા - મુદ્ગલ, યવીનર, બૃહદિપુ, કામ્પિલ્ય અને સંજય. ભર્મ્યાશ્રએ કહ્યું - આ મારા પુત્રો પાંચ દેશનું શાસન કરવામાં સમર્થ (પંચ અલમ્) છે.’ તેથી તેઓ પંચાલ નામથી પ્રસિદ્ધ થમા. તેમનામાં મુદ્ગલથી ‘મૌદ્ગલ્ય’ નામના બ્રાહ્મણગોત્રની શરૂઆત થઈ. || ૩૦-૩૩ ॥ ભર્મ્યાશ્રના પુત્ર મુદ્ગલથી થમજ (જોડકાં) સંતાન થયાં તેમાં પુત્રનું નામ હતું દિવોદાસ અને કન્યાનું નામ હતું અહલ્યા. અહલ્યાનાં લગ્ન મહર્ષિ ગૌતમ સાથે થયાં. ગૌતમના પુત્ર થયા શતાનંદ. | ૩૪ || શતાનંદનો પુત્ર સત્યધૃતિ હતો, તે ધનુર્વિઘામાં ખૂબ નિપુણ હતો. સત્યધૂતિના પુત્રનું તામ હતું શરદ્વાન્, એકવાર ઉર્વશીને જોવાથી શરહ્ધાનનું વીર્ય મુંજ ઘાસ પર પડી ગયું, તેનાથી એક શુભ લક્ણવાળાં પુત્ર અને પુત્રીનો જન્મ થયો. મહારાજ શન્તનુની તેના પર દષ્ટિ પડી ગઈ, કારજ કે તેઓ શિકાર. કરવા માટે ત્યાં ગયા હતા. તેમણે કરુબ્ાવશ બન્નેને ઉઠાવી લીધાં, તેમાં જે પુત્ર હતો તેનું નામ કૃપાચાર્ય થયું અને જે કન્યા હતી તેનું નામ થયું કૃપી. આ જ કૃપી દ્રોણાચાર્યની પત્ની થઈ. ॥૩૫-૩૬ ॥| —ક્-ક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં નવમસ્કન્ધે” એકવિંશોડધ્યાયઃ ॥ ૨૧! નવમા સ્કંધ-અંતર્ગત એકવીસમો અધ્યાય સમાપ્ત.