Śrīmad Bhāgavatam

દુર્વાસાજીના દુઃખનું નિવારણ

ઇક્વાકુના વંશનું વર્ણન, માન્ધાતા અને સૌભરિ ત્#ષિની કથા
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પાંચમો અધ્યાય દુર્વાસાજીના દુઃખનું નિવારણ કંઇક ઉવાચ એવં ભગવતાડડદિષ્ટો દુર્વાસાશ્ચક્રતાપિતઃ । અમ્બરીષમુપાવૃત્ય તત્પાદૌ દુઃખિતોડગ્રહીત્‌ |! ૧।। તસ્ય સોધમનં’ વીક્ય પાદસ્પર્શવિલજ્જિતઃ૨ । અસ્તાવીત્તદ્ધરેરસ્રં કૃપયા પીડિતો ભૃશમ્‌ ॥ ૨॥ અમ્જરી!% 6૧/૨ ત્વમગ્નિર્ભગવાન્સૂર્યસ્ત્વં સોમો જ્યોતિષાં પતિઃ । ત્વમાપસ્ત્વં ક્ષિતિર્વ્યોમ વાયુર્માત્રેન્દ્રિયાણિ ચ ॥ ૩॥ સુદર્શન નમસ્તુભ્યં સહસારાચ્યુતપ્રિય | સર્વાસ્રઘાતિન્વિપ્રાય સ્વસ્તિ ભૂયા ઇડસ્પતે ॥ ૪ ત્વં ધર્મસ્ત્વમૃતં સત્યં ત્વં યજ્ઞોડખિલયજભુક્‌ । ત્વં લોકપાલઃ સર્વાત્મા ત્વં તેજઃ પૌરુષં પરમ્‌ | ૫॥। નમઃ સુતાભાખિલધર્મસેતવે હ્યધર્મશીલાસુરધૂમકેતવે 1 શ્રીશુકદેવજીએ કહ્યું - પરીક્ષિત! જ્યારે ભગવાને આ ત્રમાણે આજ્ઞા આપી ત્યારે સુદર્શન ચક્રના તેજથી બળી રહેલા દુર્વાસા પાછા ફરીને રાજા અંબરીષની પાસે આવ્યા અને તેમણે અત્યંત દુઃખી થઈને રાજાના ચરણ પકડી લીધા. |૧ || દુર્લાસાની આવી ચેષ્ટા જોઈને અર્થાત્‌ તેમના દ્વારા પોતાના ચરણ પક્ડવાથી લજ્જિત થઈને રાજા અંબરીષ ભગવાનના ચકની સ્તુતિ કરવા લાગ્યા. તે વખતે તેમનું હદય દુર્વાસાજીનો સંતાપ જોઈને કરુબ્રાથી અત્યંત દ્રવિત થઈ રહ્યું હતું, | ૨ ॥ અંબરીપે કહયું - પ્રભુ સુર્દ્શન! તમે અગ્નિસ્વરૂપ છો. તમે જ પરમ સમર્થ સૂર્યદેવ છો. સમસ્ત નક્ષત્રમંડળના અધિપતિ ચન્દ્રમા પણ તમારું સ્વરૂપ છે. જળ, પૃથ્વી, આકાશ, વાયુ, પંચતન્માત્રાઓ અને સંપૂર્ણ ઇન્દ્રિયોના રૂપમાં તમે જ ચ્હેલા છો. 1૩ ॥ ભગવાનના પ્રિય હજાર દાંતવાળા ચકદેવ! હું તમને નમસ્કાર કરું છું. સમસ્ત અસ્ત્ર-શસ્ત્રોને, નષ્ટ કરવામાં સમર્થ અને પૃથ્વીના રક્ષક! તમે આ બ્રાલ્મજ્નની રક્ષા કરો. 1૪ |! તમે સ્વયં જ ધર્મ છો, મધુર અને સત્યવાણ્રી પણ તમે જ છો, તમે જ સઘળા યશોના અધિપતિ અને સ્વયં પણ યશ્નરૂપ છો. તમે સર્વલોકોના રક્ષક અને સર્વલોક્સ્વરૂપ પણ છો. તમે પરમપુરુષ પરમાત્માનું શ્રેષ્ઠ તેજ છો. || ૫ ॥ હે સુનાભ! (અર્થાત્‌ સુંદર મધ્યમભાગવાળા સુદર્શનચક!) તમે સમસ્ત ધર્મોની મર્યાદાના રક્ષક છો. અધર્મનું આચરણ કરનારા અસુરોને ભસ્મ કરવા માટે તમે સાક્ષાત્‌ અગ્નિ છો. તમે ત્રિલોકના રક્ષક છો અને વિશુદ્ધ ૧. તદ્ાસનં | ૨. સ્પર્શન લજિજિતઃ [ 1553] અત્પ] “* નવમો ’ સ્કન્ધ 21 તૈલોક્યગોપાય વિશુદ્ધવર્ચસે. મનોજવાયાુતકર્મણે ગૃણે ॥૬॥ ત્વતત્તજસા ધર્મમયેન સંહતં તમઃ પ્રકાશશ્ચ ધૃતો* મહાત્મનામ્‌ | દુરત્યયસ્તે મહિમા ગિરાં પતે ત્વદ્ૂપમેતત્સદસત્પરાવરમ્‌ || ૭! યદા વિસૃષ્ટસ્ત્વમનઞ્જનેન વૈ બલં પ્રવિષ્ટોડજિત દૈત્યદાનવમ્‌ | બાહૂદરોર્વડધ્રિશિરોધરાણિ વૃક્ણન્ષજસં પ્રધને વિરાજસે ॥૮॥ સ ત્વં જગત્ત્રાણ ખલપ્રહાણયે નિરૂપિતઃ સર્વસહો ગદાભૃતા | વિપ્રસ્ય ચાસ્મત્કુલદૈવહેતવે વિધેહિ ભદ્રં તદનુગ્રહો હિ નઃ ૯ યઘસ્તિ દત્તમિષ્ટં વા સ્વધર્મો વા સ્વનુષ્ઠિતઃ | કુલ નો વિપ્રદૈવં ચેદ્‌ દ્રિજો ભવતુ વિજવરઃ ॥ ૧૦॥। યદિ નો ભગવાન્પ્રીત એકઃ સર્વગુણાશ્રયઃ । સર્વભૂતાત્મભાવેન દ્વિજો ભવતુ વિજ્વરઃ ॥ ૧૧॥। કંઇક ઉવાચ ઇતિ સંસ્તુવતો રાજ્ઞો વિષ્ણુચક્રં સુદર્શનમ્‌ અશામ્યત્સર્વતો વિપ્ર પ્રદહદ્‌ રાજયાચ્ઞયા ।। ૧૨ સમુક્તોડસ્રાગ્નિતાપેન દુર્વાસાઃસ્વસ્તિમાંસ્તતઃ | પ્રશશંસ તમુર્વશિં યુગ્જાનઃ પરમાશિષઃ ॥ ૧૩॥ તેજસ્વરૂપ છો. તમારી ગતિ મનના વેગ જેવી છે અને તમારાં કર્મ અદ્ભુત છે. હું તમને નમસ્કાર કરું છું, તમારી સ્તુતિ. કરં છું. ॥ ૬ ॥ વેદવાણીના અધીશ્વર! તમારા ધર્મમય તેજથી અન્ધકારનો નાશ થાય છે અને સૂર્ય વગેરે મહાપુરુષોના પ્રકાશની રક્ષા થાય છે. તમારો માંહેમા અપાર છે, તેને વાણીથી વર્ઘવી શકાય નહીં. ઊંચા-નીચા અને નાના- મોટાના ભેદભાવથી યુક્ત આ સમસ્ત કાર્ય-કારણાત્મક જગત તમારું જ સ્વરૂપ છે. || ૭ || હે સુદર્શન ચક્ર! તમારા પર કોઈ વિજથ પ્રાપ્ત કરી શકતું નથી. જે વખતે નિરંજન ભગવાન તમને યુદ્ધમાં પ્રવૃત્ત કરે છે ત્યારે તમે દૈત્યો અને દાનવોની સેનામાં પ્રવેશ કરીને તેમની ભુજાઓ, ઉદર, જાંઘ, ચરણ અને ગરદન વગેરે નિરંતર છેદતા રહો છો; ત્યારે યુદ્ધભૂમિમાં વિશેષરૂપે છવાઈ જાઓ છો. | ૮ | વિશ્વના રક્ષક! તમે રશ્ભૂમિમાં બધાંના પ્રહારો સહી લો છો, તમારું કોઈ કશું. અહિત કરી શક્તું નથી. ગદાધારી ભગવાને દુષ્ટોનો નાશ કરવા માટે તમને નિયુક્ત કર્યા છે. તમે કૃપા કરીને મારા કુળના ભાગ્યોદય માટે દુર્વાસાજીનું કલ્યાણ કરો. આ તમારો અમારા ઉપર મહાન અનુગ્રહ થશે. ॥ ૯ ॥। જો મેં થોડું પણ દાન કર્યું હોય, યજ્ઞો કર્યા હોય અથવા મારા ધર્મનું પાલન કર્યું હોય, જો અમારા કુળના લોકો બ્રાહ્મણોને જ પોતાના આરાધ્ય દેવ માનતા હોય, તો દુર્વાસાજીનું સંકટ ટળી જાય. || ૧૦ ॥ ભગવાન સમસ્ત ગુણોના એકમાત્ર આશ્રય છે. સમસ્ત પ્રાણીઓના આત્મારૂપે જો મેં તેમને માન્યા હોય તો અને તેઓ મારા પર પ્રસન્ન હોય તો દુર્વાસાજીના દયનો સમગ્ર તાપ નષ્ટ થઈ જાય. ।૧૧ || શ્રીશુકદેવજી કહે છે - જ્યારે અંબરીષ રાજાએ દુર્વાસાજીને ચારેબાજુથી બાળી રહેલા ભગવાનના સુદર્શનચક્રની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેમની પ્રાર્થનાથી ચક્ર શાંત થઈ ગયું. !! ૧૨ । જ્યારે દુર્વાસા ચક્રના તાપથી મુક્ત થઈ ગયા અને તેમનું ચિત્ત સ્વસ્થ થઈ ગયું ત્યારે તેઓ અંબરીષ રાજાને અનેક-અનેક ઉત્તમ આશીર્વાદ આપતા રહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા. 1૧૩ || ૧. ભૂતો | 1 1553] 22 * શ્રીમદભાગવત [અ૦૫ ડુવસ ઉવાચ અહો અનત્તદાસાનાં મહત્ત્વ દેષ્ટમધ મે । કતાગસોડપિ યદ્‌ રાજન્‌ મન્નલાનિ સમીહસે ॥ ૧૪।। દુષ્કરઃકો નુ સાધૂનાં દુસ્ત્યજો વા મહાત્મનામ્‌ | પૈઃ સડ્ગૃહીતો ભગવાન્‌ સાત્વતામૃષભો હરિઃ ॥ ૧૫।। યન્ામશ્રુતિમાત્રેણ પુમાન્ભવતિ નિર્મલઃ | તસ્ય તીર્થપદઃ કિં વા દાસાનામવશિષ્યતે | ૧૬॥ રાજશ્નનુગૃહીતોડહે ૧ ત્વયાડતિકરુણાત્મના । મદઘં પૃષ્ઠતઃ કૃત્વા પ્રાણા યન્મેડભિરક્ષિતાઃ ॥ ૧૭॥। રાજા તમકૃતાહારઃ પ્રત્યાગમતકાડક્ષયા । ચરણાવુપસડગૃહ્ય પ્રસાઘ સમભોજયત્‌ | ૧૮॥ સોડશિત્વાડડદંતમાનીતમાતિથ્યં સાર્વકામિકમ્‌ | તૃમાત્મા નૃપતિં પ્રાહ ભુજ્યતામિતિ સાદરમ્‌ | ૧૯॥। પ્રીતોડસ્મ્યનુગૃહીતોડસ્મિ તવ ભાગવતસ્યવૈ | દર્શનસ્પર્શનાલાપૈરાતિથ્યેનાત્મમેધસા 1૨૦ કર્માવદાતમેતત્તે ગાયત્તિ સ્વઃ સયો મુહુઃ | કીર્તિ* પરમપુણ્યાં ચ કીર્તવિષ્યતિ ભૂરિયમ્‌ ॥ ૨૧।। કંછુક ઉવાચ એવં સડ્કીર્ત્ય રાજાનં દુર્વાસાઃ પરિતોષિતઃ । યયૌ વિહાયસાડડમન્ત્ય બ્રહ્મલોકમહેતુકમ્‌ || ર ૨॥। સંવત્સરોડત્યગાત્તાવદ્‌ યાવતા નાગતો ગતઃ | મુનિસ્તદ્રર્શનાકાડક્ષો રાજાડબ્ભક્ષો બભૂવહ ॥ ૨૩॥ દુર્વાસાજીએ કહ્યું — ધન્ય છે! આજે મેં ભગવાનના પ્રિય ભક્તનું મહત્ત્વ જોયું. રાજન્‌! મેં તમારો અપરાધ કર્યો, છતાં તમે મારા માટે મંગલકામના કરી રહ્યા છો. આ તમારો કેવો ઉદાર ભાવ છે? ॥ ૧૪ ॥ જેમણે ભક્તવત્સલ ભગવાન શ્રીઠરિનાં ચરણકમળોને પ્રેમભાવથી પકડી લીધા છે - તેવા સાધુપુરુષો માટે કયું કાર્ય મુશ્કેલ છે? જેમનું હૃદય ઉદાર છે, તે મહાત્માઓ ભલા, કઈ વસ્તુનો પરિત્યાગ કરી શક્તા નથી? [૧૫ | જેમના મંગલમય નામોના શ્રવણમાત્રથી જીવ નિર્મળ થઈ જાય છે - તે જ તીર્થપાદ ભગવાનનાં ચરણકમળોના જે દાસ છે, તેમના માટે કયું કર્તવ્ય શેષ રહી જાય છે? [૧૬ || મહારાજ અંબરીષ! તમારું હૃદય કરુણ્રાભાવથી પરિપૂર્ણ છે. તમે મારા ઉપર મહાન અનુગ્રહ કર્યો છે. અહો, તમે મારા અપરાધને વિસારીને મારા પ્રાજ્ઞોની રક્ષા કરી છે! ૧૭ | પરીક્ષિત! જ્વારથી દુર્વાસાજી ભયથી ભાગ્યા હતા, ત્યારથી અત્યાર સુધી અંબરીષ રાજાએ ભોજન કર્યું ન હતું. તેઓ દુર્વાસાજીના પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતા. હવે તેમણે દુર્વાસાજીના ચરણ પકડી લીધા અને તેમને પ્રસન્ન કરીને વિધિપૂર્વક ભોજન કરાવ્યું. | ૧૮ ॥ અંબરીષ રાજા ખૂબ આદરભાવ સાથે અતિથિને યોગ્ય તમામ પ્રકારની ભોજન-સામગ્રી લઈ આવ્યા. દુર્વાસાજી ભોજન કરીને તૃપ્ત થઈ ગયા. હવે તેમણે આદરપૂર્વક કહ્યું - “રાજન્‌! હવે તમે પણ ભોજન કરી લો. ॥૧૯ ॥ અંબરીષ! તમે ભગવાનના પ્રિય ભક્ત છો. તમારાં દર્શન, સ્પર્શ, વાર્તાલાપ અને આતિધ્યથી હું અત્યંત પ્રસન્ન અને અનુચૃહીત છું કારણકે, તમારી બુદ્ધિ અને અંતઃકરણ નિરંતર પરમાત્મામાં જ જોડાયેલાં છે. || ૨૦ ॥’ સ્વર્ગની દૈવાંગનાઓ વારંવાર તમારા આ ઉજ્જ્વળ ચરિત્રનું ગાન કરતી રહેશે. આ પૃથ્વી પણ તમારી પરમ પુદ્યમથી કીર્તિનું. સંકરર્તન કરતી રહેશે.’ ॥ ૨૧ ॥ શ્રીશુકદેવજી કહે છે — દુર્વાસાજીએ ખૂબ જ સંતુષ્ટ થઈને અંબરીષ રાજાના ગુણોની પ્રશંસા કરી અને ત્યારબાદ તેમની અનુમતિ લઈને આકાશમાર્ગ તેમણે બ્રહાલોક તરફ પ્રયાણ કર્યુ, જે કેવળ નિષ્કામકર્મોથી જ પ્રાપ્ત થાય છે.॥ ર૨ || પરીક્ષિત! જ્યારે સુદર્શનચકથી ભયભીત થઈને દુર્વાસાજી ભાગ્યા હતા, ત્યારથી તેઓ પાછા આવ્યા ત્યાં સુધીમાં એક વર્ષનો સમય વીતી ગયો. આટલા દિવસ સુધી અંબરીષ રાજા તેમનાં દર્શનની આકાંક્ષાથી માત્ર જળપાન જ કરતા રહ્યા. ૨૩ ॥ ૧. ત્તોડસ્મિ । ૨. કીર્તિ તાં પરમાં પુરાં કીર્તન ! [155૩3] અ૦૬] નવમો સ્કન્ધ 23 ગતે૧ ચ દુર્વાસાસે સોડમ્બરીષો દ્વિજોપયોગાતિપવિત્રમાહરત્ચે । ગ્રપેર્વિમોક્ષ વ્યસનં ચ બુદધ્વા મેને સ્વવીર્ય ચ પરાનુભાવમ્‌ ॥ ર૪!! એવંવિધાનેકગુણઃ સ રાજા પરાત્મનિ બ્રહ્મણિ વાસુદેવે | ક્રિયાકલાપૈઃ સમુવાહ ભક્તિં યયાડડવિરિગ્ય્યાન્િરયાંશ્વકાર || ર૫।॥। અથામ્બરીષસ્તનયેષુ રાજ્યં સમાનશીલેષુ વિસૃજ્ય ધીરઃ* । વનં વિવેશાત્મનિ વાસુદેવે મનો દધદ્‌ ધ્વસ્તગુણપ્રવાહઃ | ર૬|| ઇત્યેતત્પુણ્યમાખ્યાનમમ્બરીષસ્ય ભૂપતેઃ | સડ્કીર્તયશ્નનુધ્યાયન્ભક્તો ભગવતો ભવેત્‌ | ૨૭॥ જ્યારે દુર્વાસાજી ચાલ્યા ગયા, ત્યારે તેમના ભોજન બાદ શેષ રહેલા અત્યંત પવિત્ર અન્નનું તેમણે ભોજત કર્યું.!પોતાના કારણે દુર્વાસાજીના ઉપર દુઃખ આવવું અને પછી પોતાની જ પ્રાર્થનાથી તેમાંથી તેમની મુક્તિ થવી

  • આ બન્ને વાતો તેમણે પોતાના દ્વારા થઈ હોવા છતાં તેમજ ભગવાનનો જ મહિમા છે, એવું માન્યું. । ર૪ |! અંબરીષ રાજામાં એવા-એવા અનેક સદ્ગુણ હતા. પોતાનાં સમસ્ત કર્મો દ્વાસ તેઓ પરબ્રહ્મ પરમાત્મા શ્રીભગવાનમાં ભક્તિભાવની અભિવૃદ્ધિ કરતા રહેતા હતા. આવી ભક્તિના પ્રભાવથી તેમણે બ્રહ્મલોક સુધીના સમસ્ત ભોગોને નરક-તુલ્ય સમજ્યા. | રપ ॥ ત્યારપછી અંબરીષ રાજાએ પોતાના જેવા જ તેમતા ભક્ત પુત્રોને રાજ્યનો ભાર સોંપી દીધો અને સ્વયં વનમાં ચાલ્યા ગયા. ત્યાં તેઓ ખૂબ ધૈર્યપૂર્વક આત્મસ્વરૂપ ભગવાનમાં પોતાનું મન પરોવીને ગુણોના પ્રવાહરૂપ સંસારથી મુક્ત થઈ ગયા. || ર૬ || પરીક્ષિત! મહારાજ અંબરીષનું આ પવિત્ર આખ્યાન છે. જે મનુષ્ય આનું સંકીર્તન અને સ્મરણ કરે છે, તે ભગવાનનો ભક્ત થઈ જાય છે.!1૨૭॥ ક્ત્સ્ક— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં નવમસ્કન્ધેડમ્બરીષચરિતં* નામ પગ્ચમોડધ્યાયઃ ॥૫॥। નવમા સ્કંધ-અંતર્ગત અંબરીષચરિત્ર નામનો પાંચમો અધ્યાય સમાપ્ત.