Śrīmad Bhāgavatam

દ્વારકામાં શ્રીકૃષ્ણનું રાજાને યોગ્ય સ્વાગત

પરીક્ષિતનો જન્મ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

જ અગિયારમો અધ્યાય દ્વારકામાં શ્રીકૃષ્ણનું રાજાને યોગ્ય સ્વાગત સૂત ઉવાચ સૂતજી કહે છે - શ્રીકૃખો પોતાના સમૃદ્ધ આનર્ત આનર્તાન્‌સ ઉપવ્રજ્યસ્કૃદ્ધાગ્જનપદાન્સ્વકાન્‌ ! [ દેદમાં પહોંચીને ત્યાંનાં લોકોની વિસ્ઠવેદનાને ઘણે ભાગે દષ્મૌ દરવરં* તેષાં વિષાદં શમયજ્િવ ॥ ૧।। સર્રે ઉચ્ચકાશે ધવલોદરો દરો- ડપ્યુરુક્રમસ્યાધરશોણશોણિમા । દાધ્માયમાનઃ કરકગ્જસમ્યુટે યથાબ્જખલ્ડે કલહેંસ ઉત્સ્વનઃ ॥ ર॥ તમુપશ્રુત્ત નિનદું જગદ્રયભયાવહમ્‌ | પ્રત્યુઘયુઃ પ્રજાઃ સર્વા ભર્તૃદર્શનલાલસાઃ || ૩॥। શાંત કરતા રહીને પોતાનો શ્રેષ્ઠ પાંચજન્ય નામનો શંખ વગાડ્યો. (૧) ભગવાનના હોઠોની લારલીથી લાલ જેવો ભાસતો શ્વેત વર્ણનો શેખ વગાડતી વખતે તેમનાં કર- કમળોમાં એવો શોભાયમાન થયો કે જાળ્રે લાલ રંગનાં કમળો પર બેસીને કોઈ રાજહંસ ઊંચા સ્વરે મધુર ગાન કરી રહ્યો હોય. (૨) ભગવાનના શંખનો તે ધ્વનિ સંસારના ભયને દૂર કરનારો છે. તે ધ્વનિ સાંભળીને તમામ પ્રજા પોતાના સ્વામી શ્રીકૃષ્કના દર્શનની લાલસાથી નગરની બહાર નીકળી આવી. (૩) ૧. પ્રા. પા. - વિદુરાન્વિતામ્‌ । ૨. પ્રાચીન પ્રતમાં ‘ઇતિ…’ષો માંડીને ’…સૂત ઉવાચ! સુષીનો પાઠ નથી. ૩ પ્રા. પા. - કહવ, ૪ ગ્રાચીન પ્રતમાં આ શ્લોક નર્થી. મ૦૧૧] પહેલો સ્કન્ધ કડ તત્રોપનીતબલયો ચેર્દીપમિવાદંતાઃ | આત્મારામં પૂર્ણકામં નિજલાભેન નિત્યદા ॥૪॥ પ્રીત્યુત્ફુલ્લમુખાઃ પ્રોચુર્હષગદગદયા ગિરા । પિતરં સર્વસુહૃદમવિતારમિવાર્ભકાઃ૧ ।। ૫॥। નતાઃ સ્મ તે નાથ સદાડદ્રિપકર્જ વિરિઞ્ચવૈરિઝ્ચ્યસુરેન્દ્રવન્દિતમ્‌ । પરાયણં ક્ષેમમિહેચ્છતાં પરં ન યત્ર કાલઃ પ્રભવેત્‌ પરઃ પ્રભુઃ૨ ॥। ૬॥ ભવાય નસ્ત્વં ભવ વિશ્વભાવન ત્વમેવ માતાથ સુહત્પતિઃ પિતા ! ત્વં સદગુરુર્નઃ પરમં ચ દૈવતં યસ્યાનુવૃત્્યા કૃતિનો બભૂવિમ । ૭।। અહો સનાથા ભવતા સ્મ યદ્ધયં ત્રૈવિષ્ટપાનામપિ દૂરદર્શનમ્‌ | પ્રેમસ્મિતસ્નિગ્ધનિરીક્ષણાનન પશ્ષેમ રૂપં તવ સર્વસૌભગમ્‌ ॥ ૮।। યર્હમ્બુજાક્ષાપસસાર ભો ભવાન્‌ કુરૂન્‌ મધૂન્‌ વાથ સુહૃદિદેક્ષયા | તત્રાબ્દકોટિપ્રતિમઃ ક્ષણો ભવેદ્‌ રવિંવિનાડક્ષ્ણોરિવ નસ્તવાચ્યુત” । ૯॥ ઇતિચોદીરિતા વાચઃ પ્રજાનાં ભક્તવત્સલઃ । કૃશ્વાનોડનુગ્રહં દેષ્ટ્યા વિતત્વન્‌પ્રાવિશત્પુરીમ્ષ ।। ૧૦/। મધુભોજદશાર્હાર્હકુકુરાન્ધકવૃષ્ણિભિઃ ! આત્મતુલ્યબલૈર્ગુપ્તાં નાગૈભોગવતીમિવ | ૧૧॥। સર્વર્તુસર્વવિભવપુણ્યવૃક્ષલતાશ્રમૈઃ 1 ઉદાનોપવનારામૈર્વૃતપશ્માકરશ્રિયમ્‌ ।1૧૨॥ ગોપુરદ્વારમાર્ગેપુ કુતકૌતુકતોરણામ્‌ | ચિત્રધ્વજપતાકાગ્રૈરન્તઃપ્રતિહતાતપામ્‌ ॥૧૩॥।। ભગવાન શ્રીકૃષ્ણ આત્મારામ છે; તેઓ પોતાના આત્મલાભથી જ હરહંમેશ પૂર્ષ્કામ છે, તોપબ્ર જેમ લોકો ઘણા આદરથી સૂર્યને જે દીપ-દાન કરે છે તેવી જ રીતે અનેક પ્રકારની ભેટોથી પ્રજાએ શ્રીકૃષ્ણનું સ્વાગત કર્યુ. (૪) સૌનાં મુખકમળ પ્રેમથી ખીલી ઊઠ્યાં. તેઓ હર્ષ-ગદ્ગદ વાણીથી સૌના સુકદ અને સંરક્ષક ભગવાન શ્રીકૃષ્ણની બરાબર એવી જ સ્તુતિ કરવા લાગ્યાં કે જેવી રીતે બાળક પોતાના પિતા સાથે પોતાની કાલી બોર્લામાં વાતો કરે છે. (૫) “હે સ્વામી! અમે આપનાં તે ચરણકમળોને હરહંમેશ પ્રણામ કરીએ છીઃ બ્રહ્મા, શંકર, સનકાદિ અને ઇન્દ્ર સુધ્ધાં કરે છે, જેઓ આ સંસારમાં પરમ કલ્યાણ ઇંચ્છનારાઓ માટેસર્વોત્તમ આશ્રય છે, જેમનું શરબ્ર લેનારનું પરમ સમર્થ કાળ પણ કશું બગાડી શક્તો નથી, (૬) હે વિશ્ચભાવન! આપ જ અમારાં માતા, સુહૃદ, સ્વામી અને પિતા છો; આપ જ અમારા સદ્દગુરુ અને પરમ આરાધ્ય દેવ છો. આપનાં ચરણોની સેવાથી અમે કૃતાર્થ થઈ રહ્યાં છીએ. આપ જ અમારું કલ્યાણ કરો. (૭) અહા! અમે આપને પાર્મીને સનાથ થઈ ગયાં; કારણ કે આપના સર્વ- સૌદર્ય-સારભૂત અનુપમ રૂપનું અમે દર્શન કરતાં રહીએ છીએ. કેટલું સુંદર મુખ છે ! પ્રેમપૂર્ણ સ્મિતથી સ્નિગ્ધ દષ્ટિ! આ દર્શન તો દેવતાઓ માટે પણ દુર્લભ છે. (૮) હે કમલનયન શ્રીકૃષ્ણ! જ્યારે આપ પોતાના બંધુ-બાંધવોને મળવા માટે હસ્તિનાપુર અથવા મથુરા ચાલ્યા જાઓ છો ત્યારે આપના વિના અમારી એક-એક ક્ષણ કોટિ-કોટિ વર્ષો જેટલી લાંબી થઈ જાય છે જેમ સૂર્ય વિના આંખો કશું કરી શક્તી નથી તેમ આપના વિના અમારી દશા એવી જ છે. (૯) ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણ, પ્રજાનાં મુખેથી આવાં વચનો સાંભળતા સાંભળતા અને પોતાની કૃપામયી દષ્ટિથી તેમના પર કરુણાની વૃષ્ટિ કરતા કરતા દ્વારકામાં પ્રવિષ્ટ થયા. (૧૦) જેમ નાગ પોતાની ભોગવતી (પાતાળપુરી) નગરીનું, રક્ષણ કરે છે તેવી જ રીતે ભગવાનની તે દ્વારકાપુરી પણ,જેમના પરાક્રમની તુલના અન્ય કોઈની પણ સાથે કરી શકાતી નથી તેવા મધુ, ભોજ, દશાર્હ, અહ, કુકુર, અંધક અને વૃષ્ણીવંશી યાદવોથી સુરક્ષિત હતી. (૧૧) તે પુરી સમસ્ત કતુઓના સંપૂર્ણ વૈભવથી સંપન્ન તેમ જ પવિત્ર વૃક્ષો તથા વેલીઓની કુંજોથી યુક્ત હતી. ઠેકઠેકાણે ફળોથી ઉભરાતા ઉદ્યાન, પુષ્પવાટિકાઓ તથા ક્રીડવન હતાં, વચ્ચે-વચ્ચે કમળયુક્ત સરોવરો નગરની શોભા વધારી રહ્યાં હતાં. (૧૨) નગરનાં ફ્રાટકો, મહેલના દરવાજા અને માર્ગો પર ભગવાનના સ્વાગત માટેતોરણોબાંધ્યાં હતાં. ચારે બાજુએ ચિત્રવિચિત્ર (રંગબેરંગી) ધજા-પતાકાઓ લહેરાઈ રહી હતી; જેના થકી તે તે સ્થળોએ ૧. પ્રા. પા. - ત્સુકરદ સવિતાર, | ૨, પ્રા. યા. - પરઃ પ્રભો 1 ૩, પ્રા. પા. - માતાત્મસુકત્પિતાપતિઃ ૪. ત્ર. પા. - પ્રાચીન પ્રતમાં નવમા શ્લોક પછી એક શ્લોક વધુ છે, જે આ પ્રમાણે છે — ‘કયં વર્ષ નાથ ચિરોષિતે ત્વષિ પ્રસન્નદષયાખિલતાપશોપકમ્‌ ! જીવામ તે સુનરહાસશોભિતમપશ્યમાના વદનં મનોહરમ્‌ |? પ પ્રા. પા. - પુરમ્‌! 8૬ શ્રીમદભાગવત 1અત ૧૧ સમ્માર્જિતમહામાર્ગરથ્યાપણકચત્વરામ્‌ | સિક્તાં ગન્ધજલૈરપ્તાં ફલપુષ્પાક્ષતાકુરૈઃ ॥ ૧૪॥ દ્વારિ દ્વારિ ગૃહાણાં ચ દધ્યક્ષતફલેક્ષુભિઃ । અલકૃતાં પૂર્ણકુમ્બેર્બલિભિર્ધ્ષદીપકૈઃ૧ ॥ ૧૫॥॥ નિશમ્ય પ્રેષ્ઠમાયાન્તં વસુદેવો મહામ અકરશ્રોગ્રસેનથ રામશ્ચાહકુતવિક્રમઃ | ૧૬॥॥ પ્રધુમ્નકારુદેષ્ણશ્વ સામ્બો જામ્બવતીસુતઃર । પ્રહર્ષવેગોચ્છશિતશયનાસનભોજનાઃ 11૧૭॥ વારશેન્દ્રં પુરસ્કૃત્ય બ્રાહ્મણૈઃ સસુમદ્નલૈઃ | શહ્તૂર્યનિનાદેન બ્રહ્મઘોષેણ ચાદંતાઃ | પ્રત્યુજ્જગ્મૂ” રૈરહષ્ટાઃપપ્રણયાગતસાધ્વસાઃ | ૧૮॥। વારમુખ્યાશ્ચ શતશો યાનૈસ્તદર્શનોત્સુકાઃ | લસત્કુણ્ડલનિર્ભાતકપોલવદનશ્રિયઃ₹ 1૧૯ નટનર્તકગન્ધર્વાઃ સૂતમાગધબગ્દિનઃ | *ગાયન્તિચોત્તમશ્લોકચરિતાન્યદ્ઠુતાનિચ | ૨૦॥ ભગવાંસ્તત્ર બન્ધૂનાં પૌરાણામનુવર્તિતામ્‌ ! યથાવિધ્યુપસડ્ગમ્ય સર્વેષાં માનમાદધે । ર૧॥। “્રહ્માભિવાદનાશ્લેષકરસ્પર્શસ્મિતેક્ષણૈઃ | આશ્ચાસ્ય ચાશ્ચપાકેભ્યો વરેશ્વાભિમતેર્વિભુઃ ॥ ર૨॥ સ્વયં ચ ગુરુભિર્વિપ્રે: સદારૈઃ સ્થવિરેરપિ | આશીર્ભિયુજ્યમાનોડન્વેબન્દિભિશ્ાવિશત્યુરમ્‌ ॥ ર૩॥ રાજમાર્ગ ગતે કૃષ્ણે હારકાયાઃ’૦ કુલસ્તરિયઃ । હર્મ્યાણ્યારુરુહુર્વિપ્ર તદીક્ષણમહોત્સવાઃ | ર૪॥॥। ગરમીનો કોઈ પ્રભાવ પડતો ન હતો. (૧૩) તેના રાજમાર્ગો, અન્યાન્ય રસ્તાઓ, બજાર અને ચોક વાળી-ઝૂડીને સુગંધિત, જળથીસીંચવામાં આવ્યાં હતાં; અને ભગવાનના સ્વાચત માટે વરસાવવામાં આવેલાં ફળ-ફૂલ, અક્ષત-અંકુર ચારે બાજુએ વેરાયેલાં હતાં. (૧૪) ધરોન્ર પ્રત્યેક દરવાજા પર દહીં, અક્ષત, ફળ, શેરડી, જળથી ભરેલા કળશ (ઘડા), ઉપહારની વસ્તુઓ, ધૂપ-દીપ વગેરે સજાવવામાં આવ્યાં હતાં. (૧૫) ઉદારનંશરોમણિ વસુદેવ, અકર, ઉગ્રસેન, અદ્દભુત પરાક્રમી બળરામ, પ્રદ્યુમ્ન, ચારુદેષ્ણ અને જાંબવતીનંદન સામ્બે જ્યારે એમ સાંભળ્યું કે અમારા પ્રિયતમ ભગવાન શ્રીકૃષ્ટ આવી રહ્યા છે ત્યારે તેમના મનમાં એટલો આનંદ ઊમટ્યો કે તે બધાએ પોતાનાં સઘળાં આવશ્યક કાર્યો - સૂવું, બેસવું, ભોજન વગેરે - છોડી દીધાં. પ્રેમના આવેગથી તેમનાં ફદય ઊછળવા લાગ્યાં. તેઓ મંગળ શુકન માટે ગજરાજને. આગળ કરીને સ્વસ્ત્યયન-પાઠ કરતા કરતા, માંગલિક સામગ્રીઓથી સુસજિજત બ્રાહ્મણોને સાથે લઈને ચાલ્યા. શખ અને શરણાઈ વગેરે વાજાં વાગવા લાગ્યાં અને વેદષ્વનિ થવા લાગ્યો. તે બધા હર્ષિત થઈને રથો પર સવાર થયા અને ઘર્ણી આદરબુદ્ધિથી ભગવાનનું સામૈયું કરવા ચાલી નીકળ્યા.ભગવાન ્રત્યેના પ્રેમને કારણે તેમનામાં મળવા માટેની આતુરતા જોવા મળતી હતી. (૧૬-૧૮),સાથે જ ભગવાન શ્રીકૃષ્ક્ના દર્શન માટે ઉત્સુક સેકો શ્રેષ્ઠ વારાંગનાઓ, કે જેમનાં મુખ ચમકતાં ફંડળોનું તેજ ગાલો પર પંડવાથી બહુ સુંદર લાગતાં હતાં - પાલખીઓ પર ચઢીને ભગવાનનું સામૈયું કરવા ચાલી નીકળી. (૧૯) ઘણાબધા નટ, નાચનારા, ગાનારા, બિરદ વખાશનાર! સૂત, માગધ અને બંદીજનો ભગવાન શ્રીકૃષ્ણના અદ્દબુત ચરિત્રોનું ગાન કરતા કરતા ચાલી નીકળ્યા. (૨૦) ભગવાન શ્રીકૃષ્ણ ભાઈ-બાંધવો,નાગરિકો અનેસેવકોને, એમની, યોગ્યતા અનુસાર,જુદા જુદા મળ્યા અને સૌનું સમ્માન કર્યું. (૨૧) કોઈને માથું નમાવીને પરજ કર્યા, કોઈનું વાણીથી અભિવાદન કર્યું, કોઈને છાતીએ લગાડ્યા, કોઈની સાથે હાથ મેળવ્યા, કોઈની સામે જોઈને સ્મિત વેર્યું અને કોઈને કેવળ પ્રેમભરી નજરે નીરખ્યા. જેની જે ઇચ્છા હતી તેને તેવું વું જુ. વરદાન સાપ્યું. આ પ્રમાણે ચાંડાલ સુધીના સૌને, સંતુષ્ટ કરીને ગુરુજનો, સપત્નીક બ્રાહ્મણો અને વૃદ્ધોના તેમ જબીજા લોકોના પણ આશીર્વાદ સ્વીકારતા સ્વીકારતા તથા બંદીજનો તરફથી બિરદાવલીઓ સાંભળતા સાંભળતા સૌની સાથે ભગવાન શ્રીકૃષ્ણે નગરમાં પ્રવેશ કર્યો. (૨૨-૨૩) હે શૌનકજી! જે સમયે ભગવાન રાજમાર્ગ પર ચાલી રહ્યા હતા તે સમયે દ્વારકાની કુળ-કામિનીઓ ભગવાનના કરા. પ. - દેપપૂકે. ૨ પ્રા. પા. ૧૦ પ્રા. ૫% - દ્વારકાયા ! _- શાસ્સામ્બગદાદયઃ । ૩. પરા. યા. - બ્રાબેસતુ સુમકલેઃ 1૪ પ્રા. પા. - પતિજગ્મૂ ૫. પ્રા પા.

  • રમૈબ્રંહાન્‌ ! દ. પ્રા. પા. - તનિર્ભિન્નન । ૭. પ્રા. પા. ગાવગ્ન ઉત્તમશ્લોક | ૮. પ્રા. પા. - બાન્ધવાનથ આક્ષિપ્ય 1૯. પ્રા. પા. -પુરીમ્‌, 1 અ૦૧૧] પહેલો સ્કન્ધ 87 નિત્યં નિરીક્ષમાણાનાં યદપિ દ્વારકૌકસામ્‌ ! સૈવતૃપ્યન્તિ હિ દેશઃ શ્રિયો ધામાક્નમચ્યુતમ્‌ | રપ॥। શ્રિયોનિવાસો યસ્યોરઃ પાનપાત્રં મુખ દશામ્‌ । બાહવો લોકપાલાનાં સારક્વાણાં પદામ્બુજમ્‌ ॥ ર૬॥ સિતાતપત્રવ્યજનૈરુપસ્કૃતઃ પ્રસૂનવર્ષેરભિવર્ષિતઃ પિશન્નાવાસા વનમાલયા બભૌ ઘનો થયથાડર્કોડુપચાપવૈદુતૈઃ | ૨૭॥ પથિ। પ્રવિષ્ટસ્તુ ગૃહે પિત્રોઃ પરિષ્વક્તઃ સ્વમાતૃભિઃ૨ । વવન્દે શિરસા સપ્ત દેવકીપ્રમુખા મુદા | ૨૮॥ તાઃ પુત્રમક્રમારોપ્ય સ્નેહસ્નુતપયોધરાઃ । હર્ષવિદ્રલિતાત્માનઃ સિષિચુર્નેત્રજે્જલૈઃ ॥ ૨૯॥ અથાવિશત્‌ સ્વભવનં સર્વકામમનુત્તમમ્‌ | પ્રાસાદા યત્ર પત્નીનાં સહસ્રાણિ ચ ષોડશ || ૩૦॥ પત્ન્યઃ પર્તિ પ્રોષ્ય ગૃહાનુપાગતં વિલોક્ય સગ્જાતમનોમહોત્સવાઃ | ઉત્તસ્થુરારાત્‌ સહસાડડસનાશયાત્* સાર્ક વ્રતૈદ્રીડિતલોચનાનનાઃ ॥ ૩૧॥ તમાત્મજૈર્દષ્ટિભિરન્તરાત્મના દુરન્તભાવાઃ પરિરેભિરે પતિમ્‌ | નિરુદ્ધમપ્યાસ્રવદમ્બુ નેત્રયો- ર્વિલજ્જતીનાં” ભૃગુવર્ય વૈક્લવાત્‌ । ૩૨ દર્શનને જ પરમાનંદ માનીને પોતપોતાની અટારીઓ પર ચઢી ગઈ. (૨૪) ભગવાનનું વક્ષસ્થળ મૂર્તિમાન સૌંદર્યલક્ષ્મીનું નિવાસસ્થાન છે. તેમનું મુખારવિંદ નેત્રો વડે પાન કરવા માટેનું સૌંદર્ય-સુધાથી ભરેલું પાત્ર છે. તેમની ભુજાઓ લોકપાલોને પણ શક્તિ આપનારી છે. તેમનાં ચરણકમળો ભક્ત પરમહંસોનાં આશ્રયસ્થાન છે. તેમનાં પ્રત્યેક અંગો શોભાનાં ધામ છે. ભગવાનની આ છબિનેદ્વારકાવાસીઓ નિત્ય-નિરંતર નિહાળતાં રહેછે,તોપણ તેમની આંખો એક ક્ષણ માટે પણ તૃપ્ત થતી નથી. (રપ-૨૬) દ્વારકાના રાજમાર્ગ પર ભગવાન શ્રીકૃષ્ણ ઉપર સફેદ રંગનું છત્ર શોભતું હતું. સફેદ ચામર ઢોળવામાં આવી રહ્યાં હતાં, ચારે બાજુએથી પુષ્પવર્ષા થઈ રહી હતી, તેમલ્રે પીતાંબર અને વનમાળા ધારણ કરેલાં હતાં. તે સમયે તેઓ એવા શોભાયમાન લાગતા હતા કે જાણે શ્યામ મેધ પર એકીસાથે સૂર્ય, ચંદ્ર, ઇન્દ્રયનુપ અને વીજળીથી શોભી રહી હોય. (૨૭) ભગવાન સૌથી પહેલાં પોતાનાં માતાપિતાના મહેલમાં ગયા. ત્યાં તેમણે ખૂબ આનંદપૂર્વક દેવકી વગેરે સાતે માતાઓને તેમનાં ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા અને માતાઓએ તેમને પોતાની છાતીએ લગાડીને ખોળામાં બેસાડ્યા. સ્નેહને કારણે તેમના થાનોમાંથી દધની ધારા વહેવા લાગી, તેમનાં હૈયાં આનંદવિહ્વળ બની ગયાં અને તેઓ આનંદનાં આંસુઓથી તેમનો અભિષેક કરવા લાગી, (૨૮-૨૯) માતાઓની આજ્ઞા મેળવીને તેઓ પોતાના સમસ્ત ભોગ-સામગ્રીઓથી સંપન્ન સર્વશ્રેષ્ઠ ભવનમાં ગયા. તેમાં સોળ હજાર પત્નીઓ માટે અલગ-અલગ મહેલ હતા. (૩૦) પોતાના પ્રાભ્રનાથ ભગવાન શ્રીકૃષ્ણને ઘણા દિવસો બહાર રહ્યા પછી ઘેર આવેલા જોઈને રાણીઓના કૃદયમાં ઘણો આનંદ થયો. તેમને પોતાની નજીક જોઈને તેઓ એકાએક ધ્યાન છોડીને ઊભી થઈ ગઈ; તેમણે માત્ર આસનને જ નહીં, બલકે તે નિયમો ને પણ ત્યજી દીધા, કે જે નિયમો તેમણે પતિના પ્રવાસી બનવાને લીધે લીધા હતા. તે સમયે તેમના મુખ પર અને આંખોમાં લજ્જા છવાઈ ગઈ.* (૩૧) ભગવાન પ્રત્યેનો તેમનો અંતરભાવ હૃદયમાં સમાતો ન હતો ત્યારે તે પ્રગટ થવા ઉછાળા મારતો હતો. તે સર્વ પ્રથમ મનોમન નેત્રો દ્વારા આલિંગન આપીને, અને પછી પોતાના બાળકોને શ્રીકૃષ્ણના હાથમાં આપવાના બહાને સ્પર્શ - ૧. પ્રા. પા, - કૃષ્ણઃ 1 ૨, પ્રા. પા. - પરિષ્વક્તથ માતૃભિઃ 1 ૩. પ્રા. પા. - સહસાસનાશ્રયાત્સકગ્યુકા વ્રીડિતળ | ૪. પ્રા. પા. - વિલજ્જિતાનાં !
  • જે સીનો પતિ વિદેશ ગયો હોય તેણે આ નિયમોનું પાલન કરવું જોઈએ - ક્રીયા શરૌરસંસ્કારં સમાજોત્સવદર્ચનમ્‌ ! હાસ્વં પરગૃહે યાન ત્યજેલ્રોપિતભર્હકા ॥| “જેનો પતિ પરદેશ ગયો હોય તે સીએ ખેલકૂદ, શુંગાર, સામાજિક ઉત્સવોમાં ભાગ લેવો, કકામશ્કરી કરવી અને પારકા વેર જવું - આ પાંચ કામો છોડી દેવાં જોઈએ.’ (યાશવલ્યયસ્મૃતિ) ૦ લજજા સ્ત્રીઓનો એક મહાન ગુલ છે. સુખી દામ્પત્યજીવન માટે તે અનિવાર્ય છે. 88 શ્રીમદભાગવત [અ૦૧૧ યધપ્યસૌ પાર્શ્વગતો ‘રહોગત- સ્તથાપિ તસ્યાડદ્રિયુંગં નવં નવમ્‌ ! પદે પદે કા વિરમેત તત્પદા- ચ્ચલાપિ યચ્હ્રીર્ન જહાતિ કર્હિચિત્‌ ॥ ૩૩॥ એવં નૃપાણાં ક્ષિતિભારજન્મના- મક્ષોહિણીભિઃ ચ્પરિજૃત્તતેજસામ્‌ | વિધાય વૈરં શ્રસનો યથાનલં કિથો વધેનોપરતો” નિરાયુધઃ ॥ ૩૪॥ સ એષ નરલોકેડસ્મિન્નવતીર્ણઃ સ્વમાયયા 1 રેમે સ્રીરત્નકૂટસ્થો ભગવાન્‌ પ્રાકૃતો યથા ! ૩૫॥ ઉદ્દામભાવપિશુનામલવલ્ગુહાસ- દ્રીડાવલોકનિહતો મદનોડપિ યાસામ્‌ | સમ્મુહ્ય ચાપમજહાત્પ્રમદોત્તમાસ્તા યસ્યેન્દ્રિયે વિમથિતું કુહકર્ન શેકુઃ 1 ૩૬॥ તમયં મન્યતે લોકો હ્યસક્નમપિ સ્વિનમ્‌ । આત્મૌપમ્ઘેન મનુજ વ્યાપૃણ્વાનં યતોડબુધઃ | ૩૭॥ એતદીશનમીશસ્યપ્રકૃતિસ્થોડપિ તદગુશૈઃ । નયુજ્યતે સદાડડત્મસ્થૈ્યથા બુદ્ધિસ્તદાશ્રયા ॥ ૩૮॥। તં મેનિરેડબલા મૂઢાઃ સ્ૈણં ચાનુવ્રતં રહઃ ! અપ્રમાણવિદો ભર્તુરીશ્વરં મતયો યથા 1૩૯! આલિંગન દ્વારા વ્યક્ત થયો. હે શૌનક્જી! આ શ્રીકૃષ્ટાની પત્નીઓના અંતરના પ્રેમનું શું કહેવું? શ્રીકૃષ્ણને અલિંગન આપતાં તેમની આંખમાંથી પ્રેમાશ્રુ છલકાયાં જે રોકવા તેઓ અસમર્થ રહી અને એકાએક સરી જ પડ્યાં. (૩૨) જોકે ભગવાન શ્રીકૃષ્ણ એકાંતમાં સદૈવ તેમની પાસે રહેતા હતા, તોપણ તેમનાં ચરણકમળ તેમને હર પળે નવાં ને નવાં જ લાગતાં હતાં. ભલા, સ્વભાવથી જ ચંચળ લક્ષ્મી જેમને એક ક્ષણ માટે પણ કદી છોડતી નથી એવા ભગવાનનાં ચરણોના દર્મનથી કોને તૃપ્તિ થશે? (૩૩) જેમ પવન વાંસવૃક્ષોના સંઘર્ષથી દાવાનળ ઉત્પન્ન કરીને તેમને બાળી નાખે છે તેવી જ રીતે પૃથ્વી માટે ભારરૂપ અને શક્તિશાળી રાજાઓમાં પરસ્પર શત્રુભાવ પેદા કરાવીને શસ્ર ધારણ કર્યા વગર જ ભગવાન શ્રીકૃષ્ણે તેમને કંઈ કેટલીય અક્ષૌહિબ્રી સેના સહિત એક-બીજા વડે મરાવી નાખ્યા અને તે પછી સ્વયં પણ ઉપરામ થઈ ગયા. (૩૪) સાક્ષત્‌ પરમેશ્વર જ પોતાની લીલાઓથી આ મનુપ્યલોકમાં અવતર્યા હતા અને હજારો રાણીઓની વચ્ચે રહીને તેમણે. સાધારણ મનુષ્યની જેમ ક્રીડા કરી. (૩૫) જેમનું નિર્મળ અને મધુર સ્મિત તેમના હૃદયન! ઉછળતા પ્રેમ-ભાવોને સૂચિત કરનારું હતું, જે કામિનીઓના શરમ!ળ અવલોકનથી મોહિત થઈને વિશ્વવિજથી કામદેવે પણ પોતાના ધનુષનો ત્યાગ કર્યો હતો તે કમનીય કામિનીઓ પોતાના કામવિલાસોથી જેમના મનમાં જરીક પણ ક્ષોભ પેદ! ન કરી શકી તે અસંગ ભગવાન શ્રીકૃષ્ણને, પોતાના જેવાં જ કર્મ કરતા જોઈને સાંસારિક લોકો સામાન્ય મનુષ્ય સમજે છે - આ તેમની મૂર્ખતા છે. (૩૬- ૩૭) આ જ તો ભગવાનની ભગવત્તા છે કે તેઓ પ્રકૃતિમાં સ્થિત હોઈને પ્ર તેના ગુશ્ોથી કદી લેપાતા નથી, જેમ કે ભગવાનની શરણાગત બુદ્ધિ પોતાનામાં રહેલા પ્રાકૃત ગુણોથી લેપાતી નથી. (૩૮) તે મૂઢ સ્ત્રીઓ પણ શ્રીકૃષ્ણને પોતાના એકાન્તસેવી, સ્રીપરાયણ ભક્ત જ સમજી બેઠી હતી; કારણ કે તેઓ પોતાના સ્વામીના એશ્ચર્યને જાશતી ન હતી - બરાબર એ જ રીતે કે જેમ અહંકારની વૃત્તિઓ ઈશ્વરને પોતાના ધર્મથી યુક્ત માને છે. (૩૯) કકક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણ પારમહંસ્યાં સંહિતાયાં પ્રથમસ્કન્ધે નૈમિષીયોપાખ્યાને શ્રીકૃષ્ણદ્વારકાપ્રવેશો નામૈકાદશોડધ્યાયઃ ॥ ૧૧ પહેલા સ્કંધ-અંતર્ગત શ્રીકૃષ્ણ-દ્વારકાપ્રવેશ નામનો અગિયારમો અધ્યાય સમાપ્ત.