Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.
- પહેલો અધ્યાય
ભગવાન દ્વારા પૃથ્વીને આશ્વાસન, વસુદેવ-દેવકીનાં લગ્ન અને
કંસ દ્વારા દેવકીના છ પુત્રોની હત્યા
ચશ્નેવતચ
કથિતો વંશવિસ્તારો ભવતા સોમસૂર્યયોઃ |
રાજ્ઞાં ચોભયવંશ્યાનાં ચરિત પરમાહ્ુતમ્ || ૧॥।
યદૌશ્ય ધર્મશીલસ્ય નિતરાં મુનિસત્તમ |
તત્રાંશેનાવતીર્ણસ્ય વિષ્ણોર્વીર્યાણિ શંસ નઃ || ૨॥
અવતીર્ય યદોર્વશે ભગવાન્ ભૂતભાવનઃ |
કૃતવાન્યાનિ વિશ્વાત્મા તાનિ નો વદ વિસ્તરાત્ | ૩॥।
નિવૃત્તતર્ષરુપગીયમાનાદ્
ભવૌષધાચ્છોત્રમનોડભિરામાત્ ।
ક ઉત્તમશ્લોકગુણાનુવાદાત્
પુમાન્ વિરજ્યેત વિના પશુધ્તાત્ !૪॥।
પિતામહા મે સમરેડમરગ્જધૈ-
દૈવવ્રતાઘાતિરથૈસ્તિમિદ્રિલેઃ ।
કૌરવસૈન્યસાગરં
કંત્વાડતરન્ વત્સપદં સ્મ યત્પ્લવાઃ || ૫॥।
દુરત્યયં
દ્રોણ્યસ્વિપ્લુષ્ટમિદં મદં
શન્તાનબી્જ કુરુપાણ્ડવાનામ્ |
જુગોપ કુંક્ષિંગત આત્તચક્રો
માતુશ્વ મે યઃ શરણં ગતાયાઃ || ૬॥
રાજા પરીક્ષિતે પૂછયું - ભગવન્! તમે ચન્દ્રવંશ અને
સૂર્યવંશના વિસ્તારનું તથા આ બન્ને વંશમાં થયેલા રાજાઓનાં
પરમ અદ્દભુત ચરિત્રોનું વર્ણન કર્યું, હે ભગવાનના પરમ પ્રેમી
મુનિવર! તમે સ્વભાવે જ ધર્મપ્રેમી એવા યદુવંશનું પણ
વિસ્તારથી વર્શન કર્યું. હવે કૃપા કરીને તે જ વંશમાં પોતાના
અંશ શ્રી બલરામજી સાથે અવતરેલા ભગવાન શ્રીકૃષ્ણનું પરમ
પવિત્ર ચરિત્ર પણ અમને સંભળાવો, ॥ ૧-૨ || ભગવાન
શ્રીકૃષ્કઠ સમસ્ત પ્રાણીઓના જીવનદાતા અને સર્વાત્મા છે.
તેમણે યદુવંશમાં અવૃતાર લઈને જે-જે લીલાઓ કરી, તે
વિસ્તારથી અમને કહો. || ૩ ।| કેમ કે, જેમની તૃષ્ણાની પ્યાસ
હંમેશને માટે છિપાઈ ચૂકી છે તેવા જીવન્મુક્ત મહાપુરુષો જેનું
પૂર્ણ પ્રેમથી અતૃપ્ત રહીને ગાન કરે છે, મુમુક્ષુજનો માટે જે.
ભવરોગનું રામબાણ ઔષધ છે તથ્ વિષયી લોકો માટે પણ
તેમનાં કાન અને મનને પરમ આનંદદાયી છે એવા ભગવાન
શ્રીકૃષ્ણચન્દ્રના સુંદર, સુખદ, રસાળ, ગુણાનુવૉદથી, પશુઘાતી
અથવા આત્મધાતી મનુષ્ય સિવાય એવો કોણ છે જે વિમુખ
થઈ જાય, તેને પ્રેમ ન કરે? ॥ ૪ ॥ (શ્રીકૃષ્ણ તો મારા કુળદેવ
જછે.) જ્યારે કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધમાં દેવતાઓને પણ
જીતી લેનારા ભીષ્મપિતામહ વગેરે અતિરથીઓ સાથે મારા
દાદા પાંડવોનું યુદ્ધ થઈ રહ્યું હતું, તે સમયે કૌરવોની સેના
તેમના માટે અપાર સમુદ્ર જેવી હતી - જેમાં મોટા-મોટા
મહામચ્છોને પણ્ન ગળી જવાવાળા તિમિંગલો સમાન ભીષ્મ
જેવા યોદ્ધાઓ તેમના માટે ભય ઉત્પન્ન કરી રહ્યા હતા. પરંતુ
મારા પિતામહ, ભગવાન શ્રીકૃષ્ણના થરણકમળોની નૌકાનો
આશ્રયલઈને તે મેહાસાગરને એક વાછરડાના પગના ખાડાની
જેમ અનાયાસે પાર કરી ગયા હતા. ।। ૫ ॥ મહારાજ! મારું
આ શરીર - જે તમારી સામે છે તથા જે કૌરવ અને પાંડવોના
વંશના બીજરૂપ હતું - અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી બળી ચૂક્યું
હતું. તે સમયે મારી માતા જ્યારે ભગવાનના શરણમાં ગઈ,
ત્યારે તેમણે હાથમાં ચક્ર લઈને મારી માતાના ગર્ભમાં પ્રવેશ
104 શ્રીમદભાગવત
વીર્યાણિ તસ્યાખિલદેહભાજા-
મન્તર્બહિઃ પૂરુષકાલરૂપૈઃ |
પ્રયચ્છતો મૃત્યુમુતામૃત ચ
માયામનુષ્યસ્ય વદસ્વ વિદ્રન્ ૭
શેહિણ્યાસ્તનયઃ પ્રોક્તો શમ: સડ્ર્પણસ્ત્વયા ।
દેવક્યા ગર્ભસમ્બન્ધઃ કુતો દેહાન્તરં વિના ॥ ૮॥
કસ્માન્મુકુન્દો ભગવાન પિતુર્ગેહાદ વ્રજં ગતઃ |
ક્વવાસંજ્ઞાતિભિઃ સાર્થ કૃતવાન સાત્વતાંપતિઃ ૯!
દ્રજે વસન્ કિમકરોન્મધુપુર્યા ચ કેશવઃ |
ભ્રાતરં ચાવધીત્ કંસં માતુરદ્વાડતદર્હમ્ | ૧૦॥
દેહે માતુષમાક્નિત્ય કતિ વર્ષાણિ વૃષ્ણિભિઃ !
યદુધુર્યા સહાવાત્સીત્પત્ન્યઃ કત્યભવન્પ્રભોઃ | ૧૧
એતદન્યચ્ચ સર્વ મે મુતે કૃષ્ણવિચેષ્ટિતમ્ !
વક્તુમર્સિ સર્વજ્ઞ શ્રદ્ધાનાય વિસ્તૃતમ્ || ૧૨
નૈષાતિદુઃસહા ક્ુન્માં ત્યક્તોદર્મપિ બાધતે ।
પિબન્તં ત્વન્મુખામ્ભોજચ્યુતં હરિકથામૃતમ્ | ૧૩॥
મૃત ઉવાશ
એવં* નિશમ્ય ભૃગુનન્દન સાધુવાદ
વૈયાસકિંઃ સ ભગવાનથ વિષ્ણુરાતમ્ |
પ્રત્યર્ચ કૃષ્કચરિંતં કલિકલ્મષઇનં
વ્યાહર્તુમારભત ભાગવતપ્રધાનઃ || ૧૪॥।
[અ૦૧
કર્યો અને મારી રક્ષા કરી. ॥ ૬ ॥ (માત્ર મારી જ વાત નથી)
તેઓ સમસ્ત શરીરધારીઓની અંદર આત્મારૂપે રહીને
અમૃતનું દાન કરી રહ્યા છે અને બહાર કાળરૂપે રહીને મૃત્યુનું”.
મનુષ્યના રૂપમાં પ્રતીત થવું, એ તો તેમની એક લીલા છે.
હે ગુરુદેવ! આપ તે જ એશ્ચર્ય અને માધુર્યપૂર્ણ પરિપૂર્ણ
લીલાઓનું વર્ણન કરો. ૭ ॥|
ભગવન્! તમે હમણાં જ કહ્યું હતું કે, બલરામજી
રોહિશ્રીના પુત્ર હતા. ત્યારબાદ દેવકીના પુત્રોમાં પણ તમે.
તેમની ગણતરી કરી. બીજું શરીર ધારભ્ર કર્યા વિના બે.
માતાઓના પુત્ર થવું કઈ રીતે સંભવ છે? ।। ૮ || અસુરોને
મુક્તિ આપવાવાળા અને ભક્તોને પ્રેમનું વિતરણ કરવાવાળા
ભગવાન શ્રીકૃષ્ણ પોતાના વાત્સલ્ય-સ્નેહથી ભરેલા પિતાનું
ઘર છોડીને વ્રજમાં કેમ ચાલ્યા ગયા? યદુવંશ-શિરોમણિ
ભક્તવત્સલ પ્રભુએ નન્દ વગેરે ગોપ-બન્ધુઓની સાધે ક્યાં-.
ક્યાં નિવાસ કર્યો? | ૯ ॥ બ્રહ્મા અને શંકરના ઉપર પણ
શાસન કરવાવાળા પ્રભુએ વ્રજમાં તથા મધુપુરી(મથુરા)માં
રહીને કઈ-કઈ લીલાઓ કરી? અને મહારાજ! તેમલે પોતાની
માતાના ભાઈ-મામા કંસને પોતાના હાથે શા કારણે મારી
નાખ્યો? તે મામો હોવાને કારણે તેમના હાથે મરાવા યોગ્ય તો
ન હતો. ॥ ૧૦ ॥ મનુષ્યાકાર સચ્વિદાનન્દમય વિગ્રહ પ્રગટ
કરીનેદ્વારકાપુરીમાં યદુવંશીઓની સાથે તેમણે કેટલાં વર્ષો સુધી
નિવાસ કર્યો? અને તે સર્વશક્તિમાન પ્રભુની કેટલી પત્નીઓ
છતી? || ૧૧ ॥ હે મુને! મેં શ્રીકૃષ્ણની જે-જે લીલાઓ વિશે.
પૂછ્યું છે, અને જે નથી પૂછયું, તે બધી લીલાઓ તમે મને
વિસ્તારથી કહી સંભળાવો, કેમ કે, તમે બધું જ જાણો છો અને.
હું ખૂબ શ્રદ્ધા સાથે તે સાંભળવા ઇચ્છું છું, |! ૧૨ | ભગવન્!
અન્નની તો વાત જ શી છે, મેં તો જળનો પણ પરિત્યાગ કરી
દીધો છે. છતાં પણ તે અસહ્ય ભૂખ-તરસ (જેના કારણે મેં વનમાં
મુનિના ગળામાં મરેલો સર્પ નાખવાનો અન્યાય કર્યો હતો) મને
અત્યારે સ્હેજ પણ પરેશાન કરતાં નથી. કારણ કે હું આપના
મુખારવિંદમાંથી ટપકતી ભગવાનની સુધામયી લીલા-કથાનું
પાન કરી રહ્યો છું. 1૧૩ ॥|
સૂતજી ક્હે છે - શૌનકજી! ભગવાનના પ્રેમીજનોમાં
સર્વોપરિ અને સર્વશ શ્રીશુકદેવજીએ પરીક્ષિતનો આવો યોગ્ય
પ્રશ્ન સાંભળીને (જે સંતોની સભામાં ભગવાનની લીંલા-
શ્રિત્રોના વર્ણન માટે કરાતો હોય છે) તેમને સાધુવાદ આપ્યા
૧, સાઠ | ૨, એતં ।
- સમર
તેમનો નારા કરે છે.
દેહધારીઓના અંતઃકરણમાં અંતર્યામીરૂપે સ્ધિત ભગલાન તેમના જીવનદાતા છે તથા બહાર કાળરૂપે સ્થિત રહીને તેઓ જ
થી જે આત્મણાનીજનો અંતર્ટષિ દ્વારા તે અંતર્ષામીની ઉપાસના કરે છે તેઓ મોક્ષરૂષ અમરપદને પ્રાપ્ત થાય છે. અને
જે વિષયપરશયણ અજ્ઞાની પુરુષો બાક્ષદષ્ટિથી વિષયોના ચિંતનમાં જ લાગેલા સહે છે, તેઓ જન્મ-મરશરૂપી મૃત્યુના ભાગીદાર બને છે,
અ૦૧]
દસમો સ્કન્ધ, 105
શ્રીશુક ઉવાચ
સમ્યગ્વ્યવસિતા બુદ્ધિસ્તવ રાજર્ષિસત્તમ !
વાસુદેવકથાયાં તે યજ્જાતા નૈષ્ઠિકી રતિઃ5 ।॥ ૧૫॥।
વાસુદેવકથાપ્રશ્નઃ પુરુષાંસ્રીન્ પુનાતિ હિ ।
વક્તારં પૃચ્છકં શ્રોતૃંસ્તત્પાદસલિલં યથા ॥૧૬॥
ભૂમિર્દ્તતૃપવ્યાજદૈત્યાનીકશતાયુતેઃ 1
આકાત્તા ભૂરિભારેણ બ્રહ્માણં શરણં યયૌ । ૧૭॥।
ગૌર્ભૂત્વાડશ્ચુમુખી ખિજ્ઞા કન્દન્તી કરુણં વિભોઃ ।
ઉપસ્થિતાડન્તિકે તસ્મૈ વ્યસનં સ્વમવોચતર ॥ ૧૮॥।।
બ્રહ્મા તદુપધાર્યાથ સહ દેવૈસ્તયા સહ |!
જગામ સત્રિતયનસ્તીરં ક્ષીરપયોનિધેઃ ॥ ૧૯
તત્ર ગત્વા જગજન્ઞાથં દેવદેવં વૃષાકપિમ્ ।
પુરુષ પુરુષસૂક્તેન ઉપતસ્થે સમાહિતઃ | ૨૦॥।
શિર સમાધો ગગને સમીરિતાં
નિશમ્ય વેધાસ્તિદશાનુવાચ
ગાં પૌરુષી મે શૃણુતામરાઃ પુન-
[ર્વૈધોયતામાશુ તથૈવ મા ચિરમ્ ।૨૧।|
હ॥ર૨૧॥
પુરેવ પુંસાવધૃતો ધરાજ્વરો
ભવદ્ધિરંશૈર્યદુષ્પજન્યતામ્ ।
સશ યાવદુર્વ્યા ભરમીશ્ચરેશ્વરઃ
સ્વકાલશકત્યા ક્ષપ્યશ્વરેદ્ ભુવિ ॥ ર૨
વસુદેવગૃહે સાક્ષાદ ભગવાન્ પુરુષઃ પરઃ |
જનિષ્યતે” તત્મિયાર્થ સમ્ભવન્તુ* સુરસ્ત્રિયઃ ।। ૨૩॥
અને ભગવાન શ્રીકૃષ્ણની તે લીલાઓનો પ્રારંભ કર્યો, જે
સમસ્ત કલિયુગના દોષોને સદાને માટે ધોઈ નાખે છે. | ૧૪ ॥
શ્રી શુકદેવજી કહે છે - ભગવાનના લીલા-રસના
રસિયા રાજર્ષિ! તમે જે કાંઈ નિશ્ચય કર્યો છે, તે બહુ જ સુંદર
અને આદરણીય છે; કેમકે, સર્વના #દયારાધ્ય શ્રીકૃષ્ણની
લીલા-કથા શ્રવજ્ કરવામાં તમને સહજ અને સુદઢ પ્રીતિ પ્રાપ્ત
થઈ ગઈ છે. ।। ૧૫ || ભગવાન શ્રીકૃષ્ણની કથાના સંબંધમાં
પ્રશ્ન કરવાથી જ વક્તા, પ્રશ્નકર્તા અને શ્રોતા-ત્રલેય પવિત્ર
થઈ જાય છે - જેમ ગંગાજીનું જળ અથવા ભગવાન
શાલિગ્રામનું ચરજ્ામૃત બધાંને પવિત્ર કરી દે છે. । ૧૬ ॥
પરીક્ષિત! તે સમયે લાખો દૈત્યોએ અભિમાની રાજાઓનું
રૂપ ધારણ કરીને પોતાના અસહ્ય ભારથી પૃથ્વીને આક્રાન્ત
કરી દીધી હતી. તેમનાથી રક્ષણ મેળવવા માટે પૃથ્વી-દેવી
ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજીના શરણમાં ગયાં. || ૧૭ ॥
શરીરે કૃશ એવાં ગાયમાતાએ નેત્રોમાંથી છલકાતાં આંસુ સાથે
ખેદ પામીને દયા ઉપજાવતું રુદન કરતાં કરતાં બ્રહ્માજીની
પાસે જઈને પોતાનું સંપૂર્ણ દુઃખ કહી સંભળાવ્યું. || ૧૮ ||
બ્રહ્માજીએ ખૂબ જ સહાનુભૂતિ સાથે પૃથ્વીની દુઃખ-ગાથા
સાંભળી, ત્યાર પછી તેઓ ભગવાન શંકર, સ્વર્ગના અન્ય
પ્રમુખ દેવતાઓ તથા ગાયના રૂપમાં આવેલાં પૃથ્વીદેવીને
સાથે લઈને ક્ષીરસાગરના તીરે ગયા. | ૧૯ || ભગવાન
દેવતાઓના પલ આરાધ્યદેવ છે. તેઓ પોતાના ભક્તોની
સઘળી અભિલાષાઓ પૂરી કરીને તેમનાં સમસ્ત દુઃખોનો
નાશ કરી દે છે. તેઓ જ જગતના એકમાત્ર સ્વામી છે.
ટ્ષીરસાગરના તીરે પહોંચીને બ્રહ્માદિ દેવતાઓએ પરમપુરુષ
સર્વાન્તર્યામી ભગવાનની “પુરુષસૂક્ત’ દ્વારા સ્તુતિ કરી.
સ્તુતિ કરતાં-કરતાં બ્રહ્માજી સમાધિસ્થ થઈ ગયા. | ૨૦ |
તેમણે સમાધિ-અવસ્થામાં આકાશવાણી સાંભળી. ત્યાર પછી
જગતના રચયિતા બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું - ‘દેવતાઓ!
મૅ ભગવાનની વાણી સાંભળી છે, તમે લોકો પણ તેને હમણાં
જ મારી પાસેથી સાંભળો અને પછી તે પ્રમાણે કરો. ભગવાનની
આજ્ઞાના પાલનમાં વિલંબ ન થવો જોઈએ. | ૨1 ભગવાન
પૃથ્વીના દુઃખને પહેલેથી જ જાણે છે. તેઓ ઈશ્વરતા પણ
ઈશ્વર છે, તેથી પોતાની કાલશક્તિ દ્વારા પૃથ્વીનો ભાર
ઉતારતા રહીને જ્યાં સુધી પૃથ્વી પર લીલા કરે, ત્યાં સુધી તમે
લોકો પણ પોત-પોતાના અંશ સાથે યદુકુળમાં જન્મ લઈને
તેમની લીલાઓમાં સહયોગ આપો. |! ર૨ ॥। વસુદેવજીના
ઘરે સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે. તેમની અને તેમનાં
પ્રિયતમા (રુક્મિણી વગેરે)ની સેવા માટે દેવાંગનાઓ પણ
જન્મ ગ્રહણ કરે. 1૨૩ ॥
૧. મતિઃ | ર. સમવોચત ! ૩. જનિષ્યતિ | ૪. બ્વન્ત્વમરસ્િયઃ !
106
શ્રીમદ્ધાગવત
[અ૦૧
વાસુદેવકલાનન્તઃ સહસ્વદનઃ સ્વરાટ્ !
અગ્રતો ભાંવેતા દેવો હરેઃ પ્રિયચિકીર્ષયા ॥ ૨૪॥
વિષ્ણોર્માંયા ભગવતી યયા સમ્મોહિતં જગત્ |
આદિષ્ટા પ્રભુણાંશેન કાર્યાર્થે સમ્ભવિર્ષ્યાતે || ર૫॥
કંદુક ઉર૨
ઈત્યાદિશ્યામરગજાન્ પ્રજાપતિપતિર્વિભુઃ !
આદ્યાસ્ય ચ મહીં ગૌર્ભિઃ સ્વધામ પરમંયયો || ૨૬॥।
શૂરસેનો ધદુપતિર્મથુરામાવસન્ પુરીમ્ |
માથુરાઝટરરોનાંથ વિષયાન્ બુભુજે પુરા || ૨૭!
શજધાની તતઃ સાડભૂત્ સર્વયાદવભૂભુજામ્ ।
મથુશ ભગવાન યત્ર નિત્યં સંનિહિતો હરિ: ॥ ર૮॥
તસ્યાં તુ કર્હિચિચ્કૌરિર્વસુદેવઃ કૃતોદ્રહઃ |
કૈવક્યા સૂર્યા સાર્ધ પ્રયાણે રથમારુહત્ | ર૯
ઉગ્રસેનસુતઃ કંસઃ’ સ્વસુઃ પ્રિયચિકીર્ષયા ।
રશ્મીત્ હયાનાં જગ્નાહચ રોક્મે રથશતૈ્વતઃ ॥ ૩૦॥
શ્રતુઃશત પારિબર્ટ ગજાનાં હેમમાલિનામ્ !
અશ્વાનામયુતં સાર્ધ રથાનાં ચ ત્રિષટ્શતમ્ ।। ૩૧।।
દાસીનાં સુકુમારીણ્ાં હે શતે સમલફડતે
દુષિત્રે દેવકઃ પ્રાદાદ્ યાને દુહિતૃવત્સલઃ !! ૩૨!
શક્તૂર્યપ્રદશશથ નેદુર્દુન્દૂભયઃ સમમ્।
પ્રયાણપ્રક્મે તાવદ્ વરવધ્વોઃ સુમન્નલમ્ | ૩૩॥।
પધિ પ્રગ્રહિણં કંસમાભાષ્યાહાશરીરવાક |
અસ્યાસ્તવામષ્ટમો ગર્ભ હન્તાયાં વહસેડબુધ ॥ ૩૪॥।
સ્વયંપ્રકાશ ભગવાન શેષનારાયણ પણ, જેઓ
ભગવાનની ક્લા હોવાથી અનંત છે (અનંતનો અંશ પજ્ન
અનંત કોય છે) અને જેમનાં સહસ મુખ છે, ભગવાનનાં
મ્િય કાર્યો કરવા માટે તેમનાથી પહેલાં જ, તેમના
મૌટાભાઈના રૂપમાં અવતાર ગ્રહણ કરશે. |! ૨૪ 1! જેણે
સમગ્ર જગતને મોહિત કરી રાખ્યું છે તે ભગવાનની
એશ્વર્યશાબી યોગમાયા પણ ભગવાનની આજ્ઞાથી તેમનાં
લીલા-કાર્યો સમ્પન્ન કરવા માટે અંશરૂપમાં અવતાર ગ્રહજ્ન
કરશે.’ ॥ ૨૫ ||
% શ્રીશુકદેવજી કહે છે — પરીક્ષિત! પ્રજાપતિઓના
સ્વામી બ્રહ્માજીએ દેવતાઓને આ પ્રમાલે આસા આપી
અને પૃથ્વીદેવીને સાન્ત્વના આપીને તેઓ પોતાના
પરમધામમાં પધારી ગયા. |! ૨૬ !! પ્રાચીન કાળમાં યદુવંશી
ચજા શૂરસેન હતા. તેઓ મથુરાપુરીમાં રહીને માથુરમંડલ
અને શૂરસેન નામના પ્રદેશોનું શાસન કરતા હતા. | ૨૭ ||
તે સમયથી મછુરા નગરી જ સથળા યદુવંશી રાજાઓની
શજધાની બની ગઈ હતી. ભગવાન શ્રીહરિ સદા અર્હી
નિવાસ કરે છે. ! ૨૮ ॥ એક્વાર મથુરામાં શૂરસેનના પુત્ર
વસુદેવજી લગ્ન કરીને પોતાનાં નવજિવાહિતા પત્ની
કેવકીજીની સાથે ઘરે જવા માટે રથમાં બેઠા હતા. || ૨૯ ॥
ઉગ્રસેનનો પુત્ર કંસ પોતાની (કાકાની દીકરી) બહેન
દેવીને પ્રસન્ન ઠરવા માટે સ્વયં તેમના રથનો સારથિ
બન્યો હતો. તેની સાથે સેંકડો સોનાના રથ ચાલી રહ્યા
હતા. || ૩૦ || દેવકીના પિતા દેવકનો તેમની પુત્રી ઉપર
વિશેષ પ્રેમ હતો. તેમણે વિદાય કરતી વખતે પુત્રીને
સોનાની માળાવાન્ા ચારસો હાર્થી, પંદર હજાર અશ્ો,
એકહજાર અને આઠસો રથ તેમ જ પાલખીઓ સહિત સારી
શીતે અલંકૃત કરેલી સુકુમાર દાસીઓ દાયજામાં આપી
હતી. 13૧-૩ર ॥ વર-વધૂના મંગળ પ્રસ્થાનનો આરંભ
થયો ત્યારે ત્રંગલ કામના કરતાં એકીસાથે શંખ, તૂરી,
શરલાઈઓ, ઢોલ અને દુંદુભિઓ વાગલા લાગ્યાં, || ૩૩ |
રસ્તામાં જ્યારે ઘોડાઓની લગામ પકડીને કંસ રથ હાંકી
રહ્યો હતો, તે સમયે આકાશવાલ્ીએ તેને સંબોધીને કહયું
- ‘અરે મૂર્ખ! જેને તું રથમાં બેસાડીને લઈ જઈ રહ્યો
છે તે આ દેવકીનો આઠમો ગર્ભ તને મારશે.’ ॥ ૩૪ ॥
૧, કંસો ભગિન્યા ઊષ૦! ૨. જરે!
અ૦૧]
દસમો સ્કન્ધ 107
ઇત્યુક્તઃ સ ખલઃ પાપો ભોજાનાં કુલપાંસનઃ !
ભગિનીંહન્તુમારબ્ધઃખડ્ગપાણિઃ કચેડગ્રહીત્ ॥ ૩૫
તં જુગુપ્સિતકર્માણં નૃશંસં નિરપત્રપમ્ |
વસુદેવો મહાભાગ ઉવાચ પરિસાન્ત્વયન્ ॥ ૩૬॥
વસુદેવ ઉવાચ
શ્લાઘનીયગુણઃ શૂરૈર્ભવાન્ ભોજયશસ્કરઃ-!
સ કથં ભગિની હન્યાત્ સ્તિયમુદ્રાહપર્વણિ || ૩૭!
મૃત્યુર્જન્મવતાં વીર દેહેન સહ જાયતે |
અઘવાડબ્દશતાત્તેવા મૃત્યુર્વપ્રાણિનાં ધ્ુવઃ ॥ ૩૮॥
દેહે પગ્થત્વમાપન્ને દેહી કર્માનુગોડવશઃ |
દેહાન્તરમનુપ્રાપ્ય પ્રાક્તનં ત્યજતે વપુઃ ૩૯
વ્રજંસ્તિષ્ઠન્ પદેકેન યથૈવૈકેન ગચ્છતિ |
યથા તૃણજલૂકૈવં દેહી કર્મગરતિં ગતઃ 1૪૦॥
સ્વપ્ને યથા પશ્યતિ દેહમીદેશં
મનોરથેનાભિનિવિષ્ટચેતતઃ 1
દષ્ટશ્રુતાભ્યાં મનસાડનુચિન્તયન્
પ્રપધતે તત્ કિંમપિ હ્યપસ્મૃતિઃ || ૪૧।।
યતો યતો ધાવતિ દૈવચોદિતં
મનો વિકારાત્મકમાપ પગ્ચસુ |
ગુણેષુ માયારચિતેષુ દેદ્યસૌ
પ્રપદ્યમાનઃ સહ તેત્ત જાયતે 1૪૨
જ્યોતિર્યધૈવોદકપાર્થિવેષ્વદઃ
સમીરવેગાનુગતં વિભાવ્યતે |
એવં સ્વમાયારચિતેષ્વસૌ પુમાન્
ગુણેષુ રગાનુગતો વિમુહ્મતિ 1૪૩
કંસ અત્યંત પાપી હતો. તેની દૃષ્ટતાની કોઈ સીમા ન
હતી. તે ભોજવંશનું કલંક જ હતો. (તેથી તો આકાશવાણીએ
તેને “સ ખલઃ’ અર્થાત્ ખલર્સાહિત ભોજવંશનું કલંક, સંબોધન
કર્યું છે) આકાશવાણી સાંભળતાં જ તેણે તલવાર ખેંચી અને
પોતાની બહેનનો ચોટલો પકડીને તેને મારવા માટે તૈયાર થઈ
ગયો. ॥૩૫ | તે અત્યંત ક્ર તો હતો જ, પાપ કરતાં-કરતાં
તે નિર્લજ્જ પણ થઈ ગયો હતો. તેનું આ કાર્ય જોઈને મહાત્મા
વસુદેવજી તેને શાંત કરતાં કહેવા લાગ્યા- | ૩૬ ||
વસુદેવજીએ કહ્યું - રાજકુમાર! તમે ભોજવંશના
યશસ્વી ભાવિ રાજકુમાર છો. મોટા-મોટા શૂરવીરો તમારા
ગુણોની પ્રશંસા કરે છે. એક તો આ સ્ત્રી છે, બીજું એ તમારી
બહેન છે અને ત્રીજું આ વિવાહનો શુભ પ્રસંગ છે! આવી
સ્થિતિમાં તમે તેને કઈ રીતે મારી શકો? ।। ૩૭ ॥હે વીરશ્રેષ્ઠ!
જે જન્મે છે તેના શરીર સાથે તેનું મૃત્યુ પણ પેદા થઈ જાય છે
- આજે અથવા સો વર્ષ પછી પણ પ્રાણીઓનું મૃત્યુ નિશ્ચિત
છે. 1૩૮ ॥ જ્યારે શરીરનો અંત થઈ જાય છે, ત્યારે જીવ
પોતાના કર્માનુસાર બીજા શરીરને ગ્રહણ કરીને પોતાના પહેલા
શરીરને છોડી દે છે. જીવને વિવશ થઈને આમ કરવું પડે
છે. ॥ ૩૯ ॥જેમ ચાલતી વખતે મનુષ્ય એક પગ જમાવીને જ
બીજો પગ ઉઠાવે છે, જળો (એક જળચર જંતુ) જેમ કોઈ
આગલા તૃણને પકડીને પછી જ પહેલાના તૃણને છોડે છે -એમ
જીવ પણ પોતાનાં કર્મ અનુસાર કોઈ શરીરને પ્રાપ્ત કર્યા પછી
જ આ શરીરને છોડે છે. || ૪૦ ॥ જેમ કોઈ પુરુષ જાગ્રત
અવસ્થામાં રાજાના એશ્ચર્યને જોઈને અને ઇન્દ્ર વગેરેના
એશ્વર્યને સાંભળીને તેની કામના કરવા લાગે છે, અને તેનું
ચિંતન કરતાં-કરતાં તે જ વાતોમાં મગ્ન થઈ જાય છે ત્યારે
સ્વપ્નમાં પોતે રાજા અથવા ઇન્દ્ર છે એવો અનુભવ કરવા લાગે
છે, સાથે-સાથે પોતાના દરિદ્રતાવાળા શરીરને ભૂલી જાય છે.
ક્યારેક ક્યારેક તો જાગ્રત અવસ્થામાં જ મનમાં ને મનમાં
વાતોનું ચિંતન કરતાં-કરતાં તે તન્મય થઈ જાય છે અને તેને
સ્થૂળ શરીરની સ્મૃતિ રહેતી નથી, તે જ પ્રમાણે જીવ મૃત્યુ પછી
પણ કર્મને વશ થઈ બીજા શરીરને પ્રાપ્ત થઈ જાય છે અને
પોતાના પહેલા શરીરને ભૂલી જાય છે. ॥ ૪૧ ॥। જીવનું મન
અનેક વિકારોનો સમૂહ છે. દેહાંતના સમયે તે અનેક જન્મોનાં
સંચિત અને પ્રારબ્ધ કર્મોની વાસનાઓને આધીન થઈને માયા
દ્વારા રચાયેલા અનેક પંચભૂતોવાળા શરીરોમાંથી જે કોઈ
શરીરના ચિન્તનમાં તલ્લીન થઈ જાય છે, અને માની લે છે કે,
આ ડું છું, તેને તે જ શરીર ગ્રહણ કરીને જન્મ લેવો પડે
છે. 1૪૨ || જેમ સૂર્ય, ચન્દ્રમા વગેરે પ્રકાશવાળા પદાર્થો
જળથી ભરેલા ઘડાઓમાં અથવા તેલ વગેરે સ્નિગ્ધ પદાર્થોમાં
પ્રતિમ્બિબિત થાય છે અને હવાથી તેમાંનું જળ વગેરે હાલવા-
ડોલવાથી તેમાં પ્રતિબિંબિત પદાર્થો પણ ચંચળ જણાય છે - તે
109 શ્રીમદૂભાગવત
[5૦1
તસ્માજ્ઞ કસ્યચિદ્ દ્રોહમાચરેત્ સ તથાવિધઃ !
આત્મનઃક્ષેમમન્વિચ્છન્દ્રોગ્ધુવૈપરતો ભયમ્ 1 ૪૪॥
એષા તવાનુજા બાલા કૃપણા પુત્રિકોપમા |
હત્તું નાર્હસિ કલ્યાણીમિમાં ત્વં દોનવત્સલઃ ॥ ૪૫|।
શઠ ઉશ૨
એવંસ સામભિ્ભેદેબોધ્યમાનોડપિ’ દારુણઃ |
સ્ સયવર્તત કૌરવ્ય પુરુષાદાનનુવ્રતઃ 1 ૪૬।।
નિર્લન્ધંતસ્ય તં જ્ઞાત્વા વિચિન્ત્વાનકદુન્દુભિઃ ।
પ્રામ કાલં પ્રતિવ્યોટુમિદં તત્રાન્વપવત ।। ૪૭॥
મૃત્યુપરદ્ધિમતાકપોલ્યો યાવદબુદ્ધિબલોદયમ્ ।
યશી ત નિવ્તેત નાપરાધોડસ્તિ દેહિનઃ ॥ ૪૮॥
પ્રદ્ાવ મૃત્યવે પુત્રાન્ મોચયે કૃપણામિમામ્ |
સુતા મે વદિજાવેરન મૃત્યુર્વા ન પ્રિષેત ચેત્ । ૪૯।॥
વિપર્યયો વા કિં ન સ્યાદ ગતિ્ધાતુર્દૂરત્યયા |
ઉષસ્થિતો નિવતૈત નિવૃત્તઃ પુનરાપતેત્ ।| ૫૦॥।
અગ્ર્યથા દારુવિયોગયોગયો-
રદેષ્ટતોડન્યશ્ન નિમિત્તમસ્તિ |
એર્વ હિ જન્તોરપિ દુર્વિભાવ્યઃ
શરીરસંયોગવિયોગહેતુઃ ॥૫૧॥
એવ વિમૃશ્ય તં પાપં યાવદાત્મનિદર્શનમ્ ।
પૂજયામાસ વૈ શૌરરબહુમાનપુરઃસરમ્ 1 પર ॥
પ્રસશવદનામ્ભોજો નૃશંસં નિરપત્રપમ્ ।
મનસા દૂવમાતેન વિહસત્નિદમબ્રવીત્ || ૫૩॥
જ પ્રમાણે જીવ પોતાના સ્વરૂપના અજ્ઞાન દ્વારા રચાયેલાં
શરીૌરોમાં રગ કરીને તને પોતાનો આત્મા માની લે છે અને
મોહવશ તે શરીરોના આવવા જવાને પોતાનું આવવું જવું
માનવા હાગે છે. ॥ ૪૩ | તેથી જે પોતાનું કલ્યાણ ચાડે છે,
તેજને કોઈનો પણ દ્રોહ ન કરવો જોઈએ; કારણ કે, જીવ કર્મને
આધીન થઈ ગયો છે અને જે કોઈની સાથે દ્રોહ કરશે તેને આ
જીવનમાં શત્રુથી અને મર્યા પછી પરલોકમાં ભયભીત થવું જ
પડશે. ॥। ૪૪ ॥ કંસ આ તમારી નાની બહેન બિચારી હજી
બાળક અને ગરીબડી છે. આ તો તમારી પુત્રી જેવી છે. આ
ઉપરાંત હજી સમભાં જ તેનું લગ્ન થયું છે, લગ્નનાં મંગલ,
ચિદ્તો પણ હજી તેના શરીર પરથી ઊતર્યા નથી. આવી
સ્થિતિમાં તમાર જેવા દીનવત્સલ પુરુષે આ રાંક બહેનનો વધ
કરવો ઉચિત નથી. || ૪૫ ॥|
શ્રીશુકદેવેજી કહે છે -પરીિત! આ પ્રમાશે વસુદેવજીએ
પ્રશંસા વગેરે સામ નીતિથી અને ભય વગેરે ભેદનીતિથી કંસને
વધુસમજાવ્યો. પરંતુ તે કૂર તો રાક્ષસોનો અનુયાયી બની રહ્યો
હતો; તેથી તેશરે પોતાના થોર સંકલ્પને છોડ્યો નહીં. | ૪૬ ||
વસુદેવછીએ કંસની ભયંકર જીદ જોઈને એવો વિચાર કર્યો કે
કોઈ પણ રીતે આ સમય તો ટાળી જ દેવો જોઈએ. ત્યારે તેઓ
એવા નિશ્ચય ઉપર આવ્યા. । ૪૭ ।। બુદ્ધિમાન મનુષ્યે જ્યાં
સુધી તેની બુદ્ધિ અને બળ સાથ આપે, મૃત્યુને ટાળવાનો પ્રયત્ન
કરવો જોઈએ. પ્રયત્ન કરવા છતાં પણ તે ટળી ન શકે, તો પછી
પ્રયત્ત કરનારનો કોઈ દોષ નથી. || ઝદ. તેથી આ કાલરૂપી
કંસને પોતાના પુત્રો આપી દેવાની પ્રતિશા કરીને હું આ
દયાપાત્ર દેવકીને બચાવી લઉં. જયારે મારે પુત્રો થશે અને ત્યાં
:સુધી આ મૃત્યુરૂપ કંસ નહીં મરે તો જ પત્રો કંસને આપવાના
છે, || ૪૯ ॥ સંભવ છે કે આનાથી વિપરીત જ કાંઈક બને,
મારે પુત્ર જ આને મારી નાખે! કેમકે, વિધાતાના વિધાનને
પામવુંબહુ કઠ્શ છે. મૃત્યુ સામે આવીને પણ ટળીજાય છે અને
ટળેલું પાછું આવી જાય છે. | ૫૦ || જે સમથે વનમાં આગ.
લાગે છે, ત્યારે તેમાં ક્યાં કયાં રૃક્ષો બળી જાય અને કયાં કયાં
બથી જાથ, દૂરનાં બળી જાય અનેપાસેના બચી જાય - આ બધી
વાતોમાં દૈવ વિના બીજું કોઈ કારણ હોતું નથી. તે જ પ્રમાણે.
ક્યા પ્રાશીનું ક્યું શરીર રહેશે અને કયું શરીર કયા કારલે નષ્ટ
થઈ જશે, આ વાતને જાણી શકવી બહુ કઠણ છે. || ૫૧ ||
પોતાની બુદ્ધિવી આવો “નિશ્ચય કરીને વ્સુદેવજીએ ખૂબ,
સન્માન સાથે પાપી કંસની ખૂબ પ્રશંસા કરી. || પર ||
પરીક્ષિત! કંસ અત્યંત ફૂર અને નિર્લજ્જ હતો; તેથી આમ
કરતાં પણ વસુદેવજીના મનમાં ભાડે પીડા થઈ રહી હતી. તેમ
છતાં તેમણે ઉપર-ઉપરથી પોતાના મુખને હસતું રાખીને આ
મમા કહ્યું- 1 પ૩ ॥
૧. બ્યોલમાનોકપિ ।
અ૦૧]
દસમો સ્કન્ધ 109
વસુદેવ ઉર
નહ્યસ્યાસ્તે ભયં સૌમ્યયદ્વાગાહાશરીરિણી ।
પુત્રાન્સમર્પયિષ્યેડસ્યા યતસ્તે ભયમુત્થિતમ્ | પ૪॥
કશુક ઉવાચ
સ્વસુર્વધાજ્ઞિવવૃતે* કંસસ્તદ્વાક્યસારવિત્ |
વસુદેવોડપિ તંપ્રીતઃ પ્રશસ્ય પ્રાવિશદ્ ગૃહમ્ | ૫૫॥
અથ કાલ ઉપાવૃત્તે દેવકી સર્વદેવતા |
પુત્રાન્ પ્રસુષુવે ચાષ્ટૌ કન્યાં ચૈવાનુવત્સરમ્ ।। ૫૬!
કીર્તિમન્તં પ્રથમર્જ કંસાયાનકદુન્દુભિઃ ।
અર્પયામાસ કૃચ્છ્ેણ સોડનૃતાદતિવિદ્રલઃ || ૫૭॥
કિં દુઃસહં તુ સાધૂનાં વિદુષાં કિમપેક્ષિતમ્ |
ક્રિમકાર્ય કદર્યાણાં દુર્ત્યજ કિં ધૃતાત્મનામ્ । ૫૮॥
દૃષ્ટ્વા સમત્વંતચ્છૌરેઃ સત્યે ચૈવ વ્યવસ્થિતિમ્ |
રકંસસ્તુષ્ટમતા રાજન્ પ્રહસજ્નિદમબ્રવીત્ || ૫૯॥।
પ્રતિયાતુે કુમારોડયં ન હ્યસ્માદસ્તિ મે ભયમ્ |
અષ્ટમાદયુવયોર્ગભાન્મૃત્યુર્મ” વિહિતઃ કિલ || ૬૦॥
તથેતિ સુતમાદાય યયાવાનકદુન્દુભિઃ ।
નાભ્યનન્દત તદ્રાક્યમસતોડવિજિતાત્મનઃ || ૬૧॥।
નન્દાઘા યે વ્રજે ગોપા યાશ્ચામીષાં ચ યોષિતઃ !
વૃપ્ણયો વસુદેવાદયા દેવક્યાધા યદુસ્િયઃ || ૬૨
સર્વે વૈ દેવતાપ્રાયા ઉભયોરપિ ભારત |!
જ્ઞાતયો બન્ધુસુહદો યે ચ કંસમનુત્રતાઃ ॥ ૬૩॥।।
વસુદેવજીએ કહ્યું - ભલા ભાઈ (સૌમ્ય)! તમને
દેવકીથી તો કોઈ ભય નથી, જેવું કે આકાશવાશીએ કહ્યું છે.
ભય છે મારા પુત્રોથી, તો દેવકીને પુત્રો થશે તે હું તમને
લાવીને સોંપી દઈશ. !| પ૪ ॥|
શ્રી શુકદેવજી કહે છે - પરીક્ષિત! કંસ જાણતો હતો
કે, વસુદેવના શબ્દો મિથ્યા નથી થતા અને તે જે કંઈ કહે
છે તે તર્કસંગત પણ છે. તેથી તેણે પોતાની બહેન દેવકીને
મારવાનો વિચાર છોડી દીધો. આથી વસુદેવજી બહુ પ્રસન્ન
થયા અને તેમની પ્રશંસા કરીને પોતાને ઘેર ચાલ્યા
ગયા. પપ || દેવકી મહાન સતી-સાધ્વી હતાં, તમામ
દેવતાઓ તેમના શરીરમાં નિવાસ કરતા હતા. સમય આવ્યે
દેવકીજીને દરેક વર્ષે એક-એક કરીને આઠ પુત્રો અને એક
કન્યાનો પ્રસવ થયો. || ૫૬ || પહેલા પુત્રનું નામ હતું
કીર્તિમાન. વસુદેવજીએ તેને લાવીને કંસને આપી દીધો. આવું.
કરતાં તેમને દુઃખ તો અવશ્ય થયું, પરંતુ તેનાથી પણ વધારે
દુઃખ તેમને એ વાતનું હતું કે ક્યાંક મારું વચન અસત્ય ન
થાય. || ૫૭ |! પરીક્ષિત! સત્યપ્રિય પુરુષો શું નથી સહન
કરતા? જ્ઞાનીઓને કોઈ વાતની અપેક્ષા હોતી નથી, નીચ
પુરુષો બૂરામાં બૂરું કામ પણ કરી શકે છે અને જે જિતેન્દ્રિય
છે - જેમણે ભગવાનને હૃદયમાં ધારણ કરી રાખ્યા છે, તે
સર્વનો ત્યાગ કરી શકે છે. | ૫૮ ॥ જ્યારે કંસે જોયું કે
વસુદેવજીનો પોતાના પુત્રના જીવન અને મરણમાં સમભાવ
છે અને તે સત્યના પ્રતિ સંપૂર્ણ નિષ્ઠાવાળા પણ છે, ત્યારે
તે બહુ પ્રસન્ન થયો અને તે હસીને કહેવા લાગ્યો || ૫૯ ||
વસુદેવજી! તમે આ નાનકડા સુકુમાર બાળકને લઈ જાઓ,
આનાથી મને કોઈ ભય નથી. કારણ કે આકાશવાણીએ તો
એવું કહ્યું હતું કે, દેવકીન આઠમા ગર્ભથી ઉત્પન્ન થનાર
સંતાનના હાથે મારું મૃત્યુ થશે. || ૬૦ ।। વસુદેવજીએ કહ્યું,
“બરાબર છે.’ અને બાળકને લઈને તેઓ પાછા આવ્યા. પરંતુ
તેમને ખબર હતી કે, કંસ બહુ દુષ્ટ છે અને તેનું મન તેના
હાથમાં નથી. તે ગમે તે ક્ષણે બદલાઈ જનારો છે. તેથી તેમણે.
કંસની વાત પર વિશ્વાસ ન કર્યો. ॥ ૬૧ ||
(પરીક્ષિત! આ બાજુ ભગવાન નારદ કંસની પાસે
આવ્યા અને કંસને કહ્યું, “કંસ! વ્રજમાં રહેવાવાળા નન્દ
વગેરે ગોપજનો અને તેમની જે સ્ત્રીઓ છે, વસુદેવ વગેરે
વૃષ્લિઓ, દેવકી વગેરે યદુવંશની સ્ત્રીઓ અને નન્દ,
વસુદેવ બન્નેના જાતિભાઈઓ અને સગા-સંબંધીઓ બધા
જ દેવતાઓ છે; જે અત્યારે તમારી સેવા કરી રહ્યા છે,
તે પણ દેવતાઓ છે.’ નારદજીએ એવું પણ કહ્યું કે ‘દત્યોને.
૧. સુદૃદલધાન્નિવકૃતે ! ૨. પવીયાસ્તુ | ૩. યુવયોઃ પુત્રાનમૃત્યુર્મ । ૪. યાવદાનકન 1
110 શ્રીમદભાગવત
[અ૦૨
એતત્ કંસાય ભગવાગ્છશંસાભ્યેત્ય€ નારદઃ ।
ભૂમેર્ભારાયમાણાનાં દૈત્યાનાં ચ વધોદ્યમમ્ || ૬૪॥
ત્પેર્વિનિર્ગમે કંસો યદૂન્ મત્વા સુરાનિતિ |
દેવક્યા ગર્ભસમ્મૂતં વિષ્ણું ચ સ્વવધં પ્રતિ ॥ ૬૫॥
દેવકી વસુદેવં ચ નિગૃદહ્ય નિગડેર્યુહે ।
જાતં જાતમહન્ પુત્રં તયોરજનશકયા | ૬૬॥
માતરં પિતરં ભ્રાતૃન્ સર્વાહ્ સુહદસ્તથાર ।
દ્રાન્તિ હ્સુતૃપો લુબ્ધા રાજાનઃ પ્રાયશો ભુવિ || ૬૭॥
કારણે પૃથ્વીનો ભાર વધી ગયો છે, તેથી દૈત્યોના વધની
દેવતાઓ તરફથી આ વ્યવસ્થિત યોજના છે.’ || ૬૨-૬૪ ॥
જ્યારે દેવર્ષિ નારદ આટલું કહીને ચાલ્યા ગયા, ત્યારે કંસે.
એવો નિશ્ચય કરી લીધો કે યદુવંશીઓ દેવતા છે અને
દેવકીના ગર્ભથી વિષ્જ્ુ ભગવાન જ મને મારવા માટે
ઉત્પન્ન થવાના છે. તેથી તેણે દેવકી અને વસુદેવને.
સાંકળોથી બાંધીને કારાગૃહમાં પૂરી દીધાં અને તે બન્નેથી
જે-જે પુત્રો થતા ગયા તેમને તે મારતો ગયો. તેને દરેક
વખતે એવી શંકા રહેતી હતી કે ક્યાંક વિષ્ણુ જ તો આ
બાળકના રૂપમાં આવ્યો નહીં હોય! ॥ ૬૫-૬૬ | પરીશિત!
પૃથ્વી પર ઘણું કરીને એવું જોવા મળે છે કે પોતાના પ્રાશોનું
જ પોષજ્ન કરનારા લોભી રાજાઓ પોતાના સ્વાર્થ માટે મા-
બાપ, ભાઈ-બંધુ અને પોતાના અત્યંત હેતૈપી ઇષ્ટ-મિત્રની
પણ હત્યા કરી નાંખે છે ॥ ૬૭ ॥ કંસ જાણતો પતો કે
આત્માનમિહ સઝ્જાતં જાનન પ્રાગ્ વિષ્ણુના હતમ્ 1 હું પહેલાં કાલનેમિ અસુર હતો અને વિષ્ણુએ મને મારી
જા ય નાંખ્યો હતો. આવું વિચારીને કંસે યદુવંશીઓ સાથે ઉગ્ર
કશોર કાક બદુભિ: સ હમર ૬૮1 | હ સ કરનો. તિયય હરી લશો, 1 ૬૮1 ડસ ક્ત
ર ક બળવાન હતો. તેણે યદુ, ભોજ અને અંધક વંશના સ્વામી
ઉગ્રસેનં ચ પિતરં યદુભોજાન્ધકાધિપથ2 । અને પોતાના પિતા ઉ્રસેનને કેદ કરી લીધા અને શૂરસેન-
સ્વયં નિગૃહા બુભુજે શૂરસેનાન્ મહાબલઃ || ૬૯॥ | દેશનું રાજ્ય તે પોતે કરવા લાગ્યો. || ૬૯ ॥
—શ્-
ઇતિ થ્રીમદ્ધાગવતે મહાપુરાળે પારમહેસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વા્ધે શ્રીકૃષ્ણાવતારોપક્રમે
પ્રથમોડધ્યાયઃ | ૧ ॥
દસમા સ્કંધના પૂર્વા્ધ-અન્સર્ગત શ્રીકૃષ્ણાવતારના ઉપક્રમમાંનો પહેલો અધ્યાય સમાપ્ત.