પચીસમો અધ્યાય ખે ગોવર્ધન-ધારણ શરંશુક ઉવાચ” ઇન્દ્રસ્તદાડડત્મનઃ પૂજાં વિજ્ઞાય વિહતાં નૃપ ! ગોપેભ્યઃ કૃષ્ણનાથેભ્યો નન્દાદિભ્યક્ષુકોપ સઃ | ૧॥। ગણં સાંવર્તકં નામ મેઘાનાં ચાન્તકારિણામ્ | ઇન્દ્રઃ પ્રાચોદયત્ કુદ્ધો વાક્યં ચાહેશમાન્યુત ॥ ૨॥। અહોશ્રીમદમાહાત્મ્યં ગોપાનાં કાનનૌકસામ્ । કૃષ્ણં મર્ત્યમુપાશ્રિત્ય યે” ચકરુર્દવહેલનમ્ ॥૩॥ યથાદંહૈઃ કર્મમયૈઃ કતુભિર્નામનૌનિભૈઃ | વિદ્યામાન્વીક્ષિકી હિત્વા તિતીર્ષન્તિ ભવાર્ણવમ્ ॥ ૪॥ વાચાલં બાલિશં સ્તબ્ધમજ્ઞં પશ્ડિતમાનિનમ્ ! કૃષ્ણં મર્ત્યમુપાશ્રિત્ય ગોપા મે ચક્રુરપ્રિયમ્ || ૫|! શ્રીશુકદેવજી કહે છે — પરીક્ષિત! જ્યારે ઇન્દ્રને ખબર. પડી કે મારી પૂજા બંધ કરી દેવામાં આવી છે ત્યારે તેઓ નંદબાવા વગેરે ગોપો પર બહુ કોધિત થયા. પરંતુ તેમના ક્રોધ કરવાથી શું થાય, તે ગોપોના રક્ષક તો સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ હતા. |! ૧ ॥ ઇન્દ્રને તેના પદનું બહુ અભિમાન હતું. કે હું જ ત્રિલોકનો ઈશ્વર છું. તેમણે કોધાયમાન થઈ પ્રલય કરનારા મેઘોના સંવર્તક નામના ગણને વ્રજ પર ચઢાઈ કરવાની આજ્ઞા આપી અને કહ્યું - ॥ ૨ !। “અહો, આ જંગલી ગોવાળોને આટલું અભિમાન! ખરેખર આ સંપત્તિનો જ નશો છે. જુઓ તો ખરા, એક સાધારણ માનવી કૃષ્ણના બળ પર તેમણે મારું - દેવરાજનું અપમાન કરી દીધું. ॥ ૩ || જેમ પૃથ્વી પર ઘણા મંદબુદ્ધિવાળા પુરુષો ભવસાગર પાર ઊતરવા માટે સાચું સાધન એવી બ્રહ્મવિદ્યાને તો છોડી દે છે અને માત્ર કહેવામાત્રની તૂટેલી નાવથી અર્થાત્ કર્મજનિત યોથી આ ભવસાગર પાર ઊતરવા ચાહે છે. || ૪ !। આ કૃષ્ણ વાચાળ, નાદાન, અભિમાની અને મૂર્ખ હોવા છતાં પોતાને બહુ મોટો. જ્ઞાની સમજે છે. તે સ્વયં મૃત્યુનો કોળિયો છે, છતાં પણ તેના આધારે આ ગોવાળોએ મારો અનાદર કર્યો છે. 1૫ ॥ ૧. ત્મચોદિતાઃ । ૨. ઇન્દ્રમખભડ્ગશ્રતુર્વિશોડધ્યાયઃ । ૩. બાદરાયશિરુવાચ ! ૪. મખભડ્ઝમચીકરન્ ! 248 શ્રીમદભાગવત [અ૦ રષ એપાં શ્રિયાડવલિમાનાં કૃષ્ણેનાધ્માયિતાત્મનામ્ ! ધુનુત શ્રીમદસ્તમ્ભં પશ્ન્ નયત સડક્ષયમ્ || ૬॥| અહેં ચૈરાવતં નાગમારહ્યાનુવ્રજે વ્રજમ્ | મરુદગશૈર્મહાવીર્યેર્નન્દગોષ્ઠજિથાંસયા’ ॥૭॥ કંઇક ઉવાચ ઇત્થં મઘવતાડડક્ઞક્ા મેથા નિર્મુક્તબન્ધનાઃ | નન્દગોકુલમાસારેઃ પીડયામાસુરોજસા ॥ ૮॥ વિદ્યોતમાના વિધુદ્ધિઃ સ્તનન્તઃ સ્તનયિત્નુભિઃ | તીદ્વ્મરુદગણૈરનુન્ના વવૃષુર્જલશર્કરાઃ ॥ ૯॥ સ્થૂણાસ્થૂલા વર્ષધારા મુગ્યત્સ્વબ્રેષ્વભીક્્ણશઃ ! જલૌધૈઃ પ્લાવ્યમાના ભૂર્નાદશ્યત નતોન્ષતમ્ 1૧૦ અત્યાસારાતિવાતેન પશવો જાતવેપનાઃ | ગોપા ગોષ્યશ્ચ શીતાર્તા ગોવિન્દ શરણં યયુઃ 11૧! શિરઃ સુતાંશ્ચ કાયેન પ્રચ્છાઘાસારપીડિતાઃ ! વેપમાના ભગવતઃ પાદમૂલમુષાયયુઃ ॥ ૧ ૨॥ કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વજ્ઞાથં ગોકુલં પ્રભો ત્રાતુમર્હસિ દેવાન્નઃ કુપિતાદ્ ભક્તવત્સલ | ૧૩॥ શિલાવર્ષનિપાતેન હન્યમાનમચેતનમ્ | નિરીક્ષ્ય ભગવાન્ મેને કુપિતેન્દ્રકૃત હરિઃ |! ૧૪॥। અપર્ત્વત્યુલ્બણં વર્ષમતિવાતં શિલામયમ્ | સ્વયાગે વિહતેડસ્માભિરિન્દ્રો નાશાય વર્ષતિ ॥ ૧૫॥ તત્ર પ્રતિવિધિં સમ્યગાત્મયોગેન સાધયે ! લોકેશમાનિનાં મૌઢ્ચાદ્ધરિષ્વે ૨ શ્રીમદં તમઃ !। ૧૬ એક તો આ લોકો આમેય સંપત્તિના નશામાં છકી ગયા છે અને પાછ, કૃષ્ણે તેમને વધારે ફટાવ્યા છે. હવે તમે લોકો. જઈને તેમના સંપત્તિના નશાને અને તેમની ઉદંડતાને ધૂળભેગી કરી તેમનાં પશુઓનો સંહાર કરી નાખો. || ૬ |! હું પ્ત તમારી પાછળ-પાછળ એરાવત હાથી પર બેસીને નંદના વ્રજનો નાથ કરવા માટે મરુદ્ગણો સાથે આવું હું.‘1૭॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ઇન્દ્રએ ખા મ્રમાજ્ે પ્રલથના મેઘોને આજ્ઞા આપૌ અને તેમનાં બંધન ખોલી દીધાં, હવે તેઓ બહુ વેગથી નંદબાવાના દરજ પર ચડી આવ્યા અને મુશળધાર પાણી વરસાવીને સંપૂર્ણ દ્રજને દુઃખી કરવા લાગ્યા. | ૮ ।। ચારે બાજુ વીજળોઓ ચમકવા લાગી, વાદળો પરસ્પર ટકરાઈને ગર્જના કરવા લાગ્યાં અને પ્રચંડ આંધીની પ્રેરણાથી મોટા-મોટા કરા પડવા લાગ્યા. ॥ ૯ || આ પ્રમાલે જ્યારે તે મેઘો થાંભલીઓ જેવી જળધ્ારાથી અસ્તલિતપણે વરસવા લાગ્યા, ત્યારે દ્રજભૂમિના ખૂણે-ખૂજ્તામાં પાણી ભરાઈ ગયાં અને ક્યાં નીચી જમીન છે કે ક્યાં ઊંચી, તે જાણી શકવું મુશ્કેલ થઈ પડ્યું. ॥ ૧૦ ॥ આ પ્રમાણે મુશળધાર વર્ષા તથા આંધીના તોકાનથી જ્યારે બધાં પશુઓ કુંઠવાઈ ગયાં અને કૂજવા લાગ્યાં, ગોવાળો અને ગોષીઓ પણ ઠંડીથી અત્યંત વ્યાકુળ થઈ ગયાં, ત્યારે તે બધાં ભગવાન શ્રીકૃષ્ણના શરણમાં આવ્યાં. ॥ ૧૧ ॥| મુશળધાર વર્ષા દ્વારા સતાવવામાં આવ્યાં હોવાને કારણે બધાં પોતાનાં મ્સ્તકો અને બાળકોને પોતાના શરીરથી ઢાંકીને છ્ૂજતા-ક્રૂજતા ભગવાન પાસે આવ્યાં. || ૧ર ।। અને બોલ્યા - ‘પ્રિય કૃષ્ણ! તમે બહુ ભાગ્યશાળી છો, હવે તો કૃષ્ણ! તમારા ભાગ્યયી જ અમારી રક્ષા થશે. પ્રભુ! આ આખા ગોકુલના એકમાત્ટ સ્વામી, એકમાત્ર રક્ષક તમે જ છો. ભક્તવત્સલ! ઇન્દ્રના કોપથી હવે તમે જ અમારી રક્ષા કરી શકો છો.’ 1૧૩ || ભગવાને જોધું કે વરસાદ અને કરાનદ મારથી દુઃખી થઈને બધાં બેહોશ થઈ રહ્યાં છે. તૈઓ સમજી ગયા કે આ બધું ઇન્દ્રનું જ કામ છે. તેશે જ કોધવશ આવું કર્યું છે. !! ૧૪ 1 તેઓ મનમાં કહેવા લાગ્યા - “અમે ઈન્દ્રનો યજન બંધ કરી દીધો છે, તેથી તેઓ ત્રજનો નાશ કરવા માટે ગતુ [વેના જ આવો પ્રચંડ પવન અને કરા સાથેની વૃષ્ટિ કરી રહ્યા છે. |! ૧૫ 1! સારું, હું મારી યોગમાયા્થી આનો સારી રીતે ઉપાય કરું છું, તે મૂર્ખતાવશ પોતાને લોકપાલ માને છે, તેમના એશ્વર્ય, સંપત્તિન્ધ અભિમાન અને અજ્ઞાનનો હું તાશ કરીશ. | ૧૬ ॥
- ર્યહાવેગૈર્નન્દગોષ્ઠજિધાંસયા | ૨. મૌઠ્યાદ્ધનિખે ! અ ૨૫] દસમો સ્કન્ય ન હિ સદ્ધાવયુક્તાનાં સુરાણામીશવિસ્મયઃ 1 મત્તોડસતાં માનભક્નઃ પ્રશમાયોપકલ્પતે | ૧૭।! તસ્માન્મચ્છરણં ગોષ્ઠં મન્ના મત્પરિગ્રહમ્ ! ગોપાયે સ્વાત્મયોગેન સોડ્યં મે વ્રત આહિતઃ | ૧૮॥ ઇત્યુક્ત્વૈકેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ્ | દધાર લીલયા ‘કૃષ્ણશ્છત્રાકાયિવ બાલકઃ ।। ૧૯] અથાહ ભગવાન્ ગોપાન્ હેડમ્બ તાત વ્રજૌકસઃ । યથોપજોષં વિશત ગિરિગર્ત સગોધનાઃ ||૨૦॥ ન ત્રાસ ઇહ વઃ કાર્યો મદ્ધસ્તાદ્રિનિપાતને | વાતવર્ષભયેનાલં તત્ત્રાણં વિહિતં હિ વઃ | ૨૧।। તથા નિર્વિવિશુર્ગ્ત કૃષ્ણાશ્રાસિતમાનસાઃ ! યથાવકાશં સધતાઃ સદ્રજાઃ સોષજીવિનઃ ॥ ૨ ૨ ક્ષુનૃડ્વ્યયાં સુખાપેક્ષાં હિત્વા તેર્ત્રજવાસિભિઃ । વીક્ષ્યમાણો દધાવદ્રિ૨ સાહ નાચલત્પદાત્ || ર૩॥। કૃષ્ણયોગાનુભાવં તં નિશામ્યેન્દ્રોડતિવિસ્મિતઃ ! નિઃસ્તમ્ભોભ્રટસક્કલ્પઃસ્વાન્ મેદાન સંન્યવારયત્ || ૨ર૪॥। ખં વ્યભ્રમુદિતાદિત્યં વાતવર્ષ ચ દારુણમ્ । નિશામ્યોપરતં ગોપાન્ ગોવર્ધનધરોઠબ્રવીત્ ॥ ૨૫।! [/શિવિતાઓ તો સત્વત્રધાન હોય છે. તેમનામાં પોતાના એશ્ર્ષ અને પદનું અભિમાન ત હોવું જોઈએ. તેથી એ યોગ્ય જ છે કે, આ સત્ત્વગુણરહિત દુષ્ટ દેવતાઓનું હું માન ભંગ કરી દઉં. આનાથી છેવટે તો તેમનું કલ્યાણ જ થશે. ૧૭ ।| આ સંપૂર્ણ ત્રજ મારું આશ્રિત છે, મારા દ્વારા સ્વીકારાયેલું છે અને એકમાત્ર હું જ તેનો રક્ષક છું. તેથી હું મારી યોગમાયાથી આની રક્ષા કરીશ. સંતોની રક્ષા કરવી એ તો મારો સંકલ્પ જ છે. અને તે સંકલ્પને પૂરો કરવાનો સમય આવી ગયો છે.* । ૧૮ |! આ પ્રમાણે કહીને ભગવાન શ્રીકૃષ્ણે રમત-રમતમાં એક જ હાથે જેમ બાળક બિલાડીના ટોપને ઉપાડે તેમ ગિરિરાજને ઉપાડી લીધો. |! ૧૯ |! ત્યાર પછી ભગવાને ગોવાળોને કહ્યું - ‘માતાજી, પિતાજી અને વ્રજવાસીઓ! તમે લોકો પોતાની ગાયો અને બર્ધી ધરવખરી સાથે આ પર્વતના ખાડામાં આવીને આરાચથી બેસી જાઓ. |! ૨૦ ॥ જુઓ, તમે એવી શંકા ન કરતા કે મારા હાથમાંથી આ પર્વત પડી જશે. તમે સ્હેજ પણ ગભરાશો નહીં. આ આંધી પાણીથી તમને બચાવવા માટે મેં આ યુક્તિ કરી છે.’ | ૨૧ ॥ જ્યારે ભગવાન શ્રીકૃષ્શે આ રમાણે બધાંને આશ્વાસન આપ્યું — હિંમત આપી ત્યારે બધા જ ગોવાળો પોતાનું ગોધન, ગાડાં, આશ્ચિતો, પુરોહિતો અને નોકરોને સાથે લઈને ઘણી મોટી મોકળાશવાળી જગામાં આવી ગયા. ॥ ૨૨ || ભગવાન શ્રીકૃષ્ણે બધાં વ્રજવાસીઓની સામે જ ભૂખ-તરસની પીડા, આરામ-વિશ્રામની જરૂરિયાત વગેરે બધું જ ભુલાવીને સાત દિવસ સુધી લગાતાર તે પર્વતને હાથ પર ધારણ કરી રાખ્યો. તેઓ એક ડગલું પણ ત્યાંથી આમ-તેમ ખસ્યા નહીં. |! ૨૩ ॥ શ્રીકૃષ્ણની યોગમાયાનો આ પ્રભાવ જોઈને ઇન્દ્રના આશ્ચર્યનો પાર ન રહ્યો. પોતાનો. ઈરાદો પૂરો ન થવાને કારજ તેનો બધો ગર્વ ઊતરી ગયો. ત્રજનો નાશ કરવાના સંકલ્પનો જ ત્તાશ થઈ ગયો. તેણે મેઘોને પાછા વાળી લીધા, જાણે તેનો પાણીનો જ્યો જ સમાપ્ત થઈ જતાં તેનું જ પાણી ઊતરી ગયું! || ૨૪ |! જ્યારે ગોવર્ધનધારી ભગવાન શ્રીકૃષ્તે જોયું કે, આ ભયંકર આંધી અને ઘનઘોર વૃષ્ટિ બંધ થઈ ગઈ છે, આકાશમાંથી ૧. વિષ્ણુ! ૨ દપારાદ્રિ
- ભગવાન કહે છે - સકૃદેવ પ્રપસાય તવાસ્મીતિ ય યાચતે ! અભયં સ્વંભૂતેભ્યો દદામ્વેતદ્ વ્રત મમ ॥ “જે માત્ર એક વાર માર! શરણમાં આવી જાય છે અને ‘હું તમારો છું’ આ પ્રમાણે યાના કરે છે, તેતે હું સંપૂર્ણ પ્રાણીઓથી અભય કરી ૬ઉ છું - આ મારું વ્રત છે.’ ૨50 શ્રીમદભાગવત [અ૦ ૨૫ નિર્યાત ત્યજત ત્રાસં ગોપાઃસસ્રીધનાર્ભકાઃ | ઉપારતં વાતવર્ષ વ્યુદપ્રાયાશ્ચ નિમ્તગાઃ ॥ ર ૬!! તતસ્તે નિર્યયુર્ગોપાઃ સ્વં સ્વમાદાય ગોધનમ્ ! શકટોઢોપકરણં સ્્રીબાલસ્થવિરાઃ શનૈઃ || ૨૭! ભગવાનપિ તં શૈલં સ્વસ્થાને પૂર્વવત્ પ્રભુઃ ! પશ્યતાં સર્વભૂતાનાં સ્થાપયામાસ લીલયા || ર૮ તં પ્રેમવેગાજ્િભૃતાપ વ્રજૌકસો યથા સમીયુઃ પરિરશમ્ભણાદિભિઃ | ગોપ્યશ્ર સસ્નેહમપૂજયન્ મુદા દધ્યક્ષતાદ્ધિર્યુયુજુઃ સદાશિષઃ ॥ ૨૯॥ યશોદા રોહિણી નન્દો રામશ્ચ બલિનાં વરઃ ! કૃષ્ણમાલિડગ્ય યુયુજુરાશિષઃ સ્નેહકાતરાઃ || ૩૦1 દિવિ દેવગણાઃ સાધ્યાઃ સિદ્રગન્ધર્વચારણાઃ ! તુષ્ડુર્યુમુચુસ્તુષ્ટાઃ પુષ્પવર્ષાણિ પાર્થિવ ॥ ૩૧। શક્નદુન્દુભયો નેદુર્દિવિ દેવપ્રણોદિતાઃ ! જગુર્ગન્ર્વપતયસ્તુમ્બુરપ્રમુખ નૃપ ||૩૨॥ તતોડનુરક્તૈઃ પશુષૈઃ પરિશ્રિતો રાજન્ સ ગોષ્ઠં સબલોડત્રજદ્ધરિઃ ! તથાવિધાન્યસ્ય કૃંતાનિ ગોપિકા ગાયન્ત્ય ઈયુર્મુદિતા હૃદિસ્પૃશઃ ॥ ૩૩॥ વાદળો વિખેરાઈ ગયાં અને સૂર્ય દેખાવા લાગ્યા ત્યારે. ભગવાને ગોવાળોને કહ્યું - ૨૫ |! મારા પ્રિય ગોવાળો! હવે તમે નિર્ભય થઈ જાઓ અને પોતાનો સ્રીઓ, ગોધન તથા બાળકો સાથે બહાર નીકળી જાઓ. જુઓ, હવે વર્ષા-. આંધીનું તોફાન બંધ થઈ ગધું છે અને નદીઓનું પાશ્રી પણ ઊતરી ગયું છે. ૨૬ || ભગવાનની આવી આજ્ઞા મળવાથી પોત-પોતનાં ગોધન, સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને સાથે લઈને તથા પોતાની ઘરવખરી વગેરે ગાડામાં ભરીને. ધીરે-ધીરે બધા લોકો બહાર નીકળી આવ્યા. !| ર૭ || સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણે પણ બધાં પ્રાણીઓની સામે રમત-રમતમાં જ ગિરિરાજજીને પૂર્વવત્ તેમના સ્થાન પર પધરાવી દીધા. ! ર૮ ॥ ત્રજવાસીઓનાં હૃદય પ્રેમના આવેગથી ભરાઈ રહ્યાં હતાં. પર્વતને મૂકતાંની સાથે જ તે બધાં ભગવાન શ્રીકૃષ્ટર પાસે દોડી આવ્યાં. કોઈએ તેમને હૃદયે લગાડીને, કોઈએ. તેમને ચૂમીને તેમનો સત્કાર કર્યો. ઉમરમાં મોટી ગોપીઓએ. ખૂબ આનંદ અને સ્નેહથી દહીં, અક્ષત અને જલથી ભગવાનને મંગલ તિલક કર્યું અને પ્રસન્ન ફદયથી તેમને શુભ આશીર્વાદ આપ્યા. ॥ ૨૯ ।। યશોદારાશી, રોરિલ્રીજી,, નંદબાવા અને બળવાનોમાં શ્રેષ્ઠ બલરામજી સ્નેહાતુર, થઈને શ્રીકૃષ્હને હૃદયે લગાડી ભેટ્યા અને તેમને આશીર્વાદ આપ્યા, 3૦ | પરીક્ષિત! તે વખતે આકાશમાં ઊભેલા દેવતાઓ, સિદ્ધો, સાથ્યો, ગન્ધર્વો અને ચારણો વગેરેએ પ્રસન્ન થઈ ભગવાનની સ્તુતિ કરી અને તેમના ઉપર પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્ય. 1૩૧ |! રાજન્! સ્વર્ગમાં દેવતાઓ શંખ અને નોબત વગાડવા લાગ્યા. તુમ્બુરુ વગેરે ગન્ધર્વો ભગવાનની મધુર લીલાનું ગાન કરવા લાગ્યા. 1૩૨ ॥ ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણે વ્રજ તરફ પ્રયાણ કર્યું, તેમની સાથે બલરામજી ચાલી રહ્યા હતા અને તેમના પ્રેમપત્ર ગોપબાળકો તેમની સેવા કરી રહ્યા હતા. તેમની સાથે જ પ્રેમમૂર્તિ ગોપીઓ પણ પોતાના હૃદયને આકર્ષિત કરવાવાળા, તેમનામાં પ્રેમ જગાડવાવાળા ભગવાનની ચોવર્ષન-ધારણ વગેરે લીલાઓનું ગાન કરતી શ્હીને બહુ આનંદથી વ્રજમાં આવી. 1૩૩ ॥ ક્ક્્ક્ન્ક ઇત શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહેંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે* પૂર્વાધે પગ્યવિંશોડધ્યાયઃ || ૨૫ 7 દસમા સંધના પૂર્વા્ધ-અંતર્ગત પચીસમો અધ્યાય સમાપ્ત,