Śrīmad Bhāgavatam

નંદબાવા સાથે ગોવાળોની શ્રીકૃષ્ણના પ્રભાવ વિશે વાતચીત

શ્રીકૃષ્ણનો અભિષેક
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

છવ્વીસમો અઘ્યાય નંદબાવા સાથે ગોવાળોની શ્રીકૃષ્ણના પ્રભાવ વિશે વાતચીત શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! વ્રજના ગોપો ભગવાન શ્રીકૃષ્ણનાં આવાં અલૌકિક કર્મ જોઈને બહુ આશ્ચર્યમાં પડી ગયા. તેમને ભગવાનની અનંત શક્તિનું. તો જ્ઞાન હતું નહીં, તે ભેગા થઈને પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા- [1૧ || “આ બાળકનાં કર્મ બહુ જ અલૌકિક છે. આપણા જેવા ગમાર ગામડીયા લોકોમાં જન્મ લેવો એ તો તેના માટે બહુ નિન્દનીય વાત છે. આ કઈ રીતે યોગ્ય ગણાય? ॥ ર || જેમ ગજરાજ કમળને ઉખાડીને ઉપર ઉઠાવી લે અને પકડી રાખે તે રીતે જ આ નાનકડા સાત વર્ષના બાળકે એક જ હાથેથી શિરિરાજ ‘ગોવર્ધનને. ઉખાડીને રમત-રમતમાં સાત દિવસ સુધી ઉપાડી રાખ્યો. 1૩ ॥ આવું સાધારણ મનુષ્ય માટે ભલા, કઈ રીતે સંભવ છે? જ્યારે આ બહુ નાનો બાળક હતો તે વખતે બહુ ભયંકર રાક્ષસી પૂતના આવી હતી અને આ બાળકે આંખો બંધ રાખીને જ, તેનું સ્તનપાન તો કર્યું જ, પ્રાણ પણ પી ગયો - જેમ મૃત્મુ શરીરના આયુષ્યને ગળી જાય છે. 1 ૪ ॥| જ્યારે આ માત્ર ત્રણ મહિનાનો, હતો અને ગાડા નીચે સૂતો-સૂતો રડી રહ્યો હતો, તે વખતે રોતાં-રોતાં આજે એવો પગ ઉછાળ્યો કે તેની લાતથી તે બહુ મોટું ગાડું ઊંધું થઈ ગયું. | ૫ (ત્યારે તો તે એક વર્ષનો જ હતો, જ્યારે દૈત્ય વંટોળિયો તેને આકાશમાં ઉપાડી ગયો હતો. તમે બધું જાણો જ છો કે, તેણે તે. તૃણાવર્ત દૈત્યનું ગળું દબાવીને મારી નાખ્યો. | ૬ || તે દિવસની વાત તો બધા જાણીએ છીએ કે માખણની’ ચોરી કરવાથી યશોદાજીએ તેને ખાંડણિયા સાથે બાંધી દીધો હતો. ઘૂંટણોના બળથી ખાંડણિયો ખેંચતો ખેંચતો તે બે વિશાળ અર્જુન વૃક્ષોની વચ્ચે ગયો અને તે બન્ને વૃક્ષોને (તે દામોદર ભગવાને) ઉખાડી જ નાખ્યાં. || ૭ | જ્યારે તે ગોપકુમારો અને બલરામજીની સાથે વાછડાં ચરાવવા માટે વનમાં ગયો હતો, ત્યારે તેને મારી નાખવા માટે એક દૈત્ય બગલાના રૂપમાં આવ્યો અતે આ બાળકે બે હાથોથી તેની ચાંચ પકડીને તેને ચીરી નાંખ્યો ॥ ૮ ।। જે વખતે આને મારી નાખવાના ઇરાદાથી એક દૈત્ય વાછડાના રૂપમાં વાછરડાંઓના ટોળામાં ઘુસી ગયો હતો, ત્યારે આણે તે દૈત્પને રમત-રમતમાં જ મારી નાંખ્યો અને તેને કોઠાના વૃક્ષ સાથે પછાડતાં તે કોઠાના વૃક્ષોને પણ પાડી દીધાં, | ૯ ॥। ૧. બાદરાયશિરુવાચ | ૨. ન તકીર્યવિદઃ । 252 શ્રીમદભાગવત, [અ૦-૨૬ હત્વા રાસભદૈતેયં તદ્બન્ૂંશ્ બલાન્વિતઃ । ચક્રે તાલવનં ક્ષેમં પરિપક્વફલાન્વિતમ્‌ । ૧૦॥ પ્રલમ્બં ઘાતથિત્વોગ્રં બલેન બલશાલિના ! અમોચયદ્‌ વ્રજપશૂન્‌ ગોપાંશ્વારણ્યવહ્ધિતઃ ॥ ૧૧ || આશીવિષતમાહીત્દ્રં દમિત્વા વિમદં હદાત્‌ ! પ્રસહ્યોદ્ધાસ્ય યમુનાં ચક્રેડસૌ નિર્વિષોદકામ્‌ ॥ ૧ ૨॥ દુસ્ત્યજશ્ચાનુરાગોડસ્મિન્‌સર્વેષાં નો વ્રજોકસામ્‌ | * નન્દ તે તનથેડસ્માસુ’ તસ્યાપ્યૌત્પત્તિકઃ કથમ્‌ || ૧૩॥ ક્વ સ્ષહાયનો બાલઃ ક્વ મહાદ્રિવિધારણમ્‌ ! તતો નો જાયતે શફ્ડા વ્રજનાથ તવાત્મજે ॥ ૧૪॥ નન્દ ઉવાચ શ્રૂયતાં મે વચો ગોપા વ્યેતુ શા ચ વોડર્ભકે । એનં કુમારમુદિશ્ય ગર્ગો મે યદુવાચ હ | ૧૫॥। વર્ણાસ્ત્રયઃ કિલાસ્યાસન્‌ ગૃહ્મતોડનુયુગં તનૂઃ | શુક્લો રક્તસ્તથા પીત ઇદાની કૃષ્ણતાં ગતઃ ॥ ૧૬॥ પ્રાગર્યં વસુદેવસ્ય કવચિજ્જાતસ્તવાત્મજઃ । વાસુદેવ ઇતિ શ્રીમાનભિજ્ઞાઃ સમ્પ્રચક્ષતે || ૧૭।। બહૂનિ સત્તિ નામાનિ રૂપાણિ ચ સુતસ્ય તે । ગુણકર્માનુરૂપાણિ તાન્યહેં વેદ નો જનાઃ || ૧૮॥ એષ વઃ શ્રેય આધાસ્યદ ગોપગોકુલનન્દનઃ | અનેન સર્વદુર્ગાણિ યૂયમગ્જસ્તરિષ્યથ ॥ ૧૯॥ આ બાળકે બલરામજીની સાથે મળીને ગધેડાના રૂપમાં રહેનારા ધેનુકાસુર તથા તેના ભાઈ-બંધુઓને મારી નાખ્યા અને પાકેલાં ફળોથી પરિપૂર્ણ તાલવનને બધાના માટે ઉપયોગી અને મંગલમય બનાવી દીધું. || ૧૦ || આણે બળશાળી બલરામજી દ્વાર! ફર પ્રલમ્બાસુરને મરાવી નાખ્યો તથા દાવાનળથી ગાયો અને ગોવાળોની રક્ષા કરી, ।। ૧૧ ॥ હમુનાજલમાં રહેવાવાળો કાલિયનાગ કેટલો ભયંકર હતો? ધરંતુ આ બાળકે તેનો પદ્ય ગર્વ ઉતારીને તેને બળપૂર્વક ધરામાંથી કાઢી મૂક્યો અને યમુનાજીનું જળ સદાને માટે વિષરહિત - અમૃતમય બનાવી દીધું. || ૧૨ ॥ નંદજી! અમે એ પણ જોઈ રહ્યા છીએ કે, તમારા આ શ્યામસુંદર પર અમારા બધા વ્રજવાસીઓનો અનંત પ્રેમ છે અને આનો પણ અમારા પ્રતિ સ્વાભાવિક અપાર સનેહ છે. શું તમે જણાવી શકો છો કે આ બધાનું કારણ શું છે? ॥ ૧૩ | ભલા, ક્યાં આ સાત વર્ષનો નાનકડો બાળક અને ક્યાં આટલા મોટા શિરિરાજ્જીને સાત દિવસ સુધી ઉપાડી રાખવા! વ્રજરાજ! આ કારણે જ તમારા પુત્રના વિશે અમને બહુ શંકા થઈ રહી છે કે આ કોઈ સાધારણ બાળક નથી.’ ॥૧૪ ॥ નંદબાવાએ કહ્યું — ગોપો! તમે લોકો ધ્યાન આપીને મારી વાત સાંભળો જેથી મારા બાળક વિશે તમારી શંકા દૂર થઈ જાય. કેમકે, મહર્ષિ ગર્ગાચાર્યજીએ આ બાળકને જોઈને તેના વિશે આવું જ કહ્યું હતું- 1૧૫ ॥| ‘તમારો આ બાળક ગ્રત્યેક યુગમાં શરીર ગ્રહણ કરે છે. વિભિન્ન યુગોમાં આ બાળકે શ્વેત, લાલ અને પીળો - જુદા જુદા રંગ સ્વીકાર કર્યા હતા. આ વખતે આ શ્યામવર્ણ થયો છે.॥૧૬ || નંદજી! આ તમારો પુત્ર પહેલાં ક્યારેક વસુદેવજીને ઘેર પજ્ન પેદા થયો હતો, તેથી આ રહસ્યને જાણવાવાળા લોકો “આનું નામ શ્રીમાન વાસુદેવ છે! - એવું કહે છે. 1૧૭ ॥ તમારા પુત્રનાં ગુણ અને કર્મોને અનુરૂપ બીજાં પણ ઘણાં નામ અને રૂપ છે. હું તો તે બધાં નામોને જાણું છું, પરંતુ સંસારના સાધારણ લોકો નથી જાલ્રતા. 1૧૮ || આ બાળક તમારા લોકોનું પરમ કલ્યાણ કરશે. સમસ્ત ગોપ અને ગાયોને આ ઘણો જ આનંદ આપશે. આની સહાયતાથી તમે લોકો મહાન-મહાન વિપત્તિઓથી ખૂબ સુગમતાપૂર્વક પાર ઊતરી જશો. || ૧૯ |! ૧. તનથે હ્રસ્મિન્‌ | ૨. નન્દગોપ ઉવાચ | અ૦ ૨૬] દસમો સ્કન્ધ 253 પુરાડનેન વ્રજપતે સાધવો દસ્યુપીડિતાઃ । અરાજકે રક્ષ્યમાણા જિગ્યુર્દસ્યૂન્‌ સમેધિતાઃ || ૨૦॥। યએતસ્મિન્‌ મહાભાગાઃપ્રીતિંકુર્વન્તિ માનવાઃ । નારયોડભિભવન્ત્યેતાન્‌ વિષ્ણુપક્ષાનિવાસુરાઃ | ૨૧ તસ્માજ્ઞન્દ કુમારોડયં નારાયણસમો ગુણૈઃ । શ્રિયા કીર્ત્યાડનુભાવેન તત્કર્મસુ ન વિસ્મયઃ | ૨૨॥ ઇત્યદ્ધા માં સમાદિશ્ય ગર્ગે ચ સ્વગૃહં ગતે । મન્યે નારાયણસ્યાંશં કૃષ્ણમક્લિષ્ટકારિણમ્‌ || ૨૩ ઇતિ નન્દવચઃ શ્રુત્વા ગર્ગગીતં વ્રજૌકસઃ । દૃષ્ટશ્રુતાનુભાવાસ્તે કૃષ્ણસ્યામિતતેજસઃ । મુદિતા નન્દમાનર્ચુઃ કૃષ્ણં ચ ગતિવિસ્મયાઃ || ર૪॥। દેવે વર્ષતિ યશ્વિપ્લવરુષા વજાશ્મપર્ષાનિલૈઃ સીદત્પાલપશુસ્રિ આત્મશરણં દંષ્ટ્વાનુકમ્પ્યુત્સ્સયન્‌ | શૈલમબલો લીલોચ્છિલીન્પ્રં યથા બિભ્રદ ગોષ્ઠમપાન્મહેન્દ્રમદભિત્‌ પ્રીયાશ્ન ઇન્દ્રો ગવામ્‌ | રપ॥ ઉત્પાટચૈકકરેણ “વ્રજરાજ! પૂર્વકાળમાં પૃથ્વી પર કોઈ રાજા નહોતો. ડાકુઓ ચારે બાજુ લૂટફાટ કરી રહ્યા હતા.[ત્યારે તમારા આ પુત્રએ સજ્જનોની રક્ષા કરી અને આનાથી બળ પ્રાપ્ત કરીને તે લોકોએ લૂટારાઓ પર વિજય મેળવ્યો. ૨૦ ॥ નંદબાવા! જે તમારા આ શ્યામસુંદરને પ્રેમ કરે છે, તે બહુ ભાગ્યશાળી છે. જેમ વિષ્ણુ ભગવાનની છત્-છાયામાં રહેવાવાળા દેવતાઓને અસુરો જીતી શકતા નથી, તે જ પ્રમાણે આ બાળક સાથે પ્રેમ કરનારને અંદરના કે બહારના કોઈ શત્રુઓ જીતી શક્તા નથી. || ૨૧ | નન્દજી! ગમે તે દષ્ટિએ જોઈએ, - ગુણ્નોથી, એશ્વર્યથી અને સૌન્દર્યથી, કીર્તિ અને પ્રભાવથી તમારો પુત્ર સ્વયં ભગવાન નારાયદ્દ જેવો જ છે, તેથી આ બાળકનાં અલૌકિક કાર્યોને જોઈને આશ્ચર્ય પામવું ન જોઈએ.’ |! ૨૨ |! ગોપો! મને સ્વયં ગર્ગાચાર્યજી આવું કહીને પોતાને ઘેર ચાલ્યા ગયા. ત્યારથી હું અલૌકિક અને પરમ સુખદ કર્મ કરવાવાળા આ બાળકને ભગવાન નારાયણનો અંશ માનું છું. | ૨૩ || જ્યારે વ્રજવાસીઓએ નંદબાવાના મુખેથી ગર્ગજીની આ વાત સાંભળી, ત્યારે તેમના આશ્ચર્યનું નિવારણ થયું. કૅમ કે, હવે તે અમિત તેજસ્વી શ્રીકૃષ્ણના પ્રભાવને પૂર્ણરૂપે જોઈ-સાંભળી ચૂક્યા હતા. આનંદિત થઈને તેમણે નંદબાવા અને શ્રીકૃષ્ણની બહુ જ પૂજા, પ્રશંસા કરી । ર૪ ॥ જ્યારે પોતાનો યજ્ઞ બંધ કરી દેવાને કારણે ઇન્દ્ર ક્રોધથી અકળાઈ ગયા હતા અને મુશળધાર વૃષ્ટિ કરવા લાગ્યા હતા, તે સમયે વજપાત, કરાની ઝડીઓ અને પ્રચંડ આંધીથી સ્રીઓ, પશુઓ અને ગોવાળો બહુ જ દુઃખી થઈ ગયા હતા.પોતાના શરણમાં રહેનારા વ્રજવાસીઓની આ દશા જોઈને ભગવાનનું ફદય કરુણાથી ભરાઈ ગયું. પરંતું ફરી એક નવી લીલા કરવાના વિચારથી તેઓ તુરત હસવા લાગ્યા. જેમ કોઈ નાનું નિર્બળ બાળક રમત-રમતમાં જ વરસાદી છત્રી (બિલાડીઓનો ટોપ) જેવું પુષ્પ ઉપાડી લે, તેમ તેમણે એક હાથે જ ગિરિરાજ ગોવર્ધનને ઉપાડી લીધા અને પૂરા વ્રજની રક્ષા કરી. ઇન્દ્રના ગર્વને નષ્ટ કરવાવાળા તે જુ ભગવાન ગોવિંદ અમારા ઉપર પ્રસન્ન થાઓ. ॥ ૨૫ ॥ -્ક્ક્— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાધ ૧ ષડ્વિશોડધ્યાયઃ | ૨૬ ॥ દસમા સસ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત છવ્વીસમો અધ્યાય સમાપ્ત.