Śrīmad Bhāgavatam

રાસલીલાનો આરંભ

શ્રીકૃષ્ણના વિરહમાં ગોપીઓની દશા
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ક ઓગણત્રીસમો અધ્યાય રાસલીલાનો આરંભ “શુક ઉવાચ” ભગવાનપિ તા રાત્રીઃ શરદોત્ફુલ્લમલ્લિકાઃ । વીક્ષ્ય રન્તું મનશ્યક્રે યોગમાયામુપાશ્રિતઃ& || ૧।। તદોડુરાજઃ કકુભઃ કરે્મુખં પ્રાચ્યા વિલિમ્પન્નરુણેન શત્તમૈઃ । સ ચર્ષણીનામુદગાચ્છુચો મૃજન્‌ પ્રિયઃ પ્રિયાયા ઇવ દીર્થદર્શનઃ ॥ ૨॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! શરદ ત્હતુ હતી. તેના કરજે મલ્લિકા તથા ચમેલી વગેરેનાં સુગન્યિત પુષ્પો ખીલીને મહેકી રહ્યાં હતાં. ભગવાને ચીરહરજ્ઞ વખતે ગોપીઓને જે રાત્રિઓનો સંકેત કર્યો હતો તે બધી જ એકત્રિત થઈને એક જ રાત્રિના રૂપમાં પ્રકાશિત થઈ રહી હતી. ભગવાને તેમને જોઈ, જોઈને દિવ્ય બનાવી. ગોપીઓ ત્તો ઇચ્છતી જ હતી. હવે ભગવાને પણ પોતાની અચિન્ત્ય મહાશક્તિ યોગમાયાનો આશ્રય લઈને તેમને નિમિત્ત બનાવીને રસમયી રાસક્રીડા કરવાનો સંકલ્પ કર્યો, સ્વયં અ- મના હોવા છતાં પણ તેમણે પોતાના પ્રેમીજતોની ઇચ્છા પૂરી કરવ: માટે મનનો સ્વીકાર કર્યો. ॥ ૧ ।/ભગવાને સંકલ્ય કરતાં જ જાણે ઘણા લાંબા સમયે મળેલો પતિ પ્રિયાના મુખ ઘર કોમળ કરકમળથી કેસરનો લેપ કરી સુખ આપે તેમ ચન્દ્રદેવે પૂર્વદિશાના મુખને પોતાનાં શીતળ કિરણોરૂપી કરકમળથી ઉદયકાળના કંકુ-કેસર વડે લાલ બનાવતાં, ઉદય થઈને ન માત્ર પૂર્વદિશાનો, બલકે સંસારના સમસ્ત ચર-અચર પ્રાણીઓનો સંતાપ (જે દિવસના સમયે શરદકાળનાં પ્રખર સૂર્યકિરજ્ઞોને લીધે વધી ગયો હતો) દૂર કરી દીધો. |! ૨ ॥| ૧. તં બ્રધર! ર. કૃષ્લં સમભિસંસ્તય માનયન્ત: મુચિસ્મિતાઃ | ૩. નન્દવિમોકષણમષ્ટાિંશોડધ્યાયઃ | ૪. બાદરાયણિરુવાચ ! પ. યોગમાયામયોડઅુતઃ! 260 શ્રીમદભાગવત, [ખ૦ ૨૯ કુમુદન્તમખણ્ડમણ્ડલં રમાનનાભં નવકુડકુમારુણમ્‌ 1 વનં ચ તત્કોમલગોભિરગ્જિત જગૌ કલં વામદંશાં મનોહરમ્‌ 1૩॥ દષ્ટ્વા નિશમ્ય ગીત તદનન્ઞવર્ધનં વ્રજસ્રિયઃ કુષ્ણગૃહીતમાનસાઃ | આજગ્મુરન્યોન્યમલક્ષિતોધમાઃ સ યત્ર કાન્તો જવલોલકુ્ડલાઃ ॥ ૪॥। દુહન્યોડભિયયુઃકાશ્િદ્‌દોર્હ હિત્વા સમુત્સુકાઃ | પયોડાધિશ્રિત્ય સંયાવમનુદ્ાસ્યાપરા યયુઃ | પ॥। પરિવેષયન્ત્યસ્તદ્વિત્વા પાયયન્યઃ શિશૂન્પયઃ 1 શુશ્રૂષન્યઃપતીન્‌કાશ્ચિદશ્નન્યોડપાસ્ય ભોજનમ્‌ || ૬॥ લિમ્પન્યઃપ્રમ્રજન્યોડન્યા અગ્જન્ત્યઃકાશ્ચ લોચને । વ્યત્યસ્તવસ્તરાભરણાઃ કાશ્ચિત્‌ કૃષ્ણાન્તિક પયુઃ 1! ૭॥। તા વાર્યમાણાઃ પતિભિઃ પિતૃભિર્ભાતૃબન્ધુભિઃ । ગોવિન્દાપહતાત્માનો ન ન્યવર્તન્ત મોહિતાઃ । ૮॥ અન્સર્ઝુહગતાઃ કાશ્ચિદ્‌ ગોપ્યોડલબ્ધર્વિનિર્ગમાઃ | કૃષ્ણં ત્દ્ધાવનાયુક્તા દધ્યુર્મીલિતલોચનાઃ ॥ ૯॥. € તે દિવસે ચંદ્રમંડ” અખંડ હતું. પૂર્ણિમાની રાત્રિ હતી. ચન્દ્રમાનવા કેસર જેવા લાલ-લાલ ઈ રહ્યા હતા,કાંઈક સંકોચ- મિશ્રિત અભિલાષાથી યુક્ત જણાતા હતા. લક્ષ્મીજીના જેવી મુખકમળની કાન્તિવાળા તે ચન્દ્રોવના શેમળ કિરજ્ઞોયી સંપૂર્ણ વત અનુરાગના રંગમાં રંગાઈ ગયું હતું. વનના ખૂણે-ખૂજ્ઞામાં તેમણે પોતાની ચાંદની દ્વારા અમૃતનો સાગર ભરી દીધો હતો. ભગવાન શ્રીકૃષ્ણે પોતાના દૈવ્ય ઉજજવળ રસને જગાડનારી પૂરી સામગ્રી, અને તે વનને જોઈને પોતાની વાંસળી પર વ્રજસુંદરીઓના મનનું હરજ કરનારો કામબીજ “કર્લી’નો મધુર વેલૂનાદ છેડ્યો. | ૩ ॥ ભગવાનનું તે વંશીવાદન ભગવાન પ્રત્યેના પ્રેમને, તેમને મળવાની લાલસાને અત્યંત વધારનારું હતું. આપ તો સ્થામસુંદરે પહેલાં જ ગોપીઓના મનને પોતાને વશ કરી લૌધાં હતાં. હવે તો ગોપીઓના મનની બધી વસ્તુઓ

  • ભય, સંકોચ, ધૈર્ય, મર્યાદા વગેરે વૃત્તિઓ પણ છીનવી લીધી. વેણુનાદ સાંભળતાં જ તેમની સ્થિતિ વિચિત્ર થઈ ગઈ. જેમણે. શ્રીકૃષ્ઝને પતિરૂપે ્રપ્ત કરવા માટે એક સાથે સાધના કરી હતી, તે ગોપીઓ પણ એક-બીજાને કહ્યા વેના - ત્યાં સુધી કે એક- બીજાથી પોતાની યેષ્ટાને છુપાવીને જવાં શરીકૃષ્કઠ હતા, ત્યાં જવા છેડી ગઈ. પરીક્ષિત! તે એટલા વેગથી ચાલતી હતી કે તેમનાં કાનોનાં કુંડળો ખૂબ જ ડોલી રહ્યાં હતાં | ૪ || બંસીનો ધ્વનિ સાંભળીને જે ગોપીઓ દૂધ દોહી રહી હતી, તે અત્યંત ઉત્સુક્તાવશ દ્ધ દોહવ્નું છોડીને ચાલી નીકળી, જે ચૂલા પર દૂધ ગરમ કરી રહી હતી, તે ઊકળવું, દૂધ ચૂલા પર જ મૂકીને અને જે લાપસી બનાવી રહી હતી તે. બનાવેલી લાપસી ચૂલા પરથી ઉતાર્ષા વિના જેમ-ની-તેમ મૂકીને ચાલી નીકળી. ॥ પ ॥ જે ભોજન પીરસી રહીં હતી તે પીરસવું મૂકીને, જે નાના બાળકોને દૂધ પિવડાવી રહી હતી તે દૂધ પિવડાવવાનું છોડીને, જે પતિઓની સેવા-શુશ્રષા કરી, રહી હતી તે સેવા-શુશ્રૂષા છોડીને અને જે પોતે ભોજન કરી રહી હતી તે ભોજન કરવું છોડીને પોતાના પ્રિય કૃષ્ણ પાસે દેહી ગઈ. ॥ ૬. કોઈ-કોઈ ગોપી પોતાના શરીર પર ચંદન અને સુગન્યિત તેલે લગાડી રહી હતી અને કોઈક આંખોમાં મેશ આંજી રહી હતી, તે આ બધું છોડીને તથા ઉલટાં-સુલટા વસ્ત્રો પહેરીને શ્રીકૃષ્ણ પાસે પહોંચી જવા દોડી ગઈ. || ૭ |! પપેતા અને પતિઓએ, ભાઈ અને શ્ઞાતિબંધુઓએ તેમને શેકીને તેમની મંગલમયી પ્રેમયાત્રાપાં વિધ્ન નાખ્યું. હરંતુ તે એટલી મોહિત થઈ ગઈ હતી કે, રોકવા છતાં પણ ન રોકાઈ, ન શેકાઈ શકી. કઈ રીતે રોકાય? વિશ્રમોહન શ્રીકૃષ્ણે તેમનાં પ્રશ્ન મન અને આત્મા બધાંનું અપહરણ કરી લીધું હતું. ॥ ૮ ॥ પરીક્ષિત! તે સમયે થોડી ચોપીઓ થરની અંદર હંતી. તેમને બહાર નીકળવાને રસ્તો જ ન મળ્યો. ત્યારે તેમણે. પોતાનાં નેત્રો બંધ કરી દીધાં અને ખૂબ તન્મયતાથી શ્રીકૃષ્છાનાં સૌન્દર્ય, માધુર્ય અને લીલાઓનું ધ્યાન કરવા લાગી. | ૯ | ૧. કાશન | [અ૦ ૨૯) દસમો સ્કન્ધ 261 દુઃસહપ્રેષ્ઠવિરહતીવ્રતાપધુતાશુભાઃ 1 ધ્યાનપ્રા્ાચ્યુતાશ્લેપનિર્વૃત્યા ક્ષીણમજ્લાઃ !! ૧૦) તમેવ પરમાત્માન જારબુદ્ધયાપિ સત્તાઃ | જહુર્ગુણમયં દેહં સઘ્ધ્રક્ષીણબન્ધનાઃ | ૧૧) ચજોવાર કૃષ્ણં વિદુઃ પરં કાન્તં ન તુ બ્રહ્મતયા મુને ! ગુણપ્રવાહોપરમસ્તાસાં ગુણધિયાં કથમ્‌ । ૧૨ કશુક ઉવાચ ઉક્તં પુરસ્તાદેતત્તે ચૈદ્યઃ સિદ્ધિ યથા ગતઃ । દ્રિષન્નપિ હૃષીકેશં કિમુતાધોક્ષજપ્રિયાઃ || ૧૩! નૃણાં નિઃશ્રેયસાર્થાય વ્યક્તિર્ભગવતો નૃપ | અવ્યયસ્યાપ્રમેયસ્ય નિર્ગુણસ્ય ગુણાત્મનઃ |! ૧૪॥ કામં ક્રોધ ભયં સ્નેહમૈક્ય સૌહૃદમેવ ચ । નિત્ય હરૌ વિદધતો યાન્તિ તન્મયતાં હિ તે ।। ૧૫॥ ન ચૈવં વિસ્મયઃ કાર્યો ભવતા ભગવત્યજે । યોગેશ્ચરેશ્વરે કૃષ્ણે યત એતદ્‌ વિસુચ્યતે 1૧૬! પરીક્ષિત! પોતાના ધરમ પ્રિયતમ શ્રીકૃષ્ઠાના અસહ્ય વિરહની તીત્ર વેદનાથી તેમના હૃદયમાં એટલી વ્યથા - એટલી બળતરા થઈ કે તેમનામાં જે કાંઈ અશુભ સંસ્કારોન! અવશેષો હત, તે ભસ્મ થઈ ગયા. અને પછી તુરત જ ધ્યાન લાગી ગયું. ધ્યાનમાં તેમની સામે ભગવાન શ્રીકૃષ્ણ ત્રગટ થયા. તેમશે મનમાં જ બહુ પ્રેમથી અને ખૂબ આવેગથી તેમનું આલિંગનકર્યું. તે વખતે તેમને. એટલું સુખ, એટલી શાંતિ મળા કે, તેમના તમામ પુણ્યના સંસ્કારો પન્ન એકસામટા જ ક્ષીણ થઈ ગયા. !! ૧૦ | પરીક્ષિત! જોકે તેમનો શ્રીકૃષ્ણ પ્રતિ જારભાવ પણ હતો; તેમ છતાં સત્ય વસ્તુ ભાવની અપેક્ષા ક્યાં રાખે છે? તેમણે જેમનું આલિંગન કર્યું, ભલે, ગમે તે ભાવે કર્યું હોય, છતાં, તે સ્વયં પરમાત્મા જ તો હતા. તેથી જારબુદ્વે લઈને ભગવાન પાસે જનારી ગોપીઓને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ અર્થાત્‌ તેમનાં બંધન નષ્ટ થઈ ગયાં. તેમણે પ્રાકૃત શરીરનો ત્યાગ કરી દીધો. અને ભગવાનની લીલામાં પ્રવેશ કરવા યોગ્ય દિવ્ય શરીર પ્રાપ્ત કરી લીધાં. 1૧૧ || શજા પરીક્ષિતે પૂછયું - ભગવન્‌!ગોપીઓ તો ભગવાન શ્રીકૃષ્ણને માત્ર પોતાના પરમ પ્રિયતમ જ માનતી હતી. તેમનો ભગવાનમાં બ્રહ્મ-ભાવ ન હતો. આ પ્રમાણે તેમની દૃષ્ટિ પ્રાકૃત, ગુણોયાં જ આસક્ત દેખાય છે. આવી સ્થિતિમાં તેમના માટે ગુશ્નોના પ્રવાહરૂપીં આ સંસારની નિવૃત્તિ કઈ રીતે સંભવ બની?॥૧૨ ॥ શ્રીશુકદેવજીએ કહ્યું - પરીક્ષિત! હું તમને પહેલાં જ જણાવી ચૂકયો છું કે, ચેદિરાજ શિશુપાલ, ભગવાન પ્રત્યે દેષ- ભાવ રાખવા છતાં પોતાનું પ્રાકૃત શરીર છોડીને અપ્રાકૃત શરીરથી ભગવાનનો પાર્ષદ બનો ગયો. આવી સ્થિતિમાં જે સમસ્ત પ્રકુતિ અને તેના ગુણોથી અતીત ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય છે અને તેમની સાથે અનન્ય પ્રેમ કરે છે, તે ગોપીઓ તેમને મ્ાપ્ત થઈ જાય - એમાં કયા આશ્ચર્યની વાત છે? !! ૧૩10 પરીક્ષિત! વાસ્તવમાં ભગવાન પ્રકૃતિસંબંધી બુદ્ધિ-વિનાશ, પ્રમાણ-પ્રમેય અને ગુણ-ગુજીભાવથી રહિત છે. તેઓ અચિન્ત્ય, અનંત, અપ્રાકૃત, પરમ કલ્યાણસ્વરૂપ ગુગ્નોના એકમાત્ર આશ્રય છે. એમણે આ જે પોતાને અને પોતાની લીલાને પ્રગટ કરી છે, તેનું પ્રયોજન માત્ર એટલું જ છે કે જીવ તેના આધારે પોતાનું પરમ કલ્યાણ કરી શકે. || ૧૪ | તેથી ભગવાન સાથે માત્ર સંબંધ યઈ જવો જોઈએ. પછી તે સંબંધ ભલે ગમે તેવો હોય - કામનાનો હોય, ક્રોધનો હોય અથવા ભયનો હોય, સ્નેહ, સગપણ અથવા મિત્રતાનો હોય,[મલે ગમ તે ભાવથી ભગવાનમાં નિત્ય- નિરંતર આપણી વૃત્તિઓ જોડી દેવાથી તે ભગવાન સાથે જોડાઈ જાય છે, અને તેથી તે વાંત્તિઓ ભગવાનમય બની જાય છે અને તે જીવને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. |! ૧૫ | પરીક્ષિત! તમારા જેવા પરમ ભાગવત, ભગવાનના રેહસ્યને જાણવાવાળા ભક્તે શ્રીકૃષ્ણ વિશે આવી શંકા ન કરવી જોઈએ. યોગેશ્ચરોના પણ ઈશ્વર, અજન્મા ભગવાન માટે પણ આ કોઈ આશ્ચર્યની શ્રીમદભાગવત, [અ૦ર૯ તા દંષ્ટવાન્તિકમાયાતા ભગવાન્‌ત્રજયોષિતઃ | -અવદદ્‌ વદતાં શ્રેષ્ઠો વાચઃપેશૈર્વિમોહયન્‌ || ૧૭॥ કીંજગવાનુવાગ સ્વાગતંવો મહાભાગાઃ પ્રિયં કિં કરવાણિવઃ । વ્રજસ્યાનામયં કચ્ચિદ્‌ બ્રતાગમનકારણમ્‌ 1 ૧૮॥ રજન્યેષા ઘોરરૂપા ઘોરસર્ત્્વાનિપેવિતા | પ્રતિયાત વ્રજં નેહ સ્થેયં સ્રીભિઃ સુમધ્યમાઃ || ૧૯॥ માતરઃ પિતરઃ પુત્રા ભ્રાતરઃ પતયશ્ચ વઃ | વિચિન્વાન્તિ હ્યપર્યન્તો મા કૃધ્વં બન્ધુસાધ્વસમ્‌ || ૨૦ દર્ષ્ટં વનં કુસુમિતં રાકેશકરરગ્જિતમ્‌ | યમુનાનિલલીલૈજત્તરુપલ્લવર્શોભતમ્‌ ॥૨૧|| તદ્યાતમા ચિર ગોષ્ઠ શુશ્રષધ્વં પતીન્‌ સતીઃ | ક્રન્દન્તિ વત્સા બાલાશ્ચ તાન્‌ પાયયત દુદ્યત ।। ર૨ અથવા મર્દભિસ્નેહાદ્‌ ભવત્યો યત્ત્રિતાશયાઃ ! આગતા હ્યુષપતન્નં વઃ પ્રીયન્તે મયિ જન્તવઃ | ૨૩।। ભર્તુઃ શુશ્રષણ સ્ત્રીણાં પરો ધર્મો હ્યમાયયા | તદ્બન્ધૂનાં ચ કલ્યાણ્યઃ પ્રજાનાં ચાનુપોષણમ્‌ || ર૪! દુઃશીલો દુર્ભગો વૃદ્ધો જડો રોગ્યધનોડપિવા | પતિઃ સ્રીભિર્ન હાતવ્યો લોકેપ્સુભિરપાતકી || રપ|| અસ્વર્ગ્યમયશસ્યં ચ ફલ્ગુ કૃચ્છૂં ભયાવહમ્‌ | જુગુપ્સિતં ચ સર્વત્ર ઔપપત્યં કુર્લાસયાઃ || ર ૬।! ! વાત છે? અરે, તેમના સંકલ્પમાત્રથી, તેમની ભ્ર કુટિના ઇશારાથી સંપૂર્ણ જગતનું પરમ કલ્યાણ થઈ શકે છે. | ૧૬ ॥ જ્યારે. ભગવાન શ્રીકૃષ્છે જોયું કે, ગ્રજની અનુપમ વિભૂતિઓ - ગોપીઓ મારી તદન પાચે આવી ગઈ છે, ત્યારે તેમણે પોતાનો વિનોદયુક્ત વા્ક્કટાથી તેમને ભ્રમિત કરતા રહીને કયું — કેમ ન કહે - બૂત, ભવિષ્ય અને વર્તમાનકાલના જેટલા પણ વક્તા, છે, તેમનામાં તે જ તો સર્વશ્રેષ્ઠ છે. || ૧૭ || ભગવાન શ્રીકૃષ્ણે કલું — મહાભાગ્યશાળી ગોપીઓ! તમારે સ્વાગત છે. કહો, તમારું હું શું પ્રિય કરે? વ્રજમાં બયું. કશ્ળ-મંગળ છે ને? કહો, આ સમયે અર્હી તમારા બધાના પધારવાનું પ્રયોજન શું છે? ॥ ૧૮ ॥ હે સુન્દરીઓ! હે ગોપીઓ! અત્યારે સાત્રિનો સમય છે, તે સ્વયં જ બહુ ભયાનક હોય છે અને એમાં મોટા-મોટા ભયાનક જીવ-જંતુઓ આમ-તેમ ફરતા હોય. છે. તેથી તમે બધાં તુરત જ વ્રજમાં પાછાં જઓ. રાત્રિના સમયે. ધોર જંગલમાં સ્ત્રીઓએ ઊભાં રહેવું ન જોઈએ. ।। ૧૯ ! તમને નજોઈને તમારાં મા-બાપ, પતિ-પુત્ર અને ભાઈ-બંધુઓ શોધી રહ્યાં હશે, તેમને ચિંતામાં ન મૂકો. 1૨૦ || તમે લોકોએ. રભિયામશાં રંગ-બેરંગી પુષ્યોથી ભરપૂર આ વનની શોભા તો જોઈ, શરપૂર્શિમાનાં પૂર્ણચંદના કોમળ કિરણોથી એ રંગાયેલું. છે, જાણે તેણે પોતાના હાથે ચિત્રકારી કરી હોય; અને યમુનાજીના જળનો સ્પર્શ કરીને વહેનારા શીતળ વાયુની મંદ-. મંદ ગતિથી હાલી રહેલાં વૃક્ષો પરનાં પલ્લવો, જે આ વનની થોભાને અનુપમ બનાવી રહ છે તે પણ તમે જોઈ લીધું છે. તેથી હવે તો તમે બધાંએ પાછાં જવું જોઈએ. !! ૨૧ | હવે વિલંબ ન કરો, જલદીથી વ્રજમાં પાછાં વળો. તમે લોકો કુળવાન અને સતી સ્ત્રીઓ છો, જાઓ, તમારા પતિદેવોની સેવ-શુક્રૂષા કરો. જુઓ, તમારા થરના નાનાં બાળકો અને ગાયોનાં વાછરડા તમારા લિના ગૂરતાં હશે. તેમને જઈને દૂધ પિવડાવો. | ર ૨ ॥જો તમે મારા પ્રેમતે વશ થઈ અહીં આવી છો, તો તેમાં કશી અનુચિત વાત નથી, તે તો તમારે યોગ્ય જ છે, કેમકે જગતના પશુ-પથરી સુધીના બધા જીવો મને પ્રેમ કરે છે, મને જોઈને પ્રસન્‍ન થાય છે, | ર૩ ॥ પરંતુ હે કલ્યાણી ગોપીઓ! સીઓનો પરમધર્મ એ જ છે કે તેઓ પતિ અને પરિવારની નિષ્કપટ ભાવે સેવા કરે અને સંતાનનું પાલનપોષણ કરે. 1 ર૪ | જે સ્રીઓને. ઉત્તમલોક પ્રાપ્ત કરવાની અભિલાષા હોય તેમણે પાપીને છોડીને બીજા કોઈ પશ પ્રકારના પતિનો પરિત્કાગ ન કરવો; ચાહે તે ખરાબ સ્વભાવવાળો, ભાગ્યહીન, વૃદ્ધ, પૂર્ખ, રોગી અથવા નિર્ધન પણ કેમ ન હોય. || રપ ।। કુળ્વાન સ્રીઓ માટે જારપુરુષની સેવા બધી રીતે નિંદનીય છે. આનાથી તેમના પરલોક બગ છે, સ્વર્ગપ્રાપ્તિ યતી નથી, સુખનો અને યશતો નાશ ધાય છે. આ કુકર્મ સ્વયં તો અત્યંત તુચ# અને ઘણિક છે. જ, આમાં પ્રત્યક્ષ - વર્તમાનમાં પણ્ન દુઃખ-જ-દુઃખ છે. મોક્ષ વગેરેની તો વાત જ જવા દો, આ તો સાક્ષાત્‌ પરમ ભયરૂપી- નરકોનો જ રસતો છે. ૨૬ !! અબ ર૯! દસમો સ્કન્ધ 263 શ્રવણાદ્દર્શનાદ્ધ્યાનારન્માવે ભાવોડનુકીર્તનાત્‌ । ન તથા સત્ઞિકર્ષણ પ્રતિયાત તતો ગ્ૃહાન્‌ ॥ ૨૭॥ કશુક ઉવાચ ઈતિવિપ્રિયમાકર્ણ્ય ગોપ્યો ગોવિન્દભાપિતમ્‌ | વિષણ્ણાભગ્નસકલ્યાશ્ચિન્તામાપુર્દુરત્યયામ્‌ ॥। ર૮।! કૃત્વા મુખાન્યવ શુચઃ શ્વસનેન શુષ્યદૂ બિમ્બાધરાણિ ચરણેન ભુવં લિખન્ત્યઃ | અચૈરુપાત્તમપિભિઃ૧ કુચકુડકુમાનિ તસ્થુર્મુજન્ત્ય ઉરુદુઃખભરાઃ સ્મ તૃષ્ણીમ્‌ || ર૯ પ્રેષ્ઠું પ્રિયેતરમિવ પ્રતિભાષમાણં કૃષ્ણં તદર્થવિનિવર્તિતસર્વકામાઃ ! નેત્રે વિમ્રજ્ય રુદિતોપહતે સ્મ કિગ્ચિત્‌ સંરમ્ભગદ્ગદગિરોડબ્રુવતાનુરકતાઃ | ૩૦ ગોઘ્ય ઊચુઃ મૈવં વિભોડર્હતિ ભવાન્‌ ગદિતું નૃશંસં સન્ત્યજ્ય સર્વવિષયાંસ્તવ પાદમૂલમ્‌ । ભક્તા ભજસ્વ દુરવગ્રહ મા ત્યજાસ્માન્‌ દેવો યથાડડદિપુરુષો ભજતે મુમુયૂન્‌ |! ૩૧।। યત્પત્યપત્યસુહદામનુવૃત્તિરક સ્રીણાં સ્વધર્મ ઇતિ ધર્મવિદા ત્વયોક્તમ્‌ | અસ્ત્વેવમેતદુપદેશપદે ત્વયીશે પ્રેષ્ઠો ભવાંસ્તનુભૃતાં કિલ બન્ધુરાત્મા || ૩૨ કુર્વન્તિ હિ ત્વવિ રતિં કુશલાઃ સ્વ આત્મન્‌ નિત્યપ્રિયે પતિસુતાદિભિરાર્તિદૈઃ કિમ્‌ । તન્નઃ પ્રસીદ પરમેશ્વર મા સ્મ છિન્દયા આશાં ભૃતાં ત્વયિ ચિરાદરવિન્દનેત્ર ॥ ૩૩॥। ગોપીઓ! મારી લીલા અને ગુણોના શ્રવશથી, રૂપના દર્શનથી, આ બધાનાં કીર્તનથી અને ધ્યાનથૌ જેવી અનન્ય પ્રેમની પ્રાપ્તિ થાય છે, તેવી પાસે રહેવાથી તથી થતી. તેથી તમે લોકો અત્યારે જ પાછાં ફરો. | ૨૭ || શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ભગવાન શ્રીડૃષ્દનું. આ અપ્રિય ભાષણ સાંભળીને ગોપીઓ ઉદાસ, ખિન્ન થઈ ગઈ. તેમના મનોરથો નષ્ટ થઈ ગયા. તેઓ ચિંતાના અથાગ અને અપાર સમુદ્રમાં ગોથાં ખાવા લાગી. || ર૮ ।। તેમના રક્તવર્ણ: અધરોષ્ઠ, શોકને કારણે ચાલતા ગરમ શ્વાસથી સુકાઈ ગયા. તેમણે તેમનાં મુખ નીચે લટકાવી દધાં, તેઓ પગના નખોથી ધરતી ખોતરવા લાર્ગો. નેત્રોમાંથી આંસુ વહીં-વહીને કાજળની સાથે વક્ષ:્થળ પર પહોંચીને ત્યાં લગાડેલા કેસરને ધોવા લાગ્યાં. તેમનું હદય દુઃખર્થ! એટલું વ્યથિત થઈ ઝયું કે તેઓ કાંઈ બોલી ન શકી, ચૂપચાષ ઊભ રહી ગઈ. || ર૯ || ગોધીઓએ પોતાન્ય પ્રિયતમ શ્યામસુંદર માટે બધી જ કામનાઓ, બધા જ ભોગો ત્યજી દીધાં હતાં. શ્રીકૃષ્ણમાં તેમનો. અનન્ય અનુરાગ, પરમ પ્રેમ હતો. જ્યારે તેમણે તેમના પ્રિયતમ શ્રીકૃષ્ણની અઃ નિષ્ઠુરતાભરી વાત સાંભળી, જે બહુ જ અપ્રિય લાગી રહી હતી, ત્યારે તેમને ભારે દુ:ખ થયું. આંખો રડી-રડીને લાલ થઈ ગઈ, આંસુઓથી રુંધાઈ ગઈ. તેમણે ધીરજ ધારણ કરીને પોતાનાં આંસુ લૂંછયાં અને પર્છા પ્રિયતમ છતાં અપ્રિય જેવું બોલતા શ્રીકૃષ્ણ પ્રત્પે કંઈક કોપાવેશથી ગળગળી વાણીથી બોલી. 1 ૩૦ ॥ ગોપીઓએ કહ્યું - પ્યારા શ્રીકૃષ્ણ! તમે ઘટ-ઘટમાં વ્યાપ્ત છો. અમારા હદયની વાત જાણો છો. તમારે આવાં નિષ્ઠુરતાભર્યા વચનો ન કહેવાં જોઈએ. અમે બધું જ છોડીને માત્ર તમારા ચરણોમાં પ્રેમ કરીએ છીએ. એમાં તો શંકા નથી કે તમે સ્વતંત્ર અને હઠાગ્રહી છો. તમારા પર અમારો કોઈ વશ નર્થી. તેમ છતાં તમે તમારા તરફથી, જેમ આદિપુરુષ ભગવાન નારાયશ્ન કૃપા કરીને પોતાના મુમુક્ષુ ભક્તો સાથે પ્રેમ કરે છે* તે જ રીતે, અમારો સ્વીકાર કરી લો, અમારો ત્યઃગ ત કરો. 1૩૧ ।! પ્રિય શ્યામસુંદર! તમે તમામ ધર્મોના રહસ્યને. જાણો છો. તમારું એવું કહેવું છે કે, “પોતાના પતિ, પુત્ર અને પરિવારજનોની સેવા કરવી એ જ સ્રીઓનો સર્વધર્મ છે.’ - આ અક્ષરશઃ બરાબર છે. પરંતુ આ ઉપદેશ ત્રમાષ્ને તો અમારે તમારી જ સેવા કરવી જોઈએ, કેમકે (તમે જ બધા ઉપદેશોની ચરમ- સીમા છો, સાક્ષાત્‌ ભગવાન છો. તમે જ સમસ્ત દેહધારીઓના મિત્ર છો, આત્મા છો અને પરમ પ્રિયતમ છો. ॥૩૨ | આત્મશાની કુશળ પુરુષો જ પ પ્રેમ્‌ કરે છે, કેમકે, તમે નિત્ય પ્રિય અને સર્વના આત્મા છો અનિત્ય અને દુઃખદ પતિ- પુત્રાદિથી અમારે શું પ્રયોજન? પરમેશ્વર! તેથી અમારા પર પ્રસન્ન થાઓ, કૃપા કરો. કમલનયન! અમે [ચિરકાલથી તમને પ્રાપ્ત કરવાની આશારૂષી વેલને પાળી-પોર્પાને હરી-ભરી રાખી ૧. અસૈરુપાત્તમલિનેઃ # 264 શ્રીમદભાગવત, [અ૦ ૨૯ ચિત્તં સુખેન ભવતાડપહૃતં ગૃહેષુ યજ્સિર્વિશત્યુત કરાવપિ ગૃહ્યકૃત્યે ! પાદૌ પદં ન ચલતસ્તવ પાદમૂલાદ્‌ યામઃ કથં વ્રજમથો કરવામ કિં વા | ૩૪॥। સિગ્ચાદ્ટ નસ્ત્વદધરામૃતપૂરકેણ હાસાવલોકકલગીતજહૃચ્છયાગ્નિમ્‌ । નો ચેદ્‌ વયં વિરહજાઝ્યુપયુક્તદેહા ધ્યાનેન યામ પદયોઃ પદવી સખે તે | ૩૫॥ યર્હમ્બુજાક્ષ તવ પાદતલં રમાયા દત્તક્ષણ ક્વચિદરણ્યજનપ્રિયસ્ય | અસ્પ્રાક્ષ્મ તત્મભૃતિ નાન્યસમક્ષમક સ્થાતું ત્વવાભિરમિતા બત પારયામઃ ॥ ૩૬।| શ્રીર્યત્પદામ્બુજરજશ્રકમે તુલસ્યા લબ્ધ્વાપિ વક્ષસિ પદ કિલ ભૃત્યજુષ્ટમ્‌ | યસ્યાઃ ૧સ્વવીક્ષણકૃતેડન્યસુરપ્રયાસ- સ્તદ્રદૂ વયં ચ તવ પાદરજઃ પ્રપન્નાઃ || ૩૭॥ તન્નઃ પ્રસીદ વૃજિનાર્દન તેડડદ્રિમૂલ પ્રાપ્તા વિસુજય વસતીસ્ત્વદુપાસનાશાઃ |! ત્વત્સુન્દરસ્મિતનિરીક્ષણતીવ્રકામ- તપ્તાત્મનાં પુરુષભૂષણ દેહિ દાસ્યમ્‌ | ૩૮॥ વીક્ષ્યાલકાવૃતમુખં તવ કુણ્ડલશ્રી- ગણ્ડસ્થલાધરસુધં હસિતાવલોકમ્‌ | દત્તાભયં ચ ભુજદણ્ડયુગં વિલોક્ય વક્ષઃ શ્રિષૈકરમણં ચ ભવામ દાસ્યઃ || ૩૯।। ઉછેરી છે તેનું છેદન ન કરો. ।। ૩૩ ॥ મનમોહન! અત્યાર સુધી અમારું ચિત્ત થરના કામકાજમાં લાગતું હતું. અને અમારા બન્ને હાથ પણ ઘરના કામકાજમાં લાગ્યા રહેતા હતા, પરંતુ તમે અમારાં જોતાં-જોતાં જ અમાર તે ચિત્ત તો ચોરી લીધું છે. તેમાં તમને કોઈ મુશ્કેલી પણ ઉઠાવવી પડી નહીં, તમે તો સુખસ્વરૂપ જછો ને! પરંતુ હવે અમારી સ્થિતિ કફોડી થઈ ગઈ છે. અમારા આ પગ તમારાં ચરણકમળોને છોડીને એક ડગલું પણ દૂર ખસવા તૈયાર નથી, ખસતા જ નથી. પછી અમે વ્રજમાં કઈ રીતે જઈએ? અને કદાચ ત્યાં જઈએ તો, ત્યાં જઈને કરીએ પણ શું? ॥। ૩૪ || મ્રાણ્રવલ્લભ! અમારા પ્રિય સખા! તમારું મન્દ-મન્દ હાસ્ય, પ્રેમભરી દષ્ટિ અને મનોહર સંગીતે અમારા હૃદયમાં તમારા પ્રતિ પ્રેમ અને-મિલનનો અગ્નિ ધગધગાવ્યો છે. તેને તમારા અધરામૃતથી શાંત કરો. નહિ તો હે પ્રિયતમ! અમે સાચું કહીએ છીએ, તમારા વિરહાગ્નિમાં અમે શરીર બાળી નાખશું અને ધ્યાન દ્વારા તમારાં ચરણકમળોને પ્રાપ્ત થઈ જશું. || ૩૫ ॥ પ્યારા કમલનયન! તમે વનવાસીજનોના પ્રિય છો અને તઓ પણ્ર તમને બહ પ્રેમ કરે છે. તેથી જ તમે મોટા ભાગે તેમની પાસે જ રહો છો. ત્યાં સુધી કે, તમારાં જે ચરણકમળોની સેવાનો અવસર સ્વયં લક્ષ્મીજીને પણ ક્વચિત જ મળે છે. તે ચરણોનો સ્પર્શ અમને પ્રાપ્ત થયો. જે દિવસે આ સૌભાગ્ય અમને સાંપડ્યું. અને તમે અમારો સ્વીકાર કરીને અમને આનંદિત કરી તે દિવસથી તમે જ અમારી આંખોમાં વસી ગયા છો, અમારી દૃષ્ટિ હવે બીજા કોઈ તરફ જતી નથી. (| ૩૬ ॥| હે અમારા સ્વામી! જે લક્મીજીનો કૃપાકટાકષ પ્રાપ્ત કરવા માટે મોટા-મોટા દેવતાઓ તપસ્યા કરે છે, તે જ લહ્મીજી તમારા વક્ષ્થળમાં એકલાં જ સ્થાન પ્રાપ્ત કરી લેવા છતાં પણ પોતાની શોક તુલસીની સાથે તમારા ચરશોની રજ પ્રાપ્ત કરવાની અભિલાષા સેવે છે. અત્યાર સુધીના બધા ભક્તોએ આ ચરણ-રજનું સેવન કર્યું છે. તેમની જેમ જ અમે પણ તમારી તે ચરણ-રજના શરણમાં આવી છીએ. || ૩૭ !! ભગવન્‌| અત્યાર સુધી જેણે પણ તમારા ચરશ્રોનું શરબ્ર લીધું, તેનાં બધાં દુઃખો તમે નષ્ટ કરી દીધાં, હવે. તમે અમારા પર કૃપા કરો. અમને પણ તમારા પ્રસાદના અધિકારી બનાવો. અમે તમારી સેવા કરવાની આશા- અભિલાષાથી ઘર, ગામ, પરિવાર - બધું જ છોડીને તમારા યુગલચરણ્રોના શરણમાં આવી છીએ. પ્રિયતમ! ત્યાં તો તમારી આરાધના માટે ફરસદ જ નથી. પુરુષશ્રેષ્ઠ ! પુરુષોત્તમ! તમારા મધુર હાસ્ય અને સુંદર અવલોકને અમારા હદયમાં તમારી, સાથેના મિલનની આકાંક્ષાનો અગ્નિ ઉદીપ્ત કરી દીધો છે, અમારું રોમે-રોમ બળી રહ્યું છે. તમે અમને તમારી દાસીરૂપે સ્વીકારી લો, અમને તમારી સેવાનો અવસર આપો. |! ૩૮ | 1ઊયતમ! તમારું સુંદર મુખકમળ, જેના ઉપર વાંકડિયા કેશની લટો લટકી રહી છે, તમારા આ અતિસુંદર કપોલ (ગાલ) કે. ૧. સ્વવીલણ ઉતાન્યસુર૦ | દસમો સ્કન્ધ 265 અ૦ ર૯] કા સ્ત્યક્ તે કલપદાયતમૂર્ચ્ઈિતેન સમ્મોહિતાડડર્યચરિતાન્ચલેત્તિલોક્યામ્‌ ! ત્રૈલોક્યસૌભગમિદં ચ નિરીક્ષ્ય રૂપં યદ્‌ ગોદ્ધિજકુમમૃગાઃ પુલકાન્યબિભ્રન્‌ | ૪૦॥ વ્યક્ત ભવાન્‌ વ્રજભયાર્તિહરોડભિજાતો દેવો યથાડડદિપુરુષઃ સુરલોકગોપ્તા | તન્નો નિધેહિ કરપક્કજમાર્તબન્ધો તપ્તસ્તનેષુ ચ શિરસ્સુ ચ કિકરીણામ્‌ !।૪૧।। શંશુક ઉવાચ ઇતિ વિક્લવિતં તાસાં શ્રુત્વા યોગેશ્ચરેશ્વરઃ પ્રહસ્ય સદયં ગોપીરાત્મારામોડપ્યરીરમત્‌ 1૪૨ તાભિઃ સમેતાભિરુદારચેષ્ટિતઃ પ્રિયેક્ષણોત્ફુલ્લમુખીભિરચ્યુતઃ 1! ઉદારહાસદ્િજકુન્દદીધિતિ- ર્વરોચતૈેણાફ ઇવોડુભિર્વૃતઃ 1 ૪૩॥ ઉપગીયમાન ઉદ્દગાયન્‌ વનિતાશતયૂથપઃ | માલાંબિભ્રદ્વૈજયન્તીવ્યચરન્મણ્ડયન્વનમ્‌ 1૪૪॥ નદાઃ પુલિનમાવિશ્ય ગોપીભિર્હિમવાલુકમ્‌ | રેમે તત્તરલાનન્દકુમુદામોદવાયુના ।। ૪૫॥। જેના પર સુંદર સુંદર કુંડળો પોતાનું અનન્ત સૌન્દર્ય પાથરી રહ્યાં છે, તમારા આ મધુર અધરો, તેમની સુધા, સુધાને પણ લજવી રહી છે, તમારું મંદ-હાસ્યપૂર્વક જોતું મુખ તથા તમારી આ બે ભુજાઓ, જે શરભ્રાગતને અભયદાન આપવામાં અત્યંત ઉદાર છે અને તમારું આ વક્ષઃસ્થળ, જે લક્ષ્મીજીનું - સૌન્દર્યનાં એકમાત્ર દેવીનું નિત્ય ક્રીડાસ્થળ છે, જોઈને અમે તમારી દાસી બની ચૂકી છીએ. । ૩૯ |! પ્રિય શ્યામસુન્દર! ત્રણે લોકમાં અને અન્યત્ર એવી કઈ સ્ત્રી છે,જે મધુર-મધુર પદ અને આરોહ-અવરોહ-ક્રમથી વિવિધ પ્રકારની મૂર્છાઓથી યુક્ત તમારો વેલુનાદ સાંભળીને તયા આ ત્રિલોક્સુંદર મોહિની મૂર્તિને - કે જે પોતાના એક બુંદ સૌન્દર્યથી ત્રિલોકને સૌન્દર્યનું દાન કરે છે અને જેને જોઈને ગાયો, પક્ષીઓ, વૃક્ષો અને હરણાઓ પણ રોમાંચિત અને પુર્લાકેત થઈ જાય છે— પોતાના નેત્રોથી નિરખીને આર્ય-મર્યાદાથી ડગી ન જાય, કુળ અને લોક્લાજને છોડીને તમને પ્રેમ ન કરે! || ૪૦ ॥ અમારાથી એ વાત અજાણી નથી કે જેમ ભગવાન નારાયજ્ દેવતાઓની. રક્ષા કરે છે તે જ રીતે તમે વ્રજમંડળનાં ભય અને દુઃખ નિવારવા માટે જ પ્રગટ થયા છો! અને એ પણ સ્પષ્ટ છે કે, દીન-દુઃખીઓ પર તમારો અતિશય પ્રેમ અને કૃપા છે. પ્રિયતમ! અમે પજ બહુ દુઃખી છીએ. તમને મળવાની આકાંક્ષાના અગ્નિથી અમારું ફદય બળી રહ્યું છે. તમે પોતાની આ દાસીઓના વક્ષઃ્થળ પર અને મસ્તક પર પોતાનો કોમળ કરકમળ મૂકીને અપનાવી લો, અમને જીવનદાન આપો. 1૪૧ ॥ -શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ સનકાદિ યોગીઓ અને શિવ વગેરે યોગેશ્વરોના પણ ઈશ્વર છે. જ્યારે તેમણે ગોપીઓની વ્યથા અને વ્યાકુળતાથી ભરેલી વાણી સાંભળી, ત્યારે તેમનું હદય દયાથી ભરાઈ ગયું, જોકે તેઓ આત્મારામ છે - પોતે પોતાનામાં જ રમણ કરતા રહે છે, તેમને પોતાના સિવાય બહારની કોઈ વસ્તુની અપેક્ષા નથી. તેમ છતાં * તેમણે હસીને તેમની સાથે ક્રીડા પ્રારંભ કરી. || ૪૨ || ભગવાન શ્રીકૃષ્ણે પોતાના હાવ-ભાવ અને ક્રિયાને ગોપીઓને અનુકૂળ કરી દીધાં, છતાં તેઓ પોતાના સ્વરૂપમાં જેમના તેમ એકરસ સ્થિત હતા; અચ્યુત હતા’જ્યારે તેઓ ખડખડાટ હસતા ત્યારે તેમના દાંત મોગરાના પુષ્પ જેવી કાંતિવાળા જણાતા હતા. તેમની પ્રેમપૂર્ણ દષ્ટિથી અને તેમના દર્શનના આનંદથી ગોષીઓનાં મુખકમળ ખીલી ઊઠ્યાં. તે તેમને ચારે તરફ ઘેરીને. ઊભી રહી. ત્યારે શ્રીકૃષ્ણ એ રીતે શોભતા હતા જાણે પોતાની પત્નીઓ વચ્ચે (નક્ષત્રોમાં) ચન્દ્રમા શોભતો હોય! || ૪૩ | ગોપીઓના સેંકડો યુથોના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ વૈજયંતીમાળા પહેરીને વૃન્દાવનને સુશોભિત કરતા વિચરવા લાગ્યા. કયારેક ગોષીઓ પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણના ગુણ અને લીલાઓનું ગાન કરતી તો ક્યારેક શ્રીકૃષ્ણ ગોપીઓના પ્રેમ અને સૌન્દર્યનાં ગીતો ગાવા લાગતા. ॥ ૪૪ || ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્લે ગોપીઓ સાથે યમુનાજીના પવિત્ર તટ પર કે જે કપૂર જેવી 2686 શ્રીમદભાગવત [અ૦૩૦ બાહુપ્રસારપરિરમ્ભકરાલકોરુ- નીવીસ્તનાલભનનર્મનખાગ્રપાતૈઃ ! ક્વેલ્યાડવલોકહસિતૈર્્રજસુન્દરીણા- મુત્તમ્ભયન્‌ રતિપતિં રમયાગ્ચકાર ॥૪૬|| એવં ભગવતઃ કૃષ્ણાલ્લબ્ધમાના મહાત્મનઃ આત્માનંમેનિરે સાં માનિન્યોડભ્યધિકં ભુવિ | ૪૭॥ તાસાં તત્‌ સૌભગમદ વીક્ષ્ય માનં ચ કેશવઃ ! પ્રશમાય પ્રસાદાય તત્રૈવાન્તરધીયત | ૪૮॥ ચળકતી રેતીથી ઝગમગી રહ્યો હતો, પદાર્પન્ન કર્યું, તે યમુનાજીના ચપળ તરંગોના સ્પર્શથી શીતળ અને ચન્દ્રવિકસી કમળોની સુગન્ધથી સુવાસિત થઈ રહ્યો હતો. તે આનંદદાયક યમુના તટપર ભગવાન ગોપીઓ સાથે વિહાર કરવા લાગ્યા. 1૪૫ ॥ પોતાના કરકમળ પસારીને, તો વળી આક્િંગન આપીને, તો વળી કરકમળનો સ્પર્શ આપીને, વિનોદથી તો નખાગ્ર ભાગથી સુખ આપીને, કટાક્ષભરી દષ્ટિથી જોવું અને હસવું - આ ક્રિયાઓ દ્વારા ગોપીઓના દિવ્ય પ્રેમાનંદને વધારતા રહીને ભગવાન શ્રીકૃષ્ણ તેમને વિહાર દ્વારા આનંદિત કરવા લાગ્યા. ॥ ૪૬ ॥| ઉદારશિરોમશી સર્વવ્યાપક ભગવાન શ્રીકૃષ્ણે જયારે આ રીતે ગોપીઓનું સન્માન કર્યું, ત્યારે ગોપીઓના મનમાં એવો ભાવ આવ્યો કે સંસારની સમસ્ત સ્રીઓમાં અમે જ સર્વશ્રેષ્ઠ છીએ, અમારા જેવું કોઈ જ નથી. તેઓ કંઈક અભિમાની થઈ ગઈ. ॥ ૪૭ | જ્યારે ભગવાને જોયું કે આમને તો સૌન્દર્યનો મદ અને અભિમાન આવી ગયો છે અને હવે પોતાને શ્રેષ્ઠ માનવા લાગી છે, ત્યારે તેઓ ગોપીઓના અભિમાનને નષ્ટ કરીને તેમને પ્રસન્ન કરવા માટે ત્યાં જ - તેમની વચ્ચે જ અંતર્ધાન થઈ ગયા. ।। ૪૮ ॥ નકન ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાધ૫ ભગવતો રાસક્રીડાવર્ણનં નામૈકોનત્રિંશોડધ્યાયઃ ॥ ર૯ ॥ દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત ભગવાનની રાસક્રીડાનું વર્ણન નામનો ઓગણત્રીસમો અધ્યાય સમાપ્ત.