Śrīmad Bhāgavatam

ભગવાનનું પ્રગટ થવું અને ગોપીઓને સાન્ત્વના આપવી શુક ઉ%૨* ઇતિ ગોપ્યઃ પ્રગાયન્ત્યઃ પ્રલપન્ત્યશ્ચ ચિત્રધા | સુરુદુઃ સુસ્વરે રાજન્‌ કૃષ્ણદર્શનલાલસાઃ || ૧।!

મહારાસ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પ૦ બત્રીસમો અધ્યાય ભગવાનનું પ્રગટ થવું અને ગોપીઓને સાન્ત્વના આપવી શુક ઉ%૨* ઇતિ ગોપ્યઃ પ્રગાયન્ત્યઃ પ્રલપન્ત્યશ્ચ ચિત્રધા | સુરુદુઃ સુસ્વરે રાજન્‌ કૃષ્ણદર્શનલાલસાઃ || ૧।! શ્રીશુકદેવજી કહે છે - પરીકિત! ભગવાનની પ્રિય ગોપીઓ વિર્ડના આવેશમાં આ પ્રમાણે જાત-જાતના ગીત- પ્રલાપ કરવા લાગી. પોતાના પ્રિય કૃષ્ણનાં દર્શનની લાલસાથી તે પોતાને રોકી ન શકી, કરુલાજનક સુમધુર સ્વરથી પ્રલાપ કરતી ૧. વીર | ૨. મુહુરતિસ્પર્ત । ૩. રાસકીડાયામેકર્તિશોડધ્યાયઃ | ૪. બાદરયણિસ્વાય ! અ૦૩૨] દસમો સ્કન્ધ 275 તાસામાવિરભૂૃચ્છૌરિઃસ્મયમાનમુખામ્બુજઃ । પીતામ્બરધરઃ સગ્વી સાક્ષાન્મન્મથમન્મથઃ || ર|! તં વિલોક્યાગતં પ્રેષ્ઠં પ્રીત્યુત્ફુલ્લદેશોડબલાઃ । ઉત્તસ્થુર્યુગપત્‌ સર્વાસ્તન્વઃ પ્રાણમિવાગતમ્‌ 1 ૩।। કાચિત્‌ કરામ્બુજં શૌરેર્જગૃહેડગ્જલિના મુદા । કાચિદૂ દધાર તદ્બાહુમંસે ચન્દનરૂષિતમ્‌ 1 ૪। કાચિદગ્જલિનાડગૃદ્ધાત્તન્વી તામ્બૂલચર્વિતમ્‌ । એકા તદડધ્રિકમલં સન્તપ્તા સ્તનયોરધાત્‌ | ૫॥। એકા ભ્રુકુટિમાબધ્ય પ્રેમસંરમ્ભવિદ્લા | ઇનન્તીવૈક્ષત્‌ કટાક્ષેપૈઃ સન્દષ્ટટશનચ્છદા* ।। ૬॥। અપરાડનિમિષદ્દંગ્ભ્યાં જુષાણા તત્મુખામ્બુજમ્‌ । આપીતમપિ નાતૃપ્યત્‌ સન્તસ્તચ્ચરણં યથા || ૭।। તં કાચિશ્નેત્રરન્્રેણ હૃદિકૃત્ય નિમીલ્ય ચ | પુલકારગ્યુપગુહ્યાસ્તે યોગીવાનન્દસમ્પ્લુતા || ૮॥ સર્વાસ્તાઃ કેશવાલોકપરમોત્સવનિર્વૃતાઃ ! જહુર્વિરહર્જં તાપ પ્રાસ પ્રાપ્ય યથા જનાઃ ૯॥ તાભિર્વિધૂતશોકાભિર્ભગવાનચ્યુતો વૃતઃ | વ્યરોચતાધિકં તાત પુરુષઃ શક્તિભિર્યથા || ૧૦॥। તાઃસમાદાય કાલિન્દ્યા નિર્વિશ્ય પુલિનં વિભુઃ | વિક્સત્કુન્દમન્દારસુરભ્યનિલષટ્પદમ્‌ ।1૧૧॥। રડવા લાગી. ॥ ૧ ॥ બરાબર તે જ વખતે તેમની વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થઈ ગયા. તેમનું મુખકમળ મન્દ-મન્દ હાસ્યથી પ્રફુલ્લિત હતું. કંઠમાં સુંદર વનમાળા અને પીતાંબરથી શોભતું તેમનું આ જે રૂપ હતું તે સર્વના મનને મથી નાખનાર કામદેવના મનને પણ મોહ ઉપજાવતું હતું. |! ૨ ॥ કરોડો કામદેવોથી પણ સુંદર પરમ મનોહર પ્રાન્વલ્લભ શ્યામસુંદરને પ્રગટ થયેલા જોઈને ગોપીઓનાં નેત્રો પ્રેમ અને આનંદથી નાચી ઊઠયાં. તે બધી જ એકી સાથે એ રીતે ઊભી થઈ ગઈ, જાણે પ્રાણહીન શરીરમાં દિવ્ય પ્રાન્નોનો સંચાર થઈ ગયો હોય, તેમના શરીરના એક-એક અંગમાં નવી ચેતના, નવી સ્ફૂર્તિ આવી ગઈ હોય. ૩ || એક ગોપીએ બહુ જ આનંદથી શ્રીકૃષ્ણના કરકમલને પોતાના બન્ને હાથોમાં લઈ લીધો અને તે ધીરે ધીરે તેને પંપાળવા લાગી. બીજી ગોપીએ તેમના ચંદનચર્ચિત બાહુને, પોતાના ખભા પર મૂકી દીધો. | ૪ | ત્રીજી ગોપીએ ભગવાનનું ચાવેલું પાન પોતાના હાથમાં લઈ લીધું. ચોથી ગોપી, જેના હૃદયમાં ભગવાનના વિરહથી ખૂબ બળતરા થઈ રહી હતી, બેસી ગઈ અને તેમનાં ચરણકમળને પોતાના વક્ષઃસ્થળ પર પધરાવી દીધા. ॥૫ ॥ પાંચમી ગોપી પ્રજ્ય-કોપથી વિહ્વળ થઈને, ભ્રૂકુટિ ચઢાવીને, દાંતોથી હોઠ દબાવીને પોતાના કટાક્ષબાણોથી વીંધતી તેમના તરફ તાકવા લાગી. ।। ૬ || છઠ્ઠી ગોપી પોતાની આંખોની પાપણ્રો પાડ્યા વિના તેમના મુખકમલના મકરન્દરસનું પાન કરવા લાગી. પરંતુ જેમ સંતપુરુષો ભગવાનના ચરદ્યોનાં દર્શનથી ક્યારેય તૃપ્ત ઘતા નથી તે પ્રમાણે તે તેમની મુખ- માધુરીનું નિરંતર પાન કરતી રહેવા છતાં પણ તૃપ્ત થતી ન હતી. 1૭ || સાતમી ગોપી નેત્રોના માર્ગથી ભગવાનને પોતાના હદયમાં લઈ ગઈ અને પછી તેણે આંખો બંધ કરી દીધી. હવે મનથી જ ભગવાનનું આલિંગન કરવાથી તેનું શરીર રોમાંચિત થઈ ગયું, રોમે-રોમ નાચી ઊઠયાં અને તે સિદ્ધ યોગીઓની જેમ પરમાનંદમાં મગ્ન થઈ ગઈ, ॥ ૮ પરીક્ષિત! જેમ મુમુશુજનો પરમ જ્ઞાની સંત પુરુષને પ્રાપ્ત કરીને સંસારની પીડાથી મુક્ત થઈ જાય છે, તે જ પ્રમાણે બધી ગોપીઓને ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શનથી પરમ આનંદ અને પરમ ઉલ્લાસ પ્રાપ્ત થયો. તેઓ વિરહજન્ય તાપથી મુક્ત થઈને પરમ શાંતિને પ્રાપ્ત થઈ ગઈ. || ૯ (પરીક્ષિત! આમ તો ભગવાન અઆુત અને એકરસ છે, તેમનું સૌન્દર્ય અને માધુર્ય નિરરતિશય છે; છતાં પણ વિરહ-વ્યથાથી મુક્ત થયેલી ગોપીઓની વચ્ચે તેમની શોભા વિશેષરૂપે વધી ગઈ હતી. બરાબર એ રીતે કે જેમ પરમાત્મા આપણા નિત્ય જ્ઞાન, બળ વગેરે શક્તિઓ દ્વારા સેવવામાં આવતાં વિશેષ સુંદર લાગે છે. ॥ ૧૦ ॥ ત્માર પછી ભગવાન શ્રીકૃષ્ણે તે દ્રજસુંદરીઓને સાથે લઈ યમુનાજીના પુલિનમાં પ્રવેશ કર્યો, તે સમયે ખીલેલાં મોગરા અને મંદારનાં પુષ્પોથી સુગંધિત અને શીતલ વાયુ પ્રસરી રહ્યો ૧. નિર્દટદશનચ્છદા । [ 1553 ] મ1૦ 8૦ ૦ ( સાળ્ક-2 ) મુઝરાતી ૩૭ 276 શ્રીમદભાગવત, [અ૦૩૨ શરચ્ચન્દ્રાંશુસન્દોહધ્વસ્તદોષાતમઃ શિવમ્‌ | કૃષ્ણાયા હસ્તતરલાચિતકોમલવાલુકમ્‌’ || ૧૨॥ તદર્શનાહ્માદવિધૂતહૃદરજો મનોરથાત્તં શ્રુતતો યથા યયુઃ। સ્વૈરુરીયૈઃ ડુંચકુડકુમાકિતે- રચીક્લૃપન્ઞાસનમાત્મબન્ધવે ॥૧૩।। તત્રોપવિષ્ટો ભગવાન્‌ સ ઈશ્વરો યોગેશ્વરાન્તર્હદદિ કલ્ધિતાસનઃ | ગોપીપરિષદ્ગતોડર્ચિત- સૈલોક્યલક્ષમ્ઘેકપદું વપુર્દધત્‌ || ૧૪॥ ચકાસ સભાજથિત્વા તમનક્દીપન સહાસલીલેક્ષણવિભ્રમભ્રુવા | સંસ્પર્શનેનાકકૃતાડધ્રિહસ્તયોઃ સંસ્તુત્ત ઈષત્કુપિતા બભાષિરે || ૧૫ ગોખ ઊીયુઃ ભજતોડનુભજન્ત્યેક એક એતદ્રિપર્યયમ્‌ | નોભયાંશ્વ ભજન્યેક એતત્નો બ્રૂહિ સાધુ ભોઃ ॥ ૧૬॥ શ્રાંભગવાનુવાય મિથો ભજન્તિ વે સખ્યઃ સ્વાર્થકાન્તોધમા હિ તે | ન તત્ર સૌહૃદ ધર્મ: સ્વાર્થા્ધ તદ્વિ નાન્યથા 1 ૧૭॥ 1 હતો. અને તેની મહેકથી ચક્ચ્ર થઈને ભમરા આમ-તેમ ઊડી રહ્યા હતા. ॥ ૧૧ |/શરદપૂર્ણિમાના ચન્દ્રમાની ચાંદની પોતાની નિરાળી છટા દેખાડી રહી હતી. તેને લીધે રાત્રિના અંધકારનું. તો નામ-નિશાન ન હતું, ચારે કોર આનંદ-મંગલનું સામ્રાજય. છવાયેલું હતું. તે યમુનાતટ (પુલિન)ને યપુનાજીએ જ પોતાનાં તરંગોરૂપી કરકમળથી અતિ કોમળ વાલુકા (રેતી) પાથરીને ણે મહારાસ માટે રંગમંચ તૈયાર કરી દીધો હતો. 1 ૧૨ ॥| પરીક્ષિત ભગવાન શ્રીકૃષ્છનાં દર્શનથી ગોપીઓનાં હદયમાં પરમાનંદ પ્રગટ્યો. એટલું જ નહિ, તેમના હૃદયરોગનો બધો. જ વ્યાધિ નિર્મૂળ થઈ ગયો. જેમ ક્રુતિઓ કર્મકાંડમાં પરમેશ્વરને. નજોતાં વિલિન્ન કામનાઓને લીધે અપૂર્સ જેવી લાગે છે, પરંતુ તે જ શ્રુતિઓ શાનકાંડમાં પસ્મેશ્વરનાં દર્શન કરી આનંદપૂર્ષ ઘઈ બધી કામનાઓને છોડી દે છે, તેમ ગોપીઓ પ્રથમ ભગવાનના સાન્નિધ્ય વિના શોકાતુર બની હતી અને પછી શ્રીકૃષ્હ્નાં દર્શન કરીને પૂર્ટકામ થઈ ગઈ. ગોષીજનોએ હવે. પોતાનાં વથ:સ્થળ પરના કંકુ-કેસરવાળું ઉત્તરીય વસ્ત્ર,ભગવાનના આસન માટે બિછાવી દીધું, | ૧૩ || મોટા-મોટા યોગેશ્વરો પોતાની યોગસાધનાથી પવિત્ર બનાવેલા પોતાના કદયસિંહાસન પર સર્વશક્તિમાન ભગવાનને બેસાડી શકતા તથી, તે જ પરમાત્માને યમુનાજીની રેતીમાં પોતાના ઉત્તરીય વસ્ત્રના આસન પર ગોપીઓએ નેસાડી દીધા. હજાર-હજાર ગોપીઓની મધ્યમાં તેમના દ્વારા પૂજાયેલા શ્રીકૃષ્હ ભગવાન અત્યંત શોભી રહ્યા હતા! પરીક્િત! ત્રણે લોકમાં - ત્રણે કાળમાં જેટલું પજ સૌન્દર્ય પ્રગટ થાય છે, તે તમામ સૌન્દર્યોના એકમાત્ર આશ્રય ભગવાન શ્રીકૃષ્ણ છે. |! ૪ ॥ ભગવાન શ્રીકૃષ્ણ પોતાના આ અલૌકિક સૌન્દર્ય દ્વારા ગોપીઓનાં પ્રેમ અને આકાંટાઓને વધારે તૌવ્ર બનાવી રહ્યા હતા. ગોષીઓએ હાસ્ય અને લૌલાઓપૂર્ણ અવલોકન કરીને વિલાસ કરતી બ્રકુટિથી શ્રીકૃષ્ણનું સ્વાગત કર્યું. કોઈકે તેમનાં ચરબ્રકમળને પોતાનાં ખોબામાં લઈ લીધાં તો કોઈએ તેમનાં કરકમલને. ભગવાનના સંસ્પર્શનો આનંદ લઈ રહેલી ગોપીઓ ક્યારેક બોલી ઊઠતી - કેટલા કોમળ છે, કેટલા મયુર છે | ત્યાર બાદ શ્રીકૃષ્ણના અંતર્ધાન થઈ જવાથી મનોમન થોડો અગ્નગમો દેખાડીને તેમનાં મોઢેથી જ તેમનો દોષ સ્વૌકારવા માટે તે કહેવા લાગી. ॥ ૧૫ ॥ ગોપીઓએ કહ્યું - હે નટનાગર! કેટલાક લોકો એવા હોય છે કે, જે પ્રેમ કરવાવાળા સાથે જ પ્રેમ કરે છે, અને કેટલાક પ્રેમ ન કરનારાઓ સાથે પણ પ્રેમ કરે છે. પરંતુ કેટલાક તો આ બન્નેમાંથી કોઈને પણ પ્રેમ નથી કરતા, હે પ્રિયતમ અમને એ સ્પષ્ટ રીતે સમજાવો કે, આવું કેમ યાય છે? 1 ૧૬ ॥ ભગવાન શ્રીકૃષ્ન કહ્યું - મારી પ્રિય સખીઓ! જે પ્રેમ કરન્યરને પ્રેમ કરે છે, તેમનો તો બધો કયાસ સ્વાર્થ માટે જ છે. ૧. હસ્તતરલસિત૦ ! [1553] અ૦૩૨] દસમો સ્કન્ધ 277 ભજન્ત્યભજતો યે વૈ કરુણાઃ પિતરો યથા । ધર્મો નિરપવાદોડત્ર સૌહદં ચ સુમધ્યમાઃ | ૧૮॥ ભજતોડપિ ન વૈ કેચિદ્‌ ભજન્ત્યભજતઃ કુતઃ । આત્મારામા હ્યાક્તકામા અકૃતજ્ઞા ગુરુદુહઃ || ૧૯॥ નાહે તુ સખ્યો ભજતોડપિ જન્તૂન્‌ ભજામ્યમીષામનુવૃત્તિવૃત્તયે 1 યથાડધતો લબ્ધધને વિનષ્ટે તચ્થિન્તયાન્યજ્ષિભૃતો ન વેદ |૨૦॥ એવં ભદર્થોજિઝતલોકવેદ- સ્વાનાં હિ વો મય્યતુવૃત્તવેડબલાઃ । પરોક્ષં ભજતા તિરોહિતં માડસૂયિતું માડર્હથ’ તત્‌પ્રિયં પ્રિયાઃ ॥ ૨૧।। મયા ન પારઘેડહં નિરવધ્સંયુજાં સ્વસાધુકૃત્યં વિબુધાયુષાપિ વઃ | યા માડભજન્‌ દુર્જરગેહશૃદ્લાઃ સંવૃશ્ચ્ય તદ્‌ વઃ પ્રતિયાતુ સાધુના ॥ ૨૨! માત્ર લેગ્ર-દેણ જ છે. ન તો તેમનામાં મિત્રતા છે અને ન ધર્મ, તેમનો પ્રેમ માત્ર સ્વાર્થ પૂરતો જ છે; આ સિવાય તેમનું કોઈ પ્રયોજન નથી. !! ૧૭ || ગોપીઓ! જે લોકો પ્રેમ ન કરનાર સાથે પબ્ર પ્રેમ કરે છે — જેમ કે સ્વભાવથી જ કરુણાશીલ સજ્જનો અને માતા-પિતા-તેમનું હૃદય સૌહાર્દથી, હિતકામનાઓથી ભરેલું રહે છે અને સાચું પૂછો તો, તેમના વ્યવહારમાં નિષ્કપટ સત્ય અને પૂર્ણ ધર્મ પણ છે. 1 ૧૮ ।। કેટલાક લોકો એવા હોય છે, જે પ્રેમ કરનારાઓ સાથે પણ પ્રેમ નથી કરતા, પ્રેમ ન કરવાવાળાઓનો તો તેમની સામે કોઈ પ્રશ્ન જ નથી. આવા લોકો ચાર પ્રકારના હોય છે. એક તો તે છે, જે પોતાના સ્વરૂપમાં જ મસ્ત રહે છે - જેમની દૃષ્ટિમાં ક્યારેય દૈતભાવ જ નથી.બીજા તે છે, જેમનામાં હૈતભાવ તો છે, પરંતુ જે કૃતકૃત્ય થઈ ચૂક્યા છે, તેમનું કોઈ પણની સાથે કોઈ પ્રયોજન હોતું નથી. ત્રીજા એવા છે કે, તે જાણતા જ નથી કે, અમારી સાથે કોણ પ્રેમ કરે છે; અને ચોથા પ્રકારના લોકો એવા હોય છે જે જાણીબૂજીને પોતાનું હિત. કરનારા પરોપકારી ગુરુતુલ્ય લોકો સાથે પણ દ્વેષ કરે છે, તેમને પજવવા ઇચ્છે છે. ।। ૧૯ || ગોપીઓ! હું તો પ્રેમ કરનારાઓ સાથે પણ પ્રેમનો એવો વહેવાર નથી કરતો, જેવો કરવો જોઈએ. હું આવું માત્ર એટલા માટે કરું છું કે, તેમનું ચિત્ત વિશેષરૂપે મારામાં જોડાય, નિરંતર જોડાયેલું રહે. જેમ નિર્ધન માણસને ક્યારેક બહુ ધન મળી જાય અને પછી ચાલ્યું જાય, તો તેનું મન ચાલ્યા ગયેલા ધનના વિચારમાં જ ચોંટેલું રહે છે. તેથી હું પણ મળી-મળીને છુપાઈ જાઉ છું. ॥ ૨૦ || ગોપીઓ! એમાં શંકા નથી કે, તમે લોકોએ મારા માટે લોકમર્યાદા, વેદમાર્ગ, અને પોતાનાં સગાં-સંબંધીઓને પણ્ છોડી દીધાં છે, આવી સ્થિતિમાં તમારી મનોવૃત્તિ બીજે કયાંય ન ચાલી જાય, પોતાના સૌન્દર્ય અને સુહાગની ચિંતા ન કરવા લાગે - મારામાં જ લાગેલી રહે, તેથી પરોક્ષરૂપે તમારી સાથે પ્રેમ કરતો હોવા છતાં હું છુપાઈ ગયો હતો. તેથી તમે મારા પ્રેમમાં દોષ ન જુઓ. તમે બધી મને પ્રિય છો અને હું તમને પ્રિય છું. ॥। ૨૧ ॥ મારી પ્રિય ગોપીઓ! તમે મારા માટે ઘર-પરિવારનાં તે બંધનો કાપી નાંખ્યાં છે, જે મોટા-મોટા યોગી-યતિ પણ કાપી શકતા નથી. મારી સાથેનું, તમારું આ મિલન, આ આત્મસંયોગ બધી રીતે નિર્મળ અને બધી રીતે નિર્ઘાષ છે. જો હું અમર શરીરથી - અમર જીવનથી અનંતકાલ સુધી તમારા પ્રેમ, સેવા અને ત્યાગનો બદલો ચૂકવવા ચાહું તો પણ ચૂકવી શકું એમ નથી. હું જન્મોજન્મ તમારો ત્રાણી છું, તમે તમારા સૌમ્યભાવથી, પ્રેમથી મને ઉત્દણ કરી શકો છો. પરંતુ હું તો તમારો ત્દણી જ રહીશ. || ૨૨ ॥ ક્ત્સ્ક્્ન- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વા રાસક્ીડાયાં* ગોપીસાન્ત્વનં નામ હ્રાત્રિંશોડધ્યાયઃ ॥ ૩૨ ॥ દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત રાસક્રીડામાં ગોપીસાન્ત્વન નામનો બત્રીસમો અધ્યાય સમાપ્ત.