Śrīmad Bhāgavatam

૫% શ્રીકૃષ્ણનો મથુરામાં પ્રવેશ શુક ઉ૧/૨ સ્તુવતસ્તસ્ય ભગવાન્‌ દર્શયિત્વા જલે વપુઃ | ભૂયઃ સમાહરત્‌ કૃષ્ણો નટો નાટયમિવાત્મનઃ | ૧।। સોડપિચાન્તર્હિતં વીક્ષ

કુંબ્જા પર કૃપા, ધનુષભંગ અને કંસને ગભરામબ્ર
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

એકતાલીસમો અધ્યાય ૫% શ્રીકૃષ્ણનો મથુરામાં પ્રવેશ શુક ઉ૧/૨ સ્તુવતસ્તસ્ય ભગવાન્‌ દર્શયિત્વા જલે વપુઃ | ભૂયઃ સમાહરત્‌ કૃષ્ણો નટો નાટયમિવાત્મનઃ | ૧।। સોડપિચાન્તર્હિતં વીક્ષ્ય જલાદુન્મજ્જ્ય સત્વરઃ | કૃત્વા ચાવશ્યર્ક સર્વ વિસ્મિતો રથમાગમત્‌ | ૨॥ તમપૃચ્છદ્વૂષીકેશઃ કિં તે દષ્ટમિવાતુતમ્‌ | ભૂમૌ વિયતિ તોયે વા તથા ત્વાં લક્ષયામહે || ૩॥। અક્રૂર ઉવાચ અક્ુતાનીહ યાવન્તિ ભૂમૌ વિયતિ વા જલે । ત્વથિ વિશ્વાત્મકે તાનિ કિં મેડદષ્ટં વિપશ્યતઃ || ૪|! યત્રાહુતાનિ સર્વાણિ ભૂમૌ વિયતિ વા જલે | તં ત્વાડનુપશ્યતો બ્રહ્મન્‌ કિં મે દષ્ટમિહાત્ઠુતમ્‌ ॥ પ॥। ઇત્યુક્ત્વા ચોદયામાસ સ્યન્દનં ગાન્દિનીસુતઃ । મથુરામનયદ્‌ રામં કૃષ્ણં ચૈવ દિનાત્યયે || ૬।| શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! અકૂરજી આ પ્રમાણે સ્તુતિ કરી રહ્યા હતા. તેમને ભગવાન શ્રીકૃષ્ણે જલમાં પોતાનાં દિવ્યરૂપના દર્શન કરાવ્યાં અને પછી તે રૂપ અદશ્ય કરી દીધું, જેમ કોઈ ક્લાકાર અભિનય દરમિયાન કોઈ રૂપ દેખાડીને પછી તેને પરદા પાછળ છુપાવી દે છે તેમ, | ૧ ॥ જ્યારે અકૂરજીએ જોયું કે ભગવાનનું તે દિવ્રૂપ અંતર્ધાન થઈ ગયું, ત્યારે તે જલમાંથી બહાર આવ્યા અને પછી જલદી- જલદી બધાં આવશ્યક કર્મ સમાપ્ત કરીને રથમાં બેસી ગયા. તે સમયે તે વિસ્મિત થઈ રહ્યા હતા. || ર ॥ ભગવાન શ્રીકૃષ્ણે તેમને પૂછ્યું - ‘કાકાશ્રી! તમે શું પૃથ્વી, આકાશ અથવા જલમાં કોઈ અદ્દભુત વસ્તુ જોઈ? કેમકે તમારું મુખ જોતાં એવું લાગે છે.’ 1૩ || ણુ અક્રરજીએ કહ્યું - “પ્રભુ! પૃથ્વી, આકાશ તથા જલમાં અને સંપૂર્ણ સંસારમાં જેટલા પણ અદ્દભુત પદાર્થો છે, તે બધા આપમાં જ છે. કેમ કે, આપ વિશ્વરૂપ છો. જ્યારે હું આપને જ જોઈ રહ્યો છું, (ત્યારે એવી કઈ અદ્ભુત વસ્તુ જોવાની બાકી રહી જાય છે, જે મેં ન જોઈ હોય! || ૪ ।। ભગવન્‌! જેટલી પણ અદ્દભુત વસ્તુઓ છે, તે.પૃથ્વીમાં હોય, અથવા જલમાં કે આકાશમાં હોય

  • તૈ બધી જેમાં છે, તે જ આપને ઠું જોઈ રહ્યો છું! આપના વિના બીજે કોઈ સ્થળે કંઈ આશ્ચર્ય છે જ નહીં. 1૫ ॥ એમ કહી ગાંદિનીના પુત્ર અકૂરજીએ રથ હાંક્યો અને ભગવાન શ્રીકૃષ્ણ તથા બલરામજીને લઈને સાયંકાળે તેઓ મથુરાપુરી જઈ પહોંચ્યા. || ૬ || ૧. અક્સ્યાને મહાપુરુષસ્તુતિકત્યારિશોડધ્યાયઃ । 324 શ્રીમદભાગવત [અ૦૪૧ માર્ગે ગ્રામજના રાજંસ્તત્ર તત્રોપસડગતાઃ | વસુદેવસુતૌ વીક્ય’ પ્રીતા દષ્ટિં ન ચાદદુઃ ॥ ૭॥ તાવદ્‌ દ્રજૌકસસ્તત્ર નન્દગોપાદયોફગ્રતઃ | પુરોપવનમાસાધ પ્રતીક્ષન્તોડવતસ્થિરે | ૮॥ તાન્‌ સમેત્યાહ ભગવાનકૂરરં જગદીશ્વરઃ | ગૃહીત્વા પાણિના પાણિં પ્રશ્રિતં પ્રહસસ્તિવ || ૯॥ ભવાન્‌ પ્રવિશતામગ્રે સહયાનઃ પુરી ગૃહમ્‌ | વયં ત્વિહાવમુચ્યાથ તતો દ્રક્યામહે પુરીમ્‌ || ૧૦।। અદર 6૬૨ નાહં ભવદભ્યાં રહિતઃ પ્રવેક્ષયે મધુરાં પ્રભો ! ત્યક્તું નાર્હસિ માં નાથ ભક્ત તે ભક્તવત્સલ || ૧૧॥। આચચ્છ યામગેહાન્‌ નઃસનાથાન કુર્વધોક્ષજ । સહાગ્રજઃ સગોપાલૈઃ સુહદ્ધિશ્ચ સુહત્તમ ।૧૨॥। પુનીહિપાદરજસા ગૃહાન્‌નો ગૃહમેધિનામ્‌ | યચ્છૌચેનાનુતૃપ્યન્તિ પિતરઃ સાગ્નયઃ સુરાઃ | ૧૩॥। અવનિજયાડહ્રિયુગલમાસીચ્છલોક્યોબલિર્મહાન્‌ । ઔશ્વર્યમતુલં લેભે ગતિં ચૈકાત્તિનાં તુ યા । ૧૪॥। આપસ્તેડડદ્રત્યવનેજન્યર્સીલ્લોકાગ્છુચયોડ્યુનન્‌ | શિરસાડધત્તયાઃશર્વઃ સ્વર્યાતાઃ સગરાત્મજાઃ ॥ ૧૫॥। દેવદેવ જગન્ઞાથ પુણ્યશ્રવણકીર્તન | -_ યદ્ત્તમોત્તમશ્લોક નારાયણ નમોડસ્તુ તે ॥ ૧ ૬।| પરીક્ષિત! રસ્તામાં ઠેક-ઠેકાણે એકઠા થયેલા ગામડાના લોકો. વસુદેવજીના તે બન્ને પુત્રોને જોઈ પ્રસન્ન થઈ ગયા. તેઓ તેમની દ[ષને પાછી વાળી શક્તા ન હતા, ॥ ૭ || નંદબાવા વગેરે વ્રજવાસીઓ તો પહેલાંથી જ ત્યાં પહોંચી ગયા હતા, અને મથુરાપુરીના બહારના ઉપવનમાં રોકાઈને તેમની પ્રતીક્ષા કરી રહ્યા હતા. 1૮ | તેમની પાસે પહોંચીને જગદીશ્વર ભગવાન શ્રીકૃષ્ણે વિન્થપૂર્વક ઊભેલા અકૂરજીનો હાથ પોતાના હાથમાં લઈને હસતા હોય તેમ મુખ મલકાવીને કહ્યું - || ૯ ।! “કાકાશ્રી! તપે રથ લઈને પહેલાં મથુચાપુરીમાં પ્રવેશ કરી તમારે ઘેર જાઓ. અમે લોકો અહીં ઊતરીને પછી નગર જોવા આવીશું. || ૧૦ || અકરરજીએ કહ્યું - પ્રભુ! તમને બન્નેને લીધા વિના હું મધુરાપુરીમાં જઈ શક્તો નથી. સ્વામી! હું તમારો ભક્ત છું! ભક્તવત્સલ પ્રભુ! તમે મારો ત્યાગ ન કરો. 1૧૧ ॥ ભગવન્‌! આવો ને, આપણે જઈએ. મારાં પરમ હિતૈષી અને સાચા સુકદ ભગવન્‌| આપ, બલરામજી, ગોપબાળકો તથા તંદરાયજી વગેરે આત્મીયજનો સાથે આવીને મારું ઘર સનદ કરો. 1૧૨ ॥ અમે ગૃહસ્થી છીએ. તમે તમારી ચરણ-રજથી અમારું ઘર પવિત્ર કરો. આપના ચરણોના પ્રક્ષાલિત જળ (ગંગાજળ અથવા ચરણામૃત)થી અગ્નિ, દેવતાઓ, પિતૃઓ—બધા જ તૃપ્ત થઈ જાય છે.॥૧૩॥ પ્રભુ! તમારા યુગલચરણોને પખાળીને મહાત્મા બલિએ એવો યશ મ્રાપ્ત કર્યો, જેનું ગાન સંત પુરુષો કરે છે. માત્ર થશ જ નહીં તેમને અપાર એશ્વર્ધ તથા તે ગતિ પ્રાપ્ત થઈ, જે અનન્ય પ્રેમી ભક્તોને પ્રાપ્ત થાય છે. 1૧૪ | આપના ચરણોના પ્રક્ષાલનથી પવિત્ર ચરષ્રોદક - ગંગાજીએ ત્રણે લોકને પવિત્ર કરી દીધાં. ખરેખર તેઓ પવિત્રતાની મૂર્તિ છે. તે ગંગાજળના સ્પર્શથી સગરના પુત્રોને સદગતિ પ્રાપ્ત થઈ અને તે જ જુલને ભગવાન શંકરે પોતાના મસ્તક પર ધારલ્ર કર્યું. | ૧૫ || યાદવશ્રેષ્ઠ! તમે દેવતાઓના પણ આરાધ્ય દેવ છો. જગતના સ્વામી છો. આપના ગુજ્ર અને લીલાઓનું શ્રવણ તથા કીર્તન અત્યંત મંગલકારી છે. ઉત્તમ પુરુષો આપના ગુજ્તોનું કીર્તન કરતા રહે છે. નારાયણ] હું આપને નમસ્કાર કરું છું.॥ ૧૬ || ૧. દણ્વા। અ૦૪૧] દસમો સ્કન્ધ 325 કભગગાનુવાર આયાસ્યે ભવતો ગેહમહમાર્યસમન્વિતઃ | યદુચક્રઠુહં હત્વા વિતરિષ્યે સુહત્મિયમ્‌ | ૧૭॥ કશુક ઉવાચ એવમુક્તો ભગવતા સોડક્રરો’ વિમના ઇવ | પુરી પ્રવિષ્ટઃ કંસાય કર્માવેઘ ગૃહ યયૌ ॥ ૧૮। અથાપરાદ્વે ભગવાન્‌ કૃષ્ણઃ સકર્ષણાન્વિતઃ | મથુરાં પ્રાવિશદ્‌ ગોપૈર્દિદક્ષુઃ પરિવારિતઃ || ૧૯।। દદર્શ તાં સ્ફાટિકતુન્ગોપુર- દ્વારાં બૃહદ્ધેમકપાટતોરણામ્‌ | તામ્રારકોષ્ઠાં પરિખાદુરાસદા- મુદ્યાનરમ્યોપવનોપશોભિતામ્‌ | ૨૦॥ સૌવર્ણશૃદ્નાટકહર્મ્યનિષ્કુટેઃ શ્રેણીસભાભિર્ભવનૈરુપસ્કૃતામ્‌ ! વૈદૂર્યવજામલનીલવિઠ્ુમૈ- મુક્તાહરિદ્ધિ્વલભીષુ વેદિષુ ॥૨૧।। જુષ્ટેષુ જાલામુખરન્ધ્રકુટ્ટિમે- ષ્વાવિષ્ટપારાવતબર્હિનાદિતામ્‌ |! સંસિક્તરથ્યાપણમાર્ગચત્વરાં પ્રકીર્ણમાલ્યાડ્કુરલાજતણ્ડુલામ્‌ | ર૨॥। આપૂર્ણકુમ્ભૈર્દધિચન્દનોક્ષિતૈઃ પ્રસૂનદીપાવલિભિઃ સપલ્લવૈઃ | સવૃન્દરમ્ભાકમુકેઃ સકેતુભિઃ સ્વલકકુતદ્રારગૃહાં સપટ્ટિકૈઃ | ૨૩॥ શ્રીભગવાને કહ્યું - કાકાશ્રી! હું દાઊભૈયા સાથે તમારે ઘેર આવીશ, પરંતુ પહેલાં આ યાદવોના દ્રોહી કંસને મારીને પછી મારા બધા સુહૃદ-સ્વજનોનું પ્રિય કરીશ. | ૧૭ || શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ભગવાનના આ પ્રમાણે કહેવાથી અકૂરજી થોડા ઉદાસ જેવા થઈ ગયા. તેમણે મથુરામાં પ્રવેશ કરીને કંસ પાસે જઈને શ્રીકૃષ્ટ- બલરામને લઈ આવ્યાના સમાચાર કહ્યા અને પછી તેઓ પોતાને ઘેર ગયા. || ૧૮ || બીજા દિવસે ત્રીજા પહોરમાં બલરામજી અને ગોપબાળકો સાથે ભગવાન શ્રીકૃષ્ણે મથુરાપુરી જોવા માટે નગરમાં પ્રવેશ કર્યો. ૧૯ ॥ ભગવાને જોયું કે નગરના કિલ્લામાં સ્ફટિકમશિના બહુ ઊંચા-ઊંચા ગોપુર (મુખ્ય દરવાજા) તથા ઘરોમાં પણ મોટા-મોટા દરવાજા હતા. તેમાં સોનાનાં મોટાં-મોટાં કમાડ લગાવેલાં છે અને સોનાનાં જ તોરણ (બહારના દરવાજા) બનાવેલાં છે. નગરમાં ચારે બાજુ તાંબા-પીતળની દીવાલો બનાવેલી છે.ખાઈને કારણે બીજે ક્યાંયથી તે નગરમાં પ્રવેશ કરવો બહુ મુશ્કેલ હતો./તગરમાં અનેક સ્થળે સુંદર બગીચા અને ઉપવનો (માત્ર સ્રીઓ માટે) શોભી રહ્યાં હતાં. 1૨૦ ॥ સોનાના ચોતરા, ધનવાનોની હવેલીઓ પણ ગ્રોનાની હતી, ભવનોની ભૂમિ પણ સોને મઢેલી આ. વિત, સભાસ્થાનો અને જન-નિવાસો-મકાનો, તેનાં છજાં, ચબૂતરા, જરૂખા વગેરે પણ સોનાથી બનાવેલાં હતાં.* ઘરની અને બગીચામાં બેસવાની ઓટલીઓ વૈદ્ય, હીરા, સ્ફટિકમણિ, નીલમણિ, પ્રવાલમણિ, મૌક્તિકો, લીલમથી શોભતી હતી. તેના પર બેઠેલાં કબૂતર, મોર વગેરે પક્ષીઓ જાત-જાતનો ક્લરવ કરી રહ્યાં હતાં. માર્ગ, બજાર, ગલી અને ચોતરાઓને ફૂલો, જવારા, ડાંગરની ધાણી, ચોખા વગેરેથી શણગાર્ષા હતાં. ॥ ૨૧-૨૨ || ઘરના દરવાજાઓ પર દહીં અને ચંદન વગેરેના સુગન્યિત જળથી ભરેલા કળશ મૂકેલા હતા અને તે ફૂલ, દીપક, નવી-નવી કૂંપળો, કેળ, સોપારીનાં વૃક્ષો, નાની-નાની ધજાઓ અને રેશમી વસ્રોથી સારી રીતે સજાવવામાં આવ્યા હતા. 1૨૩ | .« ૧. અકૂરો | 326 શ્રીમદ્ભાચવત [૨૦૪૧ તાં સમ્પ્રવિષ્ટ્ી વસુદેવનન્દનો વૃતૌ વયસ્થૈર્નરદેવવર્ત્મના । દ્રષ્ટું સમીપુસ્ત્વરિતાઃ પુરસિયો હર્ષ્યાણિ ચૈવારુરુહુર્નપોત્સુકાઃ ॥ ૨૪॥ કાશિદ્‌ વિપર્યગ્ધૃતવસ્રભૂષણા વિસ્મૃત્ય ચૈકં યુગલેષ્વથાપરાઃ | કવૈકપત્રશ્રવણૈકનૂપુરા નાડકત્વા હિતીયં ત્વપરાશ્ચલોચનમ્‌ ॥ ૨૫|! અઅનન્ત્ય એકાસ્તદપાસ્ય સોત્સવા અભ્યજ્યમાના અકૃતોપથજ્જનાઃ । સ્વપન્ત્ય ઉત્થાય નિશમ્ય નિઃસ્વનં ૧પ્રપાયયન્ત્યોડર્ભમપોહ્ય માતરઃ || ૨૬॥ મનાંસિ તાસામરવિન્દલોચનઃ પ્રગલ્ભલીલાહસિતાવલોકનૈેઃ ! મત્તદિરદેન્દ્રવિક્રમો દદચ્છીરમણાત્મનોત્સવમ્‌ | ૨૭।! જહાર દશાં દૃષ્વા મુઠુઃશ્રુતમનુદુતચેતસસ્ત તત્પરેક્ષણોત્સ્મિતસુધોક્ષણલબ્ધમાનાઃ |! આનન્દમૂર્તિમુપગુહ્ય દેશાડડત્મલબ્ધ હૃષ્યત્વચો જહુરનન્તમરિન્દમાધિમ્‌ || ૨૮ પ્રાસાદશિખરારૂઢાઃપ્રીત્યુત્ફુલ્લામુખામ્બુજાઃ | અભ્યવર્પન્‌ સૌમનસ્થૈઃ પ્રમદા બલકેશવૌ ॥ ૨૯ દધ્યક્ષતૈઃ સોદપાત્રેઃ સગ્ગન્ધૈરભ્યુપાયનૈઃ । તાવાનર્ચુઃ પ્રમુદિતાસ્તત્ર તત્ર દ્વિજાતયઃ | ૩૦।। પરીક્ષિત! વસુદેવનંદન ભગવાન શ્રીકૃષ્ત્ર અને બલરામજીએ ગોપબાળકો સાથે રાજમાર્ગથી મઘુરાનગરીમાં પ્રવેશ કર્યો. તે વખતે નગરની સીઓ બહુ જ ઉત્સુકતાથી આ બન્ને ભાઈઓને જોવઃ માટે જલદી-જલદી અટારીઓ પર ચઢી ગઈ. ॥ ર૪ ॥ કોઈક કોઈકે ઉતાવળને લીધે પોતાનાં વસ્ત્રો નું અને દાગીના ઊંધા પહેરી લીધાં, કોઈકે ભૂલથી કુંડળ, કંકણ વગેરે જોડીમાં પહેરવામાં આવતાં આભૂષ્ોમાંથી એક જ પહેર્યું અને ચાલવા માંડયું. કોઈકે એક જ કાનમાં આભૂષણ, પહેર્યું હતું તો કોઈએ એક જ પગમાં ઝાંઝર પહેર્યા. ફોઈક એક જ આંખમાં કાજલ આંજી શકી હતી અને બીજી આંખમાં આંજ્યા વિના જ નીકળી પડી. ।! ૨૫ !| કેટલીક સ્રીઓ તો ભોજન કરી રહી હતી તે હાથમાંનો કોળિયો કૅકીને દોડી ગઈ. કેટલીક શરીરે મર્દન કરતી તેને અધૂરું મૂકી અને કેટલીક નાદ્યા વિના જ દોડી ગઈ. કેટલીક સૂતેલી સ્ત્રીઓ લોકોનો અવાજ સાંભળીને ઊઠીને આવી અને બીજી કેટલીક માતાઓ બાળકોને સ્તનપાન કરાવવાનું મૂકીને શ્રીકૃષ્કનાં દર્શન કરવા દોડી આવી. આ પ્રમાણે બધાનું મન થ્ીકૃષ્ણનાં દર્શન કરવા આતુર હતું, 1૨૬ ॥ રાજમાર્ગ પર મદમાતા ગજરાજની જેમ ચાલતા કમલનયન શ્રીકૃષ્ણે, મથુરાપુરીની સ્રીઓના નેત્રોને હે, જે લક્ષ્મીજીને પણ આનંદિત કરવાવાળ છે) પોતાના શ્યામસુંદર વિગ્રહથી બહુ જ આનંદ આપ્યો અને પોતાના વિલાસપૂર્ણ હાસ્ય તથા ભાવભરી દષ્ટિ વડે મથુરાની સ્રીઓનાં મત હરી લીધાં. | ૨૭ || મથુરાની સ્ત્રીઓ બહુ દિવસમી ભગવાન શ્રીકૃષ્ણની અદ્ભુત લીલાઓ વિશે સાંભળતી હતી. તેમનાં ચિત્ત ચિસ્કાળથી શ્રીકૃષ્ણનાં દર્શન માટે ચંચળ-વ્યાકુળ થઈ રહ્યાં હતાં. આજે તેમશે તેમને જોયા. ભગવાન શ્રીકૃષ્ઠ પણ પોતાની પ્રેમભરી દષ્ટિથી અને મન્દ હાસ્કના સુધારસથી તેમનું સન્માન કર્યું. પરીક્ષિત] તે સ્રીઓએ નેત્રો દ્વારા ભગવાનને પોતાના હૃદયમાં લઈ જઈને તેમના આનંદમય સ્વરૂપનું આહિંગન કર્યું. તેમના શરીરમાં રોમાંથ થઈ ગયો અને બહુ દિવસનો વિરહ-વ્યાષિ શાંત થઈ ગયો. || ર૮ ॥ મથુરાની સ્રીઓ પોત-પોતાના મહેલોની અટારીઓ પર ચઢીને બલરામજી અને શ્રીકૃષ્ણ પર પુષ્પોની વૃષ્ટિ કરવા લાગી. તે સમયે તે સ્રીઓનાં મુનકમલ પ્રેમના આવેગથી ખીલી રહ્યાં હતાં. ॥ ૨૯ ॥બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોએ ઠેક- હેકાશે દહીં, અક્ષત, જલથી ભરેલાં પત્રો, પુયોના હાર, ચંદન અને ભેટની સામગ્રીઓથી આંનંદમગ્ન થઈને ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીની પૂજા કરી | ૩૦ ॥ ૧, તિપાયથન્યોટ ! અ૦૪૧] દસમો સ્કન્ધ 327 ઊચુઃ પૌરા અહો ગોપ્યસ્તપઃ કિમચરન્‌ મહત્‌ | યા હ્યોતાવનુપશ્યન્તિ નરલોકમહોત્સવૌ ॥ ૩૧॥ રજકં કગ્ચિદાયાત્તં રક્નકારં ગદાગ્રજઃ | દંષ્વાડયાચત વાસાંસિ ધૌતાન્યત્યુત્તમાનિચ || ૩૨ દેહ્યાવયોઃ સમુચિતાન્ય%્ન વાસાંસિ ચાર્હતોઃ | ભવિષ્યતિ પરં શ્રેયો દાતુસ્તે નાત્ર સંશયઃ || ૩૩॥ સ યાચિતો ભગવતા પરિપૂર્ણેન સર્વતઃ | સાક્ષેપં રુષિતઃ પ્રાહ ભૃત્યો રાજ્ઞઃ સુદુર્મદઃ ।। ૩૪॥।। ઈદશાન્યેવ વાસાંસિ નિત્યં ગિરિવનેચરાઃ | પરિધત્ત કિમુદ્વૃત્તા રાજદ્રવ્યાણ્યભીપ્સથ || ૩૫! યાતાશુબાલિશા મૈવંપ્રાર્થ્ય યદિ જિજીવિષા | બધન્તિબન્તિલુમ્પન્તિ દંત રાજકુલાનિવૈ | ૩૬॥ એવં વિકત્થમાનસ્ય કુપિતો દેવકીસુતઃ | રજકસ્ય કરાગ્રેણ શિરઃ કાયાદપાતયત્‌ | ૩૭॥ તસ્થાનુજીવિનઃ સર્વે વાસઃ* કોશાન્‌ વિસુજ્યવૈ । દુદ્ુવુઃ સર્વતો માર્ગ વાસાંસિ જગૃહેડચ્યુતઃ ॥ ૩૮॥ વસિત્વાડડત્મપ્રિયે વસે કૃષ્ણઃ સકર્ષણસ્તથા | શેષાણ્યાદત્ત ગોપેભ્યો વિસૂજ્ય ભુવિ કાનિચિત્‌ ॥ ૩૯॥ તતસ્તુ વાયકઃ પ્રીતસ્તયોર્વેષમકલ્પયત્‌ | વિચિત્રવ્ણેશ્વેલેયૈરાકલ્પૈરનુરૂપતઃ ॥૪૦॥ નાનાલક્ષણવેષાભ્યાં કૃષ્ણરામૌ વિરેજતુઃ સ્વલડકુતૌ બાલગજૌ પર્વણીવ સિતેતરૌ ॥૪૧।। ભગવાનને જોઈને બધા નગરવાસી આપસમાં કહેવા લાગ્યા
  • ‘ધન્ય છે! ધન્ય છે!’ ગોપીઓએ એવી કઈ મહાન તપસ્યા કરી છે,જેના કારણે આ મનુષ્યમાત્રને પરમાનન્દ આપવાવાળા આ બન્ને મનોહર કિશોરોને નિરખતી રહે છે. ॥૩૧ || 44 એજ સમયે ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે એક ધોબી, (જે કપડાં રંગવાનું કામ પણ કરતો હતો) તેમની તરફ આવી રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણે તેની પાસે ધોયેલા ઉત્તમ-ઉત્તમ વસ્ત્રો માંગ્યાં. ॥ ૩૨ |ભગવાને કહ્યું, ‘ભાઈ! તમે મને એવાં વસ્ત્રો આપો જે અમને અમારા શરીરને યોગ્ય હોય. ખરેખર અમે તે વસ્ત્રોના અધિકારી છીએ. એમાં શંકા નથી કે, જો તમે અમને વસ્ત્રો આપશો, તો તમારું પરમ કલ્યાણ થશે.’ || ૩૩ ॥ પરીક્ષિત! ભગવાન સર્વત્ર પરિપૂર્ણ છે. સર્વ કાંઈ તેમનું જ છે. છતાં તેમણે આ પ્રમાણે માગવાની લીલા કરી. પરંતુ તે મૂર્ખ, રાજા કંસનો સેવક હોવાને કારણે ગર્વથી છકી ગયો હતો. ભગવાનની વસ્તુ ભગવાનને આપવી તો દર રહી, તેણે કોધિત થઈને આક્ષેપ કરતાં કહ્યું - |! ૩૪ || ‘તમે લોકો રહો છો હૅમેશાં પર્વતો અને જંગલમાં. શું ત્યાં આવાં કપડાં પહેરો છો? તમે લોકો બહુ જ ઉદ્ધત થઈ ગયા છો, તેથી તો આ રાજ્યની વસ્તુ પર હક કરો છો. હવે તમને રાજાની સંપત્તિ લૂટવાની ઇચ્છા થઈ છે, ॥। ૩૫ ॥ અરે મૂર્ખાઓ| જાઓ, ભાગી જાઓ! જો થોડા દિવસ જીવવાની ઇચ્છા હોય તો આવું બીજીવાર માગશો નહીં. રાજ્યના સેવકો તમારા જેવા ઉદ્ધત લોકોને પકડીને કેદ કરી લે છે.’ ૩૬ ॥ જ્યારે તે ધોબી આ પ્રમાણે વધારે પડતી બહેકી બહેકીને વાતો કરવા લાગ્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે સહેજ ક્રોધિત થઈને તેને એક તમાચો માર્યો અને તેનું માથું તુરત જ ધડથી નીચે પડી ગયું. ! ૩૭ ॥ આ જોઈને તે ધોબીની પાસે કામ કરવાવાળા બધા માણસો * કપડાંનાં પોટલાં ત્યાં જ મૂકીને ભાગી ગયા. ભગવાને તે વસ્ત્રો લઈ લીધાં ॥ ૩૮ ॥ ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીએ મનગમતાં વસ્ત્રો પહેરી લીધાં તથા બચેલાં વસ્ોમાંથી ઘણાં વસ્ત્રો પોતાના સાથી ગોપબાળકોને પણ આપ્યાં. ઘણાં વસ્ત્રો તો ત્યાં પડતા મૂકીને તેમણે ચાલવા માંડ્યું. । ૩૯ || ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી જયારે થોડા આગળ. વધ્યા. ત્યારે તેમને એક દરજી મળ્યો. ભગવાનનું અનુપમ સૌન્દર્ય જોઈને તે બહુ પ્રસન્‍ન થઈ ગયો. તેણે તે રંગ-બેરંગી સુંદર વસ્ત્રોમાંથી તેમના શરીર પર બંધબેસતા પોષાક બનાવી આપ્યા. |! ૪૦ |! અનેક પ્રકારનાં વસ્્રોથી વિભૂષિત બનેલા બન્ને ભાઈ વિશેષ શોભી રહ્યા હતા. જાણે ઉત્સવના પ્રસંગે શ્વેત-શ્યામ હાથીના બચ્ચાં સજાવ્યાં હોય! ।। ૪૧ | ૧. સુદુર્યુખઃ । ર. બાલોયેર્વિતત્રસુઃ ! 328 શ્રીમદભાગવત [અ૦૪૧ તસ્ય પ્રસન્નો ભગવાન્‌ પ્રાદાત્‌ સારૂપ્યમાત્મનઃ | શ્રિયં ચ પરમાં લોકે બલૈશ્વર્યસ્મૃતીન્દ્રિયમ્‌ ॥ ૪૨॥। ’ તતઃ સુદામ્નો ભવન માલાકારસ્ય જગ્મતુઃ ! તૌ દંષ્ટ્વા સ સમુત્થાય તતામ શિરસા ભુવિ | ૪૩।। તયોરાસનમાનીય પાઘ્યં ચાર્ધ્યા્હણાદિભિઃ ! પૂજાં સાનુગયોશ્ચક્રે સકતામ્બૂલાનુલેપનૈઃ || ૪૪॥ પ્રાહ નઃ સાર્થકં જન્મ પાવિતં ચ કુલં પ્રભો । પિતૃદેવર્ષયો મહ્યં તુષ્ટા હ્યાગમનેન વામ્‌ | ૪૫॥ ભવન્તૌ કિલ વિશ્વસ્ય જગતઃ કારણં પરમ્‌ | અવતીર્ણાવિહાંશેન ક્ષેમાય ચ ભવાય ચ |૪૬।! ન હિ વાં વિષમા દંષ્ટિઃ સુહદોર્જગદાત્મનોઃ | સમયોઃ સર્વભૂતેષુ ભજન્તં ભજતોરષિ || ૪૭॥ તાવાજ્ઞાપયતં’ ભૃત્યં કિમર્હ કરવાણિ વામ્‌ | પુંસોડત્યનુગ્રહો હ્યોષ ભવદ્ધિર્યશ્ઞિયુજ્યતે | ૪૮॥ ઇત્યભિપ્રેત્ય રાજેન્દ્ર સુદામા પ્રીતમાનસઃ | શસ્તૈઃ સુગન્ધૈઃ કુસુમૈર્માલાચે વિરચિતા દદૌ । ૪૯॥ તાભિઃ સ્વલડકુતોપ્રીતૌ કૃષ્ણરામૌ સહાનુગૌ । પ્રણતાય પ્રપન્ઞાય દદતુર્વરદૌ વરાન્‌ 1 ૫૦॥। સોડપિવત્રેડચલાં ભક્તિ તસ્મિશ્ઞેવાખિલાત્મનિ । તદ્ધક્તેષુ ચ સૌહાર્દ ભૂતેષુ ચ દયાં પરામ્‌ | ૫૧।। ભગવાન શ્રીકૃષ્ણ તે દરજી ઉપર બહુ પ્રસન્ન થયા. તેમણે તેને આ લોકમાં ભરપૂર ધન-સંપત્તિ, બલ-એશ્વર્ય, પોતાની સ્કૃતિ અને દૂર સુધી જોવા-સાંભળવાની ઇન્દ્રિયો સંબંધી શક્તિઓ આપી અને મૃત્યુ પછી પોતાનો સારૂપ્યમોક્ષ પણ આપી દીધો. ॥૪૨ ॥ ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણ સુદામા માળીને ઘેર ગયા. બન્ને ભાઈઓને જોતાં જ સુદામા ઊઠીને ઊભો થઈ ગયો અને જમીન પર માથું મૂકીને તેમને પ્રજ્ઞામ કર્યાં. |! ૪૩ ॥। પછી તેમને આસન પર બેસાડી તેમના ચરણ પખાળ્યા, હાથ ધોવડાવ્યા અને પછી ગ્વાલબાળકો સહિત બધાની પુષ્પહાર, પાન, ચન્દન-વગેરે સામગ્રીથી વિધિપૂર્વક પુજા કરી. !! ૪૪ || ત્યાર પછી તેણે પ્રાર્થના કરી - “પ્રભુ! આપ બન્નેના શુભ- આગમનથી અમારો જન્મ સફળ થઈ ગયો, અમારું કુળ પવિત્ર થઈ ગયું. આજે અમે પિતૃઓ, ત્દષિઓ અને દેવતાઓના ત્રણમાંથી મુક્ત થઈ ગયા. તેઓ અમારા પર પરમ સંતુષ્ટ છે. ॥ ૪૫ | આપ બન્ને સંપૂર્ણ જગતના પરમ કારણ છો, આપે સંસારના અભ્યુદય, ઉન્નતિ અને નિઃશ્રેયસ - મોક્ષના માટે જ આ પૃથ્ઢી પર પોતાના જ્ઞાન, બલ વગેરે અંશો સાથે અવતાર લીધો છે. ।। ૪૬ !! જોકે તમે પ્રેમ કરનારાઓ સાથે જ પ્રેમ કરો છો, ભજન કરનારાઓને જ ભજો છો - તેમ છતાં આપની દૃષ્ટિમાં વિષમતા નથી. કેમકે, આપ સંપૂર્ણ જગતના પરમ સુકરદ અને આત્મા છો. આપ સમસ્ત પ્રાણ્રીઓ અને પદાર્થોમાં સમરૂપે સ્થિત છો. || ૪૭ ।। હું આપનો દાસ છું. આપ મને આજ્ઞા આપો કે હું આપની શી સેવા કરું. ભગવન્‌! જીવ પર આપનો આ બહુ મોટો અનુગ્રહ છે, પૂર કૃષા-પ્રસાદ છે કે આપ તેને આજ્ઞા આપીને કોઈ કાર્યમાં નિયુક્ત કરો છો, | ૪૮ ॥ રાજેન્દ્ર! સુદામા માળીએ આ પ્રમાણે પ્રાર્થના કર્યા પછી ભગવાનનો અભિપ્રાય જાણીને બહુ જ પ્રેમ અને આનંદમગ્ન થઈને બહુ જ સુંદર-સુંદર તથા સુગન્મિત પુષ્પોથી ગૂંથેલી માળાઓ તેમને પહેરાવી. ॥ ૪૯ |! જ્યારે ગોપબાળકો અને બલરામજીની સાથે ભગવાન શ્રીકૃષ્ણ તે સુંદર-સુંદર માળાઓથી અલંકૃત થઈ ચૂક્યા, ત્યારે તે વરદાયક પ્રભુએ પ્રસન્ન થઈને નમ્ર અને શરણાગત સુદામાને શ્રેષ્ઠ વરદાન આપ્યાં. !| ૫૦ ॥ સુદામાએ તેમની પાસે એ જ વરદાન માગ્યું કે, ‘પ્રભુ! આપ જ સમસ્ત પ્રાણીઓના આત્મા છો. સર્વસ્વરૂપ આપના ચરણોમાં મારી અવિચલ ભક્તિ રહો. આપના ભક્તો સાથે મારું સૌહાર્દ, મૈત્રીનો સંબંધ રહો અને સમસ્ત પ્રાણીઓના પ્રતિ સ્વાભાવિક દયાનો ભાવ રહો.’ || ૫૧ ॥ ૧, સાક્ષાજ્જઞાપયતં ! ૨. વર્માલાં વિરચિતા ! અ૦૪૨] દસમો સ્કન્ધ 329 ઇતિ તસ્મૈ વરં દત્ત્વા શ્રિયં ચાન્વયવર્ધિનીમ્‌ બલમાયુર્યશઃ કાન્તિ નિર્જગામ સહાગ્રજઃ ॥ પ૨ | ભગવાન શ્રીકૃષ્ણે સુદામાને તેને માગેલું વરદાન તો આપ્યું જ - એવી લક્ષ્મી પણ આપી, જે વંશપરંપરાની સાથે- સાથે વધતી જાય, અને સાથે-સાથે બળ, આયુષ્ય, કીર્તિ તથા કાન્તિનું પણ વરદાન આપ્યું. ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણ બલરામજી સાથે ત્યાંથી વિદાય થઈ ગયા. | પર ॥ વ સ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાધે * પુરપ્રવેશો નામ એક્ચત્વારરિશોડધ્યાયઃ 1 ૪૧ ॥ દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત પુરપ્રવેશ નામનો એકતાલીસમો અધ્યાય સમાપ્ત.