Śrīmad Bhāgavatam

જ કુંવલયાપીડનો ઉદ્ધાર અને અખાડામાં પ્રવેશ

ચાણૂર, મુષ્ટિક વગેરે પહેલવાનોનો તથા કંસનો ઉદ્ધાર કંશુ# ઉવ/જ એવં ચર્ચિતસફલ્પો ભગવાન્‌ મધુસૂદનઃ | આસસાદાથ ચાણૂરં મુષ્ટિકં રોહિણીસુતઃ || ૧।।
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

તેતાલીસમો અધ્યાય જ કુંવલયાપીડનો ઉદ્ધાર અને અખાડામાં પ્રવેશ કંઇક ઉવાચ? અથ કૃષ્ણશ્વ રામશ્ચ કૃતશૌચૌ પરન્તપ | મલ્લદુન્દુભિનિર્ઘોષં શ્રુત્વા દ્રષ્ટુમુપેયતુઃ ॥ ૧॥ રદ્નદ્વારં સમાસાદ્ય તસ્મિન્‌ નાગમવસ્થિતમ્‌ | અપશ્યત કુવલયાપીડં કૃષ્ણોડમ્બષ્ઠપ્રચોદિતમ્‌ ॥ ૨॥ બદ્ધ્વા પરિકરં શૌરિઃ સમુહ્ય કુટિલાલકાન્‌ | ઉવાથ હસ્તિપં વાચા મેઘનાદગભીરયા 1 ૩॥ અમ્ખષ્ઠામ્બષ્ઠ માર્ગ નૌદેહ્યપક્રમ મા ચિરમ્‌ | નો ચેત્‌ સકુગ્જરં ત્વાડધ નયામિ યમસાદનમ્‌ ।૪॥। એવંનિર્ભર્ત્સિતોડમ્બષ્ઠઃકુપિતઃકોપિતં ગજમ્‌ । ચોદયામાસ કૃષ્ણાય કાલાન્તકયમોપમમ્‌ ।૫।। શ્રીશુકદેવજી કહે છે - કામ-ક્ોધ વગેરે શત્રુઓને પરાજિત કરનારા પરીક્ષિત! હવે શ્રીકૃષ્ણ અને બલરામ પણ સ્નાનાદિ નિત્યકર્મથી નિવૃત્ત થઈને દુદુભિ-નગારાંનો અવાજ સાંભળી રંગભૂમિ જોવા માટે નીકળ્યા. ॥ ૧૧ || ભગવાન _ શ્રીકૃષ્ણે રંગભૂમિના દ્વાર પર જઈને જોયું કે ત્યાં મહાવતની પ્રેરણાથી કુવલયાપીડ નામનો હાથી ઊભો છે. ।। ર ॥ ત્યારે ભગવાન શ્રીકૃષ્થે પોતાની કમર બાંધી અને માથાની લટો બાંધી દીધી અને મેથ જેવી ગંભીર વાણીથી મહાવતને પડકારતાં કહ્યું. 1૩ || “મહાવત, ઓ મહાવત! અમને બન્નેને જવાનો રસ્તો આપ. અમારા રસ્તામાંથી હટી જા. અરે, સાંભળતો નથી? મોડું ન કર. અન્યથા હું હમણાં જ આ હાથીની સાથે તને યમસદન મોકલી દઉં છું.’ ॥૪ | ભગવાન શ્રીકૃષ્ણે જ્યારે મહાવતને આ પ્રમાણે ધમકાવ્યો, ત્યારે તે ક્રોધથી સમસમી ગયો અને તેણે કાળ, મૃત્યુ અને યમરાજ જેવા અત્યંત ભયંકર કુવલયાપીડને અંકુશ મારી ક્રોધિત કરીને શ્રીકૃષ્ણ તરફ હાંક્યો. | ૫ ॥ ૧. મલ્લરહ્ગોપવર્ણનં દ્વિચત્વારરિશોડધ્યાયઃ । ર. બાદરાયસિરુવાચ 334 શ્રીમદભાગવત [અ૦૪૩ કરીન્દ્રસ્તમભિઠ્ુત્ય કરેણ તરસાગ્રહીત્‌ | કશદ્ વિગલિતઃ સોડમું નિહત્યાડદ્રિષ્વલીયત ।। ૬॥ સડક્રુદ્સ્‍સ્તમચક્ષાણો ઘ્રાણદૅષ્ટિઃ સ કેશવમ્‌ ! પરામૃશત્‌ પુષ્કરેણ સ પ્રસહ્ય વિનિર્ગતઃ | ૭!! પુચ્છે પ્રગૃહ્યાતિબલં ધનુષઃ પગ્ચવિંશતિમ્‌ | વિચકર્ષ યથા નાગં સુપર્ણ ઈવ લીલયા 1૮ સ પર્યાવર્તમાનેન સવ્યદક્ષિણતોડચ્યુતઃ | બભ્રામ ભ્રામ્યમાણેન ગોવત્સેનેવ બાલકઃ || ૯॥ તતોડભિમુખમભ્યેત્યપાણિનાડડહત્યવારણમ્‌ | પ્રાદ્રવન્‌ પાતયામાસ સ્પૃશ્યમાનઃ પદે પદે | ૧૦॥ સધાવન્‌ક્રીડયા ભૂમૌપતિત્વા૬ સહસોત્યિતઃ | તં મત્વા પતિત કુદ્ધો દન્તાભ્યાં સોડહનત્કિતિમ્‌ || ૧૧॥ સ્વવિક્રમે પ્રતિહતે કુગ્જરેન્દ્રોડત્યર્ષિતઃ | ચોધમાનો મહામાત્રૈઃ કૃષ્ણમભ્યદ્રવદ્‌ રુષા || ૧ ૨|! તમાપતત્તમાસાધ ભગવાન્‌ મધુસૂદનઃ | નિગૃહ્ય પાણિના હસ્તં પાતયામાસ ભૂતલે ॥ ૧૩।। પતિતસ્ય પદાડડક્રમ્ય મૃગેન્દ્ર ઇવ લીલયા । દન્તમુત્પાટ્ય તેતેભં હસ્તિપાંશ્ાહનદ્રરિઃ । ૧૪॥ મૃતક હિપમુત્સુજ્ય દન્તપાણિઃ સમાવિશત્‌ ! અંસન્યસ્તવિષાણોડસુડમદબિન્દુભિરક્રિતઃ ! વિરૂઢસ્વેદકણિકાવદનામ્બુરુહો બભૌ ||૧૫॥। કુવલયાપીડે ભગવાન તરફ દોડીને તેમને બહુ જ ત્વરાથી સૂંઢમાં લપેટી લીધા, પરંતુ ભગવાન સુંઢમાંથી છટકી ગયા અને તેને એક મુક્કો મારી તેના પગોની વચ્ચે જઈને છુપાયા. | ૬ |! તેમને પોતાની સામે ન જોઈને કુંવલયાપીડ વધારે કોધિત થયો. તેણે સૂંઘીને પોતાની સૂંઠથી ભગવાનને શોધીને પકડી પણ લીધા, પરંતુ ભગવાને બળપૂર્વક તેમાંથી પોતાને છોડાવી લીધા, ।। ૭ | ત્યાર પછી ભગવાન તે બળવાન હાથીનું પૂછડું પકડીને જેમ ગરુડ સર્પને પકડીને ઘસડે, તેમ ક્રીડા માત્રમાં પચીસ ધનુષ્ય (સો હાથ) ઘસડીને લઈ ગયા, ॥ ૮ ॥ જેમ બાળક ગાયના વાછરડાનું પૂછડું પકડી તેની પાછળ ફરે, તેમ (શ્રીકૃષ્ણ, પોતાને પકડવા માટે ડાબા-જમણા ફરતા) તે હાથીની પાછળ ફરવા લાગ્યા. 11૯ || ત્યાર પછી હાથીની સામે આવીને તેમણે હાથીને એક થપ્પડ મારીને નીચે પાડવા માટે તેની સામેથી ભાગવા લાગ્યા, જાણે તે પગલે-પગલે તેમને પકડી લેશે, હમણાં જ પકડી લેશે. || ૧૦ ॥ ભગવાન શ્રીકૃષ્ણે દોડતાં-દોડતાં એકવાર રમતમાં જ જમીન પર. પડી જવાનો અભિનય કર્યા અને ત્યાંથી ઝટ-પટ ભાગી ગયા. ત્યારે તે હાથી ક્રોધથી બળીને શેકાઈ રહ્યો હતો. તે સમજ્યો કે તે પડી ગયા છે, તેથી તેલે બહુ જ જોરથી પોતાના બન્ને દાંત ધરતી પર માર્યા. 1૧૧ | જ્યારે કુવલયાપીડનું આ આક્રમણ વ્યર્થ ગયું ત્યારે તે વધારે ચિડાયો. મહાવતોની પ્રેરણાથી તે ક્રોધિત થઈને ભગવાન શ્રીકૃષ્ણ પર તૂટી પડયો. ।। ૧૨ !! ભગવાન મધુસૂદને જ્યારે તેને પોતાની તરફ આવતો જોયો, ત્યારે તેની પાસે ગયા અને પોતાના એક જ હાથેથી તેની સુંઢ પકડીને તેને ધરતી પર પટકી દીધો. [૧૩ | તેના પડી જવાથી ભગવાને સિંહની જેમ રમતમાં જ તેને પગથી દબાવી તેના દાંત ખેંચી કાઢયા અને તે રીતે હાથી અને મહાવતને સ્વધામ પહોંચાડી દીધા. | ૧૪ || પરીક્ષિત! મરણ પામેલા હાથીને ત્યાં જ છોડી દઈને ભગવાન શ્રીકૃષ્ણે હાથમાં તેના દાંત રાખીને જ રંગભૂમિમાં પ્રવેશ કર્યો. તે વખતે તેમની શોભા દર્શનીય હતી. તેમના ખભા પર હાથીનો દાંત હતો, શરીર લોહી અને મદબિંદુથી શોભી રહ્યું હતું અને મુખકમલ પર પસીનાનાં બિન્દુઓ શોભી રહ્યાં હતાં. ૧૫ || ૧. પતિતઃ | અ૦૪૩] દસમો સ્કન્ધ 335 વૃતૌ ગોપૈઃ કતિપયૈર્બલદેવજનાર્દનૌ | ર્વ વિવિશતૂ રાજન્‌ ગજદન્તવરાયુધૌ ।। ૧૬॥ મલ્લાનામશનિર્નુણાં નરવરઃ સ્રીણાં સ્મરો - મૂર્તિમાન્‌ ગોપાનાં સ્વજનોડસતાં ક્ષિતિભુજાં શાસ્તા સ્વપિત્રોઃ શિશુઃ। મૃત્યુર્ભોજપતેર્વિરાડવિદુષાં તત્ત્વ પરં યોગિનાં વૃષ્ણીનાં પરદેવતેતિ વિદિતો ર્ર ગતઃ સાગ્રજઃ 1૧૭॥ હતં કુવલયાપીર્ડં દંષ્ટ્વા તાવપિ દુર્જયૌ । કંસો મનસ્વ્યપિ તદા ભૃશમુદ્ધિવિજે નૃપ | ૧૮॥।। તૌ રેજતૂ રક્નગતો મહાભુજૌ વિચિત્રવેષાભરણસ્રગમ્બરસૌ । નટાવુત્તમવેષધારિણૌો મનઃ ક્ષિપન્તૌ પ્રભયા નિરીક્ષતામ્‌ || ૧૯॥। યથા નિરીક્ષ્ય તાવુત્તમપૂરુષૌ જના મઝઞ્ચસ્થિતા નાગરરાષ્ટ્રકા નૃપ | પ્રહર્ષવેગોત્કલિતેક્ષણાનનાઃ પપુર્ન તૃક્તા નયનૈસ્તદાનનમ્‌ || ૨૦॥ પિબન્ત ઇવ ચક્ષુર્ભ્યા લિહન્ત ઇવ જિહ્યા | જિદ્રન્ત ઇવ નાસાભ્યાં શ્લિષ્યન્ત ઇવ બાહુભિઃ ॥ ૨૧॥। ઊચુઃ પરસ્પરં તે વૈ યથાદંષ્ટં યથાશ્રુતમ્‌ ! તદ્રૂપગુણમાધુર્યપ્રાગલ્ભ્યસ્મારિતા ઇવ ||ર૨॥ એતૌ ભગવતઃ સાક્ષાદ્ધરેર્નારાયણસ્ય [હિ | અવતીર્ણાવિહાંશેન વસુદેવસ્ય વેશ્મનિ | ૨૩॥॥ પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ બન્નેના હાથમાં કુવલયાપીડના મોટા-મોટા દાંત શસ્ત્રના રૂપમાં શોભી રહ્યા હતા અને કેટલાક ગોપબાળકો તેમની સાથે ચાલી રહ્યા હતા. આ પ્રમાણે તેમણે રંગભૂમિમાં પ્રવેશ કર્યાં. 1૧૬ ॥ જે વખતે ભગવાન શ્રીકૃષ્ણ બલરામજીની સાથે રંગભૂમિમાં પધાર્યા, ત્યારે તેઓ પહેલવાનોને વજ જેવા, જનસમુદાયને નરરત્ન જેવા, સ્ત્રીઓને મૂર્તિમાન કામદેવ જેવા, ગોપોને પોતાના સ્વજન, દુષ્ટ રાજાઓને દંડ આપનારા શાસક, માતા-પિતા સમાન વડીલો-વૃદ્ધોને બાળક જેવા, કંસને કાળ જેવા, અજ્ઞાનીઓને વિરાટ પુરુષ જેવા, યોગીઓને પરમતત્ત્વરૂપે અને પરમ ભક્ત યાદવોને પોતાના ઇષ્ટદેવ દેખાયા. (બધાએ પોત-પોતાના ભાવ પ્રમાણે ક્રમશઃ રૌદ્ર, અદ્દભુત, શૃંગાર, હાસ્ય, વીર, વાત્સલ્ય, ભયાનક, બીભત્સ, શાંત અને પ્રેમભક્તિરસનો અનુભવ કર્યો.) ॥ ૧૭ ॥ રાજન્‌! આમ તો કંસ બહુ જ ધીર વીર હતો, છતાં પણ જ્યારે તેણે જોયું કે આ બન્નેએ કુવલયાપીડને મારી નાખ્યો, ત્યારે તેને એ વાત સમજાઈ ગઈ કે, આમને જીતવા બહુ મુશ્કેલ છે. ત્યારે તે બહુ ગભરાઈ ગયો. || ૧૮ ॥ શ્રીકૃષ્ણ અને બલરામની ભુજાઓ લાંબી-લાંબી હતી. પુષ્પોના હાર, સુંદર વસ્ત્રો અને આભૂષણો વગેરેથી તેમનો વેશ અદ્દભુત લાગતો હતો. એવું લાગતું હતું કે, જાશે ઉત્તમ વેશ ધારણ કરીને બે અભિનેતા (નટ) અભિનય કરવા માટે આવ્યા હોય! જેમનાં નેત્ર એક વાર તેમના પર પડી જતાં, બસ, ત્યાંથી ખસતાં ન નહીં. એટલું જ નહીં, તેઓ પોતાની કાંતિથી તેમનું મન પણ ચોરી લેતા. આ પ્રમાણે બન્ને રંગભૂમિમાં છવાઈ * ગયા. ||૧૯ ।। પરીક્ષિત! મંચ પર જેટલા લોકો બેઠા હતા

  • તે મથુરાના નાગરિકો અને રાષ્ટ્રના પ્રજાજનો પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્હ અને બલરામજીને જોઈને એટલા પ્રસન્‍ન થયા કે તેમનાં નેત્રો અને મુખકમળ ખીલી ઊઠયાં. તેઓ ઉત્કંઠાથી ભરાઈ ગયા. |તેમને આ બન્નેનાં દર્શન કરીને તૃપ્તિ થતી ન હતી. | ૨૦ ।। જાણે તે નેત્રોથી આ બન્ને ભાઈઓને પી રહ્યા હોય, જીભથી ચાટી રહ્યા હોય, નાસિકાથી સૂંઘી રહ્યા હોય અને હાથોથી પકડીને હદયે. ચાંપતા હોય! ।। ર૧ || તેમનાં સૌન્દર્ય, ગુણ, માધુર્ય અને નિર્ભયતાએ જાણે દર્શકોને તેમની લીલાઓનું સ્મરણ કરાવી દીધું અને તે લોકો પરસ્પર તેમના વિશે જોયેલી-સાંભળેલી વાતો કહેવા-સાંભળવા લાગ્યા. ॥ રર ॥ એ બન્ને સાક્ષાત્‌ ભગવાન નારાયણના અંશ છે. એ પૃથ્વી પર વસુદેવજીના પુત્રો તરીકે અવતર્યા છે. | ૨૩ ॥ 336 શ્રીમદભાગવત [અ૦૪૩ એષ વૈ કિલ દેવક્યાં જાતો નીતશ્ચ ગોકુલમ્‌ | કાલમેતં વસન્‌ ગૂહો વવૃધે નન્દવેશ્મનિ || ર૪।। પૂતનાડનેન નીતાડન્તં ચક્રવાતશ્ચ દાનવઃ | અર્જુનૌ ગુહ્યકઃ કેશી ધેનુકોડન્યે ચ તહિધાઃ ॥ ર૫।। શાવઃ સપાલા એતેન દાવાગ્નેઃ પરિમોચિતાઃ । કાલિયો દમિતઃ સર્પ ઇન્દ્રશ્ વિમદઃ કૃતઃ ॥ ર૬॥ સસ્તાહમેકહસ્તેન ધૃતોડદ્રિપ્રવરોડમુના । વર્ષવાતાશનિભ્યશ્ચ પરિત્રાતં ચ ગોકુલમ્‌ | ૨૭॥ ગોપ્યોડસ્ય નિત્યમુદિતહસિતતપ્રેક્ષણ મુખમ્‌ | પશ્યન્ત્યો વિવિધાંસ્તાપાંસ્તરન્તિ સ્માશ્રમં મુદા ॥ ર૮! વદન્ત્યનેન વંશોડયં યદોઃ સુબહુવિશ્રુતઃ | શ્રિયં યશો મહત્ત્વ ચ લપ્સ્યતે પરિરક્ષિતઃ ॥ ૨૯ અયંચાસ્યાગ્રજઃશ્રીમાન્‌રામઃ કમલલોચનઃ | પ્રલમ્બો નિહતો યેન વત્સકો યે બકાદયઃ ॥ ૩૦॥ જનેષ્વેવં બુવાણેષુ તૂર્યેષુ નિનદત્સુ ચ | કૃષ્ણરામૌ સમાભાષ્ય ચાણ્રોવાક્યમબ્રવીત્‌ । ૩૧! હે નન્દસૂનો હે રામ ભવન્તૌ વીરસંમતો’ । નિયુદ્ધકુશલૌ શ્રુત્વા રાજ્ઞાડડહૂતો દિદંક્રુણા || ૩૨ || પ્રિયં રાશઃપ્રુર્વન્ત્યઃશ્રેયો વિન્દન્તિ વૈ પ્રજાઃ | મનસા કર્મણા વાચા વિપરીતમતોડન્યથા | ૩૩॥। નિત્યં પ્રમુદિતા ગોપા વત્સપાલા થથા સ્ફુટમ્‌ | વનેષુ મલ્લયુદ્ધેન ક્રીડન્તશ્ચારયન્તિ ગા: | ૩૪॥। (આંગળી દેખાડીને) આ શ્યામસુંદર જે દેખાય છે ને, તે દેવકીજીના પુત્ર છે. જન્મતાં જ તેમને વસુદેવજીએ ગોકુળ પહોંચાડી દીધા હતા. આટલા વખત સુધી તેઓ ત્યાં ગુપ્તરૂપે રહ્યા અને નંદજીના ઘરમાં જ તેઓ આટલા મોટા થયા. ।। ૨૪ |! એમણે જ પૂતના, તૃણાવર્ત, શંખચૂડ, કેશી અને ધેનુકાસુર વગેરે તથા બીજા પણ દુ દેત્યોનો વધ કર્યો અને થમલાર્જુનનો ઉદ્ધાર કર્યો છે. ર૫ || [એમણે જ ગાયો અને ગોવાળોને દાવાનલની જ્વાળાથી બચાવ્યા હતા. કાલિયનાગને નાથ્યો અને ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો હતો.-॥ ૨૬ ॥ એમણે સાત દિવસ સુધી એક હાથ પર ગિરિરાજ ગોવર્ધન પર્વતને ઉપાડી રાખ્યો અને તેનાથી ભારે વૃષ્ટિ-આંધી અને વજપાતથી ગોકુલની રક્ષા કરી, । ર૭ ॥ ગોપીઓ આમના મન્દ-મન્દ હાસ્ય, મધુર અવલોકન અને સર્વદા એકસરખા પ્રસન્ન મુખારવિંદનાં દર્શન કરી આનંદિત રહેતી હતી અને અનાયાસે જ તે બધા પ્રકારના તાપોથી મુક્ત થઈ જતી હતી. || ર૮ || વિદ્ધાનો કહે છે કે, આ શ્રીકૃષ્ણ યદુવંશની રક્ષા કરશે. આ પ્રસિદ્ધ વંશ શ્રીકૃષ્ણ દ્વારા મહાન સમૃદ્ધિ, યશ અને ગૌરવ પ્રાપ્ત કરશે. 1૨૯ | આ બીજા શ્યામસુંદરના મોટાભાઈ કમલનયન બલરામજી છે. અમે કોઈ-કોઈના મુખેથી સાંભવ્યું છે કે, આમે જ મ્રલ્બાસુર, વત્સાસુર. અને બકાસુર વગેરેને માર્યા છે. 1૩૦ || જે વખતે દર્શકોમાં આ પ્રમાણેની ચર્ચા ચાલી રહી હતી અને અખાડામાં તુરી વગેરે વાઘો વાગી રહ્યાં હતાં, તે સમયે ચાલૂરે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામને ઉદેશીને કહ્યું - 1૩૧ | પનંદનંદન શ્રીકૃષ્ણ અને બલરામજી! તમે બન્ને આદરણીય વીર છો. અમારા મહારાજે એવું, સાંભળીને કે, તમે લોકો મલ્લયુદ્ધ કરવામાં બહુ નિપુણ છો, તમારું પરાક્રમ જોવા માટે તમને અહીં બોલાવ્યા છે. 1૩૨ ॥ જુઓ ભાઈ! જે પ્રજા મન-વચન અને કર્મથી રાજાનું પ્રિય કાર્ય કરે છે, તેનું કલ્યાણ થામ છે અને જે રાજાની ઇચ્છાથી વિપરીત કામ કરે છે તેને નુક્સાન થાય છે. 1૩૩ ॥ એ તો બધા જાણે છે કે, ગાય-વાછડાં થરાવનારા ગોવાળો દરરોજ આનંદથી જંગલમાં કુશ્તી લડવાની રમતો રમતા હોય છે અને ગાયો ચરાવતા રહે છે.॥૩૪॥ ૧. વીર્યસડ્ગતો | અ૦૪૪] દસમો સ્કન્ધ 337 તસ્માદ્‌ રાજ્ઞઃ પ્રિયં યૂયં વયં ચ કરવામ હે | ભૂતાનિ નઃ પ્રસીદન્તિ સર્વભૂતમયો નૃપઃ ।। ૩૫॥ તજ્ઞિશમ્યાબ્રવીત્‌ કૃષ્ણો દેશકાલોચિતં વચઃ । નિયુદ્ધમાત્મનોડભીષ્ટં મન્યમાનોડભિનન્થચ । ૩૬॥ પ્રજા ભોજપતેરસ્ય વયં ચાપિ વનેચરાઃ | કરવામ પ્રિયં નિત્યં તજ્નઃ પરમનુગ્રહઃ | ૩૭॥ બાલા વયં તુલ્યબલૈઃ ક્રીડિષ્યામો યથોચિતમ્‌ ! ભવેશિયુદ્ધં માડધર્મઃ સ્પૃશેન્મલ્લ’ સભાસદઃ || ૩૮॥ ચણૂર ઉવાચ નબાલો ન કિશોરસ્ત્વં બલશ્ચ બલિનાં વરઃ | લીલયેભો હતો યેન સહસ્હ્ધિપસત્ત્વભૃત્‌ | ૩૯॥ તસ્માદ્‌ભવદ્ભ્યાં બલિભિર્યોદ્રવ્ય નાનયોડત્રવૈ । મયિ વિક્રમ વાર્ષ્ણેય બલેન સહ મુષ્ટિકઃ | ૪૦॥ તેથી આવો, અમે અને તમે મળીને મહારાજને પ્રસન્ન કરવા માટે કુશ્તી લડીએ: આવું કરવાથી આપણા પર બધા લોકો ખુશ થશે, કેમકે, રાજા બધી પ્રજાના પ્રતીક છે.’ 1૩૫ ॥। 7 પરીક્ષિત! શ્રીકૃષ્ણ તો ઇચ્છતા જ હતા કે આમની સાથે કુશ્તી કરવી. તેથી તેમણે ચાણૂરની વાત સાંભળીને તેનું અનુમોદન કર્યું અને દેશ-કાલ પ્રમાણે આ પ્રમાણે કહ્યું - ॥ ૩૬ ॥ ‘ચાણૂર! અમે પણ આ ભોજરાજ કંસની વનવાસી મ્રજા છીએ, અમારે પણ એમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ, એમાં જ અમારું કલ્યાણ છે, || ૩૭ | પરંતુ ચાણૂર! અમે અત્યારે બાળક છીએ. તેથી અમે અમારા જેવા બળવાળા બાળકોની સાથે જ કુશ્તી લડીશું. કુશ્તી સમાન બળવાળાઓ વચ્ચે જ થવી જોઈએ. જેથી દર્શક સભાસદોને. અન્યાયના સમર્થક બનવાનું પાપ ન લાગે.’ 1૩૮ ॥ ચાણૂરે કહ્યું - હવે રહેવા દો! તમે અને બલરામ ન તો બાળક છો અને ન કિશોર. તમે બન્ને બળવાનોમાં શ્રેષ્ઠ છો, તમે અત્યારે જ હજાર હાથીઓનું બળ ધરાવતા કુવલયાપીડને રમતમાં જ મારી નાખ્યો. || ૩૯ || તેથી તમે બન્નેએ અમારા જેવા બળવાનો સાથે જ લડવું જોઈએ. એમાં અન્યાયની કોઈ વાત નથી. તમે મારા પર તમારું જોર અજમાવો અને બલરામ સાથે મુષ્ટિક લડશે. || ૪૦ ॥। શઝઝીદલ્ઝઝડ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાધે ૨ કુવલયાપીડવધો નામ ત્રિચત્વારિશોડધ્યાયઃ ॥ ૪૩ ॥ દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત કુવલયાપીડનો વધ નામનો તેંતાલીસમો અધ્યાય સમાપ્ત.