સુડતાલીસમો અધ્યાય ઉદ્વવ તથા ગોપીઓનો સંવાદ અને ભ્રમરગીત કડુક ઉવજ તં વીક્ષ્ય કૃષ્ણાનુચરં વ્રજસ્ત્રિયઃ પ્રલમ્બબાહું નવકગ્જલોચનમ્ | પીતામ્બરં પુષ્કરમાલિનું લસ- ન્મુખારવિન્દી મણિમૃષ્ટકુણ્ડલમ્ । ૧।। શુચિસ્મિતાઃ કોડયમપીચ્યદર્શનઃ* કુતશ્ચ કસ્યાચ્યુતવેષભૂષણઃ । ઇતિ સ્મ સર્વાઃ પરિવવ્રુરુત્સુકા- સ્તમુત્તમશ્લોકપદામ્બુજાશ્રયમૂ ॥૨॥ શ્રીશુકદેવજી કહે છે — પરીક્ષિત! ગોપીઓએ જોયું, કે, શ્રીકૃષ્ણના સેવક ઉદ્ધવજીની આકૃતિ અને વેશભૂષા શ્રીકૃષ્ણના જેવી જ છે. ઘૂંટણો સુધી લાંબી-લાંબી ભુજાઓ છે, નવા કમળપત્ર જેવાં કોમળ નેત્ર છે, શરીર પર પીતામ્બર ધારણ કરેલું છે, ગળામાં કમળનાં ફૂલોની માળા છે, કાનોમાં મણિજડિત કુંડળો ઝબકી રહ્યાં છે અને મુખારવિંદ અત્યંત પ્રસન્ન છે. ૧ || પવિત્ર હાસ્યવાળી ગોપીઓએ આપસમાં કહ્યું — “આ પુરુષ જોવામાં તો બહુ જૃ સુંદર છે. પરંતુ આ છે કોણ? ક્યાંથી આવ્યો છે? કોનો દૂત છે? આશે શ્રીકૃષ્્ર જેવો વેશ કેમ પહેર્યો છે? બધી જ ગોપીઓ તેમનો પરિચય મેળવવા અત્પંત ઉત્સુક થઈ ગઈ અને તેમાંથી કેટલીક, પવિત્રકીર્તિ ભગવાન શ્રીકૃષ્હનાં ચરણકમળોના આશ્રિત તથા તેમના સેવક-સખા ઉદ્ધવજીને ચારેબાજુ ઘેરીને ઊભી રહી ગઈ. ||૨ || ૧. તત્ર 1 ૨. ઉદ્વયાન ! ૩. કોડયમપૂર્વદર્શનઃ 1 અ૦૪૭] દસપો સ્કન્ધ ફડ તં પ્રશ્રયેણાવનતાઃ સુસત્કૃતં સદ્રીડહાસેક્ષણસૂનૃતાદિભિઃ 1 રહસ્યપૃચ્છશ્ુપવિષ્ટમાસને વિજ્ઞાય સન્દેશહરં રમાપતેઃ 1 ૩।। જાનીમસ્ત્વાં યદુપતેઃ પાર્યદં સમુપાગતમ્ ! ભર્ત્રેહ પ્રેપિતઃ પિત્રોર્ભવાન્ પ્રિયચિકીર્ષયા ॥ ૪॥। અન્યથા ગોવ્રજે તસ્ય સ્મરણીયં ન ચક્ષ્મહે સ્નેહાનુબન્ધો બન્ધૂનાં મુતતેરપિ સુદુસ્ત્યજઃ ॥ ૫ અગ્યેખ્ર્થકૃતા મૈત્રી યાવદર્થવિડમ્બનમ્ | પુમ્ભિઃ સ્રીષુ કૃતા યદ્રત્ સુમનસ્્વિવ ષટ્પદૈઃ | ૬ નિસ્સ્વં ત્યજન્તિ ગણિકા અકલ્યં નૃપતિં પ્રજાઃ । અધીતવિધા આચાર્યમૃત્વિજો દત્તદક્ષિણમ્ 1૭ ખગા વીતફલં વૃક્ષ ભુકત્વા ચાતિથયો ગૃહમ્ દગ્ધંમૃગાસ્તથારણ્યંજારો ભુક્ત્વારતાં સ્િયમ્ ॥ ૮॥ ઇતિગોપ્યો હિગોવિન્દે ગતવાક્કાયમાનસાઃ। કૃષ્ણદૂતે વ્રજ યાતે ઉદ્ધવે ત્યક્તલૌકિકાઃ || ૯॥ ગાયન્ત્યઃ પ્રિયકર્માણિ રુદત્યશ્ચ ગતહિયઃ | તસ્ય સંસ્મૃત્ય સંસ્મૃત્ય યાનિ કૈશોરબાલ્યયોઃ ॥ ૧૦।॥ કાચિન્મધુકરં દંષ્ટ્વા ધ્યાયન્તી કૃષ્ણસક્રમમ્ ! પ્રિયપ્રસ્થાપિતં દૂતં કલ્પયિત્વેદમબ્રવીત્ ।। ૧૧।| જ્યારે તેમને ખબર પડી કે આ તો રમારમણ ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશો લઈને આવ્યા છે, ત્યારે તેમણે વિયનપૂર્વક નીચા નમીને લજ્જાયુક્ત હાસ્ય, અવલોકન તથા મધુર વાણીથી ઉદ્વવજીનો બહુ સત્કાર કર્યો તથા એકાંતમાં આસન પર બેસાડી તેઓ તેમને આ પ્રમાણે કહેવા લાગી - ॥૩ ॥ ‘ઉદ્ધવજી| અમે જાણીએ છીએ કે, આપ યદુપતિ શ્રીકૃષ્તના સેવક છો. તેમનો સંદેશો લઈને અહીં પધાર્યા છો. આપના સ્વામીએ પોતાના માતા-પિતાને સુખ આપવા માટે તમને અહીં મોકલ્યા છે. 1૪ ॥ અન્યથા અમને તો હવે આ નંદગામમાં - ગાયોના રહેવાની જગામાં તેમના માટે સ્મરણ કરવા યોગ્ય કોઈ પણ વસ્તુ દેખાતી નથી; માતા-પિતા વગેરે સગા-સંબંધીઓનાં સ્નેહ-બંધન તો મોટા-મોટા ત્દષિ-મુનિ પણ બહુ મુશ્કેલીથી છોડી શકે છે. |! પ ।। બીજાઓની સાથે જે પ્રેમ-સંબંધનો અભિનય કરવામાં આવે છે, તે તો કોઈ- ને-કોઈ સ્વાર્થ માટે જ હોય છે. ભમરાઓનો પુષ્યો સાથે અને પુરુષોનો સ્રીઓ સાથે આવો જ સ્વાર્થનો પ્રેમ-સંબંધ હોય છે. ૬ || જ્યારે ગણિકા સમજે છે કે મારી પાસે આવનારની પાસે ધન નથી ત્યારે તેને તે ધુત્કારી દે છે. જ્યારે પ્રજા જુએ છે કે, આ રાજા અમારી રક્ષા કરી શક્તો નથી, ત્યારે તે તેનો સાથ છોડી દે છે. અધ્યયન સમાપ્ત થયા પછી કેટલા શિષ્યો પોતાના આચાર્યોની સેવા કરે છે? યજ્ઞની દક્ષિણા મળ્યા પછી ત્ત્વિજો ચાલવા માંડે છે. !। ૭ ।। જ્યારે વૃક્ષ પર ફળ રહેતાં નથી ત્યારે પક્ષીઓ ત્યાંથી કમું પણ વિચાર્યા વિના ઊડી જાય છે. ભોજન કરી લીધા પછી અતિથિઓ ગૃહસ્થની તરફ કયારે જુએ છે? વનમાં આગ લાગી કે પશુઓ તેને ત્યજીને ભાગી જાય છે. ભલે, સ્રીના ફદયમાં ગમે તેટલો અનુરાગ હોય, જાર પુરુષ પોતાનું કામ પતી ગયા પછી પાછું વળીને જોતો નથી.’ !! ૮ । પરીક્ષિત! ગોયીઓનાં મન, વાણી અને શરીર શ્રીકૃષ્ણમાં જ તલ્લીન હતાં. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણના દૂત બનીને ઉદ્ધવજી વ્રજમાં આવ્યા ત્યારે ગોપીઓ તેમને આ પ્રમાણે કહેતાં-કહેતાં એ. ભૂલી જ ગઈ કે કઈ વાત કઈ રીતે કોની સામે કહેવી જોઈએ. ભગવાન શ્રીકૃષ્ઠો બાળપણથી લઈને કૅશોર અવસ્થા સુધી જેટલી પણ લીલાઓ કરી હતી, તે બધી લીલાઓની યાદ કરી કરીને ગોપીઓ તેમનું ગાન કરવા લાગી. તેઓ આત્મભાન ભૂલીને સ્રી-સહજ લજ્જાને પણ્ઞ ભૂલી ગઈ અને મોટે-મોટેથી રડવા લાગી. 1 ૯-૧૦ । એક ગોપી પોતાને પ્રાપ્ત થયેલા ભગવાનના સંગમનું ધ્યાન કરી રહી હતી ત્યાં એક બ્રમરને જોયો, ત્યારે તે ભ્રમરને ભગવાને પોતાની પાસે મોકલેલા સંદેશવાહક દૂત માનીને ભ્રમરને નીચે પ્રમાશે કહેવા લાગી- 1૧૧ || ૩56. શ્રીમદભાગવત, [૦૪૭ ગોખુવાય મધુપ કિતવબન્ધો મા સ્પૃશાડ્થ્િિ સપત્યાઃ કુંચવિલુલિતમાલાકુડકુમશ્મશ્રુભિર્નઃ । વહતુ ભધુપતિસ્તન્માનિતીનાં પ્રસાદ યદુસદસિ વિડમ્બ્યં યસ્ય દૂતસ્ત્વમીટક્ | ૧ ર|! સકૃદધરસુધાં સ્વાં મોહિનીં પાયયિત્વા સુમનસ ઇવસધ્સ્તત્યજેડસ્માન્ ભવાદંફ્ ! પરિચરતિ કથં તત્પાદપશ્મં તુ પદ્મા હ્ાપિબત હતચેતા ઉત્તમશ્લોકજલ્પૈઃ’ ॥ ૧૩॥। કિમિહ બહુ ષડડઘ્રે ગાયસિ ત્વં યદૂના- મધિપતિમગૃહાણામગ્રતો નઃ પુરાણમ્ | વિજયસખસખીનાં ગીયતાં તત્પ્રસક્નઃ ક્ષપિતકુચરુજસ્તે કલ્પયત્તીષ્ટમિષ્ટાઃ |! ૧૪॥। દિવિ ભુવિ ચ રસાયાં કાઃ સ્તિયસ્તદુરાપાઃ કપટરુંચિરહાસભ્રવિજૃમ્ભસ્ય યાઃ સ્યુઃ | ચરણરજ ઉપાસ્તે યસ્ય ભૂતિર્વયં કા અપિ ચ કૃપણપશ્ષે હ્યુત્તમશ્લોકશબ્દઃ । ૧૫॥ ગોપીએ કહ્યું - હે મધુપ! તું કપટીનો મિત્ર છે; તેથી તું પદ્ન કપટી છે. તું અમારા પગને અડકીશ નહીં. ખોટા-ખોટા મ્ર્ઞામ કરીને અમારી સામે વિનંતી-વિનય ન કર. અમે જોઈ રહી છીએ કે શ્રીકૃષ્ણની જે વનમાળા અમારી શોકના વક્ષથળના સ્પર્શથી મસળાયેલી છે, અને તે માળામાં લાગેલું કેસર તારી મૂછો પર પણ ચોંટેલું છે. તું પોતે પણ કોઈ એક પુષ્પ સાથે પ્રેમ કરતો નથી, અહીં-તહીં ઊડ્યા કરે છે. જેવા તારા સ્વામી, એવો જ તું! ગુધુપતિ શ્રીકૃષ્છ મથુરાની માનિની ઓને ભલે મનાવ્યા કરે, તેમનો તે કુમકુમરૂપી કૃપા-પ્રસાદ, જે યાદવોની સભામાં ઉપહાસ કરવા યોગ્ય છે, તે ભલે તેમની પાસે રાખે, તેને તારા દ્વારા અહીં મોકલવાની શું જરૂર છે? ॥ ૧૨ ॥જેવો તું કાળો છે, તેવા તે પણ છે. તું પણ પુષ્યોનો રસલઈને ઊડી જાય છે, તેવા જ તે પણ નીકળ્યા, તેમલ્રે અમને માત્ર એક વાર - હા, એવું જ લાગે છે - માત્ર એક વાર અમને મુગ્ધ કરનારા અધરામૃતનું પાન કરાવ્યું હતું અને પછી અમ ભલી-ભોળી ગોપીઓને છોડીને તે અહીંથી ચાલ્યા ગયા. અહો, અમને ખેદ થાય છે કે આવા અકૃતશઞ તે કપટીનાં ચરણકમળોની સેવા લક્ષ્મીજી કઈ રીતે કરતાં હશે! અવશ્ય, તેઓ પણ આ કપટી શ્રીકૃષ્ણની જૂઠી-મીઠી વાતોમાં આવી ગયાં હશે. ચિત્તચોરે તૈમનું પણ ચિત્ત ચોરી લીધું હશે. || ૧૩ || અરે ભ્રમર! અમે વનવાસી સ્ત્રીઓ છીએ. અમારે તો ઘર-બાર પણ નથી. તું અમારી સામે યાદવશ્રેષ્ઠ શ્રીકૃષ્્નના અતિશય ગુણગાન કેમ ગાય છે? આ બધું ભલા, અમને મનાવવા માટે જ તો? પરંતુ નહિ,નહિ, તે અમારા માટેકોઈ નવા નથી.અમારા તો જોયેલા- જાલેલા, બિલકુલ જૂના-પુરાણા છે.તારી ચાપલૂસી અમારી પાસે નહીં ચાલે. તું જા, અહીંથી ચાલ્યો જા અને જેમનો સદા વિજય થાય છે, તે શ્રીકૃષ્ણની મથુરાવાસી સખીઓની સામે જઈને તેમના ગુણગાન ગાયા કર.તે નવી છે,તે તેમની લીલાઓ ઓછી જાણે છે અને અત્યારે તે તેમની પ્રિય બની ગઈ છે; તેમના દયની પીડા તેમણે મિટાવી દીધી છે. તે તારી પ્રાર્થના સ્વીકારશે. તારી ચાપલૂસીથી પ્રસન્ન થઈને તને મોંમાગી વસ્તુ આપશે. ॥ ૧૪ 1[બ્રમર! તે (શ્રીકૃષ્ણ) અમારા માટે તરફડી રહ્યા છે એવું તું કેમ કહે છે? તેમનું કપટભર્યું મનોહર હાસ્ય અને ભ્રુકુટિના ઇશારાથી જે વશમાં ન થઈ જાય, તેમની પાસે દોડી ન આવે - એવી કઈ સીઓ છે? અરે ભ્રમર! અજાણ્યો ન થા, સ્વર્ગમાં, પાતાલમાં અને પૃથ્વીમાં એવી એક પણ સ્ત્રી નથી.બીજાની તો વાત જ શી કરવી, સ્વયં લક્ષ્મીજી પણ તેમના ચરણોની સેવા કર્યા કરે છે. પછી અમે તેમના માટે કઈ ગણતરીમાં? પરંતુ તું તેમને જઈને કહેજે, ‘તમારું નામ તો “ઉત્તમશ્લોક’ છે, મોટા-મોટા લોકો તમારી કોર્તિનું ગાન કરે ૧, ક્ષુત્તમ૦। અ૦૪૭] દસમો સ્કન્ધ 357 વિસજ શિરસિ પાદં વેદ્મ્યર્હં ચાટુકારૈ- સ્નુનયવિદુષસ્તેડભ્યેત્ય દૌત્યૈર્પુકુન્દાત્ । સ્વકૃત ઇહ વિસૃષ્ટાપત્યપત્યન્યલોકા વ્યસૃજદકૃતચેતાઃ કિં નુસન્ધેયમસ્મિન્ | ૧૬॥ મૃગયુરિવ કપીન્દ્રં વિવ્યધે લુબ્ધધર્મા સ્િયમકૃત વિરૂપાં સ્રીજિતઃ કામયાનામ્ । બલિમપિ બલિમત્ત્વાડવેષ્ટયદ્ ધ્યાડક્ષવદ્ ય- સ્તદલમસિતસપખ્યૈર્દુસ્ત્યજજસ્તત્કથાર્થઃ॥ ૧૭॥ યદનુચરિતલીલાકર્ણપીયૂષવિપ્રુટ્- સકૃદદનવિધૂતદ્રન્દ્રધર્મા વિનષ્ટાઃ । સપદિ ગૃહકુટુમ્બં દીનમુત્સુજ્ય દીના બહવ ઇહ વિહક્ઞા ભિક્ષુચર્યા ચરન્તિ |! ૧૮॥ વયમૃતમિવ જિદ્યવ્યાહતં શ્રદ્ધાના: કુલિકરુતમિવાજ્ઞાઃ કૃષ્ણવધ્વો હરિણ્યઃ । દદેશુરસકુદેતત્તન્નખસ્પર્શતીવ્ર- સ્મરરુજ ઉપમત્ત્રિન્ભણ્યતામન્યવાર્તા | ૧૯]! છે. પરંતુ તેની સાર્થકતા તો એમાં જ છે કે તમે દીનજનો પર દયા કરો.નહીંતો કૃષ્ણ! તમારું ઉત્તમશ્લોક’નામ અવાસ્તવિક બની જાય છે. ॥ ૧૫ ॥સઅરે મધુકર! જો, તું મારા પગ ઉપર માથું ન મૂક. હું જાણું છું કે તું પ્રાર્થના-વિનય કરવામાં, ક્ષમા- યાચના કરવામાં બહુ કુશળ છે. એવું લાગે છે કે તું થીકૃષ્ણ પાસેથી જ આ બધું શીખીને આવ્યો છે કે રિસાયેલાંને મનાવવા માટે દૂતે - સંદેશવાહકે કેટલી ખુશામત કરવી જોઈએ. પરંતુ તું સમજી લે કે અહીં તારી દાળ ગળવાની નથી. જો, અમે શ્રીકૃષ્ણના માટે જ અમારા પતિ, પુત્ર અને અન્ય લોકોને છોડી દીધા. પરંતુ તેમનામાં સહેજ પણ કૃતશ્તા નથી. તે એવા નિર્મોહી નીકળ્યા કે અમને છોડીને ચાલ્યા ગયા! હવે તું જ બતાવ, આવા અકૃતશની સાથે અમે શું સમાધાન કરીએ? તું હજી કહે કે તેમના પર શું વિશ્વાસ કરવો જોઈએ? | ૧૬ || ૫ અરે મધુપ! જ્યારે તે રામ બન્યા હતા ત્યારે તેમણે કપિરાજ બાલિને વ્યાધની જેમ છુપાઈને બહુ જ નિર્દયતાપૂર્વક માર્યો હતો. બિચારી શૂર્પન્નખા કામવશ તેમની પાસે આવી હતી, પરંતુ તેમણે પોતાની સ્ત્રીને વશ થઈને તે બિચારીનાં નાક-કાન કાપી લીધાં અને આ પ્રમાણે તેને કુરૂપ કરી દીધી, બ્રાલશ્ને ધેર વામનરૂપે જન્મ લઈને તેમણે શું કર્યું? બલિએ તો તેમની પૂજા કરી, તેમને મોંમાગી વસ્તુ આપી અને એમણે તેની પૂજા ગ્રહણ કરીને પણ તેને વરુભ્રપાશથી બાંધી પાતાલમાં નાખી દીધો. બરાબર એ જ રીતે કે જેમ કાગડો બલિ ખાઈને પણ બલિ આપનારને પોતાના અન્ય સાથીઓ સાથે મળીને ઘેરી લે છે અને પરેશાન કરે છે. ખેર, હવે જવા દો; અમારે શ્રીકૃષ્ણ સાથે તો શું, કોઈ પણ કાળી વસ્તુ સાથે મિત્રતા કરવાનું કોઈ પ્રયોજન નથીક્પરંતુ જો તું એમ કહે કે “જો આવું જ છે તો તમે તેની (શ્રીકૃષ્ણની) ચર્ચા કેમ કરો છો?’ તો ભ્રમર! અમે સાચું કહીએ છીએ, એકવાર જેને આનો ચસકો લોગી જાય છે, તે તેને છોડી શકતું નથી. આવી સ્થિતિમાં અમે ઇચ્છવા છતાં પણ તેમની ચર્ચા છોડી શકતી નથી. || ૧૭ | શ્રીકૃષ્ણની લીલારૂપી કર્ણામૃતના એક કણનું પણ જે રસાસ્વાદન કરી લે છે, તેના રાગ-દ્ેષ, સુખ-દુઃખ વગેરે બધા હંઢો છૂટી જાય છેડટ્મેટલે સુધી કે ઘણા લોકો તો પોતાની દુઃખમય—દુઃખથી ખદબદતી ઘર- ગૃહસ્થી છોડીને અર્કિંચન બની જાય છે, પોતાની પાસે કંઈ પણ સંગ્રહ-પરિગ્રહ ચાખતા નથી અને પક્ષીઓની જેમ વીણી- વીલીને ભીખ માગીને પોતાનું પેટ ભરે છે, દીન-દુંનિયાથી વિરક્ત થઈ જાય છે. છતાં પણ શ્રીકૃષ્ણની લીલાકથા છોડી શક્તા નથી. વાસ્તવમાં તેનો રસ, તેનું વ્યસન એવું જ છે. આ જ દશા અમારી પણ થઈ ગઈ છે. | ૧૮ || જેમ કૃષ્ણસાર મૃગની પત્ની ભલી-ભોળી હરણીઓ વ્યાધના સુમધુરઃ સંગીતનો વિશ્વાસ કરે છે અને તેની જાળમાં ફસાઈ જાય છે, એ જ રીતે 358. શ્રીમદભાગવત [અ૦૪૭ પ્રિયસખ પુનરાગાઃ પ્રેયસા પ્રેષિતઃ કિં વરયક્રિમનુરુન્ધે માનનીયોડસિ મેડ%્ટ ! નયસિ કથમિહાસ્માન્ દુસ્ત્યજહન્દ્રપાર્શ્ સતતમુરસિ સૌમ્ય શ્રીર્વધૂઃસાકમાસ્તે || ૨૦॥ અપિ બત મધુપુર્યામાર્યપુત્રોડધુનાડડસ્તે સ્મરતિ સ પિતૃગેહાન્ સૌમ્ય બન્યુંશ્ષ ગોપાન્ | ક્વચિદપિ સ કથા નઃ કિકરીણાં ગૃણીતે ભુજમગુરુસુગન્યંમૂર્ધ્યધાસ્યત્કદાનુ | ૨૧॥। કોંયુક ઉવાચ અથોદ્રવો નિશમ્ધૈવં કૃષ્ણદર્શનલાલસાઃ | સાન્ત્વયન્ પ્રિયસન્દેશૈ્ગોપીરિદમભાષત || ર૨ મો રૈ અહોયૂયંસ્મપૂર્ણાર્થા ભવત્યો લોકપૂજિતાઃ | વાસુદેવે ભગવતિ યાસામ્િત્યર્ષિત મનઃ | ૨૩॥। દાનવ્રતતપોહોમજપસ્વાધ્યાયસંયમૈઃ | શ્રોયોભિર્વિવિધૈશ્યાન્યૈઃ કૃષ્ણે ભક્તિર્હિ સાધ્યતે || ૨૪ ભગવત્યુત્તમશ્લોકો ભવતીભિરનુત્તમા | ભક્તિઃપ્રવર્તિતા દિષ્ટ્યા મુનીનામપિ દુર્લભા || ૨૫॥। દિષ્ટ્યાપુત્રાન્પતીન્દેહાન્સ્વજનાન્ભવનાનિચ |! હિત્વાડવૃણીત યૂયં યત્ કૃષ્ણાખ્યં પુરુષં પરમ્ | ર૬॥ અમે ભલી-ભોળી ગોપીઓ પણ તે કપટી કૃષ્ણની કપટયૂર્ મીઠી-મીઠી વાતોમાં આવીને તેને સત્ય જેવી માની બેઠી અને. તેમના નખસ્પર્શથી થનારા કામવ્યાધિનો વારંવાર અનુભવ કરતી રહીપતૈથી શ્રીકૃષ્ણના દૂત ભ્રમર! હવે આ વિષયમાં તું વધારે કંઈ કહીશ નહી. તારે કહેવું જ હોય તો કોઈ બીજી વાત કર. ॥ ૧૯ ॥। અમારા પ્રિયતમના પ્રિય સખા! એવું લાગે છે કેં, તું એક વાર ત્યાં જઈને પાછો આવ્યો છે, જરૂર અમારા પ્રિયતમે તને મનાવવા માટે મોકલ્યો હશે! પ્રિય ભ્રમર! તું બધી રીતેઅમારા આદરને પાત્ર છે. કહે, તારી શી ઇચ્છા છે?અમારી પાસે જે ઇચ9ા હોય તે માગી લે. સારં, તું સાચું કહે, શું અમને ત્યાં લઈ જવા ઇચ્છે છે? અરે, તેમની પાસે જઈને પાછા વળવું બહુ મુશ્કેલ છે. અમે તો તેમની પાસે જઈ ચૂકી છીએ. પરંતુ તું અમને ત્યાં લઈ જઈને શું કરીશ? પ્રિય ભ્રમર!લેમની સાથે. તેમના વક્ષત્થળ પર તો તેમની પ્રિય પત્ની લક્ષ્મીજી હંમેશાં રહે છે ને? ત્યારે ત્યાં અમારો નિર્વાહ કઈ રીતે થશે? | ૨૦ ॥ હારું, અમારા પ્રિયતમના પ્રિય દૂત મધુકર! અમને એ જણાવ કે,આર્યપુત્ર ભગવાન શ્રીકૃષ્ણ ગુરુકુલથી આવીને મથુરામાં હવે સુખી તો છે ને? શું તે ક્યારેય નંદબાવા, યશોદાજી, અહીંનાં ઘર, સગા-સંબંધી અને ગોવાળોને યાદ કરે છે? અને શું અમ દાસીઓની કોઈ વાત ક્યારેય કરે છે? પ્રિય ભ્રમર! અમને એ પણજબ્રાવ કે,ક્યારેય તેઓ પોતાની ચદન જેવી દિવ્ય સુગંધથી યુક્ત ભુજા અમારા મસ્તક પર પધરાવશે? શું અમારા જીવનમાં ક્યારેય એવો શુભ અવસર આવશે? || ૨૧ || 8 (કરીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ગોપીઓ ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન માટે અત્યંત ઉત્સુક લાલાયિત થઈ રહી હતી, તેના માટે તડપી રહી હતી. તેમની વાતો સાંભળીને ઉદ્વવજીએ તેમને તેમના પ્રિયતમનો સંદેશો સંભળાવીને સાન્ત્વના આપતાં આ પ્રમાણે કહ્યું- || રર ॥ ઉદ્ધવજીએ કલું - અહો ગોપીઓ! તમે કૃતકૃત્ય છો. તમારુંજીવન સફળ છે. દેવીઓ! તમે સંપૂર્ણ સંસાર માટે પૂજનીય છો; કેમકે, તમે લોકોએ આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણને પોતાનું ફદય, પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું છે. | ૨૩ || દાન, વ્રત, તપ, હોમ, જપ, વેદાધ્યયન, ધ્યાન, ધારણા, સમાધિ અને કલ્યાણનાં અન્ય વિવિધ સાધનો દ્વારા ભગવાનની ભક્તિ મ્રાપ્ત થાય, એ જ પ્રયત્ન કરવામાં આવે છે. | ર૪ || એ ઘજ્ઞા સૌભાગ્યની વાત છે કે, તમે લોકોએ પવિત્રકીર્તિ ભગવાનશ્રીકૃષ્ણની તે જ સર્વોત્તમ પ્રેમભક્તિ પ્રાપ્ત કરી છે અને તે ભક્તિનો આદર્શ સ્થાપિત કર્યો છે, જે મોટા-મોટા કદષિ- મુનિઓ માટે પજ્ઞ અત્યંત દુર્લભ છે. |! ૨૫ || ખરેખર, એ કેટલા સૌભાગ્યની વાત છે કે તમે પોતાના પુત્ર, પતિ, શરીર, સ્વજન અને ઘર-બાર છોડીને પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનું (જે સર્વના પરમ પતિ છે) પતિરૂપે વરણ કર્યું છે. !! ૨૬ ॥ અ૦૪૭] દસમો સ્કન્ધ 359 સર્વાત્મભાવોડધિકૃતો ભવતીનામધોક્ષજે ! વિરહેણમહાભાગા મહાન મેડનુગ્રહઃ કૃતઃ || ૨૭॥। શ્રૂયતાં પ્રિયસન્દેશો ભવતીનાં સુખાવહઃ । યમાદાયાગતો ભદ્રા અહ ભર્તૂ રહસ્કરઃ || ૨૮॥ #ભગવનુવચ ભવતીનાં વિયોગો મે ન હિ સર્વાત્મના ક્વચિત્ | યથા ભૂતાનિ ભૂતેષુ ખં વાય્વગ્નિર્જલ મહી । તથાહં ચ મનડ્રાણભૂતેન્દ્રિયગુણાશ્રયઃ । ૨૯॥ આત્મન્યેવાત્મનાડડત્માનં સજે હન્મ્યનુપાલયે | આત્મમાયાનુભાવેન ભૂતેન્દ્રિયગુણાત્મના ॥ ૩૦ આત્માજ્ઞાનમયઃશુદ્વોવ્યતિરિક્તોડગુણાન્વયઃ | સુષુપ્તિસ્વપ્નજાગ્રદ્ધિર્માયાવૃત્તિભિરીયતે | ૩૧॥ યેનેન્દ્રિયાર્થાન્ ધ્યાયેત મૃષા સ્વપ્નવદુત્થિતઃ | તન્ઞનિરુ્ધ્યાદિન્દ્રિયાણિ વિનિદ્રઃ પ્રત્યપદ્યત ॥ ૩૨ એતદન્તઃસમામ્નાયોયોગઃસાડખ્યં મનીષિણામ્ | ત્યાગસ્તપો દમઃ સત્યં સમુદ્રાન્તા ઇવાપગાઃ | ૩૩॥। યત્ત્વહે ભવતીનાં વૈ દૂરે વર્તે પ્રિયો દેશામ્ । ભતસઃ સત્તિકર્ષાર્થ મદનુધ્યાતકામ્યયા | ૩૪! પરમ ભાગ્યવતી ગોપીઓ! ભગવાન શ્રીકૃષ્ણના વિયોગથી તમે ઇન્દ્રિયાતીત પરમાત્મા માટે તે ભાવ પ્રાપ્ત કરી લીધો છે, જે બધા પદાર્થોના રૂપમાં તેમનાં દર્શન કરાવે છે. મારા લોકોનો તે ભાવ મારી સામે પણ પ્રગટ થયો, આ મારા ઉપર તમારી---દેવીઓની બહુ જ દયા છે. || ૨૭ ॥ હું મારા સ્વામીનું ગુપ્ત કામ કરવાવાળો દૂત છું. તમારા પ્રિયતમ ભગવાન શ્રીકૃષ્ણે તમને પરમ સુખ આપવા માટે આ પ્રિય સંદેશો મોકલ્યો છે. હે કલ્યાણમૂર્તિ ગોપીઓ! તે સંદેશો લઈને હું તમારી પાસે આવ્યો છું, હવે તે સાંભળો. || ૨૮ |! પ-સગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે - હું સર્વનું ઉપાદાન કારણ હોવાથી સર્વનો આત્મા છું, બધામાં અનુગત છું. તેથી મારી સાથે તમારો વિયોગ ક્યારેય થવાનો નથી. જેમ સંસારના બધા ભૌતિક પદાર્થોમાં આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી - આ પાંચભૂત વ્યાપ્ત છે, એનાથી જ બધી વસ્તુઓ બને છે, અને એ જ તે વસ્તુઓના રૂપમાં છે. તે જ પ્રમાણે હું મન, પ્રાણ, પંચભૂત, ઇન્દ્રિયો અને તેમના વિષયોનો આશ્રય છું.તે મારામાં છે, હું તેમનામાં છું. અને સાચું પૂછો તો, હું જ તેમના રૂપે પ્રગટ થઈ રહ્યો છું. ॥ ૨૯ ॥ હું જ મારી માયા દ્વારા ભૂત, ઇન્દ્રિયો અને તેમના વિષયોના રૂપમાં તેમનો આશ્રય બની જાઉં છું તથા સ્વયં નિમિત્ત પણ બનીને મને પોતાને સર્જું છું, પાળું છું અને સમેટી લઉં છું. ॥ ૩૦ ॥ આત્મા માયા અને માયાનાં કાર્યોથી ભિન્ન છે. તે વિશુદ્ધ જ્ઞાનસ્વરૂપ, જડ પ્રકૃતિ, અનેક જીવો તથા પોતાના જ અવાન્તર ભેદોથી રહિત સર્વથા શુદ્ધ છે. કોઈ પદ ગુજ તેનો સ્પર્શ કરી શકતો નથી. માયાની ત્રણ વૃત્તિઓ છે - સુષુપ્તિ, સ્વપ્ન અને જાગ્રત. એમના દ્વારા તે જ અખંડ, અનંત, બોધસ્વરૂપ આત્મા ક્યારેક પ્રાશ, તો ક્યારેક તૈજસ અને ક્યારેક વિશ્વરૂપે પ્રતીત થાય છે. |! ૩૧ ॥ મનુષ્ધે સમજવુંજોઈએ કે, સ્વપ્નમાં દેખાનારા પદાર્થોની જેમ જ જાગ્રત
- અવસ્થામાં ઇન્દ્રિયોના વિષય પણ પ્રતીત થઈ રહ્યા છે, તે મિથ્યા છે. તેથી તે વિષયોનું ચિંતન કરવાવાળાં મન અને ઇન્દ્રિયોને રોકીને જાણે જાગીને ઊઠયો હોય, તેમ જગતના સ્વાપ્તિક વિષયોનો ત્યાગ કરી મારો સાક્ષાત્કાર કરો. ॥૩૨ | જે પ્રમાણે બધી નદીઓ ફરી-ફરીને સમુદ્રમાં જ પહોંચે છે, તે જ પ્રમાણે મનસ્વી પુરુષોનો વેદાભ્યાસ, યોગ-સાધના, આત્મ- અનાત્મવિવેક, ત્યાગ, તપસ્યા, ઇન્દ્રિયસંયમ અને સત્ય વગેરે બધા ધર્મો મારી પ્રાપ્તિમાં જ સમાપ્ત થઈ જાય છે. બધાનું સાચું ફળ છે મારો સાક્ષાત્કાર; કેમકે, તે બધા મનને નિરુદ્ધ કરીને મારી પાસે પહોંચાડે છે. ॥ ૩૩ ॥ ગોપીઓ! એમાં શંકા નથી કે, હું તમારાં નેત્રોનું અટલ લ્ય છું. તમારો જીવન-સર્વસ્વ છું. પરંતુ હું જે તમારાથી આટલો દૂર રહું છું, તેનું કારણ એ છે કે તમે નિરંતર મારું ધ્ધાન કરી શકો. શરીરથી દૂર રહેવા છતાં પણ મનથી તમે મારા સાન્નિધ્યનો અનુભવ કરો,તમારું મન મારીપાસે રાખો, || ૩૪ || 360 શ્રીમદભાગવત [અ૦૪૭ યથા દૂરચરે પ્રેષ્ઠે મન આવિશ્ય વર્તતે ! સણાં ચ ન તથા ચેતઃ’ સલ્લિકૃષ્ટેડક્ષિગોચરે | ૩૫।। મય્યાવેશ્ય મનઃકૃત્સ્નંચ વિમુક્તાશેષવૃત્તિ યત્ ! અનુસ્મરન્ત્યો માં નિત્યમચિરાન્મામુપૈષ્યથ | ૩૬! યામયાક્રીડતારાત્યાંવનેડસ્મિન્વ્રજ આસ્થિતાઃ । અલબ્ધરાસાઃ કલ્યાણ્યો માડડપુર્મહીર્યચિન્તયા ।। ૩૭॥ કંુ# 6૧/૨ એવં પ્રિયતમાદિષ્ટમાકણ્ય વ્રજયોષિતઃ | તા ઊચુરુદ્ધવં પ્રીતાસ્તત્સન્દેશાગતસ્મૃતીઃ || ૩૮।। ગોખ ઊરુઃ દિષ્ટ્યાડહિતોહતઃ કંસો યદૂનાં સાનુગોડ્થકૃત્ | દિષ્યાડડસૈર્લબ્ધસ્વાથેઃકુશલ્યાસ્તેડચ્યુતોડધુના ॥ ૩૯॥ કચ્ચિદ્ગદાગ્રજઃ સૌમ્ય કરોતિપુરયોષિતામ્ | પ્રીતિંનઃ સ્નિગ્ધસદ્રીડહાસોદારેક્ષણાર્ચિતઃ || ૪૦।। કથં રતિવિશેષશઃ પ્રિયશ્ચ વરયોષિતામ્ | નાનુબધ્યેત તદ્ાક્યેર્વિભ્રમૈક્ચાનુભાજિતઃ ॥ ૪૧।। અપિસ્મરતિનઃસાધો ગોવિન્દઃપ્રસ્તુતે ક્વચિત્ ! ગોષ્ઠીમધ્યે પુરસ્રીણાં ગ્રામ્યાઃ સ્વૈરકથાન્તરે ॥ ૪૨ તાઃ કિં નિશાઃ સ્મરતિ યાસુ તદા પ્રિયાભિ- ર્વૃન્દાવને કુમુદકુન્દશશાફરમ્યે ! રેમે ક્વણચ્ચરણનૃપુરરાસગોષ્ઠચા- મસ્માભિરીડિતમનોજ્ઞકથઃ કદાચિત્ | ૪૩॥। કેમ કે, રીઓ અને અન્ય પ્રેમીઓનું ચિત્ત પોતાના પરદેશી પ્રિયતમમાં જેટલું નિશ્ચલ ભાવે લાગેલું રહે છે, તેટલું આંખોની સામે, પાસે રહેનારા પ્રિયતમમાં નથી લાગતું. !! ૩૫ ॥ અશેષ વૃત્તિઓથી રહિત સંપૂર્ણ મન મારામાં પરોવીને જવારે તમે મારું અનુસ્મરણ કરશો, ત્યારે શીદ્ર જ સદાને માટે મને પ્રાપ્ત થઈ જશો. |! ૩૬ 1! કલ્યાણી ગોપીઓ! જે સમયે મેં વૃન્દાવનમાં શરદપૂર્ણિમાની રાત્રિમાં રાસ-કીડા કરી હતી તે સમયે જે ગોપીઓ સ્વજનો દ્વારા રોકી લેવાથી વ્રજમાં જ રહી ગઈ - મારી સાથે રાસ-વિહારમાં સામેલ ન થઈ શકી, તે મારી લીલાઓનું સ્મરણ કરવાથી જ મને પ્રાપ્ત થઈ ગઈ હતી. (તમને પજ હુંમળીશઅવશ્ય, નિરાશ થવાની કોઈવાત નથી.) | ૩૭ ॥ શ્રીશુક્દેવજી કહે છે - પરીક્ષિત! પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણનો સંદેશો સાંભળીને ગોપીઓને બહુ આનંદ થયો અને. તેમના સંદેશથી તેમને શ્રીકૃષ્ણના સ્વરૂપની અને એક-એક, લીલાની યાદ આવવા માંડી. | ૩૮ || પ્રેમસભર થઈને ગોપીઓએ કહ્યું - ઉદ્વવજી! એ ઘણા સૌભાગ્યની અને આનંદની વાત છે કે યાદવોને સંતાપી રહેલો પાપી કંસ પોતાના અનુયાયીઓ સાથે મરાઈ ગયો. એ પણ ઓછા આનંદની વાત નથી કે શ્રીકૃષ્ણના બંધુ-બાંધવો અને ગુરુજનોના બધા મનોરથ પૂર્ણ થઈ ગયા તથા હવે અમારા પ્રિય શ્યામસુંદર તેમની સાથે સકુશળ નિવાસ કરી રહ્યા છે. ॥ ૩૯ ॥ પરંતુ ઉદ્ધવજી! એક વાત તમે અમને જણાવો કે “જે રીતે અમે અમારા પ્રેમભર્યા લજ્જાધુક્ત હાસ્ય અને ઉદાર ૬૪થી તેમની પૂજા કરતી હતી અને તેઓ પણ અમને પ્રેમ કરતા હતા, તે જ પ્રમાણે મથુરાની સ્ત્રીઓ સાથે પણ તેઓ પ્રેમ કરે છે કે નહીં?’ ॥ ૪૦ ॥ત્યાં સુધીમાં બીજી ગોપી બોલી ઊઠી - ‘અરૈ સખી! આપણા પ્યારા શ્યામસુંદર તો પ્રેમની મોહિની કળાના વિશેષજ્ઞ છે. બધી શ્રેષ્ઠ સ્ત્રીઓ તેમને પ્રેમ કરે છે, પછી ભલા, જ્યારે નગરની સ્ત્રીઓ તેમને મીટી-મીઠી વાતો કરશે અને હાવ- ભાવથી તેમની તરફ જોશે ત્યારે તેઓ તેમના પર કેમ નહીં રીઝે? !। ૪૧ ॥ બીજી ગોપીઓ બોલી - “મહાત્મા! આપ એ જણાવો કે, જ્યારે પણ નગરની સ્રીઓની મંડળીમાં કોઈ વાત ચર્ચાય છે અને અમારા પ્રિય સ્વચ્છન્દતાથી, કોઈ પણ પ્રકારના સંકોચ વિના પ્રેમની વાતો કરવા માંડે છે, ત્યારે શું કોઈ પ્રસંગવશ અમ ગમાર ગોવાલજ્નોને પજ તે યાદ કરે છે’ ॥ ૪૨ ॥થોડી ગોપીઓએ કક્યું - ‘ઉદ્વવજી શું ક્યારેય શ્રીકૃષ્ણ તે રાત્રિઓનું. સ્મરણ કરે છે, જ્યારે રાત્રિવિકાસી કમળો, મોગરા અને ચન્દ્રથી સુશોભિત અત્યંત રમણીય વૃન્દાવનમાં તે રાત્રિઓમાં જ તેમશે રાસ-મંડળ બનાવીને અમારી સાથે નૃત્ય કર્યું હતં. કેવી સુંદર. ૧. ચિત્ત | ૨. કૃષ્લે। અ૦૪૭] ક દસમો સ્કન્ધ 361 અપ્યેષ્યતીહ દાશાર્હસ્તમાઃ સ્વકૃતયા શુચા ! સગ્જીવયન્ નુ નો ગાત્રૈર્યથેન્દ્રો વનમમ્બુદેઃ || ૪૪॥। કસ્માત્કૃષ્ણ ઈહાયાતિપ્રાપ્તરાજ્યો હતાહિતઃ | નરેન્દ્રકન્યા ઉદ્દાહ્મ પ્રીતઃ સર્વસુહૃદ્વૃતઃ | ૪૫।। કિમસ્માભિર્વનૌકોભિરન્યાભિર્વા મહાત્મનઃ । શ્રીપતેરાપ્કામસ્ય ક્રિયેતાર્થઃ કૃતાત્મનઃ ॥૪૬॥| પરં સૌખ્યં હિ નૈરાશ્યં સ્વૈરિણ્યપ્યાહ* પિદ્નલા । તજ્જાનતીનાં નઃ કૃષ્ણે તથાપ્યાશા દુરત્યયા | ૪૭॥ ક ઉત્સહેત સત્ત્યકતુમુત્તમશ્લોકસંવિદમ્ | અનિચ્છતોડપિયસ્ય શ્રીરક્રાશ્ષચ્યવતે ક્વચિત્ | ૪૮॥। સરિચ્છૈલવનોદેશા ગાવો વેણુરવા ઇમે | સકર્ષણસહાયેન કૃષ્ણેનાચરિતાઃ પ્રભો 1૪૯॥ પુનઃ પુનઃ સ્મારયન્તિ નન્દગોપસુતં બત | શ્રીનિકેતેસ્તત્પદકેર્વિસ્મર્તું નૈવ શક્નુમઃ 1 ૫૦॥। હતી તે રાસલીલા! તે સમયે પગનાં ઝાંઝરોના ઝણકાર સાથે અમે બધી ગોપીઓ તેમની સુંદર-સુંદર લીલાઓનું ગાન કરી રહી હતી.’ 1૪૩ ॥પ્રોડી બીજી ગોપીઓ બોલી ઊટી — “ઉદ્ધવજી!અમેબધી તેમના વિરહાગ્નિમાંબળી રહી છીએ.જેમ દેવરાજ ઇન્દ્ર જલ વરસાવીને વનને લીલુંછમ કરી દે છે, તેમ શું શ્રીકૃષ્ણ ક્યારેય પોતાના કરકમળનો સ્પર્શ કરી અમને જીવનદાન આપવા માટે આવશે ખરા?’ | ૪૪ ॥ત્યાં સુધીમાં એકગોપીબોલી—‘અરેસખી! હવે તો તેમણે શત્રુઓને મારીને રાજ્ય પ્રાપ્ત કરી લીધું છે; જેને જુઓ તે બધા જ તેમના સુહૃદ થઈને આંટા મારે છે. હવે તો તે મોટા-મોટા રાજાઓની કન્યાઓ સાથે લગ્ન કરશે, તેમની સાથે આનંદપૂર્વક રહેશે; હવે તે મહાપુરુષ આપણા જેવી વનવાસી સ્ત્રીઓ પાસે શા માટે આવે?’ | ૪૫ ॥ બીજી ગોપીએ કહ્યું — “ના, સખી! મહાત્મા શ્રીકૃષ્ણ તો સ્વયં લક્ષ્મીપતિ છે. તેઓ પૂર્ણકામ અને પૂર્ણપુરુપ છે,એમને માટે આવું વિચારવું યોગ્ય નથી.તે કૃતકૃત્ય છે. આપણે વનવાસી ગોવાલણ્રો અથવા રાજકુમારીઓ સાથે તેમને કોઈ પ્રયોજન નથી. આપણા વિના તેમનું કયું કામ અટકી પડ્યું છે! ॥ ૪૬ જુઓ, વેશ્યા હોવા છતાં પિંગલાએ કેટલી સરસ વાત કહી છે - “સંસારમાં કોઈની આશા ન રાખવી એ જ સૌથી મોટુંસુખછે.‘આ વાત આપણે જાણીએ છીએ,છતાં પણ આપણે શ્રીકૃષ્ણના પાછા આવવાની આશાને છોડી શકવા અસમર્થ છીએ. તેમના શુભ-આગમનની આશા જ તો આપણું જીવન્ છે. ॥ ૪૭ |!આપણણા પ્રિય શ્યામસુંદરે આપણી સાથે એકાંતમાં મીઠી-મીઠી ગ્રેમની વાતો કરી છે તેને છોડી દેવાની, ભૂલી જવાની હિંમત પણ કેમ કરી શકાય? જુઓ તો, તેમની ઇચ્છા ન હોવા છતાં સ્વયં લક્ષ્મીજી તેમનાં ચરણોને છોડતાં નથી, એકક્ષણ માટે પણ તેમનો અંગ-સંગ છોડીને ક્યાંય ‘જતાં તથી. | ૪૮ ।* ઉદ્વવજી! આ તે જ નદી છે, જેમાં તેઓ વિહાર કરતા હતા, આ તે જ પર્વત છે, જેના શિખર પર બેસીને તેઓ વાંસળી વગાડતા હતા. આ તે જ વન છે, જેમાં તેઓ રાત્રિના સમયે. રાસલીલા કરતા હતા અને આ તે જ ગાયો છે, જેમને ચરાવવા માટે તેઓ સવાર-સાંજ અમારી સામે જોતા-જોતા જતા-આવતા હતા. અને આજે પણ બરાબર તેવો જ વેણુનાદ અમાર કાનોમાં ગૂંજી રહ્યો છે, જેવો તેઓ પોતાના અધરોના સંયોગથી છેડતા હતા. બલરામજીની સાથે શ્રીકૃષ્ણે આ (નદી, વન, પર્વત) બધી જગ્યાએ વિહાર કર્યો છે. || ૪૯ |! અહીંનું એક-એક સ્થળ એકે-એક રજક્ણ તેમનાં ચરણચિહ્તોથી અંકિત છે. અમે જ્યારે આ બધું જોઈએ છીએ, સાંભળીએ છીએ, - અરે આખો દિવસ આ જ તો કરીએ છીએ - ત્યારે તે અમારા પ્રિય શ્યામસુંદર નન્દનંદનને અમારાં નેત્રો ૧, સ્કૌરેણી પ્રાહ ! ૨ 362 શ્રીમદભાગવત [અ૦૪૭ ગત્યા લલિતયોદારહાસલીલાવલોકનૈઃ । માધ્લ્યા ગિરા હતધિયઃ કથ તં૧ વિસ્મરામહે || ૫૧॥ હે નાથર હે રમાનાથ વ્રજનાથાર્તિનાશન । મગ્નમુદ્ધર ગોવિન્દ ગોકુલં વૃજિનાર્ણવાત્ ॥ પર ॥ શુક ઉચ તતસ્તાઃ કૃષ્ણસન્દેશૈર્વ્યપેતવિરહજ્વરાઃ | ઉદ્ધવં પૂજયાગ્ચક્રુર્શાત્વાડડત્માનમધોક્ષજમ્ || ૫૩॥ ઉવાસ કતિચિન્માસાન્ ગોપીનાં વિનુદગ્છુચઃ કૃષ્ણલીલાકથાં ગાયન્ રમયામાસ ગોકુલમ્ || ૫૪॥ યાવન્ત્યહાનિનન્દસ્ય વ્રજેડવાત્સીત્ સ ઉદ્ધવઃ | વ્રજૌકસાં ક્ષણપ્રાયાણ્યાસન્ કૃષ્ણસ્ય વાર્તયા || ૫૫॥ સરિદ્રનગિરિદ્રોણી્વક્ષિન કુસુમિતાન્ ઠુમાન્ ! કૃષ્ણં સંસ્મારયન્ રેમે હરિદાસો વ્રજૌકસામ્ | ૫૬॥ દંષ્ટ્વૈવમાદિ ગોપીનાં કૃષ્ણાવેશાત્મવિક્લવમ્ | ઉદ્ધવઃ પરમપ્રીતસ્તા નમસ્યજ્તિદં જગૌ ||૫૭॥ સમક્ષ લાવીને મૂકી દઈએ છીએ. ઉદ્ધજી! અમે કોઈ પણ રીતે - મરીને પણ તેમને ભૂલી શકતી નથી એવું તેમની સાથે અમારું તાદાત્મ્ય છે. | ૫૦ ।। તેમની પેલા હંસ જેવી સુંદર ચાલ, ઉદાર હાસ્ય, વિલાસપૂર્વક જોવું. અને મધુર વાણી! અહો! આ બધાએ અમારં ચિત્ત ચોરી લીધું છે, અમારું મન અમારા વશમાં નથી; હવે અમે તેમને ભૂલીએ પણ કઈ રીતે? || ૫૧ ||ફઝમારા પ્રિય શ્રીકૃષ્ણ! તમે જ અમારા જીવનના સ્વામી છો, અમારું સર્વસ્વ છો. પ્રિય! તમે લક્ષ્મીપતિ છો તેથી શું થયું? અમારા માટે તો વ્રજનાથ જ છો! અમ વ્રજગોપીઓના એકમાત્ર તમે જ સાચા સ્વામી છો. શ્યામસુંદર! તમે વારંવાર અમારી વ્યથા મિટાવી છે, અમારાં સંકટો કાપ્યાં છે. ગોવિંદ! તમે ગાયોને બહુ પ્રેમ કરો છો. શું અમે ગાયો નથી? તમારું આ સંપૂર્ણ ગોકુલ, જેમાં ગોપબાળકો, માતા-પિતા, ગાયો અને અમે ગોપીઓ બધા જ છીએ - દુઃખના અગાધ દરિયામાં ડુબી રહ્યું છે, તમે આને બચાવો. આવો, અમારી રક્ષા કરો, || પર ॥| 7 શ્રીશુકદેવજી કહે છે - પ્રિય પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્સનો પ્રિય સંદેશ સાંભળીને ગોપીઓની વિરહ-વ્યથા શાંત થઈ ગઈ હતી. તેઓ ઇન્દ્રિયાતીત ભગવાન શ્રીકૃષ્ણને પોતાના આત્મારૂપે સર્વત્ર વિધમાન છે, એવું સમજી ચૂકી હતી. હવે તેઓ બહુ જ પ્રેમ અને આદરપૂર્વક ઉદ્વવજીનો સત્કાર કરવા લાગી. ॥। પ૩ ॥। ઉદ્ધવજી ગોપીઓની વિરહ-વ્યથા દૂર કરવા માટે કેટલાય મહિનાઓ સુધી ત્યાં રહ્યા. તેઓ ભગવાન શ્રીકૃષ્ણની અનેક-અનેક લીલાઓ અને વાતો કહી-કહીને. ત્રજવાસીઓને આનંદિત કરતા રહ્યા. !! ૫૪ || નંદબાવાના વ્રજમાં જેટલા દિવસ ઉદ્ધવજી રહ્યા [એટલા દિવસ ભગવાન શ્રીકૃષ્મની લીલાઓની ચર્ચા થતી રહેવાને કારણે દ્રજવાસીઓને એવું લાગ્યું કે, જાણે હજી એક ક્ષણ જ થઈ છે. ॥ ૫૫ ॥ભગવાનના પરમ પ્રેમી ભક્ત ઉદ્વવજી કયારેક યમુનાકિનારે જતા, ક્યારેક વૃન્દાવનમાં વિચરતા અને ક્યારેક ગિરિરાજની ઘાટીમાં જતા. ક્યારેક રંગ-બેરંગી પુષ્પોથી લચી રહેલાં વૃક્ષોમાં જ લીન થઈ જતા, અને અહીં ભગવાન શ્રીકૃષ્ણે કઈ લીલા કરી છે, એવું પૂછી-પૂછીને દ્રજવાસીઓને ભગવાન શ્રીકૃષ્ણ અને તેમની લીલામાં તન્મય કરી દેતા. ॥ ૫૬ ॥ ઉદ્વવજીએ વ્રજમાં રહીને ગોપીઓની આ પ્રમાણેની મ્રેમ-વ્યાકુળતા તથા અનેક પ્રકારની પ્રેમ-ચેષ્ટાઓ જોઈ. તેમની આ પ્રકારની શ્રીકૃષ્ણમાં તન્મયતા જોઈને તેઓ પ્રેમાનંદથી પૂર્ણ થઈ ગયા. તેમણે ગોપીઓને વંદન કરતાં આ પ્રમાણે કહ્યું - 1૫૭ ॥ ૨. તહિસ્મરામહે । ૨. કૃષ્લ | અ૦૪૭] દસમો સ્કન્ધ 363 એતાઃ પરં તનુભૃતો ભુવિ ગોપવધ્વો ગોવિન્દ એવ નિખિલાત્મનિ રૂઢભાવાઃ । વાગ્છન્તિ યદ્ ભવભિયો મુનયો વયં ચ કિં બ્રહ્મજન્મભિરનન્તકથારસસ્ય 1૫૮॥ ક્વેમાઃ સ્તરિયો વનચરીર્વ્યભિચારદુષ્ટાઃ કૃષ્ણે કવ ચૈષ પરમાત્મનિ રૂઢભાવઃ નન્વીશ્વરોડનુભજતોડવિદુષોડપિ સાક્ષા- ચ્છેયસ્તનોત્યગદરાજ ઇવોપયુક્તઃ || ૫૯॥ નાયં શ્રિયોડક્ર ઉ નિતાન્તરતેઃ પ્રસાદઃ સ્વર્યોપિતાં નલિનગન્ધરુચાં કુતોડન્યાઃ રાસોત્સવેડસ્ય ભુજદણ્ડગૃહીતકણ્ઠ- લબ્ધાશિષાં ય ઉદગાદ્તવ્રજવલ્લવીનામ્ । ૬૦॥ આસામહો ચરણરેણુજુષામહેં સ્યાં વૃન્દાવને કિમપિ ગુલ્મલતૌષધીનામ્ । યા દુસ્ત્યજં સ્વજનમાર્યપથં ચ હિત્વા ભેશુર્મુકુન્દપદવી શ્રુતિભિર્વિમૃગ્યામ્ ।। ૬૧।। [( “આ પૃથ્વી પર માત્ર આ ગોપીઓનું જ શરીર ધારણ કરવું શ્રેષ્ઠ અને સફળ છે; કેમકે, એ સર્વાત્મા શ્રીકૃષ્ટના પરમ પ્રેમમય દિવ્ય મહાભાવમાં સ્થિત થઈ ગઈ છે. પ્રેમની આ સર્વોચ્ચ સ્થિતિ સંસારના ભયથી ભયભીત મુમુક્ષુઓ માટે જ નહીં, બલકે મોટા-મોટા મુનિઓ, મુક્ત મહાત્માઓ તથા અમારા જેવા ભક્તો માટે પણ હજી ઈચ્છવા યોગ્ય જ છે. અમને આવા પ્રેમની પ્રાપ્તિ થઈ શકી નથી. સાચું જ છે, જેને ભગવાન શ્રીકૃષ્ણની લીલા-કથાના રસનો ચસકો લાગી ગયો, તેમને ઉત્તમકુળ, બ્રાહ્મણોના સંસ્કારો અને મોટા-મોટા યજ્ઞ-યાગાદિથી શું પ્રયોજન? અર્થાત્ જો ભગવાનના લીલા- ક્થારસની પ્રાપ્તિ ન થઈ, તેમાં રુચિ ન થઈ, તો અનેક મહાકલ્પો સુધી [વારંવાર બ્રહ્માનું પ૬ મળવાથી પણ શો લાભ? | ૫૮ ।|ક્યાં આ વાનવાસી, આચાર, જ્ઞાન અને જાતિથી હીન ગામડાની ગયાર ગોવાલણો અને ક્યાં સચ્ચિદાનંદઘન ભગવાન શ્રીકૃષ્ણમાં આવો અનન્ય પ્રેમ! અહો, ધન્ય છે! ધન્ય છે! આનાથી સિદ્ધ થાય છે કે, કોઈ ભગવાનના સ્વરૂપ અને રહસ્યને ભલે જાણ્યા વિના, તેમની સાથે પ્રેમ કરે, તેમની ભક્તિ કરે, તો તેઓ સ્વયં પોતાની શક્તિથી, પોતાની કૃપાથી તેનું પરમ કલ્યાણ કરી દે છે; બરાબર તે જ પ્રમાણે જેમ કોઈ અજાણતાં અમૃતપાન કરી લે તો તે પોતાની વસ્તુ-શક્તિથી જ પીનારને અમર બનાવી દે છે. ॥૫૯ || ભગવાન શ્રીકૃષ્ણે રાસલીલા વખતે આ દ્રજાંગનાઓના ગળામાં પોતાનો શ્રીહસ્ત પધરાવીને તેમના મનોરથ પૂર્ણ કર્યા. [તેમને ભગવાને જે કૃપા-પ્રસાદનું દાન કર્યું, તેમને જેવું પ્રેમ-દાન કર્યું, તેવું ભગવાનનાં પરમ પ્રેમાસ્પદ નિત્યસંગિની વહ્રઃસ્થળ પર વિરાજમાન લક્ષ્મીજીને પજ્ન પ્રાપ્ત થયું નથી. કમળ જેવી સુગંધ અને કાન્તિયુક્ત * દેવાંગનાઓને પણ પ્રાપ્ત થયું નથી. પછી અન્ય સ્રીઓની તો વાત જ શી કરવી? || ૬૦ || મારા માટે તો સર્વશ્રેષ્ઠ વાત એ જ હશે કે હું વૃન્દાવનધામમાં કોઈ વૃક્ષ-લતા અથવા વનસ્પતિ, જડી-બુઠ્ટી રૂપે જ બની જાઉં, તો મને આ ગોપીજનોની ચરણરજ નિરંતર સેવન કરવા માટે મળતી રહેશે. આમની ચરણ-રજમાં સ્નાન કરીને હું ધન્ય થઈ જઈશ. ધન્ય છે આ ગોપીઓ! જુઓ તો ખરા, જેમને છોડવા અત્યંત દુષ્કર છે તેવા સ્વજનો તથા લોક-વેદની આર્ય-મર્યાદાનો પરિત્યાગ કરીને [આપણે ભગવાનની પદવી, તેમની સાથે તન્મયતા, તેમનો પરમ પ્રેમ પ્રાપ્ત કરી લીધો. (બીજાઓની વાત ક્યાં છે - ભગવદ્દવાણી, તેમના નિઃશ્વાસરૂપ સમસ્ત શ્રુતિઓ, ઉપનિષદો પણ હજી સુધી ભગવાનના પરમ પ્રેમમય સ્વરૂપને શોધ્યા કરે છે, પ્રાપ્ત કરી શક્યાં નથી. || ૬૧ |! 364 શ્રીમદભાગવત ક [અ૦૪૭ યા વૈ શ્રિયાર્ચિતમજાદિભિરાસ્કામૈ- યોગેશ્વરેરપિ યદાત્મનિ રાસગોષ્ઠ્યામ્ । કૃષ્ણર્ય તદ્ ભગવતશ્ચરણારવિન્દં ન્યસ્તંસ્તનેષુ વિજહુઃપરિરભ્ય તાપમ્ || ૬૨|| વન્દે નન્દવ્રજસ્્રીણાં પાદરેણુમભીક્ષ્ણશઃ | યાસાં હરિકથોદ્ગીતં પુનાતિ ભુવનત્રયમ્ ॥ ૬૩॥ ઇક ઉવાચ અથ ગોપીરનુજ્ઞાપ્ય યશોદાં નન્દમેવ ચ | ગોપાનામન્ત્ય દાશાહો યાસ્યન્ઞારરુહે રથમ્ || ૬૪।। તં નિર્ગતં સમાસાદઘ્ય નાનોપાયનપાણયઃ | નન્દાદયોડનુરાગેણ પ્રાવોચન્નશ્રુલોચનાઃ ।। ૬૫॥। મનસો વૃત્તયો નઃ સ્યુઃ કૃષ્ણપાદામ્બુજાશ્રયાઃ | વાચોડભિધાયિનીર્નામ્નાં કાયસ્તત્પ્રહ્ણાદિષુ ॥ ૬૬॥ કર્મભિર્ભ્રામ્યમાણાનાં યત્ર ક્વાપીશ્વરેચ્છયા | મડ્લાચરિતેર્દાનૈ રતિર્નઃ કૃષ્ણ ઈશ્વરે | ૬૭।। એવં સભાજિતો ગોપૈઃ કૃષ્ણભક્ત્યા નરાધિપ |! ઉદ્ધવઃ પુનરાગચ્છન્મથુરાં કૃષ્ણપાલિતામ્ ॥ ૬૮॥ કૃષ્ણાય પ્રણિપત્યાહ ભક્ત્યુદ્રેક વ્રજોકસામ્ | વસુદેવાય રામાય રાજ્ઞે ચોપાયનાન્યદાત્ || ૬૯॥ સ્વયં ભગવતી લક્ષ્મીજી જેમની પૂજા કરે છે; બ્રહ્મા, શંકર વગેરે પરમ સમર્થ દેવતાઓ, પૂર્ટકામ આત્મારામ અને મોટા- મોટા યોગેશ્વરો પોતાના હૃદયમાં જેમનું ચિંતન કરતા રહે છે, ભગવાનઃશ્રીકૃષ્ણના તે જ ચરણારવિંદને રાસલીલા વખતે ગોપીઓએ પોતાનાં વક્ષ્થળ પર પધરાવ્યા અને તેમનું આલિંગન કરીને પોતાના હૃદયની બળતરા, વિરહ-વ્યથાને શાંત કરી. | ૬ર ॥ નંદબાવાના વ્રજમાં રહેવાવાળી ગોપાંગનાઓની ચરણરજને હું વારંવાર પ્રણામ કરું છું - તેને મસ્તક પર ચઢાવું છું. અહો, આ ગોપીઓએ ભગવાન શ્રીકૃષ્દની લીલા-કથા વિશે ગાયેલું હરિકથાગીત આ ત્રણે લોકને પવિત્ર કરતું રહેશે. | ૬૩ || શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! આ પ્રમાણે કેટલાય મહિનાઓ સુધી વ્રજમાં રહીને ઉદ્વવજીએ હવે મથુરા જવા માટે ગોપીઓની, નંદબાવા અને યશોદા મૈયાની આજ્ઞા લીધી. ગ્વાલબાળકોની વિદાય લઈને ત્યાંથી મધુરા જવા માટે તેઓ રથમાં બેઠા. | ૬૪ !( જ્યારે તેમનો રથ વ્રજમાંથી બહાર નીકળ્યો, ત્યારે નંદબાવા વગેરે ગોવાળો અનેક પ્રકારની ભેટ- સામગ્રીઓ લઈને તેમની પાસે આવ્યા અને અક્ુભીનાં નેત્રોથી તેમલ્રે અતિશય પ્રેમપૂર્વક કહ્યું 1! ૬૫ ।! “ઉદ્વવજી | હવે અમે એજ ઇચ્છીએ છીએ કે અમારા મનની એક-એક વૃત્તિ, અમારો એક-એક સંકલ્પ શ્રીકૃષ્ટના ચરણારવિંદને આશ્રિત રહે. તેમની સેવા માટે જ તે સંકલ્પો ઉદ્ભવો અને તેમનામાં જ જોડાયેલા રહો. અમારી વાણી નિત્ય-નિરંતર તેમનાં જ નામોનું ઉચ્ચારણ કરતી રહે અને શરીર તેમને પ્રણામ કરવા, તેમની આજ્ઞાનું પાલન અને સેવામાં લાગેલું રહે. |! ૬૬ ॥ ઉદ્ધવજી! અમે સાચું કહીએ છીએ, અમને મોક્ષની બિલકુલ ઇચ્છા નથી. અનેભગવાનની ઇચ્છાથી પોતાનાં કર્મો પ્રમાણે ગમે તે યોનિમાં જન્મ્લઈએત્યાં શુભ આચરણ કરીએ, દાન આપીએ અને તેના ફળસ્વરૂપે અમારો શ્રીકૃષ્ણના પ્રતિ ઉત્તરોત્તર પ્રેમ વધતો. રહે.’ ॥ ૬૭ ॥ પ્રિય પરીક્ષિત! નંદબાવા વગેરે ગોવાળોએ આ પ્રમાણે શ્રીકૃષ્ણ-ભક્તિથી ઉદ્વવજીનું સન્માન કર્યું. હવે તેઓ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સુરક્ષિત એવી મઘુરાપુરીમાં પાછા આવ્યા. || ૬૮ ॥ ત્યાં પહોંચીને તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પ્રજ્ઞામ કર્યા અને_તેમને દ્રજવાસીઓની પ્રેમપૂર્ણ ભક્તિની વિપુલતા, જે તેમહ્રે જોઈ હતી, વિસ્તારથી કહી. ત્યાર પછી નંદબાવાએ જે-જે ભેટની વસ્તુઓ આપી હતી તે તેમને, વસુદેવજીને, બલરામજીને અને રાજા ઉગ્રસેનને આપી દીધી. ॥ ૬૯ ॥ કકઝીતગ્ઝ# ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહેસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પ પૂર્વાધે ઉદ્ધવપ્રતિયાને સપ્તચત્વારિશોડધ્યાયઃ || ૪૭ |! દસમાં ર્સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત ઉદ્ધવના પ્રત્યાગમનમાંનો સુડતાલીસમો અધ્યાય સમાપ્ત.