૪ પંચાવનમો અધ્યાય પ્રધુમ્નનો જન્મ અને શમ્બરાસુરનો વધ શશુડ ઉશચ’ કામસ્તુ વાસુદેવાંશો દગ્ધઃ પ્રાગ્ રદ્રમન્યુના | દેહોપપત્તતે ભૂયસ્તમેવ પ્રત્યપદ્યત |૧॥ સ એવ જાતો વૈદર્ભ્યાં કૃષ્ણવીર્યસમુદ્ધવઃ ! પ્રદ્ુશ્ન ઇતિ વિખ્યાત: સર્વતોડનવમઃ પિતુઃ ॥। ૨।! તં શમ્બરઃ કામરૂપી હત્વા તોકમનિર્દશમ્ | સવિદિત્વાફક્ત્મનઃ શતું પ્રાસ્યોદન્વત્યગાદ ગૃહમ્ ॥ ૩॥ તંનિર્જગાર બલવાન્ મીનઃ૨ સોડપ્યપરૈઃ સહ । વૃતો જાલેન મહતા ગૃહીતો મત્સ્યજીવિભિઃ | ૪॥। તં શમ્બરાય કૈવર્તા ઉપાજહ્રુપાયનમ્ | સુદામહાનસંનીત્વાડવલન્ સ્વધિતિના,હુતમ્ ॥ ૫॥ દૃષ્ટ્વા તદુદરે બાલ માયાવત્યૈ ત્યવેદયન્ | નારદોફકથયત્સર્વ તસ્યાઃ શક્િતચેતસઃ | બાલસ્ય તત્તમુત્પત્તિં મત્સ્યોદરનિવેશનમ્ ॥ ૬॥ સા ચ કામસ્થ વૈ પત્ની રતિર્નામ યશસ્વિની ! પત્યુર્નિદગ્ધદેહસ્ય દેહોત્પત્તિં પ્રતીક્ષતી ॥ ૭! નિરૂપિતા શમ્બરેણ સા સુપૌદનસાધને | કામદેવં શિશું બુદ્ધ્વા ચક્રે સ્નેર્હ તદાર્ભકે । ૮॥ તાતિદીર્થણ કાલેન સ કાર્ષ્ણી રૂઢયૌવનઃ । જનયામાસ નારીણાં વીક્ષન્તીનાં ચ વિભ્રમમ્ । ૯।। શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! કામદેવ ભગવાન વાસુદેવના જ અંશ છે. તેઓ પહેલાં રુદ્રભગવાનના કોધાગ્નિથી ભસ્મ થઈ ગયા હતા. હવે ફરી શરીરપ્રાપ્તિ માટે તેમણે પોતાના અંશી ભગવાન વાસુદેવનો જ આશ્રય લીધો. | ૧ || તે જ કામદેવ આ વખતે ભગવાન શ્રીકૃષ્ણ દ્રારા સુકિમિણીજીના ગર્ભથી ઉત્પન્ન થયા અને પ્રઘુમ્ન નામથી જગતમાં પ્રસિદ્ધ થયા. સૌન્દર્ય, પરાક્રમ, શીલ વગેરે સદ્દગુ્રોમાં તેઓ ભગવાન શ્રીકૃષ્ણથી કોઈ રીતે કમ ન હતા. || ર ||બાળક પ્રધુમ્ન હજી દશ દિવસના પ્ઞ થયા ન હતા કે કામરૂપી માયાવી શમ્બરાસુર વેશ બદલીને સુતિકાગૃહમાંથી તેમને હરી લઈ ગયો અને સમુદ્રમાં ફેંકી દઈ પોતાને ઘેર આવી ગયો. તેને ખબર પડી ગઈ હતી કે આ પ્રધુમ્ન મારો ભાવિ શત્રુ છે. ।। ૩ ॥ સમુદ્રમાં પ્રધુમ્નને એક મોટો મચ્છ ગળી ગયો. ત્યાર પછી માછીમારોએ પોતાની જાળમાં ફસાવીને બીજી માછલીઓ સાથે આ મોટા માછલાને પણ પકડી લીધો. ॥ ૪ ।। અને તેમણે તે માછલાને લઈ જઈને શમ્બરાસુરને ભેટ આપી દીધો. શમ્બરાસુરનો રસોઈયો તે અદ્લુત મચ્છને ઉઠાવીને રસોઈઘરમાં લઈ આવ્યો અને તેને ચીરવામાં આવ્યો. || પ || રસોઈયાએ મચ્છના પેટમાં બાળક જોઈને તેને શમ્બરાસુરની દાસી માયાવતીને આપી દીધો. માયાવતીના મનમાં શંકા ઉત્પન્ન થઈ. ત્યારે નારદજીએ આવીને કહ્યું કે આ ‘કામદેવ’ જ છે, શ્રીકૃષ્ણના પત્ની રુક્મિણીના ગર્ભથી તેની ઉત્પત્તિ થઈ છે અને માછલાના પેટમાં પ્રવેશ વગેરે બધી વાત કહી સંભળાવી. |! ૬ ॥ પરીક્ષિત! તે માયાવતી કામદેવની પત્ની યશસ્વી રતિ જ હતી. જે દિવસે ભગવાન શંકરના ક્રોધથી કામદેવનું શરીર ભસ્મ થઈ ગયું, તે દિવસથી તે તેમના સદેહે પુનઃ ઉત્પન્ન થવાની પ્રતીક્ષા કરી રહી હતી. ૭ | તે જ રતિને શંબરાસુરે પોતાને ત્યાં દાળ-ભાત બનાવવાના કામ માટે રાખી હતી. જ્યારે તેને ખબર પડી કે આ બાળકના રૂપમાં મારા પતિ કામદેવ જ છે ત્યારે તે તેના પ્રતિ બહુ પ્રેમ કરવા લાગી. |! ૮ |! શ્રીકૃષ્ટકુમાર ભગવાન પ્રઘુમ્ન થોડા જ સમયમાં યુવાન થઈ ગયા. તેમનું રૂપ-લાવલ્ય એટલું અદ્દભુત હતું કે જે સ્રીઓ તેમને જોતી તેમના મનમાં શૃંગાર- રસ ઉત્પન્ન થઈ જતો. ॥ ૯ ॥ ૧, ભાદરાયશિરુવાચ | ૨. મત્સ્ય: 115531 અ૦૫૫] દસમો સ્કન્ધ 405 સા તં પતિં પવ્મદલાયતેક્ષણં પ્રલમ્બબાહું નરલોકસુન્દરમ્ | સદ્રીડહાસોત્તભિતભુવેક્ષતી પ્રીત્યોપતસ્થે રતિરક્ર સૌરતૈઃ | ૧૦॥ તામાહ ભગવાન્ કાર્પ્ણિ્માતસ્તે મતિરન્યથા । માતૃભાવમતિક્રમ્ય વર્તસે કામિની યથા ॥૧૧।। રતિસુવાચ ભવાન્ નારાયણસુતઃ શમ્બરેણાહતો ગૃહાત્ | અહંતેડધિકૃતા પત્ની રતિઃ કામો ભવાન્પ્રભો | ૧૨।। એપત્વાડનિર્દશં સિન્ધાવક્ષિપચ્છમ્બરોડસુરઃ ! મત્સ્યોડગ્રસૌત્તદુદરાદિહ પ્રાસો ભવાન્પ્રભો | ૧૩॥ તમિમં જહિ દુર્ધર્ષ દુર્જયં શત્રુમાત્મનઃ | માયાશતવિદં ત્વંચ માયાભિર્મોહનાદિભિઃ ।। ૧૪॥। પરિશોચતિ તે માતા કુરરીવ ગતપ્રજા | પુત્રસ્નેઠાકુલા દીના વિવત્સા ગૌરિવાતુરા ॥ ૧૫॥। પ્રભાષ્યૈવં દદૌ વિદ્યાં પ્રધુમ્નાય મહાત્મને | માયાવતી મહામાયાં સર્વમાયાવિનાશિનીમ્ ॥ ૧૬॥ સ ચ શમ્બરમભ્યેત્ય સંયુગાય સમાદ્ધયત્ ! અવિષક્ષૈસ્તમાક્ષેપૈઃ ક્ષિપન્્સગ્જનયન્કલિમ્ | ૧૭॥ સોડધિક્ષિપો દુર્વચોભિઃ પાદાહત ઇવોરગઃ ! નિશ્ચક્રામ ગદાપાજિરમર્ષાત્તાપ્રલોચનઃ || ૧૮॥ ગદામાવિધ્ય તરસા પ્રદ્યુમ્નાય મહાત્મને | પ્રક્ષિષ્ય વ્યનદશ્ાદં વજનિષ્ેષાનિષ્ઠુરમ્ ॥ ૧૯ [1553] કમળની પાંખડી જેવાં કોમળ અને વિશાળ નેત્ર, ઘૂંટણો સુધી લાંબી ભુજાઓ અને મનુષ્યલોકમાં સૌથી સુંદર. શરીર જોઈને રતિ લજ્જાયુક્ત હાસ્ય સાથે વાંકી ભ્રકુટિથી પ્રણયપૂર્વક ભાવો વ્યક્ત કરતી રહીને તેમની સેવામાં મગ્ન રહેતી હતી. || ૧૦ ॥ શ્રીકૃષ્ણકુમાર ભગવાન પ્રધુમ્ને તેના ભાવોમાં પરિવર્તન જોઈને કહ્યું - ‘દેવી! તમે તો મારી મા સમાન છો. તમારી બુદ્ધિ વિપરીત કેમ થઈ ગઈ? હું જોઉ છું કે તમે માનો ભાવ ત્યજીને પત્ની જેવો હાવ- ભાવ દેખાડી રહ્યાં છો.’ ॥ ૧૧ || રતિએ કહ્યું — “પ્રભુ! તમે સ્વયં ભગવાન નારાયણના પુત્ર છો. શંબરાસુર તમને સૂતિકાગૃહમાંથી ચોરી લાવ્યો હતો. તમે મારા પતિ સ્વયં કામદેવ છો અને હું આપની હર-હંમેશની પત્ની રતિ છું. || ૧૨ ।| મારા સ્વામી! જ્યારે તમે દશ દિવસના પણ ન હતા, ત્યારે આ શંબરાસુરે તમારું હરણ કરીને તમને સમુદ્રમાં નાખી દીધા હતા. ત્યાં એક મચ્છ તમને ગળી ગયો અને તેના પેટમાંથી તમે અહી મને પ્રાપ્ત થયા છો. 1૧૩ 11/આ શંબરાસુર અનેક પ્રકારની માયા જાણે છે. તેને પોતાના વશમાં કરવો અથવા જીતી લેવો બહુ કઠણ છે, મે તમારા આ શત્રુનો મોહન વગેરે માયાઓ વડે નાશ કરો. || ૧૪ |//ઉવામી! પોતાનો પુત્ર (તમે) ખોવાઈ જવાથી તમારી ધાતા પુત્ર-સ્નેઠથી વ્યાકુળ થઈ રહ્યાં છે. તેઓ વાત્સલ્ય-સ્નેહથી વ્યાકુળ બનીને રાત-દિવસ ચિંતા કરતાં રહે છે. તેઓ બચ્ચાં વિનાની ટિટોડી અને વાછરડા વિનાની ગાયની જેમ પુત્ર-સ્નેહથી વ્યાકુળ બની ગયાં છે.’ ૧૫ 1! માયાવતી રતિએ આ ગ્રમાણે કહીને પરમ શક્તિશાળી પ્રઘયુમ્નને ‘મહામાયા’ * નામની વિધા આપી. આ વિધા એવી છે, જે તમામ ત્રકારની માયાઓનો નાશ કરી દે છે. ॥૧૬ || હવે પ્રધુમ્નજીએ શંબરાસુરની પાસે જઈને સહન ન થઈ શકે તેવાં વચનોથી કલહ પેદા કર્યો. તેઓ ઇચ્છતા હતા કે આ કોઈ રીતે ઝઘડો કરે. એટલું જ નહીં, તેમણે શંબરાસુરને યુદ્ધ માટે સ્પષ્ટરૂપે આમંત્રિત કર્યો. | ૧૭ || ગ્રધુમ્નજીનાં ક્ટુવચનોના ઘાથી શંબરાસુર એવી રીતે છંછેડાઈ ગયો, જાશે કોઈએ ઝેરીલા સાપને પગથી લાત મારી હોય. તેની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તે હાથમાં ગદા લઈને બહાર નીકળ્યો. || ૧૮ || તેણે પોતાની ગદા બહુ જોરથી આકાશમાં ઘુમાવીને પ્રદ્રુમ્નજી ઉપર પ્રહાર કર્યો. ગદા મારતી વખતે તેશે વજના કડાકા જેવી તીવ્ર ગર્જના કરી, જાણે વીજળી ત્રાટકી હોય. | ૧૯ || 406. શ્રીમદભાગવત 1૦૫૫, તામાપતન્તીં ભગવાન્પ્રદુમ્નો ગદયા ગદામ્ | અપાસ્ય શત્રવે ક્રુદ્રઃપ્રાહિણોત્ સ્વગદાં નૃપ* ॥ ૨૦॥ સ ચ માથાં સમાશ્રિત્ય દૈતેયી મયદર્શિતામ્ | મુમુચેડસ્ત્રમયં વર્ષ કાષ્ણો વૈહાયસોડસુરઃ || ર૧|। બાધ્યમાનોડસવર્ષેણ રૌક્મિણેયો મહારથઃ | સત્તાત્મિકાં મહાવિધાં સર્વમાયોપમર્દિનીમ્ ॥ ર૨ ॥ તતો ગૌદ્યકગાન્ધર્વપૈશાચોરગરાક્ષસીઃ૨ | પ્રાયુડક્ત શતશો દૈત્યઃ કાર્પ્ણિ્યધમયત્ સ તાઃ | ર૩॥ નિશાતમસિમુદ્યમ્ય સકિરીટં સકુણ્ડલમ્ | શમ્બરર્યશિરઃ કાયાત્તાપ્રરમશ્રવોજસાડહરત્ | ર૪॥ આકીર્યમાણો દિવિજેઃ સ્તુવન્ડિઃકુસુમોત્કરેઃ । ભાર્યયાડમ્બરચારિણ્યા પુરં નીતો વિહાયસા || ર૫॥ અત્તઃપુરવરં રાજન્ લલનાશતસડકુલમ્ ! વિવેશ પત્ન્યા ગગનાદ વિદ્યુતેવ બલાહકઃ ।। ર૬ તં દૃષ્ટ્વા જલદશ્યામં પીતકૌશેયવાસસમ્ ! પ્રલમ્બબાહું તામ્રાક્ષં સુસ્મિતં રુચિરાનનમ્ | ૨૭॥ સ્વલફ્કૃતમુખામ્ભોજં નીલવકાલકાલિભિઃ | કૃષ્ણં મત્વા સ્તિયો હીત નિલિલ્યુસ્તત્ર તત્ર હ || ૨૮।! અવધાર્ય” શનૈરીષકૈલક્ષણ્યેન યોષિતઃ | ઉપજગ્મુઃ પ્રમુદિતાઃ સસ્ત્રીરત્નં સુવિસ્મિતાઃ || ૨૯॥ અથ તત્રાસિતાપાદ્ડી વૈદર્ભી વલ્ગુભાષિણી ! અસ્મરત્ સ્વસુતં નષ્ટં સ્નેહસ્નુતપયોધરા || ૩૦॥ પરીક્ષિત! ભગવાન પ્રલુમ્નજીએ જોયું કે તેની ગદા બહુ વેગથી મારી તરફ આવી રહી છે, ત્યારે તેમણે પોતાની ગદાના પ્રહારથી તેની ગદાને રોકી લીધી અને ક્રોધપૂર્વક પોતાની ગદા તેના પર ફેંકી. 1! ૨૦ |। ત્યારે તે દૈત્ય મયાસુર પાસેથી શીખેલી આસુરી માયાનો આશ્રય લઈને આકાશમાં ચાલ્યો ગયો. અને ત્યાંથી પ્રધુમ્નજી પર અસ્-શસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યો. || ૨૧ || મહારથી પ્રઘુમ્નજી પર અનેક રનાં અસ્ત્રોની વર્ષા કરીને જયારે તે તેમને પીડવા લાગ્યો રે પ્રલુમ્નજીએ સમસ્ત માયાઓતને શાંત કરનારી સત્ત્વમયી, હાવિધાનો પ્રયોગ કર્યો. || ૨૨ || ત્યારબાદ શંબરાસુરે થક, ગન્ધર્વ, પિશાચ, નાગ અને રાક્ષસોની અનેક માયાઓનો પ્રયોગ કર્યો; પરંતુ શ્રીકૃષ્ણકુમાર પ્રધુમ્નજીએ પોતાની મહાવિઘાથી તે બધી માયાઓનો નાશ કરી દીધો. ॥ ૨૩ |/યાર પછી તેમણે એક તીક્જા તલવાર ઉઠાવી અને શંબરાસુરનું મુકુટ અને કુંડળોથી સુશોભિત મસ્તક (જે લાલ-લાલ દાઢી-મૂછોથી અત્યંત ભયંકર લાગતું હતું) કાપીને ધૂડથી અલગ કરી દીધું. !। ૨૪ |! દેવતાઓ પુષ્યોની વૃષ્ટિ કરીને સ્તુતિ કરવા લાગ્યા અને ત્યાર પછી માયાવતી રતિ, જે આકાશમાં પણ ચાલી શક્તી હતી, પોતાના પતિ ગ્રધુમ્નજીને આકાશમાર્ગે દ્વારકાપુરીમાં લઈ ગઈ. ॥ ર૫ ॥ પરીક્ષિત! આકાશમાં પોતાની ગોરી પત્ની સાથે. શ્યામવર્ણના પ્રદુમ્નજી વીજળી અને મેઘના જોડાની જેમ શોભી રહ્યા હતા. આ પ્રમાણે તેમણે સેંકડો સ્ત્રીઓના નિવાસસ્થાન એવા ભગવાનના તે ઉત્તમ અંતઃપુરમાં પ્રવેશ કર્યો. ॥ ૨૬ || અંતઃપુરની સ્રીઓએ જોયું કે, પ્રદુમ્નજીનું શરીર વર્ષાકાલીન મેઘ જેવું શ્યામવર્ણ છે. ટ્રેશમી પીતાંબર પારણ કરેલું છે. ઘૂંટણ સુધી લાંબી ભુજાઓ છે. કમળ જેવાં લાલ નેત્રો અને કાળા વાંકડિયા કેશોથી સુશોભિતપસુંદર હાસ્યથી પ્રફુલ્લિત સુંદર મુખવાળા તે પ્રઘુમ્નજીને જોઈને બધી સ્રીઓ તેમને શ્રીકૃષ્ણ સમજીને શરમાઈ ગઈ અને જ્યાં-ત્યાં છુપાઈ ગઈ. ॥ ૨૭-૨૮ || પછી ધીરે-ધીરે તે સ્રીઓને ખબર પડી ગઈ કે આ શ્રીકૃષ્ણ નથી, તેથી તેઓ ફરીથી ધીરે-ધીરે સૂક્મ નજરે જોવા લાગી. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપ, વય વગેરેમાં થોડી વિલક્ષણતા જોઈને તે અત્યંત આનંદિત અને વિસ્મયપૂર્વક આ શ્રેષ્ઠ દેપતી પાસે આવી ગઈ. |! ૨૯ ॥પરીક્ષિત! સદા મધુરભાષી, શ્યામનયના સક્મિન્નીજી ત્યાં આવી પહોંચ્યાં. આ નવા દંપતીને જોઈને તેમને તેમના ખોવાયેલા પુત્રનું સ્મરણ થઈ આવ્યું. વાત્સલ્ય- સ્નેહની વિપુલતાથી તેમના સ્તનોમાંથી દૂધ સવવા લાગ્યું. ॥ ૩૦ |! ૧. નદન્! ૨. તતો મોહકર્રી માયાં પિશાચોરગરકસામ્ 1 ૩. ઉપયાર્ય । 1 15531 અ ૫૫] દસમો સ્કન્ધ 407 કો ન્વયં નરવૈદૂર્યઃ કસ્ય વા કમલેક્ષણઃ । ધૃતઃ કયા વા જઠરે કેયં લબ્ધા ત્વનેન વા |! ૩૧ મમ ચાપ્યાત્મજો નષ્ટો નીતો યઃ સૂતિકાગૃહાત્૧ । એતતુલ્યવયોરૂપો યદિ જીવતિ કુત્રચિત્ | ૩૨॥ કથં ત્વનેન સમ્પ્રામં સારૃપ્યં શાર્ડધન્વનઃ । આકૃત્યાડવયવૈર્ગત્યા સ્વરહાસાવલોકનૈઃ 1! ૩૩॥ સએવવા ભવેન્નૂન યો મે ગર્ભ ધૃતોડર્ભકઃ । - અમુષ્મિન્પ્રીતિરધિકાવામઃસ્ફુરતિ મે ભુજઃ ॥ ૩૪॥ એવં મીમાંસમાનાયાં વૈદર્ભ્યા દેવકીસુતઃ । દેવક્યાનકદુન્દુભ્યામુત્તમશ્લોક આગમત્ || ૩૫) વિશઞાતાર્થોડપિ ભગવાંસ્તૂષ્ણીમાસ જનાર્દન: । નારદોડકથયત્ સર્વ શમ્બરાહરણાદિકમ્ ॥ ૩૬|। તચ્છુત્વા મહદાશ્ચર્ય કૃષ્ણાન્તઃપુરયોષિતઃ | અભ્યનન્દન્બહૂનબ્દાન્ નષ્ટં મૃતમિવાગતમ્ |! ૩૭? દેવકી વસુદેવશ્ચ કૃષ્ણરામૌ તથા સ્તરિયઃ | દમ્પતી તૌ પરિષ્વજ્ય રુક્મિણી ચ યયુર્મુદમ્ !। ૩૮॥। નષ્ટ પ્રદ્યુમ્નમાયાતમાકર્ણ્ય દ્વારકૌકસઃ । અહો મૃત ઇવાયાતોબાલો દિષ્ટ્વેતિહાબ્રુવન્ । ૩૯) યં વૈ મુહુઃ પિતૃસરૂપનિજેશભાવા- સ્તન્માતરો યદભજન્ રહરૂઢભાવાઃ । ચિત્રં ન તત્ ખલુ રમાસ્પદબિમ્બબિમ્બે કામે સ્મરેડક્ષિવિષયે કિમુતાન્યતાર્યઃ | ૪૦॥ રુક્મિણીજી વિચારવા લાગ્યાં — ‘આ નરરત્ન કોણ છે? આ કમલનયન કોનો પુત્ર છે? કઈ ભાગ્યશ!ળી સ્રીએ આને પોતાના ગર્ભમાં ધારણ કર્યો હશે? આને આ કોણ સૌભાગ્યવતી પત્ની પ્રાપ્ત થઈ છે? !। ૩૧ || મારો પણ એક નાનકડો બાળક ખોવાઈ ગયો છે. ખબર નથી એને કોણ સૂતિકાગૃહમાંથી ઉઠાવી લઈ ગયું! જો તે ક્યાંક જીવતો-જાગતો હશે તો તેની ઉમર તથ# રૂપપણ આના જેવું જ હશે. || ૩૨ હુંતો એ વાતથી પરેશાન છું કે, આને ભગવાન શ્યામસુંદર જેવું જ રૂપ, શસીરનો બાંધો, ચલ, હાસ્ય, ચિતવન અને બોલ-ચાલ ક્યાંથી પ્રાપ્ત થયાં? ॥ ૩૩ | માનો-ન-માનો, આ તે જ બાળક છે, જેને મેં મારા ઉદરમાં ધારણ કર્યો હતો; કેમકે, સ્વાભાવિક રીતે મારો સ્નેહ આના પ્રતિ ઊભરાઈ રહ્યો છે અને મારી વામ ભુજા પણ ફરકી રહી છે.’ [૩૪ ॥ જે સમયે સૂુંક્મિણીજી આવો વિચાર કરી રહ્યાં હતાં તે જ સમયે પવિત્રકીર્તિ ભગવાન શ્રીકૃષ્ણ પોતાના માતા-પિતા દેવકી-વસુદેવજીની સાથે ત્યાં પધાર્યા. ! ૩૫ ॥ ભગવાન શ્રીકૃષ્ણ બધું જાણતા હતઃ, પરંતુ તેઓ કાંઈ બોલ્યા નહીં, ચૂપચાપ ઊભા રહ્યા, એટલામાં જ દેવર્ષિ નારદજી ત્યાં આવી પહોંચ્યા અને તેમણે પ્રધુમ્નજીને શંબરાસુરે હરી જવાની, સમુદ્રમાં કેંકી દીધાની વગેરે જે-જે ઘટનાઓ બની હતી તે બધી કહીસંભળાવી. |! ૩૬ [ારદજી દ્વારા આ અત્યંત આશ્ચર્યજનક ઘટના સાંભર્ળાને ભગવાન શ્રીકૃષ્ણના અંતઃપુરની સ્રીઓ ચકિત થઈ ગઈ અને ઘણાં વર્ષોથી ખોવાઈ ગયા પછી પાછા આવેલા ત્રધુમ્નજીનું એ રીતે અભિનંદન કરવ; લાગી, જાણે કોઈ મૃત શરીરમાં પ્રાણ આવી ગયા હોય, !! ૩૭ ।/ દેવકીજી, વસુદેવજી, ભગવાન શ્રીકૃષ્ણ, બલરામજી, રુક્મિણીજી અને આઓ - બધાં તે નવદંપતીને હૃદયે લગાડી અત્યંત આનંદિત થઈ ગયાં. ! ૩૮ | જ્યારે દ્વારકાવાસી સ્ત્રી-પુરુષોને ખબર પડી કે ખોવાઈ ગયેલ પ્રધુષ્નજી પાછા આવી ગયા છે ત્યારે તૈ પરસ્પર કહેવા લાગ્યાં - “અહો, કેવા સૌભાગ્યની વાત છે કે આ બાળક જાલ્લે મરીને પાછો આવ્યો.’ | ૩૯ | પરીક્ષિત! ગ્રધુમ્નજીનાં રૂપ-રંગ ભગવાન શ્રીકૃષ્ણ સાથે એટલાં મળતાં આવતાં હતાં કે તેમને જોઈને તેમની માતાઓ પણ તેમને પોતાના પતિદેવ શ્રીકૃષ્ણ સમજીને મ્ધુરભાવમાં મગ્ન થઈ જતી હતી./ભને તેમની સામેથી ખસીને એકાંતમાં ચાલી જતી હતી! #થ્રીનિકેતન ભગવાનના પ્રતિલિંબસ્વરૂપ કામાવતાર ભગવાન પ્રધુમ્નને જોયા પછી આમ થવું એ કોઈ આશ્ચર્યની વત નથી. પછી તેમનેજોઈને બીજી સ્રીઓની વિચિત્ર દશા થઈજાય એમાં તો કહેવાનું જ શું છે. ॥ ૪૦ ॥ ઈતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમરસ્યાં સંહિતાયાં દશમસ્કન્લેર ઉત્તરાર્ધે પ્રદુમ્નોત્પત્તિનિરૂપન્ધં નામ પઝ્ચયઝ્ચાકત્તમોડધ્યાયઃ || પપ || દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત પ્રધુમ્નની ઉત્પત્તિનું નિરૂપન્ન એ નામનો પંચાવનમો અધ્યાય સમાપ્ત.
પ્રધુમ્નનો જન્મ અને શમ્બરાસુરનો વધ
સ્યમન્તકમલિની કથા, જામ્બવતી અને સત્યભામા સાથે શ્રીકૃષ્ણના વિવાહ કંઇક ઉર સત્રાજિતઃ સ્વતનયાં કૃષ્ણાય કૃતકિલ્બિષઃ | સ્થમન્તકેન મણિના સ્વયમુદમ્ય દત્તવાન્ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.