ઓગણસાઠમો અધ્યાય ભૌમાસુરનો ઉદ્ધાર અને સોળહજાર એકસો રાજકન્યાઓ સાથે ભગવાનનાં લગ્ન ચજોવાચ યથા હતો ભગવતા ભૌમો યેન ચ તાઃ સ્ત્રિયઃ | નિરુદ્ધા એતદાચક્ષ્વ વિક્રમં શાર્જ્ધન્વનઃ ॥ ૧॥
શંશુક 6વાચ
ઇનદ્રેણ હૃતછત્રેણ હતકુણ્ડલબન્ધુના | હતામરાદ્રિસ્થાનેન જ્ઞાપિતો ભૌમચેષ્ટિતમ્ | સભાર્યો ગરુડારૂઢઃ પ્રાગ્જ્યોતિષપુરં યયૌ | ૨॥ ગિરિદુર્ગઃ શસદુર્ગરજલાગ્યયનિલદુર્ગમમ્ચે । મુરપાશાયુતેર્થોરેદહેઃ સર્વતત આવૃતમ્ |૩॥ શદયા નિર્બિભેદાદ્રીન્ શસદુર્ગાણિ સાયકેઃ | ચક્રેણાગ્નિં જલં વાયું મુરપાશાંસ્તથાસિના ॥ ૪॥ શહ્નનાદેન યન્ત્રાણિ હદયાનિ મનસ્વિનામ્ | પ્રાકારં ગદયા ગુર્વ્યા નિર્બિભેદ ગદાધરઃ ॥૫॥ રાજા પરીક્ષિતે પૂછ્યું - ભગવન્! ભગવાન શ્રીકૃષ્ણે ભૌમાસુરને (જેશ્ે તે સ્ત્રીઓને કારાગૃહમાં પૂરી રાખી હતી) શા માટે અને કઈ રીતે માર્યો? તમે કૃપા કરીને શાર્દ્ર- ધનુષ્યધધારી ભગવાન શ્રીકૃષ્ણનું તે વિચિત્ર ચરિત્ર સંભળાવો. ૧ ॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત | ભૌમાસુરે વરણનું ઇત્ર, માતા અદિતિનાં કુંડળ અને મેસુપર્વત પર સ્થિત દેવતાઓનું મણિપર્વત નામક સ્થાન છીનવી લીધું. આના કારણે સર્વના રાજા ઇન્દ્ર દ્વારકામાં આવ્યા અને તેનાં એક- એક કરતૂતો (કૃત્યો) ભગવાન શ્રીકૃષ્ણને કહ્યાં. ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પ્રિય પત્ની સત્યભામા સાધે ગરુડ પર બેસી ભૌમાસુરની રાજધાની પ્રાગ્જ્યોતિષપુરમાં ગયા. | ર ॥ આ નગરના રક્ષણ માટે ભૌમાસુરે છ કિલ્લા બનાવ્યા હતા. (૧) ચિરિદુર્ગ - ચારે બાજુ પર્વતોની હારમાળા હતી. (૨) શસ્ત્ર- દુર્ગ - ચારે બાજુ વિવિધ પ્રકારનાં શસ્ત્રો લઈને સૈનિકો . ઊભા હતા. (૩) જલદુર્ગ - પાણીની ઊંડી જલભરેલી ખાઈઓ હતી. (૪) અગ્નિદુર્ગ-ચારે તરફ સળગતો અગ્નિ હતો. (૫) પવનદુર્ગ - વાયુની ભયંકર ઘુમરીઓ, અને ધૂળની ડમરીઓ ઊડતી હતી અને (૬) મુરપાશદુર્ગ - હજારોની સંખ્યામાં મુર દાનવના દશહજાર દેઢ પાશની જાળ બિછાવેલી હતી. | ૩ || ભગવાન શ્રીકૃષ્ણે પોતાની ગદા દ્વારા ગિરિદુર્ગને ભેદી નાખ્યો અને શસ્ત્રોના મોરચાને બાણો વડે છિન્નભિન્ન કરી નાખ્યો. સુદર્શનચક્ર દ્વારા અગ્નિ, જલ અને વાયુના કેલ્લાઓનો નાશ કરી નાખ્યો અને મુર દૈત્યના ફાંસા (પાશ) કાપી - તોડીને જુદા કરી દીધા. || ૪ ।1જે મોટાં-મોટાં યંત્રો રાખેલાં હતાં તેમને તથા વીર પુરુષોનાં ફૃદયોને શંખનાદ દ્વારા ચીરી નાખ્યાં અને નગરના કિલ્લાને ગદાધર ભગવાને પોતાની ભારે ગદાથી તોડી નાખ્યો. | ૫ ॥ ૧. પ્રાથીન પ્રતમાં ‘ઉત્તરર્ષ’ પાઠ નથી. | ર. ન્ૂર્ગૈઃ! 424 શ્રીમદભાગવત [અ૦ ૫૯. પાગ્ચજન્યધ્વર્નિ શ્રુત્વા યુગાન્તાશનિભીષણમ્ । મુરઃ શયાન ઉત્તસ્થૌ દૈત્યઃ પઞ્યશિરા જલાત્ || ૬॥ ત્રિશૂલમુઘમ્ય સુદુર્નિરીક્ષણો* યુગાન્તસૂર્યાનલરોચિરુલ્બણઃ૨ઃ । ગ્રસંસ્તરિલોકીમિત પગ્ચભિર્મુખૈ- રભ્યદ્રવત્તાર્ક્યસુત યથોરગઃ ॥૭॥ આવિધ્ય શૂલં તરસા ગરત્મતે નિરસ્ય વક્યૈર્વ્યનદત્ સ પગ્ચભિઃ | સ રોદસી સર્વદિશોડન્તરં મહા- તાપૂરયશ્નણડકટાહમાવૃણોત્ ॥૮॥ તદાપતદ્ વૈ ત્રિશિખં ગરૂત્મતે હરિઃ શરાભ્યામભિનત્તિધોજસા | મુખેષુ તં ચાપિ શરેરતાડયત્ તસ્મૈ ગદાં સોડપિ રુષા વ્યમુગ્ચત 1૯॥ તામાપતન્તીં ગદયા ગદાં મૃધે ગદાગ્રજો નિર્બિભિદે સહસધા | ઉદ્યમ્ય બાહૂનભિધાવતોડજિતઃ શિરાંસિ ચકેણ જહાર લીલયા ॥૧૦॥ પપાતામ્ભસિ કુત્તશીર્ષો નિકૃત્તશરૃક્નોડદ્રિરિવેન્દ્રતેજસા 1 તસ્યાત્મજાઃ સકત પિતુર્વધાતુરાઃ પ્રતિક્રિયામર્પજુષઃ સમુધતાઃ ॥૧૧॥ લ્યસુઃ તામ્રોડન્તરિક્ષઃ શ્રવણો વિભાવસુ- ર્વસુર્નભસ્વાનરુણશ્વ પીઠં પુરસ્કૃત્ત ચમૂપતિં મૃધે ભૌમપ્રયુક્તા નિરગન્ ધૃતાયુધાઃ ॥ ૧૨ સમમઃ। ભગવાનના પાંચજન્ય શંખનો ધ્વનિ પ્રલયકાળના વીજળીના કડાકા જેવો મહાભયંકર હતો. તે સાંભળીને પાંચ મસ્તકોવાળો (અને ખાઈના જલમાં સૂતેલો) મુર દૈત્ય તે જળમાંથી જાગ્યો, | ૬ | તે દૈત્ય પ્રલયકાળના સૂર્ય અને અગ્નિ જેવો પ્રચંડ તેજસ્વી હતો. તે એટલો ભયંકર હતો કે તેની તરફ આંખ ખોલીને જોવું પણ અશક્ય હતું. તેણે ત્રિશૂળ ઉઠાવ્યું અને પાંચે મુખોને પહોળાં કરીને જાણે ત્રિલોકને ગળી જતો હોય તેમ (સર્પ જેમ ગરુડ સામે ધસે તેમ) તે શ્રીકૃષ્ણ સામે દોડ્યો. || ૭ | તેણે પોતાના ત્રિશૂળને ખૂબ વેગથી ઘુમાવીને ગરુડજી ઉપર કંક્યું અને પછી પોતાનાં પાંચે મુખોથી ભયંકર ગર્જના કરવા લાગ્યો. તેના સિંહનાદનો ઘોર અવાજ પૃથ્વી, આકાશ, પાતાળ અને દશે દિશાઓમાં ફેલાઈને પૂરા બ્રહ્માંડમાં વ્યાપી ગયો. | ૮ ॥ ભગવાન કૃષ્લે જોયું કે મુર દેત્યનું ત્રિશૂળ બહુ વેગપૂર્વક ગસ્ડ તરફ આવી રહ્યું છે, ત્યારે તેમણે પોતાનું હસ્ત- કૌશલ દેખાડતાં ઝડપથી બે બાણ છોડ્યાં, જેનાથી તે ત્રિશૂળના ત્રણ ટુકડા થઈ ગયા. તેની સાથે-સાથે મુર દૈત્યના મુખમાં પણ ભગવાને ઘણાં બાણ માર્યા, તેથી તેણે અત્યંત કોષિત થઈને ભગવાન પર પોતાની ગદા ફ્રેંકી.[૯॥ પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે પોતાની ગદાના પ્રહારથી મુરદૈત્યની ગદાના પોતાની પાસે આવતાં પહેલાં જ હજારો ટુકડા કરી નાખ્યા, હવે તે અસ્રહીન થઈ જતાં પોતાની ભુજાઓ હેલાવીને શ્રીકૃષ્ઠ તરફ દોડ્યો, ત્યારે ભગવાને સહજમાં જ પોતાના ચક દ્વારા તેનાં પાંચે માથાં ઉતારી લીધાં. ॥ ૧૦ |! માથાં છેદાતાં તેનું પ્રાણપંખેરુ ઊડી ગયું [અને જેમ વજથી શિખર કપાઈને સમુદ્રમાં પડે તેમ તે જલમાં પડી ગયો. મુર દૈત્યને સાત પુત્રો હતા - તામ્ર, અંતરિક્ષ, શ્રવણ, વિભાવસુ, વસુ, નભસ્વાન અને અરુણ. તે બધા પિતાના મૃત્યુથી અત્યંત વ્યાકુળ થઈને કોધાયમાન થયા અને પિતાના મૃત્યુનો બદલો લેવા પીઠ નામના સેનાપતિને આગળ કરી ભૌમાસુરના આદેશથી શ્રીકૃષ્ણ ઉપર ચઢી આવ્યા. ૧૧-૧૨ ॥ ૧. સૂદૂર્નિરીકસં | ર. નઝમ! અ૦પ૫૯] દસમો સ્કન્ધ 425 પ્રાયુઝ્જતાસાધ શરાનસીન્ ગદાઃ શક્ત્યૃષ્ટિશૂલાન્યજિતે રુષોલ્બણાઃ | તચ્છસ્ત્રકૂટં ભગવાન્ સ્વમાર્ગણૈ:- અમોઘવીર્યસ્તિલશશ્ચકર્ત હ |૧૩॥ તાન્ પીઠમુખ્યાનનયદ્ યમક્ષયં નિકૃત્તશીર્ષોર્ભુજાડધ્રિવર્મણઃ 1! સ્વાનીકપાનચ્યુતચક્રસાયકે- સ્તથા નિરસ્તાન્ નરકો ધરાસુતઃ | ૧૪॥ નિરીક્ષ્ય દુર્મ્ષણ આસ્વત્મદૈ- ર્ગજૈ: પયોધિપ્રભવૈર્નિરાક્રમત્ | દંષ્ટ્વા સભાર્ય ગસ્ડોપરિ સ્થિત સૂર્યોપરિષ્ટાત્ સતડિદ્ઘનં યથા | કૃષ્ણં સ તસ્મૈ વ્યસૃજચ્છતધ્ની યોધાશ્ચ સર્વે યુગપત્ સ્મ વિવ્યધુઃ ॥ ૧૫॥। તદ્ ભૌમસૈન્યં ભગવાન્ ગદાગ્રજો વિચિત્રવાર્જર્નિશિતેઃ શિલીમુખૈઃ નિકૃત્તબાહૂરશિરોધ્રવિગ્રર્હ ચકાર તર્હોવ હતાશ્ચકુગ્જરમ્ ।૧૬॥ યાનિ’ યોધૈઃ પ્રયુક્તાનિ શસ્ાસ્રાણિ કુરૂદહ | હરિસ્તાન્યાચ્છિનત્તીક્ણૈઃ શરેરેકૈકશસ્રિભિઃ ॥ ૧૭॥ ઉદ્યામાનઃ સુપર્ણેન પક્ષાભ્યાં નિધ્નતા ગજાન્ | ગરુત્મતા હત્યમાનાસ્તુણ્ડપક્ષનખૈર્ગજાઃ ॥ ૧૮॥ પુરમેવાવિશન્નાર્તા નરકો યુધ્યયુધ્યત | દેષ્ટ્વા વિદ્રાવિતં સૈન્યં ગસ્ડેનાર્દિતં સ્વકમ્ ॥ ૧૯॥ તેઓ ત્યાં આવીને ક્રોધપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણ ઉપર બાણ, તલવાર, ગદા, શક્તિ, તદષ્ટિ અને ત્રિશૂળ વગેરે પ્રચંડ શસ્ત્રોની વર્ષા કરવા લાગ્યા. પરીક્ષિત! ભગવાનની શક્તિ અમોઘ અને અનંત છે. તેમણે પોતાનાં બાણોથી તેમનાં કરોડો શસ્ત્રોના તલ-તલ જેવા ટુકડા કરીને કાપી નાંખ્યાં ! ૧૩ !પ્ભગવાનના શસ્ત્રપ્રહારથી સેનાપતિ પીઠ અને તેના સાથી દૈત્યોનાં માથાં, સાથળો, ભુજાઓ, પગ અને કવચ કપાઈ ગયાં અને તે બધાને ભગવાને યમસદન પહોંચાડી દીધા. જયારે પૃથ્વીના પુત્ર નરકાસુરે (ભૌમાસુરે) જોયું કે ભગવાન શ્રીકૃષ્ણનાં ચક્ટ અને બાણોથી અમારી સેના અને સેનાપતિઓનો સંહાર થઈ ગયો, ત્યારે તેને અસહ્ય ક્રોધ થયો. તે સમુદ્રકિનારે પેદા થયેલ અનેક મદમસ્ત હાથીઓની સેના લઈને નગરની બહાર નીકળ્યો. તેશે જોયું કે ભગવાન શ્રીકૃષ્ણ પોતાની પત્ની સાથે આકાશમાં ગરુડ પર બેઠેલા - જેમ સૂર્ય ઉપર વીજળી સાથેના વર્ષાકાળના શ્યામ મેથ શોભી રહ્યા હોય તેવા શોભી રહ્યા છે. ભૌમાસુરે સ્વયં ભગવાન ઉપર શતધ્ની નામની શક્તિ છોડી અને તેના બધા સૈનિકોએ પણ એકી સાથે તેમના પર પોત-પોતાનાં અસ્-શસ્ત્ર છોડ્યાં. |! ૧૪- ૧૫! હવે ભગવાન શ્રીકૃષ્્ટ પણ વિચિત્ર-વિચિત્ર પાંખોવાળાં તીક્ણ બાણ છોડવા લાગ્યા. એના કારણે તે જ વખતે ભૌમાસુરના સૈનિકોનાં માથાં, ભુજાઓ, સાથળો, અને ધડ કપાઈ-કપાઈને પડવા લાગ્યાં, હાથી અને ઘોડા પણ મરવા લાગ્યા, 1૧૬ || પરીક્ષિત! ભૌમાસુરના સૈનિકોએ ભગવાન પર જે-* જે અસ્ન-શસ્ત્ર ચલાવ્યાં હતાં, તે બધાંને ભગવાને પોતાનાં તીક્ણ બાણોથી કાપી નાંખ્યાં. || ૧૭ || તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ ગરજી પર બેઠા હતા અને ગરુડજી પોતાની પાંખોથી હાથીઓને મારી રહ્યા હતા. તેમની ચાંચ, પાંખો અને પંજાના મારથી હાથીઓ બહુ વ્યાકુળ થઈ ગયા અને બધા દુઃખી થઈને યુદ્ધભૂમિમાંથી નાસીને નગરમાં ઘુસી ગયા.]હવે ત્યાં માત્ર ભૌમાસુર એકલો જ લડી રહ્યો હતો. | જ્યારે તેણે જોયું કે ગરુડના મારથી વ્યાકુળ થઈને મારી સેના ભાગી રહી છે, ત્ધારે તેણે ગરુડજી પર એક શક્તિ ચલાવી, જેણે વજને પણ નકામું કરી દીધું હતું. પરંતુ તેના પ્રહારથી પક્ષીરાજ ગરુડજી સ્હેજ પણ વિચલિત થયા નહીં, ૧. પ્રાચીન પ્રતમાં આ શ્લોકને સ્થાને આવો પાઠ છે - મુક્તાનિ ચાસ્તરાણિ કુરૂક્હામુના તાન્યચ્છિનત્ીસ્સશરેસિિભિસિભિઃ ! 426 શ્રીમદભાગવત [અ૦ પ૯ તં ભૌમઃ પ્રાહરચ્છક્ત્યા વજઃ પ્રતિહતો યતઃ | નાકમ્પત તયા વિદ્ધો માલાહત’ ઇવ દ્વિપઃ | ૨૦॥ શૂલં ભૌમોડચ્યુતં હન્તુમાદદે વિતથોદ્યમઃ તદ્રિસર્ગાત્ પૂર્વમેવ નરકસ્ય શિરો હરિઃ! . અપાહરદૂ ગજસ્થસ્ય ચકેણ ક્ષુરનેમિના | ૨૧।! સકુણ્ડલં ચારકેરીટભૂષણં બભૌ પૃથિવ્યાં પતિતં સમુજ્જવલત્ | હાહેતિ સાધ્વિત્યૃષયઃ સુરેશ્વરા માલ્ર્મુકુનદીં વિકિરન્ત ઈડિરે ॥૨૨॥ તતશ્ચ ભૂઃ કૃષ્ણમુપેત્ય કુણ્ડલે પ્રતમજામ્બૂનદરત્નભાસ્વરે 1 સવૈજયન્યા વનમાલયાર્પયત્ પ્રાચેતસં છત્રમથો મહામણિમ્ | ૨૩॥ અસ્તૌપીદથ વિશ્વેશં દેવી દેવવરાર્ચિતમ્ | પ્રાગ્જલિઃ પ્રણતા રાજન્ ભક્તિપ્રવણયા ધિયા | ૨૪! ભૂમિસ્વયરે ત્તમસ્તે દેવદેવેશ શહ્ાચક્રગદાધર | ભક્તેચ્છોપાત્તરૂપાય પરમાત્મન્ નમોડસ્તુ તે | ર૫॥ નમઃ પકજનાભાય નમઃ પટ્ુજમાલિને ! તમઃ પઠ#જનેત્રાય નમસ્તે પટ્ધજાડદ્રયે ॥ ર૬॥ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય વિષ્ણવે* | પુરુષાયાદિબીજાય પૂર્ણબોધાય તે તમઃ ૨૭॥ અજાય જનષયિત્રેડસ્ય બ્રહ્મણેડનન્તશક્તયે | પરાવરાત્મન્” ભૂતાત્મન્પરમાત્મન્નમોડ્સ્તુ તે | ૨૮॥ જાણે કોઈએ મદમસ્ત ગજરાજ પર ફૂલોની માળાનો પ્રહાર કર્યો હોય. ॥। ૧૮-૨૦ ॥ હવે ભૌમાસુરે જોયું કે, મારા બધા ઉપાયો નિષ્ફળ જાય છે ત્યારે તેશે શ્રીકૃષ્ટને મારી નાખવા માટે એક ત્રિશૂળ ઉપાડ્યું, પરંતુ હજુ તેને તે છોડી પણ શક્યો ન હતો ત્યારે ભગવાન શ્રીકૃષ્તર તીક્ષા ધારવાળા થક્રથી હાથી પર બેઠેલા ભૌમાસુરનું મસ્તક છેદી નાખ્યું. 1 ૨૧ |! તેનું ઝગમગતું મસ્તક કુંડળો અને સુંદર. કિરીટ સાથે પૃથ્વી પર પડી ગયું. તે જોઈને ભૌમાસુરના સગા-સંબંધીઓ અરે…રે…અરે…રે પોકારી ઊઠયો. કાષિઓ સાધુ-સાધુ કહેવા લાગ્યા અને દેવતાઓ ભગવાન પર પુષ્ધોની વૃષ્ટિ કરતા રહીને સ્તુતિ કરવા લાગ્યા. || ૨૨ ॥| હવે પૃથ્વી દેવી ભગવાન પાસે આવ્યાં. તેમણે ભગવાન શ્રીકૃષ્ણના ગળામાં વૈજયન્તીની સાથે વનમાળા પહેરાવીને અદિતિ માતાનાં અતિશય ઉજ્જ્વળ કુંડળો, વરુદેવનું છત્ર અને એક મોટો મજ્ઞિ તેમને આપ્યો. |! ૨૩ | રાજન્! ત્યાર પછી પૃથ્વીદેવી મોટા-મોટા દેવતાઓ દ્વારા પૂજાયેલા વિશ્વેશ્વર ભગવાન શ્રીકૃષ્જને પ્રણામ કરીને હાથ જોડીને ભક્તિ-ભાવ- યુક્ત ફદયે તેમની સ્તુતિ કરવા લાગ્યાં- ॥ ર૪ ॥ 91ન્ા દેવીએ ક્લયું - શંખચકગદાધારી વિશ્વેશ્ર! હું આપને નમસ્કાર કરું છું. પરમાત્મન્! આપ પોતાના ભક્તોની ઇચ્છા પૂરી કરવા માટે સ્વરૂપ ધારણ કરો છો. પ્રભુ, આપને નમસ્કાર કરું છું. | ૨૫ ॥ પ્રભુ! આપની નાભિમાંથી કમળ પ્રગટ થયું છે, આપ કમળની માળા ધારણ કરો છો. આપનાં નેત્રો કમળ જેવાં ખીલેલાં અને શાંતિદાયક છે. આપના ચરણ કમળ જેવા કોમળ અને ભક્તોના હૃદયને શીતળ કરનારા છે. હું આપને નમસ્કાર કરું છું. | ૨૬ || આપ સમગ્ર એશ્વર્ય, ધર્મ, યશ, સંપત્તિ, જ્ઞાન અને વૈરાગ્યના આશ્રય છો. હું આપને નમસ્કાર કરું છું. આપ સર્વવ્યાપક હોવા છતાં પણ સ્વર્ય વસુદેવનન્દનરૂપે પ્રગટ થયા છો. હું આપને નમસ્કાર કરું છું. આપ જ પુરાણપુરુષ છો અને સમસ્ત કારણોના પણ પરમ કારણ છો. આપ સ્વયં પૂર્ણ જ્ઞાન-સ્વરૂપ છો, હું આપને નમસ્કાર કરું છું, ॥ ૨૭ ॥ આપ સ્વયં અજન્મા છો, પરંતુ આ જગતના જન્મદાતા આપ જ છો. આપ જ અનંત શક્તિઓના આશ્રય બ્રહ્મ છો. જગતનું જે કાંઈ પલ કાર્ય-કારણમય રૂપ છે, જેટલાં પણ પ્રાણી અથવા અપ્રાણી છે - બધાં જ આપનાં સ્વરૂપ છે. હે પરમાત્મન્! આપના ચરણોમાં મારા વારંવાર નમસ્કાર હો. | ૨૮ || ૨. માલાવિદ | ૨. ભૂરુવાથ | ૩. થકિશે | ૪. પરાવરાય ભૂતાનાં ! અ૦૫૯] દસમો સ્કન્ધ 427 ત્વં વૈ’ સિસૃક્ષૂ રજ ઉત્કટં પ્રભો તમો નિરોધાય બિભર્ષ્યસંવૃતઃ | સ્થાનાય સત્ત્વ જગતો જગત્પતે કાલઃ પ્રધાનં પુરુષો ભવાન્ પરઃ || ર૯॥ અહં પયો જ્યોતિરથાનિલો નભો માત્રાણિ દેવા મન ઇતન્દ્રિયાણિ | મહાનિત્યખિલં ચરાચરં ત્વય્યદ્વિતીયે ભગવન્નયં ભ્રમઃ | ૩૦॥ કર્તા તસ્યાત્મજોડયેં તવ પાદપદ્રજં ભીતઃ પ્રપજ્ઞાર્તિહરોપસાદિતઃ તત્ પાલધૈનં કુરુ હસ્તપક્જં શિરસ્યમુષ્યાખિલકલ્મષાપહમ્ 1૩૧॥ કશુક ઉવાચ ઇતિ ભૃમ્યાર્ધિતો વાગ્મિર્ભગવાન્ ભક્તિનમ્નયા ! દત્ત્વાફભયં ભૌમગૃહં પ્રાવિશત્ સકલર્ટિમત્ | ૩૨ તત્ર રાજન્યકન્યાનાં ષટ્સહસ્ાધિકાયુતમ્ ! ભૌમાહતાનાં વિકમ્ય રાજભ્યો દદેશે હરિઃ ॥ ૩૩॥ તંપ્રવિષ્ટં સ્તરિયો વીક્ષ્ય નરવીરં* વિમોહિતાઃ । મતસા વદ્રિરેડભીષ્ટું પતિં દૈવોપસાદિતમ્ ॥ ૩૪॥ ભૂયાત્ પતિરયં મહાં ધાતા તદનુમોદતામ્ | ઇતિ સર્વાઃ પૃથક્ કૃષ્ઠો ભાવેન હૃદયંચ દધુઃ ॥ ૩૫॥ તાઃ પ્રાહિણોદ્ દ્વારવતીં સુમૃષ્ટવિરજોડમ્બરાઃ | ત્તરયાનેર્મહાકોશાન્ રથાશ્ચાન્ દ્રવિણં મહત્ | ૩૬॥ જરાવતકુલેભાંશ્ષ ચતુર્દન્તાસ્તરસ્વિનઃ | પાણુરાંશ્ર ચતુ:ષષ્ટિ પ્રેષષામાસ કેશવઃ | ૩૭॥ પ્રભુ! જ્યારે આપ જગતની રચના કરવા ઇચ્છો છો, ત્યારે કાંઈક કરવામાં તત્પર ઉત્કટ રજોગુણનું, અને જ્યારે તેનો પ્રલય કરવા ઇચ્છો છો ત્યારે તમોગુણનું, તથા જ્યારે તેનું પાલન કરવા ઇચ્છો છો ત્યારે ઉત્કટ સત્ત્વગુણનું સર્જન કરો છો. પરંતુ આ બધું કરવા છતાં પ્ન આપ તે ગુણોથી અલિપ્ત જ રહો છો. જગત્પતિ! આપ સ્વર પ્રકૃતિ, પુરુષ અને બન્નેના સંયોગ-વિયોગના હેતુ કાળ છો તથા તે ત્રણેથી પર પણ છો. || ર૯ ॥ ભગવન્[ હું (પૃથ્વી), જલ, અગ્નિ, વાયુ, આકાશ, પંચતન્માત્રાઓ, મન, ઇન્દ્રિયો અને એમના અધિષ્ઠાતા દેવતા, અહંકાર અને મહત્તત્ત્વ - શું - શું કહું, | આ સંપૂર્ણ ચરાચર જગત આપના અહિતીય સ્વરૂપમાં બ્રમને કારણે જ ભિન્ન-ભિન્ન પ્રતીત થાય છે. | ૩૦ | શરણાગતના ભયને હરવાવાળા પ્રભુ! મારા પુત્ર ભૌમાસુરનો આ પુત્ર ભગદત્ત અત્યંત ભયભીત થઈ રહ્યો છે. હું તેને આપનાં ચરણકમળો પાસે લઈ આવી છું. પ્રભુ! આપ તેની રક્ષા કરો. અને સમસ્ત પાપ-તાપોને નષ્ટ કરનાર આપનો કરકમળ તેના મસ્તક પર પધરાવો, 11૩૧ ॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! જયારે પૃથ્વીએ ભક્તિભાવથી વિનમ્ર થઈને આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરી ત્યારે તેમણે ભગદત્તને અભયદાન આપ્યું અને ભૌમાસુરના સર્વ સંપત્તિઓથી સમ્પન્ન મહેલમાં પ્રવેશ કર્યો, 1૩૨ 1(ત્યાં જઈને ભગવાને જોયું કે, ભૌમાસુરે. બળપૂર્વક રાજાઓની સોળ હજાર રાજકુમારીઓ છીનવી લઈને અહીં રાખી હતી. ૩૩ || હવે તે રાજકુમારીઓ અંતઃપુરમાં પધારેલા નરશ્રેષ્ઠ ભગવાન શ્રીકૃષ્ણને જોઈને મોહિત થઈ ગઈ અને તેમજ્ઞે ભગવાનની અહેતુ કૃપા તથા , પોતાનું સૌભાગ્ય સમજીને મનમાં જ ભગવાનને પોતાના પરમ પ્રિયતમ પતિના રૂપમાં વરવાનું નક્કી કરી લીધું. ॥ ૩૪ || તે રાજકુમારીઓમાંથી દરેકે અલગ-અલગ પોતાના મનમાં એવો જ નિશ્ચય કર્યો કે, “આ શ્રીકૃષ્ણ જ મારા પતિ થાય અને વિધાતા મારી આ અભિલાષા પૂરી કરે.’ આ પ્રમાણે તેમણે પ્રેમભાવથી પોતાનું હદય ભગવાનને ન્યોછાવર કરી દીધું. |! ૩૫ ।। ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તે રાજકુમારીઓને સુંદર સુંદર, નિર્મળ વસ્રાભૂષણ પહેરાવીને પાલખીઓમાં દ્વારકા મોકલી આપી અને તેમની સાથે મોટા ખજાના, રથ, ઘોડા અને પુષ્કળ સંપત્તિ પણ દ્વારકા મોકલી દીધી. । ૩૬ |! એરાવતના વંશમાં ઉત્પન્ન થયેલા અત્યંત વેગવાન ચાર-ચાર દાંતવાળા સફેદ રંગના ચોસઠ હાથી પણ ભગવાને દ્વારકા મોકલી આપ્યા. || ૩૭ | ૧. નરવર્થ । ૨, કૃતયેતસ* | શ્રીમદભાગવત [અ૦ ૫૯ ગત્વા સુરેન્દ્રભવનં દત્ત્વાડદિત્યૈ ચ કુણ્ડલે | પૂજિતસ્ત્રિદશેન્દ્રેણ સહેન્દ્રાણ્યા ચ સપ્રિયઃ | ૩૮॥ ચોદિતો ભાર્યયોત્પાટ્ય પારિજાત ગરૂમતિ।! _ આરોપ્ય સેન્્દ્રાન્ વિબુધાન્ નિર્જિત્યોપાનયત્ પુરમ્ | ૩૯॥ સ્થાપિતઃ સત્યભામાયા ગૃહોધાનોપશોભનઃ | અન્વગુર્્રમરાઃ સ્વર્ગાત્ તદગન્ધાસવલમ્પટાઃ | ૪૦॥ યયાથ આનમ્ય કિરીટકોટિભિઃ પાદૌ સ્પ્રશત્ચ્યુતમર્થસાધનમ્ | સિદ્ધાર્થ એતેન વિગૃહાતે મહા- નહો સુરાણાં ચ તમો ધિગાઢયતામ્ | ૪૧॥। અથો મુહૂર્ત એકસ્મિન્ નાનાગારેષુ તાઃ સ્ત્રિયઃ । યથોષયેમે ભગવાંસ્તાવદ્રૂપધરોડવ્યયઃ |૪૨॥ તાસામનપાય્યતર્ક્યકૃ- શિરસ્તસામ્યાતિશયેષ્વવસ્થિતઃ 1! રમાભિર્નિજકામસમ્પ્લુતો યથેતરો ગાર્હકમેધિકાંશ્રરન્ ॥ ૪૩॥ શૃહેષુ મે ઇત્થં રમાપતિમવાપ્ય પર્તિ સ્ત્રિયસ્તા બ્રહ્માદયોડપિ ન વિદુઃ પદવી યદીયામ્ | ભેશુર્મુદાડાવિરતમેધિતયાડનુરાગ- હાસાવલોકનવસડમજલ્પલજ્જાઃ |૪૪॥ પ્રત્યુદગમાસનવરાર્હણપાદશૌચ- તામ્બૂલવિશ્રમણવીજનગન્ધમાલ: 1 ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણ અમરાવતીમાં સ્થિત દેવરાજ ઇન્દ્રના મહેલમાં ગયા. ત્યાં દેવરાજ ઇન્દ્રએ પોતાનાં પત્ની ઇન્દ્રાણી સાથે સત્યભામાજી અને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરી, ત્યારે ભગવાને અદિતિ (તેમનાં માતા)નાં કુંડળો તેમને આપી દીધાં. 1૩૮ || ત્યાંથી પાછા વળતાં સત્યભામાજીની પ્રેરણાથી ભગવાન શ્રીકૃષ્ણે પારિજાત (કલવૃક્ષ) ઉપાડીને ગરુડ પર મૂકી દીધું અને દેવરાજ ઇન્દ્ર તથા સમસ્ત દેવતાઓને જીતીને તેને દ્વારકા લઈ આવ્યા. ॥ ૩૯ ।॥। ભગવાને તે પારિજાત વૃક્ષને સત્પભામાના મહેલના બગીચામાં રોપી દીધું. આનાથી તે બગીથાની શોભા બહુ વધી ગઈ!પારિજાતની સાથે તેની સુવાસ અને મકરન્દના લોભી ભમરોઓ સ્વર્ગમાંથી દ્વારકા આવી ગયા. |! ૪૦ ॥ પરીક્ષિત! જુઓ તો ખરા, જયારે ઇન્દ્રે પોતાનું કાર્ય સાધવું, હતું ત્યારે તે પોતાનું મસ્તક નમાવીને મુકુટના અગ્રભાગથી શ્રીકૃષ્ણનો ચરણસ્પર્શ કરીને તેમની સહાયતાની ભીખ માગતો હતો. પરંતુ જ્યારે કાર્ય સિદ્ધ થઈ ગયું ત્યારે તે જ ઇન્દ્ર ભગવાન સાથે યુદ્ધ કરે છે. ખરેખર આ દેવતાઓ પણ બહુ જ તમોગુણી છે અને સૌથી મોટો દોષ તો તેમનામાં ધનિક્તાનો છે. ધિક્કાર છે આવી ધનસંપત્તિને. ॥ ૪૧ ॥ ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણે એક જ મુહૂર્તમાં જુદા-. જુદા આવાસોમાં અલગ-અલગ રૂપ ધારણ કરીને એકી સાથે બધી (૧૬ હજાર) રાજકુમારીઓનું શાસ્ત્રોક્ત વિધિથી પાણિગ્રહશ કર્યુ. સર્વશક્તિમાન અવિનાશી ભગવાન માટે એમાં આશ્ચર્યની કઈ વાત છે? !। ૪૨ [પરીક્ષિત ભગવાનની પત્નીઓના અલગ-અલગ મહેલોમાં એવી દિવ્ય સામગ્રીઓ ભરેલી હતી, જેની બરાબરી જગતમાં ક્યાંય પણ અને કોઈ પણ સામગ્રીઓ સાથે થઈ શકે નહીં; પછી વિશેષ હોવાની તો વાત જ ક્યાં છે? તે મહેલોમાં રહીને અતર્ક્ય કર્મો કરનારા ભગવાન પોતે સ્વરૂપાનંદથી પૂર્ણ હોવા છતાં બીજા સામાન્ય મનુષ્યોની જેમ ગૃહસ્થધર્યને આચરતા લક્ષ્મીના અંશરૂપ એવી તે સીઓ સાથે રહેતા હતા, |! ૪૩ ॥ પરીક્ષિત! બ્રહ્મા વગેરે મોટા-મોટા દેવતાઓ પજ ભગવાનના વાસ્તવિક સ્વરૂપને અને તેમની પ્રાપ્તિના માર્ગને જાણતા નથી. તે જ રમારમણ ભગવાન શ્રીકૃષ્ણને તે સ્રીઓએ પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા. [તેઓ અત્યંત પ્રસન્નતાથી ઉત્તરોત્તર ઊછળતી પ્રીતિ, અનુરાગથી નિરખવું અને અભિનવ સંગમમાં પરસ્પરનું પ્રેમપૂર્વક હાસ્ય, મધુર ચિતવન, નવસમાગમ, પ્રેમ-આલાપ તથા ભાવમાં વૃદ્ધે કરતી લજ્જાથી ઘુક્ત થઈને બધી રીતે ભગ્રવાનની સેવા કરતી હતી. । ૪૪ || તે બધી પત્નીઓ સાથે સેવા કરવા માટે સેંકડો દાસીઓ હતી, છતાં જયારે તેમના મહેલમાં ભગવાન પધારતા ત્યારે તે પોતે આગળ જઈને આદરપૂર્વક તેમને મહેલમાં લઈ આવતી, શ્રેષ્ઠ આસન પર બેસાડતી, ઉત્તમ સામગ્રીઓથી પૂજા કરતી, ચરણ ધોતી, પાન બનાવીને ખવડાવતી, ચરણ દબાવીને શ્રમ દૂર કરતી, અ૦ ૬૦] દસમો સ્કન્ધ 429 કેશપ્રસારશયનસ્નપનોપહાર્યે- ર્દાસીશતા અપિ વિભોર્વિદધુઃસ્મ દાસ્યમ્ 1 ૪૫॥ ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પંખાથી પવન નાંખતી, ચંદન-પુષ્યો-અત્તર વગેરે સુગન્ધિત દ્રવ્યો સમર્પિત કરતી, ફૂલોની માળા પહેરાવતી અને કેશ ઓળી આપવા, શયન કરાવવું, સ્નાન કરાવવું અને વિવિધ વાનગીઓ બનાવી ભોજન કરાવવું વગેરે ભગવાનની તમામ પ્રકારની સેવા સ્વયં પોતાના હાથે જ કરતી હતી. । ૪૫ ॥ ન્સ ણં દશમસ્કન્ધે૧ ઉત્તરાર્ધ પારિજાતહરણનરકવધો નામ એકોનષષ્ટિતમોડધ્યાયઃ ॥ ૫૯ || દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત પારિજાતનું હરણ અને નરકવધ નામનો ઓગણસાઠમો અધ્યાય સમાપ્ત.