Śrīmad Bhāgavatam

શાલ્વની સાથે યાદવોનું યુદ્ધ

શાળ્વ-વધ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

છોત્તેરમો અધ્યાય શાલ્વની સાથે યાદવોનું યુદ્ધ છુક ઉવાચ અથાન્યદપિ કૃષ્ણસ્ય શૃણુ કર્માહુતં નૃપ । કીડાનરશરીરસ્ય યથા સૌભપતિર્હતઃ ॥ ૧॥ શિશુપાલસખઃ શાલ્વો રુકિમિણ્યુદ્ાહ આગતઃ’ | યદુભિર્નિ્જિતઃ સડખ્યે જરાસન્ધાદયસ્તથા ॥ ૨॥ શાલ્વઃ પ્રતિજ્ઞામકરોત્‌ શ્ૃણ્વતાં સર્વભૂભુજામ્‌ | અયાદવી ક્ષ્માં કરિષ્વે પૌરુષં મમ પશ્યત | ૩॥ ઇતિ મૂઢઃ પ્રતિજ્ઞાય દેવં પશુપતિ પ્રભુમ્‌ | આરાધયામાસ નૃપ પાંસુમુષ્ટિં સકૃદ્‌ ગ્રસન્‌ 1૪॥। સંવત્સરાન્‍્તે ભગવાનાશુતોષ ઉમાપતિઃ | વરેણ ઇન્દયામાસ શાલ્વં શરણમાગતમ્‌ |૫।! દેવાસુરમનુષ્યાણાં ગગન્ધર્વોરગરક્ષસામ્‌ | અભેદ્ય કામગં વદ્રે સ યાનં વૃષ્ણિભીષણમ્‌ ॥ ૬ તથેતિ ગિરિશાદિષ્ટો મયઃ પરપુરગ્જયઃ | પુર નિર્માય શાલ્વાય પ્રાદાત્સૌભમયસ્મયમ્‌ચે | ૭॥ સ લબ્ધ્વા કામગં યાનં તમોધામ દુરાસદમ્‌ | યયૌ દ્વારવતીં શાલ્વો વૈર વૃષ્ણિકૃત સ્મરન્‌ ॥ ૮॥ નિરુધ્ય સેનયા શાલ્વો મહત્યા ભરતર્ષભ | પુરીં બભગ્જોપવનાન્યુદ્યાનાનિ ચ સર્વશઃ | ૯॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! હવે મનુષ્ય જેવી લીલા કરનારા ભગવાન શ્રીકૃષ્ણનું એક બીજું અદ્દભુત-ચરિત્ર સાંભળો. એમાં એ કહેવામાં આવશે કે સૌભ નામના વિમાનનો અધિપતિ શાલ્વ કઈ રીતે ભગવાનના હાથે મરાયો. । ૧ || શાલ્વ શિશુપાલનો મિત્ર હતો અને રુક્મિણીના વિવાહસમયે તે શિશુપાલ તરફથી જાનમાં આવ્યો હતો. તે વખતે યાદવોએ જરાસંધ વગેરેની સાથે-સાથે શાલ્વને પણ જીતી લીધો હતો. ॥ ર || તે દિવસે બધા રાજાઓની સામે શાલ્વે એવી પ્રતિજ્ઞા કરી હતી કે હું પૃથ્વી પરથી યાદવોને નષ્ટ કરી દઈશ, બધા લોકો મારું બળ-પરાક્રમ જોઈ લેજો.’ | ૩ || પરીક્ષિત! મૂર્ખ શાલ્વે આવી પ્રતિજ્ઞા કરીને દેવાધિદેવ ભગવાન પશુપતિની આરાધના કરી. તે દિવસોમાં તે આખા દિવસમાં એક જ વાર એક મુઠ્ઠી રાખોડી ફાકીને આરાધના કરતો હતો. ૪ ॥ આમ તો પાર્વતીપતિ ભગવાન શંકર આશુતોષ છે, છતાં પણ તેઓ શાલ્વનો ભયંકર સંકલ્પ જાણીને એક વર્ષ બાદ પ્રસન્ન થયા. તેમણે પોતાના શરણાગત શાલ્વને વરદાન માગવા માટે કહ્યું. |! પ || ત્યારે શાલ્વે એવું વરદાન માગ્યું કે ‘મને આપ એવું વિમાન આપો જે દેવતાઓ, અસુરો, મનુષ્યો, ગન્ધર્વો, નાગ અને રાક્ષસોથી તોડી શકાય નહીં, જ્યાં ઇચ્છા હોય ત્યાં જઈ શકે અને યાદવો માટે અત્યંત ભયંકર બની રહે.’ ॥ ૬ ।।ભગવાન શંકરે કહી દીધું ‘તથાસ્તુ!’ ત્યાર પછી તેમની આજ્ઞાથી વિપક્ષીઓના નગર જીતવાવાળા ’ મથ દાનવે લોઢાનું સૌભ નામનું વિમાન બનાવ્યું અને શાલ્વને તે આપી દીધું. ॥ ૭ ॥ તે વિમાન નહીં પણ જાણે એક નગર જે હતું. તે એટલું અંધકારમય હતું કે તેને જોઈ શકવું અથવા પકડવું બહુ મુશ્કેલ હતું. ચલાવનાર તેને જ્યાં લઈ જવા ઇચ્છે ત્યાં તે તેની ઇચ્છા કરતાં જ પહોંચી જતું હતું. શાલ્વે તે વિમાન પ્રાપ્ત કરીને દ્વારકા પર ચઢાઈ કરી દીધી. કેમકે, તે વૃષ્ક્રિવંશી યાદવો દ્વારા કરાયેલા વેરને સદા યાદ રાખતો હતો. 1૮ ॥ પરીક્ષિત! શાલ્વે પોતાની બહુ મોટી સેનાથી દ્વારકાને ચારેબાજુથી ઘેરી લીધી અને તેનાં ફળ-ફૂલથી ભરપૂર ઉપવનો અને બગીચાઓને ઉજાડવા અને નગરહ્ારો, ૧. આગરેઃ 1 ર. સોલમવોમયમ્‌! ૩, વેરષનુસ્મરન્‌! 510 શ્રીમદભાગવત [અ૦ ૩૬ સગોપુરાણિ દ્વારાણિ પ્રાસાદાટ્ટાલતોલિકાઃ5 । વિહારાન્‌ સ વિમાનાગ્ર્ચાજ્ઞિપેતુઃ શસ્રવૃષ્ટયઃ | ૧૦॥॥ શિલા કુમાશ્ચાશનયઃ સર્પા આસારશર્કરાઃ | પ્રચણ્ડશ્કક્રવાતોડભૂદ્‌ રજસાડડચ્છાદિતા દિશઃ || ૧૧।॥ ઇત્યર્ધમાના સૌભેન કૃષ્ણસ્ય નગરી ભૃશમ્‌ | નાભ્યપદ્યત શં રાજંસિપુરેણ યથા મહી |૧૨॥। પ્રધ્ુમ્નો ભગવાન્‌ વીક્ષ્ય બાધ્યમાના નિજાઃ પ્રજાઃ | મા ભૈષેત્યભ્યધાદ્‌ વીરો રથારૂઢો મહાયશાઃ* ॥ ૧૩॥ સાત્યકિશ્ચાર્દેષ્ણશ્ચ સામ્બોડકૂરઃ સહાનુજઃ । હાર્દિક્યો ભાનુવિન્દશ્ચ ગદશ્વ શુકસારણો | ૧૪॥ અપરે ચ મહેષ્વાસા રથયૂથપયૂથપાઃ | નિર્યયુર્દશિતા ગુમા રથેભાશ્પદાતિભિઃ ॥ ૧૫॥ તતઃ પ્રવવૃતે યુદ્ધ શાલ્વાનાં યદુભિઃ સહ । યથાડસુરાણાં વિબુધૈસ્તુમુલં લોમહર્ષણમ્‌ ॥ ૧૬! તાશ્ચ સૌભપતેર્માયા દિવ્યાસ રુક્મિણીસુતઃ । ક્ષણેન તાશયામાસ નૈશં તમ ઇવોષ્ણગુઃ | ૧૭॥ વિવ્યાધ પગ્ચવિંશત્યા સ્વર્ણપુથ્વેરયોમુખૈઃ । શાલ્વસ્ય ધ્વજિનીપાલં શરૈઃ સન્નતપર્વભિઃ ॥ ૧૮॥ શતેનાતાડયચ્છાલ્વમેકૈકેનાસ્ય સૈનિકાન્‌ | દશભિર્દશભિર્નેતૃન્‌ વાહનાનિ ત્રિભિસિભિઃ ॥ ૧૯॥ તદહ્ુતં મહત્‌ કર્મ પ્રદ્ુમ્નસ્ય મહાત્મનઃ | દંષ્ટ્વા તં પૂજયામાસુઃ સર્વે સ્વપરસૈનિકાઃ | ૨૦॥ દરવાજાઓ, રાજમહેલો, અટારીઓ, દીવાલો અને નાગરિકોના હરવા-ફરવાનાં સ્થાનોને નષ્ટ-ભ્રષટ કરવા લાગ્યો. તે બહુ મોટા વિમાનમાંથી શસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યો.॥ ૯-૧૦ !! મોટી-મોટી શિલાઓ, વૃદ્નો, વજ, સર્પ અને જલની મોટી-મોટી ધારાઓ વરસવા લાગી, પ્રચંડ વંટોળિયો ફંકાવા લાગ્યો, ચારે બાજુ ધૂળ છવાઈ ગઈ. 1૧૧ ।| પરીક્ષિત! પ્રાચીન કાળમાં જેમ ત્રિપુરાસુરે. સમગ્ર પૃધ્વીને પીડિત કરી દીધી હતી, તે જ પ્રમાણે શાલ્વના વિમાને દ્વારકાપુરીને અત્યંત પીડિત કરી દીધી. ત્યાંના સ્ત્રી-પુરુષોને ક્ષણભરની શાન્તિ ન રહી. ૧૨ || પરમયશસ્વી વીર ભગવાન પ્રધુમ્નજીએ જોયું કે અમારી પ્રજા ઉપર બહુ મોટી આપત્તિ આવી છે, ત્યારે તેમણે રથ પર બેસીને બધાને સાન્ત્વના આપતાં કહ્યું ‘ડરશો નહીં.’ ॥ ૧૩ ।। તેમની પાછળ-પાછળ સાત્યકિ, ચારુદેપ્ણ, સામ્બ, ભાઈઓની સાથે અફર, કૃતવર્મા, ભાનુવિંદ, ગદ, શુક, સારણ વગેરે ઘણા વીર મોટા-મોટા ધનુષ્ય ધારણ કરીને નીકળ્યા. આ બધા મહારથી હતા. બધાએ બખ્તર પહેર્યાં હતાં અને બધાની રક્ષા માટે ઘણાં બધાં રથ, હાથી, ઘોડા, તથા પાયદળ સાથે ચાલી રહ્યાં હતાં. । ૧૪-૧૫ || ત્યાર પછી પ્રાચીન કાળમાં જેમ દેવતાઓની સાથે અસુરોનું ભયંકર યુદ્ધ થયું હતું, તેવું જ શાલ્વના સૈનિકો, અને વાદવોનું યુદ્ધ થવા લાગ્યું. તે જોઈને લોકોનાં રૂવાં ઊભા થઈ જતાં હતાં. |! ૧૬ | પ્રધુમ્નજીએ પોતાના દિવ્ય અસ્ત્રોથી થણવારમાં જેમ સૂર્ય ઉદય થતાં અંધકારનો નાશ થઈ જાય છે તેમ શાલ્વની બધી માયાને નષ્ટ કરી દીધી. 1૧૭ [( પ્રલુમ્નજીનાં બાણોમાં સોનાની પાંખો અને લોઢાની તીક્ણ અણીવાળા ફલક લગાવેલાં હતાં, તેવાં નાની સંધિ-ગાંઠવાળાં પચીસ બાણૉધી શાલ્વના સેનાપતિને ઘાયલ કરી દીધો. ૧૮ ન મનસ્વી મ્રધુમ્નજીએ સેનાપતિની સાથે શાલ્વને ધણ સો બાણ માર્યાં. પછી પ્રત્પેક સૈનિકને એક-એક અને સારથિઓને દશ-દશ તથા વાહનોને ત્રણ-ત્રણ બાષ્ઠોથી ધાયલ કરી દીધા, 1૧૯ | મહાપરાક્રમી પ્રધુમ્નજના આ અદ્દભુત અને મહાન શૌર્યને જોઈને યાદવસેનાના અને વિપક્ષના સૈનેકો તેમની પ્રશંસા કરવા લાગ્યા. | ૨૦ ॥ ૧. પ્રાકારાટાલતોલિકાઃ | ર. મહારથઃ ! શેબ૭્દ] દસમો સ્કન્ધ 511 બહુરૂપૈકરૂપં તદ્‌ દેશ્યતે ન ચ દશ્યતે। માથામયં મયકૃતં દુર્વિભાવ્યં પરેરભૂત્‌ ॥ ૨૧॥ ક્વચિદ ભૂમૌ કવચિદ્‌ વ્યોમ્નિ ગિરિમૂર્ધિ જલે ક્વચિત્‌ | અલાતચકવદ્‌ ભ્રામ્યત્‌ સૌભં તદ્દુરવસ્થિતમ્‌ | ૨૨॥ યત્ર યત્રોપલક્ષેત સસૌભઃ સહસૈનિકઃ | શાલ્વસ્તતસ્તતોડમુગ્યન્‌ શરાન્‌ સાત્વતયૂથપાઃ ॥ ૨૩।॥ શરૈરઝ્યર્ડસંસ્પર્શરાશીવિષદુરાસદૈઃ 1 પીડ્યમાનપુરાનીકઃ શાલ્વોડમુહ્યત્‌ પરેરિતેઃ ॥ ૨૪! શાલ્વાનીકપશસ્ત્રૌધેવૃષ્ણિવીરા ભૃશાર્દિતાઃ ! ન તત્યજૂ રણ સ્વં સ્વં લોકદ્યજિગીષવઃ1 ॥ ર૫॥ શાલ્વામાત્યો ધુમાન્‌ નામ પ્રદુમ્નં પ્રાકપ્રપીડિતઃ | આસાઘ ગદયા મૌ્વ્યાચે વ્યાહત્ય વ્યનદદ્‌ બલી | ર૬॥ પ્રધુમ્નં ગદયા શીર્ણવક્ષઃસ્થલમરિત્દમમ્‌ | અપોવાહ રણાત્સૂતો ધર્મવિદ્‌ દારુકાત્મજઃ ॥ ૨૭॥ લબ્ધસઝ્શો મુહૂર્તેન કાર્પ્ણિઃ સારથિમબ્રવીત્‌ । અહો અસાધ્ધિદં સૂત યદ્‌ રણાન્મેડપસર્પણમ્‌ ॥ ર૮॥ ન યદ્નાં કુલે જાતઃ શ્રૂયતે રણવિચ્યુતઃ | વિના મત્‌ ક્લીબચિત્તેન સૂતેન પ્રામકિલ્બિષાત્‌ડ | ર૯॥ કિં નુ વક્યેડભિસક્વમ્ય પિતરૌ રામકેશવો । યુદ્ધાત્‌ સમ્યગપક્રાન્તઃ પૃષ્ટસ્તત્રાત્મનઃ ક્ષમમ્‌ | ૩૦॥। લ્યક્તં મે કથયિષ્યન્તિ હસન્ત્યો ભ્રાતૃજામયઃ । ક્લૈબ્યં કથં કથં વીર તવાન્યૈઃ કથ્યતાં મૃધે ।૩૧॥। પરીક્ષિત! મય દાનવનું બનાવેલું શાલ્વનું તે વિમાન અત્યંત માયામય હતું. તે એટલું વિચિત્ર હતું કે ક્યારેક અનેક રૂપોમાં દેખાતું તો ક્યારેક એક રૂપમાં, કયારેક દેખાતું અને ક્યારેક અદશ્ય થઈ જતું. યાદવોને એ વાતની ખબર જ પડતી ન હતી કે તે વિમાન અત્યારે ક્યાં છે. !। ૨૧ || તે ક્યારેક પૃથ્વી પર આવી જતું તો ક્યારેક આકાશમાં ઊડવા લાગતું. ક્યારેક પર્વતના શિખર પર ચડી જતું તો ક્યારેક પાણીમાં તરવા લાગતું]તે વિમાન સળગતા ઊંબાડિયાની માફક સર્વત્ર ઘૂમતું હોવાથી નિશ્ચય થતો ન હતો કે તે ક્યાં વિચરતું હશે. || ૨૨ !! શાલ્વ પોતાના વિમાન અને સૈનિકોની સાથે. જ્યાં-જ્યાં દેખાતો, ત્યાં-ત્યાં યાદવ સેનાપતિ બાણોની વૃષ્ટિ કરતા હતા. ॥ ૨૩ 1૬ તેમનાં બાજ સૂર્ય અને અગ્નિ જેવાં સળગતાં તથા વિષધર નાગ જેવાં અસહ્ય હતાં. તેનાથી શાલ્કનું નગર આકારનું [વિમાન અને સેના પીડાવા લાગ્યાં. એટલું /જ નહીં, શાલ્વ સ્વયં મૂર્છિત થઈ ગયો. ॥ ૨૪ ॥ જ નીસિતાં શાલ્વના સેનાપતિઓએ પણ યાદવો ૫ર બાણોની ભારે વૃષ્ટિ કરી, તેથી તેઓ ભારે વ્યથિત થઈ ગયા હતા; પરંતુ તેમણે પોતાનું સ્થાન છોડ્યું ન હતું. તેઓ જાણતા હતા કે મરીશું તો પરલોક સુધરશે અતે જીતીશું તો વિજય પ્રાપ્ત થશે. | ૨૫ ॥ પરીક્ષિત! શાલ્વના મંત્રીનું નામ હતું. લુમાન, જેને પહેલાં ઝ્રલુમ્નજીએ પચીસ બાણ માર્યા હતાં. તેબહુ બળવાન હતો. તેણે દોડીને પોતાની ગજવેલની ગદાથી પ્રદ્યુષ્નજી ઉપર પ્રહાર કર્યો અને “માર! નાખ્યો, મારી નાખ્યો’ એમ કહીને ગર્જના કરવા લાગ્યો. |! ૨૬ ॥ પરીક્ષિત! ગદાના પ્રહારથી પ્રદ્ુમ્નજીની છાતી કાટી ગયા જેવી થઈ ગઈ. ધારુકનો પુત્ર તેમનો રથ ચલાવી રહ્યો હતો. તે સારથિ- ધર્મ પ્રમાણે તેમને રણભૂનિમાંથી દૂર લઈ ગયો. || ર૭ |! બે કણમાં પ્રદુમ્નજી ભાનમાં આવ્યા ત્યારે તે તેમણે સારશિને, ક્યું, ‘સારથિ! તે આ બહુ ખોટું કર્યું. અરે…રે…! તું મને. રશૂમિમાંથી દૂર લઈ આવ્યો? ૨૮ |! સૂત! મેં એવું ક્યારેય સાંભળ્યું નથી કે અમારા વંશનો કોઈ પણ વીર ક્યારેય રણભૂમિ છોડીને પાછો ગયો હોય! આ કલંકનો ચાંલ્લો તો માત્ર મારા જ કપાળમાં યયો! ખરેખર સૂત! તું કાયર છે, નપુંસક છે. | ૨૯ 11 બતાવ તો ખરો કે હવે હું મારા પિતાશ્રી અને કાકા શ્રીબલરામજીની સામે જઈને શું કહીશ? હવે તો બધા લોકો એ જ કહેશે કે યુદ્ધમાંથી નાસી ગયો? તેમના પૂછવાથી હું શો બચાવ કરી શકીશ? 1! ૩૦ ।| મારી ભાભીઓ હસી-હસીને મને સ્પષ્ટ રીતે પૂછશે કે “કહો વીર! તમે નપુંસક કઈ રીતે થઈ ગયા? શત્રુઓએ તમને યુદ્ધમાં નૌચું કઈ રીતે દેખાડ્યું?’ સૂત! ખરેખર તમે મને રણભૂમિથી હટાવીને અક્ષમ્ય અપરાધ કર્યો છે!’ | ૩૧ || ૧. લોકત્રયન ! ગુર્ભા । ૩, પ્રાપ્તકલપાત્‌ 512 શ્રીમદભાગવત [અ૦ ૦૭ યારફિરૂવચ’ ધર્મ વિજાનતાડડ્યુષ્મન્‌ કૃતમેતન્મયા વિભો ! સૂતઃ કૃચ્છ્ગતં રક્ષેદ્‌ રથિનં સારથિ રથી | ૩૨॥ એતદ્‌ વિદિત્વા તુ ભવાન્‌ મયાપોવાહિતો રજ્ઞાત્‌ | ઉપસૃષ્ટઃ પરેણેતિ મૂર્ચ્છિતો ગદયા હતઃ | ૩૩॥ સારથિએ કહ્યું - આયુષ્યમાન્‌! મેં જે કંઈ કર્યું છે, સારથિનો ધર્મ સમજીને જ કર્યું છે. મારા સમર્થ સ્વામી! યુદ્ધનો એવો ધર્મ છે કે, સંકટ ઉપસ્થિત થાય ત્યારે સારથિ રથીની રક્ષા કરી લે અને રથી સારથિની. ૩૨ ॥ આ ધર્મને સમજીને જ મેં આપને રણ્ભૂમિથી હટાવ્યા છે. શત્રુએ તમારા ઉપર ગદાનો પ્રહાર કર્યો હતો, તેનાથી આપ મૂર્છિત થઈ ગયા હતા, મોટા સંકટમાં હતા, તેથી મારે આમ કરવું પડ્યું. 1૩૩ ॥ ક્— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે૨ ઉત્તરાર્ધ શાલ્વયુદ્ધ ષટ્સપ્તતિતમોડધ્યાયઃ ॥ ૭૬ | દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ચત શાલ્વ સાથેના યુદ્ધમાંનો છોત્તેરમો અધ્યાય સમાપ્ત.