Śrīmad Bhāgavatam

ી શ્રીકૃષ્ણ દ્વારા સુદામાજીનું સ્વાગત ચજોવચ ભગવન્‌ યાનિ ચાન્યાનિ મુકુન્દસ્ય મહાત્મનઃ | વીર્યાણ્યનન્તવીર્યસ્ય શ્રોતુમિચ્છામિ હે પ્રભો ॥ ૧॥ કો નુ શ્રુત્

સુદામાજીને એશ્ચર્યની પ્રાપ્તિ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

એસીમો અધ્યાય ી શ્રીકૃષ્ણ દ્વારા સુદામાજીનું સ્વાગત ચજોવચ ભગવન્‌ યાનિ ચાન્યાનિ મુકુન્દસ્ય મહાત્મનઃ | વીર્યાણ્યનન્તવીર્યસ્ય શ્રોતુમિચ્છામિ હે પ્રભો ॥ ૧॥ કો નુ શ્રુત્વાડસકૃદ્્‌’ બ્રહ્મશુત્તમશ્લોકસત્કથાઃ વિરમેત વિશેષજ્ઞો વિષણ્ણઃ કામમાર્ગણૈઃ | ૨॥ સા વાગ્‌ યયા તસ્ય ગુણાન્‌ ગૃણીતે કરૌ ચ ત્રર્મકરૌ વસન્તં સ્થિરજડ્મેષુ શ્રૂણોતિ તત્પુણ્યથાઃ સ કર્ણઃ ॥૩॥ મનશ્ચ | સ્મરેદ્‌ શિરસ્તુ તસ્યોભયલિદ્નમાનમેત્ચે તદેવ યત્‌ પશ્યતિ તદ્વિ ચક્ષુઃ | અદ્નાનિ વિષ્ણોરથ તજજનાનાં પાદોદર્ક યાનિ ભજત્તિ નિત્યમ્‌ ૪॥ સૂત ઉવાચ વિષ્ણુરાતેન સમ્પૃષ્ટો ભગવાન્‌ બાદરાયણિઃ | વાસુદેવે ભગવતિ નિમગ્નહૃદયોડબ્રવીત્‌ | ૫॥ શીછુક 6૧૨ કૃષ્ણસ્યાસીત્‌ સખા કશ્ચિદ્‌ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ | વિરક્ત ઇત્્રિયાર્થેષુ પ્રશાન્તાત્મા જિતેન્દ્રિયઃ | ૬॥ યદદચ્છયોપપન્નેન વર્તમાનો ગૃહાશ્રમી | તસ્ય ભાર્યા કુચૈલસ્ય* ક્ષુત્ક્ષામા ચ તથાવિધા ॥ ૭॥ રાજા પરીક્ષિતે પૂછ્યું - ભગવન્‌! પ્રેમ અને મુક્તિદાતા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણની શક્તિ અનંત છે. તેથી તેમની મધુર અને એશ્ચર્યથી ભરપૂર લીલાઓ પદ્ય અનંત છે. હવે તેમની બીજી લીલાઓ, જેમનું વર્ણન હજી સુધી આપે કર્યું નથી, તે સાંભળવાની મારી ઇચ્છા છે. ॥૧ ॥ બ્રહ્મન્‌! આ જીવ વિષય-સુખને શોધતાં-શોધતાં અત્યંત દુઃખી થઈ ગયો છે. તે વિષય-સુખો બાણની જેમ તેના ચિત્તને વ્યથિત કરતાં રહે છે. આવી સ્થિતિમાં એવો કોણ રસિક - રસને વિશેષરૂપે જાણનાર પુરુષ હશે, જે વારંવાર પવિત્રકીર્તિ ભગવાન શ્રીકૃષ્ણની મંગલમયી લીલાઓનું શ્રવણ કરીને પણ તેનાથી તૃપ્ત થઈ જશે. || ર || જે વાણી ભગવાનના ગુણાનુવાદ કરે છે, તે જ સાચી વાણી છે. તે જ સાચા હાથ છે, જે ભગવાનની સેવાનું કામ કરે છે. તે જ સાચું મન છે, જે ચરાચર પ્રાણીઓમાં વસનારા ભગવાનનું સ્મરણ કરતું રહે અને તે જ કાન વાસ્તવમાં કાન કહેવા યોગ્ય છે, જે ભગવાનની પુણ્ય-પવિત્ર કથાઓનું શ્રવણ કરે. છે.1૩॥ તે મસ્તક, મસ્તક છે જે ચરાચર જગતને ભગવાનની ચલ-અચલ પ્રતિમા સમજીને નમસ્કાર કરે છે; અને જે સર્વત્ર ભગવદ્દવિગ્રહનું દર્શન કરે છે તે જ સાચાં નેત્ર છે. શરીરનાં જે અંગો ભગવાન અને તેમના ભક્તોના ચરણોદકનું સેવન કરે છે, તે જ અંગ વાસ્તવમાં અંગ છે; સાચું પૂછો તો તેમનું હોવું જ સકળ છે. ॥ ૪ | સૂતજી કહે છે - શૌનકાદિ ત્રદપિઓ! જ્યારે રાજા પરીક્ષિતે આ પ્રમાણે પ્રશ્ન કર્યો, ત્યારે ભગવાન શુકદેવજીનું. હૃદય ભગવાન શ્રીકૃષ્ણમાં તલ્લીન થઈ ગયું. તેમણે પરીક્ષિત રજાને આ પ્રમાણે કહ્યું- ॥૫ ॥ શ્રીશુકદેવજીએ કહ્યું - પરીક્ષિત! એક બ્રાહ્મણદેવ ભગવાન શ્રીકૃષ્ણના પરમમિત્ર હતા. તેઓ બહુ બ્રહ્મજ્ઞાની, વિષયોથી વિરક્ત, શાંતચિત્ત અને જિતેન્દ્રિય હતા. || ૬ || તેઓ ગૃહસ્થ હોવા છતાં પણ કોઈ પ્રકારનો સંગ્રહ-પરિગ્રહ ન કરીને પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળી જાય, તેમાં જ સંતુષ્ટ રહેતા હતા. તેમનાં વસ્ત્ર જૂનાં અને ફાટેલાં હતાં. તેમનાં પત્નીની પણ એ જ દશા હતી. તે પણ પોતાના પતિની જેમ જ ભૂખથી દુર્બળ થઈ ગયાં હતાં. | ૭ || ૧. મુહુર્બલન | ૨. તલિદ્રમાનં તદેવ ! ૩. કુચૈલા ચ ! અ૦૮૦] દસમો સ્કન્ધ 525 પતિવ્રતા પર્તિ પ્રાહ મ્લાયતા વદનેન સા | દરિદ્રા સીદમાના સા વેપમાનાડભિગમ્ય ચ ॥૮॥ નનુ બ્રહ્મન્‌ ભગવતઃ સખા સાક્ષાચ્છિયઃ પતિઃ | બ્રહ્મણ્યશ્ચ શરણ્યશ્ ભગવાન્‌: સાત્વતર્ષભઃ ॥ ૯॥ તમુપૈહિ મહાભાગ સાધૂનાં ચ પરાયણમ્‌ | દાસ્યતિ દ્રવિણં ભૂરિ સીદતે તે કુટુમ્બિને ॥ ૧૦॥ આસ્તેડધુના દ્વારવત્યાં ભોજવૃષ્હ્યન્ધકેશ્વરઃ | સ્મરતઃ પાદકમલમાત્માતમપિ યચ્છતિ | કિં ન્વર્થકામાન્‌ ભજતો નાત્યભીષ્ટાગ્જગદ્ગુરુઃ || ૧૧॥ સ એવં ભાર્યયા વિપ્રો બહુશઃ પ્રાર્થિતો મૃદુ ! અયં હિ પરમો લાભ ઉત્તમશ્લોકદર્શનમ્‌ ॥ ૧૨॥ ઇતિ સગ્યિન્ય મનસા ગમનાય મતિં દધે | અપ્યસ્ત્યુપાયનં કિગ્ચિદ્ગૃહે કલ્યાણિ દીયતામ્‌ ॥ ૧૩॥ યાચિત્વા ચતુરો મુષ્ટીન્‌ વિપ્રાન્‌ પૃથુકતણ્ડુલાન્‌ | ચૈલખણ્ડેન તાન્‌ બદ્ધવા ભર્ત્રે પ્રાદાદુપાયનમ્‌ ॥ ૧૪॥ સ તાનાદાય વિપ્રાગ્રયઃ પ્રયયૌ દ્વારકાં કિલ । કૃષ્ણસન્દર્શનં મહ્યં કથં સ્યાદિતિ ચિન્તયન્‌ ॥ ૧૫॥ ત્રીણિપ ગુલ્માન્યતીયાય તિસ્ઃ કક્ષાશ્ચ સદ્ધિજઃ | વિપ્રોડગમ્યાન્ધકવૃષ્ણીનાં ગૃહેષ્વચ્યુતધર્મિણામ્‌ । ૧૬॥ ગૃહં દ્વયષ્ટસહસ્રાણાં મહિષીણાં હરેર્ડિજઃ | વિવેશૈકતમં શ્રીમદ્‌ બ્રહ્માનન્દં ગતો યથા 1 ૧૭॥ એક દિવસ તે દરિદ્રતાની પ્રતિમૂર્તિ એવી પતિવ્રતા સ્રી ભૂખને લીધે દુઃખી થઈને પતિ પાસે જઈને સુકાતાં મુખથી બોલી - 1૮ || “ભગવન્‌! સાક્ષાત્‌ લક્ષ્મીપતિ ભગવાન શ્રીકૃષ્ણ આપના મિત્ર છે. તેઓ બ્રાહ્મણોના ભક્ત, શરણે આવેલાનું રક્ષણ કરવાવાળા છે. તેઓ ભક્તોની ઇચ્છા પૂરી કરવામાં કલ્પતરુ જેવા છે. 1૯ || પરમ ભાગ્યશાળી આર્યપુત્ર ! તેઓ સાધુ-સંતોના, સત્પુરુષોના એકમાત્ર આશ્રય છે. તમે તેમની પાસે જાઓ. જ્યારે તેઓ જાણશે કે તમે ગૃહસ્થી છો અને અન્ન વિના દુઃખી થઈ રહ્યા છો તો તેઓ તમને ઘણું ધન આપશે. || ૧૦ || આજકાલ તેઓ ભોજ, વૃષ્જ્ધિ અને અંધકવંશી યાદવોના સ્વામી તરીકે દ્વારકામાં નિવાસ કરે છે અને તેઓ એટલા ઉદાર છે કે જે તેમનાં ચરણકમળોનું સ્મરણ કરે છે, તે પ્રેમી ભક્તને તેઓ પોતાની જાત સુધ્ધાં દાનમાં આપી દે છે. આવી સ્થિતિમાં જગદગુરુ ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ભક્તને જો કદાચ અતિ તુચ્છ એવું ધન અને વિષયસુખ (ન ચાહવા છતાં) આપે તેમાં શું. આશ્ચર્યની વાત છે.’ 1૧૧ | આ પ્રમાણે જ્યારે તે બ્રાહ્મણપત્નીએ પોતાના પતિદેવને વારંવાર બહુ જ નમ્રતાપૂર્વક પ્રાર્થના કરી, ત્યારે તેમણે વિચાર્યું કે, “ધનની તો વાત જ નથી, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન થશે, એ તો જીવનનો બહુ મોટો લાભ છે.’ || ૧૨ || આવો વિચાર કરીને તેમણે દ્વારકા જવાનો નિશ્ચય કર્યો અને પોતાની પત્નીને કહ્યું - “કલ્યાણી! ઘરમાં કાંઈક ભેટ આપવા જેવી કોઈ વસ્તુ છે? જો હોય તો આપી દો.’ ।। ૧૩ ॥ ત્યારે તે બ્રાહ્મરણીએ આજુ-બાજુના બ્રાહ્મણોના કેટલાક ઘરેથી ચાર મુક્રી પૌવા માગીને એક કપડામાં બાંધીને ભગવાનને ભેટ આપવા માટે પોતાના પતિદેવને આપી દીધા. | ૧૪ ॥ ત્યાર’ પછી તે બ્રાહ્મણદેવ તે પૌવા લઈને દ્વારકા જવા રવાના થઈ ગયા. તેઓ રસ્તામાં એવું વિચારતા હતા કે, ‘મને ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કેવી રીતે થશે?’ ।। ૧૫ ॥ પરીક્ષિત! દ્વારકામાં પહોંચ્યા પછી તે બ્રાહ્મણદેવ બીજા બ્રાહ્મણોની સાથે સૈનિકોની ત્રણ છાવણીઓ અને ત્રણ દરવાજા પાર કરીને ભગવદ્દર્મનું પાલન કરવાવાળા અંધક અને વૃષ્જિવંશી યાદવોના મહેલોમાં (જ્યાં પહોંચવું અત્યંત કઠણ છે) પહોંચ્યા. |! ૧૬ ।। તેની વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણની સોળ હજાર રાણીઓના મહેલ હતા. તેમાંથી એકમાં તે. બ્રાહ્મલરદેવે પ્રવેશ કર્યો. તે મહેલ બહુ સજાવેલો અને સુંદર હતો. તેમાં પ્રવેશ કરતાં તેમને એવું લાગ્યું કે, જાણે તેઓ બ્રહ્માનંદના સમુદ્રમાં ડૂબી ગયા હોય! 11૧૭ ॥| ૧. ગુલ્માનિ ત્રીલ્યતીયાય ! ક્ટ શ્રીમદભાગવત [અ૦૮૦ તંવિલોક્યાચ્યુતો દૂરાત્‌ પ્રિયાપર્યક્રમાસ્થિતઃ૧ । સહસોત્થાય ચાભ્યેત્ય દોર્ભ્યા પર્યગ્રહીન્મુદા ॥ ૧૮॥ સખ્યુઃ પ્રિયસ્ય વિપ્રર્ષેરદ્નસક્નાતિનિર્વૃતઃ | પ્રીતો વ્યમુગ્ચદબ્બિન્દ્ન્‌ નેત્રાભ્યાં પુષ્કરેક્ષણઃ || ૧૯॥ અથોપવેશ્ય પર્યફરે સ્વયં સખ્યુઃ સમર્હણમ્‌ ઉપહત્યાવનિજ્યાસ્ય પાદૌ પાદાવનેજનીઃ ॥ ૨૦॥ અગ્રહીચ્છિરસા રાજન્‌ ભગર્વાલ્લોકપાવનઃ 1! વ્યલિમ્પદ્‌ દિવ્યગન્ધેન ચન્દનાગુસુકુડકુમૈઃ ॥ ૨૧॥ ધૂપૈ: સુરભિભિર્મિત્રં પ્રદીપાવલિભિર્મુદા ! અર્ચિત્વાડડવેદ્ય તામ્બૂલં ગાં ચ સ્વાગતમબ્રવીત્‌ | ર૨ ડુચૈલં મલિન ક્ષામં હ્રિજે ધમનિસન્તતમ્‌ | દેવી પર્યચરત્‌ સાક્ષાચ્ચામરવ્યજનેન વૈ | ૨૩॥ અન્તઃપુરજનો દંષ્ટ્વા કૃષ્ણેનામલકીર્તિના | વિસ્મિતોડભૂદતિપ્રીત્યા અવધૂતં સભાજિતમ્‌ | ૨૪॥ કિમનેન કૃતં પુણ્યમવધૂતેન ભિક્ષુજ્ઞા | શ્રિયા હીનેન લોકેડસ્મિન્‌ ગર્હિતેનાધમેન ચ || ર૫॥ યોડસૌ ત્રિલોકગુરુણા શ્રીનિવાસેન સમ્ભૃતઃ | પર્યકસ્થાં શ્રિયં હિત્વા પરિષ્વક્તોડગ્રજો યથા ॥ ૨૬॥ કથયાગ્ચક્રતુર્ગાથાઃ પૂર્વા ગુરુકુલે સતોઃ | આત્મનો લલિતા રાજન્‌ કરૌ ગૃહ્ય પરસ્પરમ્‌ | ૨૭ તે વખતે ભગવાન શ્રીકૃષ્ણ પોતાનાં પ્રાણપ્રિયા સક્મિણીજીના પલંગ પર બિરાજેલા હતા. બ્રાહ્મભદેવને દૂરથી જ આવતા જોઈને તેઓ એકદમ ઊભા થઈ ગયા અને તેમની પાસે આવીને બહુ આનંદથી તેમને પોતાના ભુજપાશમાં જકડી લીધા. || ૧૮ |! પરીક્ષિત! પરમાનંદસ્વરૂપ ભગવાન પોતાના પ્રિય સખા બ્રાહ્મણદેવના અંગ-સ્પર્શથી અત્યંત આનંદિત થઈ ગયા. તેમનાં કમળ જેવાં કોમળ નેત્રોમાં પ્રેમાશ્રુ વરસવા લાગ્યાં. | ૧૯ || પરીક્ષિત! થોડા સમય પછી ભગવાન શ્રીકૃષ્ણે તેમને લઈ જઈને પોતાના પલંગ પર બેસાડથા-અને સ્વયં પૂજનની સામગ્રી લાવીને તેમની પૂજા કરી. પ્રિધ પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ સર્વને પવિત્ર કરવાવાળા છે; તેમ છતાં તેમણે પોતાના હાયે બ્રાહ્મણદેવના પગ પખાળીને તેમનું ચરણોદક પોતાના મસ્તક પર ધારણ ક્યું અને તેમના શરીરમાં ચન્દન, અગર, કેસર વગેરે દિવ્ય ગન્ધોનો લેષ કર્યો. 1! ૨૦-૨૧ !! પછી તેમણે બહુ આનંદથી સુગન્ધિત ધૂપ અને દીપથી મિત્રની આરતી ઉતારી. આ ગ્રમાણે પૂજા કરીને પાન અને ગાયનું દાન આપીને મધુર વાશ્ીથી ‘ભલે પધાર્યા’ કહીને તેમનું સ્વાગત કર્યું. | ૨૨ || બ્રાબ્મણદેવનાં વસ્ત્રો જૂનાં અને ફાટેલાં હતાં. શરીર અત્યંત મલિન અને દુર્બળ હતું. શરીરની બધી નસો દેખાતી હતી.. સ્વયં ભગવતી સુક્મિણીજી ચામર ઢોળીને તેમની સેવા કરવા લાગ્યાં. | ર૩ !| અંતઃપુરની સ્ત્રીઓને આ જોઈને ખૂબ આ્ચર્ય થયું કે પવિત્રકીર્તિ ભગવાન શ્રીકૃષ્ણ અતિશય પ્રેમથી આ મેલા-ધેલા અવધૂત બ્રાહ્મણની પૂજા કરી રહ્યા છે.॥૨૪ || તેઓ પરસ્પર કહેવા લાગી — “આ દિગંબર જેવા, નિર્ધન, નિન્દનીય અને તુચ્છ ભિખારીએ એવા કયાં પુશ્ય કર્યા હશે, જેથી ત્રિલોકના ગુરુ, શ્રીનિવાસ શ્રીકૃષ્ણ, સ્વયં તેમનો આટલો આદર-સત્કાર કરી રહ્યા છે. જુઓ તો ખરાં, પોતાના પલંગ પર તેમની સેવા કરી રહેલાં સ્વયં લક્મીરૂપ રુકિમિણીજીને છોડીને આ બ્રાહ્મણને પોતાના મોટાભાઈ બલરામજીની જેમ હદયે ચાંપી રહ્યા છે.’ ॥ ૨૫- ૨૬ || પ્રિધ પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ અને તે બ્રાહ્મણ બન્ને એક-બીજાનો હાથ પકડીને પોતાના પૂર્વ-જીવનની તે આનંદદાયક ઘટનાઓનું સ્મરણ અને વર્ણન કરવા લાગ્યા, જે ગુરુકુળમાં વિધાભ્યાસ સમયે ઘટી હતી. | ૨૭ || ૧. ત્માશ્રિતઃ | અ૦૮૦] દસમો સ્કન્ધ 527 શ્ીભગવજનુવ/ય અપિ બ્રહ્મન્‌ ગુરુકુલાદ્‌ ભવતા લબ્ધદક્ષિણાત્‌ | સમાવૃત્તેન ધર્મજ્ઞ ભાર્યોઢા સદેશી ત વા |૨૮॥ પ્રાયો ગૃહેષુ તે ચિત્તમકામવિહતં* તથા! નૈવાતિપ્રીયસે વિદ્ધન્‌ ધનેષુ વિદિત [હે મે ॥ ર૯॥ કેચિત્‌ કુર્વન્તિ કર્માણિ કામૈરહતચેતસઃ | ત્યજન્તઃ પ્રકૃતીર્દેવીર્યથાડહં લોકસડગ્રહમ્‌ ॥૩૦॥ કચ્ચિદ ગુસ્કુલે વાસ બ્રહ્મન્‌ સ્મરસિ નૌ યતઃ | દ્વિજો વિજ્ઞાય વિશેયં તમસઃ પારમશ્નુતે 1૩૧॥ સ વૈ સત્કર્મણાં સાક્ષાદ્‌ દ્વિજાતેરિહ સમ્ભવઃ । આઘોડક્ યત્રાશ્રમિણાં યથાડહં જ્ઞાનદો ગુરુઃ ॥ ૩૨॥ નન્વર્થકોવિદા બ્રહ્મન્‌ વર્ણાશ્રમવતામિહ । યે મયા ગુરુણ્ા વાચા તરન્ત્યગ્જો ભવાર્ણવમ્‌ | ૩૩॥ નાહમિજ્યાપ્રજાતિભ્યાં તપસોપશમેન વા | તુષ્યેયં સર્વભૂતાત્મા ગુરુશુશ્રૂષયા યથા || ૩૪॥ અપિ નઃ સ્મર્યતે બ્રહ્મન્‌ વૃત્ત નિવસતાં ગુરૌ । ગુરુદ્વારેશ્ોદિતાનામિન્ધનાનયને ક્વચિત્‌ | ૩૫॥ પ્રવિષ્ટાનાં મહારણ્યમપર્તા સુમહંદ્‌ દ્વિજ | વાતવર્ષમભૂત્તીત્રં નિષ્ઠુરાઃ સ્તનયિત્નવઃ | ૩૬॥ સૂર્યશ્ચાસ્તં ગતસ્તાવત્‌ તમસા ચાવૃતા દિશઃ | નિમ્નં કૂલ જલમયં ન પ્રાજ્ઞાયત કિગ્ચન || ૩૭ દ્વ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું — ધર્મના મર્મજ બ્રાહ્મણદેવ! ગુરુદક્ષિજ્ઞા આપીને જ્યારે ગુરુકુળમાંથી પાછા આવ્યા પછી તમે તમારા યોગ્ય સ્ત્રી સાથે લગ્ન કર્યા કે નહીં? ॥ ૨૮ ॥ હું જાણું છું કે તમે ગૃહસ્થી હોવા છતાં પણ તમારું ચિત્ત પ્રાયઃ વિષય-ભોગોમાં આસક્ત નથી. વિદ્વાન! મને એ પણ ખબર છે કે ધન વગેરેમાં પણ તમને કોઈ પ્રેમ નથી.॥ ૨૯ સાચા જ્ઞાની લોકો એવા હોય છે, જે ભગવાનની માયારચિત વિષય-સંબંધી વાસનાઓનો પરિત્યાગ કરી દે છે અને ચિત્તમાં વિષયોની સ્હેજ પણ વાસના ત હોવા છતાં પણ મારી જેમ માત્ર લોકસંગ્રહ માટે જ કર્મ કરે છે. 1૩૦ ॥ બ્રાહ્મણશ્રેષ્ઠ! શું તમને તે સમયની વાત યાદ છે, જ્યારે આપણે બન્ને એક સાથે ગુરુકુળમાં રહેતા હતા. ખરેખર ગુરુકુળમાં જ દિજ બનેલા દ્વિજપુત્રને જાણવા યોગ્ય વસ્તુનું જ્ઞાન થાય છે, જેના દ્વારા તેઓ અજ્ઞાનરૂપી અંધકારથી પાર થઈ જાય છે. !! ૩૧ ||[મિત્ર! આ સંસારમાં શરીરનું કારણ જન્મદાતા પિતા પ્રથમ ગુરુ છે. ત્યાર પછી ઉપનયન-સંસ્કાર કરીને સત્કર્મોનું શિક્ષણ આપનાર બીજો ગુરુ છે. તે મારા જેવા જ (ભગવાન જેવા) પૂજ્ય છે. ત્યાર પછી શાનોપદેશ કરીને પરમાત્માની પ્રાપ્તિ કરાવનાર ગુરુ તો મારું સ્વરૂપ જ છે. આ સંસારમાં માનવના ત્રણ ગુરુ હોય છે, ॥ ૩૨ ॥ મારા પ્રિય મિત્ર! ગુરુના સ્વરૂપમાં સ્વર્ષ હું છું, આ સંસારમાં વર્ણાશ્રમીઓમાં જે લોકો પોતાના ગુરુદેવના ઉપદેશ પ્રમાણે અનાયાસે જ ભવસાગર પાર કરી જાય છે, તેઓ પોતાના સ્વાર્થ અને પરમાર્થને સારી રીતે જાણવાવાળા છે. ॥ ૩૩ ॥ પ્રિય મિત્ર! હું સર્વનો આત્મા છું, બધાના હૃદયમાં અંતર્યામીરૂપે રહું છું. હું ગૃહસ્થ ધર્મના પાંચ મહાયજ્ઞોથી, બ્રહ્મચારીના ધર્મ ઉપનયન-વેદાધ્યયન આદિથી, * વાનપ્રસ્થીના ધર્મ તપસ્યાથી અને બધાથી ઉપરત થઈ જવું. એવા સંન્યાસધર્મથી પણ એટલો સંતુષ્ટ નથી થતો, જેટલો ગુરુદેવની સેવા-શુશ્રૂપાથી સંતુષ્ટ થાઉં છું. | ૩૪ || બ્રહ્મન્‌! જે સમયે આપણે ગુરુકુળમાં રહેતા હતા, ત્યારે તમને યાદ છે? આપણ્ઞાં ગુરુપત્નીએ લાકડાં લાવવા માટે આપણને જંગલમાં મોકલ્યા હતા. !| ૩૫ ॥। તે સમથે આપણે એક ભયંકર જંગલમાં ગયેલા હતા અને ગ્હતુ વિના જ બહુ ભારે આંધી અને વરસાદ આવી ગયો. આકાશમાં વીજળીના કડાકા થતા હતા. 1! ૩૬ |! ત્યારે તો સૂર્યાસ્ત પણ થઈ ગયો, અને ચારે બાજુ અંધારું જ અંધારું ફેલાઈ ગયું. ધરતી પર એટલું પાણી ભરાઈ ગયું કે ક્યાં જમીન છે અને ક્યાં ખાડો છે તે દેખાતું ન હતું. 1૩૭ |! ૧. ક્કામાનિરતં તદા | “કટક. શ્રીમદભાગવત [અ૦૮૦ વયં ભૃશં તત્ર મહાનિલામ્બુભિ- ર્નિંહન્યમાના મુુરમ્બુસમ્પ્લવે | દિશોડવિદન્તોડથ પરસ્પરં વને ગૃહીતહસ્તાઃ પરિબભ્રિમાતુરાઃ | ૩૮॥ એતદ્‌ વિદિત્વા ઉદિતે રવૌ સાન્દીપનિર્ગુરુઃ | અન્વેષમાણો તઃ શિષ્યાનાચાર્યોડપશ્યદાતુરાન્‌ | ૩૯॥ અહો હે પુત્રકા યૂયમસ્મદર્થેડતિદુચખિતાઃ | આત્માવૈપ્રાણિનાં ‘પ્રેષ્ઠસ્તમનાદંત્ય મત્યરાઃ | ૪૦॥ એતદેવ હિ સચ્છિષ્યૈઃ કર્તવ્યં ગુરુનિષ્કૃતમ્‌ ! યદ્‌ વૈ વિશુદ્ધભાવેન સર્વાર્થાત્માર્પણં ગુરૌ ॥ ૪૧॥ તુષ્ટોડહં ભો દિજશ્રેષ્ઠાઃ સત્યાઃ સન્નુ પનોરથાઃ ! ઇન્દાંસ્યયાતયામાનિ ભવન્ત્વિહ પસત્ર ચ ॥૪૨॥ ઇત્થવિધાન્યનેકાનિ વસતાં ગુરુવેશ્મસુચે | ગુરોરનુગ્રહેશૈવ પુમાન્‌ પૂર્ણઃ પ્રશાન્તયે ॥ ૪૩॥ શ્રાહ્ર્ન ઉર કિમસ્માભિરનિર્વૃત્તં દેવદેવ જગદગુરો | ભવતા સત્યકામેન યેષાં વાસો ગુરાવભૂત્‌ ॥ ૪૪॥ યસ્થ ચ્છન્દોમયં બ્રહ્મ દેહ આવપનં વિભો* । શ્રેયસાં તસ્ય ગુરુષુ વાસોડત્યન્તવિડમ્બનમ્‌ ॥ ૪૫॥ તે વરસાદ જાણે એક પ્રકારનો પ્રલલ ન હોય એવો હતો. આંધીની થપાટો અને પાણીની ધારાઓથી આપણને ભારે મુશ્કેલી પડી, દિશાનું જ્ઞાન રહ્યું નહીં. આપણે બહુ જ દયનીય સ્થિતિમાં મુકાઈ ગયા અને એકબીજાનો હાથ પકડીને જંગલમાં આમ-તેમ ભટકતા રહ્યા. || ૩૮ | જ્યારે. આપણ્રા ગુરુદેવ સાન્દીપનિ મુનિને આ વાતની ખબર પડી, ત્યારે સુર્યોદથ થતાં તેઓ આપણને શોધવા માટે આવ્યા; ત્યારે તેમણે આપણને બહુ જ કષ્ટદાયી સ્થિતિમાં જોયા. ॥ ૩૯ ॥ તેમણે કહ્યું — ‘આશર્ય છે, આશ્ચર્ય છે! પુત્રો! તમે અમારા માટે બહુ કષ્ટ વેઠ્યું. બધા પ્રાણીઓને પોતાનું શરીર સર્વાધિક પ્રિય હોય છે; પરંતુ તમે બન્ને તેની પણ પરવા ન કરીને અમારી સેવા કરતા રહ્યા. | ૪૦ |! ગુરુત્ઘણથી મુક્ત થવા માટે સત્‌-શિષ્યોનું એટલું જ કર્તવ્ય છે કે તેઓ વિશુદ્ધ ભાવથી પોતાનું સર્વસ્વ અને શરીર પણ ગુરુની સેવામાં સમર્ષિત કરી દે. ॥ ૪૧ । હિજશ્રેષ્ઠો! હું તમારાથી અત્યંત પ્રસન્ન છું. તમારા સર્વ મનોરથો, સઘળી અભિલાપાઓ પૂર્ણ થાઓ અને તમે મારી પાસેથી જે વેદાધ્યયન કર્યું છે, તે તમને હંમેશાં કંઠસ્થ રહો તથા તે આ લોક અને પરલોકમાં ક્યાંય પણ નિષ્ફળ ન થાઓ.’ ।। ૪ર ॥ પ્રિય મિત્ર! જ્યારે આપશ્રા ગુરુકુળમાં નિવાસ કરતા હતા, આપણા જીવનમાં આવા-આવા અનેક પ્રસંગો બન્યા હતા. એમાં તો શંકા નથી કે, ગુરુદેવની કૃપાથી જ મનુષ્ય શાંતિનો અષિકારી બનીને પૂર્ણતાને પ્રાપ્ત થાય છે. | ૪૩ | બ્રાહ્મણદેવે કહ્યું - દેવતાઓના આરાધ્યદેવ જગદ્ગુરુ શ્રીકૃષ્ણ ! ભલા, પૂર્ણકામ એવા આપની સાથે જેનો ગુરુકુળમાં વાસ હતો તેવા મારું હવે શું અપૂર્ણ રહ્યું હોય? (અર્થાત્‌ આપની સાથે રહીને હું કૃતાર્થ થઈ ગયો છું.) !! ૪૪ ॥ પ્રભુ! છન્દોમય વેદ ધર્મ, અર્થ, કામ, અને મોક્ષરૂપ ચતુર્વિધ પુરુષાર્થના મૂળ સોત છે, અને તે છે આપનો શ્રીવિગ્રહ.. તે જ આપ વેદાધ્યયન માટે ગુરુકુળમાં રહો, એ આપની મનુષ્ય-લીલાનો અભિનય નથી તો બીજું શું છે? || ૪૫ || કનક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાશે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે* ઉત્તરાર્ધ શ્રીદામચરિતેડશીતિતમોહધ્યાયઃ | ૮૦ ॥ દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત સુદામાચરિતમાંનો એંસીમો અધ્યાય સમાપ્ત.