ચૌદમો અધ્યાય ભક્તિયોગનો મહિમા તથા ધ્યાનવિધિનું વર્ણન ઉ#૧ ઉવાચ વદન્તિ કૃષ્ણ શ્રેયાંસિ બહૂનિ બ્રહ્મવાદિનઃ | તેષાં વિકલ્યપ્રાધાન્યમુતાહો એકમુખ્યતા || ૧।| ભવતોદાહૃતઃ સ્વામિત્ ભક્તિયોગોડનપેક્ષિતઃ 1 નિરસ્ય સર્વતઃ સન્નં વેન ત્વથ્યાવિશેન્મતતઃ ॥ ૨॥ ઉદ્ધવજીએ પૂછ્યું - હે શ્રીકૃષ્ા| બ્રહ્મવાદી મહાત્માઓએ આત્મકલ્યાજ્ઞ માટે ધ્યાન, યોગ, ભક્તિ, કર્મ, શાંખ્ય વગેરે અનેક સાધનો બતાવ્યાં છે. આ બધાં જ મુખ્ય છે કે તેમાં કોઈ એક જ મુખ્ય છે? [૧ || હે સ્વામી! આપે હમણાં ભક્તિયોગને નિરપેક્ષ અને સ્વતંત્ર સાધના કહ્યો છે. આપે કહ્યું કે, ભક્તિ દ્વારા બધા પ્રકારની આસક્તિ મટી જાય છે અને મન આપની સાથે જોડાઈને એકાકાર થઈ જાય છે. ૨ ॥ ૧. મ્તીયામ ! મેબ૧૪] અગિષારમો સંધ _ 675 કંભગવાનુવ૨ કાલેત નષ્ટા પ્રલયે વાણીયં વેદસગ્શિતા । મયાડડધૌ બ્રહ્મણે પ્રોક્તા ધર્મો યસ્યાં મદાત્મકઃ ॥ ૩॥ તેન પ્રોક્તા ચ પુત્રાય મનવે પૂર્જાય ક્ષા। તતો ભૃગ્વાદયોડગૃહ્રન્ સક બ્રહ્મમહર્ષયઃ ॥ ૪॥ તેભ્યઃ પિતૃભ્યસ્તત્પુત્રા દેવદાનવગુદ્યકાઃ | મનુષ્યાઃ સિદ્ધગન્ધર્વાઃ સવિદ્યાધરચારણાઃ || ૫॥ કિંદેવાઃ કિસ્રા નાગા રક્ષઃકિમ્પુરુષાદયઃ | બહ્ભચસ્તેષાં પ્રકૃતયો રજઃસત્ત્વતમો ભુવઃ ॥ ૬॥ યાભિર્ભ્તાનિ” ભિદ્યન્તે ભૂતાનાં મતયસ્તથા | યથાપ્રકૃતિ સર્વેષાં ચિત્રા વાચઃ સવન્તિ હિ | ૭!! એવં પ્રકૃતિવૈચિતર્યાદ્ ભિધન્તે મતયો નૃણામ્ ! પારમ્પર્યેણ કેષાગ્ચિતૂ પાખણ્મતયોડપરે | ૮॥ મન્માયામોહિતધિયઃ પુરુષાઃ પુરુષર્ષભ | શ્રેયો વદન્સ્યનેકાન્તં યથાકર્મ યથારુચિ |૯॥॥ ધર્ષમેકે યશશ્ચાન્યે કામં સત્યં દમં શમમ્ | અત્યે વદન્તિ સ્વાર્થ વાચ શૈશ્ચર્ય ત્યાગભોજનમ્ ॥ ૧૦|। કેચિદ્ યક્ષતપોદાનં વ્રતાનિ નિયમાન્ યમાન્ | આઘત્તવન્ત એવૈષાં લોકાઃ કર્મવિનિર્મિતાઃ | દુઃોદર્કાસ્તમોનિષ્ઠાઃ કુદ્રાનન્દાઃ શુચાર્પિતાઃ? ॥। ૧૧॥ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - પ્રિય ઉદ્વવ! આ વેદવાણી કાળના પ્રભાવથી પ્રલયના સમવે લુપ્ત થઈ ગઈ હતી, જ્યારે સૃષ્ટિનો સમય આવ્યો ત્યારે મેં મારા સંકલ્પથી જ વેદોનું જ્ઞાન બ્રહ્માને આપ્યું. વેદોમાં મારા ભાગવતધર્મનું જ નિરૂપણ થયું છે, ૩ ॥ બ્રહ્માએ પોતાના જ્યેષ્ઠપુત્ર સ્વાયંભુવ મનુને આ વેદોનું જ્ઞાન આપ્યું. તેમની પાસેથી પછી ભૃગુ વગેરે સાત બ્રહ્મ-મહર્ષિઓએ તે ગ્રહણ કર્યું. | ૪ ॥ તે સપ્ત-મહર્ષિઓ પાસેથી તેમના પુત્રોએ તથા અન્ય દેવો, દાનવો, ગુદ્યકો, મનુષ્યો, સિદ્ધો, ગન્ધર્વા, વિધાધરો, ચારણો, કિન્દેવ,* કિન્નરો,* નાગો, રાક્ષસો, કિમ્પુરુષો* વગેરે અનેક લોકોએ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું કે જેઓ સાત્વિક, રાજસ અને તામસ જુર્દા-જુદી પ્રકૃતિથી ઉત્પત્ન થયેલા છે. ૫-૬ ॥ તે બધાંની પ્રકૃતિ અને બુદ્ધિના ભેદથી પરસ્યર અનેક પ્રકારના ભેદ ઊભા થઈ ગયા, આ બધા ભેદ પરંપરામાં આવી જતાં થોડા જે પાખંડી હતા તેમણે પોતાના અલગ જ મતની કલ્પના કરી લીધી, | ૭ ॥ હે પુરુષશ્રેષ્ઠ ઉદ્ધવ! તે બધાની બુદ્ધિ મારી માયાને કારણે મોહગ્રસ્ત હોવાથી, જેવા કર્મમાં જેવી રુચિ થતી ગઈ, તેને જ શ્રેયનું સાધન બતાવવા લાગ્યા. || ૮ !! એમાં કેટલાક તો કર્મને તથા કોઈ કીર્તિને કલ્યાણનું, સાધન કહે છે, તો બીજા કેટલાક કામ, સત્ય, દમ અને શમ વગેરેને તથા કોઈક સ્વાર્થ અને ઔશ્ચર્યને શ્રેષનું સાધન ગજ્ઞાવે છે, કોઈ કોઈ ભોગોના ત્યાગને જ શ્રેયનું સાધન- કહે છે, [૯-૧૦ ॥ કોઈક વળી યજ્ઞ, દાન, વ્રત, તપ, યમ-નિયમ વેરેને શ્રેયનું સાધન કહે છે. પ્રિય ઉદ્ધવ! આ લોકોનાં આ બધાં કર્મો પ્રમાણે તેમને જે-જે લોકની પ્રાપ્તિ થાય છે, તે બધા તેમનાં કર્મોને આધારે જ છે અને અલ્પસુખવાળા છે. સુખનો સમય પૂરો થતાં જ તેમને તે લોકમાંથી હાંક કાઢવામાં આવે છે. તમોગુણથી આવૃત્ત હોવાને કારણે જ તેમને શોક-દુઃખ ભોગવવાં પડે છે. ૧૧ ॥ ૧. તાભિર્ભૂતાતિ | ૨, વૈ | ૩. શુચાર્દિતાઃ ।
- શ્રષ અને પસીનાની દુર્ગંધથી રહિત હોવાને કરણે જેમના વિષયમાં “આ દેવો છે કે મનુષ્ય’ એવો સંદેઠ થાય, તે દ્વીપાન્તરમાં રહેનારા મનુષ્ધ. ક મુખ તથા શરીરની આફૃતિર્ષા થોડા-થોડા મનુષ્ય જેવા પ્રાણી. ઇ કોડાન્યોડા પુરૂષ જેવા પ્રતીત યવાવાવા વાનર વગેરે. 676 શ્રીમદભાગવત [અ૦૧૪ મય્યર્પિતાત્મનઃ સભ્ય નિરપેક્ષસ્ય સર્વતઃ । મયાડડત્મના સુખં યત્તતુતઃ સ્યાદ્ વિષયાત્મનામ્ || ૧૨ | અકિગ્ચનસ્ય દાન્તસ્ય શાન્તસ્ય’ સમચેતસઃ | _ મયા સત્તુષ્ટમનસઃ સર્વાઃ સુખમયા દિશઃ | 1૩॥ ન પારમેષ્ઠ્યં ત મહેન્દ્રધિષ્ણ્યં ન સાર્વભૌમં ન રસાધિપત્યમ્ | ન યોગસિદ્રીરપુનર્ભવં વા મથ્યર્પિતાત્મેચ્છતિ મદ્ વિનાડન્યત્ || ૧૪॥ ત તથા મે પ્રિયતમ આત્મયોનિર્ન શકરઃ 1 નચ સુર્ષણો ન શ્રીર્નવાત્મા ચ યથા ભવાન્ ॥ ૧૫।! નિરપેક્ષ મુર્નિ શાન્ત નિર્વેરં સમદર્શનમ્ર । અનુવ્રજામ્યર્હ નિત્યં પૂયેવેત્યડધ્રિરેણુભિઃ ॥ ૧૬।! નિષ્કિગ્યના મથ્યનુરક્તચેતસઃ શાન્તા મહાન્તોડખિલજીવવત્સલાઃ । કાર્ધરનાલબ્ધધિયો જુષત્તિ યત્ તકૈરપેક્યં ત વિદુઃ સુખં મમ |૧૭॥ ભાધ્યમાનોકપિ મદ્ધક્તો વિષવેરજિતેન્દ્રિયઃ | પ્રાયઃ પ્રગલ્મયા ભક્ત્યા વિષયેર્નાભિભૂયતે ॥ ૧૮॥ હે મહાત્મા ઉદ્વવ! જેણે પોતાને સર્વ પ્રકારે મને. સમર્પિત કરી દીધો છે, જે બધી રીતે નિરપેક્ષ હોવાથી મારી સાથે જ રમબ્ર કરે છે ત્યારે તેને જે સુખ મળે છે તે વિષષી જીવોને કઈ રીતે મળી શકે? 1૧૨ ॥ જે અકિંચન છે, ઇન્દ્રિય-વિજથી છે, શાંત અને સમચિત્ત છે, મારામાં જ જે હંમેશાં સંતુષ્ટ રહે છે, એવા મારા ભક્તને માટે બધી દિશાઓ આનંદથી જ ભરેલી છે.॥૧૩॥ આવો મારો સંતોષી ભક્ત બ્રહ્માની પદવી હોય ચાહે ઇન્દ્રના સ્વર્ગનું આધિપત્ય, સમસ્ત પૃથ્વીનું કે ચાહે રસાતળનું રાજ્ય મળે - એવી કોઈ ઇચ્છા કરતો નથી. તેને ન તો યોગસિદ્ધિની ઇચ્છા ઉત્પન્ન થાય છે કે ન મોક્ષની, તે તો મને જ પૂર્ણરૂપે સમર્પિત થઈ ચૂક્યો છે. તેથી તેને મારા સિવાય બીજી કોઈ ઇચ્છા નથી. | ૧૪ | ઉદ્ધવ! મને તમારા જેવા પ્રેમીભક્ત જેટલા પ્રિયતમ છે તેટલા પ્રિય મારા પુત્ર બ્રહ્મા, આત્મા શંકર, સગાભાઈ બલરામજી, સ્વયં મારાં અર્ધાંગિની લક્ષ્મીજી અને મારો પોતાનો આત્મા પણ નથી. 1૧૫ || જેને કોઈ અપેક્ષા નથી, જે જગતના ચિંતનથી સદા ઉપરામ થઈને મારા જ મનન-ચિંતનમાં તલ્લીન રહે છે અને રાગ-દ્રેષ છોડીને સર્વમાં સમાન દષ્ટિ રાખે છે, તેવા મહાત્માની પાછળ-પાછળ હું નિરંતર એવું સમજીને ફર્યા કરું છું કે તેના ચરણોની રજ ઊડીને મારા ઉપર પડી જાય, જેથી મારામાં વસેલા બધા લોક પવિત્ર થઈ જાય.।।૧૬ || મારા અકિંચન ભક્તનું ચિત્ત સદા મારામાં જ પરોવાયેલું રહે છે. એવા તે મહાપુરુષો (ભક્તો) ઘણા જ શાંત સ્વભાવવાળા હોય છે. બધા જીવો પ્રતિ તેમનો હેતુરહિત આત્મભાવ રહે છે, કામનાઓથી તેમની બુદ્ધ દૂષિત થતી નથી. આવા પ્રકારના સંતો જે ભક્તિ દ્વારા પરમસુખનો અનુભવ કરે છે, તે સુખને અન્ય લોકો જાણી શક્તા નથી. 1૧૭ || 2(જો મારો ભક્ત જિતેન્દ્રિય ન થઈ શક્યો તો પણ મારા પ્રતિ વૃદ્ધે પામતી ભક્તિના પ્રભાવથી તેની વિષય- વાસના દૂર થતી જાય છે. તેને વિષયો ક્યારેક દબાવી દે છે તો પણ તે તેનાથી પ્રભાવિત નથી થતો. (કારણ કે હું તેની રક્ષા કરું છું.) | ૧૮ ॥ ૧. મુદ્ધ્ય | ર. સમર્શિનઃ | શે ૧૪] આંચિયારમો સ્કંધ 677 યથાગ્નિઃ સુસમૃદ્ધાર્ચિઃ કરોત્યેધાંસિ ભસ્મસાત્ ! તથા મદ્વિષયા ભક્તિરુદ્ધવૈનાંસિ કૃત્સ્નશઃ ॥ ૧૯॥ ન સાધયતિ માં યોગો’ ન સાડ્ખ્યં ધર્મઃ ઉદ્ધવ । ન સ્વાધ્યાયસ્તપસ્ત્યાગો યથા ભક્તિર્મમોર્જિતા ॥ ૨૦॥ ભક્ત્યાડહમેકયા ગ્રાહ્મઃ શ્રદ્ધાડડત્મા પ્રિઃ સતામ્ | ભક્તિઃ પુનાતિ મજ્ઞિષ્ઠા શ્રપાકાનપિ સમ્ભવાત્ ॥ ૨૧॥ ધર્મઃ સત્યદયોપેતો વિધા વા તપસાડન્વિતા | મદ્ધક્ત્યાડપેતમાત્માનં ન સમ્યક્ પ્રપુનાતિ હિ ॥ રર॥ કથં વિના રોમહર્ષ દ્રવતા ચેતસા વિના | વિનાડડનન્દાશ્રુકલયા શુધ્યેદ્ ભક્ત્યા વિનાડડશયઃ ॥ ૨૩॥ વાગ્ ગદ્ગદા દ્રવતે યસ્ય ચિત્ત રુદત્યભીક્ષ્ણં હસતિ ક્વચિચ્ચ | વિલજ્જ ઉદ્ગાયતિ નૃત્યતે ચ મદ્ધક્તિયુક્તો ભુવનં પુનાતિ ॥ ૨૪॥ યથાગ્નિના હેમ મલં જહાતિ ધ્માતં પુનઃ સ્વં ભજતે ચ રૂપમ્ । આત્મા ચ કર્માનુશયં વિધૂય મદ્ધક્તિયોગેન ભજત્યથો મામ્ ॥રપ॥ યથા યથાડડત્મા પરિમૃજ્યતેડસો મત્પુણ્યગાથાશ્રવણાભિધાનૈઃ 1 તથા તથા પશ્યતિ વસ્તુ? સૂક્મ ચકુર્યથૈવાગ્જનસમ્પ્રયુક્તમ્ ॥ર૨૬॥ વિષયાન્ ધ્યાયતશ્ચિત્તં વિષયેષુ વિષજ્જતે । મામનુસ્મરતશ્ચિત્ત મય્યેવ પ્રવિલીયતે [| ૨૭॥ જેમ પ્રચંડ અગ્નિ બધાં લાકડાંને બાળીને ભસ્મ કરી દે છે, તે જ પ્રમાલ્ે મારી ભક્તિ પણ સઘળા પાપસમૂહોને નિઃશેષ ભસ્મ કરી નાખે છે. 1૧૯ || હે’ ઉદ્ધવ! મારા સ્વરૂપમાં વિકસેલી મારી ભક્તિ મને જેટલા પ્રમાણમાં પોતાનો બનાવે છે તેટલા પ્રમાણમાં યોગશક્તિ, સાંખ્ય, તત્વજ્ઞાન, વૈદિકધર્મ, વેદાભ્યાસ, તપસ્યા કે ત્યાગ મને પોતાનો બનાવી શકતાં નથી. || ૨૦ || હું સંતોનો પ્રિય છું, તેમનો આત્મા છું, એકમાત્ર શ્રદ્ધા-ભક્તિથી જ હું તેમને પ્રાપ્ત થાઉં છું. જો કોઈ જન્મથી જ ચાંડાળ હોય તો પણ મારી ભક્તિથી તે શુદ્ધ-પવિત્ર થઈ જાય છે. ૨૧ | જો કોઈએ સત્ય અને દયાપૂર્વક ધર્મનું પાલન કર્યું, અથવા કોઈએ તપસ્યાપૂર્ણ વિઘાભ્યાસ કર્યો, પરંતુ તે જો મારી ભક્તિથી રહિત છે તો આવો ધર્મ અને અભ્યાસ તેને પવિત્ર કરી શક્તા નથી. રર ॥ ભક્તિ કરતાં-કરતાં હૃદય રોમાંચ ન અનુભવે, ચિત્ત પીગળી ન જાય, આનંદથી અશ્રુઓ ન છલકાય ત્યાં સુધી ભક્તનું હૃદય પૂર્છરૂપે શુદ્ધ થતું નથી. | ૨૩ | જ્યારે ભક્તિનો પ્રવાહ વધે છે ત્યારે તેની વાણી ગદ્દગદ થઈ જાય છે, ચિત્ત ભક્તિરસથી દ્રવે છે (હે પ્રભુ! તમે ક્યાં છો? આ રીતે) ક્યારેક પ્રલાપ કરતો રહીને રડે છે તો ક્યારેક હસે છે, સંકોચ મૂકીને ક્યારેક ઊંચાસ્વરથી ગાય છે તો ક્યારેક નાચે છે; એવો મારો ભક્ત સમસ્ત સંસારને પવિત્ર કરે છે. | ૨૪ ॥ જેમ અગ્નિમાં તપાવવાથી સોનું શુદ્ધ થઈ જાય છે,” તે તેના મૂળરૂપમાં ચમકવા લાગે છે, તે જ પ્રમાશે પુરુષ જ્યારે મારી ભક્તિ કરે છે તો તે ભક્તિયોગ દ્વારા પોતાની કર્મવાસનાઓનો નાશ કરીને પોતાના નિજ સ્વરૂપ એવા મુજ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. | ર૫ ॥ ઉદ્વવજી| મારી પરમ પવિત્ર લીલા-કથાઓના શ્રવણ-કીર્તનથી જેમ-જેમ ચિત્તનો મેલ ધોવાતો જાય છે, તેમ-તેમ તેને સુક્્મવસ્તુનાં - વાસ્તવિક તત્ત્વનાં દર્શન થવા લાગે છે.॥૨૬ ॥ જે પુરુષ નિરંતર વિષયોનું ચિંતન કરે છે, તેનું ચિત્ત વિષયોમાં ફસાઈ જાય છે અને જે મારું સ્મરણ કરે છે તેનું પિત્ત મારામાં તલ્લીન થઈ જાય છે. || ૨૭ |! ૧. ધર્યો | ર. યોગ | ૩. તત્વસૂક્મં 1 8 શ્રીમદભાગવત [અત ૧૪ તસ્માદસદભિધ્યાનં યથા સ્વપ્તમનોરથમ્ | હિત્વા મયિ સમાધત્સ્વ મનો મદ્ધાવભાવિતમ્ | ર૮॥ સ્ત્રીણાં સ્ત્રીસદ્રિનાં સદ્ડ ત્યક્ત્વા દૂરત આત્મવાન્ | ક્ષેમે વિવિક્ત આસીનશ્ચિન્તયેન્મામતત્દ્રિતઃ ॥ ૨૯ ન તથાડસ્ય ભવેત્ ક્લેશો બન્ધશ્ચાન્યપ્રસડ્રતઃ | યોષિત્સક્નાદ્ યથા પુંસો યથા તત્સદ્રિસન્રતઃ ॥ ૩૦॥ ઉદ્વવ 6%૨ યથા ત્વામરવિન્દાક્ષ યાદંશં વા યદાત્મકમ્ । ધ્યાયેન્મુમુક્ષુરેતન્મે ધ્યાન ત્વં વક્તુમર્હસિ |! ૩૧॥ કીંભગવાનુવાશ સમ આસન આસીનઃ સમકાયો યથાસુખમ્ | હસ્તાવુત્સશ્ન આધાય સ્વનાસાગ્રકૃતેક્ષણઃ | ૩૨॥ પ્રાણસ્થ શોધયેન્માર્ગ પૂરકુમ્ભકરેચકૈઃ | વિપર્યયેણાપિ શનૈરભ્યસેસિર્જિતેન્દ્રિયઃ ॥ ૩૩॥ હઘવિચ્છિશ્ષમોકારં ઘણ્ટાનાદં બિસોર્ણવત્ ! પ્રાણેનોદીર્ય તત્રાથ પુનઃ સંવેશયેત્ સ્વરમ્ || ૩૪।। એવં પ્રણવસંયુક્તં પ્રાણમેવ સમભ્યસેત્ | દશકૃત્વસ્તિપવણં માસાદર્વાગ્ જિતાનિલઃ ॥ ૩પ॥ હત્યુણ્ડરીકમન્તઃસ્થમૂર્ઘ્વનાલમધોમુખમ્ | ધ્યાત્યોર્ધ્ધમુખમુસિદ્રમષ્ટપ્ન સકર્ણિકમ્ ॥૩૬॥ કર્ણિકાયાં “યસેત્ સૂર્યસોમાગ્નીનુત્તરોત્તરમ્ | વહ્ધિશધ્વે સ્મરેદ્ રૂપં મમૈતદ્ ધ્યાનમડલમ્ || ૩૭॥ અસત વસ્તુઓનું ચિંતન સ્વપ્નના મનોરથોની જેમ મિથ્યા છે, તેથી અસત વસ્તુઓનું ચિંતન છોડીને મારું ચિંતન કરવું જોઈએ, મનને મારામાં જોડી દેવું જોઈએ. ॥૨૮ |! પ્રિય ઉદ્ધવ! સ્ત્રીઓના સંગથી અને સ્રી-લંપટોના સંગથી જે રીતે દુઃખોની પરંપરા વધે છે, તેવી બીજા કોઈના સંગથી વધતી નથી. તેથી સાધકે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરીને સ્ત્રીઓનો અને લંપટોનો દરથી જ ત્યાગ કરી દેવો જોઈએ. એકાંત અને પવિત્ર સ્થાનમાં બેસીને સાવધાનીપૂર્વક મારું ચિંતન કરવું જોઈએ. || ૨૯-૩૦ || ઉદ્ધવજીએ પૂછયું - હે કમળનયન શ્યામ સુંદર! મુમુક્રુએ આપનું ધ્યાન કઈ રીતે કરવું જોઈએ, કઈ રીતે રહેવું જોઈએ તથા આપના કયા સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ તે જણાવવાની કૃપા કરો. || ૩૧ || ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - પ્રિય ઉદ્વવ! જે ન બહુ ઊંચું હોય કે ન બહુ નીચું હોય, એવા આસન પર શરીરને ટટ્ટાર (સીધું) રાખીને સાધકે આરામથી બેસવું, હાથને પોતાના ખોળામાં રાખવા અને દષ્ટિ નાસિકાના અગ્રભાગ પર રાખવી. ॥ ૩૨ ॥| ત્યાર પછી પૂરક, કુંભક અને રેચક તથા રેચક, કુંભક અને પુરક - આવા પ્રાણાયમ દ્વારા નાડીઓની શુદ્ધિ કરવી. પ્રાણ્ાયામનો અભ્યાસ ધીરે-ધીરે વધારતાં રહેવું અને સાથે- સાથે ઇન્દ્રિઓને વશ કરવાનો અભ્યાસ પણ કરવો. ॥ ૩૩ || મ્રાજ્ાથામ બે પ્રકારનો છે - એક સગર્ભ અને બીજો અગર્ભ. (આમાંનો સગર્ભ ડટકારયુક્ત હોઈ શ્રેષ્ઠ છે, માટે તેના વિશે અહીં કહ્યું છે.) ૩ંકાર મૂલાધારથી માંડીને છેક મસ્તકના છેડા સુધી કમળના નાળની અંદરના તંતુ જેવો સૂક્મ રહેલો છે. તેને મનની અંદર પ્રાણથી પ્રગટ કરી તેમાં ઘંટનાદ જેવો ઉદાત્ત નાદ સ્થિર કરવો. આ પ્રમાણે દિવસમાં ત્રણે કાળમાં દસ-દસ વાર ૩કંકારયુક્ત પ્રાજ્ઞાયામનો અભ્યાસ કરવો. આ પ્રમાણે કરવાથી સાધક એક મહિનાની અંદર જ પ્રાણવાયુને વશ કરી લે છે. | ૩૪-૩૫ || ત્યાર પછી એવું ચિંતન કરવું કે હદયરૂપી એક કમળ છે, જેની નાળ ઉપર છે અને મુખ નીચે છે. હવે એવી રીતે (પહેલાંથી ઊલટું) ધ્યાન કરવું કે તે કમળ નીચા નાળવાળું, ઊંચા મુખવાળું, ખીલેલું, આઠ પાંખડીઓવાળું અને વચ્ચે કળીવાળું છે. 1૩૬ || કળી ઉપર ક્રમશઃ સૂર્ય, ચન્દ્રમા અને અગ્નિનો ન્યાસ કરવો જોઈએ. ત્યાર પછી અગ્નિમાં મારા આ રૂપનું. શ્રીકૃષ્ણનું) સ્મરણ કરવું જોઈએ. મારું આ સ્વરૂપ ધ્યાન માટે અત્યંત મંગળમય છે. | ૩૭ | અ૦૧૪] અગિયારમો સ્કંધ 679 સમં પ્રશાન્તં સુસુખં દીર્ઘચારુચતુર્ભુજમ્ । સુચારુ સુન્દરગ્રીવં સુકપોલં શુચિસ્મિતમ્ | ૩૮॥ સમાનકર્ણવિન્યસ્તસ્ફુરન્મકરકુણ્ડલમ્ | હેમામ્બરં ઘનશ્યામં શ્રીવત્સશ્રીનિકેતનમ્ ॥ ૩૯॥ શદ્રચક્રગદાપદ્મવનમાલાવિભૂષિતમ્ 1 નૃપુરેર્વિલસત્પાદં કૌસ્તુભપ્રભયા યુતમ્ 1૪૦॥ ધ્ુમત્કિરીટકટકકટિસૂત્રાડ્દાયુતમ્ 1 સર્વાક્રસુન્દરં હૃધં પ્રસાદસુમુખેક્ષણમ્ | સુકુમારમભિધ્યાયેત્ સર્વાત્રેષુ મનો દધત્ ।૪૧॥ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થભ્યો મનસાડડકૃષ્ય તન્મનઃ | બુદ્ધ્યા સારથિના ધીરઃ પ્રણયેન્મયિ સર્વતઃ ॥૪૨॥ તત્ સર્વવ્યાપકં ચિત્તમાકૃષ્યૈકત્ર ધારયેત્ | નાન્યાનિ ચિન્તથેદ્ ભૂયઃ સુસ્મિતં ભાવયેન્મુખમ્ ॥ ૪૩॥ તત્ર લબ્ધપદં ચિત્તમાકૃષ્ય વ્યોમ્નિ ધારયેત્ ! તચ્ચ ત્યકત્વા મદારોહો ન કિગ્ચિદપિ ચિન્તયેત્ | ૪૪॥॥ એવં સમાહિતમતિર્મામેવાત્માનમાત્મનિ | વિચષે મયિ સર્વાત્મન્ જયોતિજર્યોતિષિ સંયુતમ્ ॥ ૪૫॥ ધ્યાનેનેત્ય સુતીવ્રેણ યુગ્જતો યોગિનો મનઃ | સંઘાસ્યત્યાશુ નિર્વાણં દ્રવ્યજ્ઞાનક્રિયાભ્રમઃ ॥ ૪૬॥ કક ભાઈ ઉદ્ધવ! મારા આ સ્વરૂપનું ઠીક ધ્યાન ધરવું. આ સ્વરૂપ સર્વ અંગે સુકોળ છે,વેશભૂષાથી અત્યંત શાંત સ્વરૂપ છે, સુંદર મુખારવિંદવાળું છે, ઘૂંટણો સુધી લાંબી અને અત્યંત મનોહર ચાર બુજાઓવાળું છે, ડોક અત્યંત સુંદર છે, કપોલ મનગમતા મનોહર છે, સ્મિત હાસ્ય ઉજ્જ્વળ અને અત્યંત પવિત્ર છે. બન્ને કાનોમાં મકરાકૃત ચળકતાં કુંડળો છે, વર્ષકાળના મેથ જેવા શ્યામ શ્રીઅંગ પર સુવર્ણ જેવી કાંતિવાળું પીતાંબર શોભી રહ્યું છે. વક્ષસ્થળમાં એક બાજુ શ્રીવત્સનું, ચિહન તથા બીજી તરફ લક્ષ્મીજી બિરાજમાન છે. શ્રીહસ્તમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલાં છે. ગળામાં વનમાળા શોભી રહી છે. ચરણોમાં નૂપુર શોભી રહ્યાં છે, ગળામાં કૌસ્તુભમણિ ઝળહળી રહ્યો છે. પોતપોતાના સ્થાને ચળકતાં મુગટ, કંકણ, કંદોરો અને બાજુબંધ શોભી રહ્યાં છે. બધાં જ આભૂષણો મનોહારી છે. સુંદર મુખારવિંદ અને પ્રેમભરી દૃષ્ટિથી ચોતરફ કૃપાવૃષ્ટિ થઈ રહી છે. ઉદ્વવ! મારા આ સુકુમાર સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ અને પોતાના મનને એક-એક અંગમાં સ્થિર કરવું જોઈએ. | ૩૮-૪૧ ॥ બુદ્ધિમાન મનુષ્યે મનદ્ધારા ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી ખેંચી લેવી જોઈએ અને મનને બુદ્ધિરૂપી સારથેના સહયોગથી મારામાં પરોવવું જોઈએ. ॥ ૪૨ ॥ જયારે મારા પૂરા સ્વરૂપનું ધ્યાન થઈ જાય ત્યારે પોતાના ચિત્તને ખેંચીને એક સ્થાનમાં સ્થિર કરવું અને અન્ય અંગોનું ચિંતન ન કરતાં કેવળ મંદ-મંદ, હાસ્યયુક્ત મારા મુખારવિંદ પર દષિ સ્થિર કરવી, | ૪૩ ॥ જ્યારે ચિત્ત મુખારવિંદ પર સ્થિર થઈ જાય ત્યારે તેને ત્યાંથી હટાવીને આકાશમાં સ્થિર કરવું, ત્યાર પછી આકાશનું ચિંતન. પણ છોડીને સર્વના કારણ મારા સ્વરૂપમાં તે ચિત્તને સ્થિર કરવું. અને પછી તે કારણરૂપનો પણ ત્યાગ કરી શુદ્ધ બ્રહ્મ એવા મારામાં આરૂઢ થઈ, મારા સિવાય અન્ય કોઈ પણ વસ્તુનું ચિંતન ન કરવું. ॥ ૪૪ ॥ જ્યારે આ પ્રમાણે ચિત્ત એકાગ્ર થઈ જાય ત્યારે જેમ એક જ્યોતિ બીજી જ્યોતિમાં મળીને એક થઈ * જાય છે, તેવી જ રીતે સાધક પોતાનામાં મને અને મુજ સર્વાત્મામાં પોતાને અનુભવે છે. આ પ્રમાણે તે એકભાવથી મારામાં સ્થિત થઈ જાય છે. । ૪૫ |!જે યોગી આ પ્રમાણે તીવ્ર ધ્યાનયોગ દ્વારા મારામાં પોતાના ચિત્તને પરોવી દે છે, તેનો દ્રવ્ય, જ્ઞાન, ક્રિયાના સંબંધમાં ભેદબુદ્ધિનો ભ્રમ મટી જાય છે અર્થાત્ સર્વ પદાર્થોના રૂપમાં એક પરમાત્માની જ સત્તા દેખાય છે. જ્ઞાનમાં માત્ર પરમાત્મા જ રહી જાય છે. ક્રિયા પણ બધી જ પરમાત્માને માટે જ થાય છે. આ પ્રમાણે તેને સર્વત્ર પરમાત્માનું જ સ્વરૂપ દેખાવા લાગે છે. પછી તેને તત્કાળ મોક્ષ- પ્રાપ્તિ થઈ જાય છે. 1૪૬ ॥ ક્ક્ક્ક્કક ઇતિ શ્રીશ્રદ્ધાગવતે મહાપુરાજ્ને પારમર્હસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે ચતુર્દશોડધ્યાયઃ ॥ ૧૪ || અગિયારમા સ્કંધ-અંતર્ગત ચૌદમો અધ્યાય સમાપ્ત.