Śrīmad Bhāgavatam

ભગવાનની વિભૂતિઓનું વર્ણન

વર્ણાશ્રમધર્મનું નિરૂપણ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

સોળમો અધ્યાય ભગવાનની વિભૂતિઓનું વર્ણન ઉદ્વવ ઉવાચ ત્વં બ્રહ્મ પરમં સાક્ષાદનાદ્યન્તમપાવૃતમ્‌ ! સર્વેષામપિ ભાવાનાં ત્રાણસ્થિત્યપ્યયો;દ્રવઃ | ૧। ઉચ્ચાવચેષુ ભૂતેષુ દુર્શયમકૃતાત્મભિઃ | ઉપાસતે ત્વાં ભગવન્‌ યાથાતથ્યેન બ્રાહ્મણાઃ || ર॥ યેષુ યેષુ ચ ભાવેષુ ભક્ત્યા ત્વાં પરમર્ષયઃ | ઉપાસીનાઃ પ્રપદ્યન્તે સંસિદ્ધિં તદ્‌ વદસ્વ મે 1 ૩॥ ગૂઢશ્વરસિ ભૂતાત્મા ભૂતાનાં ભૂતભાવન | ન ત્વાં પશ્યત્તિ ભૂતાનિ પશ્યન્તં મોહિતાનિ તે ॥ ૪॥ યાઃ કાશ્ચ ભૃમૌ દિવિ વૈ રસાયાં વિભૂતયો દિક્ષુ મહાવિભૂતે | તા મહ્યમાખ્યાહ્યનુભાવિતાસ્તે નમામિ તે તીર્થપદાડપ્રિપદ્મમ્‌ |૫॥ _જગવાઝુવાય એવમેતદહેં પૃષ્ટઃ પ્રશ્નં પ્રશ્નવિદાં વર | યુયુત્સુના વિનશને સપત્નૈરજુનેન વૈ ॥૬॥ ઉદ્ધવજીએ કહ્યું — ભગવન્‌! આપ સ્વયં પરબ્રહા છો, ન આપનો આદિ છે કે ન અંત. આપ આવરણ- રહિત અહ્ધિતીય તત્ત્વ છો. સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ, રક્ષા અને પ્રલલના કારણ પણ આપ જ છો. આપ નાના-મોટા બધા પ્રાણીઓમાં રહેલા છો, પરંતુ જે લોકોએ પોતાનાં મન અને ઇન્દ્રિયોને વશમાં કર્યા નથી. તે આપને જાજ્રી શક્તા નથી. જે આપને જાણે છે તે જ યથાર્થરૂપે આપની ઉપાસના છે, | ૧-૨ || મોટા-મોટા ત્રપિ-મહર્ષિઓ આપનાં જે રૂપ અને વિભૂતિઓની પરમભક્તિ સાથે ઉપાસના કરી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, તે વિભૂતિઓ કઈ છે તે આપ મને કહો. 1૩ ॥ સમસ્ત પ્રાણીઓના જીવનદાતા પ્રભુ! આપ ભૂતમાત્રના આત્મા છો અને સર્વભૂતોમાં ગુપ્ત રીતે બિરાજો છો. ભગવન્‌! આમ છતાં આપની માયાથી મોહિત જીવો સર્વમાં રહેલા આપને જોઈ શક્તા નથી, પરંતુ આપ બધાંને જુઓ છો. ૪ ॥ અચિત્મ ઔશ્ચર્યસંપન્ન પ્રભુ! પૃથ્વી, સ્વર્ગ, પાતાળ તથા બધી દિશાઓમાં આપની પ્રભાવયુક્ત જે જે વિભૂતિઓ છે, આપ કૃપા કરીને મને જણાવો. હે પ્રભુ! હું આપનાં આ ચરણકમળની વંદના કરું છું, જે સમસ્ત તીર્થોને તીર્થત્વ પ્રદાન કરનારાં છે. ૫ ॥ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું — પ્રિય ઉદ્વવ! તમે પ્રશ્નનો. મર્મ સમજનારાઓમાં સર્વશ્રેષ્ઠ છો. જ્યારે કુસ્કષેત્રમાં કૌરવ-પાંડવોના યુદ્ધનો સમય આવી પહોંઓ ત્યારે યુદ્ધ માટે તત્પર ધયેલા અર્જુને મને આ જ પ્રશ્ન પૂછ્યો. હતો. 1૬ ॥ અ૦ ૧૬] આંિયારમો સ્કંધ 685 જ્ઞાત્વા જ્ઞાતિવધં ગર્હામધર્મ રાજ્યહેતુકમ્‌ । તતો નિવૃત્તો હન્તાહં હતોડયમિતિ લૌકિકઃ ॥ ૭॥ સ તદા પુરુષવ્યાદ્રો યુક્ત્યા મે પ્રતિબોધિતઃ ! અભ્યભાષત મામેવં યથા ત્વં રણમૂર્ધનિ || ૮॥ અહમાત્મોદ્વવામીષાં ભૂતાનાં _સુહૃદીશ્વરઃ 1 અહં સર્વાણિ ભૂતાનિ તેષાં સ્થિત્યુદ્ધવાપ્યયઃ | ૯॥ અહં ગતિર્ગતિમતાં કાલઃ કલયતામહમ્‌ | ગુણાનાં ચાપ્યહં સામ્ય ગુણિન્યૌત્પત્તિકો ગુણઃ ॥ ૧૦॥ ગુણિનામપ્યર્હ સૂત્રં મહતાં ચ મહાનહમ્‌ | સૂક્ષ્માણામપ્યહં જીવો દુર્જયાનામહેં મનઃ ૧૧! હિરણ્યગર્ભો વેદાનાં મન્ત્રાણાં પ્રણવસ્ત્રિવૃત્‌ અક્ષરાણામકરોડસ્મિ પદાનિ ચ્છન્દસામહમ્‌ ॥ ૧૨॥। ઇન્દ્રોડહ સર્વદેવાનાં વસૂનામસ્મિપ હવ્યવાટ્‌ | આદિત્યાનામર્હે વિષ્ણૂ રુદ્રાણાં નીલલોહિતઃ ॥ ૧૩॥ બ્રહ્મર્ષીણાં ભૃગુરહં રાજર્ષીણામહેં મનુઃ | દેવર્ષીણાં નારદોડહં હવિર્ધાન્યસ્મિ ધેનુષુ | ૧૪॥ સિદ્ધેશ્વરાણાં કપિલઃ સુપર્ણોડહં પતત્તરિણામ્‌ | પ્રજાપતીનાં દક્ષોડહૈં પિતૃણામહમર્યમા ॥ ૧૫॥ માં વિદ્ધયુદ્વવ દૈત્યાનાં પ્રહ્ાદમસુરેશ્વરમ્‌ | સોમં નક્ષત્રૌષધીનાં ધનેશં યક્ષરક્ષસામ્‌ 1૧૬॥ એરાવતં ગજેન્દ્રાણાં યાદસાં વરુણ પ્રભુમ્‌ । તપતાં ધુમતાં સૂર્ય મનુષ્યાણાં ચ ભૂપતિમ્‌ ॥ ૧૭॥ ઉચ્ચેઃકાવાસ્તુરક્રાણાં ધાતૂનામસ્મિ કાગ્ચનમ્‌ । યમઃ સંયમતાં ચાહં સર્પાણામસ્મિ વાસુકિ: ॥ ૧૮॥ નાગેન્દ્રાણામનન્તોડર્હ મૃગેન્દ્રઃ કૃ્રિદંષ્ટ્રિણામ્‌ ! આશ્રમાણામહં તુર્યો વર્ણાનાં પ્રથમોડનઘચે ॥ ૧૯1 અર્જુનના મનમાં એવો વિચાર આવ્યો કે કુટુંબીઓને. મારવા, અને એ પણ રાજ્યને માટે, અત્યંત નિંદનીય કૃત્ય છે, અને અધર્મ છે. સાધારણ પુરુષની જેમ તે એવું વિચારતો હતો કે, “હું મારનારો છું અને આ બધા મરનારા છે.’ આવું વિચારીને તેજને યુદ્ધ કરવાનું માંડી વાળ્યું. । ૭ । ત્યારે મેં રણભૂમિમાં અનેક યુક્તિઓથી પરમવીર અર્જુનને સમજાવ્યા હતા. તે સમયે અર્જુને પણ મને’આ જ પ્રશ્ન પૂછ્યો હતો, જે તમે પૂછી રહ્યા છો. || ૮ ॥ ઉદ્વવજી! હું સમસ્ત પ્રાણીઓનો આત્મા, હિતૈપી, સુકદ અને ઈશ્વર

  • નિયામક છું. હું જ આ સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોના રૂપમાં છું અને તેમની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ પણ હું જ છું. 1૯ || ગતિશીલ (ચાલનારા) પ્રાણીઓમાં ચાલવાની શક્તિ હું છું, ગણના કરનારાઓમાં કાળ હું છું, (ગુણોની સામ્યાવસ્થારૂપ પ્રકૃતિ હું છું, ગુજ્નવાનોનો સ્વાભાવિક ગુ હું છું.11૧૦ | ગુણવાળા પદાર્થોમાં વસેલો ક્રિયાશક્તિ-પ્રધાન સૂત્રાત્મા હું છું. શાનશક્તિ- પ્રધાન મહત્તત્ત્ હું છું. સુક્ષ્મ વસ્તુઓમાં જીવાત્મા હું છું, મુશ્કેલીથી વશમાં થનાર મન હું છું, 1૧૧ || વેદોનો અભ્યાસ કરનારા વેદપુરુષ બ્રહ્મા હું છું, મંત્રોમાં ‘અ ઉ મ્‌’ આ ત્રણે માત્રાઓથી યુક્ત પ્રણવ હું છું. અક્ષરોમાં અકાર અને છંદોમાં ત્રિપદા ગાયત્રી હું છું, । ૧૨ || સઘળા દેવતાઓમાં ઇન્દ્ર, આઠ વસુઓમાં અગ્નિ, દ્રાદશ આદિત્યોમાં વિષ્ણુ અને એકાદશ સ્્રોમાં શંકર હું છું. બ્રહ્મર્પિઓમાં ભૃગુ, રાજર્ષિઓમાં મનુ, દેવર્ષિઓમાં નારદ અને ગાયોમાં કામધેનુ હું છું. 1૧૩-૧૪ || હું સિહેશ્વરોમાં કપિલ, પક્ષીઓમાં ગરુડ, પ્રજાપતિઓમાં દક્ષ પ્રજાપતિ અને * પિતૃઓમાં અર્યમાં છું. 1૧૫ || પ્રિષ ઉદ્ધવ! દૈત્યોમાં દેત્યરાજ પ્રહ્લાદ, નક્ષત્રોનો અધિપતિ અને વનસ્પતિઓને પુષ્ટ કરનાર ચંદ્રમા હું છું, યક્ષ તથા રાક્ષસોમાં ધનપતિ કુબેર હું છું. 1૧૬ ॥ ગજેન્દ્રોમાં એરાવત નામનો હાથી, જળચરોમાં પ્રભુ વરુણ હું છું. ઉષ્દ્ાતા અને પ્રકાશ આપનારાએઓસમાં સૂર્ય તથા મનુષ્યોમાં રાજા હું છું. ! ૧૭ | અશ્રોમાં ઉચ્ચઃશ્રવા, ધાતુઓમાં સુવર્ણ, દંડ આપનારાઓમાં યમ અને સર્પોમાં વાસુકિ હું છું. |! ૧૮ ।| નિષ્પાપ ઉદ્ધવ! હું નાગરાજોમાં શેષનાગ, શ્િંગડાંવાળા અને દાઢવાળાં પ્રાણીઓમાં તેમનો રાજા સિંહ, આશ્રમોમાં સંન્યાસ અને વર્ણોમાં બ્રાહ્મણ ડું છું. 1 ૧૯ |! ૨. ત્મપિ ! ૨. પ્રથમ હ્યહમ્‌ ! 686 શ્રીમદભાગવત _ [અ૦૧૬! તીર્થાનાં સ્રોતસાં ગદ્ના સમુદ્ર: સરસામહમ્‌ | આયુધાનાં ધનુર ત્રિપુરઘ્તો ધનુષ્મતામ્‌ | ર૦॥ ધિષ્ટ્યાનામસ્મ્યહેં મેરુ્ગહનાનાં હિમાલયઃ | વનસ્પતીનામશ્ચત્થ’ ઓષધીનામહેં યવઃ૨ ॥ ૨૧॥। પુરોધસાં વસિષ્ઠોડહ બ્રહ્મિષ્ઠાનાં બૃહસ્પતિઃ | સ્કન્દોડરહે સર્વસેનાન્યામગ્રણ્યાં” ભગવાનજઃ | ર૨॥ યજ્ઞાનાં બ્રહ્મયજ્ઞોડહં વ્રતાનામવિર્હિસનમ્‌ ! વાય્વઝ્યર્કામ્બુવાગાત્મા શુચીનામપ્યરહ શુચિઃ ॥ ર૩॥ યોગાનામાત્મસંરોધો મન્ત્રોડસ્મિ વિજિગીષતામ્‌ | આત્વીક્ષિકી કૌશલાનાં વિકલ્પઃ ખ્યાતિવાદિનામ્‌ | ર૪॥ સરણાં તુ શતરૂપાડહ પુંસાં સ્વાયમ્ભુવો મનુઃ | નારાયણો મુનીનાં ચ કુમારો બ્રહ્મચારિણામ્‌ | ર૫॥ ધર્માણામસ્મિ સંન્યાસઃ ક્ષેમાણામબહિર્મતિઃ | ગુહ્યાનાં સૂનૃતં* મૌનં મિથુનાનામજરત્વહમ્‌ ॥ ર૬॥ સંવત્સરોડસ્મ્યનિમિષામૃતૂનાં મધુમાધવૌ | માસાનાં માર્ગશીર્ષોડહે નક્ષત્રાણાં તથાડભિજિત્‌ ॥ ર૭॥ અહં યુગાનાં ચ કૃતં ધીરાણાં દેવલોડસિતઃપ । દૈપાયતોડસ્મિ વ્યાસાનાં કવીનાં કાવ્ય આત્મવાન્‌ ॥ ર૮॥ વાસુદેવો ભગવતાં ત્વં તુ ભાગવતેષ્હમ્‌ | કિંપુરુષાણાં હતુમાન્‌ વિદ્યાધ્રાણાં સુદર્શનઃ ॥ ર૯॥ રત્નાનાં પદ્મરાગોડસ્મિ પદ્મકોશઃ સુપેશસામ્‌ ! કુશોહસ્મિ દર્ભજાતીનાં ગવ્યમાજ્વં હવિગ્વહમ્‌ | ૩૦॥। વ્યવસાયિતામહે લક્ષ્મીઃ કિતવાનાં છલગ્રહઃ | તિતિક્ષાકસ્મિ તિતિક્ષૃણાં સત્ત્વં સત્્વવતામહમ્‌ ॥ ૩૧॥ તીર્થો અને નદીઓમાં ગંગા, જળાશયોમાં સમુદ્ર, અસ્ત્ર-શસ્ત્રોમાં ધનુષ્ય તથા ધનુર્ધરોમાં ત્રિપુરારી શંકર હું છું.1૨૦॥ નિવાસસ્થાનોમાં સુમેરુ, દુર્ગમ સ્થાનોમાં હિમાલય, વનસ્પતિઓમાં પીપળો અને ધાન્યોમાં જવ હું છું. ॥ ૨૧ ॥ પુગ્રેહિતોમાં વસિષ્ઠ, વેદવેત્તાઓમાં બૃહસ્પતિ, સઘળા સેનાપતિઓમાં કાર્તિકસ્વામી અને સન્માર્ગે ચાલનારાઓમાં બ્રહ્માજી ઠું છું,॥૨૨ ॥ પંચમહાયજ્ઞોમાં બ્રહ્મયશ્ (સ્વાધ્યાયયશ્) હું છું, વ્રતોમાં અહિંસા વ્રત અને શુદ્ધ કરનારા પદાર્થોમાં નિત્યશુદ્ધ વાયુ તથા અગ્નિ, સૂર્ય, જળ, વાણી તથા આત્મા હું છું. |! ૨૩ || યોગોમાં મનોનિરોધરૂપી સમાધિયોગ હું છું, જીતવાની ઈચ્છા રાખનારાઓની ગુપ્ત- મંત્રણા હું છું, આત્મા-અનાત્મા વિવેકની ચર્ચામાં બ્રહ્મવિધા હું છું, તત્વોને માટે નિર્ણય આપનારો વાદ-વિવાદરૂપી વિક્લ્પ હું જ છું. (કારબ્ર કે આજ સુધી કોઈ પણ તત્વોના સંબંધમાં તત્ત્વોની સંખ્યા આટલી જ છે, એવો નિર્ણય થઈ શક્યો નથી.* સ્ત્રીઓમાં મનુપત્ની શતરૂપા, પુરુપોમાં સ્વાયંભુવ મનુ, મુનીશ્વરોમાં નારાયણ અને બ્રહ્મચારીઓમાં સનત્કુમાર હું છું, !૨૪-રપ || ધર્મોમાં સંન્યાસ-ધર્મ, કલ્યાબ્રકામી પુરુષોની અંતર્મુખી વૃત્તિ હું છું, કોઈ વાતને ગોપનીય રાખવા માટે મધુરવાણી અને મૌન હું છું, જેમના શરીરથી સ્તી-પુરુષનું જોડકું ઉત્પન્ન થયું, તે પ્રજાપતિ બ્રહ્મા હું છું, 1૨૬ | હંમેશાં સાવધાન રહીને જાગનારાઓમાં સંવત્સરરૂપ કાળ હું છું, કકતુઓમાં વસંત, મહિનાઓમાં માર્ગશીર્ષ અને નકત્રોમાં અભિજિત હું છું. ॥ ૨૭ ॥ યુગોમાં સતયુગ, વિવેકીઓમાં મહર્ષિ દેવલ અને અસિત, વ્યાસોમાં શ્રીકૃષ્ણહેપાયન વ્યાસ તથા કવિઓમાં મનસ્વી શુકાચાર્ય હું છું, 1૨૮ !| પડ્ગુણીશ્વર્યોમાં વાસુદેવ હું છું. મારા પ્રિય ભક્તોમાં તમે (ઉદ્વવ) હું છું, કિમ્પુરુષોમાં હનુમાન, વિધ્યાધરોમાં સુદર્શન (જે નંદબાવાને અજગરના રૂપમાં આવીને ગળી ગયો હતો) હું છું. ॥ ૨૯ ।[/રત્નોમાં પબ્રરાગ (લાલ), સુંદર પદાર્થોમાં કમળની કળી, તણખલાંમાં દર્ભ અને હવિષ્યોમાં ગાયનું થી હું છું. | ૩૦ |! વ્યવસાયશીલ પુરુષોમાં રહેનારી લક્ષ્મી, છળ-કપટ કરનારાઓની ઘૂતકીડા, સહનશીલ જનોની તિતિક્ષા અને સાત્તિક પુરુષોમાં રહેનારો વ, વ્યજા્યં । ૨, થવા । ૩. સર્વસેનાનામ્રગ્રીભંગન । ૪. સૌનૃત ! પ. પ્રાચીન પ્રતમાં આ શ્લોકાર્ષ શ્હોક ૩૩ના પૂર્વાધ મુજબ આ પ્માલે છે - ‘વિશ્વાવસુઃ પૂર્ષિત્તર્ગનયર્વાસરસાબતમ્‌ ₹_

ગાંતામાં પણ કહું છે કે, ‘વાદઃ પ્રવદતામહમ્‌’.

અશિયારમો સ્કંધ 687 અ૦ ૧૬] ઓજઃ સહો બલવતાં કર્માહં ૫ વિદ્ધિ સાત્ત્તતામ્‌ । સાત્ત્તતાં નવમૂર્તીનામાદિમૂર્તિરહે પરા |૩ર॥ વિશ્વાવસુઃ પૂર્વચિત્તિર્ગન્ધર્વાપ્સરસામહમ્રે । ભૂધરાણામહં સ્થૈર્ય ગન્ધમાત્રમર્હં ભુવઃ || ૩૩॥ અપાં રસશ્ચ પરમસ્તેજિષ્ઠાનાં વિભાવસુઃ । પ્રભા સૂર્ષેન્દુતારાણાં શબ્દોડરહ નભસઃ પરઃ ॥ ૩૪॥ બ્રહ્મણ્યાનાં બલિરહૈં વીરાણામહમર્જુનઃ | ભૂતાનાં સ્થિતિરુત્પત્તિરહં વૈ પ્રતિસડક્રમઃ | ૩૫॥ શત્યુક્ત્યુત્સર્ગોપાદાનમાનન્દસ્પર્શલક્ષણમ્‌ । આચ્વાદશ્રુત્યવધ્રાણમહં સર્વેન્્રિવેન્દ્રિયમ્‌ | ૩૬। પૃથિવી વાયુરાકાશ આપો જ્યોતિરહં મહાન્‌ | વિકાર: પુરુષોડવ્યક્તં* રજઃ સત્તવં તમઃ પરમ્‌ | ૩૭॥ અહમેતત્મસડખ્યાનં જ્ઞાનં તત્ત્વવિનિશ્ચયઃ | મયેશ્વરેણ જીવેન ગુણેન ગુણિના વિના | સર્વાત્મનાપિ સર્વેણ ન ભાવો વિદ્યતે ક્વચિત્‌ 1 ૩૮॥ સડ્ખ્યાનં પરમાણૂનાં કાલેન ક્રિયતે મયા । ન તથા મે વિભૂતીનાં સૃૂજતોડણડાનિ કોટિશઃ || ૩૯॥ તેજઃ શ્રીઃ કીર્તિરૈશ્ચર્ય દ્રીસત્યાગઃ સૌભગં ભગઃ | વીર્ય તિતિક્ષા વિજ્ઞાનં યત્ર યત્ર સ મેંડશક: || ૪૦॥ એતાસ્તે કીર્તિતાઃ સર્વાઃ સડક્ષેપેણ વિભૂતયઃ | મનોવિકારા એવૈતે યથા વાચાડભિધીયતે | ૪૧॥ સત્ત્વગુણ હું છું. | ૩૧ | બળવાનોનો ઉત્સાહ અને પરાક્રમ તથા ભગવદ્ભક્તોનું ભક્તિયુક્ત નિષ્કામ કર્મ હું છું. વૈષ્ણવોના આરાધ્ય વાસુદેવ, સંકર્ષણ, પ્રઘુમ્ન, અનિરુદ્ધ, નારાયણ, હયગ્રીવ, વરાહ, નૃસિંહ અને બ્રહ્મા - આ વિગ્રહોમાં પ્રથમ અને શ્રેષ્ઠ વિગ્રહ વાસુદેવ હું છું. 1૩૨ ॥। ગંધર્વોમાં વિશ્વાવસુ અને અપ્સરાઓમાં પૂર્વચિત્તિ હું છું. પર્વતોમાં સ્થિરતા અને પૃથ્વીમાં શુદ્ધ ગંધ-તન્માત્રા હું. છું.1૩૩॥ જળમાં રહેલ રસ-તન્માત્રા, તેજસ્વીઓમાં રહેલી સૂક્ષ્મ તેજસ્વિતા, અગ્નિ, સૂર્ય, ચન્દ્રમા અને નક્ષત્રોમાં પ્રભા તથા આકાશનો એક માત્ર ગુણ શબ્દ હું છું. । ૩૪ | ઉદ્ધવજી! બ્રાહ્મણ ભક્તોમાં બલિ, વીરપુરુષોમાં અર્જુન હું છું; અને પ્રાણીઓમાં તેમની ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ ત્રણેય મારી વિભૂતિઓ છે. | ૩૫ | હું જ પ્રાણીઓમાં ચાલવાની, બોલવાની, મળત્યાગની, પકડવાની, આનંદ-ઉપ્ભોગની શક્તિ છું. સ્પર્શની, દર્શનની, સ્વાદની, સાંભળવાની અને સૂંધવાની શક્તિ પણ હું જ છું. સમસ્ત ઇન્દ્રિયોની ઇન્દ્રિય-શક્તિ હું જ છું. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, તેજ, અહંકાર, મહત્ત્વ, પંચમહાભૂત, જીવ, અબક્ત પ્રકૃતિ, સત્ત્વ, રજ, તમ - આ બધા વિકારો અને તેમનાથી પર રહેનારા બ્રહ્મ - આ બધું હું છું. | ૩૬-૩૭ | આ બધાં તત્ત્વોની ગણના, લક્ષણો દ્વારા તેમનું જ્ઞાન તથા તત્ત્વજ્ઞાન દ્વારા તેનું ફળ પણ હું જ છું. હું જ ઈશ્વર છું, હું જ જીવ છું, હું જ ગુણ છું અને ગુણી પણ હું જ છું. હું જ સર્વનો આત્મા છું અને સર્વરૂપ પર હું છું. મારા સિવાય કોઈ પણ પદાર્થ ક્યાંય નથી. ॥ ૩૮ ॥ , “જો હું ગણવા લાગું તો કદાચ પરમાણુઓની ગણતરી થઈ જાય, પરંતુ મારી વિભૂતિઓની ગણના થઈ શકે એમ નથી. કેમકે, જ્યારે મારા રચેલાં કોટિ-કોટિ બ્રહ્માંડોની પણ ગણતરી થઈ શકતી નથી ત્યારે મારી વિભૂતિઓની ગણતરી કઈ રીતે થઈ શકે? ॥૩૯ ॥ એમ સમજો કે, જેનામાં પણ તેજ, શ્રી, કીર્તિ, એશ્વર્ય, લજ્જા, ત્યાગ, સૌન્દર્ય, સૌભાગ્ય, પરાક્રમ, તિતિક્ષા અને વિજ્ઞાન વગેરે શ્રેષ્ઠ ગુણ હોય તે મારા જ અંશ છે. || ૪૦ ॥ ઉદ્વવજી! મેં તમારા પ્રશ્ન પ્રમાણે સંક્ષેપમાં વિભૂતિઓનું વર્ણન કર્યું. આ બધી પરમાર્થ-વસ્તુ નથી, મનનો વિકારમાત્ર છે. કેમકે, મનથી વિચારેલી, વાણીથી બોલેલી કોઈ પણ વસ્તુ પરમાર્થ (વાસ્તવિક) હોતી નથી. તે તો એક કલ્પના જ હોય છે. 1૪૧ ॥ ૧. કામઃ | ૨. પ્રાચીન મ્રતમાં આ શ્લોકાર્ષ નથી. ! ૩. ત્ડવ્યક્તો | 686 શ્રીમદભાગવત [અવ૧૭ વાચં યચ્છ મનો યચ્છ પ્રાણાન્‌’ યચ્છેન્દ્રિયાણિ ચ | આત્માનમાત્મના યચ્છ ન ભૂયઃ કલ્પસેડધ્વને ॥ ૪૨॥ યોવૈવાફ્મનસી સમ્યગસંયચ્છન્‌ ધિયા યતિઃ | તસ્ય વ્રતં તપો જ્ઞાનં સ્વત્યામઘટામ્બુવત્‌ | ૪૩॥ તસ્માન્મનોવચઃપ્રાણાન્‌૨ નિયચ્છેન્મત્પરાયણઃ ! મદ્ધક્તિયુક્તયા બુદ્ધયા તતઃ પરિસમાપ્યતે ॥ ૪૪॥ તેથી તમે વાલીને વશમાં કરો, મનના સંકલ્પ-વિકલ્પ બંધ કરો, પ્રાજ્નોને વશમાં કરો અને ઇન્દ્રિયોનું દમન કરો તથા સાત્તિક બુદ્ધિ દ્વારા સાંસારિક બાબતોનું ચિંતન છોડી દો: પછી તમારે સંસારના જન્મ-મૃત્યરૂપી દુઃખમય માર્ગમાં ભટકવું નહીં પડે. | ૪ર ॥ જે સાધક બુદ્ધિ દ્રારા વાણી અને મનને પૂરી રીતે વશમાં કરતો નથી, તેનાં વ્રત, તપ અને જ્ઞાન એ રીતે કીજ્ન થઈ જાય છે, જેમ કાચા ઘડામાં ભરેલું જબ. ॥ ૪૩ | તેથી મારા પ્રિય ભક્તે મારા પરાયણ થઈને ભક્તિયુક્ત બુદ્ધિથી વાણી, મન અને પ્રાણોનો સંયમ કરવો જોઈએ. આવું કર્યા પછી તેને કાંઈ કરવાનું શેષ રહેતું નથી. તે કૃતકૃત્ત થઈ જાય છે. || ૪૪ |! —*— ઈતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાશે પારમહેસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે પોડશોડધ્યાયઃ | ૧૬ || અગિયારમા સ્કંધ-અંતર્ગત સોળમો અધ્યાય સમાપ્ત.