Śrīmad Bhāgavatam

પ્ન કિયાયોગનું વર્જન

પરમાર્થ-નિરૂપણ ક્ીંજગવાનુવાચ પરસ્વભાવકર્માણિ ન પ્રશંસેન્ન ગર્હયેત્‌ | વિશ્વમેકાત્મકં પશ્યન્‌ પ્રકૃત્યા પુરુષેણ ચ |૧॥ પરસ્વભાવકર્માણિ યઃ પ્રશંસતિ નિન્દ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

સત્તાવીસમો અધ્યાય પ્ન કિયાયોગનું વર્જન ઉદ્વત ઉશચ ક્રિયાયોગં સમાચક્ષ્વ ભવદારૉધનં પ્રભો | યસ્માત્ત્વાં થે યથાડર્ચન્તિ સાત્વતાઃ સાત્વતર્ષભ ॥ ૧॥॥ એતદ્‌ વદન્તિ મુનયો મુહુર્નિઃશ્રેયસં નૃણામ્‌ ! નારદો ભગવાન્‌ વ્યાસ આચાર્યોડદ્રિરસઃ સુતઃ ॥ ૨॥। નિઃસૃતં તે મુખામ્ભોજાદ્‌ યદાહ ભગવાનજઃ । પુત્રેભ્યો ભૃગુમુખ્યેભ્યો દેવ્વે ચ ભગવાન્‌ ભવઃ 1 ૩। એતદ્‌ વૈ સર્વવર્ણાનામાશ્રમાણાં ચ સમ્મતમ્‌ | શ્રેષસામુત્તમં મન્યે સ્ત્રીશૂદ્રાણાં ચ માનદ ॥૪॥ એતત્‌ કમલપત્રાક્ષ કર્મબન્ધવિમોચતમ્‌ | ભક્તાય ચાનુરક્તાય બ્રૂહિ વિશ્વેશ્વરેશ્વર |૫॥ કંભગવાનુવચ ન હાત્તોડનન્તપારસ્ય કર્મકાણ્ડસ્ય ચોદ્ધવ | સડ્ક્ષિમં વર્ણયિષ્યામિ યથાવદનુપૂર્વશઃ ॥ ૬ વૈદિકસ્તાન્ત્રિકો મિશ્ર ઇતિ મે ત્રિવિધો મખઃ | ત્રયાણામીપ્સિતેનૈવ વિધિના માં સમર્ચયેત્‌ ॥ ૭॥ યદા સ્વનિગમેનોક્તં દ્રિજત્વં પ્રાપ્ય પૂરુષઃ | યથા યજેત માં ભક્ત્યા શ્રદ્ધા તજ્ઞિબોધ મે || ૮॥ અચાર્યા સ્થહ્ડિલેડગ્નો વા સૂર્ય વાડપ્સુ હૃદિ હિજે | દ્રશેણ ભક્તિયુક્તોડર્ચેત્‌ સ્વગુરું મામમાયયા | ૯ ઉદ્ધવજીએ પૂછ્યું - ભક્તવત્સલ શ્રીકૃષ્ણ! જે ક્રિયાયોગનો આશ્રય લઈને જે ભક્તો જે રીતે, જે ઉદેશ્યથી આપનું પૂજન-અર્ચન કરે છે, આપ આપની આરાધનારૂપ તે ક્રિયાયોગનું વર્ણન કરવાની કૃપા કરો. [૧ ॥ દેર્વા્પ નારદ, ભગવાન વ્યાસનારાયણ, આચાર્ય બૃહસ્પતિ વગેરે મોટા-મોટા ક્દપિ-મુન્િઓ એ વાત વારંવાર કહે છે કે ક્રિયાયોગ દ્વારા આપની આરાધના જ ષનુષ્યના પરમ કલ્યાણનું સાધન છે. | ૨ ॥ આ ક્રિયાયોગ સર્વપ્રથમ આપના મુખારવિંદથી જ પ્રગટ થયો છે. આપની પાસેથી જાણીને બ્રહ્માજીએ તેમના પુત્રો એવ! ભૃગુ વગેરે મહર્ષિઓને અને શંકર ભગવાને તેમનાં અર્ધાંગિની ભગવતી પાર્વતીજીને ઉપદેશ્યો હતો. | ૩ ॥ હે મર્યાદારક્ષક પ્રભુ! આ [ક્રેયાયોગ બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે વર્ણો અને બ્રહ્મચારી-ગૃહસ્થ આદિ આશ્રમો માટે પણ બહુ ક્લ્યાણકારી છે. હું તો એવું સમજું છું કે, સી, શૃદ્રાદિ માટે પણ આ સૌથી શ્રેષ્ઠ સાધન-પદ્ધતિ છે. ॥ ૪ ॥ હે કમળનયન શ્યામસુંદર! આપ શંકર આદિ જગદીશ્વરોના પણ ઈશ્વર છો અને હું આપના ચરણોનો પ્રેમી ભક્ત છું, કૃષા કરી આપ મને આ કર્મબંધનથી મુક્ત કરવાવાળી [વિધિ બતાવો. ॥ ૫ ॥ ભગવાન શ્રીકૃષ્લ બોલ્યા — ઉદ્ધવજી! કર્મકાંડનો એટલો વિસ્તાર છે કે, તેની કોઈ સીમા નથી, તેથી તેનું હું સંકેપમાં જ ક્રમશઃ વિધિપૂર્વક વર્ણન કરું છું. || ૬ | મારી પૂજાના ત્રણ પ્રકાર છે - વૈદિક, તાંત્રિક અને મિશ્ર. આ ત્રણમાંથી મારા ભક્તોએ જે પદ્ધતિ અનુકૂળ લાગે. તે પદ્ધતિથી મારી આરાધના કરવી જોઈએ. । ૭ || પ્રથમ પોતાના અધિકાર પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિથી યથાસમય યજ્ઞોપવીત સંસ્કાર દ્વારા સંસ્કૃત બનીને ક્રિજત્વ પ્રાપ્ત કરવું; પછી શ્રદ્ધા અને ભક્તિ સાથે તેણે કઈ રીતે મારી પૂજા કરવી, તે વિધિ તમે સાંભળો. |! ૮ 1] ભક્તિપૂર્વક, નિષ્કપટભાવે પોતાના પિતા અને ગુરુસ્વરૂપ મુજ પરમાત્માતી પૂજાસામસ્રી દ્વાર! મૂર્તિ, પૃથ્વી, અસ્નિ, સૂર્ય, જળ, ફદય અથવા બ્રાહ્મણ કોઈમાં પણ મારી પૂજા કરવી. ॥ ૯ |! ૧. શ્રદધધૈતમિ- । ર. સૂર્યડુ કદિ વા દિજઃ ! 742 શ્રીમદભાગવત પૂર્વ સ્નાન પ્રકુર્વતિ ધૌતદન્તોડડ્ઞશુદ્ધયે ! ઉભયૈરપિ ચ સ્નાન મત્ત્રર્મુદગ્રહણાદિના | ૧૦॥ સન્ધ્યોપાસ્ત્યાદિકર્માણિ વેદેનાચોદિતાનિપ મે । પૂજાં તૈઃ કલ્યયેત્‌ સમ્યક્‌ સક્લ્પઃ કર્મપાવનીમ્‌ || ૧૧॥ શૈલી દારુમયી લૌહી લેપ્યા લેખ્યા ચ સૈકતી । મનોમયી મણિમયી પ્રતિમાડષ્ટવિધા સ્મૃતા || ૧૨ | ચલાચલેતિ દ્વિવિધા પ્રતિષ્ઠા જીવમન્દિરમ્‌ | ઉદ્રાસાવાહને ન સ્તઃ સ્થિરાયામુદ્વવાર્ચને ॥ ૧૩॥ અસ્થિરાયાં વિકલ્યઃ સ્યાત્‌ સ્થણ્ડિલે તુ ભવેદ્‌દયમ્‌ | સ્નપર્ન ત્વવિલેપ્યાયામન્યત્ર પરિમાર્જનમ્‌ | ૧૪॥ દ્રજૈઃ પ્રસિટૈર્મદ્યાગઃ પ્રતિમાદિષ્વમાયિનઃ । ભક્તસ્ય ચ યથાલબ્ધેર્હદિ ભાવેન ચૈવ હિ ॥ ૧૫॥ સ્નાનાલક્રણં પ્રેષ્ઠમર્ચાયામેવર તૂદ્વવ | સ્થણિડિલે તત્તવવિન્યાસો વહ્ધાવાજ્યપ્લુતં હવિઃ ॥ ૧૬॥ સૂર્યે ચાભ્યર્હશં પ્રેષ્ક સલિલે સલિલાદિભિઃ | શ્રદ્યોપાહતં પ્રેષ્ઠં ભક્તેન મમ વાર્યપિ ॥૧૭॥ ભૂર્યપ્યભક્તોપહતં ન મે તોષાય કલ્પતે*ે । ગન્ધો ધૂપઃ સુમનસો દીપોડન્ઞાધં ચ કિં પુનઃ ॥ ૧૮।॥ શુચિઃ સમ્ભૃતસમ્ભારઃપ્રાગ્દર્ભઃ કલ્પિતાસનઃ | આસીનઃપ્રાગુદગ્‌ વાડર્ચેદર્ચાયામથ સમ્મુખઃ | ૧૯॥ ઉપાસકે પ્રાતઃકાળે દાંત સાફ કરી શરીર-શુંદ્ે માટે દક અને તાંત્રિકબન્ને પ્રકારના મંત્રોથી શુદ્ધ માટી વગેરે લઈ સ્નાન કરવું. ।। ૧૦ ॥ત્યારબાદ વેદોક્ત સંધ્યા-વંદનાદિ નિત્ય કર્મા કરીને મારી આરાધનાનો દઢ સંકલ્પ કરીને વૈદિક અને તાંત્રિક વિષિઓથી કર્મબંધનોથી છોડાવનારી મારી પૂજા કરવી. | ૧૧ ।છમારી મૂર્તિઓ આઠ પ્રકારની છે - (૧) પથ્થરની, (૨) કાષ્ઠની (૩) ધાતુની, (૪) માટી અને ચંદનની, (પ) ચિત્રવાળી, (૬) રૈતીની, (૭) માનસિક અને (૮) મણ્િઓની. ॥ ૧૨ | સ્થિર અને ચલના ભેદથી એક મૂર્તિ તો મંદિરમાં પ્રતિષ્ઠિત કરેલી હોય છે અને બીજી રથયાત્રા વગેરે માટે હોય છે - આમ બે પ્રકારની મૂર્તિઓ ભગવાનના મંદિરમાં હોય છે. ઉદ્વવજી! અચળ પ્રતિમાના પૂજનમાં દરરોજ આવાહન - વિસર્જન ન કરવું જોઈએ, ૧૩ || ચલ પ્રતિમામાં બે વિકલ્પ છે. આવાહન-વિસર્જન કરી પણ શકાય અને ન પણ કરી શકાય. પરંતુ રેતીની પ્રતિમામાં તો આવાહન અને વિસર્જન પ્રતિદિન કરવું જ જોઈએ. માટી અને ચંદનની તથા ચિત્રવાળી પ્રતિમાઓને સ્નાન ન કરાવવું, માત્ર માર્જન કરવું, બાકી બધી મૂર્તિઓને સ્નાન કરાવવું. ।। ૧૪ ॥ ઉત્તમ પદાર્થોથી મારી પ્રતિમાની પૂજા કરવી, પરંતુ નિષ્કામ ભક્તો જે પણ ઉપલબ્ધ સામગ્રી હોય, તેનાથી મારી પૂજા કરે; અથવા હૃદયમાં મારું ધ્યાન કરીને માનસિક પૂજા પણ કરી શકે છે. | ૧૫ ॥ ઉદ્વવજી! સ્નાન, વસ્ત્ર, આભૂષણ વગેરે તો પથ્થરની અથવા ધાતુની મૂર્તિ માટે જ ઉપયોગી છે.રેતીની મૂર્તિ અથવા માટીની વેદીમાં પૂજા કરવી હોય તો તેમાં મંત્રો દ્વારા અંગ અને તેમના પ્રધાન દેવતાઓની સ્થાપના કરીને પૂજા કરવી જોઈએ તથા અગ્નિમાં પૂજા કરવી હોય તો ઘૃતમિક્રિત, હવન-સામગ્રીથી આહુતિ આપવી જોઈએ. || ૧૬ || સૂર્યને. પ્રતીક માનીને કરવામાં આવતી ઉપાસનામાં મુખ્યરૂપે અર્થદદાન તથા ઉપસ્થાનની જ વિધિ છે. અને જળના તર્પણ આદિથી મારી ઉપાસના કરવી જોઈએ. જ્યારે મને કોઈ ભક્ત હૃદયના ભાવથી જળ પણર ચઢાવે છે ત્યારે હું તે જળનો પ્રેમપૂર્વક સ્વીકાર કરું છું. 1૧૭ || જો કોઈ અભક્ત મને ઘણીબધી સામગ્રી અર્પણ કરે તો પણ હું તેનાથી સંતુષ્ટ થતો નથી; પરંતુ જારે મારો ભક્ત મને શ્રદ્ધા-ભક્તિથી માત્ર જળ અર્પણ કરે છે તો તેનાથી હું પ્રસન્ન થાઉ છું. પછી પુષ્ય, ધૂપ, દીપ અને નૈવેદ વગેરે સામગ્રી દ્વારા મારી પુજા કરે તો તેના માટે તો કહેવું જશું? ॥૧૮ | ઉપાસકે પહેલાં પૂજાની સામગ્રી એક્ઠી કરવી, ત્યાર પછી પૂર્વ દિશા તરફ અગ્રભાગ હોય એવું દર્ભાસન બિછાવવું. ત્યાર પછી ઉપાસકે પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખીને પવિત્ર થઈ તે આસન પર બેસવું. જો પ્રતિમા અચલ હોય તો તે ૧. વેદમન્ત્રોદિતાનિ | ૨. સ્મર્ચાયામેતદુદ્રવ ! ૩, આ શ્લોકર્ભ પ્રાચીન પ્રતમાં નથી. | [અન ૨૭% | અબ ૨૭] અપિયારમો સ્કંધ _ 743 કુંતન્યાસ: કૃતન્યાસાં મદર્ચા પાણિનાડડમૃજેત્‌ । કલશં પ્રોક્ષણીયં ચ યથાવદુપસાધયેત્‌ | ર૦॥ તદદ્વિદેવયજનં દ્રવ્યાણ્યાત્માનમેવ ચ। પ્રોક્ષ્ય પાત્રાણિ ત્રીણ્યન્રિસ્તેસ્તેદરવ્યૈશ્ષ સાધયેત્‌ | ૨૧ પાધ્યાર્ધ્યાચમનીયાર્થ ત્રીણિ ધાત્રાણિ દૈશિકઃ । હદા શીર્પ્ભાડથ શિખયા ગાયત્રયા ચાભિમન્ત્રયેત્‌ ॥ ર ૨॥ પિણ્ડે વાય્વગ્નિસંશુદ્ધે હત્પદ્મસ્થાં પરાં મમ | અહ્વી જીવકલાં ધ્યાયેન્ઞાદાન્તે સિદ્ભાવિતામ્‌ 1 ૨૩! તયાડડ્ત્મભૂતયા પિણ્ડે વ્યાપે સમ્પૂજય તન્મયઃ ! આવાહ્યાર્યાદિષુ સ્થાધ્ય ન્યસ્તા્ડં માં પ્રપૂજયેત્‌ ! ૨૪।! પાદ્યોપસ્પર્શારહણાદીનુપચારાન્‌ પ્રકલ્પયેત્‌ । ધર્માદિભિશ્ચ નવભિઃ કલ્પયિત્વાડડસનં મમ || ર૫॥! પદ્મમષ્ટદલં તત્ર કર્ણિકાકેસરોજ્જ્વલમ્‌ । ઉભાભ્યાં વેદતત્ત્રાભ્યાં મહ્યં તૂભયસિદ્ધયે ॥ ર૬॥ પ્રતિમાની સાયે જ બેસવું જોઈએ. ત્યાર પછી પૂજા-કાર્યનો. આરંભ કરવો. ૧૯ | પ્રથમ વિધિપૂર્વક અંગન્યાસ અને કરન્યાસ કરવા. ત્યાર પછી મૂર્તિમાં મંત્રન્યાસ કરવો. અને પ્રતિમાની સામેથી પહેલાંની મૂકેલી સામગ્રી હટાવીને પ્રતિમાને સાફ કરવી. ત્યાર પછી જળથી ભરેલા કળશની અને પ્રોક્ષણ માટેના જળપાત્રની ગંધ-પુપ્પદિથી પૂજા કરવી. || ૨૦ ॥ પ્રોક્ષણપાત્રના જળથી પૂજા-સામગ્રીનું અને પોતાના શરીરનું ત્રોક્ષણ કરવું. ત્યાર પછી પાલ, અર્ઘ્ય અને આચમન માટે ત્રણ પાત્રોમાં કળશમાંથી જળ ભરર રાખવું, અને તેમાં પૂજાવિધિ પ્રમાણે તેમાં દ્રવ્યો પધરાવવાં. (પાલપાત્રમાં દૂર્વા, સામો, કમળ, ચંદન, તુલસીપત્ર વગેરે; અર્થ્યપાત્રસાં ગંધ, પુષ્ય, અક્ષત, જવ, દર્ભ, તલ, સરસવ અને દૂર્જા તથા આચમનપાત્રમાં જાયફળ, લવિંગ વગેરે પધરાવવા.) !! ૨૧ || આ પછી પૂજા કરનારે આ તરશે પાત્રોને કમશઃ હૃદયમંત્ર, શિરોમંત્ર અને શિખામંત્રથી અભિમંત્રિત કરીને છેવટે ગાયત્રીમંત્રથી અભિમંત્રિત કરવાં, |! ૨૨ | આ પછી પ્રાણાયામ દ્વારા પ્રાણવાયુ અને ભાવનાઓ દ્વારા શરીરસ્થ અગ્નિના શુદ્ધ થઈ જવાથી #દયકમળમાં પરમ સૂક્મ અને શ્રેષ્ઠ દીપશિખા જેવી મારી જીવકલાનું ધ્યાન કરવું, મોટા-મોટા સિદ્ધ ત્દાપિ-મુનિઓ. ડૅકકારના અકાર, ઉકાર, મકાર, વિંદુ અને નાદ - આ પાંચ કળાઓના અંતમાં તે જ દિવ્ય .જીવકલાનું ધ્યાન કરે છે. ॥ ૨૩ ||ભગવાનનો તેજોમય અંશ મારા હદયમાં છે. જીવ જેની કલા છે એવું આ દિવ્ય સ્વરૂપ હૃદયમાં બિરાજે ત્યારે આ સ્વરૂચની માનસોપચારથી પૂજા કરવી જોઈએ. ત્યાર પછી તન્મય થઈને મારું આવાહન કરવું અને પ્રતતેમા વગેરેમાં સ્થાપના કરવી. પછી મંત્રોથી અંગન્યાસ કરીને તેમાં મારી પૂજા કરવી. 1 ૨૪ | ઉદ્ધવજી! મને આપવામાં આવતા આસનમાં * કર્ય વગેરે ગુભ્ઞો અને વિમલા વગેરે શક્તિઓની ભાવના કરવી. અર્થાત્‌ ખાસનના ચારે ખૂણા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ચૌશ્ચર્યરૂપ ચાર ચરજ્ છે; અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય અને અનેશ્ચર્ય આ ચાર દિશાના ચાર દંડાઓ છે. સત્ત્વ, રજ અને તમ-ૂપી ત્રણ ગુણોના ત્રણ પાટિયાંથી બનેલી પીઠિકા છે. તેના પર વિમલા, ઉતર્ષિશ્ી, જ્ઞાના, ક્રિયા, યોગા, પ્રહવી, સત્યા, ઈશાના અને અનુગ્રહા -આ નવ શક્તિઓ વિરાજમાન છે.આ આસન પર એક અષ્ટદળ કમળ છે, તેની કૂંપળો અત્યંત પ્રકાશમાન છે. કમળકેશરોની પીતવર્ણી કાન્તિ તો અનોખી જ લાગે છે. આ પ્રમાણે આસનની ભાવના કર્યા પછી પાદ્ય, આચમન અને અર્ધ્ય વગેરે ઉપચારો પ્રસ્તુત કરવા. ત્યાર પછી ભોગઅને મોક્ષની સિદ્ધિમાટે વૈદિક અને તાંત્રિક વિધિથી મારી પૂજા કરવી. || ૨૫-૨૬ ॥। 7 શ્રીમદભાગવત [અ૦૨૭ સુદર્શનં પાગ્યજન્યં ગદાસીષુધનુર્હલાન્‌ | મુસલં કૌસ્તુભ માલાં શ્રીવત્સં ચાનુપૂજયેત્‌ ॥ ૨૭॥ નન્દં સુનન્દં ગરુડ પ્રચણં ચણ્ડમેવ ચ | મહાબલં બલં ચૈવ કુમુદં કુમુદેશષણમ્‌ ॥ ૨૮॥ દુર્ગા વિનાયક વ્યાસં વિષ્વક્સેનં ગુરૂન્‌ સુરાન્‌ ! સ્વેસ્વે સ્થાને ત્વભિમુખાન્‌ પૂજયેત્‌પ્રોક્ષણાદિભિઃ ॥ ૨૯॥ ચન્દનોશીરકર્પરકુડકુમાગુરુવાસિતેઃ 1 સલિલૈઃ સ્નાપયેન્મન્ત્રેર્નિત્યદદા વિભવે સતિ ॥ ૩૦॥ સ્વર્ણઘર્માનુવાકેન મહાપુરુષવિઘયા | પૌરુપેણાપિ સૂક્તેન સામભી રાજનાદિભિઃ | ૩૧॥ વસ્ત્રોપવીતાભરણપત્રસગ્ગન્ધલેપનેઃ | અલડકુર્વીત સપ્રેમ મદ્ધક્તો માં યથોચિતમ્‌ | ૩૨॥ પાદ્યમાચમનીયં ચ ગન્ધં સુમનસોડક્ષતાન્‌ ! ધૂપદીપોપહાર્યાણિ દઘાન્મે શ્રદ્ધયાર્ચકઃ ॥ ૩૩॥ ગુડપાયસસર્પીષિ શષ્કુલ્યાપૂપમોદકાન્‌ | સંયાવદધિસૂપાંશ્વ નૈવેધં સતિ કલ્પયેત્‌ | ૩૪॥ અભ્યક્રોન્મર્દનાદર્શદન્તધાવાભિપેચનમ્‌ | અન્નાદ્ગીતનૃત્યાદિ પર્વણિ સ્યુરુતાન્વહમ્‌1 ॥ ૩૫॥ વિધિના વિહિતે કુષ્ડે મેખલાગર્તવેદિભિઃ । અગ્નિમાધાય પરિતઃ સમૂહેત્‌ પાણિનોદિતમ્‌ ॥ ૩૬॥ પરિસ્તીર્યાથ પર્યુક્ષેદન્વાધાય યથાવિધિ | પ્રોક્ષહ્યાડડસાધ દ્રવ્યાણિ પ્રોક્્યાગ્નો ભાવષેત મામ્‌રે || ૩૭ સુદર્શન ચક્ર, પાંચજન્ય શંખ, કૌમોદકી ગદા, ખડગ, બાણ, ધનુષ્ય, હળ, મુસળ - આ આઠ આયુધોની પૂજા આઠ દિશાઓમાં કરવી અને કૌસ્તુભમજ્રિ, વૈજન્યતીમાળા તથા શ્રીવત્સચિહ્નની વક્ષઃસ્થળ પર યથાસ્થાને પૂજા કરવી, || ૨૭ || નંદ, સુનંદ, પ્રચંડ, ચંડ, મહાબલ, બલ, કુમુદ અને કુમુદેક્ષણ - આ આઠ પાર્પદોની આઠ દિશાઓમાં; ગરુડની સામે દુર્ગા, વિનાયક, વ્યાસ અને વિષ્વક્સેનની ચારે ખૂણામાં સ્થાપના કરીને પૂજા કરવી. દેવના ડાબા ભાગે ગુરુનું સ્થાપન કરવું પછી પૂર્વાદિ દિશાઓના ક્રમાનુસાર ઇંદ્ર, અગ્નિ, યમ, સૈર્રત્ય, વરુણ, વાયુ, કુબેર, ઈશાન નામના આઠ દિક્પાલોની સ્થાપના કરીપ્રોક્ષણ, અર્ધ્યદાન વગેરે ક્રમથી પૂજા કરવી, || ૨૮-૨૯ || 4%0્રય ઉદ્વવ! જો શક્તિ હોય તો દરરોજ ચંદન, ખસ, કપૂર, કેસર વગેરે સુગંધિત પદાર્થોથી, સુવાસિત જળથી મને. સ્નાન કરાવવું અને તે વખતે “સ્વર્ણથર્મપરિવેદનમ્‌’ એ નામનો સ્વર્જાધર્માનુવાક, “જિતં તે પુણ્ડરીકાક્ષ’ વગેરે મહાપુરુષવિદ્યા, “સહસ્શીર્ષા પુરુષઃ’ વગેરે પુરુષસૂક્ત અને “ઇન્દ્ર નરો તેમધિતા હવન્ત’ વગેરે મંત્રોક્ત રાજનાદિ સામવેદના સૂક્તોથી અભિષેક કરવો. 1 ૩૦-૩૧ ॥ વસ્ત્ર, યજ્ઞોષવીત, આભૂષણ, તુલસીપત્ર, પુષ્પમાળા, ગંધ અને ચંદનાદિથી પ્રેમપૂર્વક મારો શૃંગાર કરવો. !! ૩ર ॥ ઉપાસકે શ્રદ્ધાપૂર્વક મને પાઘ, આચમન, ચંદન, પુષ્ય, અક્ષત, ધુપ, દીપ વગેરે સામગ્રીઓ સમર્પિત કરવી. ।। ૩૩ ॥જો શક્ય હોય તો ગોળ, ખીર, ધી, માલપુઆ, પૌંઆ, લાહુ, શીરો, દહીં અને દાળ વગેરેવિવિધવ્યંજનોનું નેવેદ્ય અર્પણ કરવું. || ૩૪ ॥ભગવાનના શ્રીવિગ્રહને સુગંધી દ્રવ્યો, પીઠી લગાવીને પંચામૃત વગેરેથી સ્નાન કરાવવું. સુગંધિત પદાર્થાનો લેપ કરવો, દર્પણ દેખાડવું, ભોગ ધરાવવો અને અનુકૂળતા પ્રમાજ્ને અથવા ખાસ પર્વના અવસરપર નૃત્ય,ગીત,ભજન આદિસાથે ભગવન્નામસંકીર્તન વગેરે પજ્ન કરવાં. !! ૩૫ | ઉદ્ધવજી! પૂજાવિધિ પૂરી થયા પછી શાસ્ત્રોક્ત વિધિથી કુંડ બનાવવો. યજવેદી બે પ્રકારની હોય છે. ભૂમિમાં ખાડો કરી અને ભૂમિના ઉપરના ભાગમાં ત્રણ મેખલાઓ કરવી. બીજા પ્રકારમાં ખાડો ન કરતાં જમીન ઉપર પશ્ન મેખલાયુક્ત કુંડ કરી શકાય. તે કુંડમાં અગ્નિ પ્રજજ્વલિત કરીનેચારે બાજુ હાથથી પાણી છાંટી પરિસમૂહન કરવું. | ૩૬ || વેદીની ચારે બાજુ પરિસ્તરણ કરવું અર્થાત્‌ચારે બાજુ ૨૦-૨૦ દર્ભ બિછાવીને મંત્રોચ્ચાર સાથે તેના પર જળ છાંટવું. આ વિષિને કર્મકાંડમાં કુશકુંડિકા કહેવામાં આવે છે. ત્યાર પછી વિધિપૂર્વક “અન્વાધાન’નો સંકલ્પ કરવો. આવાહિત અગ્નિમાં અમુક અમુક દેવતાઓને માટે સમિધાઓ તથા અન્ય દ્રવ્ય દ્વારા શાસ્ત્રમાં બતાવેલી સંખ્યા પ્રમાણે હોમ કરવાની ક્રિયાને અન્વાધાન કહેવાય છે. આ પ્રમાણે સમિધાઓ અગ્નિમાં ૧. અન્નાદિ ગીતનૃત્યાદિ મત્પર્વણિ યથાર્હત- | ૨. પ્રોક્યાદ્િરજ્યદ્રવ્યાણિ પ્રોક્યાગ્નાવાવહેત મામ્‌ | અ૦૨૭] આગિયારમો સ્કંધ 745 તપ્જામ્બૂનદપ્રખ્યૂ શદ્રચક્રગદામ્બુજૈઃ | લસચ્ચતુર્ભુજં શાન્ત પદ્મકિગ્જલ્કવાસસમ્‌ ॥ ૩૮ સ્કુરત્કિરીટકટકકટિસૂત્રવરાડ્દમ્‌્ઘ 1 શ્રીવત્સવક્ષસં ભ્રાજત્કૌસ્તુભં વનમાલિનમ્‌ | ૩૯॥ ધ્યાયજ્ઞભ્યર્્ય દારૂણિ હવિષાડભિઘૃતાનિચે ચ । પ્રાસ્યાજ્યભાગાવાઘારૌ દત્ત્વા ચાજ્યપ્લુતં” હવિઃ ॥ ૪૦॥ જુહુયાન્મૂલમન્ત્રેણ પોડશર્ચાવદાનતઃ | ધર્માદિભ્યો યથાન્યાયં મન્ત્ેઃ સ્વિષ્ટકૃત બુધઃ ।। ૪૧॥ અભ્યર્્યાથ નમસ્કૃત્ય પાર્ષદેભ્યો બર્લિ હરેત્‌ | મૂલમત્ત્રં જપેદ્‌ બ્રહ્મ સ્મરજ્ઞારાયણાત્મકમ્‌ ॥૪૨॥। દત્ત્વાડડચમનમુચ્છેષં વિષ્વક્સેનાય કલ્પયેત્‌ | મુખવાસં સુરભિમત્‌ તામ્બૂલાધમથાર્હયેત્‌ 1 ૪૩॥ ઉપગાયન્‌ ગૃણન્‌ નૃત્યન્‌ કર્માણ્યભિનયન્‌ મમ | શત્કથાઃ શ્રાવયગ્છૃણ્વન્‌ મુહૂર્ત ક્ષણિકો ભવેત્‌ ॥ ૪૪॥ સ્તવૈરુચ્ચાવચૈઃ સ્તોત્રેઃ પૌરાણૈઃ પ્રાકૃતેરપિ | સ્તુત્વા પ્રસીદ ભગવસ્ઞિતિ વન્દેત દણ્ડવત્‌ ॥ ૪૫॥ શિરો મત્પાદયોઃ કૃત્વા બાહુભ્યાં ચ પરસ્પરમ્‌ | પ્રપન્ન પાહિ મામીશ ભીતં મૃત્યુગ્રહાર્ણવાત્‌ ॥ ૪૬॥ પધરાવીને પ્રોક્ષણીપાત્રના જળથી પ્રોક્ષણ કરવું. ત્યાર પછી. અગ્નિદેવતારૂપે ભગવાનનું આ પ્રમાણે પ્યાન કરવું. 1૩૭ ॥ “હે ભગવન્‌! આપ તપાવેલા સોના જેવી કાન્તિવાળા છો. આપે ચારે ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કર્યાં છે. આપ શાંતસ્વરૂપ છો અને આપે કમળના કોમળ તંતુઓ (કૈશર) જેવું પીતવર્ણનું પીતાંબર ધારણ કર્યું છે. || ૩૮ || શ્રીમસ્તક પર કાન્તિમય મુગટ, શ્રીહસ્તમાં ચળકતાં કંકણ, કટિપ્રદેશમાં મેખલા, હાથમાં દિવ્ય બાજુબંધ, વક્ષઃસ્થળ ૫ર શ્રીવત્સનું ચિહ્ન છે. ગળામાં કૌસ્તુભમણિ શોભી રહ્યો છે અને ઘૂંટણ સુધી વનમાળા શોભી રહી છે.’ 1૩૯ || અગ્નિમાં મારા આ સ્વરૂપનું ધ્યાન કરીને પૂજા કરવી જોઈએ. ત્યાર પછી સૂકી સમિધાઓને ઘીમાં બોળીને આહુતિ આપવી. તે પછી આજયભાગ (હવિષ્ય)ને ઘીમાં બોળી આધાર નામની બે આહુતિઓ આપવી, શેષ દ્રવ્ય થીમાં બોળીને આહુતિ આપવી. || ૪૦ | ત્યાર પછી પોતાના ઇષ્મંત્રથી. અથવા “ક નમો નારાયણાય’ એ અરકર મંત્રથી તથા પુરુષસૂક્તના સોળ મંત્રોથી હવન કરવો. બુદ્ધિમાન પુરુષે ધર્મ વગેરે દેવતાઓ માટે પણ વિષિ પ્રમાણે મંત્રોથી હવન કરવો અને સ્વિષ્ટકૃત્‌ આહુતિ પણ આપવી. |। ૪૧ ॥। આ પ્રમાણે અગ્નિમાં અંતર્યામીરૂપે સ્થિત ભગવાનની પૂજા કરી તેમને નમસ્કાર કરવા અને નંદ-સુનંદ વગેરે પાર્ષદોને આઠ દિશાઓમાં હવનકાર્યના અંગરૂપે બલિ આપવો. ત્યાર પછી ભગવાનની પ્રતિમા સામે બેસીને પરબ્રહ્મસ્વરૂપ ભગવાન નારાયણનું સ્મરણ કરી ભગવત્સ્વરૂપ મૂલમંત્ર “કં નમો નારાયણાય’નો જપ કરવો, || ૪૨ ॥ ત્યાર પછી ભગવાનને આચમન કરાવી અને તેમનો પ્રસાદ વિશ્વક્સેન નામના પાર્પદને આપવો. અને પછી ભગવાનને સુગંધિત પાન-મુખવાસ અર્પ્ન કરી પુષ્યાંજલિ આપવી. ॥ ૪૩ ॥ મારી લીલાઓનું ગાન કરવું, વર્ણન કરવું અને મારી જ લીલાઓનો અભિનય કરવો. આ બધું કરતાં કરતાં પ્રેમથી નાચવું. મારી લીલા-કથાઓ પોતે સાંભળવી અને બીજાને સંભળાવવી. થોડા સમય માટે સંસાર અને તેની ઝંઝટને ભૂલીને મારામાં તન્મય થઈ જવું. | ૪૪ || પ્રાચીન ત્રષિઓ દ્વારા અથવા પ્રાકૃત ભક્તો દ્વારા બનાવેલા નાનાં- મોર્ટા સ્તોત્રો-ભજનોથી મારી સ્તુતિ-પ્રાર્થના કરવી કે “હે ભગવન્‌! આપ મારા પર પ્રસન્‍ન થાઓ, મને આપની કૃપાવૃષ્ટિથી ભીંજવી દો. ત્યાર પછી દંડવત-પ્રણામ કરવા. ॥ ૪૫ ॥ ઉપાસકે તેનું મસ્તક મારા ચરણોમાં મૂકીને બન્ને હાથથી - ડાબા હાથથી ડાબો ચરણ અને જમણા હાથથી જમણો ચરણ્ર પકડીને કહેવું - “ભગવન્‌| આ સંસાર- સાગરમાં હૂં ડૂબી રહ્યો છું. મૃત્યુરૂપી ગ્રાહ (મગર) મારો પીછો કરી રહ્યો છે. હું તેનાથી ભયભીત થઈને આપના શરણમાં આવ્યો છું. હે પ્રભુ! આપ મારી રક્ષા કરો.’ || ૪૬ || ૧, ત્યુકુટકટકન | ૨. હવિષ્યાજિ ધૃતાનિ ચ | ૩. ચાજ્વાપ્લુતં ! 746 શ્રીમદભાગવત [અ૦ ૨૭ ઇતિ શેષાં મયા દત્તાં શિરસ્યાધાય સાદરમ્‌ ! ઉદ્વાસયેચ્ચેદુદ્વાસ્યં જ્યોતિજ્યોતિષિ તત્‌ પુનઃ ॥ ૪૭॥ અર્ચાદિષુ યદા યત્ર શ્રદ્ધા માં તત્ર ચાર્ચયેત્‌ | સર્વભૂતેષ્વાત્મનિ ચ સર્વાત્માહમવસ્થિતઃ | ૪૮॥ એવં ક્રિયાયોગપયૈઃ પુમાન્‌ વૈદિકતાન્તિકેઃ । અર્ચશ્નુભયતઃ સિદ્ધિ મત્તો વિન્દત્યભીપ્સિતામ્‌ | ૪૯॥ મદર્ચા સમ્પ્રતિષ્ઠાપ્ય મન્દિરં કારયેદ્‌ દેઢમ્‌ | પુષ્પોધાનાનિ રમ્યાણિ પૂજાયાત્રોત્સવાશ્રિતાન્‌ ॥ ૫૦॥ પૂજાદીનાં પ્રવાહાર્થ મહાપર્વસ્વથાન્વહમ્‌ | ક્ષેત્રાપણપુરગ્રામાન્‌ દત્ત્વા મત્સાર્ષ્ટતામિયાત્‌ || ૫૧॥॥ પ્રતિષ્ઠયા સાર્વભૌમં સવ્મના ભુવનત્રયમ્‌ | પૂજાદિના બ્રહ્મલોકં ત્રિભિર્મત્સામ્યતામિયાત્‌ | પર ॥ મામેવ નૈરપેક્યેણ ભક્તિયોગેન વિન્દતિ | ભક્તિયોગં સ લભતે એવં યઃ પૂજયેત મામ્‌ | ૫૩॥ યઃ સ્વદત્તાં પરેરદત્તાં હરેત સુરવિપ્રયોઃ । વૃર્્તિ સ જાયતે વિડૂભુગ્‌ વર્ષાણામયુતાયુતમ્‌ ॥ ૫૪॥ કર્તુલ સારથેર્હેતોરનુમોદિતુરેવ ચ | કર્મણાં ભાગિનઃ પ્રેત્ય ભૂયો ભૂયસિ તત્‌ ફલમ્‌ ॥ પપ॥ આ પ્રમાશે સ્તુતિ કરીને મને અર્પણ કરેલી માળા આદર સાથે પોતાના મસ્તક પર મૂકવી, તેને મારો પ્રસાદ સમજવો. જો વિસર્જન કરવું હોય તો એવી ભાવના કરવી જોઈએ કે, પ્રતિમામાં જીવકલા (ભગવદ્‌ વિગ્રહ)નું ધ્યાન કરતાં તેમાં સ્થાપિત કરેલી જ્યોતમાંથી એક દિવ્ય જ્યોત નીકળીને મારા હદયમાં રહેલી જ્યોતમાં લીન થઈ ગઈ છે. બસ, આ જ પ્રભુકાર્યનું વિસર્જન છે. ।। ૪૭ ।। ઉદ્વવજી! ગ્રતિમા વગેરેમાં જ્યાં જ્યારે શ્રદ્ધા થાય ત્યાં ત્યારે મારી પૂજા કરવી જોઈએ, કેમકે હું સર્વાત્મા છું અને સધળા પ્રાણીઓના ૬દયમાં સ્થિત છું, || ૪૮ || ઉદ્ધવજી! જે મનુષ્પ આ પ્રમાણે વૈદિક, તાંત્રિક ક્રિયાયોગ દ્વારા મારી પૂજા કરે છે, તે આ લોક અને પરલોકમાં મારી પાસેથી અભીષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. 1 ૪૯ ॥ જો સામર્થ્ય હોય તો ઉપાસકે સુંદર અને સુદઢ મંદિર નિર્માણ કરાવવું અને તેમાં મારી પ્રતિમા સ્થાપિત કરવી. સુંદર-સુંદર પુષ્યોનો બગીચો બનાવવો અને નિત્યપૂજા, પર્વ-પૂજા અને મોટા-મોટા ઉત્સવોનું આયોજન કરવું. ॥ ૫૦ ॥ ર્વના પ્રસંગે ઉત્સવો અને દૈનિક પૂજાકાર્ય નિરંતર ચાલતાં રહે તે માટે જે મનુષ્ય પોતાનાં ખેતર, દુકાન, શહેર કે ગામ અર્ષશ્ર કરી દે છે તેને મારા જેવા ઔશ્ર્યની પ્રાપ્તિ થાય છે. ॥ ૫૧ ॥ મારી મૂર્તિની પ્રતિષ્ઠા કરવાથી પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય, મંદિરના નિર્માણથી ત્રિલોકનું રાજ્ય, પૂજા વગેરેની વ્યવસ્થા કરવાથી બ્રહ્મલોક અને આ ત્રણે કાર્યો માટે ન્યોછાવર કરવાથી મારા જ એશ્વર્યની પ્રાપ્તિ થાય છે. |! પર !! જે નિષ્કામભાવે મારી પૂજા કરે છે, તેને મારી ભક્તિ પ્રાપ્ત થાય છે અને તે. નિષ્કામભક્તિથી સ્વયં મને પ્રાપ્ત કરી લે છે. || ૫૩ || [જે વ્યક્તિ પોતે આપેલા અથવા બીજાએ આપેલા ભગવાન અને બ્રાહ્મણો માટેના દાન-નિર્વાહને આંચકી લે છે, તે કરોડો વર્ષો સુધી વિષ્ટાનો કીડો બને છે, !! ૫૪ | ઉદ્ધવ! દાન આપનાર, દાન કરવામાં પ્રેરણા આપનાર, આપેલા દાનનું અનુમોદન કરનારને દાન આપનારના જેવું જ ફળ પ્રાપ્ત થાય છે. જેટલું વધારે સારા કામમાં પ્રદાન એટલું. વધારે ફળ મળે છે એમાં શંકરા નથી. | ૫પ || ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે સપ્તવિંશોડધ્યાયઃ || ૨૭ || આંશિયારમા સ્કંધ-અંતર્ગત સત્તાવીસમો અધ્યાય સમાપ્ત.