ઓગણત્રીસમો અધ્યાય ભાગવત-ધર્મોનું નિરૂપણ અને ઉદ્ધવજીનું બદરિકાશ્રમ જવું ઉદ૧ ઉશચ સુદુશ્રામિમાં મન્પે યોગચર્યામનાત્મનઃ | યથાગ્સસા’ પુમાન્ સિદ્ધયેત્ તન્મે બરૂહ્ગ્જસાડચ્યુત | ૧॥ પ્રાયશઃ પુછ્ડરીકાક્ષ યુગ્જન્તો યોગિનો મનઃ | વિષીદન્ત્યસમાધાનાન્મનોનિગ્રહકર્શિતાઃ ॥૨!॥| અથાત આનન્દદુથં પદામ્બુજં હંસાઃ શ્રવેરશ્નરવિન્દલોચન । સુખં નુ વિશ્વેશ્વર યોગકર્મભિ- સ્ત્વન્માયયાડમી વિહતા ન માનિનઃ ॥ ૩॥ કિં ચિત્રમચ્યુત તવૈતદશેષબન્ધો દાસેષ્વનન્યશરણેષુ યદાત્મસાત્ત્વમ્ | યોફ્રોચયત્ સહ મૃગૈઃ સ્વયમીશ્વરાણાં શ્રીમત્કિરીટતટપીડિતપાદપીઠઃ 1૪॥ તં ત્વાડખિલાત્મદવિતેશ્વરમાશ્રિતાનાં સર્વાર્થદં સ્વકૃતવિદ્ વિસૂજેત કો નુ! કો વા ભજેત્ કિમપિ વિસ્મૃતયેડનુ ભૂત કિં હા ભવેન્ન તવ પાદરજોજુષાં નઃ ॥૫॥ નૈવોપયન્ત્યપથિતિંચ ક્વયસ્તવેશ બ્રહ્માયુષાપિ કૃતમૃદ્ધમુદઃ સ્મરત્તઃ | યોડન્તર્બહિસ્તનુભૃતામશુભં વિધુન્વ- જ્ઞાચાર્યચૈત્યવપુષા સ્વગતિં વ્યતક્તિ ॥ ૬॥ ઉદ્ધવજીએ કહ્યું — હે અચ્યુત ! જેને પોતાનું મન વશ કર્યું નથી, તેના માટેઆપે કહેલી આ યોગસાધનાને હું અત્યંત દુષ્કર, સમજું છું. તેથી હવે આય એનું કોઈ સહેલું અને સુગમ સાધન. બતાવો કે જેનાથી મનુષ્ય અનાયાસે જ પરમપદને પ્રાપ્ત થઈ શકે. ।। & ॥હે કમળનથન! આપ જાણો જ છો કે આપને પ્રાપ્ત કરવ માટે મોટા ભાગના યોગીઓ જ્યારે તેમના મનને એકાગ્ર કરવા લાગે છે ત્યારે વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ મનને વશ કરવામાં સફળ થતા નથી, અને છેવટે હારી જાય છે. આ રીતે આપની પ્રાપ્તિ ન થઈ શકવાના કારજે દુઃખ જ ભોગવે છે (આવાં દુઃખોથી નિવૃત્ત થવાનો શો ઉપાય છે તે કહેવાની કૃપા કશે.) ॥૨ [| હે કમળનયન! હે વિશ્વેશ્વર! આપનાં ચરણકમળ આનંદની વૃષ્ટિ કરનારાં છે અને આપના અનન્ય પ્રેમી ભક્તો આ ચરણોની શરભ્રાગતિ લે છે, પરંતુ જેઓ યોગ અને કર્મોથી પોતાને શ્રેષ્ઠ માનતા હોય છે એવા લોકોની બુદ્ધિ આપની માયથી મોહિત થઈ જવાથી આપનો આશ્રય લેતા નથી. ॥ ૩ ॥હે અચ્યુત! આપ સર્વ જગતના હિતૈષી સુઠદ છો. આપ આપના અનન્ય શરણાગત ભક્તોને અપનાવી લો છો, તેમને આપના સ્વરૂપનું દાન આપી દો છો, એટલું જ નહીં, તેમતા સેવક કની જાઓ છો. (જેમ બલિ રાજાને ત્યાં આપ દ્રારપાલ બનો ગવા, નરસિંહ મહેતાનું આપે કહું કાર્ય નથી કર્યું? વગેરે વગેરે) જોકે આપ બધા લોકપાલોના અધીશ્ચર છો, બ્રહ્મા વગેરે લોકેશ્વરો આપને ભક્તિપૂર્વક પ્રજ્ઞામ કરે છે. તેઓ આપની ચરણપાદુકાઓ મૂકવાની પીઠિકાને પોતાનાં મુગટોના સગ્રભાગથી શ્રદ્ધાપ્રેમપૂર્વક સાષ્ટાંગ પ્રજ્ઞાષ કરે છે. આટલા મહાન હોવા છતાં પદ્ય આપે સમાવતાર વખતે પ્રેમવશ થઈને વાનરોની સાથે મિત્રતા કરી. એ કોઈ આપના માટે આશ્ચર્યની વાત નથી, કારણ કે, આપને તો ભક્તિ જ પ્રિય છે. ॥ ૪ ॥ હે પ્રભુ! આપ સર્વના પ્રિયતમ સ્વામી અને આત્મા છો. આપ આપતા અનન્ય શરશાગતોને સર્વ કાંઈ આપી દો છો. આપે આપના ભક્તોનાં જે અદ્દભૂત કામો કર્યા છે તે જાલ્રીને એવ કોણ હશે જે કોઈ ભૌતિક સુખ માટે આપની ઉપાસના કરશો? શરણ કે, ભૌતિક સુખો તો આપની વિસ્મૃતિ કરાવનારા છે. અમે તો આપના ચરશ્લોની રજના ઉપાસક છીએ, તેથી અમારા માટે શું દુર્લભ છે? 1! ૫ ।! હે ઈશ! અમારા મનમાં આપના દ્વારા કરાયેલા ઉપકારોનું વારંવાર સ્મરશ થઈ રહ્યું છે. આ દેવોને પશ દુર્લભ એવું મતુષ્ય-શરીર અમને ફક્ત આપની કપાથી જ મળ્યું છે. આપની આ અપાર અનુકંપાનું વારંવાર સ્મરણ કરતાં કરતાં અમારા કૃદયમાં પરમાનંદની ભરતી આવી સ્હીછે. આપન કૃપા એટલી બધી છે કે તેનું અમે અનુમાન પ ૧. અયાઝસા ! ૨. નન્યયવિરતિ । અમ ર૯] અગિયારમો સ્કંધ 7ક્ક શ્રીશુક 6૧૨ ઇત્યુદ્ધવેનાત્યનુરક્તચેતસા પૃષ્ટો જગત્ક્રીડનક: સ્વશક્તિભિઃ | ગૃહીતમૂર્તિત્રય ઈશ્વરેશ્વરો જગાદ સપ્રેમમનોહરસ્મિતઃ ॥ ૭॥ શભગવાનુવચ હન્ત તે કથવિષ્યામિ મમ ધર્માન્ સુમકલાન્5 । યાડ્છૂદ્રયાડડચરન્ મર્ત્યો મૃત્યું જયતિ દુર્જયમ્ ॥ ૮॥ કુર્યાત્ સર્વાણિ કર્માણિ મદર્થ શનકૈઃ સ્મરન્ મય્યર્પિતમનાશ્ચિત્તો મદ્ધર્માત્મમનોરતિઃ || ૯॥ દેશાન્ પુણ્યાનાશ્રયેત મદ્ધક્તેઃ સાધુભિઃ શ્રિતાન્ । દેવાસુરમનુષ્ષુષુ મદ્ધક્તાચરિતાનિ ચ |૧૦॥ પૃથક્ સત્રેણ વા મહ્યં પર્વયાત્રામહોત્સવાન્ | કારયેદૂ ગીતનૃત્યાધૈર્મહારાજવિભૂતિભિઃ૨ ॥ ૧૧॥ મામેવ સર્વભૂતેષુ બહિરત્તરપાવૃતમ્ | ઈક્ષેતાત્મનિ ચાત્માન” યથા ખમમલાશયઃ |1 ૧૨ ઇંતિ સર્વાણિ ભૂતાનિ મદ્ધાવેન મહાધુતે | સભાજયન્ મન્યમાનો જ્ઞાનં કેવલમાશ્રિતઃ ॥ ૧૩॥ બ્રાહ્મણે પુલ્કસે સ્તેને બ્રહ્મણ્યેડર્કે સ્કુલિક્નકે । અફ્રરે ફ્રરકે ચૈવ સમદંક્ પણ્ડિતો મતઃ || ૧૪॥ નરેષ્વભીક્ષ્ણં મદ્ધાવં પુંસો ભાવયતોડચિરાત્ | સ્પર્ધાસુયાતિરસ્કારાઃ સાહકારા વિયન્તિ હિ || ૧૫॥ વિસૃજ્ય સ્મયમાનાન્ સ્વાન્ દંશંદ્રીડાં ચ દૈહિકીમ્ | પ્રણમેદ્ દણ્ડવદૂ ભૂમાવાશ્ચચાણ્ડાલગોખરમ્ | ૧૬! કરી શકતા નથી. જો બ્રહ્માજીનું આયુષ્ય મળી જાય તો પણ અમે આપના ઉપકારોનો બદલો ચૂકવી શકીએ એમ નથી. મનુષ્યની અંદર અને બહાર જે પણ અમંગળો છે તેમનું નિવારણ કરી મંગળ કરવા માટેબહારથી આચાર્યરૂપે આપ જ જ્ઞાનનો ઉપદેશ કરો છો અને અંતર્યામીરૂપે પોતાને અંતરાત્માના રૂપમાં પ્રગટ કરીને તેમનું અજ્ઞાન પણ આપ જ હરી લો છો. || ૬ ।। શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ બ્રહ્માદિ ઈશ્વરોના પણ ઈશ્વર છે. તેઓ જ પોતાની શક્તિથી સત્ત્વ, રજ વગેરે ગુણો દ્વારા બ્રહ્મા, વિષ્ણુ અને સુદ્રૂપ ધારણ કરે છે. આ જગતની ઉત્પત્તિ આદિ એમની ક્રીડા માત્ર છે. ઉદ્વજીએ અનુરાગથી ઊભરાતા ચિત્તે તેમને આ પ્રમાણ્રે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે મંદ મંદ હાસ્યથી ખૂબ જ પ્રેમપૂર્વક આ પ્રમાણે કહ્યું - ૭ | 9. શ્રીભગવાને કહ્યું - પ્રિય ઉદ્વવ! તમારી અનુરાગભરી વાણીથી મને ખૂબ આનંદ થયો છે. હું તમને પોતાના તે મંગલમય ભાગવતધર્મોનો ઉપદેશ આપું છું, જેનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરીને મનુષ્ય સંસારરૂપ દુર્જય મૃત્યુને અનાયાસે જીતી લે છે. !! ૮ ।! ઉદ્વવજી! મારા ભક્તે તેનાં બધાં કર્મો મારા માટે જ કરવાં અને તે કર્મો કરતાં કરતાં મારું સતત અનુસંધાન વધારવું. આથી થોડા જ સમયમાં તેનું મન અને ચિત્ત મને સમર્પિત થઈ જશે. તેનું મન અને આત્મા મારા ધર્મમાં જ પ્રીતિ કરવા લાગશે. | ૯ || મારા ભક્તે, સાધુપુરુષો જે પવિત્ર સ્થાનમાં નિવાસ કરે છે ત્યાં રહેવું અને દેવો, અસુરો અથવા મનુષ્યોમાં જે મારા અનન્ય ભક્ત હોય તેમનાં આચરણોનું અનુકરણ કરવું. || ૧૦ । પર્વના પ્રસંગે બધા સાથે મળીને અથવા એકલાં જ નૃત્ય-ગાન-વાધ વગેરે રાજોચિત ઠાઠથી યાત્રા વગેરે મહોત્સવો કરવા. || ૧૧ ॥ શુદ્ધ અંતઃકરણ્વાળો પુરુષ આકાશ જેવા અંદર-બહાર પરિપૂર્ણ અને આવરણરહિત મુજ પરમાત્માને જ સમસ્ત પ્રાણીઓમાં અને પોતાના કૃદયમાં સ્થિત જુએ. || ૧૨ ॥ નિર્મળબુદ્ધિના , ઉદ્ધવજી! જે સાધક કેવળ આ જ્ઞાનદષિનો આશ્રય લઈને સંપૂર્ણ પ્રા્નીઓ અને પદાર્થોમાં મારું દર્શન કરે છે અને તેમને મારું જ સ્વરૂપ માનીને તેમનો સત્કાર કરે છે તથા બ્રાહ્મણ કે ચાંડાળમાં, ચોર અને બ્રાહ્મણભક્તમાં, સૂર્ય અને ચિનગારીમાં તથા દયાળુ અને ફરમા સર્વત્ર સમાનદ રિ રાખે છે તેને ખરો જ્ઞાની સમજવો જોઈએ. || ૧૩-૧૪ || જયારે આ પ્રકારે બધા જ પ્રાણીઓમાં મારી જ ભાવના કરવામાં આવે છે ત્યારે થોડા જ દિવસોમાં સાધકના ચિત્તમાં સ્પર્ધા, ઈર્ષ્યા, તિરસ્કાર અને અહંકાર વગેરે દોષો દૂર થઈ જાય છે. ॥ ૧૫ પોતાના જ લોકો જો મજાક કરે તો તેમની પરવા ન કરવી; લોકલાજને છોડી દેવી અને કૂતરું, ચાંડાળ, ગાય અને ગધેડામાં તથા પોતાનામાં પણ દેહબુદ્ધિ છોડીને બધામાં એક પરમાત્મા જ બિરાજી રહ્યા છે - આવી ભાવનાથી બધાંને સાષ્ટાંગ પ્રણામ કરવા. | ૧૬ || ૧. મહાફલાન્ | ૨. નૃત્યગીતાથર્મહાટ । ૩. ચાત્મસ્થં | 1 1553 ] 0૦ 8૦ ત૦ ( છળ્ક-2 ) મુઝઞસતી 53 756 શ્રીમદભાગવત [અર ૨૯ યાવત્ સર્વેષુ ભૂતેષુ મદ્ધાવો નોપજાયતે | તાવદેવમુપાસીત વાડમનઃકાયવૃત્તિભિઃ૬ ॥ ૧૭॥॥ સર્વ બ્રહ્માત્મકં તસ્ય વિધયાડડત્મમનીષયા | પરિપશ્યશ્ુપરમેત્ સર્વતો મુક્તસંશયઃ ॥ ૧૮! અયં હિ સર્વકલ્પાનાં સધ્રીચીનો મતો મમ | મદ્ધાવઃ સર્વભૂતેષુ મનોવાક્કાયવૃત્તિભિઃ | ૧૯॥ ન લકઞોપકમે ધ્વંસો મદર્મસ્યોદ્વાશ્વપિ | મયા વ્યવસિતઃ સમ્યડનિર્ગુણત્વાદનાશિષઃ | ૨૦॥ યો યો મથિ પરે ધર્મઃ કલ્પ્યતે નિષ્ફલાય ચેત્ | તદાયાસો નિરર્થઃ સ્યાદ્ ભયાદેરિવ સત્તમ | ૨૧॥। એષા બુદ્ધિમતાં બુદ્ધિર્મનીષા ચ મનીષિણામ્ | યત્ સત્યમનૃતેનેહ મર્ત્યેનાપ્નોતિ* મામૃતમ્ ॥ ૨૨॥ એષ તેડભિહિતઃ કૃત્સ્નો બ્રહ્મવાદસ્ય સહગ્રહઃ | સમાસવ્યાસવિધિના દેવાનામપિ દુર્ગમઃ ॥ ૨૩॥ અભીક્ષાશસ્તે ગદિતં શાન વિસ્પષ્ટયુક્તિમત્ । એતદ્ વિજ્ઞાય મુચ્યેત પુરુષો નષ્ટસંશયઃ | ૨૪॥ સુવિવિક્ત તવ પ્રશ્ન મપૈતદપિ ધારથેત્ | સનાતનં બ્રહ્મગુહ્મં પરં બ્રહ્માધિગચ્છતિ | ર૫॥ ચ એતન્મમ ભક્તેષુ સમ્પ્રદઘાત્ સુપુષ્કલમ્ ! તસ્યાર્હ બ્રહ્મદાયસ્ય દદામ્યાત્માનમાત્મના ॥ ર૬॥। જ્યાં સુધી સમસ્ત પ્રાણીઓમાં મારી ભાવના - ભગવદ્ભાવ થાય નહિ ત્યાં સુથી આ પ્રમાણે મન, વાણી અને શરીરના બધા સંકલ્પો અને કર્મો દ્વાર મારી ઉપાસના કરતાં રહેવું. 1૧૭ |! ઉદ્રવજી! જ્યારે આ પ્રમાણે સર્વત્ર આત્મબુદ્ધિ - બ્રહ્મબુદ્ધિનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે ઘોડા જ દિવસમાં તેને જ્ઞાન ત્રાપ્ત થાય છે અને તેને સર્વમાં પરમાત્મા દેખાવા લાગે છે. આવી બ્રહ્મદષ્ટિ થઈ જતાં બધા સંશયો આપમેળે નિવૃત્ત થઈ જાય છે અને આ રીતે તેને મારે સાક્ષાત્કાર થતાં તે સંસારથી ઉપરામ થઈ જાય છે. || ૧૮ ॥ મારી પ્રાપ્તિનાં સાધનોમાં સર્વથી શ્રેષ્ઠ સાધન એ જ છે કે સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોમાં મન, વાણી અને શરીરની સમસ્ત વૃત્તિઓથી મારી જ ભાવના કરવી. || ૧૯ || ઉદ્વવજી! આ જ મારો પોતાનો ભાગવત ધર્મ છે. આ ધર્મનો એકવાર આરંભ કરી દેવાથી પછી કોઈ પ્રકારની ન્યૂનતા રહી જાય તો પણર તે ધર્મનો નાશ થતો નથી. કારણ કે, આ નિષ્કામ ધર્મ છે અને સ્વયં મેં જ આ ધર્મને (નિર્ગુણ હોવાથી) સર્વોત્તમ માન્યો છે. ॥ ૨૦ ॥ ઉદ્ધવજી! ભાગવત ધર્મમાં ત્રુટિ રહેવાની તો વાત દૂર રહીં, જો આ ધર્મનું આચરણ કરનાર સાધક ભય-શોકના અવસરે થનારી ભાવના, રડવું -ફૂટવું,ભાગી જવું જેવાં નિરર્થક કર્મો પણ નિષ્કામભાવે મને સમર્પિત કરી દે તો તે પણ મારી પ્રસન્નતાને કારણે ધર્મ બની જાય છે. ॥ ૨૧ ॥ બુદ્ધિમાનોની બુદ્ધિમતા અને આત્મશાનીઓનું શાન એમાં છે કે તેઓ અસત્ય અને વિનાશી એવા આ શરીરથી સત્ય અને અમૃતસ્વરૂપ મુજ પરમાત્માને પ્રાપ્ત કરી લે. | રર ॥ ઉદ્ધવજી! આ સંપૂર્ણ બ્રહ્મવિદ્યાનું રહસ્ય મેં સંક્ષેપમાં અને વિસ્તારથી તમને કહ્યું છે. આ રહસ્યને સમજવું દેવો માટે પણ ખૂબ કઠણ છે, |! ૨૩ |! મેં સારી રીતે સ્પષ્ટ અને યુક્તિપૂર્વક જ્ઞાનનું વરદાન જે રીતે,વારંવાર કર્યું છે, તેના મર્મને જે સમજી લે છે તેના હદયની સંશય-ગ્રંથિઓ છિન્ન-ભિન્ન થઈ જાય છે અને તે મુક્ત થઈ જાય છે. 1 ર૪ ॥ (પિંતમારા પ્રશ્નનો સારી પેઠે ખુલાસો કરી દીધો. જે લોકો આપણી આ પ્રશ્નોત્તરીરૂપે થયેલા સંવાદને ધ્યાનથી ફૃદયસ્થ કરશે તે વેદોના પણ પરમ રહસ્ય સનાતન પર્રહ્મને પ્રાપ્ત કરી લેશે. ॥ ર૫ |! જે પુરુષ મારા ભક્તોને તમારો અને મારો આ સંવાદ સારી રીતે સમજાવશે તે જ્ઞાનદાતાને હું પ્રસન્ન થઈ મારું સ્વરૂપ પણ આપી દઈશ, તેને આત્મજ્ઞાન કરાવી દઈશ. ॥ ર૬ ॥ ૧. કર્મભિઃ | ૨. મર્ત્યો વાડડ્નોતિ ! [15531 ઝટર૯] અગિયારમો સ્કંધ 757 ય એતત્ સમધીયીત પવિત્રં પરમં શુચિ । સ પૂઘેતાહરહર્મા જ્ઞાનદીપેન દર્શયન્ ॥ ૨૭॥ ય એતચ્છૂદ્વયા નિત્યમવ્યગ્રઃ શૃણુયાન્ષરઃ | મથિ ભકિત પરાં કુર્વન્ કર્મભિર્ન સ બધ્યતે ॥ ર૮॥ અપ્યુદ્ધવ ત્વયા બ્રહ્મ સખે સમવધારિતમ્ય । અપિ તે વિગતો મોહઃ શોકશ્ચાસૌ મનોભવઃ ॥ ર૯॥ સૈતત્ત્વયા દામ્ભિકાય નાસ્તિકાય શઠાય ચ | અશુશ્રૂષોરભક્તાય દુર્વિનીતાય દીયતામ્ || ૩૦|| એતૈ્દોપૈર્વિહીનાય બ્રહ્મ્યાય પ્રિયાય ચ | સાધવે શુચયે બ્રૂયાદ્ ભક્તિઃ સ્યાચ્છૂદ્રયોપિતામ્ | ૩૧। નૈતદ્ વિજ્ઞાય જિજ્ઞાસોર્શાતવ્યમવશિષ્યતે ! પીત્વા પીયૂષમમૃતં પાતવ્યં નાવશિષ્યતે | ૩૨॥ જ્ઞાને કર્મણિ યોગે ચ વાર્તાયાં દણ્ડધારણે । યાવાનર્થો નૃણાં તાત તાવાંસ્તેડરહં ચતુર્વિધઃ ॥। ૩૩॥ મર્ત્યો યદા ત્યક્તસમસ્તકર્મા નિવેદિતાત્મા વિચિકીર્ષિતો મે | તદાડમૃતત્વં પ્રતિપધમાનો મયાડડત્મભૂયાય ચ કલ્પતે વૈ ॥ ૩૪॥ કશુક ઉશચ સ એવમાદર્શિતયોગમાર્ગ- સ્તદોત્તમશ્લોકવચો નિશમ્ય | બદ્ધાગઝ્જલિઃ પ્રીત્યુપરુદ્ધકણ્ઠો ન કિગ્ચિદ્ચેડશ્રુપરિપ્લુતાક્ષઃ ॥ ૩૫॥ વિષ્ટભ્ય ચિત્ત પ્રણયાવઘૂર્ણ પૈર્યેણ રાજન્ બહુ મન્યમાનઃ | કૃતાગ્જલિઃ પ્રાહ યદુપ્રવીરં શીર્ષ્ણા સ્પૃશંસ્તચ્ચરણારવિન્દમ્ | ૩૬॥ ઉદ્ધવજી! આ તમારો અને મારો સંવાદ સ્વયં તો પવિત્ર છે જ, બીજાને પણ પવિત્ર કરવાવાળો છે. જે દિરરોજ આ સંવાદનો પાઠ કરશે અને બીજાને સંભળાવશે તે આ જ્ઞાનદીપ દ્વારા બીજાને મારું દર્શન કરાવવાને કારણે પવિત્ર બની જશે. | ર૭ ॥ જે કોઈ એકાગ્રચિત્તે આ સંવાદને શ્રદ્ધાપૂર્વક નિત્ય સાંભળશે, તેને મારી પરાભક્તિ પ્રાપ્ત થશે અને તે કર્મબંધનથી મુક્ત થઈ જશે. !। ૨૮ ॥ પ્રિય સખા! તમે સારી રીતે બ્રહ્મનું સ્વરૂપ સમજી લીધું ને? અને તમારા ચિત્તનો મોહ અને શોક તો દૂર થઈ ગયો ને? ॥ ૨૯ || તમે આ સંવાદ દંભી, નાસ્તિક, શઠ, અશ્રદ્ધાળુ, ભક્તિહીન અને ઉદ્ધત મનુષ્યને ક્યારેય કહેશો નહીં. || ૩૦ | જે લોકો આવા દોષ- રહિત હોય, બ્રાહ્મણભક્ત હોય, પ્રેમી હોય, સાધુ સ્વભાવના હોય અને જેમનું ચરિત્ર પવિત્ર હોય તેને આ પ્રસંગ સંભળાવવો જોઈએ. જો શૂદ્ર અને સ્રી પણ મારા પ્રતિ પ્રેમ અને શ્રદ્ધા-ભક્તિ રાખતાં હોય તો તેમને પણ આનો ઉપદેશ કરવો જોઈએ. | ૩૧ | જેમ દિવ્ય અમૃતપાન કરવાથી કશું જ પાન કરવાનું શેષ રહેતું નથી, તેવી જ રીતે આ જ્ઞાનને જાણી લીધા પછી જિજ્ઞાસુ માટે બીજું કશું પણ જાણવાનું શેષ રહેતું નથી. ॥ ૩૨ ॥ પ્રિય ઉદ્ધવ! મનુષ્યને જ્ઞાનથી મોક્ષ, કર્મોથી ધર્મ, યોગથી એશ્ચર્ય, ખેતી-વેપાર વગેરેથી ધન અને રાજનીતિ વગેરેથી જે ઔશ્વર્ય પ્રાપ્ત થાય છે તે ચારે પ્રકારનો પુરુષાર્થ તમારા જેવા ભક્તો માટે તો હું જ છું. || ૩૩ || મનુષ્ય જ્યારે બધાં કર્મો મને અર્પી દે છે, મારા અનન્યશરણે થઈ જાય છે અને તેની બધી જ ક્રિયાઓ મારા માટે જ થાય છે, ત્યારે તેના બધા વહેવાર મારી સાથે જ થાય છે, તે મને અત્યંત પ્રિય હોય છે. પછી હું પણ તેના માટે શું શું કરું “ એવું વિચારતો રહું છું, તેનું પ્રિય કરવાની પ્રબળ ઉત્કંઠા રહે છે. આવો ભક્ત અમૃતત્વને પ્રાપ્ત થઈ મારો આત્મસ્વરૂપ થઈ જાય છે. 1૩૪ ॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! હવે ઉદ્વવજી યોગમાર્ગનો સંપૂર્ણ ઉપદેશ પ્રાપ્ત કરી ચૂક્યા. ભગવાન શ્રીકૃષ્ણની વાત સાંભળીને તેમની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. વિદ્રળ થઈને તેમનું ગળું રુંધાઈ ગયું. તેઓ ચૂપચાપ હાથ જોડી રહ્યા. મુખથી કાંઈ બોલી શક્યા નહીં. | ૩૫ || તેમનું ચિત્ત પ્રેમના આવેશમાં વિહ્વળ થઈ રહ્યું હતું, તેમણે દૈર્યથી મનને રોકયું અને પોતાને પરમ ભાગ્યશાળી સમજીને યદુવંશશિરોમણિ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં મસ્તક મૂકી પ્રણામ કર્યા તથા હાથ જોડીને તેમની પ્રાર્થના કરી. ૩૬ ॥ ૧. સમુપધારિતમ્ [ 1553] 758 શ્રીમદભાગવત [અનર ઉદર 6૨૨ વિદ્રાવિતો મોહમહાન્ધકારો ય આશ્રિતો મે તવ સત્ઞિધાનાત્ | વિભાવસોઃ કિં નુ સમીપગસ્ય ર શીતં તમો ભીઃ પ્રભવન્ત્યજાધ* || ૩૭॥ પ્રત્યર્પિતો મે ભવતાડનુકમ્પિના ભૃત્યાય વિજ્ઞાનમયઃ કૃતશસ્તવ પાદમૂલં કોડન્યત્ સમીયાચ્છરણં ત્વદીયમ્ ॥ ૩૮॥ પ્રદીપઃ | હિત્વા વૃક્ણશ્વ મે સુદંઢઃ સ્નેહપાશો દાશાર્હવૃષ્ણ્યન્ધકસાત્વતેષુ 1 પ્રસારિતઃ સૃષ્ટિવિવૃદ્ધકો ત્વયા સ્વમોયયા હ્યાત્મસુબોધહેતિના || ૩૯॥ નમોડસ્તુ તે મહાયોગિન્ પ્રપન્નમતુશાધિ મામ્ ! યથા ત્વચ્ચરણામ્ભોજે રતિઃ સ્યાદનપાયિની ।। ૪૦॥ કંજગવાઝુશચ ગચ્છોદ્વવ મયાડડદિષ્ટો બદર્યાખ્યં મમાશ્રમમ્ । તત્ર મત્પાદતીર્થોદે સ્નાનોપસ્પર્શનૈઃ શુચિઃ | ૪૧॥ ઈક્ષયાડલકનન્દાયા વિધૂતાશેષકલ્મષઃ | વસાનો વલ્કલાન્યજ્ઞ વન્યભુક્ સુખનિઃસ્પૃહઃ | ૪૨॥ તિતિકુર્ઠન્દ્રમાત્રાણાં સુશીલ: સંયતેન્દ્રિયઃ | શાન્તઃ સમાહિતધિયા જ્ઞાનવિજ્ઞાનસંયુતઃ | ૪૩॥ મત્તોડનુશિક્ષિતં યત્તે વિવિક્તમનુભાવયન્ | મય્યાવેશિતવાકચિત્તો મદ્ધર્મનિરતો ભવ | અતિવ્રજ્ય ગતીસ્તિસો મામેષ્યસિ તતઃ પરમ્ | ૪૪॥ ઉદ્ધવજીએ કહ્યું - હે બ્રહ્માના પણ આદિ! મેં જે મહાન મોહરૂપી અંધકારનો આશ્રય લીધો હતો તે આપે આપની જ્ઞાનદૃષ્ટિથી દૂર કરી દીધો, અર્થાત્ તે સદાને માટે ભાગી ગયો. ખરેખર! જે અગ્નિ પાસે જાય છે તેને શું ઠંડી, અંધકાર અને તેના દ્વારા ઉત્પન્ન થતો ભય ઊભો રહી શકે? કદાપિ નહીં. 1૩૭ ॥ ભગવન્! આપે દયાથી દ્રવેત થઈને જ આપના સેવક એવા મને વિજ્ઞાનરૂપી દીપકનું દાન કર્યું છે. આપે. મારા પર અત્યંત અનુગ્રહ વરસાવ્યો છે. એવો કોબ્ર હશે જે આપના ઉપકારોને અને આપની અપાર કૃપાનો અનુભવ કર્યા પછી-આપનાં ચરણકમળને છોડીને અન્યનો આશ્રય લેશે? ॥૩૮ ॥ આપે જ સૃષ્ટિ-વિસ્તાર માટે આપની મોહરૂપી માયાથી સ્નેહી-સંબંધીઓની વચ્ચે કાપી ન શકાય તેવો સ્નેઠપાશ રચ્યો છે. તે મોહપાશે મને દાશાર્હ, વૃષ્ણિ, અનધક અને સાત્વતવંશી યાદવો સાથે બાંધી દીધો હતો. આજે આપે જ આત્મબોધની તીક્ણ તલવારથી મારા તે બંધનને કૃપાપૂર્વક કાપી નાખ્યું છે. ૩૯ | હે મહાયોગેશ્વર! આપને મારા નમસ્કાર છે. હવે આપ કૃપા કરીને મુજ શરણે આવેલાને એવી આશા આપો, જેથી આપના ચરણોમાં મારી અનન્ય ભક્તિ રહે. || ૪૦ ॥ પ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - ઉદ્રવજી! હવે તમે કૃપા કરીને મારી આજ્ઞાથી બદરિકાશ્રમ ચાલ્યા જાઓ. તે મારો જ આશ્રમ છે. ત્યાં મારાં ચરણકમળમાંથી નીકળેલાં ગંગાજીમાં સ્નાન-પાન કરવાથી તમે પવિત્ર થઈ જશો. ॥ ૪૧ ॥ ભગવતી અલકનંદાના દર્શનમાત્રથી તમારાં બધાં પાપ-તાપ નટ થઈ જશે.” પ્રિય ઉદ્ધવ! ત્યાં નિવાસ દરમિયાન શરીર પર વલ્કલ પહેરી, વનનાં કંદ-મૂળ-ફળ ખાઈ, કોઈ પણ પ્રકારના ભોગની ઇચ્છાથી નિવૃત્ત થઈને નિશ્પૃહવૃત્તિથી નિજાનંદમાં મગ્ન રહેજો. | ૪૨ |! ઠંડી-ગરમી, સુખ-દુઃખનાં સમગ્ર ઠંદ્ોને સહન કરજો, સરળ સ્વભાવ અપનાવી ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણ સંયમ રાખજો, ચિત્તને શાંત રાખજો, મેં તમને જે શાન આપું છે તેનું. એકાંતમાં ખૂબ ચિંતન કરજો, પોતાની વાશી અને ચિત્ત મારામાં જોડી રાખજો અને મેં બતાવેલું ભાગવતધર્મ- પરાયણ જીવન જીવજો. છેવટે તમે ત્રણ ગુણોથી સંબંધિત તમામ ગતિઓને પાર કરીને તેનાથી પર એવા મારા પરમાર્થ- સ્વરૂપમાં ભળી જશો. | ૪૪ ॥| ૧. મોહમયોકન્યકારો | ર. ન્સ્યજસમ્ !
- અલકનંદાનો પ્રવાહ ખૂબ વેગીલો છે, તેમાં સ્નાન ન કરવું જોઈએ, કક્ત દર્શનનું જ વિધાન છે. [15531 અક ર૯] અગિયારમો સ્કંધ 759 શરશુક કર સ એવમુક્તો હરિમેધસોદ્ધવઃ પ્રદક્ષિણ તં પરિસૃત્ય પાદયોઃ | નિધાયાશ્રુકલાબિરાર્દધી- ર્્યષિગ્ચદહન્દ્રપરોડપ્યપક્રમે શિરો ॥૪૫॥ સુદુસ્ત્યજસ્નેહવિયોગકાતરો ન શકનુવંસ્તં પરિહાતુમાતુરઃ | કૃચ્ૂં યયૌ મૂર્ધનિ ભર્તપાદુકે બિભ્રજ્મસ્કૃત્ય યયૌ પુનઃ પુતઃ |૪૬॥ તતસ્તમત્તર્હદિ* સંનિવેશ્ય ગતો મહાભાગવતો વિશાલામ્ | યથોપદિષ્ટાં જગદેકબન્ધુના તપઃ સમાસ્થાય હરેરગાદ્ ગતિમ્ 1૪૭॥ ય એતદાનન્દસમુદ્રસમ્ભૃતં જ્ઞાનામૃત ભાગવતાય ભાષિતમ્ | કૃષ્ણેન યોગીશ્વરસેવિતાડદ્રિણા સચ્છૂદ્ધયાડડસેવ્ય જગદ્ વિમુચ્તે 1૪૮॥ ભવભયમપહત્તું જ્ઞાનવિજ્ઞાનસારં નિગમકૃદુપજહે ભૃગ્વદ્ વેદસારમ્ ! અમૃતમુદધિતશ્ચાપાયયદ્ ભૃત્યવર્ગાન્ પુરુષમૃષભમાધ્યં કૃષ્ણસઝ્શ નતોડસ્મિ ॥ ૪૯॥ શ્રીશુક્દેવજી કહે છે - પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન સંસારના તમામ ભેદ-ભ્રમને નષ્ટ કરી દે છે. જ્યારે ભગવાને સ્વયં ઉદ્વવજીને આવો ઉપદેશ આપ્યો ત્યારે ઉદ્ધવજીએ ભગવાનની પ્રદક્ષિણા કરી અને તેમના ચરણોમાં મસ્તક ટેકવી દીધું. એમાં સંદેહ નથી કે ઉદ્ધવજી સંયોગ- વિયોગથી થનારાં સુખ-દુઃખના દ્દ્રોથી પર હતા. કારણે કે, તેઓ ભગવાનના નિર્ઢટદ્ર ચરણોનું શરણ લઈ ચૂકયા હતા, તેમ છતાં ત્યાંથી નીકળતી વખતે તેમનું ચિત્ત પ્રેમાવેશથી ભરાઈ ગયું અને તેમનાં નેત્રોમાંથી નીકળેલી અશ્રુધારાએ ભગવાનના ચરણોને ભીંજવી નાખ્યાં. | ૪૫ ॥ પરીક્ષિત! ઉદ્ધવજી ભગવાનનાં ચરણકમળને છોડીને ત્યાંથી દૂર જવા ઇચ્છતા ન હતા, પરંતુ ભગવાનની આજ્ઞા જ હતી, તેથી તેમને વિયોગથી બેચેન થઈ ખૂબ જ ભારે હૈયે જવું પડ્યું. જતાં જતાં તેમણે ભગવાનની ચરણ-પાદુકાઓને પોતાના મસ્તક ઉપર ધારણ કરી લીંધી અને વારંવાર પ્રણામ કરી તેઓ ત્યાંથી વિદાય થયા. ૪૬ |! ભગવાનના પરમપ્રેમી ભક્ત ઉદ્વવજી હૃદયમાં ભગવાનનું દિવ્ય સ્વરૂપ ધારણ કરીને બદરિકાશ્રમ પહોંચ્યા અને ત્યાં તેમજ્ે તપસ્વી જીવન વ્યતીત કરી ભગવદદગતિ પ્રાપ્ત કરી. 1૪૦ ॥ ભગવાન શંકર વગેરે યોગેશ્વરો પણ સચ્ચિદાનંદ- સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્થના ચરણોની સેવા કરતા રહે છે. તેમણે સ્વયં પોતાના શ્રીમુખથી તેમના પરમપ્રિય ભક્ત ઉદ્વવ માટે આ જ્ઞાનામૃત પીરસ્યું. આ ઉપદેશ જ્ઞાનામૃતરૂપી મહાસાગરનો સાર છે. જે શ્રદ્ધાપૂર્વક આનું સેવન કરશે તે તો મુક્ત થઈ જાય છે, તેના સંગથી સંપૂર્ણ જગત પણ મુક્ત થઈ જાય છે. 1૪૮ ॥ ર પરીક્ષિત! જેમ ભ્રમર વિભિન્ન પુષ્પોમાંથી તેમનો સાર (મધુ) સંગ્રહ કરી લે છે, તે જ રીતે સ્વયં વેદોને પ્રકાશિત કરનાર ભગવાન શ્રીકૃષ્ણે તેમતા ભક્તોને સંસાર-સાગરથી મુક્ત કરવવા માટે આ જ્ઞાન અને વિજ્ઞાનનો સાર અમૃતરૂપી સાગરમાંથી વલોવીને પોતાના સેવકોને આપ્યો છે. આવા તે ભગવાન શ્રીકૃષ્ણ જ પુરુષોત્તમ છે, સર્વશ્રેષ્ઠ છે, આદિનારાયણ છે અને સર્વ જગતના મૂળ કારણ છે. તેમને હું વારંવાર પ્રણામ કરું છું. || ૪૯ | સ્ક્ત ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે એકોનત્રિંશોડધ્યાયઃ | ૨૯ ॥ અગિયારમા સ્કંધ-અંતર્ગત ઓગણત્રીસમો અધ્યાય સમાપ્ત.