Śrīmad Bhāgavatam

રાજાનો સૃષ્ટિવિષયક પ્રશ્ન અને શુકદેવજી દ્વારા કથા-આરંભ

સૃષ્ટિ-વર્ણન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ચોથો અધ્યાય રાજાનો સૃષ્ટિવિષયક પ્રશ્ન અને શુકદેવજી દ્વારા કથા-આરંભ સૂત ઉવાચ સૂતજી કહે છે - શ્રીશુકદેવજીનાં વચનો ભગવાનના તત્વનો નિશ્ચય કરાવનારાં હતાં. ઉત્તરાસુત રાજા પરીકિતે વૈયાસકેરિતિ વચસ્તત્ત્વનિશ્ચયમાત્મનઃ | તે વચનો સાંભળીને પોતાની શુદ્ધ બુદ્ધિ ભગવાન શ્રીકૃષ્ણનાં ઉપધાર્ય મતિ કૃષ્ણે ઔત્તરેયઃ સતી વ્યધાત્‌ ॥ ૧।/ આત્મજાયાસુતાગારપશુદ્રવિણબન્ધુષુ | રાજ્યે ચાવિકલે નિત્યં વિરૂઢાં મમતાં જહૌ | ૨ પધ્રચ્છ ચેમમેવાર્થ યન્માં પૃચ્છથ સત્તમાઃ ! કૃષ્ણાનુભાવશ્રવણે શ્રદ્ધાનો મહામનાઃ૫ ॥ ૩।॥ સંસ્થાં વિજ્ઞાય સંન્યસ્ય૨ કર્મ ત્રૈવર્ગિકં ચ યત્‌ । વાસુદેવે ભગવતિ આત્મભાવં દૅઢં ગતઃ ૪॥ ચશ્નવ/૨ સમીચીનં વચો બ્રહ્મન્‌ સર્વસ્ય તવાનઘ | તમો વિશીર્યતે મહ્યં હરે: કથયતઃ કથામ્‌ ॥૫॥। ભૂય એવ વિવિત્સામિ ભગવાનાત્મમાયયા । યથેદં સૃજતે વિશ્વં દુર્વિભાવ્યમધીશ્ચરૈઃ ॥ ૬! યથા ગોપાયતિ વિભુર્યથા સંયચ્છતે પુનઃ । યાંયાંશક્તિમુપાશ્રિત્ય પુરુશક્તિઃપરઃ પુમાન્‌ ! આત્માનં ક્રીડયન્‌ ક્રીડન્‌ કરોતિ વિકરોતિ ચ ॥ ૭॥ નૂનં ભગવતો બ્રહ્મન્‌ હરેરહુતકર્મણઃ દુર્વિભાવ્યમિવાભાતિ કવિભિશ્ચાપિ ચેષ્ટિતમ્‌ ॥ ૮॥ યથા ગુણાંસ્તુ પ્રકૃતેર્યુગપત્‌ ક્રમશોડપિ વા । બિભર્તિભૂરિશસ્ત્વેકઃકુર્વન્‌ કર્માણિ જન્મભિઃ ॥ ૯) ચરણોમાં અનન્યભાવે સમર્પી દીધી. (૧) નિત્યના અભ્યાસને કારણે શરીર, પત્ની, પુત્ર, મહેલ, પશુ, ધન, ભાઈનાંડુ અને નિષ્કંટક રાજ્યમાં તેમની દઢ મમતા હતી, તેનો તેમલ્રે એક ક્ષણમાં જ ત્યાગ કરી દીધો. (૨) હે શૌનકાદિ શ્રપિઓ! મહામનસ્વી પરીક્ષિતે પોતાના મૃત્યુનો નિશ્ચિત સમય જાળી લીધો હતો, તેથી તેમણે ધર્મ, અર્થ અને કામ સાથે સંબંધ શખનારાં જેટલાં પણ કર્મા હતાં તે બધાંનો સંન્યાસ કરી દીધો. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણમાં સુટઢ આત્મભાવ પ્રાપ્ત કરી લઈને, અત્યંત શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણનો મહિમા સાંભળવા માટે તેમણે શ્રીશુકદેવજીને આ જ પ્રશ્ન પૂછ્યો કે જે તમે મને પૂછયો છે. (૩-૪) પરીક્ષિતે કહ્યું - હે ભગવત્સ્વરૂપ મુનિવર! તમે પરમ પકિત્ર અને સર્વશ છો. તમે જે કંઈ કહ્યું તે સત્ય અને યોગ્ય છે. તમે જેમ જેમ ભગવાનની કથા કહી રહ્યા છો તેમ તેમ મારા અજ્ઞાનનું આવરણ દૂર થઈ રહ્યું છે. (૫) એમ છતાં હું તમારી પાસેથી એ જાજ્વવા માગું છું કે ભગવાન પોતાની માયા વડે કેવી રીતે અઃ સંસારસૃષ્ટિ કરે છે. આ સંસારની રચના એટલી તો રહસ્યપૂર્ણ છે. કે બ્રહ્મા વગેરે લોકપાલો પણ તેને સમજી શકતા નથી. (૬) ભગવાન કેવી રીતે આ વિશ્વનું રક્ષણ કરે છે અને પછી તેનો વિનાશ કરે છે? અનંતશક્તિના પરમાત્મા કઈ કઈ શક્તિઓનો આશ્રષ લઈને પોતે જ પોતાને રમકડાં બનાવીને રપી રહ્યા છે? તેઓ બાળકોનાં બનાવેલાં ધરોની જેમ બ્રહ્માંડોને કેવી રીતે બનાવે છે અને પછી કેવી રીતે રમત-રમતમાં નષ્ટ કરે છે? (૭) ભગવાન શ્રીડરિની લીલાઓ ઘણી જ અદ્ભુત-અચિંત્ય છે. એમાં સંદેહ નથી કે મોટા મોટા વિદ્વાનો યાટે પણ એમની લીંલાઓનું રહસ્મ સમજવું ઘણું અઘરું છે. (૮) ભગવાન તો એક છે પરંતુ તેઓ સત્ત્વ, રજ્સ્‌ અને તમસ્‌ એવા પ્રકૃતિના ત્ર ગુણોને ક્યારેક એકી સાથે ધારણ કરીને અનેક કર્મો કરે છે. (જેમકે શ્રીરામ, શ્રીકૃષ્ણ વગેરે રૂપમાં). [ઉદા. તરીકે તે જ ભગવાન માત્ર સત્વગુબ્ર ધારણ કરીને ભગવાન કપિલની જેમ, રજોગુણ ધારણ કરીને મત્સ્ય ભગવાનની જેમ ૧. પ્ર. પા. - મહાશયાઃ | ૨. પ્રા. પા. - વિન્યસ્ય | અ૦૪] બીજો સ્કન્ધ 141 વિચિકિત્સિતમેતન્મે બ્રવીતુ ભગવાન્‌ યથા । શાબ્દેબ્રહ્મણિ નિષ્ણાતઃ પરસ્મિંશ્વ ભવાન્ખલુ । ૧૦॥ સૂત કશાય ઇત્યુપામન્ત્રિતો રાજ્ઞા ગુણાનુકથને હરેઃ૧ । હૃષીકેશમનુસ્મૃત્ય પ્રતિવક્તું પ્રચક્રમે । ૧૧॥। કુક ઉશચ નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદુદ્ધવસ્થાનનિરોધલીલયા । ગૃહીતશક્તિત્રિતયાય દેહિના- મત્તર્ભવાયાનુપલક્ષ્યવર્ત્મતે ॥૧૨॥ ભૂયો નમઃ સદ્વૃજિનચ્છિદેડસતા- મસમ્ભવાયાખિલસત્ત્વમૂર્તયે | પુંસાં પુનઃ પારમહંસ્ય આશ્રમે વ્યવસ્થિતાનામનુમૃગ્યદાશુષપે ॥૧૩॥ નમોનમસ્તેડસ્ત્વૃષભાય સાત્વતાં વિદૂરકાષ્ઠાય મુહુઃ કુયોગિનામ્‌ | નિરસ્તસામ્યાતિશયેન રાધસા સ્વધામનિ બ્રહ્મણિ રંસ્યતે નમઃ || ૧૪॥ યત્કીર્તનં યત્સ્મરણં યદીક્ષણં યદ્રન્દનં યચ્છ્વણં યદર્હણમ્‌ | લોકસ્ય સદ્યો વિધુનોતિ કલ્મષં તસ્મૈ સુભદ્રશ્રવસે નમો નમઃ 1 ૧૫॥। વિચક્ષણા યચ્ચરણોપસાદનાત્‌ સ્્ઞવ્યુદસ્યોભયતોડન્તરાત્મનઃ । વિન્દન્તિહિબ્રહ્મગતિં ગતક્લમા- સ્તસ્મૈ સુભદ્રશ્રવસે નમો નમઃ ।૧૬॥॥ તપસ્વિનો દાનપરા યશસ્વિનો મનસ્વિનો મન્ત્રવિદઃ સુમક્લાઃ । ક્ષેમ ન વિન્દન્તિ વિના યદર્પણં તસ્મૈ સુભદ્રશ્રવસે નમો નમઃ |1૧૭॥। તમોગુબ્ર ધારણ કરીને નરસિંહ અને પરશુરામ ભગવાનની જેમ લીલા કરતા રહે છે. ભગવાન પૂર્ણાવતારમાં ત્રણ ગુબ્રોને ધારબ્ર કરે છે પરંતુ અંશાવતારમાં આવશ્યક ગુલરને ધારણ કરે છે.] (૯) હે મુનિવર! તમે વેદો અને બ્રહ્મતત્્વ

  • બંનેના સંપૂર્ણ મર્મજ્ઞ છો, તેથી મારી આ જિજ્ઞાસાનું સમાધાન કરો. (૧૦) સૂતજી કહે છે - જ્યારે રાજા પરીક્ષિત શ્રીશુક્દેવજીને ભગવાનના ગુણોનું વર્ણન કરવા આ રીતે પ્રાર્થના કરી ત્યારે શ્રીશુકદેવજીએ ભગવાન શ્રીકૃષ્ણનું વારંવાર સ્મરણ કરીને પોતાનું પ્રવચન શરૂ કર્યું. (૧૧) શ્રીશુકદેવજીએ કહ્યું - તે પુરુષોત્તમ ભગવાનના ચરણકમળોમાં મારા કોટિકોટિ પ્રણામ છે, જેમનો મહિમા અપરિમિત છે. જેઓ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની લીલા કરવા સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુષરૂપી ત્રણે શક્તિઓનો સ્વીકાર કરીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનાં રૂપ ધારલ્ર કરે છે; જેઓ સમસ્ત ચરાચર પ્રાણીઓનાં હૃદયમાં અંતર્યામીરૂપે વિરાજમાન છે; જેમનાં સ્વરૂપ અને તેમની પ્રાપ્તિનો માર્ગ બુદ્ધિનો વિષય નથી. (૧૨) જેઓ સત્પુરુષોનાં દુઃખ દૂર કરીને તેમને પોતાના પ્રેમનું દાન કરે છે, દુોનું દમન કરીને તેમને પણ મુક્તિ આપે છે તે પરબ્રહ્મ પરમાત્માને હું વારંવાર પ્રણામ કરું છું. જેઓ સજ્જનોનાં પાપ-તાપને દ્ર કરીને તેમને પ્રેમ પ્રદાન કરે. છે. દુષ્ટોનું દમન કરે છે અને સમસ્ત પ્રાણીઓના રૂપમાં આપ જ વિરાજમાન છો. પરમહંસ ભક્તોની મંડળીમાં જે છે તે ભક્તોને ઇચ્છિત પરમતત્ત્વની પ્રાપ્તિ કરાવનારા છે. (૧૩) જેઓ અત્યંત ભક્તવત્સલ છે અને હઠપૂર્વક ભક્તિહીન સાધન કરનારા લોકો જેમનો છાંયડો પણ પામી શકતા નથી; જેમના જેવું કોઈનુંય એશ્વર્ય નથી, તો એનાથી વધુ તો હોઈ જ કેમ શકે; તથા જેઓ બ્રહ્મસ્વરૂપમાં નિરંતર રમમાણ હોય છે તે ભગવાન શ્રીકૃષ્ણને હું વારંવાર નમસ્કાર કરું છું. (૧૪) જેમનું સ્મરણ, કીર્તન, દર્શન, વંદન, શ્રવણ અને પૂજન જીવોનાં પાપોનો તત્કાળ નાશ કરી દે છે તે પુ્યકીર્તિ ભગવાન શ્રીકૃષ્ણને વારંવાર નમસ્કાર. (૧૫) જેમનાં ચરણકમળોનું શરણ લઈને વિવેકી મનુષ્યો પોતાના હૃદયમાંથી આ લોકની અને પરલોકની આસક્તિને કાઢી નાખે છે અને કોઈ પરિશ્રમ વગર જ બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે છે તે મંગળમય કીર્તિવાળા ભગવાન શ્રીકૃષ્ણને અનેક વાર નમસ્કાર છે. (૧૬) મોટા મોટા તપસ્વી, દાની, યશસ્વી, મનસ્વી, સદાચારી અને મંત્રવેત્તાઓ જ્યાં સુધી ૧. પ્રા. પા. - વિભોઃ! 142 શ્રીમદભાગવત [અ૦૪ કિરાતહ્‌ણાન્ક્રપુલિન્દપુલ્કસા આભીરકક્ા યવનાઃ ખસાદયઃ। યેડન્યે ચ પાપા યદુપાશ્રયાશ્રયાઃ શુધ્યન્તિ તસ્મૈ પ્રભવિષ્ણવે નમઃ ॥૧૮॥। સએષઅઆત્માડડત્મવતામધીશ્વર- સ્રથીમમો ધર્મમયસ્તપોમયઃ | ગતવ્યલીકૈરજશકરાદિભિ- ર્વિંતરક્યલિક્ો ભગવાન્‌ પ્રસીદતામ્‌ ૧૯ શ્રિયઃ પતિર્યજ્ઞપાતિઃ પ્રજાપતિ- ર્ષિપાં પતિર્લોકપતિર્ધરાપતિઃ પતિર્ગતિશ્વાન્ધકવૃષ્ણિસાત્વતાં પ્રસીદર્તા મે ભગવાન્‌ સતાં પતિઃ ॥ ૨૦॥ યદડદ્રયભિધ્યાનસમાધિધોતયા ધિયાડનુપશ્યન્તિ હિ તત્ત્વમાત્મનઃ । વદન્તિ ચૈતત્‌ કવયો યથારુચં સ મે પુકુન્દો ભગવાન્‌ પ્રસીદતામ્‌ | ૨૧॥। પ્રચોદિતા યેન પુરા સરસ્વતી વિતન્વતાડજસ્ય* સતી સ્મૃતિં હદિ । સ્વલક્ષણા*પ્રાદુરભૂત્‌ કિલાસ્યતઃ સ મે ત્#ષીણામૃષભઃ પ્રસીદતામ્‌ ॥ ર૨! ભૂતૈર્મહદ્ધિર્ય ઇમાઃ પુરો વિભુ- ર્નિરમાય શેતે યદમૂષુ પૂરુષઃ | ભુડ્ક્તે ગુણાન્ષોડશ ષોડશાત્મકઃ સોડલડકુષીષ્ટ ભગવાન્‌ વચાંસિ મે ॥ ર૩॥। પોતાની સાધનાનું તથા પોતાની જાતનું તેમનાં ચરલોમાં સમર્પણ કરી દેતા નથી ત્યાં સુધી તેમને કલ્યાહ-પ્રાપ્તિ થતી નથી. જેમના પ્રત્યે આત્મસમર્પણનો આવો મહિમા છે તે કલ્યાણમયી કીર્તિવાળા ભગવાનને વારંવાર નમસ્કાર. (૧૭) કિરાત, હૂણ, આંધ્ર, પુલિન્દ, પુલ્કસ, આભીર, કંક, થવન, ખસ વગેરે નીચ જાતિઓ તથા બીજા પાપીઓ જેમના શરશ્રાગત ભક્તોનું શરજ્ન લેવાથી જ પવિત્ર થઈ જાય છે તે સર્વશક્તિમાન ભગવાનને વારંવાર નમસ્કાર. (૧૮) તે જ ભગવાન જ્ઞાનીઓના આત્મા છે, ભક્તોના સ્વામી છે, કર્મકાંડીઓ માટે વેદમૂર્તિ છે, ધાર્મિકો માટે ધર્મમૂર્તિ છે અને તપસ્વીઓ માટે તપસ્વરૂપ છે. બ્રહ્મા, શંકર વગેરે મોટા મોટા દેવતાઓ પણ પોતાના મુદ્ધ દયથી તેમના સ્વરૂપનું ચિંતન કરે છે અને આશ્ચર્યચકિત થઈને જોતા રહે છે, પરંતુ તેમના સ્વરૂપસંબંધે તર્ક કરી શકતા નથી. તેઓ મારા પર પોતાના અનુગ્રહની - પ્રસાદની વર્ષા કરે. (૧૯) જેઓ સમસ્ત સંપત્તિઓની સ્વામિની એવી લક્ષ્મીના પતિ છે, સમસ્ત યજ્ઞોના ભોક્તા અને ફળદાતા છે, પ્રજાના રક્ષક છે, સૌના અંતર્યામી છે અને સમસ્ત લોકોના પાલનહાર છે તથા પૃથ્વીના સ્વામી છે, જેમણે થદુવંશમાં પ્રગટ થઈને અંધક, વૃષ્ણિ અને યદુવંશના લોકોનું રક્ષણ કર્ય છે તથા જેઓ તે લોકોના એકમાત્ર આશ્રય રહેલા છે તે ભક્તવત્સલ, સંતજનોના સર્વસ્વ શ્રીકૃષ્ણ મારા પર પ્રસન્‍ન થાય. (૨૦) જેમનાં ચરજ્ઞકમળોના ચિંતનરૂપી સમાધિથી શુદ્ધ થયેલી બુદ્ધિ વડે વિદ્ધાન પુરુષો આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરે છે અને તેમનું દર્શન થયા પછી પોતપોતાની મતિ અને રુચિ અનુસાર જેમના સ્વરૂપનું વર્ણન કરતા રહે છે તે પ્રેમ અને મુક્તિની લહાણ કરનારા ભગવાન શ્રીકૃષ્ણ મારા પર પ્રસન્ન થાય. (૨૧) જેમણે સૃષ્ટિ-સર્જનનદ સમયે બ્રહ્માના હૃદયમાં પૂર્વકલ્પની સ્મૃતિ જાગ્રત કરવા જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવીને પ્રેરણા કરી અને તે પોતાનાં અંગો સહિત વેદરૂપે તેમના મુખે પ્રગટ થઈ તે જાનના મૂળ કારણભૂત ભગવાન મારા પર કૃપા કરે, મારા હૃદયમાં પ્રગટ થાય. (૨ર) ભગવાન જ પંચ-મહાભૂતોથી આ શરીરોનું નિર્માણ કરીને તેમનામાં જીવરૂપે શયન (પ્રવેશ) કરે છે અને તે જ પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ પ્રાણ અને એક મન - આ સોળ કળાઓથી યુક્ત થઈને તેમના વડે સોળ વિષયોનો ભોગ કરે છે, તે સર્વભૂતમય ભગવાન મારી વાણીને પોતાના ગુણોથી અલંકૃત કરે. (૨૩). ૧. પ્રા. પ. - વ્યતર્કર્ય | ૨. પ્રા. પા. - વિતન્વતોડજસ્મ | ૩. પ્રા. પા. - વિલકબ્રા | અ9૫] બીજો સ્કન્ધ 143 નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય વેધસે | પપુર્શાનમયં સૌમ્યા યન્મુખામ્બુરુહાસવમ્‌ || ર૪।! એતદેવાત્મભૂ રાજન્‌ નારદાય વિપૃચ્છતે | વેદગર્ભોડભ્યધાત્‌સાક્ષાત્‌1 યદાહ હરિરાત્મનઃ | ૨૫॥। સંત પુરુષો જેમના મુખકમળમાંથી મકરંદની જેમ ઝરતી જ્ઞાનમયી સુધાનું પાન કરતા રહે છે તે શાસ્ત્રોના રચયિતા વાસુદેવના અવતાર સર્વજ્ઞ ભગવાન વ્યાસનાં ચરણોમાં મારા વારંવાર નમસ્કાર. (૨૪) હે પરીક્ષિત! વેદગર્ભ સ્વયંભૂ બ્રહ્માજીએ નારદજીના પૂછવાથી આ વાત કહી હતી, જેનો સ્વયં ભગવાન નારાયે બ્રહ્માજીને ઉપદેશ કર્યો હતો (તે જ હું તમને કહી રહ્યો છું). (૨૫) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દ્વિતીયસ્કન્ધે૨ ચતુર્થોડધ્યાયઃ ॥ ૪॥ બીજા સ્કંધ-અંતર્ગત (પુરુષસંસ્થાનુવર્ણન નામનો) ચોથો અધ્યાય સમાપ્ત.