અઢારમો અધ્યાય હિરણ્યાક્ષ સાથે વારાહ ભગવાનનું યુદ્ધ મૈત્રેય ઉવાચ તદેવમાકર્ણ્ય જલેશભાષિતં મહામનાસ્તદ્રિગણય્ય હરેર્વિદિત્વા ગતિમક્ર નારદાદ્ રસાતલં નિર્વિવિશે ત્વરાન્વિતઃ ॥ ૧ તત્રાભિજિત ધરાધરં પ્રોજ્નીયમાનાવનિમગ્રદંષ્ટ્રયા 1 મુષ્ણન્તમક્ષ્ણા સ્વરુચોડરુણશ્રિયા જહાસ ચાહો વનગોચરો મૃગઃ[!૨॥ દુર્મદઃ ! દદર્શ શ્રીમૈત્રેયજીએ કહ્યું - હે તાત! વરુશજીની આ વાત સાંભળીને તે મઘયેલો દૈત્ય ઘણો પ્રસન્ન થયો. તેણે તેમન! “તું તેમના હાથે માર્યો જઈશ’ એ કથન પર કંઈ પણ ધ્યાન આપ્યું નહીં અને તરત નારદજી પાસેથી શ્રીહરિનું ઠેકાલું મેળવીને તે રસાતલમાં પહોંચી ગયો. (૧) ત્યાં તેણે વિશ્વવિજયી વારાહ ભગવાનને પોતાની દ્યઢોની ટોય પર પૃથ્વીને ઉપર લઈ જતા જોયા. તેઓ પોતાનાં લાલ- લાલ ચમકદાર નેત્રોથી તેના તેજને હરી લેતા હતા. તેમને જોઈને તે ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો - “અરે, આ જંગલી પશુ અહીં જળમાં ક્યાંથી આવ્યું (ર) ૧. પ. પા. - તખિલદેવઘન૦ 1 ૨. પ્રા. પા - પ્રભુઃ! અ૦૧૮] ત્રીજો સ્કન્ધ 2કા આહૈનમેહ્યજ્ઞ મહીં વિમુગ્ચ નો રસૌકસાં વિશ્વસજેયમર્પિતા । ન સ્વસ્તિ યાસ્યસ્યનયા મમેક્ષતઃ સુરાધમાસાદિતસૂકરાકૃતે* ત્વં નઃ સપત્નૈરભવાય* કિં ભૃતો યો માયયા હન્ત્યસુરાન્ પરોક્ષજિત્ | ત્વાં યોગમાયાબલમલ્પપૌરુષં સંસ્થાપ્ય મૂઢ પ્રમૃજે સુહચ્છુચઃ 1 ૪॥ ત્વયિ સંસ્થિતે ગદયા શીર્ણશીર્ષ- ણ્યસ્મહ્રુજચ્યુતયા યે ચ તુભ્યમ્ | બલિં હરન્ત્યૃષષો યે ચ દેવાઃ સ્વયં સર્વે ન ભવિષ્યન્ત્યમૂલાઃ || ૫॥ સ તુધમાનોડરિદુરુક્તતોમરે- ॥૩॥ દૈષ્્રાગ્રગાં ગામુપલક્ષ્ય ભીતામ્ | તોદં મૃષજ્ઞિરગાદમ્બુમધ્યાદ્ ગ્રાહાહતઃ સકરેણુર્યથેભઃ ॥ ૬॥ તં નિઃસરન્તં સલિલાદનુદ્ુતો હિરણ્યકેશો દ્રિરદૃં યથા ઝષઃ। કરાલદંષ્ટ્રોડશનિનિઃસ્વનોડબ્રવીદ્ ગતહિયાં કિં ત્વસતાં વિગર્હિતમ્ 1 ૭॥ સ ગામુદસ્તાત્સલિલસ્ય ગોચરે વિન્યસ્ય તસ્યામદધાત્સ્વસત્ત્વમ્ | અભિષ્ટુતો વિશ્વસુજા પ્રસૂને- રાપૂર્યમાણો વિબુધૈઃ પશ્યતોડરેઃ || ૮ પરાનુષક્તં તપનીયોપકલ્પં મહાગદં કાગ્ચનચિત્રદંશમ્ । મર્માણ્યભીક્ષ્ણં પ્રતુદન્ત દુરુક્તેઃ પ્રચણ્ડમન્યુઃ પ્રહસંસ્તરૈ બભાષે 1૯॥ શીજગશનુવાચ સત્યં વયં ભો વનગોચરા મૃગા યુષ્મદ્વિધાન્મૃગયે” ગ્રામસિંહાન્” । ન મૃત્યુપાશૈઃ પ્રતિમુક્તસ્ય વીરા વિકત્થનાં તવ ગૃહ્મન્ત્યભદ્ર | ૧૦॥ પછી વરાહજીને કહ્યું - ‘અરે મૂર્ખ! અહીં આવ, આ પૃથ્વીને તું છોડી દે; તેને વિશ્વવિધાતા બ્રહ્માજીએ અમ રસાતલવાસીઓના હવાલે કરી દીધી છે. રે વરાહરૂપધારી અધમદેવ! મારા દેખતાં તું એને લઈને હેમખેમપણે નહિ લઈ જઈ શકે. (૩) તું માયાથી લપાઈ-છુપાઈને જ દૈત્યોને જીતી લે છે અને મારી નાખે છે. શું એને લીધે અમારા શત્રુઓએ અમારો નાશ કરવા માટે તને પાળ્યો છે? મૂઢ! તારું બળ તો યોગમાયા જ છે; અન્ય કોઈ પુરુષાર્થ તારામાં થોડો છે? આજે તને ખતમ કરીને હું. પોતાના બાંધવોનો શોક દર કરીશ, (૪) મારા હાથમાંથી છૂટેલી ગદાના પ્રહારથી માથું ફાટી જવાને કારણે જ્યારે તું મરી જઈશ ત્યારે તારી આરાધના કરનારા જેટલા દેવો અને ત્ષિઓ છે તે બધાય મૂળ-કપાયેલાં વૃક્ષોની જેમ પોતે જ નષ્ટ થઈ જશે.’ (૫) હિરક્યાક્ષ દુર્વચનોનાં બાણોથી ભગવાનને છેદતો જઈ રહ્યો હતો, પણ તેમણે દાઢોની ટોચ પર રહેલી પૃથ્વીને ભયભીત (થયેલી) જોઈને તે આધાત સહી લીધો તથા પાણીમાંથી એવી રીતે બહાર નીકળી આવ્યા કે જેમ મગરમચ્છના આઘાતથી ગજરાજ હાથણી સાથે નીકળી આવે છે. (૬) તેના પડકારનો કોઈ ઉત્તર નહીં આપતાં તેઓ જ્યારે જળમાંથી બહાર આવવા લાગ્યા ત્યારે જેમ મગરમચ્છ હાથીનો પીછો કરે છે તેવી જ રીતે પીળા કેશ અને તીણી દાઢોવાળા તે દૈત્યે તેમનો પીછો કર્યો તથા વજની જેમ તાડૂકીને તે કહેવા લાગ્યો - ‘તને ભાગી છૂટતાં શરમ નથી આવતી? સાચું છે, અસત્ પુરૃષો માટે કયું કામ નહીં કરવા યોગ્ય છે?’ (૭) ભગવાને પૃથ્વીને લઈ જઈને જળની ઉપર વ્યવહાર- યોગ્ય સ્થાને સ્થાપિત કરી દીધી અને તેનામાં પોતાની આધારશક્તિનો સંચાર કર્યો. તે સમયે હિરણ્યાક્ષની સામે જ બ્રહ્માજીએ તેમની સ્તુતિ કરી અને દેવતાઓએ પુષ્યવૃષ્ટિ કરી. (૮) ત્યારે શ્રીહરિએ ઘણી ભારે ગદા લઈને પોતાની પાછળ-પાછળ આવી રહેલા હિરણ્યાક્ષને, કે જેણે સોનાનાં આભૂષણો અને અદ્દભુત કવચ ધારણ કરેલાં હતાં તથા જે પોતાનાં ક્ટુ-વચનોથી તેમને અવિરતપણે મર્માધાત કરી રહ્યો હતો અત્યંત ક્રોધપૂર્વક હસતાં-હસતાં કહ્યું. (૯) શ્રીભગવાને કહ્યું - અરે! સાચે જ અમે જંગલી જીવ છીએ, કે જે તારા જેવા ગ્રામસિંહો (કૃતરાઓ)ને શોધતા કરીએ છીએ. દુ! તારા જેવા મૃત્યુપાશમાં બંધાયેલા અભાગિયા જીવોની આત્મશ્લાઘા (સ્વ-પ્રશંસા) પર વીર પુરુષો ધ્યાન આપતા નથી. (૧૦) ૧. પ્રા. પા. - સ્્કૃતિઃ । ૨. પ્રા. પા. - ત્રભયાથ । ૩. પ્રા. પા. - પ્રસભ ત | ૪. પ્રા. પા. - “હિય મૃગ૦ 1 પ. પ્રા. પા. - તસિહમ્| 252 શ્રીમદભાગવત [અ૦૧૮ એતે વયં ન્યાસહરા રસૌકસાં ગતહ્યિયો ગદયા દ્રાવિતાસ્તે | તિષ્ઠામહેડથાપિ’ કથગ્ચિદાજો સ્થેયં ક્વ યામો* બલિનોત્પાધ વૈરમ્ 1૧૧ ત્વં પદ્રથાનાં કિલ યૂથપાધિપો ઘટસ્વ નોડસ્વસ્તય આશ્ચનૂહઃ | સંસ્થાપ્ય ચાસ્માન્ પ્રમૃજાશ્રુ સ્વકાનાં યઃ સ્વાં પ્રતિજ્ઞા નાતિપિપર્ત્યસભ્યઃ || ૧૨ મકેશ ઉવાચ? સોડધિક્ષિમો ભગવતા પ્રલબ્ધશ્ચ રુષા ભૃશમ્ । આજહારોલ્બણં ક્રોધં ક્રીડ્યમાનોડહિરાડિવ |! ૧૩॥ સૃજન્મર્ષિતઃ* શ્વાસાન્મન્યુપ્રચલિતેન્દ્રિયઃ । આસાઘ્યતરસાદૈત્યો ગદયાડભ્યહનદ્રરિમ્ । ૧૪॥ ભગવાંસ્તુ ગદાવેગં વિસૃષ્ટં રિપુણોરસિ | અવગ્ચયત્તિરશ્ચીનો યોગારૂઢ ઇવાન્તકમ્ । ૧૫॥। પુનર્ગદાં સ્વામાદાય ભ્રામયન્તમભીક્ષ્ણશઃ । અભ્યધાવદ્ધરિઃ ક્ુદ્ધઃ સંરમ્ભાદષ્ટદચ્છદમ્ | ૧૬।। તતશ્ચ ગદયાડરાતિં દક્ષિણસ્યાં ભ્રુવિ પ્રભુઃ | આજબે સ તુર્ય તાં સૌમ્ય ગદયા કોવિદોડહનત્ | ૧૭॥ એવં ગદાભ્યાં ગુર્વભ્યાં હર્યક્ષો હરિરેવ ચ । જિગીષયા સુસંરબ્ધાવન્યોન્યમભિજઅતુઃ ।। ૧૮॥ તયોઃ સ્પૃધોસ્તિગ્મગદાહતાદ્રાયોઃ? ક્ષતાસ્રવદ્રાણવિવૃદ્ધમન્ય્વો:: 1 વિચિત્રમાર્ગાશ્રરતોર્જિંગીષયા વ્યભાદિલાયામિવ શુષ્મિણોર્મધઃ ॥ ૧૯।। દૈત્યસ્થ યજ્ઞાવયવસ્ય માયા- ગૃહીતવારાહતનોર્મહાત્મનઃ 1 કૌરવ્ય મહ્યાં દ્વિષતોર્વિમર્દન દિદક્ષુરાગાદંષિભિર્વુતઃ સ્વરાટ્ ॥૨૦॥ હા, અમે રસાતલ-વાસીઓની થાપણ ચોરીને અને શરમ છોડીને તારી ગદાના ભયથી અહીં ભાગી આવ્યા છીએ. અમારામાં એવું સામર્થ્ય ક્યાંથી હોય કે તારા જેવા અદ્વિતીય વીરની સામે યુદ્રમાં ઊભા રહી શકીએ? તેમ છતાં અમે તારી સામે ગમે-તેમ પણ ઊભા છીએ; તારા જેવા બળવાનો સાથે વેર બાંધીને અમે જઈ પણ ક્યાં શકીએ? (૧૧) તું પાયદળ વીરોનો સરદાર છે, તેથી હવે નિઃશંક થઈને, ગડભાંજ છોડીને અમારું અનિષ્ટ કરવાનો પ્રયત્ન કર અને અમને મારીને પોતાના ભાઈભાંડુઓનાં આંસુ લૂછ. એમાં હવે મોડું ના કર. જે પોતાની પ્રતિશાનું પાલન કરતો નથી તે અસભ્ય છે - સારા માશસોમાં બેસવા લાયક નથી. (૧૨) શ્રીમૈત્રેયજી કહે છે - વિદુરજી! ભગવાને રોપપૂર્વક તે દૈત્ધનો આ રીતે જ્યારે ધણો ઉપહાસ અને તિરસ્કાર કર્યો ત્યારે તે પકડીને રમાડવામાં આવતા સાપની જેમ ક્રોધથી ભડભડી ઊઠ્યો. (૧૩) તે ખિજાઈને લાંબા-લાંબા શ્વાસ લેવા લાગ્યો, તેની ઇન્દ્રિયો ક્રોધથી ખળભળી ઊઠી અને તે દુષ્ટ દૈત્યે ઘણા વેગથી દોડીને ભગવાન પર ગદાનો મ્રહાર કર્યો. (૧૪) પણ ભગવાને પોતાની છાતી પર ચલાવાયેલી શત્રુની ગદાનો પ્રહાર થોડાક વાંકા વળીને બચાવી લીધો, બરાબર એવી જ રીતે કે જેમ યોગસિદ્ધ પુરુષ મૃત્યુના આક્રમણથી પોતાને બચાવી લે છે. (૧૫) પછી જ્યારે તે ક્રોધથી હોઠ ચાવતો પોતાની ગદાને વારંવાર ઘુમાવવા લાગ્યો ત્યારે શ્રીહરિ કોપિત થઈને ભારે વેગપૂર્વક તેના તરફ ધસ્યા. (૧૬) હે સૌમ્યસ્વભાવ વિદુરજી! ત્યારે. પ્રભુએ શત્રુની જમણી ભ્રમર પર ગદાનો પ્રહાર કર્યો, પણ ગદાયુદ્ધમાં કુશળ હિરલ્યાક્ષે તે પ્રહાર વચ્ચેથી જ પોતાની ગદા પર ઝીલી લીધો. (૧૭) આ પ્રમાણે શ્રીહરિ અને હિરશ્યાક્ષ એકબીજાને જીતવાની ઇચ્છાથી અત્યંત કુદ્ધ થઈને પોતપોતાની ભારે ગદાઓથી એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા. (૧૮) તે સમયે તે બંનેયમાં જીતવાની હોડ જામી ગઈ, બેયનાં અંગો ગદાઓના પ્રહારોથી ધાયલ થઈ ગયાં હતાં, પોતાનાં અંગોને થયેલા ઘામાંથી વહેતા લોહીની ગંધથી બેયનો ક્રોધ વધતો જઈ રહ્યો હતો અને તે બંનેય જાતજાતના પેંતરા (દાવ) બદલી રહ્યા હતા. આ પ્રમાણે, ગાય માટે પરસ્પર લડતા બે સાંઢોની જેમ તે બંને વચ્ચે એકબીજાને જીતવાની ઇચ્છાથી ઘણું ભયંકર યુદ્ધ થયું. (૧૯) હે વિદુરજી! આ પ્રમાણે હિરશ્યાક્ષ અને માયાથી વરાહરૂપ ધારણ કરનારા ભગવાન યજ્મૂર્તિ પૃથ્વી માટે ૧. પ્રા. પા. - તિષ્ઠામઢે ચાપિ 1 ૨. પ્રા. પા. -
- પ્રાચીન પ્રતમાં “મૈત્રેય ઉવાચ” નથી. ૪. પ્રા. પા. - વિસત | પ. પ્રા પા. - સમાન! ૬. પ્રા. પા. - ચ તં ! ૭. પ્રા. પા. — તયોર્ષે તિગ્બગદાક ! ૮. પ્રા. પા. — તુત અ૦૧૮] ત્રીજો સ્કન્ધ 253 આસતન્નશૌણ્ડીરમપેતસાધ્વસં કૃતપ્રતીકારમહાર્યવિક્રમમ્ 1 વિલક્ષ્ય દૈત્ય ભગવાન્ સહસ્રણી- ર્જંગાદ નારાયણમાદિસૂકરમ્ ર૧ ત્રહ્ોવ/(જ એષ તે દેવ દેવાનામડદ્વિમૂલમુપેયુષામ્ ! વિપ્રાણાં સૌરભેયીણાં ’ ભૂતાનામપ્યનાગસામ્ || ર૨! આગસ્કૃદ્ધયકૃદુષ્કૃદસ્મદ્રાદ્રવરોડસુરઃ૨ 1 અન્વેષન્નપ્રતિરથો લોકાનટતિ કણ્ટકઃ । ૨૩॥ મૈનં૨ માયાવિનં દસ્ત નિરકુશમસત્તમમ્ । આક્રીડબાલવદેવ યથાડડશીવિષમુત્થિતમ્ ॥ ર૪॥ ન યાવદેષ વર્ધેત સ્વાં વેલાં પ્રાપ્ય દારુણઃ । સ્વાં દેવ માયામાસ્થાય તાવજ્જહ્યઘમચ્યુત ॥ ર૫॥ એષા ઘોરતમા સન્ધ્યા લોકચ્છમ્બટ્કરી* પ્રભો । ઉપસર્પતિ સર્વાત્મન્ સુરાણાં જયમાવહ || ર૬॥ અધુનૈષોડભિજિન્ઞામ યોગો મૌહૂર્તિકો હ્યગાત્ । શિવાય નસ્ત્વં સુહદામાશુ નિસ્તર દુસ્તરમ્ । ૨૭॥ દિષ્ટ્યાત્વાં વિહિતં મૃત્યુમયમાસાદિતઃ સ્વયમ્ ! વિક્રમ્યૈનં મૃધે હત્વા લોકાનાધેહિ શર્મણિ ।। ર૮॥। વેર બાંધીને જ્યારે યુદ્ધ કરવા લાગ્યા ત્યારે તે જોવા માટે કષિઓ સહિત બ્રહ્માજી ત્યાં આવ્યા. (૨૦) તેઓ હજારો ષિઓથી વીંટળાયેલા હતા. જ્યારે તેમણે જોયું કે તે દૈત્ય મોટો શૂરવીર છે, તેનામાં ભયનું નામ સુધ્ધાં નથી, તે મુકાબલો કરવામાં પલ્ર સમર્થ છે અને તેના પરાક્મને તોડવું એ ઘણું મુશ્કેલ કામ છે ત્યારે તેઓ આદિ-વરાહરૂપ ભગવાન નારાયલ્રને આ પ્રમાણે કહેવા લાગ્યા. (૨૧) શ્રીબ્રહ્માજીએ કહ્યું - હે દેવ! મારી પાસેથી વરદાન મેળવીને આ દુષ્ટ દૈત્ય ધણો પ્રબળ થઈ ગયો છે. અત્યારે આ તમારાં ચરણોના શરણે રહેનારા દેવતાઓ, બ્રાહ્મણો, ગાયો તથા અન્ય નિર્દોષ જીવોને ઘણી હાનિ પહોંચાડનારો, દુઃખદ્યાથી અને ભયપ્રદ થઈ રહ્યો છે. એની તોલે આવે તેવો અન્ય કોઈ યોદ્ધો નથી, તેથી આ મહાકંટક પોતાનો મુકાબલો કરનારા વીરની શોધમાં સમસ્ત લોકોમાં ઘૂમી રહ્યો છે. (૨૨-૨૩) આ દુષ્ટ ઘણો જ માયાવી, ઘમંડી અને નિરંકુશ છે. બાળક જેમ કોધે ભરાયેલા સાપ સાથે રમે છે તે રીતે તમે આની સાથે ખેલ ના કરો. (૨૪) હે દેવ! અચ્યુત! જ્યાં સુધીમાં આ દારૂણ દૈત્ય પોતાની બળવૃદ્ધિની વેળાને પામીને પ્રબળ બને તેની પહેલાં જ તમે પોતાની યોગમાયા અપનાવીને આ પાપીને હબ્રી નાખો. (ર૨૫) હે પ્રભુ! જુઓ, લોકોનો સંહાર કરનારી ભયંકર સંધ્યાવેળા થવાની તૈયારી છે. હે સર્વાત્મા! તમે કડ જ જ્આ અસુરને હણીને દેવતાઓને વિજય પ્રદાન . (૨૬) અત્યારે અભિજિત્ નામના માંગલ્યપૂર્ણ નો પબ્ર યોગ આવી ગયો છે. તેથી પોતાના સુકદ્ એવા અમારા કલ્યાણ માટે જલદીથી આ દુર્જય દૈત્ય સાથે નીપટી લો (તેને ખતમ (૨૭) હે પ્રભુ! તેનું મૃત્યુ તમારા જ હાથે નિર્માયેલું છે. અમારું મોટું ભાગ્ય છે કે આ પોતે જ પોતાના કાળરૂપ એવા તમારી પાસે આવી પહોંચ છે. હવે તમે યુદ્ધમાં બળપૂર્વક તેને હણીને લોકોને શાંતિનું પ્રદાન કરો. (૨૮) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે હિરણ્યાક્ષવધેડષ્ટાદશોડધ્યાયઃ ॥ ૧૮॥ ત્રીજા સ્કંધ-અંતર્ગત હિરણ્યાક્ષવધ-અંતર્ગત અઢારમો અધ્યાય સમાપ્ત.