બાવીસમો અધ્યાય મહારાજ પૃથુને સનકાદિનો ઉપદેશ મૈત્રેય ઉવ/ચ જૃનેષુ પ્રગૃણત્સ્વેવં પૃથું પૃથુલવિક્રમમ્ | તત્રોપજગ્મુર્મુનયશ્ચત્વારઃ સૂર્યવર્ચસઃ 1! ૧1 તાંસ્તુ સિદ્ધેશ્વરાન્રાજા વ્યોમ્તોડવતરતોડર્ચિષા । લોકાનપાપાન્ કુર્વત્યા સાનુગોડચષ્ટ લક્ષિતાન્ ॥ ૨॥ તદર્શનોદ્ગતાન્પ્રાણાન્ પ્રત્યાદિત્સુરિવોત્થિતઃ | સસદસ્યાનુગો વૈન્ય ઇન્દ્રિયેશો ગુણાનિવ 1 ૩॥ ગૌરવાદ્ન્ત્રિતઃ સભ્યઃ પ્રશ્રયાનતકન્ધરઃ । વિધિવત્પૂજયાગ્ચક્રે ગૃહીતાધ્યર્હણાસનાન્ 1૪1 તત્પાદશૌચસલિલૈર્માર્જિતાલકબન્ધન: । તત્ર શીલવતાં વૃત્તમાચરન્માનયજ્તિવ ।૫॥ શ્રીમૈત્રેયજી કહે છે - જે સમવે પ્રજાજનો પરમ્ પરાક્રમી પૃથ્વીપાલક પૃધુની આ પ્રમાણે પ્રાર્થના કરી રહ્ય હતા તે જ સમયે ત્યાં સૂર્ય સમાન તેજસ્વી ચાર મુનૌશ્વરો પધાર્યા. (૧) રાજા અને તેમના સેવકોએ તેમને જોયા અને ઓળખી લીધ! કે તે સિદ્ધેશ્વરો પોતાની દિવ્ય કાન્તિથી સમસ્ત લોકોને પાપ-વિમુક્ત કરતા સ્હીને આકાશમાંથી ઊતરી આવી રહ્યા છે. (૨) રાજાના પ્રાણ તે સનકાદિનાં દર્શન કરતાં જ, જેમ વિષયી જીવ વિષયો તરફ દોડે છે તેમ તેના તરફ ચાલી નીકળ્યા - જાણે કે પ્રાણોને પાછા લાવવા માટે જ તેઓ પોતાના સભાજનો અને અન્યાયીઓની સાથે એકાએક ઊઠીને ઊભા થઈ ગયા. (9) જ્યારે તે મુનીશ્વશે શ્રેષ્ઠ આસનો પર વિરાજમાન થયા ત્યારે શિષટાચારશિરોમણિ પૂધુએ તેમના ગૌરવથી પ્રભાવિત થઈને વિનયપૂર્વક ડોક નમાવીને તેમની વિધિવત્ પૂજા કરી. (૪) પછી તેમનું ચરણોદક પોતાના મસ્તક પર છાંટ્યું. આ પ્રમાણે શિષ્ટપુરુષને યોગ્ય આચારનો આદર. પાલન કરીને તેમળ્રે એ જ દર્શાવ્યું કે બધા જ સત્પુરુપોએે આવો વ્યવહાર કરવો જોઈએ. (૫) કાહ શ્રીમદભાગવત, [અબ ર૨ હાટકાસન આસીનાન્ સ્વધિષ્ણ્વેષ્વિવ પાવકાન્ / શ્રદ્ધાસંયમસંયુક્તઃ પ્રીતઃ પ્રાહ ભવાગ્રજાન્ | ૬।। જકુરુચચ અહો આચરિતં કિં મે મક્નલં મજ્ઞલાયનાઃ | યસ્ય વો દર્શન હ્યાસીદુર્દર્શનાં ચ યોગિભિઃ ॥ ૭।! કિં તસ્ય દુર્લભતરમિહ લોકે પરત્ર ચ| યસ્યવિષ્રાઃ પ્રસીદન્તિ શિવો વિષ્ણુશ્ચ સાનુગઃ ॥ ૮॥ નૈવ લક્ષયતે લોકો લોકાન્ પર્યટતોડપિ યાન્ | યથા સર્વદશં સર્વ આત્માનં યેડસ્ય હેતવઃ ॥ ૯॥ અધના’ અપિ તે ધન્યાઃસાધવો ગૃહમેધિનઃ । યદ્ગૃહા હ્યર્હવર્યામ્બુતૃણભૂમીશ્ચરાવરાઃ* ॥ ૧૦॥ વ્યાલાલયદ્ઠુમા વૈ” તેડપ્યરિક્તાખિલસમ્પદ: । યદ્ગૃહાસ્તીર્થપાદીયપાદતીર્થવિવર્જિતાઃ !! ૧૧[। સ્વાગતં વો દ્વિજશ્રેષ્ઠા યદ્વ્રતાનિ મુમુક્ષવઃ ! ચરન્તિશ્રદ્ધદા ધીરાબાલાએવબૃહન્તિચ? ॥ ૧૨ કચ્થિન્નઃ કુશલં નાથા ઇન્દ્રિયાર્થા્થવેદિનામ્ । વ્યસનાવાપ એતસ્ઉિન્પતિતાનાં સ્વકર્મભિઃ ॥ ૧૩॥। ભવત્સુ કુશલપ્રશ્ન આત્મારામેષુ નેષ્યતે | કુથલાકુશલા યત્ર ન સન્તિ મતિવૃત્તયઃ ॥ ૧૪॥ તદહં કૃતવિશ્રમ્ભઃ સુહદો વસ્તપસ્વિનામ્ । સમ્પૃથ્છે ભવ એતસ્મિનક્ષેમઃકેનાગ્જસા ભવેત્ ॥ ૧૫।॥ વ્યક્તમાત્મવતામાત્માં ભગવાનાત્મભાવનઃ | સ્વાનામનુગ્રહાયેમાં સિદ્ધરૂપી ચરત્યજઃ | ૧૬1! સનકાંદે મુનીશ્વરો ભગવાન શંકરના પણ અગ્રજ છે. સુવર્ણ- સિંહાસનો પર તેઓ એવી રીતે સુશોભિત થયા કે જેમ પોતપોતાનાં સ્થાનો પર અગ્નિદેવતાઓ. મહરાજ ઘૃથુએ અત્યંત શ્રદ્ધ અને સંયમ સાથે પ્રેમપૂર્વક તેમને કહ્યું. (૬) પૃધુજીએ કહ્યું - હે મંગલમૂર્તિ મુનીશ્વરો! તમારાં દર્શન તો યોગીઓને પણર દુર્લભ છે. મારાથી એવું કયું પુલ્ય થયું છે કે જેનાથી આપમેળે જ તમારાં દર્શન પ્રાપ્ત થયાં? (૭) જેના પર બ્રાહ્મણો અથવા અનુચરો સહિત શ્રીશંકર કે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય તેને માટે આ લોક અને પરલોકમાં કઈ વસ્તુ દુર્લભ હોય? (૮) આ દશ્યપ્રપંચને કારશે મહત્ત્વ વગેરે તત્ત્વો જોકે સર્વમાં રહેલાં છે તોપણ તેઓ સર્વસાક્ષી આત્માને જોઈ શકતાં નથી; એવી જ રીતે જોકે તમે સમસ્ત લોકોમાં વવિચરો છો તોપણ અનધિકારી લોકો તમારું દર્શન કરવા પામતા નથી. (૯) જે ગૃહસ્થ અથવા તેના સેવકો દ્વારા જળ, આસન, પૃથ્વી વગેરે કોઈ પણ પદાર્થોનો તમારા જેવા પૂજ્ય પુરુષો સ્વીકાર કરે છે તે ગૃહસ્થો નિર્ધન હોવા છતાં પશ ધન્ય છે. (૧૦) જે ઘરોમાં ભગવાનના ભક્તોના પરમપવિત્ર ચરણોદકના ક્યારેય છાંટા પડ્યા નથી તે બધા પ્રકારની રિદ્ધિ-સિદ્ધિઓથી ભરેલાં હોવા છતાં પણ એવાં વૃક્ષો જેવાં છે કે જેમના પર સાપ રહે છે. (૧૧) હે. મુનીશ્વરો! તમારું સ્વાગત છે. તમે તો બાલ્યાવસ્થાથી જ મુમુક્ષુઓના માર્ગનું અનુસરણ કરતા રહીને એકાગ્રચિત્તથો બ્રહ્મચર્ય વગેરે મહાન દ્રતોનું અત્યંત શ્રદ્ધાપૂર્વક આચરણ કરી રહ્યા છો. (૧૨) હે સ્વામીજનો! અમે પોતાનાં કર્મોને વર્શીભૂત થઈને વિપત્તિઓના ક્ષેત્ર એવા આ સંસારમાં પડેલા કેવળ ઇન્દ્રિયો-સંબંધિત ભોગોને જ પરમ પુરુષાર્થ માની રહ્યા છીએ; તો શું અમારા ઉદ્ધારનો પબ્ર કોઈ ઉપાય છે ખરો? (૧૩) તમને કુશળ-ક્ષેમ પૂછવાં એ યોગ્ય નથી; કારણ ડે તમે નિરંતર આત્મામાં જ રમણ કરો છો. તમારામાં “આ કુથળ છે’ અને “આ કુશળ નથી’ એ પ્રકારની વૃત્તિઓ કયારેય હોતી જ નર્થી. (૧૪) તમે સંસારના અગ્નિથી સંતપ્ત જવોના પરમ સુક્દ છો, તેથી તમારામાં વિશ્વાસ કરીને હું એ પૂછવા ઇચ્છું છું કે આ સંસારમાં મનુષ્યનું કેવી રીતે સુગમતાથી કલ્યાણ થઈ શકે છે? (૧૫) એ તો નક્કી જ છે કે જેઓ આત્મવાન (ધીર) પુરુષોમાં ‘આત્મા’-ડૂપે પ્રકાશિત થાય છે. અને ઉપઃસકોના અંતઃકરણમાં પોતાના સ્વરૂપને પ્રગટ કરનારા છે તે અજન્મા ભગવાન નારાયજ્ઞ જ પોતાન! ભક્તો પર કૃપા કરવા માટે તમારા જેવા સિદ્ધપુરુપો રૂપે આ પૃથ્વી પર વિચરણ કરતા રહે છે. (૧૬) ૧. ત્ર. પા. - અધન્યા! ૨. ક્ર. પા. - સ્્યરાકરો: 1 ૩. પ્રા. પા. - ન્હુમાથેતે 1 ૪. પા. પા. - કે! અ૦ ૨૨] ચોથો સ્કન્ધ 45 મૈકેજ ઉવાચ પૃથોસ્તત્સૂક્તમાકર્ણ્ય સારં સુષ્ઠુ મિતંમધુચે 1 સ્મયમાન ઇવ પ્રીત્યા કુમારઃ પ્રત્યુવાચ હ ।। ૧૭! સનળુમાર ઉવાચ” સાધુ પૃષ્ટ મહારાજ સર્વભૂતહિતાત્મના । ભવતા વિદુષા ચાપિ સાધૂનાં મતિરીદંશી ।। ૧ ૮।! સદ્નમઃ ખલુ સાધૂનામુભયેષાં ચ સમ્મતઃ | યત્સમ્ભાષણસમ્પ્રશ્નઃ સર્વેષાં વિતનોતિ શમ્ ॥ ૧૯॥। અસ્ત્યેવ રાજન્ ભવતો મધુદ્ધિષઃ પાદારવિન્દસ્ય ગુણાનુવાદને 1 રતિર્દુરાપા વિધુનોતિ નૈષ્ઠિકી કામં કષાય મલમત્તરાત્મનઃ || ૨૦॥ શાસ્રેષ્વિયાનેવ સુનિશ્ચિતો નૃણાં ક્ષેમસ્ય સધ્ર્યગ્વિમૃશેષુ હેતુઃ | અસજ્ન આત્મવ્યાતિરિક્ત આર્ત્માનિ દઢા રતિર્બ્રહ્મણિ નિર્ગુન્ઠે ચ યા ॥ ૨૧॥ સા શ્રદ્ધા ભગવદ્રર્મચર્યયા જિજ્ઞાસયાડડધ્યાત્મિકયોગનિષ્ઠયા । યોગેશ્વરોપાસનયા ચ નિત્યં પુણ્યશ્રવ:ઃકથયા પુણ્યયા અર્થેન્દ્રિયારામસગોષ્ઠ્યતૃષ્ણયા તત્સમ્મતાનામપરિગ્રહેણ વિવિક્તરુચ્યા પરિતોષ આત્મન્ વિના હરેર્ગુણપીયૂષપાનાત્ | ૨૩॥ અહિંસયા પારમહંસ્યચર્યયા સ્મૃત્યા મુકુન્દાચરિતાગ્રયસીધુના ! થમૈરકામૈર્નિયમૈશ્ાપ્યનિન્દયા નિરીહયા ઇન્દ્રતિતિક્ષયા હરેર્મુહુસ્તત્પરકર્ણપૂર- ગુણાભિધાનેન વિજૃમ્ભમાણયા | ભક્ત્યા હ્યસદ્નઃ સદસત્યનાત્મનિ સ્યાશ્િર્ગુણે બ્રહણિ ચાગ્જસા રતિઃ ।। ર૫॥ ચરર ચ। ચ॥ર૪॥ 18 - શ્રીમૈત્રેયજી કહે છે - રાજા પૃથુનાં આ તર્કપ્રમાણ- યુક્ત, ગંભીર, સંક્ષિપ્ત અને મધુર વગનો સાંભળીને શ્રીસનત્કુમારજી ઘણા પ્રસન્ન થયા અને સહેજ મલકાઈને કહેવા લાગ્યા. (૧૭) #/ શ્રીસનત્કુમારજીએ કલું - હે મહારાજ! બધું જાણતા હૌવા છતાં તમે સમસ્ત પ્રાણીઓના કલ્યાણના ખ્યાલથી ધણી સારી વાત પૂછી છે. સાચું જ છે કે સાપુપુરુષોની બુદ્ધિ આવી જ રહેતી હોય છે. (૧૮) સત્પુરુષનો સમાગમ શ્રોતા અને વક્તા બંનેથને માટે કલ્વાશકારી હોય છે; કારણ કે તેમનો વાર્તાલાપ અને પ્રશ્નોત્તર બધાંનું મંગલ કરનાર હોય છે. (૧૯) હે ચજન્! ભગવાન શ્રીમધુસ્દનનાં ચરણકમળોના ગુશ્ાનુવાદમાં તમારો અવશ્ય અવિચળ પ્રેમ છે. હર કોઈને આવી પ્રીતિ પ્રાપ્ત થવી મુશ્કેલ છે અને તે પ્રાપ્ત થવાથી હદયમાં રહેલા તે વાસનારૂપી મળનો સર્વથા નાશ કરી દે છે, કે જે અન્ય કોઈ ઉપાયથી જલદી છૂટતો નથી. (ર૦) શાસ્રો જીવોના કલ્યાષ્ન માટે સમ્યક્પણે વિચાર કરે છે અને એમનામાં એવું જ કલ્યાશ્નું સાધન નિશ્ચિત કરવામાં આવ્યું છે કે જેનાથી આત્માથી ભિન્ન શરીર વગેરે પ્રત્યે વૈરાગ્ય થાય તથા પોતાના આત્મસ્વરૂપ નિર્ગુણ બ્રહ્મમાં સુદઢ, અનુરાગ થાય. (૨૧) શાસ્ત્રો એવું પજ્ન કહે છે કે ગુરુ અને શાસ્નાં વચનોમાં વિશ્વાસ રાખવો, ભાગવત-પર્માનું આચરલ્ર કરવું, તત્તત—જિજ્ઞાસા હીવી, શાનયોગમાં નિષ્ઠા હોવી, યોગેશ્વર શ્રીહરિની ઉપાસના કરવી, અને દરરોજ પુબ્યકીર્તિ શ્રીભગવાનની પાવન કાઓ સાંભળવી જોઈએ. (ર૨) જે લોકો ધન અને ઇન્દ્રિયોના ભોગોમાં જ રત છે તેમની ગોષ્ઠીમાં પ્રેમ નહીં સખવો, તેમને પ્રિય લાગતા પદાર્થોનો આસક્તિપૂર્વક સંગ્રહ નહીં કરવો, ભગવાનના ગુજ્ોનું અમૃતપાન કરતા રહીને આત્મામાં જ સંતુષ્ટ રહેવું, એકાંતસેવનમાં પ્રેમ સખવો; (૨૩) કોઈ પણ જીવને કષ્ટ નહીં આપવું, નિવૃત્તિમાં નિષ્ઠા રાખવી, આત્મકલ્યાણનું અનુસંધાન કરતા રહીને, શ્રીહરિના પવિત્ર ચરિત્રરૂપ શ્રેષ્ઠ અમૃતનો આસ્વાદ કરવો, નિષ્કામભાવે યમ-નિયમોનું પાલન કરવું, ક્યારેય કોઈની નિંદા નહીં કરવી, કોઈ પણ પદાર્થની કામના નહીં રાખવી, શીત-ઉષ્ણ વગેરે હંહ્ોને સહન કરવાં; (૨૪) ભક્તોના કાનોને સુખ આપનાર શ્રીહરિના ગુજ્નનું. વારંવાર વર્ણન કરવું - આપ કરવાથી અને વધતા જતા ભક્તિભાવથી- મનૃષ્યનો કાર્ય-કારણરૂપ સમસ્ત જડ- પ્રપંચમાંથી વૈરાગ્ય થઈ જાય છે અને આત્મસ્વરૂપ નિર્ગૂણ પરબ્રહ્મમાં અનાયાસે જ પ્રીતિ થઈ જાય છે. (૨૫) ૧. કો. પા - પૂથોસતુ સૂક્તન ૨. તરા. પા. - પ્રભુઃ ૩ મચીન પ્રતમાં ‘સનત્કુમાર ઉવાગ એટલો ભાગ નથી. ૪. પ્ર. પ. - મતિ! 416 શ્રીમદભાગવત [અ૦ ૨૨ યદા રતિર્બ્રલાણિ નૈષ્ઠિકી પુમા- નાચાર્યવાન્ જ્ઞાનવિરાગરંહસા | દહત્યવીર્થ હૃદય જીવકોશં% પગ્યાત્મકં યોનિમિવોત્થિતોડગ્નિઃ ॥ ર૬! દગ્ધાશયો મુક્તસમસ્તતદ્ગુણો નૈવાત્મનો બહિરન્તર્વિચષ્ટે પરાત્મનોર્યદૂ વ્યવધાનં પુરસ્તાત્ સ્વપ્ને યથા પુરુષસ્તદ્રિનાશે | ૨૭) આત્માનમિન્દ્રિયાર્થ ચ પરં યદુભયોરપિ | સત્યાશય ઉપાધૌ વૈપુમાન્પશ્યતિ નાન્યદઃ || ર૮॥/ નિમિત્તે સતિ સર્વત્ર જલદાવપિ પૂરુષઃ । આત્મનશ્ચપરસ્યાપિ ભિદાં પશ્યતિ નાન્યદા ।। ર૯1! ઇન્દ્રિયર્વિષયાકૃષ્ટેરાક્ષિમં ધ્યાયતાં મનઃ । ચેતનાં હરતે બુદ્ધેઃ સ્તમ્બસ્તોયમિવ હ્દાત્ । ૩૦॥ ભ્રશ્યત્યનુસ્મૃતિશ્ચિત્ત જ્ઞાનભ્રંશઃ સ્મૃતિક્ષયે । તદ્રોધં કવયઃ પ્રાહુરાત્માપદ્વમાત્મનઃ || ૩૧॥ નાતઃ પરતરો લોકે પુંસઃ સ્વાર્થવ્યતિક્રમઃ । યદધ્યન્યસ્ય પ્રેયસ્ત્વમાત્મનઃ સ્વવ્યતિક્રમાત્ | ૩૨ ॥ અર્યેન્દ્રિયાર્થાભિધ્યાનંસર્વાર્થાપહ્નવો નૃણામ્ । ભ્રંશિતો જ્ઞાનવિજ્ઞાનાલેનાવિશતિ મુખ્યતામ્ ॥ ૩૩॥ ન કુર્યાત્કર્હિચિત્સગં તમસ્તીવ્રં તિતીરિષુઃ । ધર્માર્યકામમોક્ષાણાં યદત્યન્તવિઘાતકમ્ |! ૩૪॥ તત્રાપિ મોશ્ર એવાર્થ આત્યત્તિકતયેષ્યતે ત્રેવર્ગયોર્થો યતો નિત્યં કૃતાન્તભયસંયુતઃ || ૩૫॥। પરબ્રહ્મમાં સુદઢ પ્રીતિ યઈ જવાથી મનુષ્ય સદગુરુનું શરણ લે છે; પછી જ્ઞાન અને વૈરાગ્યના પ્રબબ વેગને કારણે વાસનાર/હિત થયેલા પોતાના અવિધા વગેરે પાંચ પ્રકારના ક્લેશોથી યુક્ત અહંકારાત્મક પોતાના લિંગ- શરીરને તે એવી રીતે જ ભસ્મ કરી દે છે કે જેમ અગ્નિ લાકડાથી પ્રગટ થાય છે અને પછી તેને જ બાળી નાખે છે, (૨૬) તે પ્રમાણે લિંગશરીરનો નાશ થઈ જવાથી તે તેના કર્તૃત્વ વગેરે બધા ગુજ્ઞોથી મુક્ત થઈ જાય છે. પછી તો જેમ સ્વપ્નાવસ્થામાં જાત- જાતના પદાર્થો જોવા છતાં પણ તેમાંથી જાગ્રત થઈ ગયા પછી તેમનામાંનો કોઈ પદાર્થ દેખાતો નથી, તેવી જ રીતે તે મનુષ્ય શરીરની બહાર દેખાતાં ઘટ-પટ વગેરે અને ભીતરમાં અનુભવાતાં સુખ-દુઃખ વગેરેને પણ જોતો નથી. આ સ્થિતિ પ્રા્ત થાવ તે પહેલાં આ પદાર્થો જ જીવાત્મા અને પરમાત્માની વચ્ચે રહીને તેમનો ભેદ કરી રહ્યા હતા. (૨૭) જ્યાં સુધી અંત:કરણરૃપ ઉપાધિ રહે છે ત્યાં સુધી જ મનુષ્યને જીવાત્મા, ઇન્દ્રિયોના વિષયો અને એ બંને સાથે સંબંધ કરાવનાર અહંકારનો અનુભવ થાય છે; ત્યાર પછી નહીં. ૨૮) બાહ્ય જગતમાં પણ જોવામાં આવે છે કે જળ, દર્પણ વગેરે નિમિત્તોના રહેવાથી જ પોતાના બિંબ અને પ્રતિબિંબનો ભેદ દેખાય છે, અન્ય સમવે નહીં. (૨૯) જે લોકો વિષયોના ચિંતનમાં રત રહે છે તેમની ઇન્દ્રિયો વિષ્રયોમાં ફસાઈ જાય છે. તથા મનને પણ તેમની તરફ ખેંચી લઈ જાય છે. પછી તો જેમ જળાશયના કાંઠે ઊગેલાં કુશ વગેરે પોતાનાં મૂળિયાં વડે તેનું પારી ખેંચતાં રહે છે તેવી જ રીતે તે ઇન્દ્રિયોમાં આસક્ત મન. બુદ્ધિની વિચારશક્તિને કમશ: હરી લે છે. (૩૦) વિચારશક્તિનો નાશ થઈ જવાથી પૂર્વાપરનું સ્મરણ જતું રહે છે અને સ્મૃતિનો નાશ થઈ જવાથી જ્ઞાન રહેતું નથી. આ જ્ઞાનના નાશને જ પંડિતો “પોતે જ પોતાનો નાશ કરવો’ કહે. છે. (૩૧) જેના ઉદ્દેશ્યથી અન્ય બધા પદાર્થોમાં પ્રિયતાનો બોધ થાય છે તે આત્માનો પોતાના જ થકી નાશ થવાથી જે સ્વાર્થહાનિ થાય છે એનાથી અધિક આ લોકમાં જવની અન્ય કોઈ હાનિ નથી. (૩૨) ધન અને ઇં્દ્રિયોનું વિષ્યાચિંતન મનુષ્યના તમામ પુરુષાર્થોનો નાશ કરનારું છે; કારણ કે તેમના ચિંતનથી તે શાન અને વિશાનથી ભ્રષ્ટ થઈને વૃક્ષ વગેરે સ્થાવરયોનિઓમાં જન્મ પામે છે. (૩૩) તેથી જેને અજ્ઞાનના અંધકારને પાર કરવાની ઇચ્છા હોય તે મનુષ્ષે ક્યારેય વિષયોમાં આસક્તિ ચખવી જોઈએ નહીં; કારણ કે આ (આસક્તિ) ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થવામાં ઘજ્ની અવરોધક છે. (૩૪) આ ચાર પુરુષાર્થોમાં પણ સૌથી શ્રેષ્ઠ મોક્ષ જ માનવામાં આવે
- પ્રા. પા. - પાગ્ચકોશ ! અ૦ રર] ચોયો સ્કન્ધ 417 પરેડવરે૫ ચ યે ભાવા ગુણવ્યતિકરાદનુ૨ । ન તેષાં વિતે ક્ષેમમીશવિધ્વંસિતાશિષામ્ ॥ ૩૬॥ તત્ત્વ નરેન્દ્ર જગતામથ તસ્થુષાં ચ દેહેન્દ્રિયાસુધિષણાત્મભિરાવૃતાનામ્ । યઃ ક્ષેત્રવિત્તપતયા હૃદિ વિષ્વગાવિઃ પ્રત્યક્ ચકાસ્તિ ભગવાંસ્તમવેહે સોડસ્મિ” ॥ ૩૭! યસ્મિન્નિદં સદસદાત્મતયા વિભાતિ* માયા વિવેકવિધુતિ સ્રજિ વાડહિબુદ્ધિઃ । તં નિત્યમુક્તપરિશુદ્ધાવિબુદ્ધતત્ત્વં પ્રત્યૂઢકર્મકલિલપ્રકૃર્તિ પ્રપધે 1૩૮1 યત્પાદપકજપલાશવિલાસભકત્યા કર્માશયં ગ્રથિતમુદ્ગ્રથયન્તિ સન્તઃ | તદ્ન્ન રિક્તમતયો યતયોડપિ રુદ્ધ- સ્રોતોગણાસ્તમરણં ભજ વાસુદેવમ્ | ૩૯ કચ્દ્ર67” મહાનિહ ભવાર્ણવમપ્લવેશાં* ષડ્વર્ગનક્રમસુખેન તિતીરષન્તિ । તત્ ત્વં? હરેર્ભગવતો ભજનીયમડપ્રિ કૃત્વોડુપ વ્યસનમુત્તર દુસ્તરાર્ણમ્ | ૪૦॥ મૈત્રક ઉજ સ એવં બ્રહ્મપુત્રેણ કુમારેણાત્મમેધસા |! દર્શિતાત્મગતિઃ સમ્યક્પ્રશસ્યોવાચ તં નૃપઃ ।। ૪૧॥। ચશ્નોવાચ કૃતો મેડનુગ્રહઃપૂર્વહરિણાડડર્તાનુકમ્પિના । તમાપાદઘિતું બ્રહ્મન્ ભગવન્ યૂયમાગતાઃ || ૪૨ |। નિષ્પાદિતશ્ચ કાત્સ્ન્યન ભગવદ્ધિ્જણાલુભિઃ । સાધૂચ્છિષ્ટં હિ મે” સર્વમાત્મના સહ કિંદદે । ૪૩॥ છે; કારણ કે અન્ય ત્રણ પુરુષાર્થોમાં હંમેશાં કાળનોભય લાગેલો રહે છે. (૩૫) પ્રકૂતિમાં ગુલ્રઘોભ થયા પછી જેટલા પણ ઉત્તમ અને અધમ ભાવો-પદાર્થો પ્રગટ થયેલા છે તે તમામ વિનાશી છે, શાશ્ચત કોઈ જ નથી. કાળ ભગવાન તે બધાંનાં કુશળોને ક્ચડતા રહે છે. (૩૬) તેથી હે રાજન્! જે ભગવાન શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, બુદ્ધિ અને અહેકારથી આવૃત બધાં જ સ્થાવર-જંગમ પ્રાણીઓનાં હૃદયોમાં અન્તર્યામી થઈને ક્ષેત્રજ્રૂપે અને સર્વના નિયામક હોવાથી સર્વત્ર પ્રકાશિત થઈ રહ્યા છે તેમને તમે ‘તે હું જ છું’ એમ જાણો. (૩૭) જે રીતે દોરડું જાન થઈ ગયા પછી તેનામાં સર્પમુદ્ધિ રહેતી નથી, તેવી જ રીતે વિવેક પ્રાપ્ત થઈ ગયા પછી જેનો ક્યાંય પત્તો જડતો નથી તેવો આ માયામથ પ્રપંચ જેનામાં કાર્ય-કારઘરૂપે પ્રતીત થઈ રહ્યો છે અને જે સ્વયં કર્પથી દૂષિત પ્રકૃતિથી પર છે તે નિત્યમુક્ત, નિર્મળ અને શઞનસ્વરૂપ પરમાત્માને હું પામી રહ્યો છું. (૩૮) ભગવાનની ભક્તિનું મહત્ત્વ એવું છે કે તેમનાં ચરમકમળરૂપી ક્મળદળનું સ્મરલ્ર કરીને સંતજનો કર્મોની મજબૂત ગાંઠને પણ છિન્ન-ભિન્ન કરી દે છે પરંતુ શાનમાર્ગઓ કે, જેમણે ઇન્દ્રિયોના વિષયો તરફના પ્રવાહને રોક્રી લીધો છે, તેઓ પણ આ રીતે કર્મગ્રંથીને કાપી શકતા નથી. (તેમનામાં ધારણાની સ્થિરતા ન રહેવાને કારણે પતનની સંભાવના રહે છે.) તેથી વાસુદેવ ભગવાનની શરણાગતિ સ્વીકારો. (૩૯) જે લોકો મન અને ઇન્દ્રિયોરૂપી મગરમચ્છોથી ભરેલા આ સંસારસાગરને ભક્તિમાર્ગ શિવાય અન્ય યોગ વગેરે દુષ્કર સાધનો વડે પાર કરવા ઇચ્છે છે તેમનું પેલે પાર પહોંચવું મુશ્કેલ જ છે; કારણ કે તેમને કર્લધારરૂપી શ્રીહરિનો આશ્રય નથી. તેથી તમે તો ભગવાનનાં આરાધ્ય ચરણકમળોને નૌકા બનાવીને અનાયાસે જ આ ફુસ્તર સંસાર-સાગરને પાર કરી લો. (૪૦) શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! બ્રહ્માજીના પુત્ર આત્મજ્ઞાની સનત્કુમારજી પાસેથી આ રીતે આત્મતત્વનો ઉપદેશ પામીને મહારાજ પૃથુએ તેમની ઘણી મ્રશંસા કરતાં કહ્યું. (૪૧) રાજા પૃથુએ કહ્યું - હે ભગવન્! દીનદયાળ શ્રીહરિએ મારા પર પહેલાં કૃપા કરી હતી, તેને જ પૂર્ણ કરવા તમે પધાર્યા છો. [૪૨) તમે ઘણા જ દયાળુ છો. જે કાર્ય કરવા માટે તમે પધાર્યા હતા તેને તમે સારી રીતે સંપન્ન કરી દીધું. હવે, આના બદલામાં હું તમને શું આપું? મારી ૧. પ્રા. પા. - પરાવરે ! ૨. પ્રા. પા. “- વ્કરાદતઃ | ૩. પ્રા. પા. - સ ત્વં | ૪. પ્રા. પા. - વ્વભાતિ । ૬. પ્રા. પા. - ત્મપ્લવેન | ૭. પ્રા. પા. - સ ત્વં સોડસ્તિ | પ. પ્રા. પા. 1 ૮. પ્રા. પા. - સર્વ મે હ્યાત્મના ! 418 શ્રીમદભાગવત [અ૦ રર પ્રાણા દારાઃસુતાબ્રહ્મન્ ગૃહાશ્ચ સપરિચ્છદાઃ । રાજ્યંબલંપ મહી કોશ ઇતિ સર્વ નિવેદિતમ્ ॥ ૪૪॥ સૈનાપત્યં ચ રાજ્યં ચ દણ્ડનેતૃત્વમેવ ચ | સર્વલોકાધિપત્યં ચ વેદશાસ્રવિદર્હતિ | ૪૫॥ સ્વમેવ બ્રાહ્મણો ભુડ્ક્તે સ્વં વસ્તે સ્વં દદાતિચ । તસ્વૈવાનુગ્રહેણાન્ન ભુગ્જતે ક્ષત્રિયાદયઃ | ૪૬।। યૈરીદશી ભગવતો ગતિરાત્મવાદે એકાન્તતોનિગમિભિઃપ્રતિપાદિતા નઃ તુષ્યન્ત્વદભ્રકરુણાઃ સ્વકૃતેન નિત્યં કો નામ તત્પ્રતિકરોતિ વિનોદપાત્રમ્ ૪૭॥ મૈત્રેટર ઉવાચ ત આત્મયોગપતય આદિરાજેન પૂજિતાઃ | શીલંતદીયં શંસન્તઃ ખેડભૂવન્મિષતાં નૃણામ્ । ૪૮॥। વૈન્યસ્તુ ધુર્યો મહતાં સંસ્થિત્યાધ્યાત્મશિક્ષયા | આપ્તકામમિવાત્માનં મેન આત્મન્યવસ્થિતઃ ॥ ૪૯॥ કર્માણિ ચ યથાકાલં યથાદેશં યથાબલમ્ | યથોચિતં યથાવિત્તમકરોદબ્રહ્મસાત્કૃતમ્ | ૫૦॥ ફલં બ્રહ્મણિ વિન્યસ્ય નિર્વિષડ્ઞાઃ સમાહિતઃ | કર્માધ્યક્ષં ચ મન્વાન આત્માનં પ્રકૃતેઃ પરમ્ 1૫૧ ગૃહેષુવર્તમાનોડપિ સ સામ્રાજ્યશ્રિયાન્વિતઃ | નાસજ્જતેન્દ્રિયાર્થષુ નિરહંમતિરર્કવત્ ॥ પર એવમધ્યાત્મયોગેન કર્માણ્યનુસમાચરન્ | પુત્રાનુત્પાદયામાસ પગ્ચાર્ચિષ્યાત્મસમ્મતાન્ | ૫૩॥ વિજિતાશ્ચં ધૂમ્રકેશં હર્યક્ષં દ્રવિણ વૃકમ્ | સર્વેષાં લોકપાલાનાં દધારૈકઃ પૃથુર્ગુણાન્ | ૫૪॥ પાસે તો શરીર અને એની સાથે જે કંઈ છે તે બધું મહાપુરુષોનો જ પ્રસાદ (કૃપા) છે. (૪૩) હે બ્રહ્મન્! પ્રાણ, પત્ની, પુત્ર - સર્વ પ્રકારની સામગ્રીઓથી ભરેલાં ભવન, રાજ્ય, સેના, પૃથ્વી અને ખજાનો - આ સર્વ કાંઈ તમારું જ છે. તેથી તમારાં જ શ્રીચરણોમાં અર્પિત છે. (૪૪) વાસ્તવમાં તો સેનાપતિપણું, રાજ્ય, દંડવિધાન અને સમસ્ત લોકોના શાસનનો અધિકાર વેદશાસ્તોના જ્ઞાતા બ્રાહ્મણોને જ છે. (૪૫) બ્રાહ્મણ પોતાનું જ ખાય છે, પોતાનું જ પહેરે છે અને પોતાની જ વસ્તુનું દાન કરે છે. બીજું, ક્ષત્રિયો વગેરે તો તેની જ કૃપાથી અન્ન ખાવા પામે છે. (૪૬) તમે વેદના પારંગત છો. તમે અધ્યાત્મતત્તતનો વિચાર કરીને અમને નિશ્ચિતપજ્ને સમજાવી દીધું છે કે ભગવાન પ્રત્ધેની આ પ્રકારની અભેદ-ભક્તિ જ તેમને પામવાનું મુખ્ય સાધન છે. તમે પરમ કૃપાળુ છો. તેથી દીનોના ઉદ્ધારરૂપી પોતાના આ કર્મથી જ હમેશાં સંતુષ્ટ રહો. તમારા આ ઉપકારનો બદલો કોઈ શું આપી શકવાનું છે? તે માટે પ્રયત્ન કરવો એ પણ પોતાનો ઉપહાસ કરાવવો જ કહેવાય. (૪૭) શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! એ પછી આદિરાજ પૃથુએ આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ સનકાદિ મુનનિઓની પૂજા કરી. અને તે મુનિઓ પૃથુના શીલની પ્રશંસા કરતા કરતા બધા લોકોની સામે જ આકાશમાર્ગે પ્રયાણ કરી ગયા. (૪૮) મહાત્માઓમાં અગ્રગણ્ય મહારાજ પૃઘુ તેમની પાસેથી આત્મવિષથક ઉપદેશ મેળવીને ચિત્તની એકાગ્રતાથી આત્મામાં જ સ્થિત રહેવાને કારણે પોતાને કૃતકૃત્મ-વત્ અનુભવવા લાગ્યા. (૪૯) તેઓ બ્રહ્માર્પણ-બુદ્ધિથી સમય, સ્થળ, શક્તિ, ન્યાય અને ધર્મ અનુસાર સધળાં કાર્યો કરતા હતા. (૫૦) (આ પ્રમાણે એકાગ્રચિત્તથી સમસ્ત કર્મોનું ફળ પરમાત્માને અર્પન્ન કરીને, આત્માને કર્મોના સાક્ષીભૂત તેમ જ પ્રકૃતિથી અતીત જોવાને કારણે તેઓ સર્વથા નિર્લેપ રહ્યા. (૫૧) જેમ સૂર્યદેવ સર્વત્ર પ્રકાશ કરવા છતાં પણ વસ્તુઓના ગુણ-દોષથી નિર્લેપ રહે છે તેવી જ રીતે (પોતે) સાર્વભૌમ સામ્રાજ્ય- લક્ષ્મીથી સંપન્ન અને ગૃહસ્થાશ્રમી હોવા છતાં પણ અહંકારરહિત હોવાને કારણે તેઓ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થયા નહીં. (૫૨) આ પ્રમાણે આત્મનિષ્ઠામાં સ્થિત થઈને બધાં જ કર્મોનું યથાયોગ્ય રીતે અનુષ્ઠાન કરતા રહીને તેમણે પોતાની પત્ની અર્ચિના ગર્ભથી પોતાને અનુરૂપ પાંચ પુત્રો ઉત્પન્ન કર્યા. (૫૩) તેમનાં નામ હતાં - વિજિતાશ્, ધૂમ્રકેશ, હર્યક્ષ, દ્રવિણ અને વૃક. મહારાજ પૃથુ ભગવાનના અંશ હતા. તેઓ સમયાન્તરે, જ્યારે જ્યારે જરૂર જણાતી ત્યારે, જગતનાં ૧. પ્રા. પા. - મહી બલં | ૨. પ્રાચીન પ્રતમાં “વૈત્રેવ ઉવાચ’ એટલો ભાગ નથી. અ૦ ૨ર] ચોથો સ્કન્ધ 419 ગોપીથાયજગત્સૃષ્ટેઃકાલે સ્વેસ્વેડચ્યુતાત્મકઃ | મનોવાગ્વૃત્તિભિઃ સૌમ્યેર્ુણૈઃ સંરગ્જયન્ પ્રજાઃ ! પપ રાજેત્યધાન્ઞામધેયં સોમરાજ ઇંવાપરઃ | સૂર્યવદ્િસૃજન્ ગૃહ્મન્ પ્રતપંશ્વ ભુવો વસુ 1 ૫૬॥ દુર્ધર્ષસ્તેજસેવાગ્નિર્મહેન્દ્ર ઇવ દુર્જયઃ । તિતિક્ષયા ધરિત્રીવ ધોરિવાભીષ્ટદો નૃણામ્ 1 ૫૭॥। વર્ષતિ સ્મ યથાકામં પર્જન્ય ઇવ તર્પયન્ | સમુદ્ર ઇવ દુર્બોધઃ સત્ત્વેનાચલરાડિવ ॥ ૫૮॥। ધર્મરાડિવ શિક્ષાયામાશ્ચ્ષે હિમવાનિવ | કુબેર ઇવ કોશાઢ્યો ગુપ્તાર્થો વરુણો યથા ।૫૯॥। માતરિશ્વેવ સર્વાત્મા બલેન સહસૌજસા’ ! અવિષહ્યાતયા દેવો ભગવાન્ ભૂતરાડિવ || ૬૦॥ કન્દર્પ ઇવ સૌન્દર્યે મનસ્વી મૃગરાડિવ 1 વાત્સલ્યે મનુવશૃણાં પ્રભુત્વે ભગવાનજઃ | ૬૧॥ બૃહસ્પાતિર્બ્રહાવાદે આત્મવત્ત્વે સ્વયં હરિઃ । ભક્ત્યા ગોગુરુવિપ્રેષુ વિષ્વક્સેનાનુવર્તિષુ ! હ્વિયાપ્રશ્રયશીલાભ્યામાત્મતુલ્યઃ પરોદ્યમે ॥ ૬ ર॥ કીર્ત્યાર્ધગીતયા પુમ્ભિસ્લોક્યે તત્ર તત્ર હર । પ્રવિષ્ટઃ કર્ણરન્ધ્રેષુ સ્રીણાં રામઃ સતામિવ ।। ૬૩! ક્ક્ન્શ્રઃ પ્રાણીઓના રક્ષભ્ર માટે પોતે એક્લા જ સમસ્ત લોકપાલોના ગુણો ધારશ કરી લેતા હતા. પોતાના ઉદાર મન, ્રિષ અને ચિતકારી વચનો,મનોહર મૂર્તિ અને સૌમ્ય ગુજર વડે પ્રજાનું રંજન કરતા રહેતા હતા તેથી બીજા ચંદ્રમા જેવા તેમનું “રાજા’ એ નામ સાર્થક થયું. સૂર્ય જેમ ગરમીમાં પૃથ્વીનું જળ ખેંચીને વર્ષાકાળમાં તેને કરી પૃથ્વી પર વરસાવે છે તથા પોતાનાં કિરણોોમી સૌને તાપ પહોંચાડે છે, તેવી જ રીતે તેઓ કર- રૂપે પ્રજાનું ધન લઈને તેને દુષ્કાળ વગેરેના સમયે છુટા હાથે મ્રજાના હિતમાં લગાવી દેતા હતા તથા તેમનો સર્વ પર પ્રભાવ હતો. (૫૪-૫૬) તેઓ તેજમાં અગ્નિ જેવા દુધર્ષ, ઇન્દ્ર જેવા અજેય, પૃથ્વી જેવા ક્ષમાશીલ અને સ્વર્ગ જેવા મનુષ્યોની સમસ્ત કામનાઓ પૂરી કરનારા હતા. (૫૭) સમયાન્તરે પ્રજાજનોને તૃપ્ત કરવા માટે તેઓ મેઘની જેમ તેમના અભીસ્ટ અર્થોને ખુલ્લા હાથે લુટરવતા રહેતા હતા. તેઓ સમુદ્ર જેવા ગંભીર અને પર્વતરાજ સુમેરુ જેવા ધર્યવાન પણ હતા. (૫૮) મહારાજ પૃથુ દુષ્ટોનું દમન કરવામાં યમસજ જેવા, આશ્ચર્યપૂર્ વસ્તુઓના સંગ્રહમાં હિમાલય જેવા, કોશને સમૃદ્ધ કરવામાં કુબેર જેવા અને ધનને છુપાવવામાં વરૃણ જેવા હતા. (૫૯) શારીરિક બળ, પરાક્રમમાં, ઇન્દિવ બળમાં તથા માનસિક બળમાં સર્વત્ર ગાંતેશીલ વાયુ જેવા અને તેજની અસહ્યતામાં ભગવાન શંકર જેવા હતા. (૬૦) સૌંદર્યમાં કામદેવ જેવા, ઉત્સાહમાં સિંહ જેવા, વાત્સલ્યમાં મનુ જેવા અને મનુષ્યોના આધિપત્યમાં સર્વસમર્થ બ્રહ્માજી જેવા હતા. (૬૧) બ્રહ્મવિચારમાં બૃહસ્પતિ, ઇન્દ્રિવ-જયમાં સાક્ષાત્ શ્રીહરે તથા ગાથ, બ્રાહ્મણ, ગુરુજન તેમ જ ભગવદ્ભક્તોની ભક્તિ, લજ્જા, વિનય, શીલ, પરોપકાર વગેરે ગુણોમાં અદ્વિતીય હતા. (૬૨) લોકો ત્રણે ભુવનોમાં સર્વત્ર ઊંચા સ્વરે તેમની કીર્તિનું ગાન કરતા હતા, એનાથી તેઓ સીઓ સુધ્ધાનાં કાનોમાં એવી જ રીતે પ્રવેશ પામી ત્રયા હતા કે જેમ સત્પુરુષોના હૃદયમાં શ્રીરામ. (૬૩) ઇતિ શ્રીમદ્રાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે પૃથુચરિતે* દ્વાર્વિશોડધ્યાયઃ ॥ રર! ચોથા સ્કન્ધ-અંતર્ગત પૃથુચરિતમાંનો બાવીસમો અધ્યાય સમાપ્ત.