Śrīmad Bhāgavatam

ત ગ્યનભિસ્વાચ ભગવંસ્તે વચોડસ્માભિર્ન સમ્યગવગમ્યતે | કવયસ્તદ્વિજાનન્તિ ત વયં કર્મમોહિતાઃ ॥૧॥

પ્રચેતાઓને શ્રીવિષ્ણુ ભગવાનનું વરદાન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ઓગણત્રીસમો અધ્યાય ત ગ્યનભિસ્વાચ ભગવંસ્તે વચોડસ્માભિર્ન સમ્યગવગમ્યતે | કવયસ્તદ્વિજાનન્તિ ત વયં કર્મમોહિતાઃ ॥૧॥ નારદ ઉવાચ પુરુષં પુરગ્જનં વિધાઘદ્‌ વ્નક્ત્યાત્મનઃ૧ પુરમ્‌ । એકહ્ધિંત્રિચતુષ્પાદે બહુપાદમપાદકમ્‌ ॥૨॥ યોડવિશ્ઞાતાહતસ્તસ્ય પુરુષસ્ય સખેશ્વરઃ | યન્ન વિજ્ઞાયતે પુમ્ભિર્નામભિર્વા ક્રિયાગુણૈઃ ।। ૩।! યદા જિઘુક્ષન્‌ પુરુષઃ કાત્સ્ન્યેન પ્રકૃતેર્ગુણાન્‌ । નવદ્દારં દ્વિહસ્તાડદ્રિં તત્રામનુત૨ સાધ્વિતિ ॥ ૪।। બુદ્ધિ તુ પ્રમદાં વિધાન્મમાહમિતિ યત્કૃતમ્‌ । યામધિષ્ઠાયદેઠેડસ્મિન્પુમાન્‌ભુડકતેડક્ષભિ્યુણાન્‌ ॥ ૫॥ સખાય ઇન્દ્રિયગણા જ્ઞાનં કર્મ ચ યત્કૃતમ્‌ | સખ્યસ્તદ્વૃત્તયઃ પ્રાણઃ પગ્ચવૃત્તિર્યયોરગઃ । ૬1! પુરંજન-ઉપાખ્યાનનું તાત્પર્ય રજા પ્રાચીનબર્હિએ કહ્યું - હે ભગવન્‌! તમારાં વચનોનું પૂરેપૂરું તાત્પર્ય મારી સમજમાં આવતું નથો. વિવેકી મનુષ્યો જ તે વચનોનું તાત્પર્ય સમજી શકે છે, અમે કર્મમોહિત. જીવો નહીં. (૧) શ્રીનારદજીએ કલું - હે રાજન્‌!પુરંજન (નગરનિર્માતા) એ જીવ છે, જે પોતાના માટે એક, બે, ત્રણ, ચાર અથવા ઘણા પગવાળા કે પગ વિનાના શરીર-રૂષી નગર તૈયાર કરી લે છે. (૨) તેજીવનો મિત્ર, કે જેને અવિજ્ઞાત નામે વર્ણવવામાં આવ્યો છે તે ઈશ્વર છે; કારણ કે કોઈ પ્રકારનાં નામ, ગુશ અથવા કર્મોથી જીવોને તેની જાણ થતી નથી. (૩) જીવે જ્યારે સુખ- દુઃખરૂપી બધા જ પ્રાકૃત વિષયોને ભોગવવાની ઇચ્છા કરી ત્યારે તેણે બીજાં શરીરોને બદલે નવ દ્વાર (ઇન્દ્રિછિદ્રો) તથા બે હાથ અને બે પગવાળું માનવશરીર જ પસંદ ક્યું. (૪) બુદ્ધિ અથવા અવિાને જ તમે પુરંજની નામની સ્ત્રી જાણો; એના જ કારણે દેહ, ઇન્દ્રિયો વગેરેમાં હુંપણા-મારાપણાનો ભાવ ઉત્પન્ન થાય છે અને મનુષ્ય તેનો % આશ્રય લઈને શરીરમાં ઇન્દ્રિયો વડે વિષયોનો ભોગ કરે છે. (૫) દસ ઇન્દ્રિયો એ જ તેના મિત્રો છે, કે જેમના થકી બધા પ્રકારનાં જ્ઞાન અને ક્રિયાઓ થાય છે. ઇન્દ્રિયોની વૃત્તિઓ એ જ તેની સખીઓ છે અને પ્રાશ-અપાન- ૧. પ્રા. પા. - બ્મના પુરમ્‌। ૨. પ્રા. પા. - ત્મન્યત | અ૦ ૨૯] ચોથો સ્કન્ધ 449 બૃહદ્બલં મનો વિદ્યાદુભયેન્દ્રિયનાયકમ્‌ । પગ્ચાલાઃ પઞ્ચ વિષયા યન્‍્મધ્યે નવખં પુરમ્‌ 1 ૭॥। અક્ષિણી નાસિકે કર્ણો મુખં શિશ્નગુદાવિતિ ! દ્વે દ્વે દ્રારૌ બહિર્યાતિ યસ્તદિન્દ્રિયસંયુતઃ ॥ ૮॥ અક્ષિણી નાસિકે આસ્યમિતિ પઞ્ચપુરઃ કૃતાઃ । દક્ષિણા દક્ષિણઃ કર્ણ ઉત્તરા ચોત્તરઃ સ્મૃતઃ | ૯॥ પશ્ચિમે ઇત્યધોદ્વારી ગુદં શિશ્નમિહોચ્યતે’ । ખધોતાડડવિર્મુખી ચાત્ર નેત્રે એકત્ર નિર્મિત । રૂપંવિભ્રાજિતં તાભ્યાં વિચષ્ટે ચ ચક્ષુપેશ્વરઃ ।। ૧૦।। નલિની નાલિની નાસે ગન્ધઃ સૌરભ ઉચ્ચતે ! ધ્રાણોડવધૂતો મુખ્યાસ્યં વિપણો વાગ્રસવિદ્રસઃ ।। ૧૧॥।। આપણોવ્યવહારોડત્ર ચિત્રમન્ધો બહૂદનમ્‌ ! પિતૃહૂર્દક્ષિણઃ કર્ણ ઉત્તરો દેવહૂઃ સ્મૃતઃ | ૧૨ પ્રવૃત્ત*ચ નિવૃત્ત ચ શાસ્્રંપગ્ચાલસગ્શિતમ્‌ ! પિતૃયાનં દેવયાનં શ્રોત્રાચ્છુતધરાદ્વ્રજેત્‌ । ૧૩॥। આસુરી મેઢ્રમર્વાગ્દ્રાર્વ્યવાયો ગ્રામિણાં રતિઃ | ઉપસ્થો દુર્મદઃ પ્રોક્તો નિર્શ્તિર્ગુદ ઉચ્યતે ॥ ૧૪॥ વૈશસં નરકં પાયુર્લુબ્ધકોડન્ધો તુ મે કૃણુ । હસ્તપાદીપુમાંસ્તાભ્યાં યુક્તો યાતિ કરોતિચ ॥ ૧૫॥। અન્તઃપુરં ચ હૃદયં વિષૂચિર્મન ઉચ્ચતે | તત્ર મોહં પ્રસાદં વા હર્ષ પ્રાપ્તોતિ તદગુણૈઃ ॥ ૧૬॥ વ્યાન-ઉદાન-સમાનરૂપી પાંચ વૃત્તિઓવાળો પ્રાણવાયુ એ જ નગરનું રક્ષણ કરનારો પાંચ ફણાવાળો સર્પ છે. (૬) બંને ્રકારની (જ્ઞાન અને કર્મની) ઇન્દ્રિયોના નાયક મનને જ અગિયારમો મહાબળવાન યોદ્ધો જાણવો જોઈએ. શબ્દ વગેરે પાંચ વિષયો એ જ પાંચાલદેશ છે, જેની વચ્ચે તે નવ દરવાજાઓવાળું નગર વસેલું છે. (૭) તેનગરમાં એક-એકસ્થળે જે બે-બે દરવાજા બતાવવામાં આવ્યા હતા તે બે નેત્રગોલકો, બે નાસિકાછિદ્રો અને બે કર્લછિદ્રો છે. તેમની સાથે મુખ, લિંગ અને ગુદા - એ અન્ય ત્રણને સાથે ગળતાં કુલ નવ દ્વાર છે. તેમનામાં જ થઈને તે જીવ ઇન્દ્રિયોની સાથે બાહ્ય વિષયોમાં જાય છે. (૮) એમાં બે નેત્રગોલકો, બે નાસિકાછિદ્રો અને એક મુખ - એ પાંચ પૂર્વાભિમુખ દ્વાર છે; જમણા કાનને દક્ષિણનું અને ડાબા કાનને ઉત્તરનું દ્રાર સમજવું જોઈએ. (૯), ગુદા અને લિંગ - એ નીચેનાં બે છિદ્રો પશ્ચિમનાં દ્વાર છે. ખધોતા અને આવવિર્મુખી નામના જે બે દરવાજા એક જ સ્થળે બતાવ્યા હતા તે નેત્રગોલકો છે તથા રૂપ એ વિબ્રાજિત નામનો દેશ છે, જેનો અનુભવ જીવ આ દ્વારોથી ચક્ષુ-ઇન્દ્રિયની મદદથી કરે છે. (થકુ-ઇન્દ્રિયને જ પહેલાં ધુમાન નામનો મિત્ર કહેવામાં આવ્યો છે.) (૧૦) બે નાસિકાછિદ્રો એ જ નલિની અને નાલિની નામના દરવાજા છે અને નાસિકાનો વિષય ગંધ એ જ સૌરભદેશ છે તથા ધ્રાણેન્દ્રિય એ જ અવધૂત નામનો મિત્ર છે. મુખ એ મુખ્ય નામનો દરવાજો છે, તેમાં રહેનારી વાક્‌- ઇન્દ્રિય વિપણ એ પહેલો મિત્ર છે અને રસના-ઇન્દ્રિય ઝે રસવિદ (રસશ) નામનો બીજો મિત્ર છે. (૧૧) વાણીનો વ્યાપાર એ આપણ છે અને જાતજાતનાં અન્ન એ બહૃદન છે; તથા જમણો કાન પિતૃહૂ અને ડાબો કાન દેવહ્‌ કહેવામાં આવ્યો છે.(૧૨) કર્મકાંડરૂપ પ્રવૃત્તિમાર્ગનું શાસ્ત્ર અને ઉપાસનાકાંડરૂપ નિવૃત્તિમાર્ગનું શાસ્ત્ર એ જ ક્રમશઃ દક્ષિ્ર પાંચાલ અને ઉત્તર પાંચાલ દેશ છે. તેમને શ્રવલેન્દ્રિયરૂપ શ્રુતધરની મદદથી સાંભળીને જીવ ક્રમશઃ પિતૃથાન માર્ગે અને દેવયાન માર્ગે જાય છે. (૧૩) લિંગ એ જ આસુરી નામનું પશ્ચિમનું દ્વાર છે, સરપ્રસંગ એ ગ્રામક નામનો દેશ છે અને લિંગમાં રહેનારી ઉપસ્થ-ઇન્દ્રિય એ જ દુર્મદ નામનો મિત્ર છે. ગુદા એ નિર્ક્નતિ નામનું પશ્ચિમનું દ્રાર છે. (૧૪) નરક એ વૈશસ નામનો દેશ છે અને ગુદામાં રહેનારી પાયુ-ઇન્દ્રિય એ લુધ્ધક નામનો મિત્ર છે.આ સિવાય બે પુરુષો અંધ બતાવવામાં આવ્યા હતા, તેમનું રહસ્થ પણ સાંભળો. તેઓ હાથ અને પગ છે; તેમની જ મદદથી જીવ ક્રમશઃ બધાં કામ કરે છે અને જ્યાં-ત્યાં ગમન કરે છે. (૧૫) હદય એ અંતઃપુર છે, તેમાં રહેનારું મન એ જ વિપૂચિ (વિષૂચીન) નામનો મુખ્ય સેવક છે. જીવ તે મનના સત્ત્વ વગેરે. ૧. પ્રા. પા. પૂર્વા્ષ સુધીનો ભાગ અહીં નહીં, ૨૩મા શ્લોક પછી લખ્યો છે.

  • વમિહોદિતે । ૨. પ્રા. પા. - વિચલે | ૩. પ્રાચીન પ્રતમાં “પ્રવૃત્ત ચ” વગેરે ૧૩મા શ્લોકથી માંડીને ૨૦મા શ્લોકના પ્ર 450 શ્રીમદભાગવત [અ૦ ૨૯ યથા યથા વિક્રિયતે ગુણાક્તો વિકરોતિ વા | તથા તથોપદ્રષ્ટાડડત્મા તદ્વૃત્તીરનુકાર્યતે ॥ ૧૭॥॥। દેહો રથસ્ત્વિન્દ્રિયાશ્ઃ સંવત્સરરયોડગતિઃ | દ્વિકર્મચક્રસ્તરગુણધ્વજઃ પઝ્ચાસુબન્ધુરઃ || ૧૮॥ મનોરશ્મિર્બુદ્રિસૂતો હન્નીડો દન્દ્રકૂબરઃ । પગ્ચેન્દ્રિયાર્થપ્રક્ષેપઃ સપ્તધાતુવરૂથકઃ | ૧૯॥ આકૂતિર્વિક્રમો બાહ્યો મૃગતૃષ્ણાં પ્રધાવતિ । એકાદશેન્દ્રિયચમૂઃ પગઞ્ચસૂનાવિનોદકૃત્‌ । ૨૦॥॥ સંવત્સરશ્ચણ્ડવેગઃ કાલો યેનોપલક્ષિતઃ | તસ્યાહાનીહ ગન્ધર્વા ગન્ધર્વ્યો રાત્રયઃ સ્મૃતાઃ હરન્‍્ત્યાયુઃ પરિક્રાન્ત્યા ષષ્ટ્યુત્તરશતત્રયમ્‌ ॥ ૨૧॥। કાલકન્યાજરા સાક્ષાલ્લોકસ્તાં નાભિનન્દતિ | સ્વસારં જગૃહે મૃત્યુઃ ક્ષયાય યવનેશ્વરઃ ॥ ર૨॥। આધધયો વ્યાધયસ્તસ્ય સૈનિકા યવનાશ્ચરાઃ ! ભૂતોપસર્ગાશુરયઃ પ્રજ્વારો દ્વિવિધો જવરઃ ॥ ર૩॥। એવં બહુવિધેરદુખેર્દેવભૂતાત્મસમ્ભવૈઃ | ક્લિશ્યમાનઃ શતં વર્ષ દેહે દેહી તમોવૃતઃ ।। ૨૪॥। પ્રાણેન્દ્રિયમનોધર્માનાત્મન્યધ્યસ્ય નિર્ગુણઃ | શેતે કામલવાન્‌ ધ્યાયન્મમાહમિતિ કર્મકૃત્‌ | રપ॥। ગુજ્ઞોને કારણે જ પ્રસન્નતા, હર્ષરૂપ વિકાર અથવા મોહ પામે છે. (૧૬) બુદ્ધિ (રાજમહિષી પુરંજની) જે જે પ્રકારે સ્વપ્ના- વસ્થામાં વિકાર પામે છે અને જાગ્રતાવસ્થામાં ઇન્દ્રિયોને વિકૃત કરે છે તેના ગુણોથી લેપાઈને આત્મા (જીવ) પણ તે તે રૂપમાં જ તેની વૃત્તિઓનું અનુકરણ કરવાને બાધ્ય થાય છે — જોકે વાસ્તવમાં તો તે તેમનો વિકારરહિત સાક્ષીમાત્ર જ છે. (૧૭) પ//શરીર એ જ રથ છે. તેમાં શાનેન્્રિયોરૂપી પાંચ ઘોડા જોતરેલા છે. જોવામાં સંવત્સરરૂપ કાળના જેવો જ તેનો અપ્રતિહત વેગ (ગતિ) છે, વાસ્તવમાં તો તે ગતિહીન છે. પુશ્ષ અને પાપ - આ બે પ્રકારનાં કર્મો એ જ તેનાં પૈડાં છે, ત્રણ ગુણો એ ધજાઓ છે, પાંચ પ્રાણ એ દોરીઓ છે. (૧૮) મન એ લગામ છે, બુદ્ધિ એ સારથિ છે, કદય એ બેઠક છે, સુખદુઃખ વગેરે દદો એ ધૂંસરી છે, ઇન્દ્રિયોના પાંચ વિષયો એ તેમાં રાખેલાં આયુધ છે અને ત્વચા વગેરે સાત ધાતુઓ એ તેનાં આવરણ છે. (૧૯) પાંચ કર્મેન્દ્રિયો એ તેની પાંચ પ્રકારની ગતિ છે. આ રથ પર ચઢીને રથીરૂપી આ જીવ મૃગતૃષ્ણા જેવા મિથ્થા વિષયો તરફ દોડે છે. અગિયાર ઇન્દ્રિયો (પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને એક મન) એ તેની સેના છે તથા પાંચ જ્ઞાનેન્દ્રિયો વડે તે તે ઇન્દ્રિયોના વિષયોને અન્યાયપૂર્વક ગ્રહણ કરવા એ જ તેનું શિકાર ખેલવું. છે. (ર૦) જેના વડે કાળનું જ્ઞાન થાય છે તે સંવત્સર એ જ ચંડવેગ નામનો ગંધર્વરાજ છે. તેને આધીન જે ત્રણસો સાઠ ગંધર્વો બતાવવામાં આવ્યા હતા તેઓ દિવસો છે અને ત્રણસો સાઠ ગંધર્વીઓ એ રાત્રિઓ છે. એ ક્રમાનુસાર ચક્કર લગાવતાં રહીને મનુષ્યના આયુષ્યને હરતાં રહે છે. (૨૧) વૃદ્ધાવસ્થા એ જ સાક્ષાત્‌ કાળકન્યા છે, તેને કોઈ પણ પુરુષ પસંદ કરતો નથી. ત્યારે મૃત્યુરૂપ યવનરાજે જગતનો સંહાર કરવા માટે તેનો બહેન માનીને સ્વીકાર કરી લીધો. (૨૨) આધિ (માનસિક કલેશો) અને વ્યાધિ (રોગ વગેરે શારીરિક દુઃખો) એ જ તે યવનરાજના પગપાળા ચાલનારા સૈનિકો છે તથા પ્રાણીઓને પીડા પહોંચાડીને સત્વરે મૃત્યુના મુખમાં લઈ જનારો શીત અને ઉષ્ણ બે પ્રકારનો જ્વર (ટાઢિયો અને ઊનો તાવ) એ જ પ્રજ્વાર નામનો તેનો ભાઈ છે. (૨૩) આ પ્રમાણે આ દેહાભિમાની જીવ અજ્ઞાનથી આચ્છાદિત થઈને અનેક પ્રકારનાં આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક કષ્ટો ભોગવતો સો વર્ષ સુધી મનુષ્યશરીરમાં પડ્યો રહે છે. (૨૪) વાસ્તવમાં તો તે નિર્ગુશ છે, પરંતુ પ્રાણ, ઇન્દ્રિયો અને મનના ધર્મોને પોતાનામાં આરોપિત કરીને હુંપણા-મારાપણાના અભિમાનથી બંધાઈને ક્ષુદ્ર વિષયોનું ચિંતન કરતો રહીને જાત-જાતનાં કર્મો કરતો રહે છે. (૨૫) અ૦ ૨૯] ચોથો સ્કન્ધ 451 યદાડડત્માનમવિજ્ઞાય ભગવત્તં પરં ગુરુમ્‌ । પુરુષસ્તુ વિષજ્જેત ગુણેષુ પ્રકૃતેઃ સ્વદંક । ર૬॥ ગુણાભિમાની સ તદા કર્માણિ કુરુતેડવશઃ | શુક્લ કૃષ્ણ લોહિતં વાપ યથાકર્માભિજાયતે | ૨૭।। ‘શુક્લાત્પ્રકાશભૂષિષ્ઠાલ્લોકાનાપ્નોતિ ૨ કર્હિચિત્‌ ! દુઃખોદર્કાન્‌ ક્રિયાયાસાંસ્તમઃ શોકોત્કટાન્‌ ક્વચિત્‌ | ર૮॥ ક્વચિત્પુમાન્‌ ક્વચિચ્ચ સી ક્વચિન્નોભયમન્ધધીઃ ! દેવો મનુષ્યસ્તિર્યગ્વા યથાકર્મગુણં? ભવઃ | ૨૯॥ ક્રુત્પરીતો યથા દીનઃ સારમેયો ગૃહે ગૃહમ્‌ | ચરન્‌ વિન્દતિ યદિષ્ટં દહ્ડમોદનમેવ વા ।। ૩૦।। તથા કામાશયો જીવ ઉચ્ચાવચપથા ભ્રમન્‌ | ઉપર્યધો વા મધ્યે વા યાતિ” દિષ્ટં પ્રિયાપ્રિયમ્‌ ॥। ૩૧॥ દુઃખેષ્વેકતરેણાપિ દૈવભૂતાત્મહેતુષુ જીવસ્યનવ્યવચ્છેદઃ સ્યાચ્ચેત્તત્તત્પ્રતિક્રિયા ॥ ૩૨ ॥ યથા હિ પુરુષો ભારં શિરસા ગુરુમુદ્રહન્‌ | તંસ્કન્ધેન સ આધત્તે તથા સર્વાઃ પ્રતિક્રિયાઃ । ૩૩॥। નૈકાન્તતઃ પ્રતીકારઃ કર્મણાં કર્મ કેવલમ્‌ | દ્વયં હ્યવિધોપસૃતં સ્વપ્ને સ્વપ્ન ઇવાનઘ ।। ૩૪॥। અર્થે હ્યવિધમાનેડપિ સંસૃતિર્ન નિવર્તતે ! મનસા લિદ્નરૂપેણ સ્વપ્ને વિચરતો યથા | ૩૫॥। અથાત્મનોડર્થભૂતસ્ય યતોડનર્થપરમ્પરા | સંસૃતિસ્તદવ્યવચ્છેદો ભક્ત્યા પરમયા ગુર ॥। ૩૬।। ઝઝા (જીવ) જોકે સ્વયંપ્રકાશિત છે, તોપણ જ્યાં સુધી સૌના ગુરુ આત્મસ્વરૂપ શ્રીભગવાનના સ્વરૂપને જાણતો નથી ત્યાં સુધી પ્રકૃતિના ગુણોમાં જ બંધાયેલો રહે છે. (૨૬) તે ગુણોનો અભિમાની હોવાથી તે (જીવ) વિવશ થઈને સાત્તિક, રાજસી અને તામસી કાર્યો કરે છે તથા તે કર્મો અનુસાર ભિન્ન- ભિન્ન યોનિઓમાં જન્મ લે છે. (૨૭) તે ક્યારેક સાત્વિક કર્મો વડેપ્રકાશબહુલ સ્વર્ગ વગેરે લોક પ્રાપ્ત કરે છે; ક્યારેક રાજસી કર્મો વડે દુઃખમય રજોગુણી લોકોમાં જાય છે, જ્યાં તેણે જાતજાતનાં કર્મોના કલેશ ભોગવવા પડે તમોગુલી કર્મો વડે શોક્બહુલ તમોમયી યોનિઓમાં જન્મ લે છે. (૨૮) આ પ્રમાણે પોતાનાં કર્મો અને ગુણો અનુસાર દેવયોનિ, મનુષ્યયોનિ અથવા પશુપક્ષીયોનિમાં જન્મલઈનેતે, અજ્ઞાનને લીધે અંધ જીવ ક્યારેક પુરુષ, ક્યારેક સ્રી અને ક્યારેક નપુંસક થાય છે જેમ ભૂખથી વ્યાકુળ લાચાર કૃતરો ઘરે-ઘરે ભટકતો રહીને પોતાના પ્રારબ્ય અનુસાર કયાંક દંડો ખાય છે અને ક્યાંક ભાત ખાય છે તેવી જ રીતે આ જીવ ચિત્તમાં અનેક પ્રકારની વાસનાઓને લઈને ઊંચા-નીચા માર્ગ ઉપરના, નીચેના અથવા મધ્યના લોકોમાં ભટકતો રહે છે અને પોતાનાં કર્મો અનુસાર સુખદુઃખ ભોગવતો રહે છે, (૩૦-૩૧) #આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક - એ ત્રણ પ્રકારનાં દુઃખોમાંના કોઈ પણ એકમાંથી જીવનો સર્વધા છુટકારો થઈ શકતો નથી. જો ક્યારેક તેવું થતું જણાઈ આવે છે તો તે કેવળ તત્કાળ પૂરતું નિવારણ જ (હોય) છે. (૩૨) તે રણ) એવું જ છે કે જેમ માથા પર ભારે બોજ વહીને લઈ કોઈ મનુષ્ય તેને ખભા પર રાખી લે છે, આવી જ રીતે બધી જ પ્રતિક્રિયાઓ (દુઃખનિવારણો) વિશે સમજવું જોઈએ
  • જો કોઈ ઉપાયથી મનુષ્ય એક પ્રકારના દુઃખમાંથી છુટકારો મેળવે છે તો બીજું દુઃખ આવીને તેના માથા પર સવાર થઈજાય છે. (૩૩) હે શુદ્ધકદયના નરેન્દ્ર! જેમ સ્વષ્નમાં થતું સ્વપ્નાંતર (બીજું સ્વપ્ન આવવું) એ તે સ્વપ્નમાંથી સર્વથા છૂટવાનો ઉપાય . નથી તેવી જ રીતે કર્મફળના ભોગમાંથી સર્વથા છૂટવાનો ઉપાય |/ કેવળ કર્મ કરવું એ હોઈ શકે નહીં; કારણ કે કર્મો અને [/ કર્મફળોનો ભોગ એ બંને અવિદ્યાયુક્ત હોય છે. (૩૪) જેમ સ્વપ્નાવસ્થામાં પોતાના મનોમય લિંગશરીરથી વિચરનારા મ્રાભ્રીને સ્વપ્નમાંના પદાર્થો નહીં હોવા છતાં પણ ભાસે છે તેવી |#જ રીતે આ દૃશ્યપદાર્થો વાસ્તવમાં નહીં હોવા છતાં પણ, જ્યાં સુધી અજ્ઞાન-નિદ્રા તૂટતી નથી ત્યાં સુધી ટકેલા જ રહે છે અને જીવને જન્મ-મરબ્રરૂપ સંસારમાંથી મુક્તિ મળતી નથી. (તેથી તે દુઃખોના આત્યંતિક નિવારણનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન થવું એ જ છે.) (૩૫) હે રાજન્‌! જે અવિદ્યાને કારણે પરમાર્થસ્વરૂપ આત્માને ૧. પ્રા. પા. - ચ થયા સમભિજાયતે 1 ૨. પ્રા. પા. - વ્લ્લોકાન્‌ પ્રા તિ ! 3. પ્રા. પા. - તક્તુગુબં 1 ૪. પ્રા. પા. વાવદિર 1 1 1552 ] મ૦ ૫૦ 8૦ (સ્‍ળ્ક-1 ) મુઝસતી 16 452 શ્રીમદભાગવત [અ૦ ૨૯ વાસુદેવે ભગવતિ ભક્તિયોગઃ સમાહિતઃ સધ્રીચીનેન વૈરાગ્યં જ્ઞાનં ચ જનથિષ્યતિ ॥ ૩૭॥ સોડચિરાદેવ રાજર્ષે સ્યાદચ્યુતકથાશ્રયઃ શ્રૃણ્વતઃ શ્રદ્ધાનસ્ય નિત્યદા સ્યાદધીય; ૩૮॥ યત્ર ભાગવતા રાજન્‌ સાધવો વિશદાશયાઃ | ભગવદ્‌દગુણાનુકથનશ્રવણવ્યગ્રચેતસઃ ॥૩૯॥ તસ્મિન્મહન્મુખરિતા મધુભિચ્ચરિત્ર- પીયૂષશેષસરિતઃ૧ પરિતઃ સ્વન્તિ | તા ષે પિબન્ત્યવિતૃષો નૃપ ગાઢકર્યે- સ્તાન્ન સ્પૃશન્ત્યશનતૃડ્ભયશોકમોહાઃ ।। ૪૦॥ [ 7એતૈસુપડ્ઠુતો નિત્યં જીવલોકઃ સ્વભાવજૈઃ । ન કરોતિ હરેર્નનં કથામૃતનિધો રતિમ્‌ 1 ૪૧॥ ૬ પ્રજાપતિપતિઃસાક્ષાદ્ગવાન્‌ ગિરિશો મનુઃ । દક્ષાદયઃ પ્રજાધ્યક્ષા નૈષ્ઠિકાઃ સનકાદયઃ | ૪૨ । મરીચિરત્ર્યશ્રિરસો પુલસ્ત્યઃ પુલહઃ ક્રતુઃ | ભૃગુર્વસિષ્ઠ ઇત્યેતે મદન્તા બ્રહ્મવાદિનઃ ॥ ૪૩॥ અધાપિવાચસ્પતયસ્તપોવિધાસમાધિભિઃ । પશ્યત્તોડપિ નપશ્યત્તિ પશ્યન્તં પરમેશ્વરમ્‌ |! ૪૪॥। શબ્દબ્રહ્મણિ દુષ્પારે ચરન્ત ઉરુવિસ્તરે | મત્ત્રલિશૈર્વ્વવચ્છિન્ન૨ ભજન્તો ન વિદુઃપરમ્‌ ॥ ૪૫॥ યદા યમનુગૃદ્માતિ ભગવાનાત્મભાવિતઃ | સ જહાતિ મતિં લોકે વેદે ચ પરિનિષ્ઠિતામ્‌ 1 ૪૬॥ તસ્માત્કર્મસુ બર્ષિષ્મન્નશ્ઞાનાદર્થકાશિષુ માડર્થદષ્ટિ કૃથાઃશ્રોત્રસ્પર્શિષ્વસ્પૃષ્ટવસ્તુષુ |! ૪૭॥ સ્વં લોકં ન વિદુસ્તે વૈ યત્ર દેવો જનાર્દનઃ | આહુર્ધુપ્રધિયો વેદં સકર્મકમતદ્રિદઃ | ૪૮! આસ્તીર્યદર્ભેઃપ્રાગઝ્ઃકાત્સ્ન્યેન ક્ષિતિમણ્ડલમ્‌ | સ્તબ્ધો બૃહદ્ધધાન્માની કર્મ નાવૈષિ યત્પરમ્‌ । તત્કર્મ હરિતોષં યત્સા વિધા તન્મતિર્યયા || ૪૯॥ આજન્મ-મરણરૂપી અનર્થ-પરંપરા પ્રાપ્ત થઈ છે તે અવિધાની નિવૃત્તિનો ઉપાય ગુરુસ્વરૂપ શ્રીહરિમાં સુદઢ ભક્તિ જ છે. (૩૬) ભગવાન વાસુદેવમાં એકાગ્રતાપૂર્વક સમ્યક્‌ રીતે કરેલો, ભક્તિભાવ જ્ઞાન અને વૈરાગ્યનો આવિર્ભાવ કરી દે છે. (૩૭) હે રાજર્ષિ! આ ભક્તિભાવ ભગવાનની કથાઓને આશ્રિત રહે, છે. તેથી જે મનુષ્ય તેમને દરરોજ શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અથવા વાંચે છે તેને સત્વરે જ્ઞાન-વૈરાગ્યની પ્રાપ્તિ થઈ જાય છે. (૩૮) હે રાજન્‌! જ્યાં ભગવાનના ગુણોને કહેવા અને સાંભળવામાં તત્પર વિશુદ્ધચિત્તના ભક્તજનો રહે છે તે સાધુસમાજમાં બધી તરફ મહાપુરુષોના મુખમાંથી નીકળેલાં શ્રીમધુસૂદન ભગવાનનાં ચરિત્રો-રૂપી શુદ્ધ અમૃતની અનેક નદીઓ વહેતી રહે છે. જે લોકો અતૃપ્ત-ચિત્તે શ્રવણમાં તત્પર પોતાનાં કર્ણવિવરો વડે તે અમૃતનું મત્ત થઈને પાન કરે છે તેમને ભૂખ, તરસ, ભય, શોક, મોહ વગેરે કશો પણ અવરોધ પહોંચાડી શકતાં નથી. (૩૯- ૪૦) અરેરે! સ્વાભાવિક જ પ્રાપ્ત થતાં આ ભૂખ-તરસ વગેરે. વિધ્નોથી હંમેશાં ઘેરાયેલો જીવસમુદાય શ્રીહરિની કથાઓના અમૃતસાગર સાથે પ્રેમ કરતો નથી! (૪૧) પ્રજાપતિઓના પતિ સાક્ષાત્‌ બ્રહ્મા, ભગવાન શંકર, સ્વાયંભુવ મનુ, દક્ષ વગેરે પ્રજાપતિઓ, સનકાદિ નૈષ્ઠિક બ્રહ્મચારીઓ, મરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, કુ, ભૃગુ, વસિષ્ઠ અને હું - આ જેટલાબ્રહ્મવાદી મુનિઓ છે તેઓ સમસ્ત વાડ્મયના અધિપતિ હોવા છતાં પણ તપ, ઉપાસના અને સમાધિ વડે ખોળી-ખોળીને હારી ગયા તોપલર તે સર્વસાક્ષી પરમેશ્વરને આજ સુધી જોઈ શક્યા નથી. (૪૨-૪૪) વેદ અપાર છે, તેમનો પાર પામવો મુશ્કેલ છે. તેમાં કર્મોનો વિસ્તાર પણ બહુ છે. તે વેદોના સંબંધમાં બહુ અભ્યાસ કરવા છતાં પણ મંત્રોમાં જેમનું લક્ષણ બતાવવામાં આવ્યું છે તે (જેમકે ઇન્દ્રના હાથમાં વજ છે, વરુ્ના હાથમાં પાશ છે વગેરે) મંત્રો દ્વારા યજન તો ભગવાનનું કરે છે, પરંતુ ભગવાનને જાણી શકતા નથી. (૪૫) દયમાં વારંવાર ચિંતન કરવાથી ભગવાન જે સમયે જે જીવ પર કૃપા કરે છે તે જ સમયે તેના લૌકિક વ્યવહારો અને વૈદિક કર્મકાંડની આસ્થા આપમેળે છૂટી જાય છે. (૪૬) હેબર્હિષ્મન્‌! તમે આ કર્મોમાં પરમાર્થબુદ્ધિ ન કરો. એ સાંભળવામાં જ પ્રિય જણાય છે, પરમાર્થનો તો સ્પર્શ પણ કરતાં નથી. આ કર્મો પરમાર્થ જેવાં દેખાય છે તેમાં કેવળ અશાન જ કારણ છે. (૪૭) જે મલિનમતિ કર્મવાદી લોકો વેદને કર્મપરક બતાવે છે તેઓ વાસ્તવમાં તેનો મર્મ જાણતા નથી. આનું કારણ એ જ છે કે તેઓ પોતાના સ્વરૂપભૂત લોક (આત્મતત્ત)ને જાણતા નથી, કે જયાં સાક્ષાત્‌ શ્રીજનાર્દન ભગવાન વિરાજમાન છે. (૪૮) પૂર્વ તરફ અગ્રભાગવાળા કુશોથી સમસ્ત ભૂમંડળને આચ્છાદિત કરીને, અનેક પશુઓનો વધ કરવાથી તમે ઘણા ૧. પ્રા. પા. - ત્તોયસરિતઃ | ૨. પ્રા. પા. - ત્બવસ્છિન્નેર્ભ । (15521 અ૦૨૯] વોયો, સ્કન્ધ 453 હરિર્દહભૃતામાત્મા સ્વયં પ્રકૃતિરીશ્વરઃ તત્પાદમૂલં શરણં યતઃ ક્ષેમો નૃણામિહ 1૫૦ સ વૈ પ્રિયતમશ્ચાત્મા યતો ન ભયમણ્વપિ | ઇતિવેદસવૈવિદ્ધાન્યો વિદ્ધાન્સ ગુરુર્હરિઃ ॥ ૫૧॥ નારદ ઉવાચ? પ્રશ્ન એવં હિ સગ્છિન્નો ભવતઃ પુરુષર્ષભ ! અત્ર મે વદતો ગુહ્યં નિશામય સુનિશ્ચિતમ્‌ ! પર ॥ ક્ષુદ્ર્ચરં સુમનસાં શરણે મિથિત્વા રક્ત ષડડિઇ્રગણસામસુ લુબ્ધકર્ણમ્‌ । અગ્રે વૃકાનસુતૃપોડવિગણય્ય યાત્તં પૃષ્ઠે મૃગ મૃગય લુબ્ધકબાણભિન્નમ્‌ !૫૩॥।। [અસ્યાર્થઃ] સુમનઃસધર્મણાં સ્્રીણાં શરણ આશ્રમે પુષ્પ- મધુગન્ધવત્ક્ુદ્રતમં કામ્યકર્મવિપાકજં કામ- સુખલવં જૈહ્યૌપસ્થ્યાદિ વિચિન્વન્તં મિથુનીભૂય તદભિનિવેશિતમનસં ષડડિધ્રગણ- સામગીતવદતિમનોહરવનિતાદિજનાલાપેષ્વતિતરા- ચમ્રતિપ્રલોભિતકર્ણમગ્રે વૃકયૂથવદાત્મન આયુર્હરતોડહોરાત્રાન્તાન્‌* કાલલવ- વિશેષાનવિગણય્ય ગૃહેષુ વિહરન્તં પૃષ્ઠત” એવ પરોક્ષમનુપ્રવૃત્તો લુબ્ધકઃ કૃતાન્તોડન્તઃશરેણ યમિહ પરાવિધ્યતિ તમિમમાત્માનમહો રાજન્‌ ભિન્નહૃદયં દ્રષટુમર્હસીતિ ॥ પ૪॥। સ ત્વં વિચક્ષ્ય મૃગચેષ્ટિતમાત્મનોડન્ત- શ્ચિત્ત નિયચ્છ હૃદિ કર્ણધુની ચ ચિત્તે | જહ્યડ્નાશ્રમમસત્તમયૂથગાથં પ્રીણીહિ હંસશરણં વિરમ ક્રમેણ [૫૫ કર્માભિમાની અને ઉદ્ધત થઈ ગયા છો; પરંતુ વાસ્તવમાં તમને કર્મ અથવા ઉપાસના — કોઈના રહસ્ય ખબર નથી. વાસ્તવમાં કર્મ અને વિદ્યા તો એ જ છે કે જેનાથી શ્રીહરિને પ્રસન્ન કરી શકાય; અને ભગવાનમાં ચિત્ત જોડાઈ જાય. (૪૯) શ્રીહરિ સમસ્ત દેહધારીઓના આત્મા, નિયામક અને સ્વતંત્ર કારણ છે; તેથી તેમનાં ચરણકમળ જ મનુષ્યોનો એકમાત્ર આશ્રય છે અને તેમનાથી જ સંસારમાં સૌનું કલ્યાણ થઈ શકે છે. (૫૦) “જેનાથી કોઈને અણુમાત્ર પણ ભય થતો નથી તે જ તેનો પ્રિયતમ આત્મા છે’ — આવું જે મનુષ્ય જાણે છે તે જ જ્ઞાની છે અને જે જ્ઞાની છે તે જ ગુરુ તેમ જ સાક્ષાત્‌ શ્રીહરિ છે. (૫૧) શ્રીનારદજી કહે છે - ‘હે પુરુષશ્રેષ્ઠઇ! અહીં સુધી જે કંઈ કહેવામાં આવ્યું છે તેનાથી તમારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો. હવે હું સારી પેઠે નિશ્ચિત કરાયેલું એક ગુપ્ત સાધન બતાવું છું, તેધ્યાન દઈને સાંભળો. (પર ) “પુષ્યવાટિકામાં પોતાની હરણી સાથે વિહાર કરતો એક હરણ મસ્ત ઘૂમી રહ્યો છે, તે દુર્વા વગેરે. નાના નાના તૃણાંકુરો ચરી રહ્યો છે. તેના કાન ભમરાઓનો ગુંજારવ સાંભળવામાં રત છે. તેની સામે જ બીજા જીવોને મારીને પોતાનું પેટ પાળનારાં વરૂ લાગ જોતાં ઊભાં છે અને પાછળથી પારધીએ વીંધી નાખવા માટે તેના પર બાણ છોડ્યું. છે; પરંતુ હરણ એટલો બેસુધ છે કે તેને તેની કંઈ પણ ખબર નથી.’ આ હરણની દશાનો એકવાર વિચાર તો કરો. (૫૩) હે રાજન્‌! આ રૂપકનું તાત્પર્ય સાંભળો. આ મૃતપ્રાય હરણ એ તમે જ છો, તમે પોતાની દશાનો વિચાર કરો. પુષ્પોની જેમ આ સ્ત્રીઓ કેવળ દેખાવમાં જ સુંદર છે. આ સ્રીઓના રહેવાનું ધર એ જ પુષ્યવાટિકા છે. આમાં રહીને તમે પુષ્પોનાં મધ અને ગંધ જેવાં કદ્ર સકામ કર્માનાં ફળરૂપ, જિહ્રા અને જનનેન્દ્રિયને પ્રિય લાગતા ભોજન તથા સ્ત્રીસંગ વગેરે તુચ્9 ભોગો ખોળી રહ્યા છો; સ્ત્રીઓથી ઘેરાયેલા રહો છો અને પોતાના મનને તમે તેમનામાં જ ફસાયેલું રાખ્યું છે. પત્ની- પુત્રોનું મીઠું. બોલવું એ જ ભમરાઓનો મધુર ગુંજારવ છે, તમારા કાન તેમાં જ અત્યંત આસક્ત થઈ રહ્યા છે. સામે જ વરૂઓના ટોળા જેવા કાળના અંશ - રાત-દિવસ તમારા આયુષ્યને હરી રહ્યાં છે, પણ તમે તેની જરાય પરવા નહીં કરતાં ગૃહસ્થીનાં સુખોમાં મસ્ત થઈ રહ્યા છો. તમારી પાછળ ચૂપચાપ લાગ ખોળતો શિકારી (એટલે કે) કાળ પોતાના છાના બાણથી તમારા દયને દૂરથી જ વીંધી નાખવા ઇચ્છે છે, (૫૪) આ પ્રમાલ્લે પોતાને હરણના જેવી દશામાં જુઓ અને તમે પોતાના ચિત્તનો હૃદયમાં નિરોધ કરો તથા નદીની જેમ વહેતી શ્રવણેન્દ્રિયની બાહ્યવૃત્તિને ચિત્તમાં સ્થાપિત કરો ૧. પ્રાચીન પ્રતમાં ** ૪ પ્રા. પા. - પૃષ્તતઃ પરોક્ષમનુ૦ ! [15521 [રદ ઉવાચ’ નથી. ૨. પ્રા. પા. - ત્તરા પ્રલોભિતત ! ૩. પ્રા. પા. - વ્રાત્રાદીન્‌ કાલવિશેપાન્‌ વિગણપ્ 1 454 શ્રીમદભાગવત [અ૦ ૨૯ રજોવાચ શ્રુતમન્વીક્ષિતં બ્રહ્મન્‌ ભગવાન્‌ યદભાષત | નૈતજ્જાનન્ત્યુપાધ્યાયાઃ કિં ન બ્ર્યુર્વિદુર્યદિ ॥ ૫૬॥ સંશયોડત્ર તુ મે વિપ્ર સગ્છિન્ઞસ્તત્કૃતો મહાન્‌ ! ત્રષયોડપિ હિ મુહ્યન્તિ યત્ર નેન્દ્રિયવૃત્તયઃ ॥ ૫૭॥ કર્માણ્યારભતે યેન પુમાનિહ વિહાય તમ્‌ | અમુત્રાન્યેન દેહેન જુષ્ટાનિ સ યદશ્નુતે 1૫૮ ઇતિ વેદવિદાં વાદઃ શ્રૂયતે તત્ર તત્ર હ | કર્મ યત્ક્રિયતે પ્રોક્તં પરોક્ષં ન પ્રકાશતે ! ૫૯ નારદ 6૧ યેનૈવારભતે કર્મ તેનૈવામુત્ર તત્યુમાન્‌ | ભુડ્ક્તેહ્યવ્યવધાનેન લિગ્નેન મનસા સ્વયમ્‌ ॥ ૬૦॥ શયાનમિમમુત્સુજ્ય શ્વસન્તં પુરુષો યથા | કર્માત્મન્યાહિતં ભુડક્તે તાદેશેનેતરેણ વા ॥ ૬૧॥। મમૈતે મનસા યધદસાવહમિતિ બ્રુવન્‌ | ગૃહ્ીયાત્તત્પુમાન્‌ રાદ્ધં કર્મ યેન પુનર્ભવઃ || ૬૨ યથાનુમીયતે ચિત્તમુભયૈરિન્દ્રિયેહિતૈઃ | એવં પ્રાગ્દેહજં કર્મ લક્ષ્યતે ચિત્તવૃત્તિભિઃ | ૬૩।॥। નાનુભૂતં ક્વ ચાનેન દેહેનાદંષ્ટમશ્રુતમ્‌ | કદાચિદુપલભ્યેત યદ્રૂપં યાદંગાત્મનિ | ૬૪॥ તેનાસ્ય તાદશં રાર્જલ્લિદ્રિનો દેહસમ્ભવમ્‌ । શ્રદ્ધત્સ્વાનનુભૂતોડર્થો ન મનઃસ્પ્રષ્ટુમર્હતિ ॥ ૬૫॥ [1552] (અંતર્મુખી કરો). જ્યાં કામી મનુષ્યોની ચર્ચા થતી રહે છે તે ગૃહસ્થાશ્રમને ત્યજીને પરમહંસોના આશ્રય શ્રીહરિને પ્રસન્‍ન કરો અને ક્રમશઃ બધા જ વિષયોમાંથી વિરત થઈ જાઓ. (૫૫) રાજા પ્રાચીનબર્હિએ કહ્યું - હે ભગવન! તમે કૃપા કરીને મને જે ઉપદેશ આપ્યો તે મેં સાંભળ્યો અને તેના પર વિશેષપજ્ઞે વિચાર પણ કર્યો. મને કર્મોનો ઉપદેશ આપનારા આ આચાર્યોને ચોક્કસ આનું જ્ઞાન નથી; જો તેઓ આ વિષય જાણતા હોત તો મને આનો ઉપદેશ કેમ ન કર્યો? (૫૬) હે વિપ્રવર! મારા ઉપાધ્યાયોએ આત્મતત્ત્વના વિષયમાં મારા હદયમાં જે મોટો સંશય ઊભો કર્યો હતો તેનું તમે સંપૂર્ણપણે છેદન કરી દીધું. આ વિષયમાં (તો) ઇન્દ્રિયોની ગતિ નહીં હોવાને કારણે મંત્રદ્રષ્ટા ત્દપિઓને પણ મોહ થઈ જાય છે. (૫૭) વેદવાદીઓનું એ કથન ઠેર-ઠેર સાંભળવામાં આવે કે *મનુષ્ધ આ લોકમાં જેના થકી કર્મ કરે છે તે સ્થૂળ શરીરને અહીં જ છોડી જાય છે અને પરલોકમાં કર્મોથી જ બનેલા બીજા શરીરથી તે (કર્મો)નાં ફળ ભોગવે છે.’ પણ આ વાત કેવી રીતે બની શકે? (કારણ કે તે કર્મનો કર્તા - સ્થૂળ શરીર તો અહીં જ નષ્ટ થઈ જાય છે.) આ સિવાય, જે જે કર્મો જાય છે; તે કર્મો પરલોકમાં ફળ આપવા માટે કેવી રીતે ફરીથી પ્રગટ થઈ શકે? (૫૮-૫૯) શ્રીનારદજીએ કહ્યું - હે રાજન્‌! (સ્થૂળ શરીર તો લિંગશરીરને આધીન છે, તેથી કર્મોની જવાબદારી તેની જે મનઃપ્રધાન લિંગશરીરની સહાયથી મનુષ્ય કર્મો કરે. તો મર્યા પછી પણ તેની સાથે રહે જ છે; તેથી તે પરલોકમાં અપરોક્ષરૂપે સ્વયં તેના જ વડે તે કર્મફળો ભોગવે છે. (૬૦) સ્વપ્નાવસ્થામાં મનુષ્ય આ જીવિત શરીરનું અભિમાન તો છોડી દે છે, પરંતુ તેના જ જેવા અથવા તેના કરતાં ભિન્ન પ્રકારના પશુ-પક્ષી વગેરેના શરીરથી તે મનમાં સંસ્કારરૂપે રહેલાં કર્મોનું ફળ ભોગવતો રહે છે. (૬૧) આ મન વડે જીવ જે પત્ની-પુત્ર વગેરેને “આ મારાં છે’ અને શરીર વગેરેને ‘આ હું છું’ એમ કહીને માને છે તેમના વડે કરાયેલાં પાપ-પુછ્ય રૂપ કર્મોને પણ તે પોતાની ઉપર લઈ લે છે અને તે (કર્મો)ને કારણે તેશે વ્યર્થ ફરીથી જન્મ લેવો પડે છે, (૬૨) જેમ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો - બંનેનાં કાર્યોથી તેમના પ્રેરક ચિત્તનું અનુમાન કરવામાં આવે છે તે જ રીતે ચિત્તની ભિન્નભિન્ન પ્રકારની વૃત્તિઓથી પૂર્વજન્મનાં કર્મોનું પણ અનુમાન થાય છે. (તેથી કર્મો અદૃષ્ટરૂપે ફળ આપવા માટે કાળાન્તરે મોજૂદ રહે છે.) (૬૩) ક્યારેક ક્યારેક જોવામાં આવે છે કે જે વસ્તુઓનો આ શરીરથી ક્યારેય અનુભવ કર્યો નથી - ક્યારેય જેને જોઈ નથી, જેના વિષે સાંભળ્યું પણ નથી
  • તે વસ્તુનો સ્વપ્નમાં, તે જેવી હોય છે તેવો જ અનુભવ થઈ, જાય છે. (૬૪) હે રાજન્‌! તમે નક્કી માનો કે લિંગદેઠના અ૦૨૯] ચોથો સ્કન્ધ 455
  • મન એવ મનુષ્યસ્ય પૂર્વરૂપાણિ શંસતિ । ભવિષ્યતશ્ચ ભદ્રં તે તથેવ ન ભવિષ્યતઃ ॥ ૬૬॥। અદંષ્ટમશ્રુતં ચાત્ર ક્વચિન્મનસિ દશ્યતે । યથા તથાનુમત્તવ્યં દેશકાલક્રિયાશ્રયમ્‌૫ ।। ૬૭॥। સર્વે ક્રમાનુરોધેન મનસીન્દ્રિયગોચરાઃ । આયાત્તિવર્ગશો૨ યાન્તિ સર્વે સમનસો જનાઃ || ૬૮॥ સત્તવૈકનિષ્ઠે મનસિ ભગવત્યાર્શ્વર્તિનિ । તમશ્ચન્દ્રમસીવેદમુપરજ્યાવભાસતે૨ે ॥૬૯॥ નાહં મમેતિ ભાવોડયં પુરુષે વ્યવધીયતે । યાવદ્બુદ્ધિમનોડક્ષાર્થગુણવ્યૂહો હ્યનાદિમાન્‌ ॥ ૭૦॥ સુષતિમૂર્ચ્છોપતાપેષુ પ્રાણાયનવિઘાતતઃ । નેહતેડહમિતિ જ્ઞાનં મૃત્યુપ્રજવારયોરપિ ।। ૭૧॥ શર્ભેબાલ્યેડપ્યપૌષ્કલ્યાદેકાદશવિધં તદા । લિજ્ઞં ન દેશ્યતે યૂનઃ કુહ્ધાં ચન્દ્રમસો યથા | ૭૨॥। અર્થે હ્યાવિઘમાનેડપિ સંસૃતિર્ન નિવર્તતે | ધ્યાયતો વિષયાનસ્ય સ્વપ્નેડનર્થાગમો યથા | ૭૩।। અભિમાની જીવને તેનો અનુભવ પૂર્વજન્મમાં થઈ ચૂક્યો છે, કારણ કે જે વસ્તુ પહેલાં અનુભવી હોતી નથી તેની મનમાં વાસના પણ હોઈ શકતી નથી, (૬૫) “1 હે રાજન્‌! તમારું કલ્યાણ થાઓ. મન જ મનુષ્યનાં પહેલાંનાં રૂપો તથા ભવિષ્યનાં શરીર વગેરે પણ બતાવી દે છે; અને જેમનો ભવિષ્યનો જન્મ થવાનો હોતો નથી તે તત્ત્વવેત્તાઓની વિદેહમુક્તિની જાણ પણ તેમના મનથી જ થઈ જાય છે. (૬૬) ક્યારેક ક્યારેક સ્વપ્નમાં દેશ, કાળ અથવા ક્રિયા સંબંધી એવી વસ્તુઓ પણ જોવામાં આવે છે કે જે પહેલાં ક્યારેય જોઈ હોતી નથી કે જેના વિષે સાંભળ્યું હોતું નથી (જેમ કે - પર્વતની ટોચ પર સમુદ્ર, દિવસે તારાઓનું દર્શન અથવા પોતાનું માથું કપાયેલું દેખાવું વગેરે). આ વસ્તુઓના દેખાવામાં નિદ્રાદોષને જ કારણભૂત માનવો જોઈએ. (૬૭) મનની સામે ઇન્દ્રિયોથી અનુભવાવા યોગ્ય પદાર્થો જ ભોગરૂપે વારંવાર આવે છે અને ભોગ સમાપ્ત થતાં ચાલ્યા જાય છે; એવો કોઈ પદાર્થ આવતો નથી, કે જેનો ઇન્દ્રિયોથી અનુભવ જ ન થઈ શકે, આનું કારણ એ જ છે કે બધા જીવોમાં મન હોય છે. (૬૮) સામાન્ય રીતે તો બધા પદાર્થોનું કમશઃ જ ભાન થાય છે, પરંતુ જો કોઈ (સમયે ભગવાનના ચિંતનમાં પરોવાયેલું મન વિશુદ્ધ સત્તમાં સ્થિત થઈ જાય તો તેમાં ભગવાનનો સંસર્ગ થવાથી એકસાથે સમસ્ત વિશ્વનું પણ ભાન થઈ શકે છે. જેમ કે, રાહુ દષ્ટિનો વિષય નહીં હોવા છતાં પણ, પ્રકાશાત્મક ચંદ્રના સંસર્ગને લીધે દેખાવા લાગે છે. (૬૯) હે રાજન્‌! જ્યાં સુધી ગુણોના પરિજ્ઞામે તેમ જ બુદ્ધિ, મન, ઇન્દ્રિયો અને શબદ વગેરે વિષયોના સંસર્ગથી આ અનાદિ લિંગશરીર બનેલું છે ત્યાં || સુધી જીવમાં સ્થૂળ શરીર પ્રત્યે “હું-મારું’ના ભાવનો અભાવ થવા પામતો નથી. (૭૦) સુષુપ્તિ, મૂર્ચ્કા, અત્યંત દુઃખ તથા મૃત્યુ અને તીવ્ર જ્વર વગેરે સમયે પણ ઇન્દ્રિયોની વ્યાકુળતાને કારણે હુંપણા અને મારાપણાની સ્પષ્ટ પ્રતીતિ થતી નથી; કારણ કે તે સમધે પણ તેનું અભિમાન તો ઢકેલું જ રહે છે. (૭૧) જેમ અમાસની રાત્રિમાં ચંદ્રમા હોવા છતાં પણ દેખાતો નથી તેવી જ રીતે યુવાવસ્થામાં સ્પષ્ટ પ્રતીત થતું અગિયાર ઇન્દ્રિયોથી યુક્ત આ વિશિષ્ટ લિંગશરીર ગર્ભાવસ્થા અને બાલ્યાવસ્થામાં હોવા છતાં પણ ઇન્દ્રિયોનો પૂરો વિકાસ નહીં થવાને કારણે પ્રતીત થતું નથી. (9૨) જેમ સ્વષ્નમાં કોઈ વસ્તુનું અસ્તિત્વ નહીં હોવા છતાં પણ જાગ્રત થયા વિના સ્વપ્નજનિત અનર્થનું નિવારણ થતું નથી, તે જ રીતે સાંસારિક પદાર્થો જોકે અસત્‌ છે તોપણ અવિદ્યાને લીધે
  1. પ્રા. પા. - ત્લાશ્રવમ્‌1 ૨. પર. પા. - બહુશો | 3. પ્ર. પા.
  • ત્વેહ ઉપ૦! ૪, પ્રા, પા. - તથા | ઢી દ્ર ₹) 88 ર્‌ * નષ્ટ 456 શ્રીમદભાગવત [અ૦૨૯ એવંપઝઞ્ચવિધં લિજ્નં ત્રિવૃત્ષોડશવિસ્તૃતમ્‌ । એષ ચેતનયા યુક્તો જીવ ઇત્યભિધીયતે || ૭૪॥। અનેન પુરુષો દેહાનુપાદત્તે* વિમુગ્ચતિ | હર્ષ શોક ભયં દુઃખં સુખં ચાનેન વિન્દતિ || ૭૫॥। યથા તૃણજલૂકેયં નાપયાત્યપયાતિ ચ | નત્યજેન્મ્રિયમાણોડપિપ્રાગ્દેહાભિમર્તિંજનઃ ॥ ૭૬॥ યાવદન્યં ન વિન્દેત વ્યવધાનેન કર્મણામ્‌ | મન એવ મનુષ્વેન્દ્ર ભૂતાનાં ભવભાવનમ્‌ | ૭૭॥ યદાક્ષૈશ્રરિતાન્‌ધ્યાયન્‌કર્માણ્યાચિનુતેડસકૃત્‌ ! સતિકર્મણ્યવિધાયાં બન્ધઃ કર્મણ્યનાત્મનઃ ॥ ૭૮॥ અતસ્તદપવાદાર્થ ૨ ભજ સર્વાત્મના હરિમ્‌ । પશ્યંસ્તદાત્મરકં વિશ્વં સ્થિત્યુત્પત્્પપ્યયા યતઃ || ૭૯॥ મૈત્રેય ઉવાચ ભાગવતમુખ્યો ભગવાન્ઞારદો હંસયોર્ગતિમ્‌ | પ્રદર્શ્યહ્યમુમામન્ત્ય” સિદ્ધલોકં તતોડગમત્‌ ॥ ૮૦॥ પ્રાચીનબર્હી રાજર્ષિ: પ્રજાસર્ગાભિરક્ષણે । આદિશ્ય પુત્રાનગમત્તપસે કપિલાશ્રમમ્‌ ॥ ૮૧॥ તત્રૈકાગ્રમના વીરો ગોવિન્દચરણામ્બુજમ્‌ । વિમુક્તસક્નોડનુભજન્‌ભક્ત્યા તત્સામ્યતામગાત્‌ || ૮૨॥ એતદધ્યાત્મપારોક્ષ્યં ગીતં દેવર્ષિણાડનઘ । યઃ શ્રાવયેધઃ શૃણુયાત્સ લિજ્ઞેન વિમુચ્ચતે !। ૮૩॥। એતત્મુકુન્દયશસા ભુવનં પુનાનં દેવર્ષિવર્યમુખનિઃસૃતમાત્મશૌચમ્‌ ! યઃ કીર્ત્યમાનમધિગચ્છતિ પારમેષ્ઠયં નાસ્મિન્‌ભવેભ્રમતિ મુક્તસમસ્તબન્ધઃ ॥ ૮૪॥ જીવ તેમનું ચિંતન કરતો રહે છે; તેથી તેનો જન્મ-મરણરૂપી સંસારમાંથી છુટકારો થવા પામતો નથી. (૭૩) આ પ્રમાણે પાંચ તન્માત્રાઓથી બનેલો તથા સોળ તત્વોના રૂપમાં વિકસિત થયેલો આ ત્રિગુણમય સંઘાત જ લિંગશરીર છે. આ જ ચેતનાશક્તિથી યુક્ત થતાં જીવ કહેવાય છે. (૭૪) એના દ્વારા જ મનુષ્ય ભિન્ન-ભિન્ન શરીરો ગ્રહણ કરે છે અને ત્યજે છે તથા એનાથી જ તેને હર્ષ, શોક, ભય, દુઃખ, સુખ વગેરેની અનુભૂતિ થાય છે.(૭૫) જેમ જળો જ્યાં સુધી બીજા તણખલાને પકડી લેતી નથી ત્યાં સુધી પહેલાને છોડતી નથી, તેવી જ રીતે જીવ મરણ વખતે જ્યાં સુધી દેહાભિમાનને કારણે બીજું શરીર પ્રાપ્ત કરી લેતો નથી ત્યાં સુધી પહેલું શરીર છોડતો નથી. હે રાજન્‌! આ મનઃપ્રધાન લિંગશરીર જ જીવના જન્મ વગેરેનું કારણ છે. (૭૬-૭૭) જીવ જ્યારે ઇન્દ્રિયજનિત ભોગોનું ચિંતન કરતો રહીને વારંવાર તેમના જ માટે કર્મો કરે છે ત્યારે તે કર્મો, થતાં રહેવાથી અવિધાને લીધે તે શરીર વગેરેનાં કર્મોમાં બંધાઈ જાય છે. (૭૮) તેથી તે કર્મબંધનમાંથી છુટકારો પામવા માટે સમસ્ત વિશ્વ ભગવાનનું રૂપ છે એ રીતે જોતા રહીને બધી રીતે શ્રીહરિનું ભજન કરો. એમનાથી જ આ વિશ્વની ઉત્પત્તિ થાય છે, સ્થિતિ રહે છે અને તેમનામાં જ તેનો લય થાય છે. (૭૯) શ્રીમૈત્રેયજી ક્હે છે - હે વિદુરજી! ભક્તશ્રેષ્ઠ શ્રીનારદજીએ રાજા પ્રાચીનબર્હિને જીવ અને ઈશ્વરના સ્વરૂપનું દિગ્દર્શન કરાવ્યું. પછી તેઓ તેમની પાસેથી વિદાય લઈને સિદ્ધલોકમાં સિધાવી ગયા. (૮૦) ત્યારે રાજર્ષિ પ્રાચીનબર્તિ પણ પ્રજાપાલનની જવાબદારી પોતાના પુત્રોને સોંપીને તપસ્યા કરવા માટે કપિલાશ્રમમાં ગયા.(૮૧) ત્યાં તે વીરશ્રેષ્ઠે તમામ વિષયોની આસક્તિ ત્યજીને એકાગ્રચિત્તે ભક્તિપૂર્વક શ્રીહરિનાં ચરણકમળોનું ચિંતન કરતાં કરતાં સારૂપ્યપદ મેળવી લીધું. (૮૨) હે નિષ્યાપ વિદુરજી! દેવર્ષિ નારદે પરોક્ષરૂપે કહેલું આત્મશાન જે મનુષ્ય સાંભળશે કે સંભળાવશે તે સત્વરે લિંગશરીરના બંધનમાંથી મુક્ત થઈ જશે. (૮૩) દેવર્ષિ નારદના મુખેથી નીકળેલું આ આત્મશાન ભગવાન મુકુન્દના યશ સાથે સંબદ્ધ હોવાને કારણે ત્રણે લોકને પવિત્ર કરનારું, અંતઃકરણની શુદ્ધિ કરનારું તથા પરમાત્મ-પદને પ્રકાશિત (પ્રગટ) કરનારું છે. જે મનુષ્પ આ કથા સાંભળશે તે તમામ બંધનોમાંથી મુક્ત થઈ જશે અને પછી તેણે આ સંસાર-ચક્રમાં ભટકવું પડશે નહીં. (૮૪) ૧. પ્રા. પા. - દેહમુપાદતે 1 ૨. પ્રા. પા. - તદપબાધાર્થ | ૩. પ્રા. પા. - નૃપમાતા અ૦૩૦] ચોથો સ્કન્ધ 457 અધ્યાત્મપારોક્ષ્યમિદં મયાડધિગતમ;ુતમ્‌ | એવં સ્રયાડડશ્રમઃ પુંસશ્છિન્ઞોડમુત્ર ચ સંશયઃ || ૮૫।।! વિદુરજી! ગૃહસ્થાશ્રમી પુરંજનના રૂપકથી પરોક્રૂપે કહેવાયેલું આ અદ્દભુત આત્મજ્ઞાન મેં ગુરુની કૃપાથી મેળવ્યું હતું. આનું તાત્પર્ય સમજી લેવાથી બુદ્ધિયુક્ત જીવનું દેહાભિમાન નિવૃત્ત થઈ જાય છે તથા “પરલોકમાં જીવ કેવી રીતે કર્મોનું ફળ ભોગવે?’-એવી તેની શંકાનું પણ નિવારણ થઈ જાય છે. (૮૫) ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે વિદુરમૈત્રેયસંવાદે પ્રાચીનબર્હિર્નારદસંવાદો* નામૈકોનત્રિંશોડધ્યાયઃ ॥ ર૯॥ ચોથા સ્કન્ધ-અંતર્ગત વિદુરમૈત્રેયસંવાદમાંનો પ્રાચીનબર્હિ-નારદસંવાદ નામનો ઓગણત્રીસમો અધ્યાય સમાપ્ત.