Śrīmad Bhāgavatam

હં રાજા રહૂગણને ભરતજીનો ઉપદેશ શ્રાહ્ણ ઉચ અકોવિદઃ કોવિદવાદવાદાન્‌ વદસ્યથો નાતિવિદાં* વરિષ્ઠઃ | ન સૂરયો હિ વ્યવહારમેનં૨ તત્ત્વાવમર્શેન સહામનન્તિ ॥૧॥। તથ

રહૂગણનો પ્રશ્ન અને તેનું ભરતજીએ કરેલું સમાધાન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

અગિયારમો અધ્યાય હં રાજા રહૂગણને ભરતજીનો ઉપદેશ શ્રાહ્ણ ઉચ અકોવિદઃ કોવિદવાદવાદાન્‌ વદસ્યથો નાતિવિદાં* વરિષ્ઠઃ | ન સૂરયો હિ વ્યવહારમેનં૨ તત્ત્વાવમર્શેન સહામનન્તિ ॥૧॥। તથૈવ રાજશ્નુરગાર્હમેધ- વિતાનવિધોરુવિજૃમ્ભિતેષુ 1 ન વેદવાદેષુ હિ તત્ત્વાદઃ પ્રાયેણ શુદ્ધો નુ ચકાસ્તિ સાધુઃ || ૨॥ ન તસ્ય તત્ત્વગ્રહણાય સાક્ષાદ્‌ વરીયસીરપિ? વાચઃ સમાસન્‌| સ્વપ્ને નિરુક્ત્યા ગૃહમેધિસૌખ્યં ન યસ્ય હેયાનુમિતં સ્વયં સ્યાત્‌ ॥૩॥ યાવન્મનો રજસા પૃરુષસ્ય સત્ત્વેત વા તમસા વાડનુરુદ્ધમ્‌ | ચેતોભિરાકૃતિભિરાતનોતિ નિરડકુશં કુશલં ચેતરં સ વાસનાત્મા વિષયોપરક્તો ગુણપ્રવાહો વિકૃતઃ પોડશાત્મા | બિભ્રત્પથડ્નામભિ રૂપભેદ- મન્તર્બહિષ્ટ્વૂ ચ પુરેસ્તનોતિ | ૫॥ દુઃખં સુખં વ્યતિરિક્તં ચ તીવ્ર કાલોપપતન્ન ફલમાવ્યનક્તિ | આલિડગ્ય માયારચિતાન્તરાત્મા સ્વદેહિનં સંસૃતિચક્રકૂટઃ || ૬ તાવાનયં વ્યવહારઃ સદાવિઃ ક્ષેત્રશસાક્યો ભવતિ સ્થૂલસૂક્ષ્મઃ | વા॥૪। તસ્માન્મનો લિક્નમદો વદન્તિ ગુણાગુણત્વસ્યવ પરાવરસ્ય ॥૭॥ ગુણાનુરક્તં વ્યસનાય જત્તોઃ ક્ષેમાય નૈર્ગુણ્યમથો મનઃ સ્યાત્‌ | જડભરતે કહ્યું - હે રાજન્‌! તમે અજ્ઞાની હોવા છતાં પણ પંડિતોની જેમ ઉપર-ઉપરની તર્કવિતર્કયુક્ત વાતો કરી રહ્યા છો, તેથી શ્રેષ્ઠ જઞાનીઓમાં તમારી ગણના થઈ શકે નહીં. તત્ત્વજ્ઞાની મનુ’યો આ અવિચારસિદ્ધ સ્વામી-સેવક વગેરેના વ્યવહારને તત્ત્વનો વિચાર કરતી વખતે સ્વીકારતા નથી. (૧) હે રાજન્‌! એ જ પ્રમાણે ગૃહસ્થધર્મમાં કરવામાં આવતા મોટા-મોટા યજ્ઞોનું વેદોમાં બહુ વિસ્તારથી વર્ણન થયેલ છે. એવી તે વેદવાણીમાં સર્વથા શુદ્ધ, રાગ-હેષ, તથા હિંસા આદિ દોષોથી રહિત તત્ત્વજ્ઞાનની વાત ઘણું કરીને કહેવામાં આવી નથી. (૨) જે મનુષ્યને ગૃહસ્થ-યોગ્ય યશ વગેરે કર્મોથી પ્રાપ્ત થતું સ્વર્ગ વગેરેનું સુખ સ્વપ્નવત્‌ ત્યાજ્ય છે એમ નથી લાગતું તેને તત્ત્વનું શાન કરાવવામાં સાક્ષાત્‌ ઉપનિષદ-વચન પણ સમર્થ નથી. (૩) જ્યાં સુધી મનુષ્યનું. મન સત્ત્વગુણ, રજોગુણ અથવા તમોગુણ્થી વ્યાપ્ત રહે છે ત્યાં સુધી તે નિરંકુશપણે તેની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો પાસે શુભ અને અશુભ કર્મો કરાવતું રહે છે. (૪) આ મન જ વાસનામય છે. અને વિષયોમાં આસક્ત છે, આ મનમાં ગુણોનો પ્રવાહ ચાલતો જ રહે છે અને તે રાગ-દ્રેપાદિ વિકારોથી યુક્ત છે; આ (પાંચ ભૂતોથી બનેલું) સ્થૂળ શરીર, દશ ઇન્દ્રિયો અને મન - આ સોળમાં આ (મન) મુખ્ય છે. આ મન જ દેવ, તિર્યક્‌ આદિ ઉત્તમ-અધમ ભિન્ન-ભિન્ન શરીરોનું નિર્માણ કરવામાં કારણ છે. (૫) આ માયામય મન સંસારચક્રમાં છેતરનારું છે. આ જ (મન) પોતાના શરીરના અભિમાની જીવ સાથે મળીને તેને કાળક્મે પ્રાપ્ત થતાં સુખ-દુઃખો અને. તેનાથી ભિન્ન તીવ્ર મોહરૂપી અવશ્યંભાવી ફળોની અભિવ્યક્તિ કરે છે. (૬) જ્યાં સુધી આ મન છે ત્યાં સુધી પ્રાપંચિક વ્યવહાર સદા આવિર્ભૂત થતો રહે છે. જાગ્રત અવસ્થાનો અને સ્વપ્નાવસ્થાનો વ્યવહાર પ્રકાશિત થાય છે તેમાં ક્ષેત્રશ સાક્ષીરૂપે છે. મન જ ગુણયુક્ત પ્રપંચમાં ફસાવનારું છે અને તે જ મન ગુણાતીત થવાથી ઉત્કૃષ્ટ મોક્ષનું પણ કારણ છે. આ પ્રમાણે સારી-નરસી યોનિ પ્રાપ્ત થવામાં મનને જ કારણ કહ્યું છે. (૭) વિષયાસક્ત મન જીવને સંસારના સંકટમાં નાખી દે છે; વિષય-રહિત થયા પછી એ જ મન જીવને શાંતિમય મોક્ષપદની પ્રાપ્તિ કરાવી દે છે. જેમ ઘીથી ભીંજાયેલી વાટને ખાનારા દીપકમાંથી તો ધુમાડાવાળી જ્યોત નીકળતી રહે છે અને જ્યારે ઘી સમાપ્ત થઈ જાય છે ત્યારે તે પોતાના ૧. પ્રા. પા. - નાત્મવિદાં ! ૨. પ્રા. પા. - વ્યવહારમેત । ૩. પ્રા. પા. - ગરીયસૌરપિ | ૪. મા. પા. - વ્યવહારો યઃ સદાશિવઃ | ૫. પ્રા. પા. - ગુશાગુ્ત્વગ્ય ! 506 શ્રીમદભાગવત [અ૦૧૧ યથા પ્રદીપો ઘૃતવર્તિમશ્નન્‌ શિખાઃ સધૂમા ભજતિ હ્યન્યદાપ સ્વમ્‌ । પદં તથા ગુણકર્માનુબદ્ધં૨ વૃત્તી્મનઃ શ્રયતેડન્યત્ર તત્ત્વમ્‌ 1 ૮॥ એકાદશાસન્મનસો* હિ વૃત્તય આકૂતયઃ પગઞ્ચ ધિયોડભિમાનઃ* । માત્રાણિ કર્માણિ પુરં ચ તાસાં વદન્તિ હૈકાદશ વીર” ભૂમીઃ॥૯॥ ગન્ધાકૃતિસ્પર્શરસશ્રવાંસિ વિસર્ગરત્યર્ત્યભિજલ્યશિલ્પાઃ | એકાદશ સ્વીકરણં મમેતિ શય્યામહેં દ્વાદશમેક આહુઃ॥૧૦॥ દ્રવ્યસ્વભાવાશયકર્મકાલે- રેકાદશામી મનસો વિકારાઃ | સહસ્રશઃ શતશઃ કોટિશશ્ચ ક્ષેત્રશતો ન મિથો ન સ્વતઃ સ્યુઃ 1૧૧॥। ક્ષેત્રશ એતા મનસો વિભૂતી- ર્જીવસ્ય માયારચિતસ્ય નિત્યાઃ | આવિર્હિતાઃ ક્વાપિ તિરોહિતાશ્ચ શુદ્ધો વિચષ્ટે હ્યાવિશુદ્ધકર્તુઃ 1 ૧૨॥ ક્ષેત્રશ આત્મા પુરુષઃ પુરાણઃ સાક્ષાત્સ્વયંજ્યોતિરજઃ પરેશઃ | નારાયણો ભગવાન્‌ વાસુદેવઃ સ્વમાયયાડડત્મન્યવધીયમાતનઃ ૧૩ યથાડનિલઃ સ્થાવરજડ્ઞમાના- માત્મસ્વરૂપેણ નિવિષ્ટ ઈશેત્‌ | એવં પરો ભગવાન્‌ વાસુદેવઃ ક્ષેત્રશ આત્મેદમનુપ્રવિષ્ટઃ ॥ ૧૪॥। ન યાવદેતાં તનુભૃશ્નરેન્દ્ર વિધૂય માયાં વયુનોદયેન | વિમુક્તસક્નો જિતષટસપત્નો વેદાત્મતત્ત્વ ભ્રમતીહ તાવત્‌ ૧૫॥ કારણભૂત અગ્નિતત્ત્વમાં લીન થઈ જાય છે; તેવી જ રીતે વિષયો અને કર્મોથી આસક્ત થયેલું મન જાતજાતની વૃત્તિઓનો આશ્રય લેતું રહે છે અને તેમનામાંથી મુક્ત થઈ ગયા પછી તે. પોતાના તત્વમાં લીન થઈ જાય છે. (૮) હે વીરશ્રેષ્ઠ! પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને એક અહંકાર - આ મનની અગિયાર વૃત્તિઓ છે તથા પાંચ પ્રકારનાં કર્મો, પાંચ તન્માત્રાઓ અને એક શરીર - આ તેના આધારભૂત અગિયાર વિષયો કહેવાય છે. (૯) ગંધ, રૂપ, સ્પર્શ, રસ અને શબ્દ - આ જ્ઞાનેન્દ્રિયોના પાંચ વિષયો છે; મળત્યાગ, સંભોગ, ગમન, ભાષણ (બોલવું) અને આપ-લે વગેરેનો વ્યાપાર — આ કર્મેન્દ્રિયોના પાંચ વિષયો છે; તથા શરીરનો “આ મારું છે’ એવી રીતે સ્વીકાર કરવો એ અહંકારનો વિષય છે. કેટલાક લોકો અહંકારને મનની બારમી વૃતિ અને તેના આશ્રયભૂત શરીરને બારમો વિષય માને છે. (૧૦) મનની આ અગિયાર વૃત્તિઓ દ્રવ્ય (વિષય), સ્વભાવ, આશય (સંસ્કાર), કર્મ અને કાળ વડે સેંકડો, હજારો અને કરોડો પ્રકારોમાં પરિજ્મે છે. પણ તેમની સત્તા (અસ્તિત્વ) કેત્રજ્ આત્માની સત્તાને લીધે જ છે, આપમેળે અથવા પરસ્પર મળવાથી નથી. (૧૧) આમ હોવા છતાં પણ મન સાથે ક્ષેત્રશ (આત્મા)નો કોઈ સંબંધ નથી. આ તો જીવની જ માયાનિર્ષિત ઉપાધિ છે. આ (મન) ઘણું કરીને સંસારબંધનમાં નાખનારાં અ-વિશુદ્ધ કર્મો કરવામાં જ પ્રવૃત્ત રહે છે. આની ઉપર્યુક્ત વૃત્તિઓ પ્રવાહરૂપે કાયમ જ રહે છે; જાગ્રતાવસ્થામાં અને સ્વપ્નાવસ્થામાં તે (વૃત્તિઓ) પ્રગટ થઈ જાય છે અને. સુષુપ્તાવસ્થામાં છુપાઈ જાય છે. આ બંનેય અવસ્થામાં ક્ષેત્રશ (આત્મા), કે જે વિશુદ્ધ ચિન્માત્ર છે તે મનની આ વૃત્તિઓને દ્રષ્ય (સાક્ષી)રૂપે જોતો રહે છે. (૧૨) € આ ક્ષેત્રશ પરમ-આત્મા સર્વવ્યાપક, જગતનું આદિકારબ્ર, પરિપૂર્તષ, અપરોક્ષ (પ્રત્યક્ષ), સ્વયંપ્રકાશ, અજન્મા, બ્રહ્મા વગેરેનો પણ નિયંતા અને પોતાને આધીન રહેનારી માયા વડે સૌનાં અંતઃકરજ્ોમાં રહીને જીવોને પ્રેરિત કરનાર, સમસ્ત ભૂતપ્રાશીઓના આશ્રયરૂપ ભગવાન વાસુદેવ છે. (૧૩) જેમ વાયુ સમસ્ત સ્થાવર-જંગમ પ્રાણીઓમાં પ્રાણરૂપે પ્રવિષ્ટ થઈને તેમને પ્રેરિત કરતો રહે છે તેવી જ રીતે તે પરમેશ્વર ભગવાન વાસુદેવ સર્વસાક્ષી આત્મસ્વરૂપે આ સમગ્ર પ્રપંચમાં ઓતપ્રોત છે. (૧૪) હે રાજન્‌! મનુષ્ય જ્ઞાનોદય વડે આ માયાનો તિરસ્કાર કરીને, બધામાંની આસક્તિ છોડીને તથા કામ-કોધ વગેરે છ શત્રુઓને જીતીને જ્યાં સુધી આત્મ-. તત્તને જાણી લેતો નથી અને તે જ્યાં સુધી આત્માની ૧. પરા. પા. - લન્યથા 1 ૨. પ્રા. પા. - તકર્માનુબહે મર્િગનઃ 1 ૩. તરા. પા. - મનસસ્તુ જૃતયઃ 1 ૪. પ્રા. પા. - ધિયોહભિમાનાઃ | ૫. પ્રાથીન પ્રતમાં “વીર’ - એ પાઠ ખંડિત છે. પાંચમો સ્કન્ધ 509 અ૦૧૨] ન યાવદેતન્મન આત્મલિદ્વં સંસારતાપાવપનં જનસ્ય | યચ્છોકમોહામયરાગલોભ- વૈરાનુબન્ધ મમતાં વિધત્તે 1૧૬॥ ભ્રાતૃવ્યમેનં તદદભ્રવીર્ય- મુપેક્ષયાડધ્યેધિતમપ્રમત્તઃ૧ 1 ગુરોર્હરેશ્વરણોપાસનાસ્્રો જહિ વ્યલી્ક સ્વયમાત્મમોષમ્‌ ।૧૭॥ ઉપાધિરૂપ મનને સંસારનાં દુઃખોનું ક્ષેત્ર સમજતો નથી ત્યાં સુધી તે આ લોકમાં આમ જ ભટકતો રહે છે; કારણ કે આ મન તેના શોક, મોહ, રોગ, રાગ, લોભ, વેર વગેરેના સંસ્કારોની તથા મમતાની વૃદ્ધિ કરતું રહે છે. (૧૫-૧૬) આ. તમારા ભાઈ જેવું ભાસતું મન જ તમારો મહાબળવાન શત્રુ છે. તમારાથી તેની ઉપેક્ષા થવાથી તેની શક્તિ વિશેષપણે વધી ગઈ છે. આ મન જોકે પોતે તો સર્વથા મિથ્યા છે તોપણ એણે તમારા આત્મસ્વરૂપને ઢાંકી રાખ્યું છે. તેથી તમે સાવધાન થઈને તેને શ્રીગુરુ અને શ્રીહરિના ચરણોની ઉપાસનારૂપી અસ્ત વડે મારી નાખો. (૧૭) —*— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહેસ્યાં સંહિતાયાં પગ્ચમસ્કન્ધે બ્રાહ્મબ્રરહૂગણસંવાદે એકાદશોડધ્યાયઃ ॥ ૧૧॥। પાંચમા સ્કંધ-અંતર્ગત બ્રાહ્મણ-રહૂગણસંવાદમાંનો અગિયારમો અધ્યાય સમાપ્ત.