Śrīmad Bhāgavatam

અંગિરા ઋષિ અને નારદજીનો ચિત્રકેતુને ઉપદેશ

ચિત્રકેતુનો વૈરાગ્ય તથા શ્રીસંકર્ષન્રદેવનાં દર્શન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પંદરમો અધ્યાય અંગિરા શ્રષિ અને નારદજીનો ચિત્રકેતુને ઉપદેશ ડિ કંઇક ઉવાચ ઊચતુર્મૃતકોપાન્તે પતિતં* મૃતકોપમમ્‌ | શોકાભિભૂતં રાજાનં બોધયન્તૌ સદુક્તિભિઃ ॥ ૧।। કોડયં સ્યાત્‌ તવ રાજેન્દ્ર ભવાન્‌ યમનુશોચતિ | ત્વં ચાસ્ય કતમઃ સૃષ્ટી પુરેદાનીમતઃ પરમ્‌ । ૨॥ શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષિત!) શોકગ્રસ્ત થયેલા રાજા ચિત્રકેતુ પોતાના મૃત્યુ પામેલા પુત્રની પાસે જ શબવત્‌ પડેલા હતા, ત્યારે (ત્યાં આવેલા) મહર્ષિ અંગિરા અને દેવર્ષિ નારદજી તેમને સુંદર સુંદર ઉક્તિઓથી સમજાવવા લાગ્યા - (૧) “હે રાજેન્દ્ર! જેના માટે તમે આટલો શોક કરી રહ્યા છો તે આ જન્મમાં અને એના પહેલાંના જન્મોમાં તમારો કોણ હતો? તેના તમે કોણ હતા? અને આવનારા જન્મોમાં પણ તેની સાથે તમારો શો સંબંધ હશે? (૨) ૧. પ્રા. પા. - ત્ડસ્મપરમન્વ૦ ! ૨. પ્રા. પા. - મિત્રકેતુચરિતે ચતુ૦ | ૩. પ્રા. પા. - આગતો તાવૃષી તદા ! અ૦ ૧૫] છઠ્ઠો સ્કન્ધ 841 યથા પ્રયાન્તિ સંયાન્તિ સ્રોતોવેગેન વાલુકાઃ । સંયુજ્યન્તે વિયુજ્યન્તે તથા કાલેન દેહિનઃ । ૩।। યથા ધાનાસુ વૈ ધાના ભવન્તિ ન ભવન્તિ ચ ! એવં ભૂતેષુ ભૂતાનિ ચોદિતાનીશમાયયા ૪॥ વયં ચ ત્વં ચ યે ચેમે તુલ્યકાલાશ્ચરાચરાઃ ! જન્મમૃત્યોર્યથા પશ્ચાત્‌ પ્રાડ્નેવમધુનાપિ ભોઃ । ૫।। ભૂતૈર્ભૂતાનિ ભૂતેશઃ સૂજત્યવતિ હન્ત્યજઃ 5 | આત્મસૃષ્ટરસ્વતન્ત્રૈરનપેક્ષોડપિ બાલવત્‌ | ૬॥। દેહેન દેહિનો રાજન્‌ દેહાદેહોડભિજાયતે । બીજાદેવ યથા બીજ દેહ્યર્થ ઇવ શાશ્વતઃ 1 ૭॥ દેહદેહિવિભાગોડયમવિવેકકૃતઃ પુરા। જાતિવ્યક્તિવિભાગોડયં યથા વસ્તુનિ કલ્પિતઃ ॥ ૮।॥। કશુક ઉવાચ એવમાશ્ચાસિતો રાજા ચિત્રકેતુર્ઠિજોક્તિભિઃ૨ । પ્રમૃજ્ય પાણિના વકત્રમાધિમ્લાનમભાષત ।। ૯! ચાજ્ોવાચ કૌ યુવાં જઞાનસમ્પન્નો મહિષ્ઠી ચ મહીયસામ્‌ | અવધૂતેન વેષેણ ગૂઢાવિહ સમાગતૌ || ૧૦॥ ચરન્તિ હ્યવનૌ કામં બ્રાહ્મણ ભગવબ્મરિયાઃ | માદશાં ગ્રામ્યબુદ્ધીનાં બોધાયોન્મત્તલિદ્વિનઃ ।। ૧ ૧॥। જિમ જળના વેગને લીધે રેતીના ક્ણ એકબીજા સાથે જોડાય છે અને છૂટા પડે છે તેવી જ રીતે સમયના પ્રવાહમાં પ્રાણીઓનું પણ મળવું અને છૂટા પડવું બનતું જ રહે છે. (૩) હે રાજન્‌! જેમ એક બીજમાંથી બીજાં બીજ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તેવી જ રીતે ભગવાનની માયાથી પ્રેરિત થઈને પ્રાલ્ીઓમાંથી બીજાં પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને નષ્ટ થઈ જાય છે. (૪) હે રાજન્‌! અમે, તમે અને આપણી સાથે આ જગતમાં જેટલાં પણ પ્રાણીઓ વિધમાન છે તે બધાં પોતાના જન્મ પહેલાં ન હતાં અને મૃત્યુ પછી હશે નહીં. એનાથી સિદ્ધ થાય છે કે આ સમયે પણ તેમનું. અસ્તિત્વ નથી; કારણ કે સત્ય વસ્તુ તો હરહંમેશ એકસરખી જ હોય છે. (૫) ભગવાન જ સમસ્ત પ્રાણીઓના અધિપતિ છે. એમનામાં જન્મ-મૃત્યુ વગેરે વિકારો બિલકુલ નથી. નથી તેમને કશાની ઇચ્છા કે નથી અપેક્ષા. તેઓ આપોઆપ જ પરતંત્ર પ્રાણીઓની સૃષ્ટિ રચે છે અને તેમના થકી અન્ય પ્રાણીઓની રચના, તેમનું પાલન અને તેમનો સંહાર કરે છે - બરાબર એવી જ રીતે કે જેમ બાળકો ઘરવખરી, રમવાનાં રમકડાં વગેરે બનાવે છે અને તોડી પણર નાખે છે. (૬) હે રાજન્‌| જેમ એક બીજમાંથી બીજું બીજ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે પિતાના દેહ વડે માતાના દેહમાંથી પુત્રનો દેહ ઉત્પન્ન થાય છે. જે રીતે માટીના ઘડામાં, ઘડો ફૂટી જાય તો પણ તેનો મૂળપદાર્થ (માટી) શાશ્ચત રહે છે, આકાર જ નષ્ટ થાય છે. તે જ પ્રમાણે જીવ જે દેહી છે તે શાશ્વત છે, અને શરીર નાશવાન છે. (૭) હે રાજન્‌! જેમ એક જ માટીરૂપ વસ્તુમાં ઘડાપણું વગેરે જાતિ (-લક્ષણો) અને ધડો વગેરે વ્યક્તિ (-લક્ષલ્રો) - એવું વિભાજન એ કેવળ કલ્પનામાત્ર છે, તેવી જ રીતે દેહી અને દેહનું આ વિભાજન પણ અનાદિ છે અને તે અવિઘાને કારણે કલ્પિત છે.” (૮) શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌! જ્યારે મહર્ષિ અંગિરા અને દેવર્ષિ નારદજીએ રાજા ચિત્રકેતુને આ પ્રમાણે સમજાવ્યા ત્યારે તેમણે થોડુંક ધૈર્ય ધારણ કરીને શોકથી કરમાયેલું મુખ હાથથી લૂછ્યું અને તેમને કહ્યું. (૯) રાજા ચિત્રકેતુએ કહ્યું - તમે બંને પરમજ્ઞાની અને મહાનોમાં પણ મહાન જણાઓ છો તથા પોતાને અવધૂતવેશમાં છુપાવીને અહીં પધાર્યા છો. તમે (બંને) કોણ છો તે કૃપા કરીને બતાવો. (૧૦) હું જાણું છું કે ભગવાનના પ્રિય ઘણાબધા બ્રહ્મવેત્તાઓ મારા જેવા વિષયાસક્ત પ્રાણીઓને ૧. પ્રા. પા. - હ્તિ ચ | ર. પ્રા. પા. - તર્ટિજાતિભિઃ ।

  • અનિત્ય હોવાને કારણે શરીર અસત્ય (અસત્‌-મિથ્યા) છે; અને શરીર અસત્ય હોવાને કારળે તેમના ભિન્ન-ભિન્ન અભિમાનીઓ પણ અસત્ય જ છે. ત્રણે કાળથી અબાધિત એવું સત્ય તો એકમાત્ર પરમાત્મા જ છે. તેથી (શરીર માટે) શોક કરવો એ કોઈ રીતે પણ યોગ્ય નથી. 642 શ્રીમદભાગવત [અ૦ ૧૫ કુમારો નારદ ત્રદભુરદ્રિરા દેવલોડસિતઃ । અપાન્તરતમો વ્યાસો માર્કણ્ડેયોડથ ગૌતમઃ || ૧૨॥। વસિષ્ઠો ભગવાન્‌ રામઃ કપિલો બાદરાયણિઃ ! દુર્વાસા યાશવલ્ક્યશ્ચ જાતૂક્્યસ્તથાડડરુણિઃ || ૧૩।॥। રોમશશ્ચ્યવનો દત્ત આસુરિઃ સપતગ્જલિઃ | ત્રપિર્વેદશિરાબોધ્યો’ મુનિઃ પગ્ચશિરાસ્તથાચ ।। ૧૪॥। હિરણ્યનાભઃ કૌસલ્યઃ શ્રુતદેવ ત્રદતધ્વજઃ | એતે પરે ચ સિદ્ધેશાશ્ચરન્તિ જ્ઞાનહેતવઃ || ૧૫॥। તસ્માધુવાં ગ્રામ્યપશોર્મમ મૂઢધિયઃ પ્રભૂ ! અન્ધે તમસિ મગ્નસ્ય જ્ઞાનદીપ ઉદીર્યતામ્‌ || ૧૬॥ અહિર 6૧૨ અહં તે પુત્રકામસ્ય પુત્રદોડસ્મ્યદ્વિરા નૃપ | એષ બ્રહ્મસુતઃ સાક્ષાન્નારદો ભગવાનૃષિઃ || ૧૭॥। ઇત્થં ત્વાં પુત્રશોકેન મગ્નં તમસિ દુસ્તરે । અતદર્હમનુસ્મૃત્ત મહાપુરુષગોચરમ્‌ | ૧૮॥। અનુગ્રહાય ભવતઃ પ્રામાવાવામિહ પ્રભો | બ્રહ્મણ્યો ભગવદ્ધક્તો નાવસીદિતુમર્હતિ || ૧૯॥ તદૈવ” તે પરં જ્ઞાનં દદામિ ગૃહમાગતઃ | જ્ઞાત્વાન્યાભિનિવેશં* તે પુત્રમેવ દદાવહમ્‌ || ૨૦॥ અધુતા પુત્રિણાં તાપો ભવતેવાનુભૂયતે | એવં દારા ગૃહા રાયો” વિવિૈશ્વર્યસમ્પદઃ || ર૧! (જીવોને) ઉપદેશ કરવા સારુ ઉન્મત્તના જેવો વેશ બનાવીને પૃથ્વી પર સ્વચ્છંદપણે વિચરણ કરતા રહે છે. (૧૧) સનત્કુમાર, નારદ, ત્દભુ, અંગિરા, દેવલ, અસિત, અપાન્તરતમ વ્યાસ, માર્કશ્ડેય, ગૌતમ, વસિષ્ઠ, ભગવાન પરશુરામ, કપિલમુનિ, શુકદેવ, દુર્વાસા, યાશવલ્ક્ય, જાતૂકર્ણ્ય, આરુણિ, રોમશ, અવન, દત્તાત્રેય, આસુરિ, પતંજલિ, વેદશિરા, બોધ્યમુનિ, પંચશિરા, હિરશ્યનાભ, કૌસલ્ય, શ્રુતદેવ અને શ્દતષ્વજ - આ બધા તથા બીજા સિદ્ધેશ્વર કદષિમુનિઓ જ્ઞાન આપવાના હેતુથી પૃથ્વી પર વિચરણ કરતા રહે છે. (૧૨- ૧૫) હે સ્વામીઓ! હું વિષયભોગોમાં ફસાયેલો, મૂઢબુદ્ધિ અને ગ્રામ્ય પશુ છું અને અજ્ઞાનના ધોર અંધકારમાં ડૂબી રહ્યો છું. તમે બંને જ્ઞાનના દીપક વડે મને પ્રકાશિત કરો. (૧૬) મહર્ષિ અંગિરાએ કહ્યું - હે રાજન્‌! જ્યારે તમે પુત્ર માટે કામના કરતા હતા ત્યારે મેં જ તમને પુત્ર આપ્યો હતો. હું અંગિરા છું. આ તમારી સામે ઊભા છે તેઓ સ્વયં બ્રહ્માજીના પુત્ર સર્વસમર્થ દેવર્ષિ નારદ છે. (૧૭) જ્યારે અમે જોયું કે તમે પુત્રશોકને કારણે અજ્ઞાનના અત્યંત ગાઢ અંધકારમાં ડૂબતા જઈ રહ્યા છો ત્યારે અમે વિચાર્યું કે તમે ભગવાનના ભક્ત છો અને શોક કરવાને યોગ્ય નથી, તેથી તમારા પર અનુગ્રહ કરવા માટે જ અમે બંને અહીં આવ્યા છીએ. હે રાજન્‌! સાચું તો એ છે કે જે ભગવાનનો અને બ્રાહ્મણોનો ભક્ત હોય તેણે કોઈ પણ અવસ્થામાં શોક કરવો જોઈએ નહીં, (૧૮-૧૯) જ્યારે પહેલવહેલાં હું તમારા ધરે આવ્યો હતો તે સમયે જ મેં તમને પરમ જ્ઞાનનો ઉપદેશ આપ્યો હોત; પરંતુ મેં (ત્યારે) જોયું કે તમારા હદયમાં હમણાં તો પુત્રની ઉત્કટ કામના છે, તેથી તે સમયે મેં તમને જ્ઞાન નહીં આપતાં પુત્ર જ આપ્યો. (૨૦) હવે તમે સ્વયં અનુભવ કરી રહ્યા છો કે પુત્રવાળાઓને કેટલું દુઃખ થાય છે. આ જ વાત પત્ની, ઘર, ધન, વિવિધ પ્રકારનાં એશ્વર્યા, સંપત્તિઓ, શબ્દ-રૂપ-રસ વગેરે વિષયો, રાજ્ય-વૈભવ, ૧. પ્રા. પા. - ધૌમ્યો ! ૨. પ્રા. પા. - તશિખસ્તથા ! ૩. પ્રા. પા. - તત્રેવ । ૪. પ્રા. પા. - શાત્વાત્માભિ૦ ! પ. પ્રા. પા. - રામા | અ૦૧૫] છદ્ઠો સ્કન્ધ 643 શબ્દાદયશ્ચ વિષયાશ્વલા રાજ્યવિભૂતયઃ ! મહી રાજ્યંબલંકોશો ભૃત્યામાત્યાઃસુહજ્જનાઃ ॥ રર ॥ ગુગ્નેચ સર્વેડપિ શૂરસેનેમે૨ શોકમોહભયાર્તિદાઃ । ગન્ધર્વનગરપ્રખ્યાઃ સ્વપ્નમાયામનોરથાઃ ॥ ૨૩! દેશ્યમાના વિનાડર્થેન ન દેશ્યન્તે મનોભવાઃ । કર્મભિર્ધ્યાયતો નાનાકર્માણિ મનસોડભવન્‌ ॥ ૨૪॥। અયં હિ દેહિનો દેહો દ્રવ્યજ્ઞાનક્રિયાત્મકઃ । દેહિનો વિવિધક્લેશસન્તાપકૃદુદાહતઃ || રપ॥। તસ્માત્‌સ્વસ્થેન મનસા વિમૃશ્ય ગતિમાત્મનઃ | દ્વૈતે ધ્રુવાર્થવિશ્રમ્ભં ત્યજોપશમમાવિશ | ૨૬॥ નારદ 6૧/૨ એતાં મત્ત્રોપનિષદં પ્રતીચ્છ પ્રયતો મમ | યાં ધાર્યન્‌ સપ્નરાત્રાદ્‌ દ્રષ્ટા સફર્ષણં પ્રભુમ્‌ ॥ ૨૭॥ યત્પાદમૂલમુપસૃત્ય નરેન્દ્ર પૂર્વે શર્વાદયો ભ્રમમિમં હ્રિતયં વિસૃજ્ય | સધસ્તદીયમતુલાનધિકં મહિત્વં પ્રાપુર્ભવાનપિ પરં નચિરાદુપૈતિ | ૨૮॥ | પૃથ્વી, રાજ્ય, સેના, કોષ (ખજાનો), સેવકો, અમાત્યો, સગાંસંબંધોઓ, ઇષ્ટ મિત્રો - બધાં માટે છે; કારણ કે આ બધાં જ અનિત્ય છે. (૨૧-૨૨) એટલે જ તો ઢે શૂરસેન! આ બધાં જ શોક, મોહ, ભય અને દુઃખનાં કારણ છે, મનને રીઝવવાનાં રમકડાં છે; તેઓ સર્વથા કલ્પિત અને મિથ્યા છે; કારણ કે આ બધાં (વાસ્તવમાં) નહીં હોવા છતાં પદ્મ દેખાઈ રહ્યાં છે. આ જ કારણે આ બધાં એક ક્ષણે દેખાય છે ખરાં, પણ બીજી ક્ષણે અદશ્ય (લોપ) થઈ જાય છે. આ બધાં ગંધર્વનગરી, સ્વપ્ન(સુષિ), જાદ્‌ અને મનઃકલ્ધિત વસ્તુઓ જેવાં જ સર્વથા અસત્ય છે. જે લોકો કર્મવાસનાઓથી પ્રેરાઈને વિષયોનું ચિંતન કરતા સ્ડે છે તેમનું મન અનેક પ્રકારનાં કર્મોની રચના કરતું રહે છે. (૨૩-૨૪) જીવાત્માનું આ શરીર, કે જે પંચભૂતો, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોનો સંઘાત છે તે જીવને વિવિધ પ્રકારના ક્લેશ અને સંતાપ આપનારું કહેવાય છે. (૨૫) તેથી તમે વિષયોમાં ભટકતા પોતાના મનને રોકીને શાંત કરો, સ્વસ્થ કરો અને પછી તે મન વડે પોતાના વાસ્તવિક સ્વરૂપનો વિચાર કરો તથા આ કૈતની બ્રાંતિમાં નિત્યત્વની બુદ્ધે ત્મજીતે પરમશાંતિ-સ્વરૂપ પરમાત્મામાં સ્થિત થઈ જાઓ. (૨૬) દેવર્ષિ નારદે કહ્યું - ટે રાજન્‌! તમે મારી પાસેથી એકાગ્રચિત્ત થઈને આ મંત્ર-ઉપનિષદ ગ્રહણ કરો. આને ધારણ કરવાથી સાત રાત્રિમાં જ તમને ભગવાન શ્રીસંકર્પણનું દર્શન થશે. (૨૭) હે નરેન્દ્ર! પ્રાચીન કાળમાં ભગવાન શ્રીશંકર વગેરેએ શ્રીસંકર્ષણદેવનાં જ થરણકમળોનો આશ્રય લીધો હતો. એનાથી તેમલે દ્વૈતની ભ્રાંતિનો પરિત્મગ કરી દીધો હતો અને તેમના એ મહિમાને પામ્યા હતા કે જેનાથી અધિક ઉત્તમ તો કોઈ છે જ નહીં, તેમના બરાબર પણ કોઈ નથી. તમે પણ ઘણી જલદીથી ભગવાનના તે પરમપદને પ્રાપ્ત કરી લેશો. (૨૮) સગન ઇતિ શ્રીમતદ્રાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ષષ્ઠસ્કન્ધે ચિત્રકેતુસાન્ત્વનં૨ નામ પગ્ચદશોડધ્યાયઃ । ૧૫॥। છઠ્ટા સ્કંધ-અંતર્ગત ચિત્રકેતુને સાન્ત્વન નામનો પંદરમો અધ્યાય સમાપ્ત.