Śrīmad Bhāgavatam

દક્ષે કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનનો પ્રાદુર્ભાવ રજોવાચ દેવાસુરનૃણાં સર્ગો નાગાનાં મ્ૃગપક્ષિણામ્‌ | સામાસિકસ્ત્વયાપ્રોક્તો યસ્તુ સ્વાયમ્ભુવેડન્તરે |

શ્રીનારદજીના ઉપદેશથી દક્ષના પુત્રોનો વૈરાગ્ય તથા દક્ષનો શાપ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ચોથો અધ્યાય દક્ષે કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનનો પ્રાદુર્ભાવ રજોવાચ દેવાસુરનૃણાં સર્ગો નાગાનાં મ્ૃગપક્ષિણામ્‌ | સામાસિકસ્ત્વયાપ્રોક્તો યસ્તુ સ્વાયમ્ભુવેડન્તરે || ૧॥। તસ્ધૈવ વ્યાસમિચ્છામિ જ્ઞાતું તે ભગવન્‌ યથા | અનુસર્ગ યયા શક્ત્યા સસર્જ ભગવાન્‌ ૫ર: 11૨ સૂત ઉજાસ ઇતિ સમ્પ્રશ્નમાકર્ણ્ય રાજર્ષેબાદરાયણિઃ । પ્રતિનન્ધ મહાયોગી* જગાદ મુનિસત્તમાઃ | ૩॥ કઇક ઉવારર યદા પ્રચેતસઃ પુત્રા દશ પ્રાચીનબર્હિષઃ | અત્તઃસમુદ્રાદુન્મગ્ના દદશુર્ગા ઠુમર્વૃતામ્‌ ॥ ૪।। કુમેભ્વઃ” ફુધ્યમાનાસ્તે તપોદીપિતમન્યવઃ । મુખતો વાયુમગ્નિં ચ સસુજુસ્તદિધિક્ષયા || ૫।। તાભ્યાં નિર્દહ્ામાનાંસ્તાનુપલભ્ય કુરૂદ્રહ | રાજોવાચ મહાન્‌ સોમો મન્યું પ્રશમયજ્તિવ || ૬॥ મ! દુમેભ્યો મહાભાગા દીનેભ્યો દ્રોગ્ધુમર્હથ | વિવર્ધથિષવો યૂયં પ્રજાનાં પતયઃ સ્મૃતાઃ | ૭! અહો પ્રજાપતિપતિર્ભગવાન્‌ હરિરવ્યયઃ વનસ્પતીનોષધીશ્વ સસ્જોર્જમિષં વિભુઃ ॥ ૮! અન્ન ચરાણામચર! હ્યપદઃ પાદચારિણામ્‌ | અસસ્તા હસ્તયુક્તાનાં દ્વિપદાં ચ ચતુષ્પદઃ ॥ ૯॥ યૂયંચ પિત્રાડન્વાદિષ્ટા* દેવદેવેન ચાનઘાઃ ! પ્રજાસર્ગાય હિ કથં વૃક્ષાન્‌ નિર્દગ્ધુમર્હથ ॥ ૧૦॥ રાજા પરીક્ષિતે પૂછ્યું - હે ભગવન! તપે સંક્ષેપમાં (્રીજા સ્કંધમાં) એ વાતનું વર્ણન કર્યું હતું કે સ્વાયભુવ મત્વંતરમાં દેવતાઓ, દાનવો, મનુષ્યો, સર્પો, પશુપશ્ષીઓ વગેરેની સૃષ્ટિ કેવી રીતે થઈ. (૧) હવે હું તેને વિસ્તારપૂર્વક જાજવા ઇચું છું. પ્રકૃતિ વગેરે કારણોના પણ પરમ કારલ્રભૂત ભગવાન પોતાની જે શક્તિથી જે રીતે એ પછીની સૃષ્ટિની રચના કરે છે તે જાશ્નવાની પણ મારી ઇચ્છા છે. (૨) સૂતજી કહે છે - હે શૌનક વગેરે -્દપિઓ! રાજર્ષિ પરીક્ષિતનો આ સુંદર પ્રશ્ન સાંભળીને પરમયોગી, વ્યાસનંદન શ્રીશુક્દેવજીએ તેમનું અભિનંદન કર્યું અને આ પ્રમાકે કહ્યું. (૩) શ્રીશુકદેવજીએ કહ્યું - રાજા પ્રાચનબર્હિતા ઘસ પુત્રો, કે જેમનાં નામ પ્રચેતાઓ હતાં, તેઓ જ્યારે પોતાની તપસ્યા પુરી કરીને સમુદ્રમાંથી બહાર નીકળ્યા અને તેમણે જોયું કે અમારા પિતાજીના નિવૃત્તિપરાયણ થઈ જવાને કારણે સધળી પૃચ્વી વૃક્ષોથી ઘેરાઈ ગઈ છે, (૪) તેમને વૃક્ષો પર ષણો કોધ આવ્યો. તેમના તપોબળે તો જાણે (કોધની) આગમાં ધી હોમ્યું! બસ, પછી તો તેમણે વૃક્ષોને બાળી નાખવા માટે પોતાના મોઢામાંથી વાયુ અને અખ્વિનું સર્જન કર્યું. (૫) હે પરીક્ષિત! પ્રચેતાઓએ છોડેલા અગ્નિ અને વાયુ જ્યારે તે વૃથોને બાળવા લાગ્યા ત્યારે વૃક્ષોના રાજાધિરાજ ચંદ્રમાએ તેમના ક્રોધને શાંત કરતાં આ પ્રમાણે કહ્યું- (૬) “હે મહાભાગ્યવાન પ્રચેતાઓ! આ વૃક્ષો ઘણ્ધાં દયાપાત્ર છે. તમે એમનો દ્રોહ ન કરો; કારશ્ર કે તમે તો પ્રજાની અભિવૃદ્ધિ કરવા ઇચ્છો છો અને સૌ જાલે છે કે તમે પ્રજાપતિ છો. (૭) અરે મહાત્મા પ્રચેતાઓ! પ્રજાપતિઓના અધિપતિ અવિનાશી ભગવાન શ્રીહરિએ તમામ વનસ્પતિઓ અને ઔષધિઓ કાજાના હિત માટે તેના ખાવા-પીવા માટે બનાવેલી છે. (૮) સંસારમાં પાંખો વડે ઊડતાં ચર (ચેતન) પ્રાબ્રીઓનું ભોજન ફળ-પુષ્ષ વગેરે અચર પદાર્થો છે; પગ વડે ચાલતાં પ્રાણીઓનું ભોજન ઘાસ-તણખલાં વગેરે પગ વિનાના પદાર્થો છે; હાથવાળાં પ્રાણીઓનું ભોજન વૃક્ષ-વેલીઓ વગેરે (હાથ વિનાના) પદાર્થા છે અને બે પગવાળાં મનુષ્યો વગેરે માટે ધાન (ડાંગર), ઘઉં વગેરે અનાજ ભોજન છે. ચાર પગવાળાં બળદ, ઊંટ વગેરે પ્રાણીઓ ખેતી વગેરે થકી થતા અનાજના ઉત્પાદનમાં સહઃથક છે. (૯) હે નિષ્યાપ પ્રચેતાઓ! તમારા પિતાએ અને દેવાધિદેવ ભગવાને તમને એવો આદેશ આપ્યો ૧. પ્રા. પા. - થશાયોગી ! ૨. પ્રા. પા. - જુપિરુવાય 1 3. પ્રા. પા. - કૃક્ષેભ્વઃ | ૪. મરા. પા. - ત્યાદિષ્ણ 1 અ૦૪] છઠ્ઠો સ્કન્ધ 589 આતિષ્ઠત સતાં માર્ગ કોપં યચ્છત દીપિતમ્‌ । પિત્રા પિતામહેનાપિ જુષ્ટં વઃ પ્રપિતામહેઃ ॥ ૧૧ તોકાનાંપ પિતરૌ બન્ધુર્દશઃ પક્ષ્મ સ્રિયાઃ પતિઃ | પતિઃપ્રજાનાં ભિક્ષુણાં ગૃહ્યજ્ઞાનાં બુધઃ સુહત્‌ ॥ ૧૨॥। અન્તર્દેહેષુ ભૂતાનામાત્માડડસ્તેર હરિરીશ્વરઃ । સર્વ તદ્વિષ્હ્યમીક્ષધ્વમેવં વસ્તોષિતો હ્યસૌ ।। ૧૩।। યઃ સમુત્પતિતં દેહ આકાશાન્મન્યુમુલ્બણમ્‌ । આત્મજિજ્ઞાસયા યચ્છેત્‌ સ ગુણાનતિવર્તતે ॥। ૧૪॥ અલં દગ્ધૈુમેર્દીનેઃ ખિલાનાં શિવમસ્તુ વઃ | વારક્ષીહ્ોષા વરા કન્યા પત્નીત્વે પ્રતિગૃહ્યતામ્‌ ॥ ૧૫॥ ઇત્યામન્ત્ય વરારોહાં કન્યામાપ્સરસી નૃપ સોમો રાજા યયૌ દત્ત્વા” તે ધર્મેણોપયેમિરે | ૧૬।॥। તેભ્યસ્તસ્યાં સમભવદદક્ષઃ પ્રાચેતસઃ કિલ | યસ્યર્*પ્રજાવિસર્ગેણ લોકા આપૂરિતાસ્્રયઃ ॥ ૧૭॥ યથા સસર્જ ભૂતાનિ દક્ષો દુહિતૃવત્સલઃ । રેતસા મનસા ચૈવ તન્મમાવહિતઃ શૃણુ ॥૧૮॥ મનસૈવાસૃજત્પૂર્વ પ્રજાપતિરિમાઃ પ્રજાઃ | દેવાસુરમનુષ્યાદીશ્નભઃસ્થલજલૌકસઃ 11૧૯ તમબૃંહિતમાલોક્ય પ્રજાસર્ગ પ્રજાપતિઃ | વિન્ધ્યપાદાનુપદ્રજ્ય સોડચરદ્‌ દુષ્કરંધં તપઃ ॥ ૨૦ ॥ તત્રાઘમર્ષણં નામ તીર્થ પાપહરં પરમ્‌ | ઉપસ્પૃશ્યાનુસવનં તપસાડતોષયદ્ધરિમ્‌ | ૨૧।। અસ્તૌષીદ્ધસગુહ્યોન ભગવન્તમધોક્ષજમ્‌ | તુભ્યંતદભિધાસ્યામિર્ચ કસ્યાતુષ્યદ્યતો હરિઃ ॥ ૨૨ ॥ છે કે તમે પ્રજાનું સર્જન કરો. આવી સ્થિતિમાં તમે વૃક્ષોને બાળી નાખો એ કેમ યોગ્ય હોઈ શકે? (૧૦) તમે પોતાના ક્રોધનું શમન કરો અને પોતાના પિતા, પિતામહ, પ્રપિતામહ વગેરે વડે સેવાયેલા, સત્પુર્‌પોના માર્ગને અનુસરો. (૧૧) જેમ માબાપ બાળકોનું, પાંપણો આંખોનું, પતિ પત્નીનું, ગૃહસ્થ ભિક્ષકોનું અને જ્ઞાનીજનો અજ્ઞાનીઓનું રક્ષણ કરે. છે અને તેમનું કલ્યાણ ઇચ્છે છે તેવી જ રીતે પ્રજાના રક્ષણ અને કલ્યાણ માટે રાજા જવાબદાર હોય છે. (૧૨) હે પ્રચેતાઓ! સમસ્ત પ્રાણીઓના હદયમાં સર્વશક્તિમાન ભગવાન આત્મારૂપે વિરાજમાન છે. તેથી તમે સૌને ભગવાનનું નિવાસસ્થાન સમજો. જો તમે આમ કરશો તો ભગવાનને પ્રસન્ન કરી લેશો. (૧૩) જે મનુપ્ય હદયના ઊકળતા ભયંકર ક્રોધને આત્મવિચાર વડે શરીરમાં જ શાંત કરી દે છે, તેને બહાર નીકળવા દેતો નથી તે કાળક્રમે ત્રણે ગુણો પર વિજય મેળવી લે છે. (૧૪) હે પ્રચેતાઓ! આ. દીન-હીન વૃક્ષોને હવે વધુ બાળો નહીં, જે થોડાંક બચેલાં છે તેમનું રક્ષણ કરો. આનાથી તમારું પલ કલ્યાલ્ર થશે. આ શ્રેષ્ઠ કન્યાનું પાલનપોષબ્ર આ વૃક્ષોએ જ કર્યું છે, તેનો તમે પત્ની તરીકે સ્વીકાર કરો.” (૧૫) હે પરીક્ષિત! વનસ્પતિઓના અધિપતિ ચંદ્રમાએ મ્રચેતાઓને આ પ્રમાણે સમજાવી-મનાવીને તેમને પ્રમ્લોચા અપ્સરાની સુંદરી પુત્રીનું દાન કર્યું અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. પ્રચેતાઓએ ધર્મ અનુસાર તેનું પાલિગ્રહણ કર્યું. (૧૬) તે જ પ્રચેતાઓ વડે તે કન્યાના ગર્ભથી પ્રાચેતસ દક્ષની ઉત્પત્તિ થઈ. પછી એ દક્ષની પ્રજા-સૃષ્ટિથી ત્રણે લોક ભરાઈ ગયા. (૧૭) તેમનો પોતાની પુત્રી પર ખૂબ પ્રેમ હતો. તેમણે જે રીતે પોતાના સંકલ્પ અને વીર્યથી વિવિષ પ્રાણીઓનું જે સર્જન કર્યું તે હું કહી સંભળાવું છું; તમે સાવધાન થઈને તે સાંભળો. (૧૮) કે હે પરીક્ષિત! પ્રજાપતિ દક્ષે સૌપ્રથમ તો જળ, સ્થળ અને આકાશમાં રહેનારા દેવતાઓ, અસુરો તેમ જ મનુષ્યો વગેરે ષ્ટિ પોતાના સંકલ્પથી જ કરી. (૧૯) જ્યારે તેમણે સૃષ્ટિ વધતી જતી નથી ત્યારે તેમલે વિન્થ્યાચળની નજીકના પર્વતો પર જઈને ઘણું ભીષલ્ર તપ કર્યું. (૨૦) ત્યાં એક અત્યંત શ્રેષ્ઠ તીર્થ છે, જેનું નામ છે - અમર્ષણ. તે બધાં પાપ ધોઈ નાખે છે. પ્રજાપતિ દક્ષ તે તીર્થમાં ત્રિકાળ સ્નાન કરતા અને તપ વડે ભગવાનની આરાધના કરતા હતા. (૨૧) પ્રજાપતિ દક્ષે “હંસગુદ્ય’ નામના સ્તોત્રથી ઇન્દ્રિયાતીત ભગવાનની સ્તુતિ કરી હતી, એનાથી ભગવાન તેમના પર પ્રસન્ન થયા હતા. હું તમને તે સ્તુતિ કહી સંભળાવું છું. (ર૨) ૧. પ્રા પા. - લોકાનાં 1 ૨. પ્રા. પા. - ભૂતાનાં શાસ્તાડડ્સતે | ૩. પ્ર. પા. - કરતે ॥ ૪. પ્રા. પા. - તસ્ય 1 ૫. પરા. પા. - દુર, ૬. પ્રા. પા. - સમધિધાસ્મામિ ! 590 શ્રીમદભાગવત [અ૦૪ મકપતિસ્વય નમઃ પરાયાવિતયાનુભૂતયે ગુણત્રયાભાસનિમિત્તબ-ધવે । અદંષ્ટધામ્ને ગુશતત્ત્વબુદ્ધિભિ- ર્નિતૃત્તમાનાય દધે સ્વયમ્ભુવે || ૨૩1! ન યસ્થ સખ્ય પુરુષોડવૈતિ સખ્યુઃ સખા વસન્‌ સંવસતઃ પુરેડસ્મિન્‌ । ગુણ્યો યથા ગુષ્રિનો વ્યક્તદષ્ટે- સ્તસ્મૈ મહેશાય નમસ્કરોમિ || ર૪॥ દેહોડસવોડક્ષ મનવો ભૂતમાત્રા નાત્માનમન્યં ચ વિદુઃ પરં યત્‌ ! સર્વ પુમાન્‌ વેદ ગુષ્યાંથ તજ્શો ન વેદ સર્વજ્ઞમનન્તમીડે 1૨૫! યદોપરામો મતસો તામરૂપ- રૂપસ્ય દષ્ટ્મૃતિસમ્પ્રમોષાત્‌ | થ ઈયતે કેવલયા સ્વસંસ્થયા’ હંસાય તસ્મૈ શુચિસશ્રને નમઃ 1! ર૬॥ મનીપિણોડન્તર્ટીદે સ્નિવેશિત સ્વશક્તિભિર્નવભિશ્વ ત્રિવૃદ્ધિઃ | વહ્ધિં યથા દારુણિ પાગ્ચદશ્ય મનીષયા નિષ્કર્ષન્તિ ગૂઢમ્‌ ૨૭1! સ વૈ મમાશેષવિશેષમાયા- નિષેધનિર્વાણસુખાનુભૂતિઃ 1 સ સર્વનામા સ ચ વિશ્વરૂપઃ પ્રસીદતામનિરુક્તાત્મશક્તિઃ 11૨૮) યધશ્ઞિરુક્તં વચસા નિરૂપિતં ધિયાડક્ષભિર્વા મતસા વોત યસ્ય । મા ભૂત્‌ સ્વરૂપં ગુણરૂપં હિ તત્તત્‌ સ વૈ ગુણાપાયવિસર્ગલક્ષણઃ ॥ ર૯॥ દક્ષ પ્રજાપતિએ આ પ્રમાણે સ્તુતિ કરી “- હે ભગવન્‌! તમારી અનુભૂતિ, તમારી ચિત્‌-શક્તિ (શાન) અમોધ છે. તમે જીવ અને ગ્રકૃતિથી પર, તેમના નિયામક અને તેમને સત્તા- સૂર્તિ આપનારા છો. જે જીવોએ ત્રિગુણ્મયી સૃષ્ટિને જ વાસ્તવિક સત્મ સમજી લીધી છે તેઓ તમારા સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શક્યા નથી; કારણ કે કોઈ પણ પ્રમાણથી આપને જાણવાનું મનુષ્યનું સામર્થથ નથી, તમારી કોઈ અવધિ -કોઈસૌમા નથી. તમે સ્વયંપ્રકાશ અને પરાત્પર છો.હું તમને નમસ્કાર કરું છું, (૨૩; આમ તો જીવ અને ઈશ્વર એકબીજાના સખા છે અને આ જ શરીરમાં એકસાથે રહે છે, પરંતુ જીવ સર્વશક્તિમાન એવા તમારા સખ્યભાવને જાશતો નથી - બરાબર એવી જ રીતે કે જેમ રૂપ, રસ, ગંધ વગેરે વિષયો પોતાને પ્રકાશિત (પ્રગટ) કરનારી નેત્ર, જિહ્કા, ત્રાણ વગેરે ઇન્દ્રિયવૃત્તિઓને જાણતા નથી; કારણ કે તમે જીવ અને જગતના દ્રષ્ટા છો, દશ્ય નહીં, હે મહેશ્વર! હું તમારાં શ્રીચરશ્રોમાં નમસ્કાર કરું છું. (ર૪) દેહ, કાણ, ઇન્દ્રિયો, અંતઃકરણની વૃત્તિઓ, પાંચ મહાભૂતો અને તેમની તન્માત્રાઓ

  • આ બધાં જડ હોવાને કારણે પોતાને તથા પોતાના કિવાયનાને પણ જાણતાં નથી; પરંતુ જીવ (કેત્રજ્) આ બધાંને અને તેમના કારણભૂત સત્ત્વ, ૨% અને તમ - આ ત્રણ ગુભ્રોને પજ જાણે છે, પણ તે પણ દશ્ય કે શેયરૂપે તમને તો નથી જ જાણી શક્તો; કારણ કે તમે જ સર્વજ્ઞ અને અનન્ત છો. તેથી હે પ્રભુ! હું તો માત્ર તમારી સ્તુતિ જ કરું છું. (ર૫) સમાધિકાળમાં દષ્ટ અને સ્મરણરૂપી જ્ઞાન નષ્ટ થઈ જવાને કારશે તામ અને રૂપને જાણનારું મન જ્યારે ઉપરામ થઈ જાય છે, ત્યારે જે માત્ર આત્મજ્ઞાનથી જ પોતાની સ્વરૂપ-સ્થિતિથી પ્રકાશિત થાય છે, ધુદ્ધ અંતઃકરણમાં રહેનારા એવા હંસરૂપ પરમાત્માને મારા નમસ્કાર છે. (ર૬) જેમ યાશ્િકો કાષ્ઠમાં છુપાયેલા અગ્નિને ‘સામિધેની’ના પંદર મંત્રો વડે પ્રગટ કરે. છે, તેવી જ રીતે જ્ઞાનીજનો પોતાના સત્તાવીસ તત્ત્વોની ભીતર ગૂઢભાવે છુપાયેલા પોતાને પોતાની શુદ્ધ બુદ્ધિ વડે હદયમાં જ શોધી લે છે. (૨૭) જગતમાં જેટલી પણ ભિન્નતાઓ દેખાય છે તે બધી માથાની જ છે. માયાનો નિષેધ કરી દીધા પછી પરમસુખના સાથાત્કારસ્વરૂપ તમે જ માત્ર અવશેષ રહો છો. આપની શક્તિનું નિરૂપણ કરવું અસંભવ છે. વિશ્વના બધાં નામ અને બધાં રૂપ તમારા જ છે. હે પ્રભુ! તમે મારા પર પ્રસન્‍ન થાઓ, (૨૮) હે પ્રભુ! વાણીથી જે કંઈ કહેવામાં આવે છે અથવા મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી જે કંઈ ગ્રહણ કરવામાં અ!વે છે તે તમાડું સ્વરૂપ નથી; કારણ કે તે તો ગુશ્રૂપ છે અને લમે ગુદ્યોની ઉત્પત્તિના તથા પ્રલથના અધિષ્ઠાન છો. તમારામાં ૧. પ્રા. પા. - સ્વસગ્સયા | અબજ] છટ્ઠો સ્કન્ધ 591 યસ્મિન્‌ યતો વેન ચ યસ્ય યસ્મૈ યદ યો યથા કુરુતે કાર્યતે ચ૫। પરાવરેષાં પરમં પ્રાક પ્રસિદ્ધ તદ્‌ બ્રહ્મ તહ્વેતુરનન્યદેકમ્‌ | ૩૦॥ વદતાં વાદિનાં વૈ વિવાદસંવાદભુવો ભવત્તિ | ચૈષાં મુહુરાત્મમોહં તસ્મૈ નમોડનન્તગુણાય ભૃમ્ને 1૩૧॥ યચ્છક્તયો કુર્વન્તિ અસ્તીતિ નાસ્તીતિ ચ વસ્તુનિષ્ઠયો- રેકસ્થયોર્ભિન્વિરુદ્ધર્મયોઃ 1 અવેક્ષિતં કિઞ્થન યોગસાડખ્યયોઃ સમં પરં હ્યનુકૂલં બૃહત્તત્‌ 1૩૨॥ યોડનુશ્રહાર્થ ભજતાં પાદમૂલ- મનામરૂપો ભગવાનનત્તઃ 1 નામાનિ રૂપાણિ ચ જન્મકર્મભિ- ભેજે સ ષહ્યં પરમઃ પ્રસીદતુ | ૩૩॥ યઃ પ્રાકૃતેર્શાનપથેર્જનાનાં યથાશયં દેહગતો વિભાતિ | યથાડનિલઃ પાર્થિવમાશ્રિતો ગુણં સ ઈશ્વસે મે કુરુતાન્મનોરથમ્‌ || ૩૪।। શોંછુક 3૧/૨૨ ઇતિ સ્તુતઃ” સંસ્તુવતઃ સ તસ્મિન્નથમર્ષણે | આવિરાસીત્* ફરુશ્રેષ્ઠભગવાન્‌ ભક્તવત્સલઃ ॥ ૩૫॥। કૃતપાદઃ સુપર્ણાસે પ્રલમ્બાષ્ટમહાભુજઃ । ચક્રશદ્વાસિચર્મેષુધનુઃપાશગદાધરઃ ॥૩૬॥ પીતવાસા ધનશ્યામઃ પ્રસન્નવદનેક્ષણઃ । વનમાલાનિવીતાક્નોપ લસચ્છીીવત્સકૌસ્તુભઃ | ૩૭॥। તેમની કેવળ પ્રતૌતિમાત્ર થાય છે. (૨૯) આ સમસ્ત વિશ્વ જેમાં છે, જૈનાથી છે અને જેણે બનાવ્યું છે, જેનું છે અને જેના માટેછે અને જે છે, જેવો રીતે બનાવ્યું છે અથવા બનાવડાવાયું છે તે બધું કાર્ય-કારણથી પર પહેલાંથી જ પ્રસિદ્ધ બ્રહ્મ જ દ તેના સિવાય બીજું કોઈ કારણ નથી, તે જ બધાનું કાઃ અને તે એક જ છે. (૩૦) હે પ્રભુ! તમારી જ શક્તિઓ વાઃ પ્રતિવાદીઓના વિવાદનો અને સંવાદનો વિષય થાવ છે અને તેમને વારંવાર મોહમાં નાખી દેતી રહે છે. તમે અનંત અઝ્રાકૃત કલ્યાણ-ગુણસમુદાયથી યુક્ત છો અને સ્વયં અનંત તમને નમસ્કાર કરું છું. (૩૧) હે ભગવન્‌! ભક્તિયો ઉપાસકો કહે છે કે અમારા ભગવાન હાથ-પગ વઃ અંગોવાળા માકાર વિગ્રહ છે અને સાંખ્યવાદીઓ કહે છે કે ભગવાન હાથ-પગ વગેરે અંગવિગ્રહ વિનાના નિર છે નથી; કારણ કે તે બંનેમાં દેખાનારું તે પરબ્રહ્મ એકજ છે અને બંનેના વર્ણનનો વિષય પણ પરબ્રહ્મ જ છે. આમ બન્નેમાં એ સામ્ય છે. (૩૨) હે પ્રભુ! તમે અનત ર કોઈ પ્રાકૃત નામ કે નથી તો કોઈ પ્રાકૃત રૂપ; જેઓ તમારાં ચરણ્રકમળોની ભક્તિ કરે છે તેમના પર અનુગ્રહ (કૃપા-કરુણા) કરવા માટે તમે અનેક રૂપોમાં પ્રગટ થઈને અનેક લીલાઓ કરો છો તયા તે-તે રૂપો અને લીલાઓ અનુસાર અનેકનામો ધારણ કરો છો. હે પરમાત્મા! તમે મારા કરો, પ્રસન્ન થાઓ. (23૩) લોકોની ઉપાસનાઓ ઘલું કરીને સાધારણ કક્ષાની હોય છે; તેથી તમે સૌના કૃદવમાં રહીને તેમની ભાવના અનુસાર ભિન્ન-ભિન્ન દેવતાઓના રૂપમાં પ્રતીત થતા રહો છો - બરાબર એવી જ રીતે કે જેમ હવા ગંધનો આશ્રય લઈને સુગંધિત પ્રતીત થાય છે, પરંતુ વાસ્તવમાં તે સુગ્રધિત હોતી નથી. આવા, સૌની ભાવનાઓનું અનુસરજ% કરનારા પ્રભુ મારી અભિલાષા પૂર્લ કરો. (૩૪) શ્રીશુકદેવજી કહે છે - હે પરીક્ષિત! વિન્થ્યાચળના અથમર્ષણ તીર્થમાં પ્રજાપતિ દક્ષે જ્યારે આ પ્રમાણે સ્તૃતિ કરી ત્યારે ભક્તવત્સલ ભગવાન તેમની સમ્મુખ પ્રગટ થયા. (૩૫) તે સમયે ભગવાને ગર્‌ડની કાંધ પર ચરણ મુકેલા હતા. વિશાળ અને કષ્ટપુષ્ટ આઠ ભુજાઓ હતી અને તેમાં ચક, શંખ, તલવાર, ઢાલ, બાબ્ર, ધનુષ્ય, પાશ અને ગદા ધારબ્ર કરેલાં હતાં. (૩૬) વર્ષાઝતુના મેઘ જેવા શામળા શરીર પર પીતાંબર લહેરાઈ રહ્યું હતું. મુખર્મડળ પ્રફુલ્લિત હતું. આંખોમાંથી કૃપાની વૃષ્ટિ થઈ રહી હતી. ધૂંટલો સુધી ૨. પ્રા. પા. - વા! ૨. પ્રાચીન પ્રતમાં “શ્રોશુક ઉવાચ’ નથી. ૩. પ્રદ પાં. - સ્તવ | ૪. પ્રા. પા. પા. - વ્વિયિત્રાદ્રો !
  • ક્રાદુરાત 1 પ૫. પ્રા. 592 શ્રીમદભાગવત [અ૦૪ મહાકિરીટકટકઃ સ્કુરન્મકરકુણ્ડલઃ | કાગ્ચ્યડ્ગુલીયવલયનૃપુરાદ્રદભૂષિતત 11૩૮! ત્રૈલોક્યમોહનં રૂપં બિભ્રત્‌ ત્રિભુવનેશ્વરઃ । વૃતો નારદનન્દાધૈઃ પાર્ષદ: સુર્યૂથપૈઃ | ૩૯ સ્તૃયમાનોડનુગાયદ્રિઃ સિદ્ધગન્ધર્વચારણૈઃ । રૂપં તન્મહદાશ્ચર્ય વિચક્ષ્યાગતસાધ્વસઃ । ૪૦॥ નનામ દણ્ડવદ્‌ ભૂમૌ પ્રહષ્ટાત્મા પ્રજાપતિઃ | ત કિગ્યનોદીરયિતુમશકત્‌ તીવ્રયા મુદા । આપૂરિતમનોદ્રારેહદિન્ય ઇવ નિ્ઝરૈઃ 1૪૧ તં તથાડવનતં ભક્તં પ્રજાકામં પ્રજાપતિમ્‌ । ચિત્તજ્ઞઃ 1સર્વભૂતાનામિદમાહ જનાર્દનઃ ॥ ૪૨! શાંભગવાનુવાર પ્રાચેતસ મહાભાગ સંસિદ્ધસ્તપસા ભવાન્‌ | ચચ્છૂદ્ધયા મત્પરયા મવિ ભાવં પરં ગતઃ 1! ૪૩1! પ્રીતોડહં તે પ્રજાનાથ યત્તેડસ્યોદ્બંહણં તપઃ । મમૈષ કામો ભૂતાનાં યદ ભૂયાસુર્વિભૂતયઃ ॥ ૪૪।। બ્રહ્મા ભવો ભવન્તશ્ચ મનવો વિબુધેશ્વરાઃ ! વિભૂતયો મમ હ્યોતા ભૂતાનાં ભૂતિહેતવ: ॥ ૪૫॥ તપો મે હદય બ્રહ્મંસ્તનુર્વિધા ક્રિયાડડકૃતિઃ ! અજ્ઞાનિ ક્રતવો જાતા ધર્મ આત્માસવઃ સુરાઃ ॥ ૪૬॥ અહમેવાસમેવાગ્રે નાન્યત્‌ કિગ્યાન્તરંબહિઃ । સઝ્શ્ઞાનમાત્રમવ્યક્તં પ્રસુમમિવ વિશ્વતઃ ૪૭॥ મય્યનન્તગુણેડનન્તે ગુણતો ગુણવિગ્રહઃ | યદાડડસીત્‌તત એવાધઃ સ્વયમ્ભૂઃસમભૂદજઃ ॥ ૪૮॥ વનમાળા લટકી રહી હતી. વક્ષસસ્થળ પર સોનેરી તેજરેખા - શ્રીવત્સચિદ્ર અને ગળામાં કૌસ્તુભમજિ ઝગમગી રહ્યાં હતાં. (3૭) કીમતી મુગટ, કંકણ, મકરાકાર કુંડળ, કટિમેખલા, વીંટી, કડાં, નૂપુર અને બાજુબંધ પોતપોતાના સ્થાને શોભતાં હતાં. (૩૮) ત્રિભુવનપતિ ભગવાને ત્રણે લોકને મોહ, પમાડતું રૂપ ધારણ કરેલું હતું. નારદ, નંદ, સુનંદ વગેરે. પાર્ષદો તેમની ચારે બાજુએ ઊભા હતા. ઇન્દ્ર વગેરે દેવેશ્વરો સ્તુતિ કરી રહ્યા હતા તથા સિદ્ધ, ગંધર્વો અને ચારણો, ભગવાનના ગુબ્રોનું ગાન કર! રહ્યા હતા. આવું અત્યંત આશ્ચર્યમય અને અર્લાકિક રૃષ જોઈને દક્ષ ગ્રજાપતિ ચકિત થઈ ગયા. (3૯-૪૦) દક્ષ મજાપતિએ આનંદિત થઈને ભગવાનનાં ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. જેમ ઝરણાંઓના જળથી નદીઓ ભરાય છે તેવી જ રીતે પરમાનંદની વિપુલતાર્થી તેમનો એકેએક ઇન્દ્રિય ભરાઈ ગઈ અને આનંદવશ તેઓ કશું બોલી શક્યા નહીં. (૪૧) હે પરીશિત! પ્રજાધતિ દક અત્યંત ન્રતાપૂર્વક નમીને ભગવાનની સમ્મુખ ઊભા રહી ગયા. ભગવાત સૌના કદયની વાત જાશે જ છે; તેમળે દક્ષ પ્રજાપતિની ભક્તિ અને પ્રજાવૃદ્ધિની કામના જોઈને તેમને આ પ્રમાણે કહ્યું. (૪૨). શ્રીભગવાને ક્યું - હે પરમ ભાગ્યશાળી દક! હવે. તમારું તપ સિદ્ધ થઈ ગયું; કારણ કે મારા પર શ્રદ્ધા કરવાથી તમારા હદથમાં મારા પ્રત્યેના પરમ પ્રેમભાવનો પ્રાદુર્ભાવ થઈ ગયો છે. (૪૩) હે પ્રજાપતિ! તમે આ જગતની વૃદ્ધે માટે તપ કર્યું છે, તેથી હું તમારા પર પ્રસન્ન છું; કારણ કેએ મારી જ ઇચ્છા છે કે જગતનાં તમામ પ્રાણીઓ અભિવૃદ્ધિ યામે અને સમૃદ્ધ થાય. (૪૪) બ્રહ્મા, શંકર, તમારા જેવા પ્રજાપતિઓ,સ્વાયંભુવ વગેરે મનુઓ તથા ઇન્દ્ર વગેરે દેવેશ્વરો.
  • આ બધા મારી વિભૂતિઓ છે અને બધાં જ પ્રાણીઓની અભિવૃદ્ધિ કરનારાઓ છે. (૪૫) હે બ્રહ્મન! તપ મારું કૃદય છે, વિધા શરીર છે, કર્મ આકૃતિ છે, યજ્ઞ અંગ છે, ધર્મ મન છે અને દેવતા પ્રાણ છે. (૪૬) જ્યારે અ સૃષ્ટિ ન હતી ત્યારે કેવળ એકમાત્ર હું જ હતો અને તે પણ નિષ્ક્િપરૂપે બહાર-અંદર, ક્યાંય પણ અન્ય કશું જ ન હતું, ન તો હતો કોઈ દ્રષ્ટા કે ન હતું દશ્ય. હું જ માત્ર જાનસ્વરૂપ અને અવ્યક્ત હતો. જેમ જ સમજી લોને કે જાલે બધી તરફ સુષુપ્તિ જ સુષુપ્તિ છવાઈ ગઈ હતી. (૪૭) પ્રિય દક્ષ! હું અનંત ગુશોનો આધાર છું અને પોતે અનંત છું, જ્યારે ગુણમયી માયાના ક્ષુબ્ધ થવાથી આ બ્રહ્માંડ-શરીર પ્રગટ થયું ત્યારે આમાં અયોનિજ આદિપુરુષ બ્રહ્મા ઉત્પન્ન થયા. (૪૮) ૧, પ્રા. પા, - સર્વસત્ત્વાનાત ! અ૦પ] છઠ્ઠો સ્કન્ધ 593 સ વૈ યદા મહાદેવો મમ વીર્યોપબૃંહિતઃ । મેને ખિલમિવાત્માનમુદ્યતઃ સર્ગકર્મણિ । ૪૯॥ અથ મેડભિહિતો દેવસ્તપોડતપ્યત દારુણમ્‌ ! નવ વિશ્વસુજો યુષ્માન્‌ વૅનાદાવસુજહ્રિભુઃ। ।। ૫૦॥ એષા પગ્ચજનસ્યાન્ન દુહિતા વૈ પ્રજાપતેઃ | અસિકની નામ પત્તીત્વે પ્રજેશ ૨ પ્રતિગૃહ્યતામ્‌ ॥ ૫૧॥। મિથુનવ્યવાયધર્મરત્વં પ્રજાસર્ગમિમં પુનઃ । મિથુનવ્યવાયધર્મિણ્યાં ભૂરિશો ભાવવિષ્યસિ ॥ પર || ત્વત્તોડધસ્તાત્‌* પ્રજાઃ સર્વા મિથુનીભૂય માયયા । મદીયયા ભવિષ્યન્તિ હરિષ્યન્તિ ચ મે બલિમ્‌ 1 ૫૩॥। શંશુક ઉશાચ? ઇત્યુક્ત્વા મિષતસ્તસ્ય ભગવાન્‌ વિશ્વભાવનઃ સ્વપ્નોપલબ્ધાર્થ ઇવ તત્વૈવાન્તર્દધે હરિઃ ॥। ૫૪॥ જ્યારે મેં તેમનામાં શક્તિ અને ચેતનાનો સંચાર કર્યો ત્યારે દેવશિરોમણિ બ્રહ્માજી સૃષ્ટિ-સર્જન કરવા માટે ઉધત થયા. પરંતુ તેમણે સર્જન-કાર્ય માટે પોતાને અસમર્થ અન્ભવ્યા. (૪૯) તે સમયે મેં તેમને આજ્ઞા આપી કે તપ કરો. ત્યારે તેમણે ભીષણ તપ કર્યું અને તે તપના પ્રભાવથી તેમણે સૌથી પહેલાં તો તમારું - નવ પ્રજાપતિઓનું સર્જન કર્યું. (૫૦) પ્રિયદક્! જુઓ, આ પંચજન પ્રજાપતિની પુત્રી અસિક્ની છે. તમે તેનું પત્ની તરીકે પાણિગ્રહણ કરો. (૫૧) હવે તમે ગૃહસ્થોચિત સ્રી-સહવાસના ધર્મનો સ્વીકાર, કરો. આ (અસિક્ની) પણ એ જ ધર્મનો સ્વીકાર કરશે અને ત્યારે તમે તેનાથી ઘણી બધી પ્રજા ઉત્પન્ન કરી શકશો. (પર) હે પ્રજાપતિ! અત્યાર સુધી તો માનસી-સૃષ્ટિસર્જન થતું હતું, પલ હવે તમારા પછીની સઘળી પ્રજા મારી માયાથી સ્ત્રી-પુરુષના સંયોગથી જ ઉત્પન્ન થશે અને મારી સેવામાં તત્પર રહેશે. (૫૩) શ્રીશુકદેવજી કહે છે - વિશ્વના જીવનદાતા ભગવાન શ્રીહરિ આમ કહીને દક્ષની સામે જ એવી રીતે અંતર્ધાન થઈ ગયા કે જેમ સ્વપ્નમાં જોયેલી વસ્તુ સ્વપ્ન તૂટી જતાં જ લોપ પામે છે. (૫૪) ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ષષ્ઠસ્કન્ધે” ચતુર્થોડધ્યાયઃ 1 ૪॥ છઠ્ટા સ્કંધ-અંતર્ગત ચોથો અધ્યાય સમાપ્ત.