નવમો અધ્યાય 12૮ પ્રહ્લાદજીએ કરેલી નરસિંહ ભગવાનની સ્તુતિ નાર& 6૧૨ એવં સુરાદયઃ સર્વે બ્રહ્મરુદ્રપુરઃસરાઃ । નોપૈતુમશકન્મન્યુસંરમ્ભું સુદુરાસદમ્ ।૧॥ સાક્ષાચ્દ્રીઃ પ્રેષિતા દેવૈર્દષ્ટ્વા તન્મહદ,હુતમ્ ! અદંષ્ટાશ્રુતપૂર્વત્વાત્ સા નોપેયાય શકિતા |૨॥ પ્રહ્માદં પ્રેષયામાસ બ્રહ્માવસ્થિતમત્તિકે | તાત પ્રશમયોપેહિ સ્વપિત્રે કુપિત પ્રભુમ્ | ૩।। નારદજી કહે છે — આ પ્રમાણે (સ્તુતિ કરવા છતાં પણ) બ્રહ્મા, શંકર વગેરે બધા જ દેવો નરસિંહ ભગવાનના ક્રોધાવેશને ન તો શાંત કરી શક્યા કે ન તો તેમની પાસે જઈ શક્યા. કોઈને નૃસિંહ ભગવાનના આ ભયંકર રૂપને કઈ રીતે શાંત કરવું તેની સમજ પડતી ન હતી. (૧) દેવોએ ભગવાનને શાંત કરવા માટે સ્વયં લક્ષ્મીજીને મોકલ્યાં. તેમણે જઈને જ્યારે નરસિંહ ભગવાનનું તે મહા-અદ્ભુત રૂપ જોયું ત્યારે ભયને લીધે તેઓ તેમની નજીક પણ જઈ શક્યાં નહીં. તેમશે આવું અદ્ભુત રૂપ ન તો કયારેય જોયું હતું કે ન તો સાંભળ્યું પણ હતું. (૨) પછી બ્રહ્માજીએ પોતાની પાસે જ ઊભેલા પ્રહ્લાદજીને એમ કહીને મોકલ્યા કે, “બેટા! તારા જ પિતા પર તો ભગવાન કરુદ્ધ થયા હતા, તો હવે તું જ તેમની પાસે જઈને તેમને શાન્ત કર.’ (૩) ૧. પ્રા. પા. - પારિષદા | ૨. પ્રા. પા. - ન્દયરિતેડરમોટ ! 716 શ્રીમદભાગવત [અ૦૯ તથેતિ શનકૈ રાજન્ મહાભાગવતોડર્ભકઃ | ઉપેત્યય ભુવિ કાયેન નનામ વિધૃતાગ્જલિઃ ૪॥ સ્વપાદમૂલે પતિતં તરમર્ભકં વિલોક્ય દેવઃ કૃપયા પરિપ્લુતઃ | ઉત્થાપ્પ તચ્છીરષ્ણ્યદધાત્કરામ્બુજં કાલાહિવિત્રસ્તધિયાંચ કૃતાભયમ્ 1૫॥ સ તત્કરસ્પર્શધુતાખિલાશુભઃ સપદ્યભિવ્યક્તપરાત્મદર્શનઃ 1 તત્પાદપદ્માં હૃદિ નિર્વૃતો દધો હૃષ્યત્તનુઃ ક્લિત્રહદશ્રુલોચનઃ ॥ ૬। અસ્તૌષીદ્ધરિમેકાગ્રમનમસા સુસમાહિતઃ | પ્રેમગદ્ગદયા વાચા તન્ન્યસ્તહદયેક્ષણઃ || ૭।। ગ્રહાદ ઉવાચ બ્રહ્માદયઃ સુરગણા મુનયોડથ સિદ્ધાઃ સત્તવૈકતાનમતયો વચસાં પ્રવાહેઃ | નારાધિતું પુરુગુણૈરધુનાપિ પિપ્રુઃ કિં તોષ્ટુમર્હતિ સ મે હરિરુગ્રજાતેઃ | ૮॥ મન્યે ધનાભિજનરૂપતપઃશ્રુતૌજ- સ્તેજ પ્રભાવબલપૌરુષબુદ્ધિયોગાઃ2 1 નારાધનાય હિ ભવત્તિ પરસ્ય પુંસો ભક્ત્યા તુતોષ ભગવાન્ ગજયૂથપાય । ૯॥ વિપ્રાદ્ દ્વિષડ્ગુણયુતાદરવિન્દનાભ- પાદારવિન્દવિમુખાચ્છવપચં વરિષ્ઠમ્ | તદર્પિતમનોવચનેહિતાર્થ- પ્રાણં પુનાતિ સ કુલં ન તુ ભૂરિમાનઃ । ૧૦॥ મન્યે નૈવાત્મનઃ પ્રભુરયં નિજલાભપૂર્ણો માનં જનાદવિદુષઃ કરુણો વૃણીતે | યદ યજ્જનો ભગવતે વિદધીત માનં તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રીઃ || ૧૧।! ભગવાનના પરમ પ્રેમી પ્રહ્લાદજીએ “જેવી આજ્ઞા’ કહીને તથા ધીરેથી ભગવાન પાસે જઈને, હાથ જોડીને પૃથ્વી પર સાષ્ટરંગ પ્રણામ કર્યા. (૪) નરસિંહ ભગવાને જોયું કે નાનો- સરખો બાળક મારાં ચરભ્રો પાસે પડેલો છે, તેમનું હદય દયાથી ભરાઈ ગયું. તેમણે પ્રહ્લાદજીને તેમના માથા પર પોતાનો કરકમળ પધરાવ્યો ભયભીત થયેલા મનુષ્યોને અભયદાન આપનારો છે. (૫) ભગવાનના કર-કમળનો સ્પર્શ થતાં જ તેમના તમામ અમંગળ નષ્ટ થઈ ગયા; અને તત્કાળ તેમને પરમાત્મતત્ત્વનો સાક્ષાત્કાર થઈ ગયો. તેમણે ઘણા પ્રેમ અને આનંદમાં મગ્ન થઈને ભગવાનનાં ચરણકમળોને પોતાના હૃદયમાં ધારણ કરી લીધાં. તે સાથે તેમનું સઘળું શરીર પુલકિત થઈ ગયું, ફૃદયમાં પ્રેમની ધારા વહેવા લાગી અને નેત્રોમાંથી આનંદનાં અશ્રુ ટપકવા લાગ્યાં. (૬) પ્રહ્લાદજી ભાવવિભોર હૃદય અને અનિમેષ નેત્રોથી ભગવાનને નીરખી રહ્યા હતા. ભાવસમાધિથી સ્વયં એકાગ્ર થયેલા મનથી તેમણે ભગવાનના ગુશ્ોનું ચિંતન કરતાં-કરતાં પ્રેમથી ગદગદ થયેલી વાણીથી સ્તુતિ કરી. (૭) પ્રહ્લાદજીએ (સ્તુતિ કરતાં) કહ્યું - બ્રહ્મા વગેરે દેવો, જ્ષિમુનિઓ અને સિદ્ધ પુરુષોની બુદ્ધિ નિરંતર સત્વગુણમાં જ સ્થિત રહે છે, તોપણ તેઓ અવિરત સ્તુતિથી અને પોતાના વિવિધ ગુજ્ોથી આપને હજી સુધી સંતુષ્ટ કરી શક્યા નથી; તો પછી હું તો ઘોર અસુર જાતિમાં ઉત્પન્ન થયેલો, હું આપની શું સ્તુતિ કરી શકું? (૮) હું સમજું છું કે ધન, કુલીનતા, રૂપ, તપ, વિધા, ઓજ, તેજ, પ્રભાવ, બળ, પૌરુષ, શાન અને યોગ -આ બધા જ ગુણ પરમપુરુષ ભગવાનને સંતુષ્ટ કરવાને સમર્થ નથી; પરંતુ ભક્તિ આપને અત્યંત પ્રિય છે તેથી જ આપ ગજેન્દ્ર ૫ર પણ સંતુષ્ટ થઈ ગયા હતા. (૯) મારી સમજ મુજબ, ઉપરોક્ત બાર ગુશોથી યુક્ત બ્રાહમ્ન હોવા છતાં પણ જો ભગવાન પદ્મનાભનાં ચરણકમળની ભક્તિ એનામાં ન હોય તો તેના કરતાં તે ચાંડાલ શ્રેષ્ઠ છે કે જેશે પોતાનાં મન, વચન, કર્મ, ધન અને પ્રાણ ભગવાનનાં ચરણોમાં સમર્પિત કરી દીધાં છે; કારણ કે તે ચાંડાલ પોતાના કુળ સુધ્યાંને પવિત્ર કરી દે છે અને શ્રેષ્ઠ્તાનું અભિમાન રાખનારો તે બ્રાહ્મણ તો પોતાને પણ પવિત્ર કરી શકતો નથી. (૧૦) સર્વશક્તિમાન પ્રભુ આપ્તકામ હોવાને લીધે તેમને કોઈની સેવા-પૂજાની જરૂર નથી છતાં પણ તેઓ કરુણાવશ ભોળા ભક્તોના કલ્યાણ માટે તેમના વડે કરાયેલી પૂજા સ્વીકારી લે છે. જેમ પોતાના મુખનું સૌંદર્ય દર્પશ્નમાં દેખાતા પ્રતિબિંબને પણ સુંદર બનાવી દે છે તેવી જ રીતે ભક્ત ભગવાન પ્રત્યે જે સમ્માન વ્યક્ત કરે છે તે સ્વયં ૧. પ્રા. પા. - ઉત્પત્ય |! ૨. પ્રા. પા. - વહિનિર્દષ્ષિ | ૩. પ્રા. પા. - તપ્રતાપન | અ૦૯] સાતમો સંધ 717 તસ્માદર્હેં વિગતવિક્લવ ઈશ્વરસ્ય સર્વાત્મના મહિ ગૃણામિ યથામનીષમ્ | નીચોડજ્યા ગુણવિસર્ગમનુપ્રવિષ્ટઃ પૂષેત યેન હિ પુમાનનુવર્ણિતેન ॥૧૨॥ સર્વે હ્ામી વિધિકરાસ્તવ સત્ત્વધામ્નો બ્રહ્માદયો વયમિવેશ ન ચોદ્વિજન્તઃ | ક્ષેમાય ભૂતય ઉતાત્મસુખાય ચાસ્ય વિક્રીડિત ભગવતો રુચિરાવતારૈઃ | ૧૩॥ તદ્ યચ્છ મન્યુમસુરશ્ચ હતસ્ત્વયાડધ મોદેત સાધુરપિ વૃશ્ચિકસર્પહત્યા | લોકાશ્ચ નિર્વૃતિમિતાઃ પ્રતિયન્તિ સર્વે રૂપં નૃસિંહ વિભયાય જનાઃ સ્મરન્તિ ॥ ૧૪॥ નાહ બિભેમ્યજિત તેડતિભયાનકાસ્ય- જિહ્માર્કનેત્રભ્રુકુટીરભસોગ્રદંષ્ટ્રત્ આત્ત્રત્રજઃ ક્ષતજકેસરશડકુકણા- ન્વિર્કાદભીતદિગિભાદરિભિન્નખાગ્રાત્ 1 ૧૫॥ ત્રસ્તોડસ્મ્યહં* કૃપણવત્સલ દુઃસહોગ્ર- સંસારચક્રકદનાદ્રે ગ્રસતાં પ્રણીતઃ । બદ્ધઃ સ્વકર્મભિરુશત્તમ તેડડદ્રિમૂલ પ્રીતોડપવર્ગશરણં હ્યયસે કદા નુ1૧૬॥ યસ્માભ્મિયાપ્રિયવિયોગસયોગજન્મ- શોકાગ્નિના સકલયોનિષુ દહ્યમાનઃ । દુઃખૌષધં તદપિ દુઃખમતદ્વિયાડહં ભૂમન્ ભ્રમામિ વદ મે તવ દાસ્યયોગમ્ 1 ૧૭॥। સોડ્હં પ્રિયસ્ય સુહૃદઃ પરદેવતાયા લીલાકથાસ્તવ નૃસિંહ વિરિઝ્યગીતાઃ । અગ્જસ્તિતર્મ્યનુગ્રણન્ ગુણવિપ્રમુક્તો દુર્ગાણિ તે પદ્યુગાલયહંસસ%્નઃ || ૧૮! સમ્માનિત થાય છે. (૧૧) તેથી, હું સર્વથા અયોગ્ય અને અનધિકારી હોવા છતાં પલ્ર નિઃશંકપજો, પોતાની બુદ્ધિ અનુસાર સર્વ પ્રકારે ભગવાનના મહિમાનું વર્થન કરી રહ્યો છું. આ મહિમાના ગાનનો જ એવો પ્રભાવ છે કે અવિદ્યાને લીષે સંસારના ચકરાવામાં પડેલો જીવ તત્કાળ પવિત્ર થઈ જાય છે. (૧૨) હે ભગવન્! આપ સત્ત્વગુણના આશ્રય છો. આ બ્રહ્મા વગેરે તમામ દેવો આપના આજ્ઞાકૅત ભક્તો છે. તેઓ અમારા - દૈત્યોની જેમ આપની સાથે દ્ૅપ કરતા નથ પ્રભુ! આપ મોટા-મોટા સુંદર-સુંદર અવતાર ગ્રહણ કરીને આ જગતના કલ્યાણ અને અભ્ધુદય માટે તથા તેને આત્માનંદની પ્રાપ્તિ કરાવવા માટે અનેક પ્રકારની લીલાઓ છો. (૧૩) જે અસુરને મારવા માટે આપે કોધ કર્યો તે મરાઈ ચૂક્યો છે. હવે આપ પોતાનો કોધ શાંત કરો. જેમ ઉષદ્રવ કરનારા વીંછી અને સાપના મરવાથી સજ્જનો પલ સુખી (આનંદિત) જ થાય છે તેવી જ રીતે આ દૈત્યનો સંહાર થવાથી બધા જ લોકોને ઘણું સુખ મળ્યું છે. હવે બધા આપના શાંત સ્વરૂપને નીરખવા ઇચ્છે છે, હે નરસિંહદેવ! ભયમાંથી મુક્ત થવા માટે ભક્તજનો આપના આ રૂપનું સ્મરણ કરશે. (૧૪) હે પરમાત્મા! આપનું મુખ ધણું ભયાનક છે; આપની જીભ લપકારા મારી રહી છે; આપની આંખો સૂર્વ જેવી છે; આપનાં ભવાં ચડેલાં છે; દાઢો ઘણી તીક છે. આંતરડાંઓની માળા, લોહીથી તરબોળ ગરદનના વળ, ભાલા જેવા ટટ્ટાર ઊભા કાન અને દિગ્ગજોને પબ્ર ભષભીત કરી મૂકતી સિંહગર્જના તેમ જ શત્રુઓને કાડી નાખતા આપના આ નખ જોઈને હું સહેજ પણ ભયભીત થયો નથી. (૧૫) પરંતુ હે દીનબંધુ! હું જો ભયભીત છું તો માત્ર આ ઉગ્ર અને અસહ્ય સંસાર-ચક્રમાં પિસાવાથી જ. હું પોતાનાં કર્મોના બંધનથી બંધાઈને આ ભયંકર પ્રાણીઓ વચ્ચે પડેલો છું. હે મારા સ્વામી! આપ પ્રસન્ન થઈને મને ક્યારે પોતાનાં તે ચરલકમળોમાં બોલાવી લેશો? કેમકે આપના તે ચરણકમળ સમસ્ત જીવોનું એકમાત્ર શરણ અને મોક્ષ-સ્વરૂપ છે! (૧૬) હે અનંત! હું જે જે યોનિઓમાં ગયો તે બધી જ યોનિઓમાં ઉયના વિષોગથી અને અપ્રિયના સંયોગથી થતા શોકના અગ્નિમાં શેકાતો રહ્યો. તે દુઃખોને દર કરનારું જે ઔષ’ તે પણ દુઃખરૂપ જ છે. હું, ખબર નહીં, અનાત્મ વસ્તુઓને આત્મા સમજીને ક્યારથી આમ-તેમ ભટકી રહ્યો છું! હવે આપ એવું સાધન બતાવો કે જેનાથી આપની સેવા-ભક્તિ પ્રાપ્ત કરી શકું. (૧૭) હે પ્રભુ! આપ અમારા પ્રિય છો, નિર્ટેતુક હિતૈષી સુકદ છો. આપ જ વાસ્તવમાં સૌના પરમ ૧. પ્રા. પા. - બસ્મ્યલં | ૨, પ્રા. પા. - ન્ગહનાદ્ ! 718 શ્રીમદભાગવત [અ૦૯ બાલસ્ય નેહ શરણં પિતરૌ નૃસિંહ નાર્તસ્ય ચાગદમુદન્વતિ મજ્જતો નૌઃ । તપ્તસ્ય તત્ય્રતિવિધિર્ય ઇહાઝ્જસેષ્ટ- સ્તાવદ્વિભો તનુભૂૃતાં ત્વદુપેક્ષિતાનામ્ ॥ ૧૯॥ યસ્મિન્યતો યર્હિ યેન ચ યસ્ય યસ્માદ્ યસ્મૈ યથા યદુત યસ્ત્વપરઃ પરો વા | ભાવઃ કરોતિ વિકરોતિ પૃથકસ્વભાવઃ સગ્ચોદિતસ્તદખિલં ભવતઃ સ્વરૂપમ્ । ૨૦॥ માયા મનઃ સૃજતિ કર્મમયં બલીયઃ કાલેન ચોદિતગુણાનુમતેન પુંસઃ | છન્દોમયં યદજયાડર્પિતષોડશારં સંસારચક્રમજ કોડતિતરેત્ ત્વદન્યઃ || ૨૧॥। સત્વંહિનિત્યવિજિતાત્મગુણઃ સ્વધામ્ના કાલો વશીકૃતવિસજયવિસર્ગશક્તિઃ | ચક્રે વિસૃષ્ટમજયેશ્વર પષોડશારે નિષ્પીડ્યમાનમુપકર્ષ વિભો પ્રપન્નમ્ ॥ ર૨ ॥ દૃષ્ટા મયા દિવિ વિભોડખિલધિષ્ણ્યપાના- માયુઃ શ્રિયો વિભવ ઇચ્છતિ યાગ્જનોડયમ્ | યેડસ્મત્પિતુઃ કુપિતહાસવિજૃમિમતભ્રૂ- વિસ્ફર્જિતેન લુલિતાઃ સ તુ તે નિરસ્તઃ ॥ ૨૩॥ તસ્માદમૂસ્તનુભૃતામહમાશિષો જ્ઞ આયુઃ શ્રિયં વિભવમૈન્દ્રિયમાવિરિઞ્ચાત્ નેચ્છામિ તે વિલુલિતાનુરુવિક્રમેણ કાલાત્મનોપનય માં નિજભૃત્યપાર્શ્રમ્ ।। ર૪॥। આરાધ્ય છો. બ્રહ્માજીએ ગાયેલી આપની લીલા-કથાઓનું ગાન કરતો રહીને અને આપના ભક્તોનો સંગ કરીને હું અનાયાસે રાગ વગેરે પ્રાકૃત ગુણોથી છૂટી ઈશ અને આ સંસારની મુશ્કેલીઓને પાર કરીને આપને પ્રાપ્ત થઈ જઈશ. (૧૮) હે ભગવાન નરસિંહ! સંસારના જીવોનાં દુઃખ દૂર કરવાના અનેક ઉપાયો છે પરંતુ આપના દ્વારા ઉપેક્ષિત જીવોને તે ઉપાય સુખી કરી શકતા નથી; ત્યાં સુધી કે માબાપ બાળકોનું રક્ષણ કરી શકતાં નથી, ઓષધ રોગને મટાડી શકતું નથી અને નાવ સમુદ્રમાં ડૂબતાને બચાવી શકતી નથી. પરંતુ આ બધા વિધ્નો આપના ભક્તનું કાંઈ બગાડી શકતાં નથી. (૧૯) સત્તવાદિ ગુણ્ઞોના કારણે ભિન્ન-ભિન્ન સ્વભાવના જેટલા પલ દેવ-મનુષ્યો આદિ અનેક પ્રકારના જીવોની ઉત્પત્તિ આપના જ સંકલ્પથી થઈ છે. આપ આપના સંકલ્પથી તેનું નિર્માણ પણ કરો છો અને તેને નષ્ટ પજ કરો છો. આ સમગ્ર વિશ્વ આપનું જ સ્વરૂપ છે. આ વિશ્વમાં જેનાથી, જયારે જે સાધનથી અને જેની સહાયતાથી જેનું રૂપાંતર થાય છે અને જેના માટે થાય છે અને જે રીતે થાય છે તેનું ઉપાદાન અને નિમિત્ત કારણ પણ આપ જ છો. અર્થાત્ આપના સિવાય વિશ્વમાં અન્ય કોઈ પણ વસ્તુ-પદાર્થ નથી. આ આખા વિશ્વના પ્રેરક પણ આપ જ છો. (૨૦) ભગવાનના સંકલ્પથી કાળ વડે ગુજ્રોમાં ક્રોભ થવાથી માયા, મનઃપ્રધાન લિંગશરીરનું નિર્માણ કરે છે. આ લિંગશરીર બળવાન કર્મમધ તેમ જ અનેક નામ-રૂપોમાં આસક્ત - વેદોક્ત કર્મ કરનારું છે; અને આ જ (લિંગશરીર) અવિધા વડે કલ્પિત મન, દશ ઇન્દ્રિયો અને પાંચ તન્માત્રાઓ - આ સોળ આરાઓવાળું સંસાર-ચક્ર છે. હે અજન્મા પ્રભુ! આપનાથી ભિન્ન રહેનારો એવો કયો મનુષ્ય છે કે જે આ મનરૂપી સંસારચક્રને પાર કરી શકે છે? (૨૧) હે સર્વશક્તિમાન પ્રભુ! માયા મને આ સોળ આરાવાળા સંસારચક્રમાં નાખીને શેરડીની જેમ પીસી રહી છે. આપ પોતાની ચૈતન્યશક્તિથી બુદ્ધિના સમસ્ત ગુશ્રોને અને પોતાના કાળ-રૂપથી સમસ્ત સાધ્યો અને સાધનોને પોતાને આધીન રાખો આપના શરણમાં આવ્યો છું. આપ મને આ બધાથી બચાવી લો અને પોતાના સાંનિધ્યમાં ખેંચી લો. (૨ ર) હે ભગવન્! જેમના માટે સંસારી લોકો તલસતા રહે છે તે, સ્વર્ગમાં મળતાં સમસ્ત લોકપાલોનાં આયુષ્ય, લક્ષ્મી અને એશ્ચર્યને મેં ખૂબ જોઈ લીધાં છે. જે સમયે મારા પિતા સહેજ કોધ કરીને હસતા હતા અને એનાથી તેમનાં ભવાં થોડાં ત્રાંસા થઈ જતાં હતાં ત્યારે સ્વર્ગની તે બધી સંપત્તિઓનું ક્યાંય ઠામઠેકાણું રહેવા પામતું ન હતું, તેવા મારા તે પિતા પણ આપના હાયે મૃત્યુ પામ્યા. (૨ 3) તેથી બ્રહ્મલોક પર્યતનાં આયુષ્ય, લક્ષ્મી, એશ્વર્ય અને તે ઇન્દ્રિયભોગો કે જેમની સંસારી જીવો ચાહના કરતા રહે છે, તેમને હું ઇચ્છતો અ૦૯] સાતમો સ્કંપ 719 કુત્રાશિષઃ શ્રુતિસુખા મૃગતૃષ્ણિરૂપાઃ ક્વેદં કલેવરમશેષરુજાં વિરોહઃ૧ । નિર્વિઘતે ન તુ જનો યદપીતિ વિદ્ધાન્ કામાનલં મધુલવૈઃ શમયન્ દુરાપૈઃ ॥ ૨૫॥ ક્વાહં રજઃપ્રભવ ઈશ તમોડધિકેડસ્મિન્ જાત: સુરેતરકુલે ક્વ તવાનુકમ્પા । ન બ્રહ્મણો ન તુ ભવસ્ય ન વૈ રમાયા યન્મેડર્ષિતઃ શિરસિ પદ્મકરઃ પ્રસાદઃ ॥ ર૬! નૈષા પરાવરમતિર્ભવતો નનુ સ્યા- જજન્તોર્યથાડડત્મસુહદો જગતસ્તથાપિ । સંસેવયા સુરતરોરિવ તે પ્રસાદઃ સેવાનુરૂપમુદયો ન પરાવરત્વમ્ 1૨૭ એવં જનં નિપતિતં પ્રભવાહિકૂપે કામાભિકામમનુ યઃ પ્રપતન્ પ્રસદ્ઞાત્ ! કૃત્વાડડત્મસાત્ સુરર્ષિણાભગવન્ ગૃહીતઃ સોડહં કથ નુ વિસૃજે તવ ભૃત્યસેવામ્ ॥ ર૮॥ મત્ય્રાણરક્ષણમનન્ત પિતુર્વધશ્ચ મન્યે સ્વભૃત્યત્દષિવાક્યમૃતં વિધાતુમ્ । ખડગં પ્રગૃદ્ય યદવોચદસદ્રિધિત્સુચ- સ્ત્વામીશ્વરો મદપરોડવતુ કં હરામિ ॥ ર૯॥ એકરત્વમેવ જગદેતદમુષ્ય યત્ત્વ- માધન્તયોઃ પૃથગવસ્યસિ મધ્યતશ્ચ | સૃષ્ટ્વા ગુણવ્યતિકરં નિજમાયયેદં નાનેવ તૈરવસિતસ્તદનુપ્રવિષ્ટઃ | ૩૦॥ ત્વં વા ઇદં સદસદીશ ભવાંસ્તતોકન્યો માયા યદાત્મપરબુદ્ધિરિયં હ્યપાર્થા | યદ્ યસ્ય જન્મ નિધનં સ્થિતિરીક્ષણં ચ તહૈ તદેવ વસુકાલવદષ્ટિતર્વોઃ ॥ ૩૧॥ નથી; કારણ કે હું જાણું છું કે અત્યંત શક્તિશાળી કાળનું રૂપ ધારણ કરીને આપે તેમને ગ્રસ્ત કરી રાખ્યાં છે. તેથી મને આપ પોત્તાના ભક્તોના સાંનિધ્યમાં સ્થાન આપો. (૨૪) વિષયભોગોની વાતો સાંભળવામાં તો સારી લાગે છે, પણ વાસ્તવમાં તેઓ મૃગજળ જેવી તદન મિથ્થા છે અને આ શરીર, કે જેનાથી તે ભોગો ભોગવવામાં આવે છે તે પણ અગબિત રોગોનું ઉદ્ગમસ્થાન છે. ક્યાં તે મિથ્યા વિષષભોગો અને ક્યાં આ રોગયુક્ત શરીર? આ બંનેનીક્ષણભંગુરતા અને સારહીનતા જાણવા છતાં પણ મનુષ્ય એમાંથી વિરક્ત થતો નથી. તે મહામુશ્કેલીએ પ્રાપ્ત થતા ભોગોનાં નાનાં-નાનાં મધુબિદુઓથી [પોતાની કામનાઓનો અગ્નિ બુઝાવવાનો પ્રયત્ન કરે છે!/ (૨૫)/હે પ્રભુ! ક્યાં આ તમોગુણી અસુરફુળમાં ઉત્પન્ન થયેલો હું અને ક્યાં તમારી અનંતકૃપા? ધન્ય છે! પોતાનો પરમપ્રસાદ-સ્વરૂપ અને સકળ સંતાપને હરનારો કરકમળ મારા મસ્તક ઉપર પધરાવ્યોછે, કે જે આપે બ્રહ્મા, શંકર અને લક્ષ્મીજીના માથે પણ મૂક્યો નથી. (ર૬) આપનામાં બીજા સંસારી જીવોની જેમ નાના-મોટાનો ભેદભાવ નથી; કારણ કે આપ સૌના આત્મા અને અકારલ પ્રેમી છો, અને તેમ છતાં કલ્પવૃક્ષ સમાન આપનો કૃપાપ્રસાદ પલ સેવા-ભક્તિથી જપ્રાપ્ત થાય છે. જીવો પર (તેમની) સેવા અનુસાર જ આપની કૃપાનો ઉદય થાય છે. આપનામાં ઊંચ-નીચનો ભેદભાવ નથી. (૨૭) હે ભગવન્! આ સંસાર એક એવો અંધારિયો કૂવો છે કે જેમાં કાળરૂપી સર્પ ડસવા માટે હમેશાં તૈયાર રહે છે. [વિષયભોગોના કામી મનુષ્યો તેમાં પડેલા છે. હું પણ પ્રસંગવશ તેમાં પડવાનો જ હતો, પરંતુ હે ભગવન! દેવર્ષિ નારદે ઘબ્રી કૃપા કરીને મને અપનાવી લીધો અને મારું કલ્યાણ કર્યું છે. તો. પછી હું આપના ભક્તજનોની સેવા કેવી રીતે છોડી શકું?(૨૮) હે અનંત! જે સમયે મારા પિતાએ મને મારવા હાથથી ખ$ ઉપાડીને કહ્યું કે “જો મારા સિવાય કોઈ બીજો ઈશ્વર છે તો તને બચાવે, હું તારો શિરચ્કેદ કરું છું’ તે સમવે આપે મારા પ્રાલનું રક્ષણ કર્યું અને મારા પિતાનો વધ કર્યો. હું તો સમજું છુંકે આપે પોતાના પ્રેમીભક્તો સનકાદિત્કષિઓનું વચન સત્ય કરવા માટે જ એમ કર્યું છે. (૨૯) હે ભગવન્! આ સંપૂર્ણ જગત એકમાત્ર આપનું જ સ્વરૂપ છે, કારણ કે એના આદિમાં આપ જ કારણભૂત હતા, ઉત્પન્ન કરીને જગતનું સર્જન કરો છો અને એમાં વિધમાન હોવા છતાં પણ પ્રવેશની લીલા કરો છો અને તે ગુણોથી યુ થઈને અનેક જેવા જણાઓ છો, (૩૦) હે ભગવન! કાર્વ- ૧. પ્રા. પા.
- થિષોતઃ | ૨. પ્રા. પા. - ત્શસુન્ બિબિત્સુન ! 720 શ્રીમદભાગવત [અ૦૯ ન્યસ્યેદમાત્મનિ જગહ્દિલયામ્બુમધ્યે શેષેડડત્મતા નિજસુખાનુભવો નિરીહઃ । યોગેન મીલિતટંગાત્મનિપીતનિદ્ર- સ્તુર્યે સ્થિતો ન તુ તમો ન ગુશ્ાંશ્ચ યુડક્ને !। ૩૨॥ તસ્વૈવ તે વપુરિદં૨ નિજકાલશક્ત્યા સગ્ચોદિતપ્રકૃતિધર્મણ આત્મગૂઢમ્ | અમ્ભસ્યનન્તશયનાદ્ વિરમત્સમાધે- ર્તાભેરભૂત્ સ્વકણિકાવટવન્મહાબ્જમ્ ॥ ૩૩॥ તત્સમ્ભવઃ કવિરતોડન્યદપશ્યમાન- હ્ત્વાંબીજમાત્મનિ તતંસ્વબહિર્વિચિન્ત્ય । નાવિન્દદબ્દશતમપ્સુ નિમજ્જમાનો જાતેડડકુરે કથમુ હોપલભેત બીજમ્ ॥ ૩૪॥ સત્વાત્મયોનિરતિવિસ્મિત આસ્થિતોડબ્જં કાલેન તીવ્રતપસા પરિશુદ્ધભાવઃ | ત્વામાત્મનીશ ભુવિ ગન્ધમિવાતિસૂક્ષ્મં ભૂતેન્દ્રિયાશયમયે વિતતં દદર્શ ॥૩૫॥ એવં સહસવદનાડધ્રિશિરઃકરોરુ- નાસાસ્યકર્ણનયનાભરણાયુધાઢ્ચમ્ | માયામયં સદુપલક્ષિતસંનિવેશં* દંષ્ટ્વા મહાપુરુષમાપ મુદં વિરિગ્ચઃ ॥ ૩૬॥ તસ્મૈ ભવાન્ હયશિરસ્તનુવં ચ બિભ્રદ્ વેદકુહાવતિબલૌ મધુકેટભાખ્યો | હત્વાડડનયચ્છુતિગણાંસ્તું રજસ્તમશ્ચ સત્ત્વ તવ પ્રિયતમાં તનુમામનન્તિ ॥ ૩૭॥ કારણરૂપે આ જે કંઈ પ્રતીત થઈ રહ્યું છે તે બધું આપ જ છો અને તેનાથી ભિન્ન પણ આપ જ છો. પોતાનું-પારકું એવો શ્રેદભાવ તો અર્થહીન શબ્દોની માયા છે; કારણ કે જે પરમાત્માથી આ વિશ્ની ઉત્પત્તિ, સ્થિતિ, લય અને પ્રકાશ, થાય છે તે તેનું જ સ્વરૂપ હોય છે - જેમ કે બીજ અને વૃક્ષ કાર્ય અને કારણની દષ્ટિએ અલગ-અલગ છે તોપણ ગંધ- તન્માત્રાની દષ્ટિએ તે બંને એક જ છે. (૩૧) હેભગવન્!આ સમસ્ત વિશ્વનેઆપ પોતે જપોતાનામાં સમાવી લઈને આત્મસુખનો અનુભવ કરતા રહીને નિષ્ક્રિય થઈને પ્રલયકાલીન જળમાં શયન કરો છો. તે સમયે પોતાના સ્વયંસિદ્ધ યોગ વડે બાહ્ય દષ્ટિને બંધ કરીને આપ પોતાના સ્વરૂપના પ્રકાશમાં નિદ્રાને વિલીન કરી લો છો અને તુરીય બ્રહ્મપદમાં સ્થિત રહો છો. તે સમયે આપ નથી તો તમોગુલરથી યુક્ત હોતા કે નથી તો વિષયોને અપનાવતા. (૩૨) આય પોતાની કાળશક્તિથી પ્રકૃતિનઃ ગુદ્ોને પ્રેરો છો, તેથી આ બ્રહ્માંડ આપનું જ શરીર છે. પહેલાં તે આપનામાં જ લીન હતું. જ્યારે પ્રલથકાલીન જળમાં શેષશષ્યા પર સૂતેલા આપે યોગનિદ્રા-સમાધિને ત્યજી દીધી ત્યારે, બીજમાંથી વિશાળ વટવૃક્ષ થાય તેમ, આપની નાભિમાંથી બ્રહ્માંડ-કમળ ઉત્પન્ન થયું. (૩૩) તેના પર સૂક્ભદર્શી બ્રહ્માજી પ્રગટ થયા. જયા તેમને કમળ સિવાય અન્ય કશું પણ દેખાયું નહી ત્યારે પોતાનામાં બીજરૂષે વ્યાપ્ત પોતાને તેઓ ઓળખી શક્યા નર્હી અને પોતાને પોતાનાથી બહાર સમજીને જળમાં પ્રવેશીને સો વર્ષો સુર્ધ ખોળતા રહ્યા. પણ ત્યાં તેમને કશું મળ્યું નહીં. એ ઉચિતજ છે, કારણ કે અંકુર નીકળી આવ્યા પછી તેનામાં વ્યાપ્ત બીજને કોઈ બહાર અલગ કેવી રીતે જોઈ શકે? (૩૪) બ્રહ્માજીને ઘણું આશ્ચર્ય થયું,તેઓ હારીને કમળ પર બેસી ગયા. દીર્ધકાળ વીતતાં તીવ્ર તધ કરવાથી જ્યારે તેમનું હદય શુદ્ધ થઈ ગયું ત્યારે તેમને ભૂતો, ઇન્દ્રિયો અને અંતઃકરણરૂપ પોતાના શરીરમાં જ તદરૂપ રહેલા પોતાના સૂક્ષ્મરૂપનો સાક્ષાત્કાર થયો, બરાબર એવી જ રીતે કે જેમ પૃથ્વીને તેની અતિસુહ્મ ગંધ” તન્માત્રાનો થાય છે. (૩૫) બ્રહ્માજીએ પોતાનામાં જ ભગવાનના તે વિરાટરૂપને જોયું. તે વિરાટ પુરુષ હજારો મુખ, ચરણ, માથાં, હાથ, જાંઘો, નાસિકા, કાન, આંખ, આભૂષલો અને આયુધોથી યુક્ત હતો. ચૌદે લોક તેનાં વિભિન્ન અંગોરૂપે શોભાયમાન હતા. ભગવાનની એક લીલામક મૂર્તિ હતો. તેને જોઈને બ્રહ્માજીને ઘણો આનંદ થયો. (૩૬) રજોગુણ અને તમોગુબ્રરૂપ મધુ અને કૈટભ નામના બે મહાબળવાન દૈત્યો જ્યારે વેદો ચોરી ગ્રયા ત્યારે આપે હયગ્રીવ-અવતાર ધારણ કર્યો અને તે બંનેને મારીને ૧. પ્રા. પા. - શેષાસમો | ૨. પ્રા. પા. - પુનરિં | 3. પ્રા. પા. - ત્લક્કાસં- | ૪. પ્રા. પા. - હત્વા પુનઃ સ્થિતિગુશ્ાંથ ! સ૦૯] સાતમો સંધ 7 ઇત્થં નૃતિર્યગૃષિદેવઝપાવતારે૧- રલોકાન્વિભાવયસિહંસિ જગત્પ્રતીપાન્ । ધર્મ મહાપુરુષ પાસિ યુગાતુવૃત્ત ઇન્નઃ કલી યદભવસ્તિયુગોડથ* સત્વમ્ ॥ ૩૮॥ નૈતન્મનસ્તવ કથાસુ વિકુણ્ઠનાથ સમ્પ્રીયતે દુરિતદુષ્ટમસાધુ તીવ્રમ્ | કામાતુરં હર્ષશોકભયૈષણાર્ત* તસ્મિન્ કયં તવ ગાંતેં વિમૃશામિ દીનઃ ॥ ૩૯॥ જિહ્યેકતોડચ્યુત વિકર્ષતિ માડવિતૃમા શિશ્નોડન્યતસ્ત્વગુદરં શ્રવણં કુતશ્ચિત્ । ઘ્રાણોડન્યતશ્ચપલદંક્ ક્વ ચ કર્મશક્તિ- ર્બહ્ચઃ સપત્ન્ય ઇવ ગેહપતિં લુનાન્તિ | ૪૦॥ એવં સ્વકર્મપતિતં ભવવૈતરણ્યા- મન્યોન્યજન્મમરણાશનભીતભીતમ્ । પશ્યગ્જનં સ્વપરવિગ્રહવૈરમૈત્રં હન્તેતિ પારચર પીપૃહિ મૂઢમધ |૪૧॥ કો ન્વત્ર તેડખિલગુરો ભગવન્ પ્રયાસ ઉત્તારણેડસ્ય ભવસપ્ભવલોપહેતોઃ | મૂકેષુ વૈ મહદનુગ્રહ આર્તબન્ધો કિં તેન તે પ્રિયજનાનનુસેવતાં” નઃ ॥૪૨॥ નૈવોદ્રિજિ પર દુરત્યયવૈતરણ્યા- સ્ત્વહીર્યગાયનમહામૃતમગ્નચિત્તઃ ! શોચે તતો વિમુખચેતસ ઇત્દ્રિયાર્થ- માયાસુખાય ભરમુદ્રહતો વિમૂઢાન્ | ૪૩॥ સત્તગુશરૂપી શ્રૂતિઓ બ્રહ્માજીને પાછી આપી. તે સત્વગુણ જ આપનું અતિપ્રિય શરીર છે - મહાત્માજનો આ પ્રમાણે વર્જાવે છે. (૩૭) હે પુરુષોત્તમ! આ પ્રમાળે આપ મનુષ્ય, પશુપક્ષી, શિ, દેવત!, મત્સ્ય વગેરે અવતારો લઈને લોકોનું પાલન કરો છો તથા વિશ્વ્રોહીઓનો સંહાર કરો છો. આ અવતારો વડે આપ પ્રત્યેક યુગમાં તેના ધર્મોનું રક્ષણ કરો છો. કળિયુગમાં આપ છુપાઈને ગુપ્તરૂષે જ રહો છો, તેથી આપનું એક નામ “ત્રિયુગ’ પણ છે. (૩૮) હે વૈકુંઠપતિ! મારું મન થું દર્દશાગ્રસ્ત છે. તે પાપ વાસનાઓથી તો દૂષિત છે જ, બલકે સ્વયં પણ અત્યંત દુષ્ટ છે. તેધણું કરીને કામનાઓને કારણે આતુર રહે છે અને હર્ષ-શોક, ભયતેમજલોક-પરલોક, ધન, પત્ની, પુત્ર વગેરેની ચિંતાઓથી લાકુળ રહે છે. તેને આપની લીલા-કથાઓનો રસાનુભવ થતો નથી. તેના લીધે હું દીન થઈ રહ્યો છું. આવા મનથી હું આપના સ્વરૂપનું ચિંતન કેવી રીતે કરી શકું? (૩૯) હે અચ્યુત! આ ક્યારેય તૃપ્ત નહીં ઘતી જીભ મને સ્વાદિષ્ટ રસો તરફ ખેંચતી રહેછે; જનનેન્દ્રિય સુંદર સ્ત્રી તરફ, ત્વચા સુકોમળ સ્પર્શ તરફ, પેટ ભોજન તરફ, કાન મધુર સંગીત તરફ, નાસિકા ભીની- મોહક સુગંધ તરફ અને આ ચપળ નેત્રો સૌંદર્ય તરફ મને ખેંચતાં રહે છે. આ ઉપરાંત, કર્મેન્દ્રિયો પણ મને પોતપોતાના વિષયો તરફ લઈ જવા પ્રયત્ન કરતી જ રહે છે. મારી તો એવી દશા થઈ રહી છે કે જાણે કોઈ પુરુષની ઘણીબધી પત્નીઓ તેને પોતપોતાના શયનખંડમાં લઈ જવા માટે ચારે બાજુથી ધસડી રહી હોય. (૪૦) આ પ્રમાજ આ જીવ પોતાનાં કર્મોના બંધનમાં પડીને આ સંસારરૂપી વૈતરણી નદીમાં પડેલો છે. જન્મમાંથી મૃત્યુ પામતો, મૃત્યુમાંથી જન્મ લેતો અને એ બંને વડે કર્મભોગ કરતો-કરતો આ જીવ ભયભીત થયેલો છે. ‘આ પોતાનું છે,આ પારકું છે’ - એવા ભેદભાવથી યુક્ત થઈને એ કોઈની સાથે મિત્રતા, તો કોઈની સાથે શત્રુતા કરે છે. આપ આ મૂઢ જીવ- જાતિની આ દુર્દશા જોઈને કરુણાથી દ્રવિત થાઓ. માયારૂપી નદીથી પાર સ્હેનારા છે પ્રભુ! આ પ્રાણીઓને પણ હવે પાર ઉતારો. (૪૧) હે જગદ્ગુર્! આપ આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પાલન કરનારા છો, ત્યારે આ જીવોને ભવ-નદીની પાર ઉતારવામાં આપને શો પરિશ્રમ?દીનજનોના પરમહિતૈષી હે પ્રભુ! બ્રાન્ત થયેલા મૂઢજનો જ મહાપુરુષોના વિશેષ અનુગ્રહને પાત્ર હોય છે. અમને તેની કોઈ જરૂર નથી; કે અમે આપના પ્રિયજનોની સેવામાં રત રહીએ છીએ, તેથી પાર ઊતરવાની અમને. ક્યારેય ચિંતા માટે અવશ્ય મુશ્કેલ જ જછે, પરંતુ મને ૧, પ્રા. પા. - તકૃતાવન | ૨. પ્રા. પા. પ્રભવકષિદ્વિયુગોડય ! ૩. પ્રા. પા. - તભવેલલ્રાર્ત | ૪. પ્રા. પા. - ત્સેવયા ! 72 શ્રીમદભાગવત [અ૦૯ પ્રાયેણ દેવ મુનયઃ સ્વવિમુક્તિકામા મૌનં ચરન્તિ વિજને ન પરાર્થનિષ્ઠાઃ | નૈતાન્ વિહાય કૃપણાન્ વિમુમુક્ષ એકો નાન્યં ત્વદસ્ય શરણં ભ્રમતોડનુપશ્યે | ૪૪॥ યન્મૈથુનાદિ ગૃહમેધિસુખં હિ તુચ્છ કણૂયતેન કરયોરિવ દુઃખદુઃખમ્ | તૃપ્યન્તિ નેહ કૃપણા બહુદુઃખભાજઃ કણૂતિવન્મનસિજં વિષહેત ધીરઃ | ૪૫॥ મૌનત્રતશ્રુતતપોડધ્યયનસ્વધર્મ- વ્યાખ્યારહોજપસમાધય આપરપર્ગ્યાઃ । પ્રાયઃ પરં પુરુષ તે ત્વજિતેન્દ્રિયાણાં વાર્તાભવન્ત્યુત નવાડત્રતુદામ્ભિકાનામ્ | ૪૬॥ રૂપે ઇમે સદસતી તવ વેદસૃષ્ટે બીજાડકુરાવિવ ન ચાન્યદરૂપકસ્ય | થુક્તાઃ સમક્ષમુભયત્ર વિચિન્વતે’ ત્વાં યોગેન વ્ધિમિવ દારુષુ નાન્યતઃ સ્યાત્ | ૪૭॥ ત્વં વાયુરડ્નિરવનિર્વિયદમ્બુમાત્રાઃ પ્રાણેન્દ્રિયાણિ હૃદયં ચિદનુગ્રહશ્ચ | સર્વ ત્વમેવ સગુણો વિગુણશ્ચ ભૂમન્ નાન્યત્ત્વદસ્ત્યપિમનોવચસાનિરુક્તમ્ ! ૪૮॥ નથી; કારણ કે મારું ચિત્ત આ વૈતરણીમાં નહીં, આપની તે. લીલાઓના ગનમાં મગ્ન રહે છે, કે જે (લીલાઓ) સ્વર્ગીય અમૃતને પણ તિરસ્કૃત કરનારી, પરમ-અમૃતસ્વરૂપ છે. હું તે. મૂઢ પ્રાણીઓ માટે ખેદ અનુભવું છું કે જેઓ આપના ગુન્નગાનથી વિમુખ છે અને વિષયોના માયામય મિથ્યા સુખને પામવા પોતાના માથે સમગ્ર જગતના ભારનું વહન કરે છે. (૪૩) મારા સ્વામી! મોટા-મોટા *ષિમુનિઓ તો પોતાની મુક્તિ માટે થશું કરીને નિર્જન વનમાં જઈને મૌનવ્રત ધારણ કરી લે છે; તેઓ બીજાઓના કલ્યાળ્ર માટે કોઈ વિશેષ પ્રયત્ન કરતા નથી. પરંતુ મારી દશા તો જુદી જ છે, હું તે ભ્રાન્ત અસહાય દીનજનોને છોડીને એક્લો મુક્ત થવા ઇચ્છતો નથી; અને તે ભટકતા જીવો માટે આપના સિવાય અન્ય કોઈ સહારો પદ્મ દેખાતો નથી. (૪૪) મ્રૂ ઘરસંસારમાં કસાયેલા લોકોને મૈથુન વગેરેનું જે સુખ મળે છે તે અત્યંત તુચ્છ તેમ જ દુઃખરૂપ જ છે; જેમ કે કોઈ બંને હાથે ખણી રહ્યો હોય તો તેમાં પહેલાં ક્ષણિક સુખ અનુભવાય છે, પણ પછીથી દુઃખ જ છે. આ જ પ્રમાણે અજ્ઞાની મનુષ્યો ઘણું દુઃખ ભોગવવા છતાં પજ તેનાથી ધરાતા નથી. આનાથી ઊલટું, ધીર પુરુષો જેમ ખણ સહી લે છે તે જ રીતે કામ વગેરે આવેગોને પણ સહી લે છે. સઠી હેવાથી જ તે આવેગોનો નાથ થાય છે. (»૫) હે પુરુષોત્તમ! મોક્ષ (પ્રાપ્તિ)નાં દસ સાધન પ્રસિદ્ધ છે - મૌન, બ્રલયચર્ય, શાસ્શ્રવશ, તપ, સ્વાધ્યાય, સ્વધર્મપાલન, શાસ્રોની તર્કપ્રમાણિત વ્યાખ્યા, એકાંતસેવન, જપ અને સમાધિ. પરંતુ જેમની ઇન્દ્રિયો વશમાં નથી તેમના માટે આ બધાં સાધન - શ્રાપારમાત્ર બની રહે છે; અને દંભીઓ માટે તો, જ્યાં સુધી તેમનું મિથ્યાત્વ જણાતું નથી ત્યાં સુધી બધાં જીવનનિર્વાહનાં સાધન જ બની રહે છે અને મિથ્યાત્વ ખુલ્લું પડી ગયા પછી તો તેમનું આ ઉપજીવિકાનું સાધન પણ નષ્ટ થઈ જાય છે. (૪૬) વેદોએ આપનાં બીજ અને અંકુર સમાન બે રૂપ બતાવ્યાં છે - કાર્ય અને કારણ. વાસ્તવમાં તો આપ પ્રાકૃત રૂપથી પર છો; પરંતુ આ કાર્ય અને કારણ-રૂપો સિવાય, આપને જાણવા માટેનું કોઈ બીજું સાધન જ નથી. કાષ્ઠ- ઘર્ષણથી જેમ અગ્નિ પ્રગટ કરવામાં આવે છે તેવી જ રીતે યોગીજનો સાષનાથી આપને કાર્ય અને કારણ - બંનેમાં જ ખોળી કાઢે છે; કારણ કે આ બંને વાસ્તવમાં આપનાથી ભિન્ન નથી, બલકે આપનું જ સ્વરૂપ છે. (૪૭) હે અનંત પ્રભુ! વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ, જળ, પાંચ તન્માત્રાઓ, પ્રાણ, ઇન્દ્રિયો, મન, ચિત્ત, અહંકાર, સમસ્ત જગત તેમ જ સગુણ અને નિર્ગુણ - સર્વ કાંઈ એકમાત્ર આપ જ છો. બીજું તો શું, ૧. રા. પા. - વિચકષતે | ૨, પ્રા. પા. - મુનયો ! અ૦૯] સાતમો સ્કંધ 723 નૈતે ગુણા ન ગુણિનો મહદાદયો યે સર્વે મનઃપ્રભૃતયઃ સહદેવમર્ત્યાઃ | આઘ્તવન્ત ઉરુગાય વિદન્તિ હિ ત્વા- મેવંવિમૃશ્ય સુધિયો’ વિરમન્તિ શબ્દાત્ | ૪૯॥ તત્ તેડર્હત્તમ નમડસ્તુતિકર્મપૂજાઃ કર્મ સ્મૃતિશ્ષરણયોઃ શ્રવણ કથાયામ્ | સંસેવયા ત્વથિ વિનેતિ ષડન્નયા કિં ભક્તિં જનઃ પરમહંસગતૌ લભેત 1૫૦॥ નારદ ઉવાચ એતાવદ્રર્ણિતગુણો ભક્ત્યા ભક્તેન નિર્ગુણઃ । પ્રહ્માદં પ્રણતં પ્રીતો યતમન્યુરભાષત ॥૫૧॥ શંભગવાનુવચ પ્રહ્માદ ભદ્ર ભદ્રં તે પ્રીતોડહં તેડસુરોત્તમ । વરં વૃણીષ્વાભિમતં કામપૂરોડસ્મ્યહં નૃણામ્ | પર॥ મામપ્રીણત આયુષ્મન્ દર્શન દુર્લભં હિ મે । દંષ્ટ્વા માં ન પુનર્જન્તુરાત્માનંચ તમુમર્હતિ ॥ ૫૩॥ પ્રીણન્તિ હ્યથ માં ધીરાઃ સર્વભાવેન સાધવઃ । શ્રેયસ્કામા મહાભાગાઃસર્વાસામાશિષાં પતિમ્ ॥ ૫૪॥ એવં પ્રલોભ્યમાનોડપિ વરે્લોકપ્રલોભનૈઃ | એકાન્તિત્વાદ્રગવતિ નૈચ્છત્ તાનસુરોત્તમઃ | પ૫॥। મન અને વાણી વડે જે કંઈ વર્ણવવામાં આવ્યું છે તે સર્વ આપનાથી ભિન્ન નથી. (૪૮) સમગ્ર કીર્તિના આશ્રય હે ભગવન્! આ સત્ત્વ વગેરે ગુજ્રો અને એ ગુશ્ોનાં પરિણામભૂત મહત્તત્ત્ત વગેરે, દેવો, મનુષ્યો તેમ જ મન વગેરે કોઈ પણ તમારા સ્વરૂપને જાણવાને સમર્થ નથી; કારણ કે આ બધાં આદિ અને અંતવાળા છે; જ્યારે તમે અનાદિ અને અનંત છો. આવું વિચારીને જ્ઞાનીજનો શબ્દોની માયાથી ઉપરત થઈ જાય છે. (૪૯) હે પરમપૂજ્ય! આપની સેવાનાં છ અંગ છે - નમસ્કાર, સ્તુતિ, સમસ્ત કર્મોનું સમર્પણ, સેવાપૂજા, ચરણકમળોનું ચિંતન અને લીલાકથાઓનું શ્રવણ. આ છ અંગોવાળી સેવા વિના આપનાં ચરણકરમળોની ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? અને ભક્તિ વિના આપની પ્રાપ્તિ કેવી રીતે થાય? હે પ્રભુ! આપ તો પોતાના પરમપ્રિય ભક્તજનોનું
- પરમહંસોનું સર્વસ્વ જ છો. (૫૦) નારદજી કહે છે - (હે યુધિષ્ઠિર!) આ પ્રમાણે ભક્ત પ્રહ્લાદે ઘણા પ્રેમથી મ્રકૃતિ્ અને મ્રાકૃત ગુજ્ોથી રહિત ભગવાનના સ્વરૂપભૂત ગુશ્નોનું, વર્ણન કર્યું. ત્યારબાદ ભગવાનનાં ચરણોમાં માથું નમાવીને ચૂપ થઈ ગયા. નરસિંહ ભગવાનનો ક્રોધ શાન્ત થઈ ગયો અને તેઓ અત્યંત પ્રેમ તથા પ્રસન્નતાપૂર્વક બોલ્યા. (૫૧) શ્રીનરસિંહ ભગવાન બોલ્યા - હે પરમકલ્યાણ- સ્વરૂપ પ્રહ્લાદ! તારું કલ્યાણ થાઓ. હે દૈત્યશ્રેષ્ઠ! હું તારા પર અત્યંત પ્રસન્ન છું. તારી જે અભિલાષા હોય તે મારી પાસેથી માગી લે. હું જીવોની ઇચ્છાઓને પુરી કરનારો (પર) હે આયુષ્યમાન! જે મને પ્રસન્ન કરી લેતો નથી તેને મારાં દર્શન પ્રાપ્ત થવાં અત્યંત મુશ્કેલ છે; પરંતુ જયારે મારાં દર્શન થઈ જાય છે ત્યાર પછી પ્રાણીના હૃદયમાં કોઈ પ્રકારનો તાપ રહેવા પામતો નથી. (૫૩) હું સમસ્ત મનો પુરા કરનારો છું; તેથી બધા જ કલ્યાણકામી પરમભાગ્યવાન સાધુજનો જિતેન્દ્રિય થઈને પોતાની સઘળી વૃત્તિઓથી મને જ પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. (૫૪) (નારદજી કહે છે -) અસુરકુળ-ભૂષણ પ્રહ્લાદજી ભગવાનના અનન્યપ્રેમી હતા; તેથી મોટા-મોટા લોકોને મ્રલોભનમાં નાખનારાં વરદાનો વડે પ્રલોભિત કરવા છતાં પ્ર તેમણે તેમની (તે વરદાનોની) ઇચ્છા કરી નહીં. (૫૫) ને કમરા ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં સમમસ્કન્ધે* પ્રહ્ાદચરિતે ભગવત્સ્તવો નામ નવમોડધ્યાયઃ 1 ૯॥ સાતમા સ્કંધ-અંતર્ગત પ્રહલાદચરિત્રમાંનો ભગવાનનું સ્તવન નામનો નવમો અધ્યાય સમાપ્ત.