Śrīmad Bhāgavatam

દેવો અને અસુરોના યુદ્ધની સમાપ્તિ

મોહિની-રૂપ જોઈને મહાદેવજીનું મોહિત થવું કીજાડરાયકિરુવ/૪ વૃષધ્વજો નિશમ્યેદં યોષિદ્રૂપેણ દાનવાન્‌ | મોહયિત્વા સુરગણાન્‌ હરિઃ સોમમપાયયત્‌ || ૧।। વૃષમારુહ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

અગિયારમો અધ્યાય દેવો અને અસુરોના યુદ્ધની સમાપ્તિ કીંછુક ઉવાચ અથો સુરાઃ પ્રત્યુપલબ્ધચેતસઃ પરસ્ય પુંસઃ પરયાનુકમ્પયા | જબ્તુર્ભશ શક્રસમીરણાદય- સ્તાંસ્તાન્‌ રણે પૈરભિસંહતાઃ પુરા | ૧॥ વૈરોચનાય સંરબ્ધો ભગવાન્‌ પાકશાસનઃ | ઉદયચ્છદ્‌ યદા વર્જ પ્રજા હાહેતિ ચુક્ુશુઃ || ૨॥ વજપાણિસ્તમાહેદં તિરસ્કૃત્ય પુરઃસ્થિતમ્‌ | મનસ્વિનં સુસમ્પન્નં વિચરન્તં મહામૃધે 1 ૩॥ નટવન્મૂઢ માયાભિર્માયેશાન્નો જિગીષસિ | જિત્વા બાલાન્નિબદ્ધાક્ષાન્નટો હરતિ તદ્ધનમ્‌ 1૪॥। આરસક્ષ્તિ માયાભિરુત્સિસૃપ્સન્તિ યે દિવમ્‌ । તાનદસ્યૂન્વિધુનોમ્યજ્ઞાન્પૂર્વસ્માચ્ચપદાદધઃ૧ ॥ ૫॥ સોડહં દુર્માયિનસ્તેડધ વજેણ શતપર્વણા । શિરો હરિષ્ષે મન્દાત્મન્‌ ઘટસ્વ જ્ઞાતિભિઃ સહ ॥ ૬ જલિરુવ(૨ સડગ્રામે વર્તમાનાનાં કાલચોદિતકર્મણામ્‌ | કીર્તિર્જયોડજયોઃ મૃત્યુઃ સર્વેષાં સ્યુરનુક્રમાત્‌ 1 ૭॥ તદિદં* કાલરશનં જનાઃ? પશ્યન્તિ સૂરયઃ । ન હૃષ્યન્તિ ન શોચન્તિ તત્ર યૂયમપહ્ડિતાઃ । ૮ શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષિત!) પરમપુરુષ ભગવાનની નિર્હેતુક કૃપાથી દેવોનો ગભરાટ શમી ગયો અને તેમનામાં પુનઃ ચેતનાનો સંચાર થઈ ગયો, પહેલાં યુદ્ધભૂમિમાં જે જે અસુરો વડે ઇન્દ્ર, વાયુ વગેરે દેવો ધાયલ થયા હતા તેઓ હવે તે અસુરો પર પૂરી શક્તિથી પ્રહાર કરવા લાગ્યા. (૧) પરમ એશ્વર્યશાળી ઇન્દ્રે બલિ સાથે હડતાં-લડતાં જ્યારે તેમના પર ક્રોધ કરીને વજ ઉઠાવ્યું ત્યારે બધી પ્રજામાં હાહાકાર મચી ગયો. (૨) બલિ અસ્- શસ્રથી સુસજ્જ થઈને ઘણા ઉત્સાહથી યુદ્ધભૂમિમાં મનસ્વીપશે વિચરી રહ્યા હતા, તેમને પોતાની સામે જ જોઈને હાથમાં વજ ધારણ કરેલા ઇન્દ્રે તેમનો તિરસ્કાર કરતાં કહ્યું - “મૂર્ખ! જેમ નટ બાળકોની નજરબંધી કરીને પોતાના જાદ્થી તેમનું ધન પડાવી લે છે તેવી જ રીતે તું માયાના પેતરાઓથી અમારા પર વિજય મેળવવા ઇચ્છે છે; પણ તને ખબર નથી કે અમે માયાપતિ છીએ અને માયા અમારું કશું બગાડી શકતી નથી. (૪) જે મૂર્ખ લોકો માયા વડે સ્વર્ગ પર અધિકાર કરી લેવા ઇચ્છે છે અને તેને ઓળંગીને ઉપરના લોકોમાં પણ ધાક જમાવવા માગે છે તે લુટારા મૂર્ખાઓને હું તેમના પહેલાંના સ્થાનમાંથી પણ નીચે પટકી દઉં છું. (૫) અરે નાદાન! તેં માયાના મોટા પેંતરા રચ્યા છે. હવે, જો, આજે હું સો ધારવાળા પોતાના વજથી તારું માથું ધડથી અલગ કરી દઉં છું. તું પોતાના બંધુ-બાંધવો સાથે જે કંઈ કરી શકતો હોય તે કરી લે.” (૬) બલિએ કહ્યું - હે ઇન્દ્ર! જે લોકો કાળશક્તિની પ્રેરણાથી પોતાના કર્મ અનુસાર યુદ્ધ કરે છે તેમને જીત કે હાર, યશ કે અપયશ અથવા મૃત્યુ મળે જ છે. (૭) તેથી જ જઞાનીજનો આ જગતને કાળને આધીન સમજે છે. વિજય થતાં હર્ષથી ફૂલાતા નથી અને હાર, અપયશ કે મૃત્યુ થતાં તેને વશીભૂત થતા નથી. તમે લોકો આ તત્ત્વથી અનભિજ્ઞ (અજાણ) છો. (૮) ૧. પ્રા. પા. - પરાદધઃ | ર. પ્રા. પા. - તર્જયાજયૌ1 ૩. પ્રા. પા. - તદિમં। ૪. પ્રા. પા. - ન વે! [ 15521 અ ૧૧] આકમો સ્કંધ 805 ત વયં મન્યમાનાનામાત્માનં તત્ર સાધનમ્‌ । ગિરો વઃ સાધુશોચ્યાનાં’ ગૃદ્ધીમો મર્મતાડનાઃ ॥ ૯॥। કશુક ઉશાચર ઇત્યાક્ષિષ્ય વિભું વીરો નારાચૈર્વરિમર્દનઃ2 । આકર્ણપૂર્ણેરહનદાક્ષેપૈરાહતં પુનઃ॥૧૦॥ એવં નિરાકૃતો દેવો વૈરિણા તથ્યવાદિના | નામૃષ્યત્‌ તદધિક્ષેપં તોત્રાહત ઇવ દ્વિપઃ ।। ૧૧ પ્રાહરત્‌* કુલિશં તસ્મા અમોઘ” પરમર્દનઃ । સયાનો ન્યપતદ્‌ ભૂમૌ છિજ્પક્ષ ઇવાચલઃ ॥ ૧૨॥ સખાયંપતિતં દંષ્ટ્વાજમ્ભોબલિસખઃસુહત્‌ | અભ્યયાત્‌ સૌહદં સખ્યુર્હતસ્યાપિ સમાચરન્‌ | ૧૩॥। સ સિંહવાહ આસાધ્ ગદામુદ્યમ્ય રંહસા | જત્રાવતાડયચ્છકં ગજં ચ સુમહાબલઃ* ।। ૧૪॥। ગદાપ્રહારવ્યથિતો ભૃશં વિદ્રલિતો ગજઃ | જાનુભ્યાં ધરણી સ્પૃષ્ટ્વા કશ્મલં* પરમં યયૌ ।। ૧૫॥। તતો રથો માતલિના હરિભિર્દશશતેર્વૃતઃ । આનીતો હ્વિપમુત્સુજ્ય રથમારુરુહે વિભુઃ ॥ ૧૬॥। તસ્ય તત્પૂજયન્‌ કર્મ યત્તુર્દાનવસત્તમઃ । શૂલેન જ્વલતા તં તુ સ્મયમાનોડહનન્મૃધે ॥ ૧૭॥ સેહે રજ સુદુર્મર્ષા સત્ત્તમાલમ્બ્ય માતલિઃ । ઇન્દ્રોજમ્ભસ્ય સડક્રુદ્ધો વજેણાપાહરચ્છિરઃ ॥ ૧૮॥। તમે લોકો પોતાને જય અને પરાજય વગેરેનું કારણ અર્થાત્‌ તેના કર્તા સમજો છો; તેથી મહાત્માઓની દષ્ટિએ તમે શોચનીય છો. (પરંતુ) અમે તમારાં મર્મસ્પર્શી વચનને સ્વીકારતા જ નથી, તો પછી અમને દુઃખ ક્યાંથી થવાનું? (૯) શ્રીશુકદેવજી કહે છે - વીર બલિએ ઇન્દ્ર પર આ પ્રમાજ્ને આક્ષેપ કર્યો. બલિના આવા આક્ષેપોથી ઇન્દ્ર શરમાઈ ગયા. દરમિયાનમાં વીરોના માનનું મર્દન કરનારા બલિએ પોતાના ધનુષ્યને કાન સુધી ખેંચી-ખેંચીને ઘણાંબધાં બાણ માર્યાં. (૧૦) સત્યવાદી દેવશત્રુ બલિએ આ પ્રમાણે ઇન્દ્રનો અત્યંત તિરસ્કાર કર્યો ત્યારે ઇન્દ્ર અંકુશથી માર ખાધેલા હાથીની જેમ વધુ રોષે ભરાયા અને બલિના આક્ષેપો તેઓ સાંખી શક્યા નહીં. (૧૧) શત્રુનું મર્દન કરનારા ઇન્દ્રે બલિ પર પોતાના અમોધ વજનો પ્રહાર કર્યો. તે પ્રહારથી બલિ પાંખ કપાયેલા પર્વતની જેમ પોતાના વિમાન સહિત પૃથ્વી પર પટકાઈ પડ્યા. (૧૨) બલિનો એક ઘદ્યો હિતૈષી અને ધનિષ્ઠ મિત્ર જંભાસુર હતો. પોતાના મિત્રના પતન પછી પણ તેને મારનારાનો બદલો લેવા તે ઇન્દ્રની સન્મુખ આવીને ઊભો રહ્યો. (૧૩) સિંહ પર આરૂઢ થયેલો તે ઇન્દ્ર પાસે પહોંચ્યો અને ભારે વેગથી તેણે પોતાની ગદા ઉઠાવીને તેમની હાંસડી પર પ્રહાર કર્યો; અને એ સાથે જ તે મહાબલીએ એરાવત પર પણ એક ગદા ફટકારી. (૧૪) ગદાનો પ્રહાર થવાથી એઔરાવતને ઘણી પીડા થઈ અને તેણે વ્યાકુળતાથી ઢીંચણ ટેક્વી દીધા અને પછી મૂર્ચ્છિત થઈ ગયો. (૧૫).તે સમયે ઇન્દ્રનો સારથિ માતલિ હજાર ધોડાઓથી જોતરાયેલો રથ લઈ આવ્યો અને શક્તિમાન ઇન્દ્ર એરાવતને છોડી તરત રથ પર સવાર થઈ ગયા. (૧૬) દાનવશ્રેષ્ઠ જંભે યુદ્ધભૂમિમાં માતલિના આ કામની ઘણી પ્રશંસા કરી અને હસીને તેના પર એક ચમકતું ત્રિશૂળ ચલાવ્યું. (૧૭) માતલિએ ધૈર્યપૂર્વક તે અસહ્ય પીડા સાંખી લીધી. પછી ઇન્દ્રે ક્રોધિત થઈને પોતાના વજથી જંભનું માથું કાપી નાખ્યું. (૧૮) ૧. પ્રા. પા. - સર્વ! ૨, પ્રાચીન પ્રતમાં “શ્રીશુક ઉવાચ’ નથી. ૩. પ્રા. પા. - ત્માનદઃ | ૪. પ્રા. પા. - પ્રાહનત્‌! પ. પ્રા. પા. - ત્યમરિમર્દનમ્‌। ૬. પ્રા. પા. - ત્બલમ્‌ | ૭. પ્રા. પા. - ત્લં ચ પર થયો! [15521 906 શ્રીમદભાગવત [અ૦૧૧ જમ્ભં શ્રુત્વા હતં તસ્ય જ્ઞાતયો નારદાદંપેઃ । નમુચિશ્ચ’ બલઃપાકસ્તત્રાપેતુસત્વરાન્વિતાઃ૨ ॥ ૧૯॥॥ વચોભિઃ પરુપૈરિન્દ્રમર્દયન્તોડસ્ય મર્મસુ | શરૈરવાકિરન્‌ મેઘા ધારાભિરિવ પર્વતમ્‌ | ૨૦॥ હરીન્દશશતાન્યાજૌ હર્યશ્ચસ્ય બલઃ શરૈઃ । તાવદ્ધિરર્દયામાસ યુગપલ્લઘુહસ્તવાન્‌ || ૨૧॥। શતાભ્યાં માતલિં પાકો રથં સાવયવં પૃથક્‌ । સકૃત્સન્ધાન્‌ મોક્ષેણ તદહ્ઠુતમભૂદ્‌ રણે | ૨૨ નમુચિઃ પગ્ચદશભિઃ સ્વર્ણપુક્વે્મહેષુભિઃ । આહત્ય વ્યનદત્સડખ્યે સતોય ઇવ તોયદઃ || ર૩॥ સર્વતઃ શરકૂટેન શક સરથસારથિમ્‌ | છાદયામાસુરસુરાઃ પ્રાવૃટ્સૂર્યમિવામ્બુદાઃ ॥ ૨૪।। અલક્ષયન્તસ્તમતીવ વિદ્ધલા વિચુક્રુશુર્દવગણાઃ સહાનુગાઃ | અનાયકાઃ શત્રુબલેન નિર્જિતા વણિક્પથા ભિન્નનવો યથાડર્ણવે* । ર૫॥ તતસ્તુરાષાડિષુબદ્ધપગ્જરાદ્‌ વિનિર્ગતઃ સાશ્ચરથધ્વજાગ્રણીઃ બભૌ દિશઃ ખં પૃથિવીં ચ રોચયન્‌ સ્વતેજસા સૂર્ય ઇવ ક્ષપાત્યયે 1૨૬॥ નિરીક્ષ્ય પૃતનાં દેવઃ પરૈરભ્યર્દિતાં રણે । ઉદયચ્છદ્‌ રિપું હન્તું વજં વજધરો રુષા | ૨૭॥। સ તેનૈવારટધારેણ શિરસી બલપાકયોઃ | જ્ઞાતીનાં પશ્યતાં રાજગ્જહાર જનયન્‌ ભયમ્‌ ॥ ર૮॥ દેવર્ષિ નારદ પાસેથી જંભાસુરના મૃત્યુના સમાચાર સાંભળીને તેના ભાઈ-બંધુઓ - નમુચિ, બલ અને પાક તરત યુદ્ભૂમિમાં આવી પહોંચ્યા. (૧૯) તેમણે પોતાની કઠોર અને મર્મદારક વાણીથી ઇન્દ્રને ઘણાં કટુ વચનો કહ્યાં અને જેમ મેઘ પર્વત પર ધોધમાર પાણી વરસાવે છે તેવી જ રીતે તેમના પર બાશવૃષ્ટિ કરી. (ર૦) બલ નામના દૈત્પે ભારે હસ્તકૌશલથી એક્સામટાં એક હજાર બાણ ચલાવ્યાં અને ઇન્દ્રના એક હજાર ઘોડાઓને ઘાયલ કર્યા, (૨૧) પક નામના દૈત્પે સો બાણો છોડીને માતલિને તથા સો બાણો ચલાવીને રથના એકેએક ભાગને તોડી નાખ્યો. યુદ્ધભૂમિમાં એ ભારે આશ્ચર્ય થયું કે તેણે એક્સામટાં આટલાં બાણ ચઢાવ્યાં અને ચલાવ્યાં. (૨૨) નમુચિ મોટાં-મોટાં, સુવર્ણની પાંખો” વાં પંદર બાણોથી ઇન્દ્રને ઘાયલ કરીને યુદ્ધભૂમિમાં પાણી ભરેલાં વાદળોની જેમ ગર્જના કરવા લાગ્યો. (૨૩) વર્ષાઝતુના મેથ જેમ સૂર્યને ઢાંકી દે છે તેવી જ રીતે તે અસુરોએ બાશોની વૃષ્ટિ કરીને ઇન્દ્રને તથા તેમના રથ અને સારથિને પણ ચારે બાજુથી ઢાંકી દીધા. (૨૪) ઇન્દ્ર નહીં દેખાવાથી દેવો અને તેમના અનુચરો અત્યંત વિદ્મરળ થઈને રોવા-કકળવા લાગ્યા. એક તો શત્રુઓએ તેમને હરાવી દીધા હતા અને બીજું, હવે તેમનો કોઈ સેનાપતિ પણ રહેવા પામ્યો ન હતો, તેથી દેવોની તે સમયે બરાબર એવી જ દશા થઈ રહી હતી કે જેવા મધદરિયે નાવ તૂટી જવાથી વેપારીઓના હાલ થાય છે. (૨૫) પરંતુ થોડી જ વારમાં, શત્રુઓએ રચેલાં બાણોનાં પિંજરાંમાંથી ઘોડા, રથ, ધજા અને સારથિ સહિત ઇન્દ્ર બહાર નીકળી આવ્યા, અને ત્યારે જેમ સવારે સૂર્ય પોતાનાં કિરણોથી દિશાઓ, આકાશ અને પૃથ્વીને ચમકાવી મૂકે છે તેવી જ રીતે ઇન્દ્રના તેજથી બધું જ ઝગમગી ઊઠયું. (૨૬) વજધારી ઇન્દ્રે જોયું કે યુદ્ધભૂમિમાં પોતાના સૈન્યને શત્રુઓએ રોળી નાપ્યું છે ત્યારે તેમણે ઘણા કોધપૂર્વક શત્રુઓને હણવા માટે વજથી આક્રમણ કર્યું, (૨૭) હે રાજન્‌! આઠ ધારોવાળા તે તીક્ષ્ણ વજથી તે દૈત્યોના બંધુ- બાંધવોને પણ ભયભીત કરીને ઇન્દ્રે તે બલ અને પાક નામના દૈત્યોનાં મસ્તક છેદી નાખ્યાં. (૨૮) ૧, પ્રા. પા. - નસુચિઃ સબલઃ ! ૨. પ્રા. પા. - ત્પેતુક રોપિતાઃ | ૩. પ્રા. પા. - મહાર્શવે । [15523 અ૦૧૧] આકમો સ્કંધ 807 નમુચિસ્તદ્રધ દંષ્ટવા શોકામર્ષરુષાન્વિતઃ । જિઘાંસુરિન્દ્રં નૃપતે ચકાર પરમોદ્યમમ્‌ । ર૯॥ અશ્મસારમયં શૂલં ઘણ્ટાવદ્ધેમભૂષણમ્‌ | પ્રગૃહ્યાભ્યદ્રવત્‌ ક્રુદ્ધો હતોડસીતિ વિતર્જયન્‌ | પ્રાહિણોદદેવરાજાય નિનદન્‌’ મૃગરાડિવ ॥ ૩૦॥ તદાપતદ્‌ ગગનતલે મહાજવં વિચિચ્છિદે હરિરિષુભિઃ સહસ્રધા । તમાહનન્ષપ કુલિશેન કન્ધરે સષાન્વિતસ્ત્રિદશપતિઃ શિરો હરન્‌ 1 ૩૧॥ ન તસ્ય હિ ત્વચમપિ વજ ઊર્જિતો બિભેદ યઃ સુરપતિનૌજસેરિતઃ | તદહ્ુરત પરમતિવીર્યવૃત્રભિત્‌ તિરસ્કૃતો નમુચિશિરોધરત્વચા || ૩૨॥ તસ્માદિન્દ્રોડબિભેચ્છત્રોર્વજઃપ્રતિહતો યતઃ | કિમિદં દૈવયોગેન ભૂતં લોકવિમોહનમ્‌ચ ॥ ૩૩॥ યેન મે પૂર્વમદ્રીણાં પક્ષચ્છેદઃ પ્રજાત્યયેરે । કૃતો નિવિશતાં* ભારૈઃ પતત્તૈઃ પતતાં ભુવિ ॥ ૩૪॥ તપઃસારમયં ત્વાષ્ટ્રં વૃત્રો યેન વિપાટિતઃ । અન્યે ચાપિ” બલોપેતાઃ સર્વાસૈરક્ષતત્વચઃ | ૩૫॥। સોડયંપ્રતિહતો વજો મયા મુક્તોડસુરેડલ્યકે । નાહં તદાદદે દણ્ડ* બ્રહ્મતેજોડપ્યકારણમ્‌ | ૩૬॥। ઇતિ શકરં વિષીદન્તમાહ વાગશરીરિણી | નાય શુષ્કૈરથો નાર્દેવધમર્હતિ દાનવઃ | ૩૭॥ મયાડસ્મૈ યદ્રરો દત્તો મૃત્યુર્નેવાર્દશુષ્કયોઃ । અતોડન્યશ્ચિન્તનીયસ્તે ઉપાયો મઘવન્‌ રિપોઃ ॥ ૩૮॥ “ ડે રાજન્‌! પોતાના ભાઈઓને હણાયેલા જોઈને નમુચિને ઘણો શોક થયો. તે કોધને કારણે ભાન ભૂલીને ઈન્દ્રને મારી નાખવા માટે તનતોડ પ્રયત્ન કરવા લાગ્યો. (૨૯) “ઇન્દ્ર! હવે તું બચી શકીશ નહીં’ - એવો પડકાર ફેંકતો તે એક ત્રિશૂળ ઉપાડીને ઇન્દ્ર પર તૂટી પડ્યો. તે ત્રિશૂળ પોલાદનું બનેલું હતું, સોનાનાં આભૂષણોથી શણગારેલું હતું અને તેમાં ઘંટડીઓ લગાડેલી હતી. નમુચિએ કોધના માર્યા સિંહની જેમ ગર્જના કરીને તે ત્રિશૂળ ઇન્દ્ર પર છોડી દીધું. (૩૦) હે રાજન્‌! ઇન જોયું કે ત્રિશૂળ, ભારે વેગથી પોતાની તરફ આવી રહ્યું છે ત્યારે તેમણે પોતાનાં બાણોથી આકાશમાં જ તેના હજારો ટુકડા કરી નાખ્યા અને તે પછી દેવરાજ ઇન્દ્રે ભારે ક્રોધથી તેનું મસ્તક કાપી નાખવા માટે ગરદન પર વજનો પ્રહાર કર્યો, (૩૧) જોકે ઇન્દ્રે ભારે વેગથી તે વજ ચલાવ્યું હતું તોપણ તે યશસ્વી વજથી તેની ચામડી પર એક ઉઝરડો સરખો પણ પડ્યો નહીં. એ ઘણું આશ્ચર્યકારક બન્યું કે જે વજે મહાબલી વૃત્રાસુરના શરીરને ટુકડેટુકડા કરી નાખ્યું હતું તે વજ નમુચિની ગરદનની ચામડી થકી તિરસ્કૃત બની રહ્યું! (૩૨) તે વજ જ્યારે નમુચિને કશી હાનિ પહોંચાડી શક્યું નહીં ત્યારે ઇન્દ્ર તેનાથી ભયભીત થયા અને વિચારવા લાગ્યા કે, “દૈવયોગે સમસ્ત સંસારને સંશય પમાડનારી આ કેવી ઘટના બની ગઈ? (૩૩) પહેલાંના યુગમાં જયારે આ પર્વતો પાંખોથી ઊડતા હતા અને રખડતાં-રખડતાં ભારને લીધે પૃથ્વી પર પડતા હતા ત્યારે પ્રજાનો વિનાશ થતો જોઈને આ જ વજથી મેં તે પર્વતોની પાંખો કાપી નાખી હતી; (૩૪) ત્વષ્ટાની તપસ્યાનો સાર જ વૃત્રાસુરરૂપે પ્રગટ થયો હતો, તેને પણ મેં આ જ વજ વડે કાપી નાખ્યો હતો. બીજા અનેક દૈત્યો કે જેઓ ઘણા બળવાન હતા અને કોઈ પણ અસ્ર-શસ્રથી જેમની ચામડી સુધ્ધાંને પણ ઇજા પહોંચાડી શકાતી ન હતી તેમને પણ આ જ વજથી મેં હણી નાખ્યા હતા. (૩૫) તે જ મારું આ વજ મારા પ્રહાર કરવા છતાં પણ આ તુચ્છ અસુરને મારી શક્યું નહીં; તેથી હવે હું આનો અંગીકાર કરી શકું નહીં. આ વજ બ્રહ્મતેજથી બનેલું છે તો તેથી શું થઈ ગયું? હવે તો તે નકામું બની ચૂક્યું છે.”’ (૩૬) આ પ્રમાણે ઇન્દ્ર વિષાદ કરવા લાગ્યા. તે જ સમયે આકાશવાણી થઈ કે “આ દાનવ નથી તો સૂકી વસ્તુથી મરી શક્તો, કે ન તો ભીની વસ્તુથી. (૩૭) આને મેં વરદાન આપેલું છે કે ‘સૂકી કે ભીની વસ્તુથી તારું મૃત્યુ થશે નહીં’, તેથી હે ઇન્દ્ર! આ શત્રુને મારવા માટે હવે તમે કોઈ બીજો ઉપાય વિચારો!” (૩૮) ૧. પ્રા. પા. - વિનન ! ૨. પ્રા. પા. - ત્હકૃત્‌। ૩. પ્રા. પા. - પ્રજાકષે | ૪. પ્રા. પા. - વિટ ! પ. પ્રા. પા. - ચાતિબલો૦ ! ૬, પ્રા. પા. - વર્જ | 808 શ્રીમદભાગવત [અ૦ ૧૧ તાં દૈવીં ગિરમાકર્ણ્ય મઘવાન્‌ સુસમાહિતઃ ! ધ્યાયન્‌ ફેનમથાપશ્યદુપાયમુભયાત્મકમ્‌ || ૩૯ ન શુષ્કેણ ન ચાર્દ્ભ જહાર નમુચેઃ શિરઃ | તંતુષ્ટુવુર્મુનિગણા માલ્યૈશ્વાવાકિરન્‌ વિભુમ્‌ 1 ૪૦॥ ગન્ધર્વમુખ્યો જગતુર્વિશ્ચાવસુપરાવસૂ | દેવદુન્દુભયો નેદુર્નર્તક્યો નનૃતુર્મુદા 1 ૪૧॥ અન્યેડપ્યેવંપ્રતિદ્ન્દ્રાન્‌વાય્વગ્નિવરુણાદયઃ । સૂદયામાસુરસ્ૌધૈર્મુંગાન્‌ કેસરિણો યથા 1૪૨ બ્રહ્મણા પ્રેપિતો દેવાન્‌ દેવર્ષિ્નારદો નૃપ । વારયામાસ વિબુધાન્‌ દૅષ્ટ્વા દાનવસડક્ષયમ્‌ | ૪૩।। નારદ 6૧૨ ભવદ્ધિરમૃતં પ્રામ નારાયણભુજાશ્રધૈઃ | શ્રિયા સમેધિતાઃ સર્વ ઉપારમત વિગ્રહાત્‌ ॥ ૪૪॥ કશુક ઉવાચ સંયમ્ય મન્યુસંરમ્ભં માનયન્તો મુનેર્વચઃ । ઉપગીયમાનાનુચરૈર્યયુઃ સર્વે ત્રિવિષ્ટપમ્‌ ।। ૪૫।। યેડવશિષ્ટા રણે તસ્મિન્નારદાનુમતેન તે । બલિં વિપન્નમાદાય અસ્તં ગિરિમુપાગમન્‌ ૪૬ તત્રાવિનષ્ટાવયવાન્‌ વિદ્યમાનશિરોધરાન્‌ | ઉશના જીવયામાસ સગ્જીવિન્યા સ્વવિધયા || ૪૭॥ બલિશ્ચોશનસા સ્પૃષ્ટઃ પ્રત્યાપશ્નેન્દ્રિયસ્મૂ પરાજિતોડપિ નાખિદ્યલ્લોકતત્ત્વવિચક્ષણઃ || ૪૮।। તે આકાશવાણી સાંભળીને દેવરાજ ઇન્દ્ર એકાગ્રચિત્તે વિચારવા લાગ્યા. વિચાર કરતાં તેમના ધ્યાનમાં આવ્યું કે સમુદ્રનું ફીણ તો સુકું પણ છે અને ભીનું પણ છે; (૩૯) તેથી તેને સૂકું પણ ન કહેવાય અને ભીનું પણ ન કહેવાય. તેથી ઇન્દ્રે નહીં સૂકા અને નહીં ભીના એવા તે સમુદ્ર- ફીલ્રથી નમુચિનું મસ્તક છેદી નાખ્યું. ત્યારે મોટા-મોટા શ્રપિમુનિઓ ભગવાન ઇન્દ્ર પર પુષ્પવૃષ્ટિ કરતા તેમની સ્તુતિ કરવા લાગ્યા. (૪૦) ગંધર્વશ્રેષ્ઠ વિશ્વાવસુ અને પરાવસુ ગાન કરવા લાગ્યા, દેવોનાં નગારાં વાગવા લાગ્યાં અને નર્તક્રીઓ આનંદપૂર્વક નૃત્ય કરવા લાગી. (૪૧) આ જ પ્રમાણે વાયુ, અગ્નિ, વરુણ વગેરે દેવોએ પ્ર પોતાનાં અસ્રો-શસ્રોથી વિપક્ષીઓને એવી રીતે મારી નાખ્યા કે જેમ સિંહ હરણાંઓને મારી નાખે છે. (૪૨) હે રાજન્‌! આ બાજુ બ્રહ્માજીએ જોયું કે દાનવોનો તો સર્વથા નાશ થઈ રહ્યો છે ત્યારે તેમણે દેવર્ષિ નારદજીને દેવતાઓ પાસે મોકલ્યા અને નારદજીએ ત્યાં જઈને દેવોને યુદ્ધ કરતા અટકાવી’ દીધા. (૪૩) નારદજીએ કહ્યું - હે દેવો! ભગવાનની ભુજાઓના આશ્રષમાં રહેલા તમે બધાએ અમૃત પ્રાપ્ત કરી લીધું છે. અને લક્ષ્મીજીએ પણ પોતાની કૃપાકરુજ્ઞાથી તમારી અભિવૃદ્ધિ કરી છે; તેથી તમે હવે યુદ્ધ કરવાનું બંધ કરો. (૪૪) શ્રીશુકદેવજી કહે છે - દેવોએ દેવર્ષિ નારદજીની વાત માની લીધી અને પોતાના ક્રોધાવેગનું શમન કર્યું, પછી તેઓ બધા પોતાના લોક સ્વર્ગમાં સિધાવી ગયા. તે સમયે દેવોના અનુચરો તેમનું યશોગાન કરી રહ્યા હતા. (૪૫) યુદ્ધમાં બચી ગયેલા દૈત્યોએ દેવર્ષિ નારદજીની સંમતિથી, વજના પ્રહારથી મરેલા બલિને લઈને પશ્ચિમના પર્વત પર પ્રયાણ કર્યું, (૪૬) ત્યાં શુક્રાચાર્ય પોતાની સંજીવની વિદ્યાથી તે બધા અસુરોને જીવતા કર્યા કે જેમનાં ગરદન વગેરે અંગો કપાયાં ન હતાં. (૪૭) શુક્રાચાર્ય વડે સ્પર્શ કરાતાં જ બલિની ઇન્દ્રિયોમાં ચેતના અને મનમાં સ્મરણશક્તિ જાગ્રત થઈ ગઈ. બલિ એ વાત સમજતા હતા કે સંસારમાં જીવન-મૃત્યુ, જય-પરાજય વગેરે વારાફરતી થયાં જ કરે છે; તેથી પરાજિત થવા છતાં પણ તેમને કોઈ પ્રકારનો ખેદ થયો નહીં. (૪૮) ક્ક્ક્કન્કઃ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયામષ્ટમસ્કન્ધે દેવાસુરસડગ્રાથે એકાદશોડધ્યાયઃ | ૧૧॥। આઠમા સ્કંધ-અંતર્ગત દેવ-દાનવયુદ્ધમાંનો અગિયારમો અધ્યાય સમાપ્ત.